SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પાસપોર્ટની પાંખે હોસ્ટેલમાં નવમા માળે અમને બધાને ઉતારો આપવામાં આવ્યો હતો. પહેલે દિવસે ટી.વી. ઉપર વિવિધ રશિયન કાર્યક્રમો જોઈને અમે રાત્રે લગભગ બારેક વાગે સૂઈ ગયા. સવારે ચાર વાગે અમારી રૂમ ઉપર જોરજોરથી ટકોરા પડ્યા. અત્યારમાં કોણ આવ્યું હશે એ વિચારે આંખો ચોળતાં મેં બારણું ઉઘાડ્યું, તો એક ખેડૂત બહાર ઊભો હતો. શું કામ હતું તે મને સમજાવી શક્યો નહિ અને તરત ચાલ્યો ગયો. હું બારણું બંધ કરતો હતો, એટલામાં બીજા કોઈ રૂમ ઉપર તેણે ટકોરા માર્યા તે સંભળાયું. એ રૂમના ભાઈએ બારણું ઉઘાડ્યું, પણ પેલા ખેડૂતે જવાબ ન આપ્યો. એથી તે ગુસ્સે થઈ ગયા. ઘોંઘાટથી ચાર-પાંચ રૂમના પ્રવાસીઓ બહાર આવ્યા. તપાસ કરતાં સમજ પડી કે આ ખેડૂતને ટૉયલેટ જવું હતું અને ટોયલેટ એને જડતું ન હતું. ટૉયલેટનાં અને રૂમોનાં બધાં બારણાં એકસરખાં હોવાથી અને બીજી કંઈ સૂચના વાંચતાં ન આવડતું હોવાથી ટૉયલેટ સમજીને જે બારણાં ઉપર એ ટકોરા મારતો તે કોઈકની રૂમ નીકળતી. કેરાલાના એ ખેડૂતના પરાક્રમની રમૂજી વાત અમારા ગ્રુપના બધા સભ્યોમાં પ્રસરી ગઈ. મોસ્કોથી અમે કિએવ (Kiev - સોવિયેટ યુનિયનમાં યુક્રેઇનનું મુખ્ય શહેર) જતા હતા. અમારી સાથે કેરાલાનું ગ્રુપ અને પેલા ખેડૂતો પણ હતા. સોવિયેટ રશિયામાં સ્ટેશન ઉપર પ્રમાણમાં સ્વચ્છતા ઘણી સારી હતી. ગાડીમાં પણ સ્વચ્છતા જાળવવા માટે ખાસ સૂચનાઓ અપાઈ હતી. દરેક ડબ્બામાં એક લેડી કન્ડક્ટર હતી. માઇક ઉપર અમને સૂચના આપવામાં આવી હતી કે ટ્રેન ઊપડતાં પહેલાં જેમને ટૉયલેટ જવું હોય તે પ્લેટફૉર્મ પરના ટૉયલેટમાં જાય, ટ્રેનનાં ટૉયલેટ લૉક (Lock) કરવામાં આવ્યાં છે. મોસ્કો છોડ્યા પછી દસેક મિનિટે ટૉયલેટ ખોલવામાં આવશે. દરેક સ્ટેશન આવતાં પહેલાં પાંચેક મિનિટ પહેલાં દરેક ડબ્બામાં બધાં ટૉયલેટને ચાવી મારી દેવામાં આવશે, જેથી સ્ટેશન ઉપર ટ્રેનમાં કોઈ ટોયલેટમાં ન જાય. સ્ટેશનમાં ગંદકી ન થાય તે માટેની આ વ્યવસ્થા છે. અમારી ટ્રેન ઊપડી. રેલવે તરફથી અમને ચા આપવામાં આવી. અમે સાથે લાવેલો નાસ્તો ચા સાથે ખાધો. થોડી વાર પછી અમારા કમ્પાર્ટમેન્ટમાંથી હું બહાર નીકળ્યો. જોયું તો કોરિડોરમાં સંતરાની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy