________________
T લોએ લોકો
કેનિયામાં નકુરુ શહેરની પાસે આવેલા મેનેનગાઈ નામના ઠરી ગયેલા વાલામુખી પર્વતનું દ્રોણમુખ (crater) જોઈને ત્યાંથી અમે ‘નકુરુ સરોવર' જોવા ગયા. આ સરોવરકિનારે લાખો ફલેમિંગો પક્ષીઓ અમને જોવા મળ્યાં. ફલેમિંગોની પાંખોના રંગની ઝાંય સૂર્યપ્રકાશમાં વખતોવખત કેવી બદલાતી રહે છે તે પણ પ્રત્યક્ષ જોવા મળ્યું.
નકુરુથી અમે કિસુમુ પહોંચ્યાં. કિસુમુમાં અમારા યજમાન પાનાચંદ જીવરાજ શાહને અમે વાત કરી કે અમારી ઇચ્છા ગામડાંનાં આફ્રિકન લોકોનું રોજિંદું જીવન જોવાની છે. શક્ય હોય તો જયાં ફક્ત આફ્રિકન લોકો જ રહેતા હોય એવા કોઈ નાનકડા ગામડામાં જઈને એમના આવાસની મુલાકાત પણ અમારે લેવી છે.
પાનાચંદભાઈએ તરત જ અમારા માટે કાર્યક્રમ ઘડી કાઢ્યો. અમે છે જણ હતાં અને અમારી સાથે બીજા ચાર જણ જોડાયાં. તેમાં કિસમુના નાથાલાલ વીરપાળ નામનો પણ એક ભાઈ હતા. પાનાચંદભાઈ કહે, “આ નાથાલાલ અમારા કરતાં પણ ગામડાંનાં આફ્રિકન લોકોને વધુ સંપર્કમાં છે. તેઓ તેમની સાથે બહુ ભળી ગયા છે. એમને એમની તળપદી સ્વાહિલી ભાષા પણ આવડે છે. અમે બધાં શહેરની સુધરેલી સ્વાહિલી ભાષા બોલીએ છીએ.”
કિસમુથી પ્રથમ અમે પાસે આવેલા કિબોસ નામના ગામમાં ગયાં. ત્યાં અંધ આફ્રિકન વિદ્યાર્થીઓની શાળા છે. વિશાળ ચોગાનમાં શાળાનાં જુદાં જુદાં મકાનો છે. વિદ્યાર્થીઓ માટે ત્યાં રહેવાની સગવડ પણ છે. કેનિયાના સાલ્વેશન આર્મી તરફથી આ શાળા (થીકામાં છે તેવી) ચલાવવામાં આવે છે. આ શાળામાં અમે ગયાં ત્યારે એકસાથે સંખ્યાબંધ અંધ આફ્રિકન બાળકોને જોઈને અમે દુઃખ અને સંતાપ અનુભવ્યાં. કેટલાં બધાં નિર્દોષ બાળકો એ હતાં ! આફ્રિકામાં પણ અંધત્વનું પ્રમાણ ઘણું મોટું છે એ અહીં જાણવા મળ્યું. રોગ, અજ્ઞાન અને ઉપચારની સુવિધાના અભાવને કારણે ત્યાં અંધત્વનું પ્રમાણ વધુ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org