SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્સફર્ડ અને કૅબ્રિજ ૧૩૧ ઊતર્યા. તેમણે બસ ચાલુ કરવા પ્રયત્નો કર્યા. અડધા કલાકમાં બસ ચાલુ થઈ ગઈ. એથી પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ. બસ લંડન તરફ પાછી ફરવા લાગી. રાત પડી ગઈ હતી. ઠંડીનો ચમકારો સખત હતો. હાથે પણ મોજા પહેરી લેવાં પડ્યાં હતાં. બસ પૂર ઝડપે દોડતી હતી. ત્યાં અમારી ગાઈડે ઊભા થઈ ડ્રાઇવરને કંઈક સૂચના કરી. તરત બસ ઊભી રહી. ડ્રાઇવર નીચે ઊતર્યો. વળી પાછું આ શું થયું ? ખબર પડી કે બસનો દરવાજો એવી રીતે વસાતો હતો કે એના પોલાણમાંથી ફૂંકાતો સખત ઠંડો પવન ગાઈડના પગે લાગતો હતો. એ ઠંડી એનાથી સહન થતી ન હતી. પ્રાઈવરે ગાઈડને કહ્યું કે તાત્કાલિક આમાં બીજું કંઈ થઈ શકે તેમ નથી. ગાઇડ કંપનીને ભાંડતી ભાંડતી પોતાની બેઠક ઉપરથી ઊભી થઈ ગઈ અને વચમાં આવીને ઊભી રહી. આખી બસ ભરેલી હતી એટલે ગાઈડ બીજે બેસે પણ ક્યાં ? યુરોપમાં બીજાને પોતાની બેઠક આપવાનો શિષ્ટાચાર ઓછો છે. વળી બધાં થાકેલાં હતાં. ગાઈડે કટાક્ષમાં મને કહ્યું, “તમારે બેઠકમાં બેસવું હતું ને ? બેઠા હોત તો ખબર પડત.” તમે મને ન બેસવા દીધો માટે તો આ બધું થયું.” મેં પણ એની મજાકનો જવાબ વાળ્યો. આખે રસ્તે ગાઈડ ઊભી ઊભી આવી. લંડનમાં રસલ ક્વેર પાસે અમારી બસ આવી પહોંચી. બસમાંથી ઊતરતાં ગાઈડે અમને કહ્યું, “અમે કૅબ્રિજ બતાવી શક્યાં નથી માટે અડધા પૈસા તમને પાછા આપવામાં આવશે. કંપની સાથે ફોન પર અમારે વાત થઈ ગઈ છે.” બસના દરવાજા પાસે જ કંપનીનો માણસ આવીને ઊભો રહ્યો હતો. જેમ જેમ પ્રવાસીઓ ઊતરતા ગયા તેમ તેમ દરેકની તે માક્ષ માગતો ગયો અને છૂટા તૈયાર રાખેલા પાઉન્ડ-શિલિંગ દરેકના હાથમાં મૂકતો ગયો. પૈસા મળ્યાની સહી કે પહોચની વાત નહિ. કમાણીનો નહિ, પોતાની પ્રતિષ્ઠા સાચવવાનો પ્રશ્ન કંપનીને મન મોટો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy