SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પાસપોર્ટની પાંખે પોતાની સીટ ઉપર બેસવા માટે મને વિનંતી કરી. વળી વિલંબ થતો જતો હતો. આથી મારી સ્થિતિ કફોડી થઈ. મેં રકઝક લંબાવવામાં સંકોચ અનુભવ્યો. હું ઊભો થયો અને છેલ્લે જે એક ખાલી બેઠક હતી તેમાં બેસી ગયો. - અમારી બસ ઊપડી. લંડનના રસ્તાઓ વટાવતી તે ઓક્સફર્ડ તરફ જવા માટે મોટર-વે ઉપર આવી પહોંચી. અમારી ગાઈડે રસ્તામાં અમને અંગ્રેજી, ફ્રેન્ચ અને પછી જર્મન ભાષામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીનો ઇતિહાસ કહ્યો. અમે ઑક્સફર્ડ ધાર્યા કરતાં મોડાં પહોંચ્યાં. સમય ઓછો રહ્યો હતો એટલે ત્યાંની યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો ઝડપથી અમને બતાવવામાં આવ્યા. લગભગ આઠસો વર્ષની જૂની આ યુનિવર્સિટીમાં કેટલીક રચના હજુ એ જ પ્રાચીન ઢબે જાળવી રાખવામાં આવી છે. તેની પુરાણી લાઇબ્રેરીમાં ઊભાં રહેતાં એ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ગયેલા ગ્લૅડસ્ટન, સેમ્યુઅલ જહોનસન, શેલી, રસ્કિન વગેરે મહાપુરુષોનું સ્મરણ થયું. યુનિવર્સિટીની મુલાકાત પછી અમે કેબ્રિજને રસ્તે ચાલ્યા. રસ્તામાં એક નાના ગામમાં, અગાઉથી ગોઠવણ કર્યા મુજબ એક રેસ્ટોરાંમાં ભોજન માટે અમને લઈ જવામાં આવ્યા. પશ્ચિમી ઢબનાં રેસ્ટોરાંઓમાં એક પછી એક કોર્સ પ્રમાણે વાનગીઓ પીરસવામાં સમય પણ ઠીક લાગતો હોય છે. અમારી ગાઈડે કહ્યું, “આજે મોડું ઘણું થયું છે, માટે કેબ્રિજમાં આપણને પૂરતો સમય નહિ મળે.” ભોજન પછી કૅબ્રિજને રસ્તે અમે આગળ વધ્યાં, પરંતુ થોડેક ગયાં ત્યાં તો અમારી બસ બગડી. કદાચ સવારે ઉતાવળમાં સરખી સમી નહિ કરાઈ હોય. ડ્રાઇવરે ઊતરીને બોનેટ ખોલીને ચાલુ કરવા પ્રયત્નો કર્યા, પરંતુ બસ ચાલી નહિ. આસપાસ કોઈ વસતિ ન હતી, એટલે ડ્રાઇવર અને ગાઈડ. ત્રણેક ફર્લોગ પર આવેલા એક સ્થળે ફોન કરવા ગયાં. ત્યાં સુધી અમે બધાં પગ છૂટા કરવા બસમાંથી બહાર નીકળી ફરવા લાગ્યાં. કલાક પછી ગાઇડ અને ડ્રાઇવર પાછા આવ્યાં. કહ્યું, “માફ કરજો, કેમ્બ્રિજ જવાનો કાર્યક્રમ હવે રદ કરવો પડે છે. જ્યાં સુધી મિકેનિકની અથવા બીજી બસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણે અહીં જ બેસી રહેવું પડશે.” થોડી વાર બધાં આમતેમ ફર્યા, પરંતુ સાંજ પડી ગઈ હતી અને શિયાળાનો ઠંડો પવન ફૂંકાવો શરૂ થયો હતો, એટલે બધાં બસમાં ભરાઈ ગયાં. બેસીબેસીને સૌ કંટાળી ગયાં હતાં. કેટલાંકે ઊંઘવા માંડ્યું હતું. થોડી વારે એક મોટરકાર આવી. તેમાંથી બે માણસો ઓજારો સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy