SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ લોએ લોકો ૧૩૩ અમે ગયા ત્યારે એક મેદાનમાં આંધળાં છોકરાંઓ પકડાપકડીની રમત રમતાં હતાં. જે ઝડપથી તેઓ દોડતાં હતાં તે પરથી દૂરથી જોનારને એમ જ લાગે કે આ છોકરાંઓ આંધળાં નહિ હોય. ત્યાંના એક સંચાલકે કહ્યું, “આ આંધળાં છોકરાંઓને અહીંનાં અમારા તમામ મકાનો, વર્ગો, દાદરા, રસ્તાઓ, ફૂટપાથ, વૃક્ષો વગેરેનો એટલો બધો મહાવરો થઈ ગયો છે કે તેઓ દોડતાં હોય છે ત્યારે જાણે દેખતાં હોય તેમ દોડે છે. દાદરાનાં પગથિયાં પણ કૂદતાં કૂદતાં ઊતરે છે. તેઓ જોઈ શકતાં નથી, પણ તેમની બીજી ઇન્દ્રિયો બહુ જ સતેજ હોય છે.” અંધશાળા જોઈને અમે મિવાની નામના એક ગામમાં ગયાં. ત્યાં શેરડીમાંથી ખાંડ બનાવતા એક કારખાનાની મુલાકાત લીધી. અમે તેમાં કામ કરતાં ગરીબ આફ્રિકન લોકોને નજરે નિહાળ્યાં. અમને જાણવા મળ્યું કે કેનિયાના આફ્રિકન લોકોમાં પણ કિકુયુ, જલવો, લોએ, ડિગો, ચાગા, મખામ્બા, લેયો વગેરે વિવિધ જાતિઓ છે. કિસુમુની આસપાસ લોએ લોકો વધારે છે. આ લોકોની એક વિચિત્ર ખાસિયત છે. નાનું બાળક મોટું થાય ત્યારે એના નીચેના દાંતની હારમાંથી આગળના પાંચ કે છ દાંત પાડી નાખવામાં આવે છે. બીજી વાર દાંત ઊગે તે પણ પાડી નાખવામાં આવે છે. પછી ત્યાં દાંત ઊગતા નથી. લોએ જાતિના લોકોમાં આ રીતે આગળના પાંચ-છ દાંત ન હોવાથી હમેશાં જીભ સહેજ દાંતની બહાર રહે છે. તેઓ જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે તે વધુ બહાર આવે છે અને સ્પષ્ટ દેખાય છે. એમને જોતાં આપણને કશુંક અસ્વાભાવિક લાગે પરંતુ તેઓને પોતાને કશું અસ્વાભાવિક લાગતું નથી, કારણ કે તેમનામાં તો બધા જ લોકોના દાંત અને જીભ એ પ્રમાણે હોય છે. વસ્તુતઃ આપણા દાંત તેમને કદાચ અસ્વાભાવિક લાગતા હશે ! આફ્રિકામાં બીજી કેટલીક જાતિના લોકોમાં જન્મથી જ બાળકના ઉપરના હોઠમાં વચ્ચે કાપો મૂકવામાં આવે છે. કેટલીક જાતિના લોકોની બંને કાનની બુટ વચ્ચેથી કાપેલી હોય છે. કેટલાક લોકોની બંને આંખ નીચે છૂંદણાં છુંદાવેલાં હોય છે. મુસલમાન જાતિની કેટલીક સ્ત્રીઓ બારે માસ ઘરમાં અને બહાર કાળું વસ્ત્ર (બુઈ બુઈ) માથે અને છાતીએ ઓઢે છે. મિવાનીથી અમે બધાં કાચા રસ્તે થોડા માઈલ દૂર પચાસેક કુટુંબની વસતિવાળા એવા એક સાવ નાનકડા ગામમાં ગયાં. ગામ પાસે અમારી બે મોટર ઊભી રહી એટલે કેટલાંક કાળાં હબસી છોકરાંઓ દોડતાં આવ્યાં. આવા દૂરના ગામડામાં મોટર પણ જવલ્લે જ આવતી હોય છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy