________________
૧૩૪
પાસપોર્ટની પાંખે ગામનાં છોકરાંઓને તેની નવાઈ લાગે. મોટરમાંથી ઊતરી અમે ગામમાં દાખલ થયાં. નાથાલાલ અમને બધું સમજાવવા લાગ્યા.
થોડીક વાર પછી અમારી પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ચાલવા લાગ્યાં. ધીમે ધીમે એ છોકરાઓની સંખ્યા વધતી ગઈ. છોકરાંઓ માંહે માંહે હસતાં હતાં. તેઓ જાણે કશાકની મજાક કરતાં હોય તેવું પણ લાગ્યું. તેઓ બહુ કુતૂહલથી અમારી તરફ જોતાં હતાં અને ટીખળ કરતાં હતાં. શા માટે તેઓ આમ કરે છે તે અમને સમજાયું નહિ. પરંતુ નાથાલાલે છોકરાઓને પૂછીને એનું કારણ અમને સમજાવ્યું. એમણે કહ્યું, “આપણી સાથે આવેલા એક વડીલે ધોતિયું પહેર્યું છે તેથી આ બધાં છોકરાંઓ કુતૂહલથી પાછળ પાછળ આવે છે. આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પેન્ટ પહેરે છે. (શહેરોમાં કોઈક ધાર્મિક કે એવા પ્રસંગે ગુજરાતીઓમાં ધોતિયું અલબત્ત પહેરાય છે.) ધોતિયું પહેરેલો માણસ આ નાનાં છોકરાંઓને આજે પ્રથમ વાર જોવા મળે છે. આ ધોતિયું કેવી રીતે પહેર્યું હશે તે વિશે કુતૂહલ છે. તેમની દષ્ટિએ આ કંઈક વિચિત્ર પહેરવેશ છે અને તેથી તેઓ આપણી પાછળ પાછળ ભમે છે અને ટીખળ કરે છે.”
લોએ લોકોનાં ઘરો વર્તુળાકાર ઝૂંપડાં જેવાં છે. આ ઘરોને ચાર ચોરસ દીવાલો હોતી નથી, પરંતુ માટીની એક જ સળંગ વર્તુળાકાર દીવાલ હોય છે અને એના ઉપર શંકુ આકારનું ઘાસનું છાપરું હોય છે. અંદર દસેક ફૂટના વ્યાસવાળી જગ્યામાં આછો ઉજાસ હોય છે. આ ગરીબ લોકોની ઘરવખરી પણ નહિ જેવી હોય છે. એકાદ ચૂલો અને થોડાંક વાસણો એ એમની મિલકત. પહેરવાને પૂરાં વસ્ત્રો પણ નહિ. કેટલાંક બાળકો તદ્દન નગ્ન હતાં. કેટલાંક સ્ત્રીપુરુષોએ કમર નીચે માત્ર એક જ વસ્ત્ર પહેરેલું હતું. આસપાસ કોઈ ખેતરોમાં કે કારખાનામાં નોકરી કરી માંડ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેમનાં પહેરેલાં કપડાંમાં આંતરરાષ્ટ્રીય વૈવિધ્ય હતું, કારણ કે શહેરના લોકોનાં જૂનાં ઊતરેલાં કપડાં તેમણે બધાંએ પહેર્યા હતાં. કેટલાંકને એ બહુ ટૂંકા પડતાં હતાં અને કેટલાંકને મોટાં. માનવજન્મ મળ્યો હોવા છતાં પશુ જેવું જીવન જીવતા, શાહી જેવા કાળા કાળા હબસીઓની નિધન દશાનું ઘેરું કરુણ દશ્ય જોઈને અમે અનુકંપાની લાગણી અનુભવી.
નાથાલાલે ઝૂંપડાઓમાં જઈ કેટલીક આફ્રિકન સ્ત્રીઓને બોલાવી કહ્યું, “આજે મગેની (મહેમાન) પધાર્યા છે અને તેઓ તમારું નૃત્ય જોવા ઉત્સુક છે.” શરૂઆતમાં સ્ત્રીઓએ આનાકાની કરી. પરંતુ ત્રણ-ચાર સ્ત્રીઓને ખુલ્લા ચોગાનમાં બોલાવી નાથાલાલે પોતે તેમની સાથે આફ્રિકન નૃત્ય કરવાનું ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org