SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પનામાં ૧૪૧ બીજી બાજુથી કોઈ પણ જહાજ સલામત રીતે પસાર થઈ શકે નહિ. અમેરિકાએ આ નહેર કરવાનું માથે લીધું ત્યારે એને ખબર નહોતી કે આવી એક વિકટ સમસ્યા આવીને ઊભી રહેશે. પરંતુ ઇજનેરોએ નહેરના બંને છેડે પાણીને જુદા જુદા હોજમાં બાંધી લઈને એટલે Locks કરીને, જહાજોને એક સપાટીએથી બીજી સપાટીએ લઈ જવાની વ્યવસ્થા કરી. વળી એ માટે ઊંચી સપાટીએ આવેલી ચાગ્રેસ નદી પર બંધ બાંધી ત્યાં ગાટુન નામનું વિશાળ સરોવર તૈયાર કર્યું અને નહેરની સપાટીની વધઘટ માટે એ સરોવરના પાણીનો ઉપયોગ કર્યો. આ નહેર બાંધવા પાછળ ઈ. સ. ૧૯૦૩ થી ઈ. સ. ૧૯૧૩ સુધીનો એટલે કે લગભગ અગિયાર વર્ષનો સમય અમેરિકાને લાગ્યો. તે દરમિયાન પંચાવન હજાર મજૂરો તો પીળા તાવમાં મૃત્યુ પામ્યા. નહેર પાછળ અમેરિકાએ બધું મળીને લગભગ ત્રણ અબજ ડૉલરનું ખર્ચ કર્યું. આ એક ઘણું મોટું, માત્ર અમેરિકાને જ પરવડે એવું, આર્થિક સાહસ હતું. અમેરિકા ત્યારે પણ કેટલો ધનાઢ્ય દેશ હતો તેનો ખ્યાલ પનામાની નહેર પાછળ એણે કરેલા ખર્ચ પરથી કરી શકાય છે. નહેર જોવા અમે ગયાં ત્યારે મિરાફલોર્સમાં જાણે મેળો ભરાયો હતો. નહેરમાં અડોઅડ બનાવેલા ત્રણ હોજની તદન નજીક આપણને જવા દેવામાં આવે છે. અમે ત્યાં સુધી પહોંચ્યાં. દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાંથી એક જહાજ આવ્યું. એ જહાજને મહાસાગરની સપાટીથી એકત્રીસ ફૂટ ઊંચે નહેરના એ છેડે ગાટુન લૉક્સમાં લાવવામાં આવ્યું હતું. હવે મિરાફલોર્સમાં એને એની પાણીની સપાટીવાળા હોજમાં દાખલ કરાયું. તે દાખલ થઈ ગયા પછી હાજનો જાડો લોખંડી દરવાજો બંધ થઈ ગયો. હોજમાં યંત્ર વડે તરત પાણી ઉમેરવામાં આવ્યું. જેમ જેમ પાણી વધતું ગયું તેમ તેમ તેમાં તરતું જહાજ ઊંચે આવતું ગયું. હોજમાં આઠ મિનિટમાં સત્તાવીશ ફૂટ જેટલી સપાટી ઊંચી થાય એટલું, લગભગ એંસી લાખ ગેલન જેટલું પાણી ઉમેરાયું. હોજમાં નીચે દેખાતી સ્ટારમાં બેઠેલા જે પ્રવાસીઓને જોવા માટે અમારે મોટું નીચું કરવું પડતું હતું તે પ્રવાસીઓને અમે હવે સીધું મોટું રાખીને જોઈ શકવા લાગ્યાં. પહેલા અને બીજા હોજની પાણીની સપાટી હવે સરખી થઈ ગઈ. ત્યાર પછી એ બેની વચ્ચેનો લોખંડનો દરવાજો યંત્ર વડે ખૂલી ગયો. સ્ટીમરને કપ્તાને બીજા નંબરના હોજમાં ધીમે ધીમે હંકારી લીધી. લોકોના ટોળા સાથે અમે પણ એ હોજ પાસે ખસ્યા. હોજનો એ દરવાજો બંધ થયી. પહેલા નંબરના હોજમાં ઉમેરાયેલું સત્તાવીસ ફૂટ જેટલું પાણી પાછું ઓછું થઈ ગયું. એ પાણી હવે બીજા નંબરના હોજમાં ભરાઈ ગયું. પરિણામે બીજા નંબરના હોજમાં પાણીની સપાટી હવે ચોપન ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ. એ પ્રમાણે સ્ટીમર પણ કુલ ચોપન ફૂટ ઊંચી થઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy