________________
3 રિઓમાં રાત્રે
બ્રાઝિલનું પાટનગર હવે બ્રાઝિલિયા છે. એનું જૂનું પાટનગર તે રિઓ-ડિ-જાનીરો (અથવા રિયો-દ-જાનેરો). બ્રાઝિલનું તે હવે રાજદ્વારી પાટનગર નથી, પરંતુ સાંસ્કૃતિક પાટનગર જરૂર છે. બ્રાઝિલનું તે મોટામાં મોટું નગર છે.
લેટિન અમેરિકાનો ખંડ સૈકાઓ પહેલાં પોર્ટુગીઝ અને સ્પેનિશ લોકોએ શોધ્યો અને ત્યાં વસવાટ કર્યો એટલે આખા લેટિન અમેરિકાની ભાષા સ્પેનિશ અને પોર્ટુગીઝ રહી છે.
પોર્ટુગીઝ નાવિકો પોર્ટુગલથી નીકળી દક્ષિણ અમેરિકાના બ્રાઝિલના આ કિનારે પહોંચ્યા ત્યારે જાન્યુઆરી મહિનો ચાલતો હતો. આ સુંદર સ્થળ પાસે નદી અને સમુદ્રનો સંગમ થાય છે. જાન્યુઆરી મહિનામાં તેમણે અહીં નદી જોઈ, એટલે એ નદીનું નામ તેમણે ‘
રિઓ-ડિ-જાનીરો' એટલે કે “જાન્યુઆરી મહિનાની નદી' એવું આપ્યું. “રિયો એટલે નદી. “ડિ જાનીરો' એટલે ‘જાન્યુઆરીની' મૂળ નદીને માટે અપાયેલું “રિઓ-ડિ-જાનીરો' એવું આ નામ પછી તો ત્યાં વસેલા શહેર માટે પ્રચલિત બની ગયું.
રિઓ-ડિ-જાનીરો શહેર તેના જુદા જુદા સ્વચ્છ વિશાળ અને લાંબા સમુદ્રતટને લીધે, આસપાસ આવેલી નાની-મોટી ટેકરીઓને લીધે તથા સમુદ્રમાં પાસે આવેલા નાના નાના બેટોને લીધે દુનિયાનાં કેટલાંક અત્યંત રળિયામણાં શહેરોમાંનું એક શહેર ગણાય છે.
રિઓમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદનું અધિવેશન ૧૯૭૯ના જુલાઈમાં યોજાયું હતું. એમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા હું અને મારાં પત્ની ગયાં હતાં. અમારો ઉતારો સમુદ્રકિનારે ફલામેંગો વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ હોટેલ “ગ્લોરિયામાં હતો. હોટેલની સામે જ વિશાળ રમણીય સમુદ્રતટ છે. હોટેલમાંથી રસ્તો ઓળંગીને સામે સમુદ્રતટમાં ફરવા જઈ શકાય. સમુદ્રના કિનારે કિનારે પૂરાણ (Reclaim) કરીને વાહનવ્યવહાર માટે આ નવો સળંગ લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે.
પરિષદને આગલે દિવસે અમે રિઓ પહોંચી ગયાં હતાં. ઘણાખરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org