SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પનામાં ૧૩૭ દેતું નથી. જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે પણ ફળ માટે સખત કાળજી રાખે છે.” “પણ ધારો કે કોઈની પાસે ફળફળાદિ નીકળે તો કસ્ટમ્સવાળા શું કરે?” મારાં પત્નીએ સહજ પૂછ્યું. તે લઈને તરત તેનો નાશ કરાવે. આ કોઈ એવો ગંભીર ગુનો નથી કે તેથી જેલમાં બેસાડે અથવા તેની બીજી કોઈ સખત સજા હોય. કેટલીક વાર કોઈક સંતાડીને પણ લઈ જાય છે. એથી તે તે દેશની પ્રજાઓને રોગચાળો લાગુ પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી. પરંતુ કસ્ટમ્સમાં આપણને જો પૂછે તો આપણે તેનો સાચો જવાબ તો આપવો જ જોઈએ ને ? અને સાચો જવાબ આપીએ તો આપણી પાસેથી એ ફળફળાદિ લઈને તેઓ ફેંકી દે એમાં પણ સંશય નહિ.” પરંતુ ફળ માટે ચિંતા કસ્ટમના સામાન તપાસનાર ઇસ્પેક્ટર પાસે પહોંચીએ ત્યારે કરવાની રહે, તે પહેલાં નહિ. વિમાનની અંદર કે વિમાનમાંથી ઊતર્યા પછી એરપોર્ટના મકાન સુધી પહોંચીએ ત્યાં સુધી આ ચિંતા સામાન્ય રીતે હોતી નથી. મેં મારાં પત્નીને કહ્યું, “આપણી પાસે જે ફળ છે તે કસ્ટમ્સવાળા નંખાવી દે તેના કરતાં આપણે તે ખાઈ લઈએ તો વધારે સારું થશે. આમ પણ આપણને ભૂખ તો લાગી છે. પછી બહાર જઈ નવાં ફળ ખરીદીને ખાવાં તેના કરતાં અત્યારે આપણે આ ફળને જ ન્યાય કેમ ન આપીએ ?” કસ્ટમ્સના ઑફિસરોનાં ટેબલ શરૂ થાય તેની પહેલાં થોડેક દૂર એક સોફામાં બેસીને અમે, વિમાનમાંથી અમારો સામાન આવે ત્યાં સુધીમાં કેળાં, સંતરાં, પેરુ વગેરે બધાં ફળ વાપરી લીધાં. ફળાહાર કર્યા પછી અમે કસ્ટમ્સનું ફોર્મ ભર્યું. “તમારી પાસે કોઈ તાજાં ફળ છે ?” એ પ્રશ્નના ઉત્તરમાં અમે હવે “ના” લખી. કસ્ટમ્સમાંથી સરળતાથી અમે પસાર થઈ ગયાં. દુનિયાના કેટલાક દેશોમાં ખાવાની ચીજવસ્તુઓની બાબતમાં જુદા જુદા નિયમો હોય છે. સૂકી અને ટિન કે પેકેટમાં અકબંધ વસ્તુઓ આપણા પોતાના જ વપરાશ માટે છે અને બીજા કોઈને તે આપવામાં નહિ આવે એવી ખાતરી આપીએ તો કેટલાક ભલા ઓફિસરો તે સાથે લઈ જવા દે છે. કેટલાક દેશોમાં ટિનના સીલબંધ ડબ્બામાં અથાણું, રસ, ફળના ટુકડા કે કોઈ જાતનાં પ્રવાહી પણ લઈ જવા દે છે. કેટલાક દેશોમાં પહેલાં આવી બધી માથાકૂટ નહોતી. પરંતુ બીજા દેશોનું જોઈજો ઈને કેટલાક નાના અને અવિકસિત પછાત દેશો પણ આવા કાયદા કરવા લાગ્યા છે. જે દેશમાં અતિશય ગંદકી હોય, જેનું આરોગ્ય એકંદરે બહુ સારું ન હોય અને વધુ બગડશે એવું જોખમ પણ ન હોય એવા દેશો પણ બહારના નીરોગી પ્રવાસીના સ્વચ ખાદ્ય પદાર્થોને હવે અટકાવવા લાગ્યા છે. દેખાદેખી અને પરસ્પર સમાન હક્કની વૃત્તિનું આ વિસંવાદી પરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy