SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સાવો પાર્ક ૧૬૧ બાયનોક્યુલર હતાં તે તેની મદદ વડે રસ્તા પર નજર રાખતાં હતાં. એવામાં કોઈક બોલ્યું, “પેલું હરણ જેવું કંઈક જાય છે.” તરત બસ ઊભી રખાઈ. હરણને જોવા માટે કેટલાંક નીચે ઊતર્યા. ચારે બાજુ ધારીધારીને જોયું, પરંતુ ક્યાંય હરણ દેખાયું નહિ. સહુ નિરાશ થઈ પાછાં બસમાં બેસી ગયાં. બેએક માઈલ બસ વધુ આગળ ચાલી. એવામાં કોઈકે કહ્યું, “જુઓ, પેલું જિરાફ દોડતું જાય છે.” ડ્રાઇવરે બસ ઊભી રાખી, પરંતુ બીજા કોઈને એ જિરાફ દેખાયું નહિ. જિરાફ ઘણે દૂર હશે અને બસની ગતિ વધારે હશે તેને કારણે અમારી નજરમાંથી એ કદાચ છટકી ગયું લાગે છે. જોનારાએ કહ્યું, જે રસ્તે આપણે આવ્યાં તે દિશામાં જિરાફ દોડતું હતું. બહુ બહુ તો અડધો માઈલ દોડી ગયું હશે. આપણે બસ પાછી ફેરવીએ તો ચોક્કસ જોવા મળે.” એ માટે પ્રવાસીઓમાં બે મત પડી ગયા. એક કહે : “આગળ બીજાં ઘણાં પ્રાણીઓ જોવા મળશે. પાછાં જવું નથી.” બીજો પક્ષ કહે : “હમણાં જ ગયું છે માટે જિરાફ તરત જોવા મળશે. વળી આપણે મોડાં નીકળ્યાં છીએ, એટલે અત્યારે તરત બીજાં પ્રાણીઓ કદાચ જોવા નહિ મળે.” બંને પક્ષ વચ્ચે ઘણી રકઝક ચાલી. બહુમતી પક્ષ બસ પાછી ફેરવવા માટેનો હતો. એટલે અમારી બસ પાછી ફરી. એકને બદલે ત્રણેક માઈલ સુધી અમે પાછાં ગયાં. બધાં બહુ ચીવટપૂર્વક ધ્યાન રાખતાં હતાં છતાં જિરાફ ક્યાંય દેખાયું નહિ. નિરાશ થઈને છેવટે અમારે પાછાં ફરવું પડ્યું. અમારી બસ આગળ ચાલવા લાગી. થોડાક માઈલ અમે એ રીતે આગળ ગયાં હોઈશું ત્યાં અચાનક કોઈનું ધ્યાન પડ્યું. એક જિરાફ એક વૃક્ષ નીચે એવું સ્થિર ઊભું હતું કે તરત કોઈની નજરે ન ચડે. જિરાફ જોતાંની સાથે આનંદની કિકિયારીઓથી બસ ગાજી ઊઠી. સવારથી લીધેલો શ્રમ જાણે લેખે લાગ્યો. ઘણાં બસમાંથી નીચે ઊતરી ગયાં. કેટલાકે ફોટા લીધા. જિરાફની ડોક અસાધારણ રીતે લાંબી હોય છે. એના શરીરના પ્રમાણમાં એનું માથું નાનું હોય છે. બધાની સામે એ તુચ્છકારથી જાણે નીચી નજરે જોતું હોય તેવું લાગતું હતું. બધાંના ચહેરા ઉપર આનંદ અને મુગ્ધતાનો ભાવ હતા. ત્યાંથી કોઈને જલદી ખસવાનું મન થતું ન હતું. - ડ્રાઇવરે હૉર્ન મારી બધાંને બસમાં બેસાડ્યાં. બસ આગળ ચાલી. આખે રસ્તે ભૂખ લાગી હતી એટલે એક નાનકડા તળાવને કિનારે બાંધવામાં આવેલા “અરુબા લોજ' નામના વિશ્રામગૃહમાં અમે પહોંચ્યાં. બધાંને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા આયોજકોએ સરસ રીતે કરી હતી. ચા-પાણી અને આરામ કરી અને ફરી પાછાં બસમાં બેઠાં. અમે ક્રોકોડાઇલ પૉઇન્ટ પહોંચ્યાં પા-૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy