SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વી.આઈ.પી. રૂમ ૨૨૧ અમે રિસેપ્શનિસ્ટને અમારી મુશ્કેલી સમજાવી અને કહ્યું, “તમે તમારી સત્તા વાપરીને અમને ડિસ્કાઉન્ટ ન આપી શકો ? હોટેલોમાં ડિસ્કાઉન્ટ આપવાની જાતજાતની પદ્ધતિઓ હોય છે, અને રિસેપ્શનિસ્ટ કે મેનેજરને તેની બધી સત્તાં હોય છે.” અમારી સ્થિતિ સમજીને અમારી વિનંતી રિસેપ્શનિસ્ટે માન્ય રાખી. એણે કહ્યું, “ભલે, હું તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું.” એ જાણી અમને બહુ આનંદ થયો. એણે અમારી પાસે હોટેલનું ફેર્મ ભરાવ્યું. નામ-સરનામું, પાસપોર્ટ નંબર વગેરે વિગતો અમે લખી. ફોર્મ લેતાં રિસેપ્શનિસ્ટ પૂછયું, “તમારા દેશની એરલાઇન્સ તે એર ઈન્ડિયા ને ?” અમે કહ્યું, “હા; કેમ પૂછવું પડ્યું ?” રિસેપ્શનિસ્ટે કહ્યું, “આ ફોર્મમાં નીચે તમે લખો : ઍર ઇન્ડિયાના સ્ટાફ મેમ્બર્સ.” “કેમ ?” “અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કોઈ પણ એરલાઇન્સના સ્ટાફને આપીએ છીએ.” “પણ અમે એર ઇન્ડિયાના સ્ટાફમાં નથી.” તેનો કશો વાંધો નહિ. ડિસ્કાઉન્ટ આપવા માટે અમારે આટલું લખાવી લેવું જોઈએ.” “પણ એવું ખોટું અમારાથી કેમ લખાય ?” તેની ચિંતા કરશો નહિ. આ ફૉર્મ કોઈની પાસે જવાનું નથી, કે અમે કોઈને એ વિશે પૂછપરછ પણ કરવાના નથી.” “તમારી વાત સાચી છે. પરંતુ અમારાથી એવું ખોટું કેવી રીતે લખાય?” “તમને તમારે હાથે લખવામાં વાંધો હોય તો ન લખશો. હું પછીથી મારા હાથે એમાં લખી નાખીશ. અમારા ઑડિટ માટે એટલું લખેલું હોવું જરૂરી છે.” ના, તમે પણ એવું ન લખશો. તમારા સદ્ભાવ બદલ આભાર. પરંતુ એવું ખોટું લખીને પૈસા બચાવવાનું અમને યોગ્ય લાગતું નથી. અમે એમાં માનતા નથી. સહજ રીતે તમારી સત્તા વાપરીને ડિસ્કાઉન્ટ આપી શકતા હો તો તે અમને મંજૂર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy