SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પાસપોર્ટની પાંખે ઉપર સાંજે પાંચ વાગે આવી પહોંચ્યાં. આઠ વાગે અમે કુસ્કો પહોંચવાનાં હતાં. પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા કે જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે. સમયનું ચુસ્ત પાલન પણ નહિ. અમે ટ્રેનમાં બેઠાં પછી લગભગ બે કલાકે તે ઊપડી. બધાં ખૂબ કંટાળી ગયાં હતાં. ટ્રેન ઊપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. તોપણ સૂવાના સમય પહેલાં હોટેલ ઉપર પહોંચી જવાશે એવી અમને આશા હતી. પરંતુ મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન ત્રણેક સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી. આપણી બાપુની ગાડી'ની યાદ અપાવે એવી આ ગાડી હતી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહિ. બધાં ભૂખ્યાં થઈ ગયાં હતાં. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશાં થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. મોડું થતું જતું હતું. રાતના બાર વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો શમતા જતા હતા. કેટલાંક પોતાની બેઠકમાં ઝોકાં ખાવા લાગ્યાં હતાં. કુસ્કોથી પરોઢિયે અમારે લિમા માટે વિમાન પકડવાનું હતું. તે પકડાશે કે નહિ તેની અમને હવે ચિંતા થવા લાગી હતી. - રાતના બે વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનાનો સંચાર થયો. સવારે ચાર વાગે અમે કુક્કો પહોંચ્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટૂરિસ્ટ કંપનીની બસ બે કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. અમે ટેક્સી કરીને હોટેલ પર પહોંચ્યાં. તરત ચા પીને, સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયાં. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યાં નહોતાં એનો આંનદ . હતો. વળી, મચ્ચ-પિચ્છનાં દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy