________________
પાસાન-હામનો ધોધ
પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ એ બાર મુખ્ય ટાપુઓ અને બીજા સેંકડો નાના નાના ટાપુઓ (કુલ ૭૧૦૭ ટાપુઓ)નો બનેલો ખેતીપ્રધાન દેશ છે. સ્પેનિશ લોકોએ ત્યાં લગભગ ચારસો વર્ષ રાજ્ય ક્યું. પછી આવ્યા અમેરિકનો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને તેનો કબજો લીધો. અમેરિકાએ તે છોડાવ્યો. ત્યાર પછી ફિલિપાઈન્સ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે.
ફિલિપાઇન્સની પ્રજા એકંદરે ગરીબ છે. મુખ્યત્વે તે પ્રિસ્તી ધર્મ પાળે છે. ફિલિપાઇન્સમાં આઠ જુદી જુદી ભાષાઓ બોલાય છે, જેમાં તગલોગ મુખ્ય છે. એની રાષ્ટ્રભાષા ફિલિપિનો છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત ઘણા લોકો અંગ્રેજી પણ સારી રીતે જાણે છે.
ફિલિપાઈન્સનું હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ તે બાગિયો છે. લગભગ છ હજાર ફૂટની ઊંચાઈએ તે આવેલું છે. મારા ભાઈ ભરતભાઈ સાથે હું ત્યાં ગયો હતો. ત્યાં બે દિવસ અમે હયફય. હવે અમારો કાર્યક્રમ મોટરરસ્ત મનિલા જઈ પાગ્યાન-જાન-હામ(અથવા પામ્સાન-હામ)નો ધોધ જોવા જવાનો હતો. ફિલિપાઈન્સમાં આવેલા આ પ્રપાતનું દર્શન એ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ ગણાય છે.
મનિલા પહોંચી અમે એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં તે માટે નામ નોંધાવી દીધાં. એના દર થોડા મોંઘા હતા, પરંતુ હોટેલમાંથી અમને લઈ જાય અને હોટેલમાં પાછાં પહોંચાડે ત્યાં સુધીની બધી વ્યવસ્થા ટૂરિસ્ટ કંપનીની હતી. એમાં ચા-નાસ્તો, બપોરનું ખાણું, હોડીભાડું, ટિપ વગેરેના પૈસા પણ આવી જતા હતા.
પાગ્યાન-હામનો ધોધ જોવા માટે સવારે નીકળીએ તો સાંજે હોટેલ ઉપર સમયસર પાછા આવી પહોંચાય. મનિલાથી આસરે સિત્તર કિલોમીટરનું અંતર છે. નિશ્ચિત સમયે અમને તેડવા માટે બસ આવી પહોંચી. યુરોપિયન, અમેરિકન, ચીની, જાપાની, મલેશિયન વગેરે લગભગ પચ્ચીસેક પ્રવાસીઓ અમે હતા. મનિલા શહેર છોડી અમારી બસ એક્સપ્રેસ રસ્તા ઉપર આવી પહોંચી. ફિલિપાઈન્સ જેવા નાના દેશે પણ પોતાના ગજા પ્રમાણે, યુરોપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org