SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ મધરાતે મૂંઝવણ વખતે દ૨વાજો બંધ રાખતી હોય તો દરવાજાની ચાવી તમને આપવી જોઈએ.'’ “મને ચોક્કસ ખબર છે કે દરવાજાની ચાવી મને આપવામાં આવી નથી.’ “તો તમને બીજી કંઈ સૂચના આપવામાં આવી છે ?” “ના, કશી જ નહિ. માત્ર મને એટલું કહેવામાં આવ્યું કે રાત્રે દસ વાગ્યા પછી રિસેપ્શનિસ્ટનું કાઉન્ટર બંધ થઈ જાય છે માટે રાતને વખતે બહાર જતી વખતે રૂમની ચાવી મારે મારી પાસે રાખવી.’ “ક્યાં છે એ ચાવી ?’’ મેં ખીસામાંથી ચાવી કાઢી. એમણે કહ્યું, “કદાચ રૂમની ચાવીથી જ દરવાજો ખૂલતો હશે.'' એમણે તો ચાવી લગાડી અને તરત દરવાજો ખૂલ્યો. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. મૂંઝવણનો અચાનક અંત આવ્યો. મેં એ સજ્જનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હોટેલમાં દાખલ થઈ મેં તરત ઓવરકોટ ઉતાર્યો. ઊભાં ઊભાં પગ તો દુખી ગયા હતા, પણ વજનદાર ઓવરકોટ પહેરીને ખભા પણ દુખી ગયા હતા. હું રૂમમાં દાખલ થયો. પલંગમાં સૂતો. પણ ઊંઘ ક્યાંથી આવે ? ન્યૂયૉર્કના ટાઇમ-ડિફરન્સને લીધે ઊંઘ નહિ આવતી હોય એ કારણ કદાચ હશે, પણ એથી વિશેષ કારણ તો આખી ઘટનાનું નાટક વારંવાર નજર સામે ભજવાયા કર્યું તે હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy