SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ T શિકાગો જતાં સાનફ્રાન્સિસકોથી હું શિકાગો જવાનો હતો. શહેરમાંથી બસ પકડીને અમે ઍરપૉર્ટ ઉપર પહોંચ્યા. મારા મિત્ર યશવંતભાઈ શાહ ઍરપોર્ટ ઉપર મને મૂકવા આવ્યા હતા. શિકાગોમાં તેમના મોટાભાઈ કનુભાઈ ઍરપોર્ટ ઉપર મને લેવા આવવાના હતા, કારણ કે હું શિકાગોથી તદ્દન અજાણ હતો. અમેરિકાની આ મારી પહેલી સફર હતી. સામાન આપી હું વિમાનમાં બેઠો. ત્યારે જમ્બો ૭૪૭ના પ્રકારનું વિમાન નવું નીકળ્યું હતું. એકસાથે લગભગ સાડા ત્રણસો પ્રવાસીઓને તેમાં સફર કરતાં જોવાં એ ત્યારે આનંદનો વિષય હતો. વિમાનની એ સફર આંતરદેશીય હતી, એટલે તેમાં લગભગ તમામ પ્રવાસીઓ અમેરિકન હતાં. ભારતીય તરીકે હું જુદો દેખાઈ આવતો હતો. મારી બાજુની બેઠકમાં પાંત્રીસેક વર્ષની એક ચપળ અમેરિકન યુવતી બેઠી હતી. એની બાજુમાં બારી પાસે એની નાની બેબી બેઠી હતી. ઍર-હોસ્ટેસે બધાને તાજા થવા કોલનવૉટરવાળા નૅપ્લિન તથા પિપરમીટ, ચૉકલેટ વગેરે આપવાં શરૂ કર્યા. સીટબેલ્ટ બાંધવા માટે સૂચના અપાઈ. મારી બાજુમાં બેઠેલી યુવતીએ મને પૂછ્યું, “તમે ભારતથી આવો છો ?” “હા.” “ફરવા આવ્યા છો કે અહીં જ રહો છો ?” “હું તો ફરવા આવ્યો છું. અમેરિકાની મારી આ પહેલી સફર છે.” “અમારો દેશ તમને કેવો લાગ્યો ?” “હજુ તો મેં લોસ એન્જલસ અને સાનફ્રાન્સિસકો જોયાં છે. પરંતુ એટલા પરથી પણ મને તમારો દેશ અત્યંત સમૃદ્ધ અને રળિયામણો લાગ્યો છે.” “અમેરિકન લોકો કેવા લાગ્યા ?” “ઘણા નિખાલસ અને મળતાવડા. બ્રિટિશ લોકો કરતાં ઘણી રીતે અમેરિકનો જુદા પડે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy