________________
શિકાગો જતાં
કૅપ્ટને જાહેરાત કરી કે વિમાન હવે ઊપડે છે. જમ્બોની સર્વિસ નવી ચાલુ થયેલી હતી, એટલે સૂચનાઓ પણ જાતજાતની અપાતી. અમારું વિમાન ચાલ્યું અને રન-વેને છેડે આવીને લાઈનમાં ઊભું રહ્યું, કારણ કે આગળ હજુ ચાર વિમાન ઊડવા માટેની લાઇનમાં ઊભાં હતાં.
| અમારા વિમાનનો વારો આવ્યો. ફરી જાહેરાત થઈ અને વિમાન ઊપડ્યું. ઍર-હોસ્ટેસોએ ચાપાણી માટે તૈયારી ચાલુ કરી દીધી. અમારી બેઠક આગળની હરોળમાં હતી એટલે અમારે ચાપાણી તરત આવ્યાં. નાસ્તામાં મેં શાકાહારી વાનગી લીધી હતી. મારી બાજુમાં બેઠેલી યુવતીએ પૂછ્યું : “તમે શાકાહારી છો ?"
“હા, હું ચુસ્ત શાકાહારી છું.”
મને પણ શાકાહારી વાનગી ગમે છે. પણ અમે લોકો બાળપણથી માંસાહારી, એટલે શાકાહારી તરફ જલદી વળી શકતાં નથી.”
તમે શાકાહારી ન થઈ શકો, પરંતુ જો ઇચ્છો તો તમારાં બાળકોને વાળી શકો. આ તમારી દીકરી આટલી નાની છે તેને અત્યારથી તમે શાકાહારની ટેવ પાડો તો એ મોટી થતાં શાકાહારી થઈ શકે.” .
તમારી વાત સાચી, પણ વચ્ચે મને એક ચોખવટ કરવા દો. આ મારી દીકરી નથી.”
“માફ કરજો, મારી ભૂલ થઈ. હું માનતો હતો કે એ તમારી દીકરી
એ મારી મોટી બહેનની દીકરી છે. મારી બહેન શિકાગોમાં રહે છે. હું એની દીકરીને શિકાગો મૂકવા જાઉં છું.”
તમે તમારી બહેનની દીકરીની એટલી સરસ સંભાળ લો છો કે કોઈને પણ એમ લાગે કે એ તમારી જ દીકરી છે.”
હા, તમારી વાત સાચી છે. ઘણાં લોકો એવા ભ્રમમાં પડી જાય છે, કારણ કે આ બેબી મારી સાથે બહુ હળી ગઈ છે. મને પણ એને મારી સાથે રાખવાનું બહુ ગમે છે, કારણ કે હું પરણેલી નથી. એટલે બેબીને
જ્યારે જ્યારે લાંબી રજાઓ પડે છે ત્યારે એને શિકાગોથી હું સાનફ્રાન્સિસકો લઈ આવું છું.”
અમારી વાતો ચાલતી હતી. એવામાં અચાનક કેપ્ટને જાહેર કર્યું, આપણા વિમાનમાં લૅન્ડિગ ગિઅરમાં કંઈક ગરબડ થઈ ગઈ છે. તેની ઑટોમૅટિક સિસ્ટમ બગડી ગઈ છે. અને પૈડાં પોતાની મેળે પૂરાં અંદર જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org