SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પગરખાં ગોઠવનાર કુતૂહલ થયું, કારણ કે કોઈ નોકર ત્યાં નહોતો. ત્યારપછી બીજા એક વિભાગમાં દાખલ થયા. પછી અમારામાંના એકે સહેજ પાછા ફરીને જોયું તો જણાયું કે પેલો પચ્ચીસ વર્ષનો યુવાન નીચે બેસી અમારાં બૂટ-ચંપલ વધુ વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યો હતો. એ જ યુવાન એ કામ પતાવીને તરત જ કારખાનામાં અમારી સાથે થઈ જતો અને મેનેજર કહે તે પ્રમાણે જુદી જુદી બાબતોની અમને સમજણ આપતો. તે સારો જાણકાર એન્જિનિયર છે એ તો તેની સમજાવવાની રીત પરથી પણ અમે જોઈ શક્યા હતા. “તમારા આ યુવાન એન્જિનિયર કારખાના વિશે સારું જ્ઞાન ધરાવે છે.” મેં કહ્યું. હા, એણે અમેરિકામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.” મેનેજરે કહ્યું. ' પણ તમારા એન્જિનિયર અમારાં પગરખાં ઊંચકીને વ્યવસ્થિત મૂકે છે એની અમને શરમ આવે છે.” મેં કહ્યું. તેથી શું થયું ? જાપાનમાં કોઈ પણ કામ કરવાની કોઈને શરમ નડતી નથી. ભણેલો હોય તોપણ મજૂરનું કામ કરે. અમારા આ એન્જિનિયર હજુ પણ ઘણી વખત મજૂરોની સાથે મજૂરની જેમ કામ કરે છે. એના પિતાશ્રીની અમને ખાસ સૂચના છે કે એને બધા પ્રકારની તાલીમ મેળવી જોઈએ.” આ જમાનામાં આવી સૂચના આપનાર પિતા બહુ વિરલ કહેવાય.. એના પિતાશ્રી શું કરે છે ?” અમે પૂછ્યું. “એ અમારા કારખાનાના માલિક છે, મિ. યેહાન અમાટા.” “ઓહ ! યેહાન ગુમાટાના આ પુત્ર છે ?” અમારા મુખમાંથી આશ્ચર્યના ઉદગાર સરી પડ્યા. “યેહાન અમાટા તો જાપાનના એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે; જાપાનના એક અબજપતિ છે.” અમે કહ્યું. હા, એમની ઇચ્છા છે કે એમનો દીકરો આવતે વર્ષે કંપનીનો ડાયરેક્ટર બને તે પહેલાં કારખાનામાં બધા જ પ્રકારનું કામ નિષ્ઠાપૂર્વક અને રસપૂર્વક એણે કરેલું હોવું જોઈએ. તો જ તે ડાયરેક્ટરના પદને યોગ્ય ગણાય.” અબજપતિના એ એન્જિનિયર પુત્રને અને પોતાના પુત્ર માટે આવી દૃષ્ટિ અને ભાવના ધરાવનાર પિતાને અમે મનથી વંદન કરી રહ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy