SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પનામા ૧૩૯ તેઓમાં વાત પ્રસરતાં ત્રણેક ટૅક્સીવાળા આવી પહોંચ્યા. એમાંના એકની સાથે આખો દિવસ બધે ફરવા માટે અમે ડૉલર ઠરાવ્યા. (પનામામાં એનું પોતાનું ચલણ બાલ્કોવા અને અમેરિકા ડૉલર બંને ચાલે છે.) એ નક્કી થતાં ટૅક્સીવાળો તરત ઉતાવળ કરવા લાગ્યો. એને બીક હતી કે રખેને બીજો ટૅક્સીવાળો ફાચર મારે. અમે કહ્યું, “પણ અમારી પાસે જે ટ્રાવેલર્સ ચેક છે તે ઍરપૉર્ટની બેંકમાં વટાવી લઈએ, કારણ કે તમને આપવા માટે અમારી પાસે રોકડા ડૉલર નથી.” એણે કહ્યું, “તેની ફિકર ન કરો. હું ટ્રાવેલર્સ ચેક સ્વીકારું છું.” સ્વચ્છ શ્વેત યુનિફૉર્મ પહેરેલા એ જાડા ઠીંગણા હબસી ડ્રાઇવરની ટૅક્સીમાં એમ બેઠાં. તે ઇંગ્લિશ સારું બોલતો હતો. તે હસમુખો, વિવેકી અને મળતાવડો હતો. ઉત્સાહથી બધું સમજાવતાં સમજાવતાં તે ટૅક્સી હંકારવા લાગ્યો. અમને તે સત્તાવીશ કિલોમીટર દૂર પનામા શહેરમાં લઈ ગયો. ત્યાં અમે થોડુંક ફર્યાં. એક રેસ્ટોરાંમાં ચા-પાણી લીધાં. ત્યાર પછી ટૅક્સીવાળો અમને ઍટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી પનામાની સુપ્રસિદ્ધ નહેર જોવા લઈ ગયો. પનામામાં ઍટલાન્ટિક અને પેસિફિક મહાસાગ૨ વચ્ચે ઓછામાં ઓછું અંતર એક સ્થળે સીધી લીટીએ લગભગ ૪૩ માઈલનું છે. એ વિસ્તારમાં પચાસ માઈલ લાંબી નહેર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરફથી બાંધવામાં આવી છે. એમાં ઍટલાન્ટિક બાજુનું પ્રવેશદ્વાર તે ગાટુન લૉક્સ (Gatun Locks) છે અને પેસિફિક બાજુનું પ્રવેશદ્વાર તે મિરાફલોર્સ લૉક્સ (Mirafloers Locks) છે. પનામા શહેરની પાસે મિરાફલોર્સ લૉક્સ છે અને તેની રચના જોવા જેવી છે, એટલે તે જોવા રોજ સવારથી સાંજ સુધીમાં હજારો પ્રવાસીઓની અવરજવર ત્યાં થતી હોય છે. ટિકિટ લઈ અમે મિરાફલોર્સ લૉક્સમાં દાખલ થતાં દુનિયાની એક વખતની અજાયબી તરીકે ગણાયેલી આ નહેર જોવા આશરે ત્રણેક હજાર પ્રવાસીઓ ત્યાં હતા. પ્રવાસીઓની અવરજવર સતત ચાલુ રહેતી, કેમ કે જેટલો રસ પડે તે પ્રમાણે લોકો રોકાતા. માઈલ ઉપર થોડી થોડી વારે નહેર વિશે અને પસાર થતી સ્ટીમરો વિશે માહિતી અપાતી હતી. સૌને છાપેલી પત્રિકા પણ અપાતી હતી, જેમાં પનામાની નહેરનો ટૂંકો ઇતિહાસ આપવામાં આવ્યો હતો. પનામાની નહેર બાંધવાનો પહેલો વિચાર અમેરિકનોને આવ્યો હતો એમ નહિ કહી શકાય. કોલંબસે અમેરિકાની શોધ કરી તે પછીનાં થોડાં જ વર્ષમાં, ઈ. સ. ૧૫૨૪માં સ્પેનના રાજા ચાર્લ્સ પાંચમાએ પનામાના પ્રદેશની નહેર બાંધવાની દૃષ્ટિએ મોજણી કરાવી હતી. પરંતુ એક યા બીજા કારણે નહેર બાંધવાનું ભારે કામ શરૂ થઈ શક્યું નહિ. એમ કરતાં કરતાં ત્રણ સૈકા જેટલો સમય વીતી ગયો. ત્યાર પછી સુએઝની નહેર બાંધનાર ફ્રેન્ચ ઇજનેરોની ફ્રેન્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy