SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુગંધ અને દુર્ગધ ૨૩ એ માટે અમે કશું કરી શકીએ તેમ નથી. જોઈએ તો તમને બીજા કોઈ માળ ઉપર રૂમ બદલી આપીએ; પરંતુ ત્યાં પણ ક્યારેય વાસ નહિ આવે એવી અમે ખાતરી આપી શકતા નથી.” “શું છે આ દુરિયાન ?” “અરે ! તમે જાણતા નથી ? એ તો મલેશિયાનાં લોકોનું બહુ માનીતું ફળ છે. એની વાસ બહુ તીવ્ર હોય છે, પણ અમારા લોકોને એ બહુ ગમે છે. અમે હોટેલમાં દુરિયાન ખાવાની મનાઈ કરી છે, છતાં લોકો માનતા નથી. એરકન્ડિશન્ડ હોટેલમાં તો દુરિયાનની વાસ કલાકો સુધી નીકળતી નથી.” “હોટેલમાં તમે દુરિયાન ખાવાની મનાઈ કરો છતાં લોકો કેમ ખાતા હશે ?” લોકોને એનું વ્યસન થઈ જાય છે. જેમ ચા, સિગારેટ, તંબાકુ, દારૂ વગેરેનું માણસને વ્યસન થાય છે અને એનો સમય થાય ત્યારે માણસને એની તલપ લાગે છે, તેમ દુરિયાન નિયમિત ખાનારને તેનું વ્યસન થઈ જાય છે. એવા લોકો ગમે તેટલી મનાઈ હોય, તો પણ તેને ગણકારતા નથી. છાનામાનાં રૂમમાં લાવીને ખાય છે.” માણસને ફળનું વ્યસન લાગે છે તે દુરિયાનની બાબતમાં જાણ્યું. સાંજે અમે બજાર પાસેથી નીકળ્યા ત્યારે તે જ તીવ્ર વાસ આવી. જોયું તો એક લારીમાં માણસ દુરિયાન વેચી રહ્યો હતો. બરાબર ફણસ જેવું ફળ. કાપીને એમાંથી એની પીળા રંગની મોટી મોટી પેશીઓ કાઢીને લારીની વચ્ચે ઢગલો કર્યો હતો. કેટલાક લોકો હોંશે હોંશે ખાતા હતા. ફણસનો સ્વાદ એટલે ગળપણનો અતિરેક. દુરિયાન તો ફણસ કરતાં પણ વધારે ગળ્યું અને એની વાત તો એથી પણ વધુ તીવ્ર, આપણા જેવા પહેલી વાર ચાખે તો મોઢું બગડી જાય અને માથું ફાટી જાય. પરંતુ જે દેશમાં એ થાય છે ત્યાં લોકો નાનપણથી જ એના સ્વાદથી ટેવાઈ જાય છે અને કેટલાકને એનું વ્યસન લાગુ પડે છે. સિંગાપુરની બધી મોટી હોટેલોમાં અને ત્યાં જતાં આવતાં વિમાનોમાં દુરિયાન ખાવાની મનાઈ છે. તેમ છતાં વ્યસનને કરણે એ મનાઈનો ભંગ થવાના કિસ્સા પણ એટલા જ બનતા હોય છે. જગતમાં વિચિત્રતા કેવી છે કે જે વાસથી કેટલાક લોકોનું માથું ભમી જાય તે જ વાસથી બીજા લોકો ઉત્સાહિત થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy