________________
ગાતાં ફળ
૧૯ એક સ્થળે એક મોટા ફાર્મ પાસે અમારી બસ આવી પહોંચી. ડ્રાઇવરે કહ્યું, “અહીં ચા, કૉી કે કોલ્ડ ડ્રિન્કસ મળે છે; અને તાજાં ફળ લેવો હોય તો તે પણ મળે છે. ફળ દુકાનમાંથી મળશે અને જાતે તોડીને લેવાં હોય તો ફાર્મમાંથી લઈ શકાશે. અલબત્ત, એ માટે તમારે પૈસા આપવાના રહેશે !”
- અમારી બસ પાર્કિંગ વિસ્તારમાં ઊભી રાખવામાં આવી. ત્યાં બીજી કેટલીક બસ અને મોટરો પણ ઊભી હતી. એક બાજુ મોટી દુકાન હતી. બસમાંથી દુકાન બતાવીને પ્રાઇવરે કહ્યું, “ત્યાં તમને ખાવાપીવાનું મળશે અને જેમણે ખેતરમાં જઈને તાજાં ફળ તોડીને લેવાં હોય તો તે માટે દુકાનમાંથી ટોપલી આપવામાં આવશે. પરંતુ અહીં એક વિચિત્ર નિયમ છે. ખેતરમાં ફળ વીણવા માટે તમે જાવ ત્યારે તમારે ગાવું પડે છે. જેમ તમે જોરથી સરસ ગાવ તે મ ફળ પણ આનંદમાં આવી જાય છે અને તમે જો બરાબર ધ્યાનપૂર્વક સાંભળો તો ફળ પણ ગાતાં હોય એવું તમને સંભળાશે.”
ડાઇવરની વાત સાંભળી અમે બધાં બસી પડ્યાં. એને મજાક કરવાની ટેવ છે એ અમે જાણતાં હતાં. એટલે અમે કહ્યું, “તમે અમારી મજાક ન
કરો.”
હું બિલકુલ પણ મજાક કરતો નથી. તમારે ગીત ગાવું જ પડશે.” પ્રાઇવરે ગંભીર થઈને કહ્યું.
કોઈકે પ્રશ્ન કર્યો, “કઈ ભાષામાં ગીત ગાવું ?”
કોઈ પણ ભાષામાં, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન કે બીજી કોઈ પણ ભાષામાં. તમારી માતૃભાષામાં પણ તમે ગાઈ શકો.”
“ગીત પૂરું થઈ જાય પછી શું કરવું ?”
“તો બીજું કોઈ ગીત ગાવું અથવા એનું એ ગીત ફરીથી ગાવું, પણ ગીત ચાલુ રહેવું જોઈએ.”
“મને તો કોઈ ગીત આપ્યું આવડતું નથી.” કોઈ પ્રશ્ન કર્યો.
જેટલું આવડે તેટલું ગાવું. પહેલી લીટી આવડે તો પહેલી લીટી ગાયા કરવી.” ડ્રાઇવરે કહ્યું..
પણ મને તો એક પણ ગીત આવડતું નથી, તો મારે શું કરવું ?” એકે પ્રશ્ન કર્યો.
“તમારે આ... આ... આ.... એમ કોઈ પણ લયમાં લલકાર્યા કરવું.” ડ્રાઇવરે નમૂના તરીકે એ પ્રમાણે ગાઈ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org