SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પાસપોર્ટની પાંખે યોજવામાં આવી. આ બેઠક માટેનું મકાન નવું બાંધવામાં આવ્યું. સોવિયેટ યુનિયનની મદદથી સામ્યવાદી કોરિયાએ ૭૨ કલાકમાં તે બાંધ્યું. ૪૦૦ મજૂરો ચોવીસ કલાક કામ કરતા રહ્યા અને બેઠકના સમયે મકાન તૈયાર થઈ ગયું. યુદ્ધવિરામ દસ્તાવેજ ઉપર સહીસિક્કા કરવા માટેની બેઠકમાં સહી કરનારાઓ હતા : (૧) યુનાઇટેડ નેશન્સ કમાન્ડના, (૨) કોરિયન પીપલ્સ આર્મીના અને (૩) ચાઇનીઝ પીપલ્સ વૉલન્ટિયર્સના મુખ્ય પ્રતિનિધિઓ અને સરસેનાપતિઓ. સવારે બરાબર દસના ટકોરે બેઠક મળી. ૧૮ નકલો ઉપર તેમણે બધાએ વારાફરતી સહીઓ કરી. બધા જ અતિયશ ગંભીર હતા. આ બેઠકમાં કોઈ એક શબ્દ પણ બોલ્યા નહિ. સહી કરવાનું કામ પત્યું એટલે ગંભીર ચહેરે સૌ ઊભા થયા. ન કોઈએ આનંદ વ્યક્ત કર્યો, ન ચહેરા પર સ્મિત ફરકાવ્યું, ન હાથ મિલાવ્યા, ન આભાર માન્યો. ઊભા થઈને પોતે જે દરવાજે આવ્યા હતા તે દરવાજેથી તેઓ ચૂપચાપ પાછા ચાલ્યા ગયા. આટલી બધી ઔપચારિક, ગંભીર, ઠંડી, શબ્દરહિત અને નિપ્રાણ બેઠક યુદ્ધોના ઇતિહાસમાં ભાગ્યે જ બીજી હોઈ શકે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે આજ દિવસ સુધી હજુ સુલેહ અને શાંતિ સ્થપાઈ નથી. માત્ર યુદ્ધવિરામની સ્થિતિ જ ચાલ્યા કરે છે. બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની શરતોનો ભંગ થાય તો તે માટે નિશ્ચિત કરેલા સમયે ફરજ પરના ઑફિસરો બેઠકનો સમય નક્કી કરે છે. આરંભનાં વર્ષોમાં બિનલશ્કરી વિસ્તારમાં ગમે ત્યાં બેઠક યોજી શકાતી. પરંતુ કેટલાક ફરજ પરમ ઓફિસરોને છૂપી રીતે ગોળીથી વીંધી નખાયા પછી કોઈને એકબીજાની સરહદમાં જવું ન પડે તે માટે બંને દેશોની બરાબર વચ્ચે જોઈન્ટ સિક્યોરિટી એરિયા નક્કી કરવામાં આવ્યો છે અને ત્યાં કૉન્ફરન્સ હોલ બાંધવામાં આવ્યો છે. આ હૉલમાં ટેબલ પણ એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે જેથી ટેબલની ઉપર બરાબર અધવચ્ચેથી ઉત્તર અને દક્ષિણ કોરિયાની હદ દર્શાવતી રેખા પસાર થાય. ટેબલ ઉપર સીધી લીટીમાં ગોઠવેલાં માઇકના વાયર વડે આ હદ દર્શાવવામાં આવી છે. ઇંચ ઇંચ માપીમાપીને ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ ટેબલની અધવચ્ચેથી પસાર થાય છે. બે દેશો વચ્ચે આટલી ચુસ્ત સરહદરેખા દુનિયામાં ભાગ્યે જ બીજે ક્યાંય હશે ! યુદ્ધવિરામના ભંગ માટે અત્યારસુધીના ત્રીસેક વર્ષના ગાળામાં દક્ષિણ કોરિયાએ પિસ્તાલીસ હજાર વાર ફરિયાદ કરી છે. તેમાંથી પહેલા વર્ષે ઉત્તર કોરિયાએ ફક્ત બે વખત યુદ્ધભંગ કર્યાની કબૂલાત કરી. પરંતુ પછીથી એણે ગમે તે પ્રકારનો યુદ્ધભંગ કર્યો હોય અને ઓફિસરોને ઠાર કર્યા હોય, તોપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy