SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ||||૩૧ ઓક્સફર્ડ અને કેમિકા ઓક્સફર્ડ અને કૉબ્રિજ લંડનના રસલ ક્વેર પાસે ઇવાન્સ એન્ડ ઇવાન્સ નામની ટૂરિસ્ટ કંપની છે. એની શહેરદર્શન માટેની બસમાં હું લંડન ફરી આવ્યો. મને એથી સંતોષ થયો. તેથી બીજે દિવસે હું એની ઑક્સફર્ડ અને કૅબ્રિજ માટેની ટૂરમાં જોડાઈ ગયો. સવારે સમયસર હું રસલ ક્વેર પહોંચી ગયો. બસનો સમય થયો પણ બસ હજુ આવી ન હતી. અમે પ્રવાસીઓ રાહ જોતાં હતાં, તેવામાં અમારી ગાઈડ આવી પહોંચી. આ તો ગઈ કાલવાળી જ યુવતી હતી; હોશિયાર, પણ જબરી. ગઈ કાલે હું ડ્રાઇવર પાછળની પહેલી બેઠકમાં બારી પાસે બેઠો હતો ત્યારે બસ ઊપડવાની ઘડીએ તે દાખલ થઈ અને મને ઉઠાડીને કહ્યું, “આ તો ગાઈડને બેસવાની જગ્યા છે, માટે તમે બીજે બેસો.” પરિણામે લાઇનમાં પહેલો હતો છતાં મારે છેલ્લે બેસવાનું આવ્યું. આવા પ્રવાસમાં જોવા-જાણવાની ઉત્સુકતા વધારે હોય તો આગળની સીટમાં બેસવાનું અનુકૂળ વધારે રહે છે, કારણ કે કેટલીક વાર ગાઈડ નીચે ઊતરીને તરત સમજાવવાનું ચાલુ કરી દે ત્યારે છેલ્લી સીટમાં બેઠેલાને થોડોક ગેરલાભ થતો હોય છે. અમારી આ ગાઈડ સ્પેનિશ યુવતી હતી. પરંતુ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન પણ તે સરસ બોલતી હતી. (યુરોપમાં સામાન્ય રીતે બધાં ગાઈડો ત્રણચાર ભાષાઓ જાણતા હોય છે.) ગાઇડ બહુ બોલકી હતી. વગર પૂગ્યે જ એણે કહી દીધું કે આજે પોતાની ડ્યુટી ન હતી છતાં પોતાને બોલાવવામાં આવી છે. કંપની માટેનો એનો કચવાટ દેખાઈ આવતો હતો. દરમ્યાન સમાચાર મળ્યા કે અમારા પ્રવાસ માટેની બસ બગડી ગઈ છે; સમી થઈને આવતાં વાર લાગશે. લગભગ અડધા કલાક પછી બસ આવી. લાઇનમાં હું આગળ હતો. ગઈ કાલના અનુભવ પછી ડ્રાઈવરની પાછળની ગાઈડ માટેની સીટમાં હું ન બેઠો. ડાબી બાજુ બારણા પાસેની પહેલી સીટમાં બેઠો. ગાઈડની સીટમાં જે કોઈ બેસવા જાય તેમને પણ હું સલાહ આપતો કે “એ ગાઇડની સીટ છે; તમારે ઊઠવું પડશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy