SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિપર્યય ૩૩ સિતાર, મંજીરાં વગેરેના સાજ વડે તેમણે વ્રજ ભાષાનાં પદો ગાવાનું શરૂ કર્યું. કેટલાક શબ્દોના ઉચ્ચારો તેમને ફાવતા ન હતા, પરંતુ ગાવામાં તેમની તન્મયતા દેખાઈ આવતી હતી. કેટલાકે ઊભા થઈ તાનમાં આવી જઈ તાળીઓ સાથે કે મંજીરાં સાથે કે ઢોલક સાથે નાચવાનું શરૂ કર્યું. ગોરી ચામડીના યુવાનોને આ બધું કરતાં જોઈ અમારી છાતી ફૂલતી હતી. કાર્યક્રમ પછી પ્રસાદ આપવામાં આવ્યો. તે કાંદાલસણ વિનાનો શુદ્ધ શાકાહારી હતો. હરે કૃષ્ણ સોસાયટીમાં જોડાનારાઓએ સિગરેટ, દારૂ, માંસ વગેરે હંમેશને માટે છોડવાનાં હોય છે. આ અમેરિકી યુવાનોએ તે બધું છોડ્યું હતું. સોસાયટીમાં કેટલાક તો પોતાનું ઘર પણ છોડીને, બ્રહ્મચર્ય-વ્રત ધારણ કરીને આજીવન સાધુ થઈને રહેતા હોય છે, અને સંસ્થા જ્યારે જ્યારે જ્યાં જ્યાં મોકલે ત્યાં ત્યાં તેઓ જતા હોય છે. બહાર નીકળી પછી આખે રસ્તે મારા મનમાં વિચાર ઘોળાતો હતો કે લટકામાં સંસ્કૃતિઓનો કેટલો મોટો વિપર્યય પાસે પાસે જોવા મળ્યો ! એક તરફ સ્વેચ્છાએ પશ્ચિમની સંસ્કૃતિથી રંગાઈ ગયેલા કેટલાક ભારતીય લોકો હતા અને બીજી બાજુ સ્વેચ્છાએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિ સાથે એકરૂપ બની ગયેલા કેટલાક અમેરિકીઓ હતા. આવો વિપર્યય ભારતમાં નથી, એમ નહિ. દુનિયાના બીજા ઘણા દેશોમાં અને બીજી સંસ્કૃતિઓ વચ્ચે પણ તે જોવા મળશે જ. પરંતુ લટકામાં પાસપાસેના સ્થળે અને સમયના થોડા અંતરે જ તે જોવા મળ્યો માટે એની છાપ ચિત્તમાં ઘેરી પડી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy