SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મગરવાડી યુવતીને અમને સમજાવ્યું કે મગરો જુદી જુદી જાતના હોય છે : (૧) ચપટા મોઢાવાળા મગર (જેને અંગ્રેજીમાં ‘ક્રોકોડાઇલ' કહે છે), (૨) ગોળ મોઢાવાળા મગર (જેને અંગ્રેજીમાં ‘એલિગેટર’ કહે છે) અને (૩) લાંબી જાડી ચાંચ જેવા મોઢાવાળા મગર (જેને “ગેવિયલ' કહે છે). મોઢું બંધ હોય તો પણ જેના આગળના બે અથવા ચાર દાંત બહાર દેખાય તે “ક્રોકોડાઇલ” કહેવાય. મુખ ઉપરાંત રંગ, પૂંછડીનો આકાર વગેરે પ્રમાણે પણ તેના પ્રકારો પડે છે. એવા જુદી જુદી એકવીસ જાતના મગરો દુનિયામાં નોંધાયા છે. મગર ગરમ પ્રદેશનું, ઈંડાં મૂકનારું સરેરાશ વીસ વર્ષના આયુષ્યવાળું માંસાહારી પ્રાણી છે. તે ઘણુંખરું છીછરા પાણીમાં રહેનારું અને જરૂર પ્રમાણે જમીન ઉપર પણ ચાલનારું પ્રાણી છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશોમાં તે નદી, સરોવર અને તળાવના પાણીમાં અને ક્યારેક સમુદ્રના ખારા પાણીમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેની લંબાઈ છસાત ફૂટની હોય છે, પરંતુ એકવીસ ફૂટ લાંબા મગરો પણ પકડાયા છે. તેના આગળના પગ કરતાં પાછળના પગ લાંબા હોય છે. મગરી કિનારાની રેતીમાં ખાડો ખોદીને તેમાં પોતાનાં ઈંડાં મૂકી ઉપર રેતી ઢાંકી દે છે અને ઈંડાંનું રક્ષણ કરે છે. જ્યારે નીકળવા બચ્ચે અવાજ કરે છે ત્યારે મગરી તેની પાસે જાય છે, કોચલામાંથી બચ્યું બહાર કાઢે છે, તેને પાણીમાં લઈ જાય છે અને પાણીમાં તરતા અને રહેતાં શીખવે છે. મગરનો આહાર માછલી વગેરે જળચરો છે. પરંતુ ક્યારેક કિનારા પરનાં સસલાં, હરણ, શિયાળ વગેરે નાનાં જાનવરોને મારી નાખીને તે ખાઈ જાય છે. અમને ચીની યુવતીએ કહ્યું કે તેઓ પોતાના વાડામાં જ મગરને ઉછેરે છે. આટલાં જે મગર-મગરી પોતાની પાસે છે તેનાથી પૂરતા પ્રમાણમાં બચ્ચાં મળી રહેતાં હોય છે. એટલે બહારથી નવા મગર લાવવાની બહુ જરૂર પડતી નથી. છતાં કોઈ કોઈ વખત જરૂર પડે તો તે પ્રમાણે બહારથી, ખાસ કરીને ઈન્ડોનેશિયાથી સારી જાતનાં મગરનાં બચ્ચાં તેઓ લાવે છે. પછી એ ચીની યુવતી અમને બધાંને મકાનના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં મગરની ચામડીના ઢગલેઢગલા પડ્યા હતા. એની દુર્ગધ આવતી હતી. યુવતીએ અમને સમજાવ્યું કે એ ચામડાને પ્રથમ બ્લીચિંગ પાઉડર વડે બ્લીચ કરવામાં આવે અને પછી જો લીસા પથ્થર વડે તેના ઉપર ઘસવામાં આવે તો આપોઆપ તે ચામડું કુદરતી આછા કે ઘેરા ચોકલેટી રંગો ધારણ કરવા લાગે છે. વળી, એ ચામડામાં કુદરતી નાનાંમોટાં વર્તુળોની જે ભાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy