________________
કળા - ખરીદીની અને વેચાણની
૭૫ કાઉન્ટર ઉપરના માણસને તારીખ વંચાવીને તમે મફત લઈ જઈ શકો. આથી ઘરાકો ભાવ જોવાને બદલે પ્રથમ તારીખ જુએ. મફત લઈ જવાના પ્રસંગો પણ પુષ્કળ બને છે. પરંતુ તેની રાહ ન જોતાં ત્રીજા કે ચોથા અઠવાડિયે સસ્તામાં લઈ જનારો વર્ગ મોટો હોય છે. સ્ટોરવાળા તારીખો કે ભાવમાં ફેરફાર કરી નાખે એવું ન બને. પોતે ઘરાકને જે વચન આપ્યું તે બરાબર પાળે. સ્ટોરની કમાણી મોટા ટર્નઓવરમાં રહેલી છે, કારણ કે રોજ અહીં હજારો માણસો ખરીદી માટે આવે છે.
અમેરિકામાં જેમ કેટલાંક બનાવટી સેલ હોય છે તેમ સાચાં “સેલ પણ હોય છે.
જાપાન અને અમેરિકા કરતાં આફ્રિકાની વાત થોડી જુદી છે. ત્યાંનાં કેટલાંક શહેરોમાં અભણ અને હિસાબ કરતાં ન આવડે એવાં હબસીઓને ચીજવસ્તુની લખેલી કિંમતમાં પચાસથી પંચોતેર ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ વેપારીઓ ક્યારેક દોઢસો-બસો ટકા નફો કરતા હોય છે.
ઘરાકને શું ગમે છે, કેટલું પોસાય છે અને બીજા વેપારીઓની સ્પર્ધામાં પોતે કેટલો વધુ કે ઓછો ભાવ રાખી શકે છે એનું સાચું માપ જે કાઢી શકે છે અને ઘરાકના માનસને જે સમજે છે તે વેપારી વેપારમાં વધુ ફાવતો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org