SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રમ્બલ્સ ઇન ઇન્ડિયાનું પુસ્તક વાંચ્યું. પરદેશી અંગ્રેજ, ભારતમાં લશ્કરી નોકરી, નોકરીમાંથી છૂટા થઈ ભારતમાં પ્રવાસ ખેડેલો, ઘણાં હિન્દીઓને અજાણ એવી વિગતોથી ભરપૂર – દા.ત. હેસ્ટિંગ્સ તાજમહાલ આખો વહેરી-કાપી લંડનના બજારમાં વેચવા તાગડા તરકીબો કરેલી, આગ્રાના શીશમહલનો એક ભાગ તો ઉખેડી પણ ગયેલા ! – એવી ઘણી ઘણી વિગતો. સ્ટાઈનબેક અને સ્લીમેન બંનેનાં ધ્યેય જુદાં, જુદી શૈલી, એમ આ પ્રવાસવર્ણન કોઈ અસલી પ્રવાસવર્ણન સાથે સરખાવી શકાય નહિ. એક જુદી ભાત પાડનારી આ લખાવટ. એ માટે રમણભાઈને અભિનંદન. લેટિન અમેરિકા વિશે આપણે ઘણું નથી જાણતા. એ વિશે ઘણી વાતો આ પ્રવાસગ્રન્થમાં છે. અહીં આ ગ્રન્થમાં આપણી દષ્ટિમર્યાદા વિકસાવે એવું લખાણ છે. આપણે જ સાચા, બીજા ખોટા એવા મમત્વથી મુક્ત કરાવે તેવી માહિતી છે. આપણે આપણી પોતીકી ખાસિયતોથી ઘણા અજાણ છીએ – મોટમ, ખોટા દેખાડા, ફોગટ અભિમાન એવાં ઘણાં બંધનોમાં અટવાતા રહ્યા છીએ. એમાં આ ગ્રન્થ ઘણી રીતે માર્ગદર્શન કરાવે એવો છે. કેટલીક મૂળભૂત ગ્રંથિઓ તોડી શકે એવો છે. જાપાનના ઉચ્ચાર વિશે એક ગમ્મત છે – વાંચજો. ઈટ ઈઝ એ રાંગ નેઇમ. ભારે ચર્ચા બાદ રમણભાઈને જ્ઞાન થયું કે જાપાનમાં “લનો ઉચ્ચાર “ર” છે. એટલે લૉગ' નહિ “રાંગ” નેઈમ. પણ આપણે ત્યાં શું ? ચરોતર જાઓ. એક વાર એક ચરોતરવાસી સ્કૂલ બ્રોડકાસ્ટમાં બોલેલા – બોલ્યા જ કરે : ચન્દ્રનો ગોરો જ્યારામુખીવારો છે. એટલે કે “ચન્દ્રનો ગોળો જ્વાળામુખીવાળો’ છે. આમ, ઉદારમાં મારું તો બધે જ હોય – વાંચજો. અહીં ક્યાંક આડકથાઓ છે. શિલ્પ, સાહિત્ય, વિચિત્ર રીતરિવાજ, સંસારમાં બનતા ન માનવામાં આવે એવા રિવાજ, ક્યાંક કોઈને મોઢે કે ગાઈડબકોમાં ન જાણવા મળે એવી વિગતો, પોતાની મેળે પ્રવાસ ગોઠવનારાઓને ઘણેરો લાભ થાય એવી બાતમી, આપણી પરદેશની સરકારી કચેરીઓ, એમાંના રાતીપટીબદ્ધ કર્મચારીઓ અને પરદેશી સરકારી કચેરીઓના સેવાભાવી, મદદરૂપ થવા તત્પર કર્મચારીઓ, એવી એવી ઘણી સરખાવવા જેવી બાબતો આ ગ્રન્થમાંથી સાંપડશે. વળી આ નોંધપોથી નથી, ડાયરી પણ નથી, આત્મકથા પણ નથી, ક્યાંક ખબર ન પડે એવી બોધપોથી પણ છે, જ્ઞાનગોષ્ઠિ પણ છે, જીવનમીમાંસા પણ છે. એકલાં હવાઈ જહાજોમાં જે જે રોમાંચક અનુભવો થયા તેટલા જ એકઠા કરો તો એક નાનકડી હવાઈપોથી પણ થઈ શકે, એવું ઘણું છે. વળી આ ક્રમબદ્ધ સિલસિલાબદ્ધ પ્રવાસકથા પણ નથી; વિવિધ પ્રદેશનાં વિધવિધ ચિત્રો, અનુભવો, સંવેદનો, ક્યાંક વધારે પડતો “હુંનો ઊંટડો ઊંચકાતો ન દેખાય એવી તટસ્થ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy