________________
શિકાગો જતાં
લૅન્ડિંગ ગિઅરમાં કોઈ ખામી રહી નથી. આપણે સાનફ્રાન્સિસકો સંદેશો આપી દીધો છે. હવે આપણે શિકાગો તરફ જઈ રહ્યા છીએ.”
યુવતીએ તરત મને પૂછ્યું. કૅપ્ટને કરેલી જાહેરાત મેં એને જણાવી. એના ચહેરા ઉપર એકદમ આનંદ પ્રસરી રહ્યો. એને પોતાના કરતાં પોતાની મોટી બહેનની લાડકી દીકરીની ચિંતા વધારે હતી.
૭
શિકાગો અમે ઊતર્યાં. કનુભાઈ મને ઍરપૉર્ટ પર લેવા આવ્યા હતા. રસ્તામાં મેં તેમને એ અમેરિકન યુવતીની બધી વાત કરી. એમણે કહ્યું કે, “અમેરિકામાં કેટલાંય એવાં બહેરાં માણસો છે કે જે બહેરાં છે એવી એમની સાથે વાતચીત કરતાં તમને ખબર પડે નહિ. અહીં લિપ-રીડિંગની તાલીમ અપાય છે, અને હિયરિંગ એઇડ પણ હવે એવી જાતજાતની શોધાઈ છે કે જે તરત બીજાની નજરે ન ચડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org