________________
સિડનીની ફેરવેલ-પાર્ટી
૧૦૯ * સામાન્ય રીતે દુનિયામાં બધે જ આવી મહેફિલોમાં આવો જ કાર્યક્રમ હોય છે, પણ અહીં વ્યવસ્થા, ગૌરવ અને દૃષ્ટિનો અભાવ હતો. બધાં ખાતાં ગયાં; દારૂ પીતાં ગયાં; સિગારેટના ધુમાડાથી વાતાવરણ ભરાતું ગયું. સંગીતમાં તો માત્ર એક ડ્રમ જોરજોરથી બસૂરું ડ્રાંઉં ડ્રાંઉં વાગ્યા કરતું હતું. તે પણ પ્રાચીન સમયનું વાતાવરણ જમાવવા જ હશે એમ લાગ્યું. જેમ સમય જતો ગયો તેમ કોઈકોઈને નશો ચડતો ગયો. એમના અવાજ પણ મોટા થવા લાગ્યા. જોરશોરથી વાતો ચાલવા લાગી. કોઈ કોઈ બરાડા પાડવા લાગ્યા, અકારણ અટ્ટહાસ્યો થવા લાગ્યાં. કોઈ કોઈ નાચવા લાગ્યા, ધમાલ ધમાલ જેવું ઘોંઘાટિયું વાતાવરણ થતું ગયું.
એવામાં એક શ્વેતકશી વયોવૃદ્ધ જાપાની લેખક રેસ્ટોરાંમાં એકલા એકલા આંટા મારવા લાગ્યા હતા. લાંબી દાઢી, જાપાની કિમોનોનો પહેરવેશ અને સાડાચાર ફૂટની ઊંચાઈને કારણે તેમના તરફ તરત બધાનું ધ્યાન ગયું. એમનું મોટું પડી ગયું હતું. કોઈકે કંઈ પૂછ્યું એટલે તે ડૂસકાં ભરવા લાગ્યા. શું થયું છે તેની ખબર ન પડી, કારણ કે તેમને જાપાની ભાષા સિવાય બીજા ભાષા આવડતી નહોતી. જાપાની લેખકોની શોધાશોધ ચાલી, પણ કોઈ ત્યાં નહોતા. પડોશી ટેબલની પ્રતિનિધિઓએ માહિતી આપી કે આ વૃદ્ધ લેખકના બીજા જાપાની લેખક મિત્રો દારૂનો વધુ પડતો નશો ચડતાં એક પછી એક ચાલ્યા ગયા હતા અને પોતે સાવ એકલા પડી ગયા હતા. તરત સ્થાનિક મહિલા પ્રતિનિધિઓ તેમનો હાથ પકડીને પોતાના ટેબલ પાસે લઈ ગઈ અને બેસાડ્યા. ઢીલા પડેલા એ લેખકની આંખમાંથી આંસુ સારતાં હતાં. બધાંએ એમને છાના રાખ્યા. એમને હોટેલ પર પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એક તમાશા જેવી ઘટના થઈ ગઈ. અલબત્ત, આમ બનવાનું કારણ આખા કાર્યક્રમનું આયોજન ઢંગધડા વગરનું હતું તે હતું. નહિ કોઈ વ્યવસ્થિત કાર્યક્રમ કે નહિ પ્રતિનિધિ લેખકોની આયોજકો તરફથી પૂરી સંભાળ. યજમાન ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિઓ જુદા જુદા દેશના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચાઈ જવાને બદલે પોતાનું જ જુદું ટોળું જમાવીને બેઠા હતા. લેખકોની આવી આંતરરાષ્ટ્રીય મહેફિલમાં પણ તંગ આંતરરાષ્ટ્રીય રાજકીય વાતાવરણ અનુભવાતું હતું.
અમારા ટેબલ ઉપર હું અને પીટર સ્વસ્થ હતા. બાકીના પાંચેને નશો ચડતો જતો હતો. એમના બોલવામાં હવે ઢંગધડો રહ્યો નહોતો.
હું કંટાળ્યો હતો. અમને હોટેલ પર લઈ જનારી બસ રાતના અગિયાર વાગ્યે આવવાની હતી. હજુ તો સાડાનવ વાગ્યા હતા. ધીમે ધીમે કેટલાક જવા લાગ્યા હતા, પણ જે જાય તે પોતાને ખર્ચે. ટેક્સીના પૈસા બચાવવા કે આ
"
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org