________________
૧૦
પાસપોર્ટની પાંખે હું જમી રહ્યો ત્યાં સુધી એણે મારી સંભાળ રાખ્યા કરી. કોઈ કોઈ વાનગી ખાવા માટે પ્રેમથી આગ્રહ કરતો. જમીને ઊભા થતાં મેં એનો ફરીથી આભાર માન્યો. વેઈટર વૃદ્ધ હતો. માતાના જેવા વાત્સલ્યથી એણે મને ખવડાવ્યું. એણે મને કહ્યું, “શાકાહારીઓ પ્રત્યે, તેમાં પણ ભારતીય શાકાહારીઓ પ્રત્યે મને ખૂબ આદર અને પ્રેમ છે. કોઈ કોઈ વખત આ હોટેલમાં તેવા મુસાફરો આવે છે ત્યારે મને તેમને પીરસવામાં બહુ આનંદ આવે છે.”
દુનિયામાં નિયમો તો બધે હોય છે, પરંતુ ક્યારેક નમ્રતા, પ્રેમ, વાત્સલ્ય, આદરભાવ માણસને જડ નિયમોથી પર બનાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org