________________
સિદ્ધાંત તે એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયને જન્મક્ષણ હોય છે. જે સમયે પર્યાય થવાને કાળ છે તે જ સમયે પર્યાય થાય છે એ પર્યાય પર દ્રવ્યથી ન થાય નિમિત્તથી ન થાય, પિતાના દ્રયથી પણ ન થાય, પણ પર્યાયજ યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનને પાર છે ને અનત દ્રવ્યોને આ જ સ્વભાવ છે
(હૃ–૯૪) પ્રમાણજ્ઞાનના લેભથી નિશ્ચયમાં આવી શક્તા નથી, ત્યાં એમ કહેવું છે કે અજ્ઞાની પર્યાયનું અને દ્રથનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહપણનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને! પર્યાય છે તે ખરીને ! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતું નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહિ માનું તે એકન થઈ જશે એ ભય રહે છે. આ રીતે પ્રમાણુ જ્ઞાનના લેભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્ય સન્મુખ ઢળી | શક્તા નથી (૧૯)
શુદ્ધ નિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે હેયરૂપ થવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભા આવી જાય છે. ચૌદ અવસ્થાને અને ચૌદ માર્ગણાસ્થાને અને ચૌદ ગુણસ્થાને પણ આવી જાય છે. એ બધાને શુધ્ધ નિશ્ચયનયનાબળથી હેય ગણવામાં આવે છે. અરે ! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુધ્ધ જીવ વસ્તુમાં, તેને અભાવ હોવાથી તેને વ્યવહાર છવ ગણીને હેય કહ્યા છે. આહાહા ! ગજબ વાત કરી છે. નિમિત્તને તે પર સ્વભાવગણ ૫૨ દ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણુને હેય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦માં તે નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહી પરવ્ય કહીને હેય કહી છે. આહાહા ! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખુલી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉ૫૨ લક્ષ જતાં વિકલ્પ ઉઠે છે. તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવને પદ્રવ્ય કહીને હેય કહી છે (૧૦)