________________
ફેબ્રુઆરી, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
અળશી ખાવામાં આળસ હોય?
ઘડૉ. માણેક એમ. સંગોઈ
અળશી એક અમૂલ્ય બીજ છે. એક જમાનામાં એની કદર ઈજન અને યુરોપમાં ખૂબ હતી. આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોથી અળશી ખાવાના ઘણા ફાયદાઓ પ્રકાશમાં આવ્યા છે. તલથી થોડી મોટી ચોકલેટી કે સોનેરી રંગની લીસી એવી અળશીને મુઠ્ઠીમાં પકડો તો હાથમાંથી ગજબની સ્ફુર્તિથી સરકી પડે, કેનેડા અને ચીન પછી અળશીના ઉત્પાદનમાં ભારતનો અવલ્લ નંબર છે અને એ ઉત્તમ પ્રકારની મનાય છે. મહારાષ્ટ્ર, યુપી, મધ્યપ્રદેશ, બિહાર અને ઓરિસ્સામાં એની ખેતી મોટા પાયા પર થાય છે. સન ૨૦૦૭માં એનું ઉત્પાદન લગભગ પોણા બે લાખ ટનનું હતું. શણની જેમ એના છોડમાંથી યુરોપિયન ગોરી લલનાના સોનેરી વાળ જેવા લાંબા રેશા નીકળે છે તેનું કાપડ બને છે તે લીનનના નામે ઓળખાય છે. એના વપરાશનો ઇતિહાસ સુતરાઉ કાપડ કરતા હજારો વર્ષોથી જૂનો છે. ઇજીપ્તના પીરામીડોની કબરોમાંથી નીકળેલી મમ્મીઓ ઉપર લીનન વીંટળાયેલું મળી આવ્યું હતું અને બરોના ઓરડામાંથી મળેલા પડદા લીનનના હતા. ૩ થી ૫ હજાર વર્ષ પછી પણ એ કાપડ ટકી રહ્યું હતું. પહેરવા-ઓઢવામાં લીનન ઘણું જ આરામદાયક છે. મજબૂત અને ટકાઉ એવા અળશીના છોડનો શાનો ઉપયોગ અમેરિકન ડોલરની નોટ બનાવવામાં થાય છે. ચિત્રકારો લીનનના ટકાઉ કાપડના કેનવાસ ઉપર અળશીના તેલના રંગોથી મનમોહક ચિત્રોનું સર્જન કરે છે. લાકડા ઉપરના રંગરોગાનમાં અળશીનું તેલ વપરાય છે. લીનોલીયમની ચમક લીનસીડ અર્થાત્ અળશીના તેલને આભારી છે.
લીનન શબ્દ આવ્યો ‘લીનોન કે લીન’માંથી. ઈટલી, પોર્ટુગલ, પોલેન્ડ, રશિયા, આયર્લેન્ડ, બેલ્જીયમ વિગેરે દેશોમાં અળશીને લીનોન કે લીન અને અંગ્રેજીમાં લીનસીડ કે ફૂલેક્ષ સીડના નામે ઓળખે છે. સંસ્કૃતમાં અળશીના અત્શી, નીસ્પુષ્પી, ઉમા, મેદુગંધા વિગેરે ૩૦ નામો છે. આ લીનસીડ કે લીનોનના ગુણ ગાવામાં લીન થયા વગર હવે આપણે અળશીના આરોગ્ય ટકાવવાના અને વધારવાના કિંમતી ગુણો જોઈ લઈએ.
અળસી અને આરોગ્ય : અનેક મેડીકલ સંશોધનો અને પ્રયોગો આ વિષય ઉપર થયા છે. અળશીના ફાયદાઓ હૃદય, ફેફસાં, આંતરડા, કીડની અને સાંધાઓ ઉપર થયા છે. આપણે આ બાબતો જરા વિસ્તારથી જોઈ લઈએ.
અળશીના દાણામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, તાંબુ ફોસ્ફસ, વીટામીન્સમાં બી-૧, બી-૨, બી-૬ તો રહેલાં છે પણ અત્યંત ગુણોથી સભર એવા બીજા ત્રણ તત્ત્વો છેઃ (૧) ઓમેગા
૧૩
શ્રી ફૈટી એસીડ, (૨) લીગ્નન્સ અને (૩) રેશા.
ઓમેગા-૩ ફેટી એસીડ : એ સારી ચરબી છે. આ તત્ત્વ માછલીમાં મળે છે. શાકાહારીઓ તો માછલી ખાય નહિ એટલે દયાળુ કુદરતે એમના માટે કિંમતી અળશી અને અખરોટ આપી મોટો ઉપકાર કર્યો છે. ચાર ચમચી-વીસ ગ્રામ, અળશીના દાણામાંથી લગભ ત્રણ ગ્રામ ઓમેગા-૩ ફેટી એસીડ મળે છે જે રોજની જરૂરિયાત માટે પર્યાપ્ત છે. આમાં રહેલું આલ્ફા લીનોલેનીક એસીડ (ALA) નામનું મહત્ત્વનું ઘટક છે. જે ગુણોનો એ ભંડાર છે તે આ રહ્યાઃ
(૧) લોહીમાં રહેલી ખરાબ ચરબી (LDL) કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લાઈસાઈડને ઘટાડે છે. સારી ચરબી-LDL કોલેસ્ટ્રોલને વધારે છે. પરિણામે લોહીની નોમાં લોહી જામતું નથી, હાર્ટ એટેક અને લકવાને થતું અટકાવે છે. હૃદય શૂળ-એન્જાઈનાને રોકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા આધુનિક દવા સ્ટેટીન આપવામાં આવે છે. એક પ્રયોગ થયો. જેમનું કોલેસ્ટ્રોલ-૨૫૦ હતું (સામાન્યઃ ૧૦૦-૧૫૦) એવા ૪૦ જણાને રોજની ચાર ચમચી-૨૦ ગ્રામ અળશી બે મહિના સુધી આપવામાં આવી. સ્ટેટીન લીધા વગર એમનું કોલેસ્ટ્રોલ ઘટી ગયું,
(૨) જાપાન, ચીન અને અમેરિકાના ૪૬૮૦ સ્ત્રી-પુરુષોનાં લેવાતાં ખોરાકનો અભ્યાસ કરતા જણાયું કે જેમના ખોરાકમાં ઓમેગા-૩ ઓછું હતું એમનું બ્લડ પ્રેશર વધારે હતું. ઓમેગા થ્રી ફેટી એસીડવાળી અળસી બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે.
(૩) ઓ-થ્રી ફેટી એસીડ એ શરીરના કોર્ષાને લીલા કરે છે. પરિણામે લોહીમાંથી પોષક તત્ત્વો વધુ પ્રવેશે છે અને ખરાબ તત્ત્વો સરળતાથી બહાર ધકેલાય છે. આ પ્રક્રિયાથી ઈન્સુલીન વધારે અસરકારક બને છે. ગ્લુકોઝનું પાચન કોષોમાં સારું થાય છે અને લોહીમાં તે કાબુમાં રહેવાથી ડાયાબિટીઝને ઓછું કરે છે. અમેરિકન ડાયાબિટીઝ એસોસિએશન રોજ બે ચમચા અળશી ખાવાની સલાહ આપે છે.
(૪) ઓમેગા-થ્રી ફેટી એસીડની ઉજાપથી થાક લાગવો, ચામડી સુકી થઈ જવી, નખ અને વાળ તૂટી જવા, માથાના વાળ પાંખા થવા અને કબજિયાત થવાના લક્ષણો દેખાય છે. રોજની ચાર ચમચી અળશીનું સેવન આમાં ફાયદો કરશે.
(૫) ઓમેગા થ્રી ફેટી એસીડ શરીરના વિવિધ અંગોનો સોજો (ઈન્ફ્લેમેશન) ઓછો કરે છે. સાંધાઓ, કીડની, આંતરડા વિગેરેનો સોજો ઘટાડે છે. અળશીના છ ચમચી ભુક્કાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી, ત્રીજો ભાગ રહે ત્યારે ઉતારી ઠંડો કરી આ કાઢો પીવાથી