________________
જોયું. સ્વપ્નમાં હતા એક પ્રતાપી પ્રભાવી જ્ઞાની ગુરુ તેમણે પૂછયું: બાલમુનિ ! શેની ચિંતા કરે છે? - -
મારે આગમ ભણવા છે. તે મને કોણ ભણાવે? તેની ચિંતા
ચિંતા ન કરો. પૂર્વજન્મના સંસ્કારથી તારા હેયે કૃતજ્ઞાન વસેલું છે. પ્રયત્ન કર, તારે જે આગબ ભણવું હોય, તેની ઉપાસના કરીને ભણવાનું શરૂ કર, જે ભણવું હોય તેને ઊંચે આસને સ્થાપી ગુરુવત, વદનવિધિ કરો અને વાચનાને આદેશ લઈને ભણવું. એમ કરીશ, તે તું અજોડ ફાની બની શકીશ...'
આ દિવ્ય સ્વપ્ન બીજા દિવસથી જ સત્ય બન્યું, પૂજ્યશ્રીએ સર્વ પ્રથમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની વૃત્તિવાળી શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રતનું વિધિપૂર્વક વાચન શરૂ કર્યું.
પૂજયશ્રીની જ્ઞાનપિપાસા સહરાના રણ જેવી તીવ્ર અને અખૂટ હતી, રોજના લગભગ પાંચ લોક વાંચતા, આરામના સમયે બપોરના ચર્ચાત્મક ગ્રન્થ વાંચતા, છાણીમાં એક શાસ્ત્રી પાસે ન્યાયશાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું,
એકથી વધુ વાર તેઓશ્રીએ સ્થાનકવાસી તેમજ અન્ય દર્શનીએ સાથે સફળ શાસ્ત્રાર્થ કર્યો હતો. પ્રખર પ્રજ્ઞા સાથે તેઓશ્રી મધુર વકતા પણ હતા, લેખક, સંશોધક અને પત્રકાર ત્રણેયને તેમના વ્યકિતત્વમાં સમન્વય થયે હતો, ૨૦ વર્ષ સુધી “સિદ્ધચક નામનું પત્ર તેઓશ્રીએ ચલાવ્યું. અર્ધી લાખથી વધુ ગંભીર-ગહન ગ્લૅકનું સર્જન કર્યું છે,
પૂજયશ્રીના હૈયે એક જ વિતા અને લગન હતી કે અગમોને ઉદ્ધાર થાય, ટ્રસ્ટીઓની બેદરકારીથી મૂલ્યવાન તાડપત્રો ખવાતાં હતાં, ચેરાતાં હતાં, વેચાઈ જતાં હતાં, તાડપત્રો પરના આગમે ટકી ટકીને કેટલે કાળ ટકે ? તે બધાને તે સુલભ થાય જ નહિ ને ? આવી આગમચિંતાથી તે સતત એક જ પ્રાર્થના કરતા:
“હે શાસનદેવ! વીતરાગ પ્રભુને સિદ્ધાંત છિન્નભિન્ન થાય છે, આગમ વિના ધર્મ કેમ જળવાશે ? આગમના ઉદ્ધાર માટે મને સહાય કરે.
અને આ ગુપ્ત પ્રાર્થના એક સખી ગૃહસ્થ સાંભળી. આજથી