________________
પ્રવચનકાર મહર્ષિનો ટુંક પરિચય
ભગવાન શ્રી મહાવીરની વિમળ, પ્રેરક અને બેધક વાણી .જેમાં . શબ્દસ્થ થઈ છે તેવા આગમોના ઈતિહાસ સાથે દિવંગત પૂજય આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ અવિભાજય ' રીતે સંકળાયેલું છે. વર્તમાનમાં મુદ્રિત પુસ્તક આકારે આપણને જે આગમ ઉપલબ્ધ છે, તે ઉપલબ્ધિ પૂજયશ્રીની જીવનભરની અથાક અને અખંડ . સાધનાની મઘમઘતી સુગંધ છે.
સ્મૃતિમાંથી વિસરાઈ જતાં આગમોને તાડપત્રો પર અંકિત કરાવવાનું સર્વપ્રથમ શકવતી કાર્ય મહર્ષિ શ્રી દેવદ્ધિગાણ માશ્રમણે કર્યું. તાડપત્ર પર ગ્રંથસ્થ થયેલ આગમોને, જિર્ણતા અને ઉધઈ વગેરેથી નષ્ટ થતું બચાવી લેવાનું સર્વ પ્રથમ કાર્ય પૂજયપાદ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે કર્યું. મહર્ષિ ક્ષમાશ્રમણે અધિકારી વિદ્વાનો અને શ્રમણ ભગવંતોને યોગ્ય આગમો ઉપલબ્ધ કરાવ્યા. પૂજયશ્રીએ એ જ આગમોને ઘરમાં વસાવી શકાય તેવાં સુલભ બનાવ્યાં, એટલું જ નહિ પણ આગમોને (ભગવાનની અમૃતવાણીને)પવિત્ર મંદિરની મેરો, બિરાજિત કર્યા. કાગળ પર તો આગમને મુદ્રિત કરાવ્યા જ, સાથે સાથ તે બધાંને તાંબાના પતરાં અને આરસના પથ્થર પર પણ કંડારાવ્યા. આમ પૂજ્યશ્રીએ આગમને નવજીવન અને અજરામરત્વ બંને બક્ષ્યાં, આવું ભગીરથ કાર્ય તેઓશ્રીએ માત્ર સાડા પાંચ દાયકાની અવધિ માત્રમાં જ કર્યું !
આજથી એક સદી પહેલાં તેવા મહાપુરુષે આ ધરતી પર પિતાની આંખ ખેલી, જન્મ સ્થળ: કપડવંજ (જિ. ખેડા. ગુજરાત) પિતાનું નામ: શ્રી મગનભાઈ માતાનું નામ: યમુનાબેન, સંવત ૧૯૩૧ ના દિવાસાના (અષાઢ વદ અમાસ) મંગળ દિવસે તેમનો જન્મ થયો. તેમનું નામ: હેમુ-હેમચન્દ્ર,
તે જમાનો બાળલગ્નની બોલબાલા હતા, માતાપિતાએ તેમને બાર વરસની વયે માણેક નામની સુશીલ કન્યા સાથે પરણાવી દીધો. પિતાના લગ્ન માટે માતાપિતા દોડધામ કરી રહ્યા છે તે જાણીને હેમુનું હૈયું ખિન્ન અને ખારું થઈ ગયું. વિનયથી પણ પૂરો મક્કમતાથી તેણે વડીલોને કહ્યું: “તમે બધાં મને લગ્નના બંધનમાં બાંધશે નહિ, મારે તો દીક્ષા જ લેવી છે.”