________________
અમૂલ્ય અવસર. એમાં માલમલિદા ઉડાવવાની, ધીંગામસ્તી કરવાની, રંગરાગને પોષવાની, વિષયને બહેલાવવાની વાત નથી અને હોઈ પણ ન શકે. પગલિક સુખની જેમને લત લાગી હોય તેમને તેનાથી વિરફત કરવાં એ જ ગીતાર્થના ઉપદેશનો ઉદ્દેશ છે, આમિક-સાચા, સ્વતંત્ર અને સનાતન સુખના ભકતા બનવાનો માર્ગ બતાવ અને પાંચે ઈન્દ્રિયોના વિષયેની લોલુપતાનો આત્યંતિક નાશ કરાવો એ જ સાચા ઉપદેશનું ધ્યેય છે. આ દવેયને સિદ્ધ કરવા માટે જેટલે પ્રયાસ કરાય તેટલી પર્વની આરાધના કરેલી ગણાય. જનોનાં અને અર્જુનનાં પર્વોમાં ભિન્નતા છે: એકમાં ખાનપાન, રંગરાગ વગેરેને ત્યાગ છે તો બીજામાં એને પપવાની–અમનચમન કરવાની-મોજમજા કરવાની ભાવના છે.
પંચમી-માહપમાં પેઠ-પંચમી અને લઘુપંચમી એમ બે તિથિઓ-રીતિઓ જ્ઞાનપંચમીની આરાધના તરીકે દર્શાવાઈ છે. આ આરાધનાનો સમય, પંચમીનું વ્રત ગ્રહણ કરવાની વિધિ, વ્રત પૂર્ણ થયા પછી કરવાનું ઉદ્યાન અને જ્ઞાનપંચમી આરાધવાથી જયસેનથી માંડીને ભવિષ્યદત્ત એમ દસ વ્યકિતઓને સૌભાગ્ય ઈત્યાદિ દસ પ્રકારનાં ફળ પ્રાપ્ત થયાં એને અંગે દસ કથાઓ એમ વિવિધ બાબતે અપાઈ છે.
દેવવંદન-ત્રણે ચેમાસી, દીવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને ચૈત્રી પૂનમ એ પર્વને અંગે સંઘ સમક્ષ દેવવંદન કરાય છે.
ગુણુણા ઈત્યાદિ-પર્વની આરાધના કેમ કરવી તે જાણવું જરૂરી છે. જૈન સમાજને એ કહેવું પડે તેમ નથી કે આરાધના એટલે જપ અને તપ, વિસ્તારથી કહું તો કાઉસ્સગ (
કાસ), ખમાસમણ (ક્ષમાશ્રમણ), પ્રદક્ષિણા, સાથિયા, ગુણણ (ગણુણાં) ઈત્યાદિ પર્વ સાથે સંકળાચેલાં છે.
કેટલાંક પર્વને અંગે ગણણાં ગણવાની પ્રથા જોવાય છે. આ પર્વો પિકી અહીં દીવાળી, જ્ઞાનપંચમી, મૌન-એકાદશી, પોષ-દશમી અને ચૈત્ર શુકુલ ત્રયોદશી એ પાંચને જે વિચાર કરાય છે.
દરેક ગણણ માટે વીસ નવકારવાળી ગણવાની હોય છે એટલે કે સામાન્ય રીતે જોતાં એકનું એક પર બે હજાર વાર ગણવાનું હોય છે.
દીવાળી-સાંજ પછી અને મધ્યરાત્રિ પહેલાં શ્રીમાળી વમિસર્વ જ્ઞાય નમ:,
* મૂલ સંસ્કૃત શબ્દ “ગુણન’ છે. જુગનY T૩ ગુણાળું નાણું ગણું'ને બદલે કેટલાક ગણું તેમજ ગરણું પણ લે છે
.
.