________________
ઉ પ ક મ ( હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) અર્થ–સંસ્કૃતમાં પર્વન” શબ્દ છે. એને ગુજરાતીમાં “પર્વ કહે છે. આના પાંચ અર્થ છે: (૧) ગ્રન્થને ભાગ, (૨) આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ પૈકી એક તિથિ, (૩) પવિત્ર દિવસ, (૪) તહેવાર અને (૫) સાંઠાને એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીનો ભાગ, આ પાંચ અર્થોમાંથી ત્રીજે અને ચોથા અર્થ અને ખાસ કરીને ચોથે અથ અને અમુક અપેક્ષાએ બીજો અર્થ આ પુસ્તકના પર્વમહિમા દર્શન નામમાં રહેલા પર્વનું ઘોતન કરે છે,
અહીં હું જૈન પર્વોની એક કામચલાઉ સૂચિ રજૂ કરું છું –
કાર્તિક સુદ પડવો, જ્ઞાનપંચમી, કાર્તિક સુદ ચૌદશ (માસી ચૌદશ), કાર્તિકી પૂનમ, મૌન-એકાદશી, પોષદશમી, મેરુદશી, ફાગણ સુદ ચૌદશ (ચામાસી ચૌદશ), ચત્રો ઓળી, ચૈત્ર સુદ તેરશ, ચિત્રી પૂનમ, અખાત્રીજ, અષાડ સુદ ચૌદશ (ચોમાસી ચૌદશ), પર્યુષણ, આસોની આળી અને દીવાળી.
વગીકરણ–જનોનાં કેટલાંક પ વાર્ષિક છે તે કેટલાક માસિક છે. ઉપર ગણાવાયેલા તમામ પર્વો એ વાર્ષિક પર્વ છે. આઠમ, ચૌદશ વગેરે તિથિઓ માસિક પર્વ છે.
જેન ગણના–જન શાસ્ત્રકારે કાળને વ્યવહાર–એની પેજના શિયાળો, ઉનાળે અને ચોમાસું એમ ત્રણ માસી દ્વારા કરેલ છે.
આર્ય પર્વોનો મોટો-મહત્વનો ભાગ વર્ષાઋતુમાં આવે છે, પ્રસ્તુત ગ્રન્થની યોજનામાં પર્વોને કમ આષાઢી ચતુર્દશીથી શરૂ કરાયે છે અને ધીરે ધીરે અખાત્રીજ સુધી લંબાવાય છે,
તહેવાર અને પર્વમાં તફાવત–આગદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પવન અને તહેવારનાં લક્ષણો આપી એ બે વચ્ચે તફાવત દર્શાવ્યો છે. એમનું કહેવું એ છે કે કેઈ એક વસ્તુનું મહત્વ સૂચવવા જે ઉત્સવ જોડાય તે ‘તહેવાર દા. ત. મહાવીર સ્વામીના નિર્વાણના દિવસરૂપ દીવાળી. જે દર મહિને કે વર્ષે નિયમિતપણે સમુદાયની અપેક્ષાએ આરાધાય તે પર્વ. જેમકે જ્ઞાનપંચમી.
જૈન પર્વને ઉદ્દેશ–જેન ધર્મ એ નિવૃત્તિને પ્રાધાન્ય આપે છે. ત્યાગ એ એને પ્રાણવાયુ છે. જેનાં પર્વ એટલે ત્યાગ કેળવવાના