________________
પણ હેમુનું કહ્યું કેઈએ કાને ધર્યું નહિ. કેડબરી માણેક પરણીને સાસરે આવી. તેણે જોયું કે જેને પોતે પરણી છે તે આ લોકો માણસ, નથી. તેની આંખોમાં ભેગની જવાલા નહિ, પણ વૈરાગ્યની શીતળ દીપશિખા ઝળહળે છે. તેના રોમેરોમમાં અને જીવનના દરેક વ્યવહારમાં આત્માની અનુગ્ગજ ગૂજે છે, આનો જન્મ વાસનાપૂર્તિ માટે નહિ, પણ આત્માની ઉપાસના માટે થયો છે. - હેમુ સંસારી હતો, પતિ હતો, છતાંય તે ન સંસારી હતો, ન પતિ હતો. સ્ત્રીસંગમાં ય નિ:સંગ હતો. સંસારમાં ય તે સાધુ-સાધક હતો, અને એક દિવસ પિતાના મોટાભાઈ સાથે હેમુ અમદાવાદ પહોંચે બંને બાંધવ બેલડીએ ગુરુદેવને વંદન કરી, પોતાને દીક્ષા આપવાની પ્રાર્થના કરી, અગમપારખુ, ગુરુદેવ પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે મણીલાલને દીક્ષા આપી. હેમુને ઘરે જવા કહ્યું. ગયે ઘેર કપડવંજ,
થોડા સમય બાદ અંધારી રાતે હેમુએ ફરી ઘર છોડ્યું. ગુરુદેવ પાસે પહોંચી જઈને દીક્ષા લીધી. સ્વજનોને જાણ થઈ સાસરે પક્ષે અદાલતનાં બારણાં ખટખટાવ્યાં. કાયદાએ કાયદાનું કામ કર્યું. તેમને પાછો સંસારમાં આવવું પડ્યું. આબે, પણ રહ્યો સાધુના વેષમાં જ!
ત્યારબાદ પિતા-પુત્ર બંનેને અમદાવાદ જવાનું થયું. ત્યાં હેમુ ગુરુદેવને ફરી મળ્યો. દીક્ષા આપવા અતિ આગ્રહ કર્યો અને ૧૬-૧૭ વરસની વયે હેમુ, સંવત ૧૯૪૭ ના મહા સુદ પાંચમના દિવસે વંદનીય મુનિ આનંદસાગર બન્યું. આ સમયે પણ ધમાલ તે થઈ જ. પણ હેમુની જિત થઈ. પછી તે પિતાએ પણ પુત્રના પગલે દીક્ષા લીધી. . એક સદી પહેલાનું જેનશાસન એટલે જ્ઞાનાભ્યાસ માટેની અપૂરતી સગવડ. યતિઓનું એકચક્રી સામ્રાજય, સંગી સાધુઓની સંખ્યા ગણીગાંઠી જ. પૂજયશ્રીએ “સિદ્ધાંત નિકા વ્યાકરણ ભણવા માટેની
ધોળ કરી. એક ભંડારમાંથી તેની ફાટેલી-તૂટેલી જેવી એક પ્રત મળી, ગુરુદેવ પાસે માત્ર ત્રણ જ માસમાં એ વ્યાકરણને કંઠસ્થ કરી લીધું !
ગુરુદેવની બસ આટલી જ મહત્ત્વની યાદ રાહી. એક વરસમાં જ સં. ૧૯૪૮ માગસર વદ ૧૧ ના રોજ તેમને ચિરવિયોગ થયે. માત્ર ૧૦ના માસ જ ગુરુવાસ રહ્યો
હવે કોણ ભણાવે? કોની પાસે ભણવું? મુનિ આનંદસાગરના હવે આ ચિંતા કરી ખાવા લાગી. આ ચિંતાની એક રાતે તેમણે સ્વપ્ન