________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પરમાગમ – ચિંતામણિ * શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે સર્વે જીવો શુદ્ધ – બુદ્ધ – એકસ્વભાવી હોવાથી ઉપાદેય છે અને વ્યક્તિરૂપે પંચપરમેષ્ઠી જ ઉપાદેય છે. તેમાં પણ (પંચ પરમેષ્ઠીમાં પણ) અહંત અને સિદ્ધિ- એ બે જ ઉપાદેય છે. એ બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે અને પરમ નિશ્ચયનયથી તો ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિ કાળે સિદ્ધિ સમાન સ્વ-શુદ્ધાત્મા જ ઉપાદેય છે, અન્ય સર્વ દ્રવ્યો ય છે. ૩૦.
(શ્રી નેમિચંદ્રસિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, અધિ-૧ નો ઉપસાર ) * શબ્દસે શબ્દાર્થકા બોધ હોતા હૈ શબ્દોંસે પદ જાના જાતા હૈ. આત્મા પરમાત્માને બરાબર હૈ, યહ જાના હી શાસ્ત્રજ્ઞાનકા મતલબ છે. ૩૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યયસાર, ગાથા-૪૯ ) * શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી પર્યાયબુદ્ધિ બહિરાત્મા - તેને બહાર ઢંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૩ર
(શ્રી સમયસાર, શ્લોક-૧ર નો ભાવાર્થ ) * જગતિલક આત્માને છોડીને પરદ્રવ્યમાં રમે છે... તો શું મિથ્યાષ્ટિને માથે શીંગડા હોતા હશે? ( શ્રેષ્ઠ આત્માને છોડીને પરમાં રમણતા કરે છે તે મિથ્યાદષ્ટિ જ છે.) ૩૩
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા – ૭0) * શ્રુતકેવલીને કહા હૈ કિ તીર્થોમેં દેવાલયોમેં દેવ નહીં. હૈ, જિનદેવ તો દેહદેવાલયમેં વિરાજમાન હૈ – ઈસે નિશ્ચિત સમજો. ૩૪.
( શ્રી યોગીન્દ્રદેવ. યોગસાર, ગાથા-૪૨ ) * ચૈતન્યતત્ત્વ નિશ્ચયથી પોતામાં જ સ્થિત છે, તે ચૈતન્યસ્વરૂપ તત્ત્વને જે અન્ય સ્થાનમાં સ્થિત સમજે છે તે મૂર્ખ મુઠ્ઠીમાં રાખેલી વસ્તુને પ્રયત્ન પૂર્વક વનમાં શોધી રહ્યો છે. ૩૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, સદ્ગોધ ચંદ્રોદય અધિકાર, શ્લોક- ૯) * જો સિદ્ધાલય હૈ વહ દેહાલય હૈ અર્થાત જૈસા સિદ્ધલોકમેં વિરાજ રહા હૈ વૈસા હી હંસ (આત્મા) ઈસ ઘટ (દેહ ) મેં વિરાજમાન હૈ, ૩૬.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૨૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com