________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪)
(પરમાગમ – ચિંતામણિ
* જો કે શુદ્ધોપયોગલક્ષણવાળું ક્ષાયોપશમિકશાન મુક્તિનું કારણ થાય છે તોપણ ધ્યાન કરનાર પુરુષે ‘નિત્ય સકળ નિરાવરણ, અખંડ, એક, સંપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન જેનું લક્ષણ છે એવું પરમાત્મસ્વરૂપ તે જ હું છું, ખંડજ્ઞાનરૂપ નહિ’ એવી ભાવના કરવી. ૧૭
( શ્રી નેમિચંદ્રસિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩૪ )
* યોગીઓને પોતાના ધ્યાન વખતે જે શુદ્ધ આત્મા દેખાય છે તે જ પરમબ્રહ્મ છે, તે જ જિન છે, તે જ પરમ તત્ત્વ છે, તે જ પરમગુરુ છે, તે જ પરમજ્યોતિ છે, તે જ પરમ તપ છે, તે જ ૫૨મ ધ્યાન છે, તે જ પરમાત્મા છે, તે જ સર્વ કલ્યાણરૂપ છે, તે જ સુખનું ભાજન છે, તે જ શુદ્ધ ચિત્તૂપ છે. તે જ પરમ શિવ છે, તે જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે, તે જ ઉત્કૃષ્ટ ચૈતન્ય છે અને સર્વ ગુણોનો ભંડાર પણ તે જ છે અર્થાત્ ધ્યાનમાં અનુભવમાં આવતો શુદ્ધ આત્મા તે જ જીવનું સર્વસ્વ છે. ૧૮
(– ૫૨માનંદ સ્તોત્ર, શ્લોક - ૧૯)
* સુગુરુની મહાન છત્રછાયા પામીને પણ હે જીવ! તું સકળ કાળ સંતાપને જ પામ્યો. ૫૨માત્મા નિજદેહમાં વસતા હોવા છતાં તેં પત્થર પર પાણી ઢોળ્યું. ૧૯. (શ્રીમુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૩૦) * જે મુનિ, આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન-જ્ઞાયકસ્વરૂપ જાણે છે તેમાં તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં, ૨૦.
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા, ગાથા-૪૬૩)
* પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું, કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની ( સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણસંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામીલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મિમત્વ જ છે. ૨૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર
ટીકા, ગાથા- ૨૦0)
* જીવ ભિન્ન છે અને પુદ્દગલ ભિન્ન છે, આટલો જ તત્ત્વ-કથનનો સાર છે. (એના સિવાય ) બીજું જે કંઈ કહેવાય છે, તે એનો જ વિસ્તાર છે. ૨૨
(શ્રી પૂજ્યપાદસ્વામી, ઇષ્ટોપદેશ, ગાથા-૫૦)
–
Please inform us of any errors on rajesh@Atma Dharma.com