________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩
પરમાગમ – ચિંતામણિ)
* મેરા આત્મા પરમાત્મા હૈ, પરમજ્યોતિપ્રકાશસ્વરૂપ હૈ, mતમે જ્યેષ્ઠ હૈ, મહાન હૈ; તો ભી વર્તમાન દેખને માત્ર રમણીક ઔર અંતમેં નીરસ ઐસે ઈન્દ્રિયોને વિષયોંસે ઠગાયા ગયા હૂં. ૧૧.
( શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, પ્રકરણ - ૩૧, શ્લોક – ૮) * હે ભવ્ય! જ્યારે સ્ફટિકમણિની જિનમૂર્તિસમાન અંતરમાં પોતાના શુદ્ધાત્માને તું ભાવીશ ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં કટ થઈ જશે, અને આત્મભાવોમાં તું પરિશુદ્ધ થઇશ. ૧૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૩૮) * અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – એ પાંચે પરમેષ્ઠીઓ આ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ મને શરણ છે. ૧૩
(શ્રી કુંદકુંદ આચાર્યદેવ, બાર-અનુપ્રેક્ષા, ગાથા-૧૨ ) * હે ઉત્તમ મતિમાન! “શુદ્ધચિદ્રપોહં,” શુદ્ધ ચિકૂપ હું (છું ), એ છ અક્ષરોને તું નિરંતર વિચાર. તે સદ્વિચારણાથી તેને સારી રીતે સમજાશે કે એ શુદ્ધ ચિદ્રપનું
સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમ તીર્થ છે, શાસ્ત્રજ્ઞાનરૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીધ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે, સર્વ સુખનું નિધાન છે, મોક્ષપદમાં પહોંચાડનાર ત્વરિત ગતિવાળું વાહન છે, કર્મના સમૂહુરૂપ ધૂળને દૂર કરવા વાયુનો વંટોળ છે અને સંસાર – પરિભ્રમણરૂપ વનને બાળી ભસ્મ કરવા અગ્નિ છે; એમ તું નિશ્ચયે જાણ. ૧૪.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાનતરંગિણી, અધ્યાય - ૨, ગાથા – ૭) * હું સદા જ્ઞાતા છું, દ્રષ્ટા છું, પંચપદ છું, ત્રિભુવનનો સાર છું, હું બ્રહ્મ, ઈશ, જગદીશસ્વરૂપ છું, “સોહું” (એવો જે હું) તેના પરિચયથી જ હું ભવોદધિથી તરી જઇશ. ૧૫.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૬૩) * આ અત્મા કર્મકૃત રાગાદિ અથવા શરીરાદિથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે અને તે પ્રતિભાસ જ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. ૧૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, ગાથા -૧૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com