________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
* હે જીવ! હું અકિંચન છું અર્થાત્ મારું કાંઈ પણ નથી એવી સમ્યક ભાવના પૂર્વક તું નિરંતર રહે, કારણ કે એ જ ભાવનાના સતત ચિંતવનથી તું ગૈલોકયનો સ્વામી થઈશ. આ વાત માત્ર યોગીશ્વરો જ જાણે છે. એ યોગીશ્વરોને ગમ્ય એવું પરમાત્મતત્ત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું. ૨૩.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક - ૧૧) * આત્માને એકરૂપ શ્રદ્ધવો અથવા એકરૂપ જ જાણવો જોઈએ તથા એકમાં જ વિશ્રામ લેવો જોઈએ, નિર્મળ – સમળનો વિકલ્પ ન કરવો જોઈએ. એમાં જ સર્વસિદ્ધિ છે, બીજો ઉપાય નથી. ૨૪.
( શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવદ્વાર, પદ-૨૦) * સિદ્ધગતિમાં જેવા સર્વમલરહિત જ્ઞાનસ્વરૂપી સિદ્ધભગવાન બિરાજમાન છે, તેવો જ દેહની અંદર બિરાજમાન પરમબ્રહ્મ સ્વરૂપ પોતાનો આત્મા જાણવો જોઈએ. ૨૫.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-ર૬) * હે દેવ! તું દેવનું આરાધન કરે છે પણ તારા પરમેશ્વર ક્યાં ચાલ્યા ગયા? જે શિવ-કલ્યાણરૂપ પરમેશ્વર સર્વાંગમાં બિરાજી રહ્યા છે તેને તું કેમ ભૂલી ગયો? ૨૬.
( શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૫૦) | * ભલે ૧૧ અંગ સુધીના શાસ્ત્રો હંમેશા ભણ્યા કરે પણ જે આત્મતત્ત્વનો બોધ નથી કરતો તથા જિનદેવ સમાન નિજાકારને પોતામાં નથી દેખતો, તે જીવ કલ્યાણપ્રાપ્તિને માટે યોગ્ય નથી. ૨૭.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-પર) * જો જિનદેવ હૈ વહ મેં હૈં, વહી મેં હૂં – ઇસકી ભ્રાંતિ રહિત હોકર ભાવના કર. હે યોગિન્! મોક્ષકા કારણ કોઈ અન્ય મંત્ર- તંત્ર નહીં હૈ. ૨૮.
( શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૭૫ ) * સબસે ઉત્કૃષ્ટ પરમ તત્ત્વ એક પરમાત્મા હૈ. અપને હી ઉત્કૃષ્ટ સ્વભાવકે દ્વારા વહુ પહચાના જાતા હૈ. નિશ્ચયસે આત્મા જો હૈ વહી પરમાત્મા હૈ, જિસકે ભીતર યહુ ઉત્તમ તત્ત્વ પ્રગટ હો જાતા હૈ વહુ ઉત્તમ મુક્તિપદસે જાકર મિલ જાતા હૈ. ૨૯.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું - ૨૭૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com