________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા અન્યને “વિં'થી સાંત્વન અપાય છે.
(૯) “જિ' શબ્દ અવજ્ઞા અર્થમાં છે. “તને કોણ બોલાવે છે ?” એમ કહીને લિક'થી વચમાં બોલતા પુરુષની અવજ્ઞા કરાય છે.
વળી, પ્રસ્તુત શ્લોકમાં ‘વિં' શબ્દ અપલાપ અર્થમાં છે. તે અપલાપ સ્પષ્ટ કરે છે – ચૌદપૂર્વધરોને છોડીને અન્ય કોઈ પુરુષ સૂત્રની સંપૂર્ણ વ્યાખ્યા કરવા સમર્થ નથી;
કેમ કે સૂત્રના અર્થને જાણવા માટેના અનંતા માર્ગો છે અને સૂત્રના અનંતા પર્યાયો છે, અને તે સર્વ ગમ અને પર્યાયો ચૌદપૂર્વધરો જ જાણી શકે છે. વળી, આ ચૈત્યવંદન સૂત્ર જિનાગમરૂપ સૂત્રની અંતર્ગત છે, માટે તેની સંપૂર્ણ વ્યાખ્યા કરવા માટે ચૌદપૂર્વધરોને છોડીને અન્ય કોઈ સમર્થ નથી.
આમ બતાવીને ગ્રંથકારશ્રીને એ સ્પષ્ટ કરવું છે કે નમુત્થણે સૂત્ર ઉપર પોતે જે લલિતવિસ્તરા નામની વ્યાખ્યા રચેલ છે તે વ્યાખ્યા નમુત્થણે સૂત્રના સંપૂર્ણ અર્થ બતાવવા સમર્થ નથી; કેમ કે ભગવાને બતાવેલ સૂત્ર અત્યંત ગંભીર છે અને ઘણા દૃષ્ટિકોણોથી તેનો બોધ થઈ શકે તેમ છે; છતાં ગ્રંથકારશ્રીએ પોતાની શક્તિ અનુસાર તે તે દૃષ્ટિકોણોથી નમુત્યુર્ણ સૂત્રની વ્યાખ્યા કરેલ છે. IIણા અવતરણિકા -
इत्थं कृत्स्नव्याख्यापक्षाशक्तावितरपक्षाश्रयणमपि सफलतया वक्तुकामः श्लोकद्वयमाह - અવતરણિકાળું:
આ રીતે=પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, કૃસ્ત વ્યાખ્યા પક્ષની અશક્તિ હોતે છતેeતમુર્ણ સૂત્રની સંપૂર્ણ વ્યાખ્યા કરવારૂપ પક્ષની પોતાનામાં અસમર્થતા હોતે છતે, ઈતરપક્ષના આશ્રયણને પણ દેશથી વ્યાખ્યા કરવારૂપ પક્ષના આશ્રયણને પણ, સફળપણારૂપે કહેવાની ઈચ્છાવાળા લલિતવિસ્તરાકાર શ્લોકદ્રયને કહે છે – લલિતવિસ્તરા :यावत्तथापि विज्ञातमर्थजातं मया गुरोः । सकाशादल्पमतिना, तावदेव ब्रवीम्यहम् ।।३॥ ये सत्त्वाः कर्मवशतो मत्तोऽपि जडबुद्धयः । तेषां हिताय गदतः सफलो मे परिश्रमः ।।४।। इति લલિતવિસ્તરાર્થ - -
તોપણ=નમુત્થણં સૂત્રની સંપૂર્ણપણાથી વ્યાખ્યા કરવા ગ્રંથકારશ્રી સમર્થ નથી તોપણ, અલ્પમતિવાળા મારા વડે ગુરુની પાસેથી જેટલું અર્થાત વિજ્ઞાત છે=જેટલો અર્થનો સમુદાય જણાયો છે, તેટલાને જ હું કહું છું.