________________
બંધનકરણ
અર્થ આ પ્રકરણના સંબંધમાં હું અથવા બીજા આચાર્યો જે કંઈક અર્થ કહે છે તે આ સર્વગુણ શ્રી ચૂર્ણિકાર મહારાજને જ છે( અર્થાત્ આ ટીકા પૂર્વરચિત કર્મપ્રકૃતિ ચૂણિને અનુસાર રચું છું.) ઉપાધિ સંબધના વશ થકી લેકમાં પણ સ્ફટિક મણિ વિશેષતા વાળે દેખાય છે (અર્થાત્ મારામાં ટીકાર્યું કથનરૂપ જે વિશેષતા પ્રાપ્ત થઈ છે તે શ્રી ચૂર્ણિકાર કથિત અર્થરૂપ ગુણનાપક્ષે વિચિત્ર વર્ણ સૂત્રના-સંબંધથી જ)
અત્રે શિષ્ટ પુરૂષે કઈ પણ કાર્યને વિષે પ્રવર્તમાન થતાં ઇષ્ટ દેવતાને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવર્તે છે અને આ આચાર્ય શિષ્ટ નથી એમ નથી (અર્થાત્ આ આચાર્ય શિષ્ઠ પુરૂષ જ છે) તે કારણે શિષ્ટ પુરૂષના સિદ્ધાંતનું પરિપાલન કરવાને અર્થે (અર્થાત શિષ્ટ પુરૂષએ કઈ પણ કાર્યમાં પ્રવર્તતા પહેલાં ઈષ્ટદેવને નમરસ્કાર કરવા રૂપ મંગલાચરણ અવશ્ય કરવું જોઈએ એ નિયમ પાળવાને અર્થે) તથા કલ્યાણકારી કા ઘણા વિદ્ધવાળાં હોય
છેયતઃ ' ' શ્રેયાંતિ ના વિનિ, મવંતિ માતાપિI
अश्रेयसि प्रवृत्ताना, कापि यान्ति विनायकाः ॥
અથ-મહાપુરૂષને પણ શ્રેય કાર્યોમાં ઘણું વિઘો થાય છે અને અોય કાર્યમાં પ્રવર્તમાન થયેલા પુરૂષના વિનાયક (વિશ્વકર્તા દેવગણ) કયાંય પણ ચાલ્યા જાય છે.
અને આ પ્રકરણ સમ્યગ જ્ઞાનને હેતુભૂત હોવાથી શ્રેચરૂપ છે માટે આ કલ્યાણકારી કાર્યમાં વિન ન થાય તે કારણે વિદ્ધકર્તા દેવગણની શાંતિને અર્થે જ ઈષ્ટદેવને નમસ્કાર કરવાની જરૂર છે
૧ શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથની ચૂણિ પણ છે.
૨ વિન ઉત્પન્ન કરવું અને વિનાશ કરે એ બે કાર્યમાં જે દેવગણનું સ્વામિત્વપણું વર્તે છે, તે દેવગણ વિનાયક કહેવાય છે.