________________
કહ્યું- હે ગૌતમ, પૂર્વ ભવે તે આજ નગરમાં નિન્હવ નામે વાણી હ, તે ઈંડાને વેપાર કરત-ઈડાને શેકી-તળીને વેચતા અને પિતે પણ ખાતે. આ ઘર પાપ કરી એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તે ત્રીજી નરકે ગયા હતા, ત્યાંથી એવી તે અભગસેન એર થયો છે, અને હિંસા, ચોરી, અધર્મ, અણાચાર અને દુર્બસને ભેગી બની ઘેર પાપ કર્યું છે, તેના ફળ સ્વરૂપે રાજાએ તેની આ દશા કરી છે, એટલુંજ નહિ પણ તે આજે ત્રીજા પહેરે શુળી પર ચડી ૨૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧ લી નરકે જશે, ત્યાંથી નીકળી જન્મ મરણના અનેક ભવો કરી આખરે તે વારાણસી નગરીમાં એક શ્રેષ્ઠિને ત્યાં જન્મ લઈ, સંયમ પાળી મેક્ષમાં જશે.
૧૯ અભયકુમાર
રાજગૃહિના શ્રેણિક રાજાની અનેક રાણીઓમાં નંદ નામે રાણી હતી, તેનાથી અભયકુમાર નામને મહા બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતે. શ્રેણિક રાજાએ પિતાના પાંચસો પ્રધાને માં અભયકુમારને મુખ્ય પ્રધાનની જગ્યા આપી હતી. અભયકુમારની બુદ્ધિમતા, રાજ્યનિપુણતા અને સમાનતાના સદગુણોથી તે રાજ્યમાં સર્વત્ર પ્રિય થઈ પડયા હતા, અનેક અપરાધીઓને તેણે પિતાની બુદ્ધિમતાથી શોધી કાઢી, પ્રજાને નિશ્ચિત બનાવી હતી. ધારિણી અને ચેલ્લણાદિ પિતાની અપર માતાઓ હેવા છતાં તેણે તેમના દેહદ, તપ અને યુક્તિથી પૂર્ણ કરાવ્યા હતા. વૈશાલક નગરીના ચેડા રાજાને પરધમીને કન્યા નહિ આપવાની પ્રતિજ્ઞા હતી; છતાં શ્રેણિક રાજાને તે ચેડા રાજાની સુજ્યેષ્ટા નામની પુત્રીને પરણવાની ઇચ્છા થઈ. પિતાની ચિંતા ટાળવા અભયકુમારે યુક્તિપૂર્વક સુચેષ્ટાનું હરણ કરવાનું ધાર્યું, પરંતુ સુચેષ્ટાને બદલે તેના રૂપને મળતી ચેલણા આવી; શ્રેણિકે ચેલ્લણું સાથે ઉમંગથી લગ્ન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com