________________
૧૬ અનંતનાથ.
અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામક રાણીની કુક્ષિમાં, પ્રાણત દેવલેકથી અવીને, શ્રાવણ વદ સાતમે શ્રી અનંતનાથ ઉત્પન્ન થયા હતા. તે વખતે માતાએ ૧૪ સ્વનિ દીઠાં. ગર્ભકાળ પૂરે થયે, વૈશાક વદિ ૧૩ ને દિવસે આ ૧૪મા તીર્થંકર શ્રી અનંતનાથને જન્મ થયો. છપ્પન કુમારિકા દેવીઓ અને ઈકોએ આવી તેમનો જન્મ મહત્સવ ઉજવ્યો. અનંતનાથ ગર્ભમાં આવતા દુશ્મનેએ અયોધ્યા નગરીને ઘેરે ઘાલે, પણ શત્રુઓના અનંત બળને સિંહસેન રાજા હઠાવી શક્યો હતો, તેથી પુત્રનું નામ
અનંતજીત ” પાડવામાં આવ્યું. તેમનું દેહમાન (શરીરની ઉંચાઈ) ૫૦ ધનુષ્યનું હતું. પિતાના સંતોષને ખાતર તેઓ પરણ્યા. સાડાસાત લાખ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. પંદર લાખ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાને નિરધાર કર્યો. વરસીદાનમાં લાખ સુવર્ણ મહોરે આપી, એક હજાર રાજાઓ સાથે વૈશાખ વદ ૧૪ ના રોજ તેમણે સંયમ ધારણ કર્યો. તે પછી ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ તરીકે રહ્યા અને વૈશાક વદ ચૌદશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને ૫૦ ગણધર હતા. તેમાં સૌથી મોટા “યશ' હતા.
અનંતનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૬ હજાર સાધુઓ હતા, તેમાં ૯૦૦ ચૌદ પૂર્વધારીઓ, ૪૩૦૦ અવધિજ્ઞાની, અને ૫ હજાર કેવળજ્ઞાની હતા. ૬૨ હજાર સાધ્વીઓ, ૨૦૬ હજાર શ્રાવકે અને ૪૧૪ હજાર શ્રાવિકાઓને પરિવાર હતા. કૈવલ્યજ્ઞાનીપણે તેઓ સાડાસાત લાખ વર્ષમાં ત્રણ વર્ષ ઓછા સમય સુધી વિહાર કર્યો. અંતે સમેતશિખર પર્વત પર જઈ, એક માસને અનશન કરી ચત્ર શુદિ પાંચમે ૭ હજાર સાધુઓ સાથે તેઓ મોક્ષમાં ગયા. તેમણે
એકંદર ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભગવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com