________________
૧૦
ક્ય કરતાં હતાં, પણ તેમાંનાં કઈ પણ મારી આ વેદના જરાયે ઓછી કરી શક્યાં નહિ. રાજન, આ મારૂં અનાથપણું હતું. તે વખતે હું સમજ્યો કે સૌ કોઈ જગતનાં પ્રાણીઓ અનાથ છે, કઈ કઈને નાથ થઈ શકતો નથી, પણ જે સંયમ લઈ પિતે જ પિતાને નાથ બનવાનો માર્ગ પ્રહણ કરે તે જ બની શકે, અને ત્યારે જ અનાથપણું ટળી શકે. આ વિચારે એક રાત્રિની કઈ ધન્ય પળે મારી વેદના શાંત થઈ, મેં સુખ–નિંદ્રા અનુભવી અને બીજે દિવસે મેં મુનિપણું અંગીકાર કર્યું. રાજન, હવે કહે કે તું મારે નાથ થઈ શકીશ? વિચાર કર, કે તું પોતે નાથ છે કે અનાથ?
રાજા વિચારમાં પડ્યો, મુનિએ તેને બંધ આપે. આથી શ્રેણિક રાજા બૌદ્ધધર્મને ઉપાસક મટી જૈનધર્મને અનુયાયી બને. અનાથી મહા નિન્ય કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા.
૧૩ અનાદષ્ટિ. વસુદેવ રાજાની ધારણા રાણીના એ પુત્ર હતા, ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા હતા, પરંતુ પ્રભુ નેમનાથના એક જ અખંડ ઉપદેશના યેગે વૈરાગ્ય પામી પ્રભુ પાસે દીક્ષિત બન્યા હતા. ચૌદપૂર્વને અભ્યાસ કરી, વીસ વર્ષની ઉગ્ર સંયમઆરાધના કરી, શત્રુંજય પર્વત પર સંથારો કરી તેઓ નિર્વાણ પામ્યા. (અંતકૃત)
૧૪ અનિકસેન, ભક્િલપુર નગરના નાગ ગાથાપતિની સુવાસા નામક સ્ત્રીના એ સૌથી મોટા પુત્ર હતા. તેમનું વૃત્તાન્ત અછતસેનના વૃતાન્તને મળતું છે.
૧૫ અનિરુ. તેઓ પ્રદ્યુમ્ન રાજાની વૈદરભી રાણીના પુત્ર હતા. ભગવાન નેમનાથના ઉપદેશે વૈરાગ્ય પામી તેમની પાસેદીક્ષિત થયા અને મહાત૫ કરી મેક્ષમાં ગયા. (અંતકૃત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com