________________
પુરમાં અદીનશત્રુ રાજાને આશ્રયે ગયો. ત્યાં તેણે મલિવરીનું રૂપ ચિતરી રાજાને બતાવ્યું. રાજા મહાધિન બન્યો.
મલીકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી રાજાએ ભરજા પાસે પિતાનો દૂત મોકલ્ય, અને એ રીતે તે સ્વયંવર મંડપમાં ગયે. (વૃત્તાન્ત શંખ રાજાને મળતું). ત્યાંથી પાછા ફરી અદીનશત્રુએ દીક્ષા લીધી અને મેક્ષમાં ગયો.
૧૨ અનાથો મુનિ. કૌશંબી નગરીના ધન સંચય નામક શ્રેષ્ઠિના તે પુત્ર હતા. યુવાવસ્થા થતાં પિતાએ તેમને પરણાવ્યા હતા. પુષ્કળ ધન સંપત્તિ, માતા, પિતા, સ્ત્રી, બહેન, ભાઈ અને વિસ્તૃત કુટુંબથી પરિવૃત હોઈ સર્વ પ્રકારે તે સુખી હતા. એક દિવસે તેમને આંખની અતિશય વેદના ઉપડી, અને તે વધતાં વધતાં શરીરનાં સમસ્ત ભાગ પર અનેક પ્રકારના દાહનવરાદિ રોગો થયાં. આ રોગો મટાડવા તેમના માતા પિતાએ અઢળક ધન ખર્ચે વૈદે દ્વારા અનેક પ્રકારના ઉપચારો કરાવ્યા; પરન્તુ અનાથી આ રોગ કઈ રીતે નષ્ટ ન થ. અનાથી ચિંતાગ્રસ્ત બન્યા.
એક દિવસે “આ રોગ શાથી?' એ સંબંધી અનાથીએ (અપર નામ ગુણસુંદર) વિચાર કર્યો, તે તેમને જણાયું કે પોતાના કર્માનુસાર જ સૌને સુખદુઃખ ભોગવવા પડે છે. આથી તેમણે એ નિશ્ચય કર્યો કે, “જે મારી આ વેદના નાશ પામે, તે હું ચારિત્ર ગ્રહણ કરી સંસારને ત્યાગ કરીશ.” શુભ ભાવના અને પૂર્વ યોગે તેજ રાત્રિએ તેમની આ વેદના કાંઈક શાંત થઈ, અનાથીને તે રાત્રીએ ઉંધ આવી, અને જોતજોતામાં પ્રાતઃકાળ થતા, અનાથી સર્વ રોગોથી મુકત બન્યા. બીજે દિવસે સંસારના પરિતાપનું અને સંયમ માર્ગનું આબેહુબ વૃત્તાન્ત તેમણે પોતાના માતાપિતા, સ્ત્રી આદિને કહ્યું અને તે સર્વની રજા મેળવી, તેઓ દીક્ષિત બનીને ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com