Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002171/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર मैकेहिदिखामकिन वारमयागणपवाव लन्सयाएकन करासामितिमिरा ययासिस्कोखारोग सिमामामविकर मतिम रोदिदिवामखिजारमगाममियाणंचानिमाश्याग दियाममतामयानिवारमयागारागिदिन्य मयानुरामामा यिगिरिज्यूमदार याईचारमयागणेपवावदियारोवारमानिदियाणबारमायशादियानमलियररियागांचास्मामम्मिविश्यमा बारमारपिबाव महाजम्ममयाापकनामंरकदिवाममरिमितिारामाचतमामयंगदिवउरिमिद्यनियिमयुमियर निमाविमच्यमिय दिएकरावामिन्यनिमिसयाटियाग्दवामिनपादनामदादविक्दियामंमियाणि रावयापयामिमा सुयन्दवयापणामामाती पमायणमिस्कियलागीपवंयवादविमतिकरितंगामसामिाजवायनंनवसंवतश्यावर्षकामिकरि । पलिमामामनिकालिखिनाविरनंदवार ४नsीपो.मभहावाह-१ Page #2 -------------------------------------------------------------------------- ________________ 60000 1699 આચાર્ય શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિરચિત નાપાંતર હાદેશપ્રસાદ મજ વાપ- 28RVARAYANYASA YRIR YTRYNURYAVRYDYA (સ્તંભ ૫ થી ૯, વ્યાખ્યાન ૬૨ થી ૧૩૫) શ્રાવકના પાંચ અણુવત અને ત્રણ ગુણવત વૃષ્ટાંતયુક્ત વિવેચન સહિત ગૂર્જર અનુવાદક સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રકાશક જૈનબુક ડીપો ૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૨૩૫૬૧૫૪ પ્રાપ્તિસ્થાન જશવંતલાલ ગિરઘરલાલ શાહ જેન પ્રકાશન ભૌદિર ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન પ૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭ પાંચ ભાગના સેટની કિંમત S2 પ્રથમવૃત્તિ રૂપિયા પાંચસો. ઈ.સ. ૨૦૦૧ YAUA YAU2 YNUR &RXXRVERYXRXQURU 889 : Page #3 -------------------------------------------------------------------------- ________________ CANDYACTUREDERERERETUREDLEREDERERERETERITURIKURIDH GAYRIDURIDERED REDUREAURETURN ઋણ સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોધન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ આકાશમાં સૂર્ય ઊગે છે અને ધરતી ૫૨ ૨હેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદચમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે અને આત્મામાં સદ્ગુણોનો ઉદ્ધ થવા લાગે છે પણ સબૂર ! સદ્ગુણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઇએ તો જ માનવું કે હૃદયમાં જિનવાનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ...... મુદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩૫૬૮૦૬ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર શંખેશ્વર તથા સૂરત Serving Jinshasan અજય સેવંતિલાલ જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨ 099338 gyanmandir@kobatirth.org શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ભોજનશાળા સામે, શંખેશ્વર-૩૮૪૨૪૬ ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ ચીકપેઠ, બેંગ્લોર-૫૬૦૦૫૩ UNDERERUN O CRETURERURTURERGEREDEREAUDEDURES Page #4 -------------------------------------------------------------------------- ________________ YRRA Y RURYHUR YRA DAUD 8 28888888 પ્રસ્તાવના GALE & REAL BERHAMPYA AYE YRA YRA YRA YRA SUSA YRA અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જ આ જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે. જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આ આરાઘનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાથેનામાં જોડાતા નથી અને વિરાધનાથી અટકતા નથી. બાળજીવોને આરાધનામાં જોડવા માટે ઘર્મનું બળ શું છે છે...ઘર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાધનાથી અટકાવવા માટે જ વિરાઘનાનું ફળ બતાવવું પડે. પુણ્યબંઘનું આકર્ષણ જીવને ઘર્મમાં જોડે છે અને એ પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે અથવા પાપનો રસ છે ઓછો કરાવે છે. પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોઘદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોઘક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાઘકને તેમાંથી સાધનામાટેનું બળ મળે તેવો ગ્રંથ છે. આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દ્રષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજય લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ત્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દ્રઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી છે. જૈનસમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે. પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદિ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની દસ ગણતરીએ બઘા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો છે છે વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, હું જ જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પનું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બઘા પર્વો માટે સમજી લેવું. આ આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા શ્રી RISYRERURSA RURSÝRR YRSA YMERYWR FEBRER YRRYTYR YRERURUR YRA YRA N A UD Page #5 -------------------------------------------------------------------------- ________________ OSTR8 RSDXDXDXDXDXDXDXDXDXYTURYRA YRA YPYRYNYDYRUS XAYR YR YOUR YRYBDYRX88XX TYRE જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દૃઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. સમકિત, સમતિના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છા આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ; નવનિલવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દૃષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે. પ્રસ્તુત ભાગ ૨માં ૭૪ વ્યાખ્યાનમાં શ્રાવકના પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત ઉપર વિસ્તારથી વર્ણન કરેલ છે. પાંચ અણુવ્રત આ પ્રમાણે છે-(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) સ્વદારસંતોષ (પદારાનો ત્યાગ) (૫) પરિગ્રહ પરિમાણ. ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે–(૧) દિગ્વિતિ (૨) ભોગોપભોગ પરિમાણ (૩) અનર્થદંડ. પ્રસંગોપાત્તા ચાતુર્માસના હું વ્રતો, રાત્રીભોજન, શુદ્ધ વ્યાપાર તથા વ્યવહાર, ઘર્મ-અર્થ-કામનો અન્યોન્ય સંબંધ, જુગારના દોષો વગેરે વિષયો પણ સ્પર્શેલાં છે. એકંદરે ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલો છે. ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનીવર્ગ અને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુધારી શકાય. પ્રકાશક જશવંતલાલ ગિરઘરલાલ શાહ AXRX28XXXX%282 YRA YRA YRER SHYAPTER XX88 URLR YRA YRA NORRTRX RERURUS Page #6 -------------------------------------------------------------------------- ________________ 282828288V XRXYXX RR YR YN YRA YR888 DURAXXX2X WAY288 2828288 289 2888 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર વાગ ૨ અનુક્રમણિકા (સ્તભ થી ૯) (વ્યાખ્યાન ક૨ થી ૧૩૫) વિષય પૃષ્ઠT વિષય (સ્તંભ વ્યાખ્યાન ૭૦. દયાનું ફળ વ્યાખ્યાન ૬૨ શાંતિનાથજીના પૂર્વભૂવની કથા પ્રથમ અણુવ્રત–પ્રાણાતિપાત વિરમણ ૧ મુનિસુવ્રતપ્રભુની કથા છે ગૃહસ્થને અણુવ્રત ગ્રહણ કરાવતાં સાધુને વ્યાખ્યાન ૭૧ જીવોની હિંસાની અનુમોદના લાગતી નથી અનુબંઘ હિંસા છે. તે ઉપર એક શેઠના છ પુત્રોની કથા ૧ બ્રહ્મદત્ત ચક્રીની કથા પ્રથમ અણુવ્રત પર કુમારપાળની કથા ૪ વ્યાખ્યાન ૭૨ વ્યાખ્યાન ૬૩ હિંસકની હિંસા પણ વર્ય મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવાવિશ્વા)૬ આર્દ્રકુમારની કથા પ્રથમવ્રતના પાંચ અતિચાર વ્યાખ્યાન ૭૩ કુમારપાળ પ્રબંઘ હિંસાના સ્થાન પણ વર્યુ વ્યાખ્યાન જ મચ્છીમાર ચોરની કથા હિંસાના અભાવથી વિરતિ વ્યાખ્યાન ૭૪ જિનદાસ શ્રાવકની કથા હિંસા અને અહિંસાનું ફળ વ્યાખ્યાન ૫ કુલક્રમાગત હિંસા ત્યાજ્ય સૂર અને ચંદ્રકુમારની કથા હરિબલ માછીની કથા સ્થંભ ૬ વ્યાખ્યાન ઉક વ્યાખ્યાન ૭૫ હિંસાનું ફળ દ્વિતીય અણુવ્રત–મૃષાવાદવિરમણ છે. મૃગાપુત્રની કથા ૨૧ વસુરાજાની કથા વ્યાખ્યાન ૬૭ વ્યાખ્યાન ૭૬ હિંસાના સંકલ્પનું ફળ અસત્યના ભેદ દાસીપુત્રની કથા ૨૩ શ્રીકાંત શ્રેષ્ઠીની કથા વ્યાખ્યાન ૬૮ દ્રૌપદીના સત્યનું દ્રષ્ટાંત કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ ૨૫ વ્યાખ્યાન ૭૭ કુમારપાળ રાજાની કથા ૨૫ | મૃષાવાદ-વિરમણવ્રતના બે અતિચાર પર વ્યાખ્યાન ૭૯ કૌશિક તાપસની કથા જ હિંસક વચન બોલવાનું ફળ ૩૧ | નિંદા કરનાર બ્રાહ્મણીની કથા પ૩ છે છે ચંદ્રા અને સર્ગની કથા વેગવતીની કથા ૫૪ X XXL 8888 88 YTL YR YARD BURUR YRSYRA YR8RRA XX AX AXDUR 8888 88888 પર Page #7 -------------------------------------------------------------------------- ________________ PEREDERIKERUDURESRETURERERETUR પૃષ્ઠ | વિષય FEDERERIDERITERIA FRUTEREADERSDEREACTUREREREREREJUD વિષય વ્યાખ્યાન ૭૮ મૃષાવાદ વિરમણ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર પુણ્યસારની કથા બે સર્પની કથા વ્યાખ્યાન ૭૯ સત્યનું માહાત્મ્ય હંસરાજાની કથા અને ૮૦ ત્રીજું અણુવ્રત–અદત્તાદાન વિરમણ રોહિણેય ચોરની કથા વ્યસન ૮૩ ચોરીના નઠારાં ફળો લોહખુર ચોરનું દૃષ્ટાંત ને ૮૧ અદત્તાદાન વિરમણવ્રતનું વિશેષ વર્ણન ૬૩ ૫રમાર્હત રાજા કુમારપાળની કથા અને ૮૨ ૬૩ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર૬૬ પંચક શ્રેષ્ઠીની કથા ૬૮ બાબ ૮૪ અસ્તેયવ્રતનું ફળ લક્ષ્મીપુંજની કથા canbe Cu ચોથું અણુવ્રત–પરદારાનો ત્યાગ નાગિલની કથા વ્યાખ્યાન ભાવશીલની મહત્તા કુમારચંદ્ર અને દેવચંદ્રની કથા વ્યાખ્યાન ૮૦ ચોથા અણુવ્રતના પાંચ અતિચારો રોહિણીની કથા વ્યાખ્યાન ૮૮ ૫૫ ૫૫ ૫૬ બ્રહ્મચર્ય રક્ષાથી લાભ જિનપાળની કથા ૫૮ ૫૮ ૬૦ ૬૧ ૬૯ ૭૦ ૭૨ ૭૩ ૭૫ ૭૬ ૭૮ ૭૮ ८० ૮૧ ૮૩ ૮૪ વ્યાખ્યાન ૮૯ ૮૫ બ્રહ્મચર્ય-મંગથી બધાં વ્રતોનો ભંગ વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા ૮૬ વ્યાખ્યાને ૯૦ સ્ત્રીઓના દોષ ભર્તૃહરિ રાજાની કથા સ્તંભ ) વ્યાખ્યાન ૯૧ અત્યંત કામાસક્તિનું પરિણામ અનંગસેન સોનીની કથા આમ ૯૨ શીલવ્રતનો મહિમા અંજના સતીની કથા વ્યાખ્યાન ૯૩ કુશીલનું ફળ | સુકુમાલિકાની કથા થાન ૯૪ સંસર્ગના દોષો વલ્કલચીરી મુનિનો પ્રબંધ આખ્યાન ૧ રાગાંધનું વિવેક વિકળપણું અઢાર નાતરાનો પ્રબંધ Canwend ES વિષયસુખની અત્યંત અલ્પતા મધુબિંદુનું દૃષ્ટાંત વ્યાખ્યાને ૯૯ પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં ચંદન મલયાગિરિની કથા CRETURETURFTUANTEERS PURETERITY વ્યાખ્યાન ૯૭ વિષયીને શીલનો પાઠ શીખવવો શીલવતીની કથા વ્યાખ્યાન ૯૮ શીલનો અચિંત્ય મહિમા કલાવતીની કથા પૃષ્ઠ ૮૯ ૮૯ ૯૨ ૯૨ ૯૪ ૯૪ ૪ ૩ ૢ ? ? ? ૧૦૦ ૧૦૩ ૧૦૫ ૧૦૬ ૧૦૮ ૧૧૦ ૧૧૦ ૧૧૩ ૧૧૪ ÉNETEDETUREDYRETURETERETEYREDERUDERIDERED Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૧૬ ૧૫૦ ૧૨૭ tan DU DRUHYRE URRAUMAURER BRYMERY YHLAWAYNUR URDU URDU PORUKA s! વિષય ૦ ૧૦. ભાગ ૧૧૧ હુ રીજાતિનો ત્યાગ કર્તવ્ય દિગ્વિરતિ વ્રતનાં પાંય અતિચાર ઇલાયચી કુમારની કથા કુમારપાળ રાજાનો પ્રબંધ વ્યાખ્યાન ૧૧ વ્યાખ્યાન ૧૧૨ શીલવ્રત ઉપાદેય ૧૧૮ દિગ્વિરતિ વ્રતથી લોભ-વિરોઘ મલ્લિનાથની કથા ૧૧૯ ચારુદત્તની કથા ૧૫૦ વ્યાખ્યાન ૧૦૨ વ્યાખ્યાન ૧૧૩ મૈથુનના દોષો ૧૨૧ | દિગ્વિરતિ વ્રતનું ફળ 8 સત્યફી વિદ્યાઘરની કથા ૧૨૨ મહાનંદકુમારની કથા વ્યાખ્યાન ૧૦૩ વ્યાખ્યાન ૧૧૪ સ્ત્રીચરિત્ર અગમ્ય ૧૨૪ બીજ ગુણવ્રત-ભોગપભોગ પરિમાણ ૧૫૬ નુપૂરપંડિતાની કથા ૧૨૪ સચિત્તનું સ્વરૂપ વ્યાખ્યાન ૧૦૪ | (ચૌદ નિયમોની વ્યાખ્યા) ૧૫૬ ચાતુર્માસના વ્રતોનું વર્ણન વિરપ્રભુના તથા અંબડ પરિવ્રાજકના વિજયશ્રી કુમારની કથા ૧૨૯ શિષ્યોનું દૃષ્ટાંત વ્યાપન ૧૦૫ કામની દયનીય દશા વ્યાખ્યાન ૧૧૫ ૧૩૨ મુંજરાજાની સંક્ષેપ કથા ૧૩૩ ચાર મહાવિગઇનો ત્યાગ મઘનું પુરાણોમાં પણ ત્યાજ્યપણું વ્યારા ૧૭૬ વ્યાખ્યા ૧૧૦ પાંચમું અણુવ્રત-પરિગ્રહપારેમાણ ૧૩૭. યાર મહાવિચઇ સિવાયના બાવીસ વિદ્યાપતિની કથા ૧૩૭ અભક્ષ્ય ૧૬૩ | લાપસાર છ૭ મૃતિકાના સંબંઘમાં વિશેષ વિચાર આ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર ૧૩૯ રાત્રીભોજન સંબંધી વિશેષ વ્યાખ્યાન પેથડ શ્રાવકની કથા ૧૪૦ વનમાળાનું દ્રષ્ટાંત - વ્યાખ્યાન ૧૦૮ વ્યાખ્યાન ૧૧૭ એ પરિગ્રહના દોષ ૧૪૨ રાત્રિભોજનનું વિશેષ વર્ણન જ મમ્માણ શેઠનો પ્રબંધ ૧૪૨ | ત્રણ મિત્રોની કથા વ્યાખ્યાન ૧૦૯ એકડાક્ષની કથા ૧૬૮ પરિગ્રહ એ પાપનું મૂળ છે. ૧૪૩ વ્યાખ્યાન ૧૧૮ S સોમ અને શિવદત્તનો પ્રબંધ ૧૪૪ બાવીશ અભક્ષ્યમાંના બાકી અભક્ષ્ય ૧૬૯ વ્યાખ ૧૧૦ વ્યાપમાન ૧૧૯ છે પ્રથમ ગુવ્રત–દિગ્વિાતિ ૧૪૫ | ચલિતરસ સિંહ છેષ્ઠીની કથા ૧૪૬ | ગુણસુંદરની કથા ૧૭૧ fans282envanae' AU URSURURYABR ORLARRURYS YRVARERX RESUME RESTUS જ ટ ૧૭૧ 287 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૮0. UDRURSA XARXARXARXAY®YRA YRA YRA YAPRYLYYDYR YRA DO XXX DADURA વિષય પૃષ્ઠ | વિષય વ્યાખ્યાન ૧૦ વ્યાખ્યાન ૧૨૮ રે અજાણ્યું ફળ વિર્ય ૧૭૩ માયા-કપટનું ફળ વંકચૂલની કથા મહણસિંહનો પ્રબંઘ સ્તંભ ૯ ઘર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિની કથા વ્યાખ્યાન ૧૨૧ વ્યાખ્યાન ૧૨૯ સાતમાવ્રતની અંતર્ગત અનંતકાયનું સ્વરૂપ ઘર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંઘ ૧૭૭ અહમદ બાદશાહની કથા ઘર્મચિની કથા ૧૭૯ ઘનદત્ત શેઠની કથા વ્યાખ્યાન ૧૨૨ વ્યાખ્યાન ૧૩૦ ભોગના પાંચ અતિચાર વિશ્વાસઘાત એ ઘર્મરાજાની કથા વિસેમિરાની કથા વ્યાખ્યાન ૧૩૧ વ્યાખ્યાન ૧૨૩ કર્માદાનના પંદર અતિચાર ત્રીજું ગુણવ્રત-અનર્થદંડ પરિહાર ૧૮૩ વૃત તથા ચર્મના વ્યાપારીની કથા ૧૮૪ કુરુડ અને ઉકુરુડ મુનિની કથા વ્યાખ્યાન ૧૩૨ વ્યાખ્યાન ૧૨૪ અનર્થદંડના બીજા ભેદો કર્માદાનના છેલ્લા પાંચ અતિચાર ૧૮૬ પ્રમાદાચરણની વિશેષ વ્યાખ્યા તિલભટ્ટની કથા ૧૮૬ સ્યાનદ્ધિ નિદ્રા ઉપર પાંચ દ્રષ્ટાંતો ૨૧૩ વ્યાખ્યાન ૧૫ નિદ્રાના દોષ ન્યાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન ૧૮૯ વ્યાખ્યાન ૧૩૩ એ યશોવર્મા રાજાની કથા ૧૯૦ પ્રમાદનો પાંચમો ભેદ-વિકથા વ્યાપચાળ ૧૨૬ વિકથા ઉપર રોહિણીની કથા હું શુદ્ધ વ્યાપાર ૧૯૨ વ્યાખ્યાન ૧૩૪ છે ઘૂર્ત વણિકનું દ્રષ્ટાંત ૧૯૨ પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન ૨૧૭ છે. ભોળા વણિકપુત્રનું દ્રષ્ટાંત ૧૯૩ ઉલ્લેચ બાંઘવા ઉપર મૃગસુંદરીની કથાર ૧૮ વ્યાખ્યાન ૧૨૭ - વ્યાખ્યાન ૧૩૫ શુદ્ધ વ્યવહાર ૧૯૭ પ્રમાદાચરણના બીજા ભેદ કૃપણતા ન કરવા ઉપર બે પ્રબંઘ ૧૯૭ | જુગાર વિષે પુરંદર રાજાની કથા ૨૨૨ લક્ષ્મી અને દારિત્ર્યનો સંવાદ ૧૯૮ પરિશિષ્ટ પુણ્ય પાપના ચાર પ્રકાર ૧૯૯ કથાઓ તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકાર ૨૪ FARUR YRSA YRA YRA RUA YRA DURURUXA288 289,8 ૨૧૧ ૨ ૧૪ YURURUREDYA INE PIE ARXDXRX8888888888888UNLARUR Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મીપિ વિરચિત થી પારનાદબાપાનાર ભાગ-૨ (રાંત પ) વ્યાખ્યાન ૨ પ્રથમ અણુવ્રત-પ્રાણાતિપાત વિરમણ પ્રથમ ખંડમાં સમકિત સંબંધી વર્ણન કર્યું, તે તત્ત્વ જાણવાથી પ્રાપ્ત થાય છે, અને તે સમ્ય શ્રદ્ધાનરૂપ સમક્તિ જેને હોય છે તેને પ્રાયે વ્રત પણ પ્રાપ્ત થાય છે. એ સંબંધી આવેલો વ્રતો સંબંધી અધિકાર આ બીજા ખંડમાં કહેવામાં આવશે. अणुव्रतानि पंचैव, गुणानां च व्रतत्रिकम् । शिक्षाव्रतानि चत्वारि, द्वादशैते भिदा मताः॥१॥ ભાવાર્થ-પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એ પ્રમાણે વ્રતના બાર ભેદ છે. પાંચ અણુવ્રતોમાંનું પહેલું અણુવ્રત સ્થૂલ જીવોની હિંસાનું નિવારણ તે ગૃહસ્થ શ્રાવકોએ વિવિઘ ત્રિવિધ ભાંગાએ ગ્રહણ કરવું. “શૂલ જીવ' એ શબ્દથી દ્વાદ્રિયાદિ ત્રસ જીવો ગ્રહણ કરવા. આદિ' શબ્દથી નિરર્થક સ્થાવર જીવોની પણ હિંસા દ્વિવિઘ ત્રિવિધે ન કરવી. તે પ્રથમ અણુવ્રત ગૃહસ્થ શ્રાવકોએ હર્ષથી ગ્રહણ કરવું. તે દ્વિવિઘ ત્રિવિઘનું સ્વરૂપ આ પ્રમાણે છે–સ્થૂલ જીવોની હિંસા કરવી નહીં અને કરાવવી નહીં એ દ્વિવિઘ, અને મન વચન કાયાએ કરવી નહીં અને કરાવવી નહીં એ દ્વિવિઘત્રિવિઘ. “આદિ' શબ્દથી એકવિઘ એકવિઘ પણ થાય છે. અહીં હિંસાદિકની વિરતિ કરે છે, તે સ્થળે જીવની હિંસા મન વચન કાયાએ કરતા નથી અને કરાવતા નથી, પણ તેને અનુમોદનાનો પ્રતિષઘ નથી; કારણકે ગૃહસ્થને સંતાન વગેરે પરિગ્રહ હોય છે તેથી તેને અનુમોદનાનો સંભવ છે. અહીં કોઈ શંકા કરે કે, શ્રી ભગવતીસૂત્રમાં ગૃહસ્થને પણ ત્રિવિશં ત્રિવિશેન' એટલે ત્રિવિષે ત્રિવિષે પ્રત્યાખ્યાન કહેલ છે. તે કથન આગમોક્ત હોવાથી નિર્દોષ હોવું જોઈએ, માટે તે પ્રમાણે અહીં કેમ નથી કહેતા? તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે, તે પ્રમાણે ત્રિવિધ ત્રિવિઘ ભંગનું અવિશેષપણું છે, એટલે અલ્પ ઠેકાણે તેનું વ્યાપકપણું છે. તે આ પ્રમાણે–જે પુરુષ દીક્ષા લેવાને ઇચ્છતો હોય છે અથવા જે અંત્ય સમુદ્રમાં રહેલા અભ્યાદિકના માંસનું પચખાણ કરે કે ખાસ ઘારીને કોઈ અમુક પ્રકારની (બિલકુલ અગવડ વિનાની) સ્કૂલ જીવહિંસાથી વિરતિ કરે તે ત્રિવિઘ ત્રિવિધેન' એમ ઉચ્ચરીને નિયમ ગ્રહણ કરે, પણ ઘણું કરીને “દ્વિવિઘ ત્રિવિઘ' ભાંગે ગ્રહણ કરે. એમાં “આદિ' શબ્દ લીઘેલો છે, તેથી દ્વિવિઘ દ્વિવિઘએ બીજો ભાંગો; દ્વિવિઘ એકવિઘ' એ ત્રીજો ભાંગો. “એકવિઘ ત્રિવિદ્ય' એ ચોથો ભાંગો. “એકવિઘ દ્વિવિઘ' એ પાંચમો ભાગો અને “એકવિઘ એકવિઘ એ છઠ્ઠો ભાંગો. એમ છ ભાંગા પહેલા અણુવ્રતમાં કહેલા છે. તેવી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ રીતે બીજા વ્રતોમાં પણ છ ભાંગા જાણી લેવા. પહેલા વ્રતમાંના જે છ ભાંગા કર્યા તેને સાતે ગુણીને તેમાં છ ઉમેરવાથી અડતાળીશ ભાંગા થાય છે. તેવી રીતે આગળના વ્રતોના પણ થાય છે. એમ બારમા વ્રત સુધી જાણી લેવા. એકંદર એકસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી, એમ બારે વ્રતના પરસ્પર સંયોગી ભાંગા કરતાં સર્વ ભાંગાની સંખ્યા તેરસે ને ચોરાશી કોટી, બાર લાખ, સત્યાશી હજાર અને બસોની થાય છે. અહીં આ વિષે ઘણું જાણવાનું છે તે ‘શ્રાવક વ્રતભંગ પ્રકરણ’’ તથા ‘‘ધર્મરત્ન’” વગેરે ગ્રંથોથી જાણી લેવું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “જે મુનિઓ ગૃહસ્થ તથા રાજાદિકના અભિયોગ (આગાર) વિના સ્થૂલ પ્રાણીઓની હિંસાથી જ નિવૃત્તિ કરાવે તેમને સ્થાવર હિંસા સંબંધી અનુમતિનો દોષ લાગે અને તેથી મુનિઓને સર્વવિરતિપણાની હાનિનો પ્રસંગ આવે, અને ગૃહી શ્રાવકોને એ પ્રકારે પચખાણ કરતાં પોતાની કરેલી પ્રતિજ્ઞામાં અતિચાર પ્રાપ્ત થાય; કેમકે જે સ્થાવર જીવ છે તે ત્રસપણે ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવ સ્થાવરપણે ઉત્પન્ન થાય છે, તો કરેલો નિયમ ન સચવાયાથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. જેમકે કોઈએ નગરવાસી જનને મારી નાખવો નહીં.* એવી જે કાળે પ્રતિજ્ઞા કરી તે કાળે જે કોઈ નગરમાં હોય અને પછી ઉદ્યાનમાં જાય તે માણસને નગરવાસી નહીં ગણીને જો તે હણી નાખે તો તેને પ્રતિજ્ઞા ભંગ કર્યાનો દોષ કેમ નહીં લાગે? એમ શ્રાવકે ત્રસપણામાં રહેલા જીવને મારવાની નિવૃત્તિ કરી, પણ જ્યારે તે જીવ સ્થાવ૨૫ણાને પ્રાપ્ત થયો, ત્યારે તેને મારવાથી તો ઉપર પ્રમાણે દોષ કેમ ન લાગે? અવશ્ય લાગવો જોઈએ. તેથી પચખાણ કરનાર અને કરાવનાર બન્નેની પ્રતિજ્ઞાનો લોપ થાય છે.’’ તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે—અરે શિષ્ય, તને આ શો વ્યામોહ થયો છે, કે જેથી આવો અણસમજભરેલો પક્ષ કરે છે? ગૃહી શ્રાવકો જ્યારે સાધુ પાસે વ્રત લેવા આવે છે, ત્યારે તે કહે છે કે, હે મુનિવર્ય! અમે અણગારપણું (સાધુપણું) લેવાને શક્તિમાન નથી, પણ અમે નિરપરાધ ત્રસ કાય જીવનો વધ ન કરવાનું પચખાણ પાળવાને શક્તિમાન છીએ. આવી ધારણા કરીને તેઓ વ્રત લે છે, તેથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. વળી તેઓ રાયમિયોમેળ વગેરે છ છીંડીઓ સહિત વ્રત અંગીકાર કરે છે, તેથી રાજાદિકના અભિયોગથી કદી ત્રસ જીવનો વધ કરવો પડે, તોપણ તેમના વ્રતનો ભંગ થતો નથી. આ સંબંધમાં એક કથા છે તે આ પ્રમાણે ગૃહસ્થને અણુવ્રત ગ્રહણ કરાવતાં સાધુને જીવોની હિંસાની અનુમોદના લાગતી નથી તે ઉપર કથા રત્નપુર નામના નગરમાં રત્નશેખર નામે રાજા હતો. એક દિવસ તેણે પોતાના અંતઃપુરની સ્ત્રીઓને અને નગરના લોકોને સ્વેચ્છાએ ક્રીડા કરવાને માટે કૌમુદી મહોત્સવ કરવાની આજ્ઞા આપી; અને નગરમાં એવી આઘોષણા કરાવી કે રાજા વગેરે સર્વ પુરુષોએ ઉદ્યાનમાં આવવું, કોઈએ નગરમાં ન રહેવું. આથી સર્વેએ તેમ કર્યું. એ વખતે એક વણિકના છ પુત્રો ક્રયવિક્રય વગેરે વ્યાપારમાં વ્યગ્ર હોવાથી નગરમાં જ રહી ગયા અને રાજસેવકોએ શહેરના દરવાજા બંધ કરી દીધા. બઘા નીકળી ગયા પછી રાજાએ પુરરક્ષકોને કહ્યું કે, તપાસ કરો કે નગરમાં કોઈ પુરુષ છે * અહીં નગરમાં હોય તેને ન મારવો, પણ ઉદ્યાનમાં હોય તેને મારવો એવો અર્થ નીકળે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૨] પ્રથમ અણુવ્રત–પ્રાણાતિપાત વિરમણ કે નહીં? તપાસ કરતાં તે છ વણિક પુત્રો તેમના જોવામાં આવ્યા, તેથી તેમને દોરડાવડે બાંધીને રક્ષકો રાજા પાસે લાવ્યા. રાજાએ કોપ કરીને તેમનો વઘ કરવાની આજ્ઞા કરી. કહ્યું છે કે – आज्ञाभंगो नरेंद्राणां, महतां मानमर्दनम् । मर्मवाक्यं च लोकाना-मशस्त्रवधमुच्यते ॥१॥ ભાવાર્થ- રાજાઓને આજ્ઞાનો ભંગ, મોટા લોકોને અપમાન અને લોકોને મર્મવચન તે શસ્ત્ર વગરનો વઘ કહેવાય છે. રાજાએ કરેલા હુકમની વાત સાંભળીને તે છ પુત્રોનો પિતા શોકાકુલ થઈ રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે, હે દેવ! મારા કુળનો ક્ષય કરો નહીં. મારું સર્વ ઘન લઈ લો, પણ મારા પુત્રોને છોડી મૂકો. તથાપિ રાજાએ કોઈ રીતે તેમને છોડ્યા નહીં. પછી પિતાએ સર્વનો ઘાત થતો જોઈ તેમાંથી પાંચ પુત્રોને છોડવાની પ્રાર્થના કરી. રાજાએ તેમ પણ કર્યું નહીં. પછી ચાર પુત્રોને માટે માગણી કરી, તો પણ રાજાએ માન્યું નહીં. પછી ત્રણ, બે અને છેવટે એક પુત્રને છોડવાની પ્રાર્થના કરી. તે વખતે સર્વ નગરજનોએ પણ વિજ્ઞપ્તિ કરી એટલે રાજાએ સર્વથી જ્યેષ્ઠ પુત્રને છોડી દીધો. આ દ્રષ્ટાંતની યોજના એવી છે કે, રાજા તે સમકિતઘારી ગૃહસ્થ શ્રાવક છે. તે સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ કરવાને (છ પુત્રોને છોડવાને) અશક્ત છે, તેને છકાય જીવના પિતારૂપ સાધુએ તે છોડવાની પ્રેરણા કરી, તો પણ સર્વવિરતિ કરવાને તે અંગીકાર કરતો નથી. એ પિતારૂપ મુનિ છકાય જીવની હિંસાથી વિરતિ કરાવવા ઇચ્છે છે, પણ રાજારૂપ શ્રાવક તેને છોડી દેવા અશક્ત છે. છેવટે એક જ્યેષ્ઠપુત્રરૂપ ત્રસ કાયવધ (સ્થૂલ હિંસા) છોડી શકે છે, એટલે સ્કૂલ હિંસાની વિરતિ ગ્રહણ કરે છે અને તે પ્રમાણે પાળે છે. તેથી પિતારૂપ સાધુ પોતાના આત્માને કૃતાર્થ માને છે. જેમ કે શેઠની પાંચ પુત્રોને મારવામાં કાંઈ અનુજ્ઞા નથી, તેમ સાધુને પણ પાંચ સ્થાવરોની હિંસામાં અનુમતિ લાગતી નથી, પણ શ્રાવક વ્રત લઈને જેટલો સંકલ્પવડે સ્કૂલ જીવોના વઘમાંથી નિવૃત્ત થાય છે, તેટલાના નિમિત્ત કારણ થવાથી તે મુનિને ઊલટો કુશલાનુબંઘ (પુણ્યબંધ) થાય છે. હવે ત્રસજીવ એટલે દ્વાંઢિયાદિ જીવો લેવા. જ્યારે ત્રસજીવનું આયુષ્ય ક્ષીણ થાય, તેમજ ત્રપણાની કાયસ્થિતિ પણ ક્ષીણ થાય, ત્યારે (તે કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બે હજાર સાગરોપમની છે) તે ત્રસ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી તેમજ બીજા પણ ત્રસ જીવોના કર્મનો ત્યાગ કરી એટલે કસપણે ત્યજી સ્થાવરપણામાં પાછા આવે છે. તેમજ જે સ્થાવર છે તે સ્થાવરપણાનું આયુષ્ય પૂરું કરીને અને સ્થાવરપણાની કાયસ્થિતિ પણ પૂર્ણ કરીને (સ્થાવરની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે. તેમાં અસંખ્ય પુલ પરાવર્તન થઈ જાય છે) તે પછી સ્થાવરપણાની કાયસ્થિતિનો અભાવ છે, તેથી સામર્થ્યને લીધે તે ત્રાસપણામાં પાછા અવતરે છે. તે ત્રાણામાં પ્રત્યેક વગેરે નામકર્મથી યુક્ત થાય છે. ત્રપણામાં ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. એ ઉપરથી સ્થાવરોથી ત્રસનું જુદાપણું સિદ્ધ થાય છે અને એથી જ શ્રાવકોએ ત્રસ જીવોની હિંસાથી નિવૃત્તિ કરેલી છે, સ્થાવર હિંસાથી નિવૃત્તિ કરેલી નથી. વળી આ ઠેકાણે નાગરિકનું દ્રષ્ટાંત પણ ઘટતું નથી, કારણકે જેનામાં નગરના ઘર્મ હોય તે બહાર Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ ઉદ્યાનમાં રહ્યો હોય તો પણ નાગરિક જ છે. તે કદી નગરના ઘર્મનો ત્યાગ કરતો નથી, પણ જો નગરના ઘર્મનો સર્વથા ત્યાગ કરે તો તે નાગરિક જ ન કહેવાય. તે જુદો જ કહેવાય. તેમ અહીં ત્રણ જીવ પણ જ્યારે સ્થાવરપણાને પામે છે, ત્યારે તે જુદો જ કહેવાય છે, તેથી કદી કોઈ કારણે તેની હિંસા થાય તો તેથી કરી ગૃહી શ્રાવકને વ્રતનો ભંગ થતો નથી એથી હે શિષ્ય! તારો પક્ષ અયુક્ત છે. આ વિષે વિશેષ જાણવું હોય તો “શ્રી સૂયગડાંગ સૂત્ર”ની દીપિકામાંથી જાણી લેવું. આ વ્રત કુમારપાળે મુખ્ય ભાંગાથી સ્વીકાર્યું હતું. તેનો અધિકાર આ પ્રમાણે છે– પ્રથમ અણુવ્રત પર કુમારપાળની કથા એક વખતે પાટણ નગરમાં શ્રી હેમચંદ્રાચાર્ય રાજસભામાં કહ્યું કે धर्मो जीवदयातुल्यो, न क्वापि जगतीतले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदया नृभिः॥१॥ गोपो बब्बूलशूल्यग्रे, प्रोतयूकोत्थ पातकात् । અષ્ટોત્તરશતવારાન, શૂતિવારોપમૃતઃારા ભાવાર્થ-“આ પૃથ્વી ઉપર જીવદયા જેવો બીજો કોઈ ઘર્મ નથી, તેથી મનુષ્યોએ સર્વ પ્રયત્નથી જીવદયા પાળવી. કોઈ એક ગોપે બાવળની શૂળી ઉપર જા પરોવી હતી તે પાપવડે તે એકસો ને આઠ વાર શૂળી ઉપર ચડીને મૃત્યુ પામ્યો હતો.” કેટલાક લોકો કહે છે કે, “જે સ્થાને ગાયો તૃષા રહિત થાય તેવા નવાણ કરાવનાર પોતાના સાત કુળને તારે છે, તેથી સર્વ પ્રયત્નવડે પૃથ્વી ઉપર જળાશયો કરાવવા.” અહીં ગાયોને પાણી પાવામાં જે દયા કહી છે તે અન્ય મત પ્રમાણે છે, કારણકે જળાશય કરાવવાથી પૃથ્વીકાય જીવોની, અકાય જીવોની અને પૂરા વગેરે અનેક ત્રસ જીવોની પણ હિંસા થાય છે. આ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી કુમારપાળે પ્રાણાતિપાત વિરમણ વ્રત લઈ પોતાના અઢાર દેશોમાં અમારી પળાવી અને બીજા દેશોમાં મૈત્રીવડે તેમજ બળવડે અમારી પળાવી. વળી પોતાના અઢાર લાખ ઘોડા, અગિયાર સો હાથી, એંશી હજાર ગાયો અને પચાસ હજાર ઊંટોને પાણી ગાળીને જળપાન કરાવવાની ગોઠવણ કરી. એક વખતે કુમારપાળ રાજા કાયોત્સર્ગે ઊભા રહેલ તેવામાં પગે મંકોડો ચોંટ્યો. તે વખતે પાસેના સેવકોએ તેને ઉખેડવા માંડ્યો. પણ રાજાએ મંકોડાને વ્યાકુળતા થતી જોઈ, તીક્ષ્ણ કાતરવડે પોતાની ત્વચા ઉખેડી મંકોડાને દૂર કર્યો. વળી તેણે એવો નિયમ લીઘો કે, વર્ષાઋતુના ચાર મહિના પોતાના નગરના દરવાજા બહાર જવું નહીં. એક વખતે આચાર્યે કુમારપાળને જળને ગાળીને પીવા વિષે પુરાણના શ્લોકો આ પ્રમાણે કહી સંભળાવ્યા त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे।। ततः कोटीगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥१॥ ग्रामाणां सप्तके दग्धे, यत्पापं जायते किल । તારં ગાયત્તે રઝન, નીરસ્થાનિતે ઘટે રા Page #14 -------------------------------------------------------------------------- ________________ संवत्सरेण एकान પ્રથમ અણુવ્રત–પ્રાણાતિપાત વિરમણ યસાપં, कैवर्तस्येह નાયતે | तदाप्नोति, ઊપૂતબનસંગ્રહી શા यः कुर्यात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः स योगी स महाव्रती ॥४॥ म्रियते मिष्टतोयेन, કૂતરા क्षारसंभवाः । क्षारतोयेन मिष्टानां न कुर्यात् संकुलं ततः ॥५॥ ભાવાર્થ—“વેદના પારંગત બ્રાહ્મણને સમગ્ર ત્રણ લોક આપવાથી જેટલું પુણ્ય થાય છે, તેનાથી કોટીગણું પુણ્ય વસ્રવડે પાણી ગાળીને પીવાથી થાય છે. વળી સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે, તેટલું પાપ અળગણ પાણીનો ઘડો વાપરવાથી થાય છે. મચ્છીમારને એક વર્ષમાં જેટલું પાપ લાગે છે તેટલું પાપ ગળ્યા વગરના જળને સંગ્રહી રાખનારને એક દિવસમાં લાગે છે. જે ગળેલા જળથી સર્વ કાર્ય કરે, તે મુનિ, તે મહાસાધુ, તે યોગી અને તે મહાવ્રતી કહેવાય છે. ખારા પાણીના ઉત્પન્ન થયેલા પૂરા મીઠા પાણીમાં મરી જાય છે અને મીઠા પાણીના પૂરા ખારા પાણીથી મરી જાય છે, તેથી ખારું અને મીઠું પાણી એકઠું કરવું નહીં.’’ વ્યાખ્યાન ૬૨] ૫ આવા પુરાણના શ્લોકો સાંભળીને કુમારપાળે તે શ્લોકો લખાવી તેના પત્ર લઈને પોતાના સેવકોને પોતાના રાજ્યમાં દરેક શહેરે અને દરેક ગામે જીવદયાને માટે મોકલાવ્યા. વળી રાજા કુમારપાળે ‘‘કોઈ હિંસા કરે છે કે નહીં?’’ એ જાણવા માટે ગુપ્ત બાતમીદારોને રાખ્યા હતા. તેઓ ગુપ્ત રીતે તેના વિશાળ રાજ્યમાં સર્વત્ર ફરતા હતા. એક વખતે એવું બન્યું કે, કોઈ ગામમાં ‘મહેશ્વર’ નામના કોઈ વણિકના કેશમાંથી તેની સ્ત્રીએ એક જૂ કાઢીને તે શ્રેષ્ઠીના હાથમાં મૂકી, એટલે તે મહેશ્વર શેઠે તેને મારી નાખી. તે રાજાના ગુપ્તચરોના જોવામાં આવ્યું તેથી તત્કાળ તે શ્રેષ્ઠીને જૂના કલેવર સાથે પકડીને પાટણ કુમારપાળ પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું, અરે શેઠ, આવી દુષ્ટ ચેષ્ટા કેમ કરી? શ્રેષ્ઠીએ કહ્યું, મહારાજ, આ જૂ મારા મસ્તકમાં માર્ગ કરીને મારું રુધિર પીતી હતી, તે અન્યાયથી મેં તેને મારી છે. કુમારપાળે કહ્યું, અરે દુષ્ટ, કેશ તો જૂને રહેવાનું સ્થાન છે. ત્યાંથી તે જીવને તેં સ્થાનભ્રષ્ટ કર્યો તેથી તું પોતે જ અન્યાયી છો. કદી તું જીવહિંસાથી ડર્યો નહીં, પણ શું મારી આજ્ઞાથી પણ ડર્યો નહીં? એમ કહી તેનો ઘણો તિરસ્કાર કર્યો. પછી તે મહેશ્વરે જીવિતરૂપ ભિક્ષા માગી એટલે દયાળુ રાજાએ કહ્યું કે, જા, તને છોડી મૂકું છું, પણ તું તારું સર્વ દ્રવ્ય ખર્ચીને આ જૂના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ‘‘યૂકાવિહાર’’ નામે એક પ્રાસાદ કરાવ, કે જેને જોઈને કોઈ પણ તેવો જીવવધ ન કરે. મહેશ્વર શેઠે તેમ કરવું સ્વીકાર્યું. કહ્યું છે કે– अमारिकरणं તસ્ય, वर्ण्यते किमतः परं । तेsपि कोऽपि यन्नोचे, मारीरित्यक्षरद्वयम् ॥१॥ ભાવાર્થ—“અહો, કુમારપાળ રાજાનાં અમારી કર્તવ્યનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં દ્યુતક્રીડામાં પણ કોઈ ‘મારી’ એવા એ બે અક્ષર બોલી શકતું નહીં.’’ એક વખતે રાજા કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર મિસ લગાડી ગધેડે બેસાડી તેની આગળ કાહલ વગેરે તુચ્છ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ વાજિંત્રો વગાડતાં તેને પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી લાકડી તથા મુષ્ટિ વગેરેથી તાડન કરાવી તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી પણ બહાર કાઢી મુકાવ્યા. ઇત્યાદિ ઘણાં વૃત્તાંતો શ્રી જિનમંડનસૂરિએ રચેલા કુમારપાળ ચરિત્રમાંથી જાણી લેવા. श्रीकुमारधरणीभृतःकथं, कथ्यतेऽत्र महिमा प्रमातिगः । यः कृपाव्रतमिहाश्रितः स्वयं, तन्मयं च निखिलं जगद् व्यधात् ॥१॥ ભાવાર્થ-“આ શ્રી કુમારપાળ રાજાની કથાનો મહિમા વચનથી અગોચર છે, તે રાજાએ પોતે દયાવ્રત લઈને સર્વ જગતને પણ દયામય કરી દીધું હતું.' વ્યાખ્યાન ૬૩ મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) હવે ગૃહસ્થ શ્રાવકોને મુનિથી સવાવિશ્વા (સવા વસા)ની દયા હોય છે તે બતાવે છે– __ आद्यव्रते गृहस्थानां, सहपादो विशोपकाः । दया हि दर्शिता पूज्यैः, नाधिका तु प्रकाशिता ॥१॥ ભાવાર્થ-“પૂજ્ય પુરુષોએ ગૃહસ્થ શ્રાવકોને માટે પ્રથમ દયાવ્રતમાં મુનિથી સવાવસા દયા દર્શાવી છે, તેથી અધિક દર્શાવી નથી.” અહીં સવાવસો દયા કેવી રીતે થાય તે ઉપર પ્રાચીન સૂરિઓ આ પ્રમાણે કહે છે थूला सुहमा जीवा, संकप्पारंभओ भवे दुविहा । सावराह निरवराहा, साविक्खा चेव निरविक्खा ॥१॥ ભાવાર્થ-સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારના જીવો, સંકલ્પ અને આરંભથી એમ બે પ્રકારે હણાય છે. તે જીવો વળી સાપરાધી અને નિરપરાધી એમ બે પ્રકારનાં હોય છે તથા તેની હિંસા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે થાય છે. તેનો ભાવાર્થ એ છે કે, પ્રાણીઓની હિંસા પ્રાણીના સ્કૂલ અને સૂક્ષ્મપણાથી બે પ્રકારે કહેલી છે. તેમાં સ્કૂલ એટલે ત્રસ જીવો અને સૂક્ષ્મ એટલે એકેંદ્રિય જીવ જાણવા. તેના પૃથ્વીકાય વગેરે પાંચ ભેદ છે, પણ તેમાં તે નહીં કે જે સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સર્વ લોકમાં વ્યાપી રહ્યા છે; કારણકે તેના વઘનો અભાવ છે. તેઓ તો પોતાના આયુષ્યના ક્ષય વડે જ મૃત્યુ પામે છે, તેથી તે જીવો સંબંધી અવિરતિજન્ય પાપબંઘ છે, પણ હિંસાજન્ય પાપબંઘ નથી. સાધુઓ તે બન્ને પ્રકારના (સ્કૂલ અને સૂક્ષ્મ જીવના) વઘથી નિવૃત્ત છે, તેથી તેમનામાં વીશ વસાની દયા હોય છે અને ગૃહસ્થને માત્ર સ્કૂલ જીવના વઘથી નિવૃત્તિ છે, કારણ કે તે પૃથ્વી, જલ વગેરેનો સદા આરંભી છે; તેથી દશવસા ઓછા થયા. હવે તે સ્થૂલ જીવનો વઘ પણ બે પ્રકારે છે–સંકલ્પથી અને આરંભથી. તેમાં સંકલ્પથી એટલે “આને હું મારું' એવા મનઃસંકલ્પથી જે હિંસા થાય છે. તેનાથી ગૃહસ્થ નિવૃત્ત થઈ શકે છે. પણ આરંભથી તે નિવૃત્ત થઈ શકતો નથી; કારણ કે ખેતી વગેરેના આરંભમાં ત્રસ જીવનો પણ ઘાત થાય છે. તે સિવાય પોતાનો તથા સ્વજનનો નિર્વાહ થઈ શકતો નથી. એથી દશ વસામાંથી વળી પાંચ ગયા એટલે પાંચ બાકી રહ્યા. હવે સંકલ્પથી ત્રસજીવની Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) હિંસામાં પણ સાપરાથી અને નિર૫રાથી એમ જીવ આશ્રયી બે ભેદ છે. તેમાં ગૃહસ્થ નિરપરાધીની હિંસાથી નિવૃત્ત થઈ શકે છે, પણ સાપરાધીને માટે તો તેના અપરાઘના નાના મોટાપણા સંબંઘી વિચાર કરવો પડે છે; તેથી તેના ગુરુ અપરાધમાં તેના વધનો સંકલ્પ પણ કરે છે. તેથી પાંચ વસામાંથી અઢી વસા ગયા. તે નિરપરાધીના વધના ત્યાગના પણ બે પ્રકાર છે, સાપેક્ષ અને નિરપેક્ષ. તેમાં ગૃહસ્થ નિરપેક્ષ હિંસાથી નિવૃત્ત થઈ શકે છે, પણ સાપેક્ષ હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી. એટલે નિરપરાધી એવા પણ ભારવહન કરનારા પાડા, બળદ, ઘોડા વગેરેને તેમજ પઠન કરવામાં પ્રમાદી એવા પુત્રાદિકને સાપેક્ષપણે વધ બંઘનાદિ કરે છે; તેથી અઢી વસામાંથી અર્થ જતાં બાકી સવા વસો રહે છે. તેથી ગૃહસ્થ શ્રાવકને સવાવસો દયા કહેલી છે. એ પ્રમાણે શ્રાવકનું પહેલું અણુવ્રત છે. તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર ત્યાગ કરવા યોગ્ય છે તે કહે છે– क्रोधाद् बंधश्छविच्छेदो - ऽधिकभाराधिरोपणम् । प्रहारोऽन्नादिरोधश्चा - ऽहिंसायाः પરિઝીર્ત્તિતાઃ || ભાવાર્થ—ક્રોધથી આકરું બંધન બાંધવું, કર્ણાદિકનો છેદ કરવો, અધિક ભાર મૂકવો, પ્રહાર કરવો અને અન્ન તથા જલનો નિરોધ કરવો, એ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર છે.’’ તેનું વિવેચન કરે છે કે, રજ્જુ વગેરેથી ગાય વા મનુષ્યને બાંધવા, પોતાના પુત્રોને પણ વિનય શીખવવા માટે તેવી શિક્ષા કરવી, તેમાં ક્રોધથી એટલે પ્રબલ કષાયથી જે બંઘન બાંધવું તે પહેલો અતિચાર છે. શરીરની ત્વચાનો અથવા કાન વગેરેનો ક્રોધથી જે છેદ કરવો તે બીજો અતિચાર છે. ક્રોધથી વા લોભથી વહન કરી શકાય નહીં તેટલો (પ્રમાણથી અધિક) બોજો વૃષભ, ઊંટ, ગઘેડા તથા મનુષ્યાદિકની પીઠ પર આરોપણ કરવો તે ત્રીજો અતિચાર છે. ક્રોધથી નિર્દયપણે ચાબુકાદિવડે પ્રહાર કરવો તે ચોથો અતિચાર છે, અને ક્રોધાદિકથી ભાત-પાણીનો યા ઘાસચારાનો અટકાવ કરવો તે પાંચમો અતિચાર છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે,‘આ વધાદિ પાંચ અતિચાર શી રીતે લાગે? કારણ કે વ્રત ગ્રહણ કરતાં તે બંધન, પ્રહારાદિનો ત્યાગ કરેલો નથી, જેથી તેમ કરવાથી વ્રતના મલિનપણાનો અભાવ છે અને જે વ્રત લીધું છે તે તો અખંડ છે, તેથી તેમાં અતિચાર શી રીતે ઉત્પન્ન થાય?’' ગુરુ તેનું સમાધાન કરે છે કે-‘મુખ્યપણે તો પ્રાણાતિપાતનો જ ત્યાગ કરેલો છે, વધ-બંધનાદિનો ત્યાગ કરેલો નથી, પણ પરમાર્થે તો તેનું પણ પચખાણ કરેલું છે; કારણ કે તે પ્રાણાતિપાતના હેતુ છે.’’ શિષ્ય કહે છે કે ‘જો તેમ છે તો તો તેવી રીતે વ્રત ન પાળવાથી વ્રતનો જ ભંગ થવો જોઈએ, અતિચાર શા માટે લાગે?’’ ગુરુ કહે છે કે ‘“એમ નહીં. વ્રત બે પ્રકારે પળાય છે—અંતવૃત્તિથી અને બહિવૃત્તિથી. તેમાં જ્યારે કોપાદિકને વશ થઈ વધ વગેરેમાં (પ્રહારાદિ કરવામાં) પ્રવર્તે ત્યારે નિર્દયપણાને લીધે અંતવૃત્તિથી વ્રતનો ભંગ થાય છે, પણ આયુષ્યના બળને લીધે તે જીવ મરણ નહીં પામવાથી બહિવૃત્તિથી વ્રત પાળ્યું ગણાય છે. તેથી કાંઈક ભાંગ્યું અને કંઈક ન ભાંગ્યું એમ ભંગાભંગરૂપ અતિચાર ગણાય છે. તે વિષે અન્યત્ર પણ કહ્યું છે કે, “મારે જીવનો વધ કરવો નહીં, એવું જેને વ્રત છે તેને જીવ મૃત્યુ પામ્યા વિના અતિચાર કેમ લાગે?’’ એવી આશંકાનો ઉત્તર Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ આપે છે કે, “જે ક્રોઘ કરીને વઘ વગેરે કરે છે, તે સમયે તેને નિરપેક્ષપણું થઈ જાય છે, વ્રત નિયમ સાંભરતા નથી. તેને પ્રસંગે જીવ મૃત્યુ ન પામવાથી તેનો નિયમ રહે છે, પણ કોપવડે નિર્દયપણું કરવાથી તેના વ્રતનો ભંગ થાય છે. એટલે દેશથી ભંગ અને દેશથી પ્રતિપાલન થવાથી પૂજ્ય પુરુષો તેને અતિચાર ગણે છે.” માટે જેમ આ અતિચારો ન લાગે તેમ પ્રવર્તવું. આ વ્રત ઉપર શ્રી કુમારપાળનો પ્રબંધ નીચે પ્રમાણે છે. શ્રી કુમારપાળ પ્રબંધ એક વખતે ઉદયનમંત્રીએ પાટણમાં મહોત્સવ સહિત શ્રી હેમચંદ્રસૂરિને પ્રવેશ કરાવ્યો. અન્યદા સૂરિએ મંત્રીને કહ્યું કે, તમારે રાજાને એકાંતમાં કહેવું કે, આજે તમારે નવી રાણીને મહેલે સુવા ન જવું; કારણ કે રાત્રે ત્યાં વિઘ્ન થવાનું છે. કદી રાજા તમને પૂછે કે, તેવું કોણે કહ્યું? તો તે અતિ આગ્રહ કરે તો તમારે મારું નામ આપવું. પછી મંત્રીએ તેમ કર્યું. રાજાએ તે વચન માન્ય કર્યું. તે રાત્રે વિદ્યુત (વીજળી) પડવાથી તે રાણીનો મહેલ બળી ગયો અને રાણી મૃત્યુ પામી. આ ચમત્કાર જોઈ રાજાએ મંત્રીને પૂછવાથી હેમચંદ્રાચાર્યને ત્યાં આવ્યા જાણી તરત બોલાવ્યા. સૂરિ સભામાં આવ્યા એટલે રાજા આસન છોડી તેમના ચરણમાં પડીને બોલ્યો કે, “હે ભગવન્! હું તમને મુખ બતાવી શકું તેમ નથી કેમકે, પ્રથમ તમે સ્તંભતીર્થ (ખંભાત)માં મારી રક્ષા કરી હતી, અને અહીં પણ જીવિતદાન આપ્યું છે, માટે હવે મારું રાજ્ય લઈને મને અનૃણી કરો.” આચાર્ય બોલ્યા કે, “હે રાજ! અમારે નિઃસંગને રાજ્યનું શું કામ છે? જો તમે કૃતજ્ઞ થઈને પ્રત્યુપકાર કરવાને ઇચ્છતા હો તો તમારું મન શ્રી જૈનઘર્મમાં જોડી દો. કહ્યું છે કે, પ્રાણીને ઘર, સ્ત્રી, પુત્રો, સેવકો, બાંઘવો, શહેર, ખાણ, ગામ અને રાજ્ય સંપત્તિ વગેરે પગલે પગલે પ્રાપ્ત થાય છે પણ વિદ્વાનોએ પૂજેલા નિર્મલ તત્ત્વજ્ઞાનપર રુચિ પ્રાપ્ત થતી નથી.” તે સાંભળી રાજાએ કહ્યું, “સ્વામી! તમારે કૃપા કરી પ્રતિદિન સભામાં મને પ્રતિબોઘ કરવા આવવું, કે જેથી અનેક બ્રાહ્મણાદિ વર્ગે સ્થાપિત કરેલા પક્ષના વિનાશથી મારી બુદ્ધિ સમ્યગુ ઘર્મમાં જોડાય.” પછી શ્રી હેમચંદ્રસૂરિ પ્રતિદિન રાજસભામાં જવા લાગ્યા અને બ્રાહ્મણોની સાથે વિવાદ કરીને સ્યાદ્વાદ મતનું સ્થાપન કરવા લાગ્યા. એક દિવસ રાજાએ સભામાં પૂછ્યું કે “સર્વઘર્મમાં શ્રેષ્ઠ ઘર્મ ક્યો?” સૂરિ બોલ્યા- “ભોજરાજાની આગળ સરસ્વતીએ આ સંવાદ વિષે શ્લોક કહ્યો છે તે સાંભળવા યોગ્ય છે. તેમાં કહ્યું છે કે, સૌગત ઘર્મ સાંભળવા યોગ્ય છે, આહંતુ ઘર્મ કરવા (આચરવા) યોગ્ય છે, વૈદિકઘર્મ વ્યવહારને માટે યુક્ત છે અને પરમશિવ મત ધ્યાન કરવાયોગ્ય છે.” રાજાએ ફરીથી પૂછ્યું કે ભગવન્! વેદમાં લખે છે કે, “જે ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, તિર્યંચો અને પક્ષીઓ યજ્ઞને માટે નિઘન (વિનાશ) પામે તે પુનઃ ઉન્નત પદને પામે છે. આ પ્રમાણે વેદોક્ત હિંસાને કેટલાક ઘર્મ માને છે તે વિષે આપ શું કહો છો? સૂરિ બોલ્યા-રાજનું! એ સત્ય વચન નથી. સ્કંદપુરાણના અઠ્ઠાવનમા અધ્યાયમાં કહ્યું છે કે, વૃક્ષોને છેદી, પશુઓને હણી, રુધિરનો કાદવ કરી અને અગ્નિમાં તિલ વૃતાદિ હોમી સ્વર્ગ મેળવે છે તે આશ્ચર્ય છે. જો યજ્ઞને માટે પશ સર્જેલા છે એમ સ્મૃતિ કહેતી હોય તો સ્માર્તઘર્મીઓ તેમનું માંસ ભક્ષણ કરનારા રાજાઓને કેમ વારતા નથી? વળી જો બ્રહ્માએ યજ્ઞને માટે પશુઓ બનાવ્યા છે તો વાઘ વગેરેના હોમથી દેવતા સંતુષ્ટ કેમ થતા નથી?” હે રાજનું, અહિંસાથી ઉત્પન્ન થનારો ઘર્મ તે હિંસાથી શી રીતે પ્રાપ્ત Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) Є થાય? જલથી ઉત્પન્ન થનારા કમળો અગ્નિમાંથી કેમ ઉત્પન્ન થાય? બ્રહ્મપુરાણમાં પણ લખે છે કે, ‘પ્રાણીની હિંસા કરનારા પુરુષો વેદ ભણવાથી, દાન દેવાથી, તપ કરવાથી કે યજ્ઞો કરવાથી પણ કદી સદ્ગતિ પામતા નથી.’ સાંખ્ય મતવાળા કહે છે કે षट्त्रिंशदंगुलायामं विंशत्यंगुल विस्तृतम् । दृढं गलनकं कार्यं, भूयो जीवान् विशोधयेत् ॥ १॥ ભાવાર્થ-‘છત્રીશ આંગળ લાંબું અને વીશ આંગળ પહોળું એવું ગણું રાખવું અને તે વડે વારંવાર જીવોને શોધવા અર્થાત્ પાણી ગાળવું.’' વળી લિંગપુરાણમાં કહ્યું છે કે— त्रिंशदंगुलमानं તુ, विंशत्यंगुलमायतम् । तद्वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वोदकं पिबेत् ॥ १॥ तस्मिन् वस्त्रे स्थितान् जंतून्, स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥२॥ ભાવાર્થ—ત્રીશ આંગળ લાંબું અને વીશ આંગળ પહોળું વસ્ર બેવડું કરી તે વડે જળને ગાળીને પછી પીવું. તે વસ્ત્રને લાગેલા જીવોને પાછા જળની મધ્યમાં નાખવા. એમ કરીને જે જળ પીએ તે સદ્ગતિને પામે છે.’’ ઉત્તરમીમાંસામાં પણ કહ્યું છે કે– लूतास्य तंतु गलिते, ये बिंदौ संति जंतवः । सूक्ष्मा भ्रमर मानास्ते, नैव मांति त्रिविष्टपे ॥१॥ कुसुंभकुंकुमांभोवन् निचितं सूक्ष्म जंतुभिः । तद् दृढेनापि वस्त्रेण, शक्यं नो शोधयेज्जलम् ॥२॥ ભાવાર્થ‘કરોળીઆના મુખમાંથી નીકળેલા તંતુઓથી ગળેલા જળના બિંદુઓમાં જે જંતુઓ છે તે એટલા બઘા સૂક્ષ્મ છે કે જો તે દરેકને ભ્રમર જેવડી કાયાવાળા કરીએ તો ત્રણ જગતમાં સમાય નહીં.(જો કરોળીઆની લાળમાં—જે મુખમાંથી તાજી જ પડેલી છે તેમાં આટલા જીવ હોઈ શકે તો પાણીમાં હોવા સ્વાભાવિક જ છે.)'' વળી ‘‘કસુંબાના તથા કુંકુમના જળની અંદર એવા સૂક્ષ્મ ત્રસ જંતુઓ રહેલા છે કે ઘાટા વસ્ત્રથી ગળાતાં છતાં પણ તેને શોધવાં અશક્ય થઈ પડે છે. અર્થાત્ તેમાંથી પણ તે બહાર નીકળી આવે છે.’’ ઉપર પ્રમાણે સર્વ ધર્મશાસ્ત્રોમાં કહેલ છે તેથી સર્વ ધર્મ દયામૂળ છે, અને એ જ ધર્મ પ્રમાણ છે, માટે હે રાજન્! ભ્રાંતિને છોડીને દયા ધર્મમાં સ્થિર થા. આ પ્રમાણેના હેમચંદ્રાચાર્યના વચનોથી જૈન ધર્મને સત્ય માનતાં રાજાએ ફરીવાર પૂછ્યું કે, “હે ભગવન્! કેટલાક કહે છે કે, જૈન લોકો વેદબાહ્ય છે માટે તે નમવા યોગ્ય નથી. તે વિષે આપ શું કહો છો?’’ સૂરિ બોલ્યા–રાજન્, વેદ કર્મમાર્ગના પ્રવર્ત્તક છે અને અમે નિષ્કર્મ માર્ગી છીએ, તેથી વેદ શી રીતે પ્રમાણ થાય? ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે, ‘‘વેદ અવેદ છે, લોક અલોક છે અને યજ્ઞ અયજ્ઞ છે, કારણ કે વેદમાં અવિદ્યા કહેલી છે.’ વળી રુચિ પ્રજાપતિના સ્તોત્રમાં પુત્રનું પિતા પ્રત્યે વચન છે કે, “વેદમાં કર્મમાર્ગ છે તે અવિદ્યા છે તો હે પિતામહ, તમે મને કર્મમાર્ગનો ઉપદેશ કેમ કરો છો?’’ જો વેદમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ કિંચિત્ પણ જીવદયા કહેલી છે તો સર્વ શાસ્ત્ર સંમત શુદ્ધ દયાને પાળનારા અમે વેદબાહ્ય શી રીતે કહેવાઈએ? પુરાણમાં લખે છે કે सर्वे वेदा न तत्कुर्युः सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत्कुर्यात्प्राणिनां दया ॥१॥ ભાવાર્થ-“હે ભારત (યુધિષ્ઠિર)! જે પ્રાણીઓ પર દયા કરવાથી (ઘર્મ) થાય તે સર્વ વેદોથી, સર્વ યજ્ઞોથી અને સર્વ તીર્થાભિષેકથી પણ થતો નથી.” વળી હે રાજનું, “જો વેદમાં દયા ન હોય તો તે વેદ નાસ્તિકના શાસ્ત્રોની જેમ અમારે પ્રમાણભૂત નથી.” આ પ્રમાણે ગુરુમહારાજના વાક્યોથી કુમારપાળ રાજા વેદોને અમાન્ય માનતો થયો. એક વખતે રાજાએ સૂરિને કહ્યું, “ભટ્ટારક, કેટલાક એમ કહે છે કે, જૈન લોકો સૂર્ય જેવા પ્રત્યક્ષ દેવને પણ માનતા નથી તેનું શું સમજવું?” સૂરિ બોલ્યા-રાજન્! સાંભળ. સ્કંદપુરાણે રુદ્ર પ્રણીત કપાલમોચન સ્તોત્રમાં સૂર્યની સ્તુતિ આ પ્રમાણે કરવામાં આવી છે त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोऽस्ति जगतां रवे! ॥ त्वयि चास्तमिते देव, आपो रुधिरमुच्यते ॥ त्वत्करैरेव संस्पृष्टा, आपो यांति पवित्रताम् ॥ | ભાવાર્થ-“હે સૂર્યદેવ, તમારાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તમે જ જગતમાં ધ્યાવવા યોગ્ય છો; જ્યારે તમે અસ્ત પામો છો ત્યારે જળ રુધિર કહેવાય છે; તમારા કિરણો વડે ધૃષ્ટ થવાથી જળ પવિત્ર થાય છે.” આવા પ્રમાણ વાક્યોથી રાત્રે અન્નજળનો ત્યાગ કરનારા અમે જ તત્ત્વથી તો સૂર્યને માનીએ છે. વળી કહ્યું છે કે पयोदपटलैश्छन्ने, नाभूति रविमंडले । अस्तंगते तु भुंजाना, अहो! भानोः सुसेवकाः ॥१॥ ભાવાર્થ-જ્યારે મેઘના વાદળામાં સૂર્ય ઢંકાઈ ગયો હોય ત્યારે સૂર્યભક્તો ભોજન કરતા નથી અને સૂર્ય અસ્ત પામે છે ત્યારે ભોજન કરે છે તો તે કેવા સૂર્યભક્ત કહેવાય!” રાજાએ ફરી વાર પૂછ્યું કે, “કેટલાક કહે છે કે જૈનો વિષ્ણુને માનતા નથી તેથી તેની મુક્તિ થતી નથી, તે શી રીતે?” હેમચંદ્રાચાર્ય બોલ્યા કે,–“હે રાજન્! તે સત્ય છે પરંતુ ખરેખરા વૈષ્ણવ તો જૈનમુનિઓ જ છીએ. ગીતામાં કહ્યું છે કે पृथिव्यामप्यहं पार्थ! वायावग्नौ जलेऽप्यहम् । वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोऽप्यहम् ॥१॥ यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणस्यामि, यस्य मां न प्रणस्यति ॥२॥ ભાવાર્થ-હે અર્જુન! હું પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં, વનસ્પતિમાં અને સર્વ ભૂતોમાં રહેલો છે. તેથી જે મને સર્વવ્યાપક જાણી હિંસા કરશે નહીં તેનો વિનાશ હું પણ કરીશ નહીં. અર્થાત્ જે મને હણશે નહીં તેને હું પણ હણીશ નહીં.” વળી વિષ્ણુપુરાણમાં પારાશર ઋષિએ કહ્યું છે કે Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) परस्त्रीपरद्रव्येषु, जीवहिंसाषु यो मतिम् । न करोति पुमान् भूप! तोष्यते तेन केशवः॥१॥ यस्य रागादि दोषेण, न दुष्टं नृप ! मानसम् । विशुद्धचेतसो विष्णु,-स्तोष्यते तेन सर्वदा ॥२॥ ભાવાર્થ-હે રાજ! જે પુરુષ પરસ્ત્રી, પરઘન અને જીવહિંસામાં બુદ્ધિ કરશે નહીં, તેની ઉપર વિષ્ણુ ભગવાન્ સંતુષ્ટ થશે. હે રાજા! જેનું મન રાગાદિ દોષથી દૂષિત થયું નથી તેવા શુદ્ધ મનવાળા પુરુષ ઉપર વિષ્ણુ સદા સંતુષ્ટ થાય છે.” વળી વ્રજપુરાણમાં યમરાજ અને વિષ્ણુના દૂતોના સંવાદ પ્રસંગે કહ્યું છે કે, જે પોતાના વર્ણાશ્રમ ઘર્મથી ચલિત થતો નથી, શત્રુ અને મિત્રમાં સમાન દ્રષ્ટિ રાખે છે, જે કોઈને મારતો નથી, તેમજ કોઈનું હરી લેતો નથી, તેવા સ્થિર મનવાળા પુરુષને વિષ્ણુભક્ત જાણવો. જેની બુદ્ધિ નિર્મળ છે, જે મત્સર રહિત, પ્રશાંત, પવિત્ર આચરણવાળો અને સર્વ પ્રાણીમાત્રનો મિત્ર છે, તેમજ જેનાં વચન પ્રિય અને હિતકારી છે, તેમજ જે માન માયા રહિત છે તેવા પુરુષના હૃદયમાં જ વાસુદેવ વસે છે.” આ પ્રમાણે વિચારતાં તત્ત્વવૃત્તિ વડે સર્વ જીવના રક્ષકો જૈન જ છે, બ્રાહ્મણો નથી, કેમકે તેઓ તો તેથી વિપરીત ચાલનારા છે. વળી પરમાર્થરૂપે નિત્ય ચિદ્રપપણે તથા જ્ઞાનાત્મપણે જે વ્યાપે તે વિષ્ણુ કહેવાય. આવી વ્યુત્પત્તિથી જિન જ વિષ્ણુ છે, તેથી તેના ભક્તોને મુક્તિ પ્રાપ્ત થાય એવો નિશ્ચય છે.” આ પ્રમાણે અનેક પ્રકારના ઘર્મોપદેશથી રાજાએ ઘર્મનો મર્મ જાણીને અહિંસાદિક બાર વ્રત ગ્રહણ કર્યા. પછી તેણે ચારે વર્ષોમાં “પોતાને માટે તથા બીજાને માટે જે કોઈ જીવહિંસા કરશે તે રાજદ્રોહી ગણાશે.” એવી પાટણ શહેરમાં ઉદ્ઘોષણા કરાવી; એટલું જ નહીં પણ મચ્છીમાર તથા કસાઈ વગેરેનો પણ નિષ્પાપ નિર્વાહ ચાલે તેવી ગોઠવણ કરી સર્વને દયામય કરી દીધા. તે પછી કાશી દેશમાં ઘણા જીવની હિંસા થતી સાંભળીને તે નિવારવાને માટે એક ચિત્રપટ તૈયાર કર્યું. તેમાં અહિંસા અને હિંસાના ફલરૂપ સ્વર્ગ-નરકના ચિત્રો આલેખ્યા. તેની વચમાં શ્રીગુરુ (હેમચંદ્રસૂરિ) ની મૂર્તિ કરાવી અને તેમની આગળ પોતાની નમ્ર મૂર્તિ ચીતરાવી. તે ચિત્ર સાથે બે કોટી સુવર્ણ તથા બે હજાર જાતિવંત અશ્વ વગેરેની મોટી ભેટ આપી પોતાના મંત્રીને ત્યાં મોકલ્યો. વારાણસીનો રાજા જયચંદ્ર સાતસો યોજન ભૂમિ ઉપર રાજ્ય કરતો હતો. તેની પાસે ચાર હજાર હાથી, સાઠ લાખ અશ્વ અને ત્રીશ લાખ પાયદલની સેના હતી. તે ગંગા યમુનાના તીર ઉલ્લંઘી બીજે જઈ શક્તો નહીં તેથી તે પોતાને “પંગુરાજ” કહેવરાવતો હતો. કુમારપાળને મંત્રી ચિત્રપટ વગેરે લઈને ત્યાં ગયો. કેટલેક દિવસે રાજાનું મુખ જોવામાં આવ્યું એટલે તેણે ચિત્રપટ બતાવ્યો, અને તેનું યથાર્થ સ્વરૂપ જણાવતા કહ્યું કે,–“આ મધ્યે રહેલી મૂર્તિ અમારા રાજગુરુની છે, તે ગુરુએ પુણ્ય પાપનું ફળ આ ચિત્રમાં બતાવ્યા અનુસાર દર્શાવ્યું તેથી આ અમારા રાજાએ જીવદયા ઘર્મ સ્વીકાર્યો છે, અને તેમણે પોતાના રાજ્યમાં સર્વત્ર અમારી ઘોષણા કરાવી છે. વળી અમારા રાજાની કુળદેવી પ્રતિવર્ષ ચોવીશ પાડાનું બલિદાન લેતી હતી તેને પણ ગુરુની સહાયથી પોતાના Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ પ અઢાર દેશમાં જીવહિંસા ન થવા દેવા માટે તલાર (પ્રહરી) બનાવી છે. હમણાં અમારા રાજાની વૈરિણી થવાથી હિંસાને કોઈ ઠેકાણે સ્થાન મળ્યું નહીં, તેથી આ કાશી દેશમાં આવીને તે વ્યાપી રહી જણાય છે. તેને નિવારવાને માટે આ ભેટશું લઈને મને અહીં મોકલ્યો છે.“ આ પ્રમાણે મંત્રીના વચનો સાંભળી પંગુરાજ સંતુષ્ટ થયો અને બોલ્યો કે, “તમારો ગુર્જર દેશ વિવેકમાં બૃહસ્પતિ જેવો કહેવાય છે તે ઘટિત છે, કારણ કે તેમાં આવા દયાળુ રાજા પ્રદીપ્યમાન છે. તે રાજા પોતે પ્રેરણા કરીને મારી પાસે દયા કરાવે છે તે છતાં જો હું તે ન કરું તો પછી મારી બુદ્ધિ કેવી કહેવાય!” આ પ્રમાણે કહી પોતાના દેશાદિકમાંથી એકઠી કરાવીને એક હજાર લાખ ને એંશી હજાર મચ્છીની જાળ અને બીજા હજારો હિંસાના સાધનો સોલંકી રાજાના મંત્રીની સમક્ષ બાળી નખાવ્યા, પોતાના આખા દેશમાં અમારી આઘોષણા કરાવી અને તે મંત્રીને બમણી ભેટ આપીને પાટણ તરફ વિદાય કર્યો મંત્રીએ પણ પાટણ આવી ચૌલુક્યવંશી રાજા કુમારપાળને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. જેથી તે સંતુષ્ટ થયો. કુમારપાળે પોતાના અઢાર લાખ અશ્વોને માટે પલાણદીઠ પૂંજણી તથા ગરણીઓ કરાવી. આ પ્રમાણે બીજા વૃત્તાંતો પણ તેના ચરિત્રમાંથી જાણી લેવા. વ્યાખ્યાન ૬૪ હિંસાના અભાવથી વિરતિ હવે હિંસાના અભાવથી વિરતિ થાય છે તે કહે છે चतुर्धा द्रव्यभावाभ्यां, हिंसा त्याज्या हितेच्छुभिः । ततस्तेषां भवेद्देश-विरतिः प्राणिसौख्यदा ॥१॥ ભાવાર્થ-“આત્મહિતેચ્છુ પ્રાણીઓએ ચાર પ્રકારે દ્રવ્યભાવથી હિંસાનો ત્યાગ કરવો. તેથી તેમને પ્રાણીઓને સુખ આપનારી દેશવિરતિ પ્રાપ્ત થાય છે.” અહીં વિવેચન કરે છે કે, દ્રવ્યથી અને ભાવથી ચાર પ્રકારે હિંસા થાય છે તેમાં ઈર્યાસમિતિવાળા મુનિને દ્રવ્યથી હિંસા થાય છે, ભાવથી થતી નથી, તે પહેલો પ્રકાર. અને અંગારર્દક નામના આચાર્ય મહાવીરના કીડા ચંપાય છે એવી બુદ્ધિથી કોયલાનું મર્દન કર્યું તે ભાવથી હિંસા છે, દ્રવ્યથી નહીં; તેમજ મંદ પ્રકાશ છતે સર્પની બુદ્ધિથી રજ્જુને હણવી તે પણ દ્રવ્યથી નહીં પણ ભાવથી હિંસા છે તે બીજો પ્રકાર. જે મન, વચન અને કાયાએ શુદ્ધ એવા મુનિ છે તેને દ્રવ્યથી પણ હિંસા નહીં અને ભાવથી પણ હિંસા નહીં તે ત્રીજો પ્રકાર, અને “હું મારું' એવી બુદ્ધિએ મૃગની હિંસા કરનાર શિકારીને દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે હિંસા થાય છે તે ચોથો પ્રકાર. હિંસા શબ્દની વ્યાખ્યા વિષે તત્ત્વાર્થ ભાષ્યમાં શ્રી ઉમાસ્વાતિ વાચક લખે છે કે, “પ્રમત્તયોગાત્ પ્રણવ્યપરોપ હિંસા એટલે પ્રમાદથી પ્રાણનો ત્યાગ કરાવવો તે હિંસા.” વળી તે વિષે કહ્યું છે કે,– ૧ હિંસાના ચાર પ્રકાર-૧ દ્રવ્યથી હિંસા, ભાવથી નહી. ૨ ભાવથી હિંસા, દ્રવ્યથી નહીં. ૩ દ્રવ્યથી પણ હિંસા, ભાવથી પણ હિંસા. ૪ દ્રવ્યથી પણ નહીં, ભાવથી પણ નહીં. Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૪] હિંસાના અભાવથી વિરતિ ૧૩ पंचेंद्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः ।। प्राणाः दशैते भगवद्भिरुक्ता-स्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ ભાવાર્થ-પાંચ ઇંદ્રિયો, મન, વચન, કાયા એ ત્રણ પ્રકારનું બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. તે દશ પ્રાણનો વિયોગ કરાવવો તે હિંસા કહેવાય છે. તે હિંસાનો ત્યાગ કરવાથી અને બીજો કષાય જે અપ્રત્યાખ્યાની તેની ચોકડી ક્રોધ, માન, માયા, લોભ દૂર થવાથી પાંચમે ગુણઠાણે રહેલ શ્રાવક દેશવિરતિ કહેવાય છે. આત્મહિતેચ્છુ પુરુષોએ તે અવશ્ય કરવા યોગ્ય છે. અહીં કોઈ શંકા કરે કે, “ગૃહસ્થોને ત્રસજીવોની હિંસા નિષિદ્ધ છે, સ્થાવરની હિંસા નિષિદ્ધ નથી, તો શું તેઓએ તેની હિંસા યથેચ્છ કરવી?” તેના ઉત્તરમાં કહે છે કે, “મોક્ષની ઇચ્છાવાળા દયાળ ઉપાસકોએ સ્થાવર જીવોની હિંસા પણ નિરર્થક કરવી નહીં.” એકલા ત્રસજીવોની હિંસાનો નિષેધ કરવાથી સંપૂર્ણપણે અહિંસા ઘર્મ પ્રાપ્ત થાય એમ નથી. પરંતુ શરીર તથા કુટુંબાદિકના પ્રયોજને સ્થાવર હિંસાની ગૃહસ્થને જરૂર પડે છે. પણ તેવા પ્રયોજન વિના સ્થાવરની હિંસા કરનારાનું વ્રત મલિન થાય છે. એથી શ્રાવકોએ અનિષિદ્ધ એવી સ્થાવર હિંસામાં પણ યતના કરવી જોઈએ. જેમ કે પાણીનો સંખારો સારી રીતે જાળવીને તેમાં રહેલાં જીવો ન હણાય તેમ યોગ્ય સ્થાને (જળાશયમાં) નાખવો અને ઘણા પણ થોડા અને સમ્યક પ્રકારે શોઘીને ઉપયોગમાં લેવા, નહીં તો અનુકંપા ન હોવાથી અતિચાર લાગે. તે વિષે કહ્યું છે કે, “ત્રસ જીવના રક્ષણને માટે શુદ્ધ જળ ગ્રહણ કરવું અને ઈઘણ તથા ઘાન્યને શોધીને ઉપયોગમાં લેવું.” વળી પૃથ્વી વગેરેમાં જીવપણું આગમને વિષે કહ્યું છે તે આ પ્રમાણે : अद्दामलग पमाणे, पुढविकाये हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबुद्दीवे न मायंति ॥१॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ॥२॥ ભાવાર્થ-“લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયને વિષે જેટલા જીવો છે તેનું દરેકનું શરીર જો પારેવા જેવડું કરીએ તો તેઓ આ જંબુદ્વીપમાં સમાય નહીં. એક જળના બિંદુમાં શ્રી જિનેંદ્રોએ જેટલા જીવો કહેલા છે તેનું દરેકનું શરીર જો સરસવ જેવડું કરીએ તો તે આ જંબુદ્વીપમાં સમાય નહીં.” તે પાંચ પ્રકારના પૃથ્વીકાય જીવોની જઘન્ય ને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારે અવગાહના એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડી જાણવી. અને તેવા અનંત જીવોના એકઠાપણાથી આશ્રિત એવું એક શરીર તે સૂક્ષ્મ નિગોદનું* એક શરીર થાય, તેવા અસંખ્ય શરીર એકત્ર કરીએ ત્યારે એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર થાય, તેથી અસંખ્યગુણું એક સૂક્ષ્મ તેઉકાયનું શરીર થાય; તેવા અસંખ્ય દેહ એકઠા કરીએ ત્યારે એક સૂક્ષ્મ અપકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું એક બાદર વાયુકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું બાદર અગ્નિકાયનું શરીર; તેથી અસંખ્યગુણું બાદર જલકાયનું શરીર; તેથી અસંખ્યગુણું એક બાદર * સૂક્ષ્મ વનસ્પતિકાય તે સૂક્ષ્મ નિગોદ તેનું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સંભ ૫ પૃથ્વીકાયનું શરીર અને તેથી અસંખ્યગુણું એક બાદર નિગોદનું* શરીર થાય. અહીં બાદરા પૃથ્વીકાયના શરીરની સૂક્ષ્મતા બતાવે છે- જેમ કોઈ યુવાન પુરુષ એરણ ઉપર હીરો મૂકી તે પર પ્રયત્નથી ઘણનો ઘા કરે તો તે હીરાનો ભંગ થતો નથી, પણ તે ઊલટો એરણમાં પેસી જાય છે. તેવા હીરાને ચક્રવર્તીની સ્ત્રી (રત્ન) પોતાને હાથે મર્દન કરી તેનું ચૂર્ણ કરીને સ્વસ્તિક પૂરે છે. તે સ્ત્રીરત્ન પણ પૃથ્વીકાયના પિંડને એક નિસાતરા (ચટણી વાટવાના પથ્થર) પર મૂકી મર્દન કરે ત્યારે તેમાંના કોઈ જીવને પીડા થાય, કેઈને બિલકુલ પીડા ન થાય, કોઈનું મરણ થાય અને કોઈને અલ્પ પણ દુઃખ ન થાય. એટલી બઘી પૃથ્વીકાય જીવોની સૂક્ષ્મતા છે. વળી જેમ કોઈ મોટા નગરમાં કોઈના ઘરમાંથી ચોરે દ્રવ્ય લૂંટ્યું તો તેની વાર્તા તેના પાડોશી જાણે છે પણ કોઈ તો મૂળથી જાણતા નથી. તેવી રીતે લવણ વગેરે પૃથ્વીકાયને માટે જાણી લેવું. તે જ પ્રમાણે સ્થાવર એવા વનસ્પતિકાયમાં પણ સિદ્ધાંતને અનુસાર જીવત્વ જાણવું. તેઓ વધે છે, પત્ર આવે છે, પુષ્પિત થાય છે, ફલ આપે છે, પોતપોતાને પત્ર, પુષ્પ, ફળ આવવાનો કાળ જાણે છે, ઇંદ્રિયોના અર્થને ગ્રહણ કરે છે, ગીતાદિકની અસર થાય છે, બકુલાદિના વૃક્ષોમાં તેવું દેખાય છે. વળી તેને જન્મ, વૃદ્ધિ અને જરા પ્રાપ્ત થાય છે, તેથી વનસ્પતિને જીવપણું કેમ ન હોય? હોય જ. તે વિષે કહ્યું છે કે, વનસ્પતિ' એ જીવ છે, કારણ કે તેમાં મનુષ્યની જેમ જન્મ, જરા અને વૃદ્ધિ વગેરે ગુણો છે. જળ પણ સજીવ છે તે ભૂમિમાંથી દેડકાની જેમ સ્વાભાવિક રીતે પ્રગટે છે. અગ્નિ પણ સજીવ છે, કારણ કે બાળકની જેમ આહારથી (કાષ્ઠ આદિથી) તેની વૃદ્ધિ જોવામાં આવે છે. પવન પણ સજીવ છે, તે ગાયની જેમ બીજાની પ્રેરણાથી આડો અથવા નિયતપણે ગમન કરે છે. તેમજ વૃક્ષ પણ સજીવ છે, જો તેની સર્વ વચા ઉખેડી નાખે તો ગર્ભની જેમ તે વિનાશ પામે છે. આ પ્રમાણે આગમવાક્યથી તથા યુક્તિથી તે સ્થાવરનું જીવપણું જાણીને તેમજ તથા પ્રકારે દયારૂપ ઘર્મને સમજીને શ્રાવકે સ્થાવર જીવની પણ નિરર્થક હિંસા કરવી નહીં–એ તાત્પર્યાર્થ છે. હવે પ્રથમ વ્રતની સ્તુતિ કરે છે. सर्वव्रतेष्विदं मुख्यं सर्वज्ञैः परिभाषितम् । पालनीयं प्रयत्नेन सर्वपापापहं नरैः॥१॥ ભાવાર્થ-“સર્વ વ્રતોમાં સર્વજ્ઞ પ્રભુએ એ વ્રતને મુખ્યવ્રત કહેલું છે. તેથી સર્વ પાપને નાશ કરનારું તે વ્રત મનુષ્યોએ યત્નવડે પાળવું.” આ વિષય પર શ્રી જિનદાસ શ્રાવકનો પ્રબંઘ છે. તે પ્રાકૃત મુનિ પતિચરિત્રમાંથી અહીં લખીએ છીએ: શ્રી જિનદાસ શ્રાવકની કથા ચંપા નગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. ગુરુમુખથી ઘર્મદેશના સાંભળીને તેણે સમતિમૂલ બાર વ્રત ગ્રહણ કર્યા. એક વખતે તેણે દયાવડે એક બળદને નિલંછન (ખસી કરવા)થી મુકાવ્યો. કહ્યું છે કે *સાઘારણ વનસ્પતિ તે બાદર નિગોદ. તે એક શરીરમાં અનંતા જીવો હોય છે. Jain Education Interational Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૪] હિંસાના અભાવથી વિરતિ - ૧૫ दयां विना देवगुरुक्रमार्चा,-स्तपांसि सर्वेद्रिययंत्रणानि । दानादि शास्त्राध्ययनानि सर्वे, सैन्यं गतस्वामि यथा वृथैव ॥१॥ ભાવાર્થ-“દેવ ગુરુના ચરણની પૂજા, તપ, સર્વ ઇંદ્રિયોનું દમન, દાન અને શાસ્ત્રાધ્યયન તે સર્વ દયા વિના, સૈન્ય વગરના રાજાની જેમ વૃથા છે.” વળી “હાથીના ભવમાં સસલું ઉગાર્યાથી તે જીવ મેઘકુમાર થયો હતો, મેતાર્યમુનિ કૌંચપક્ષીને ઉગાર્યાથી મોક્ષે ગયા હતા, કપોતને બચાવવાથી શ્રી શાંતિનાથ તીર્થકર થયા હતા અને શ્રી મુનિસુવ્રત સ્વામી અશ્વને ઉગારવા સાઠ યોજના ગયા હતા.” ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે કે त्यजेद्धर्म दयाहीनं, क्रियाहीनं गुरुं त्यजेत् । त्यजेत् क्रोधमुखीं भााँ, निःस्नेहान् बांधवांस्त्यजेत् ॥१॥ ભાવાર્થ-“દયા વગરના ઘર્મને છોડી દેવો, ક્રિયા વગરના ગુરુને છોડી દેવા, ક્રોઘમુખી સ્ત્રીને છોડી દેવી અને સ્નેહ વગરના બાંધવોને છોડી દેવા.” હવે તે બળદ હંમેશા શ્રેષ્ઠીના મુખથી પ્રતિક્રમણ અને શાસ્ત્રાદિ સાંભળીને દેશવિરતિપણું પામ્યો, તેથી અષ્ટમી વગેરે પર્વતિથિએ તે પ્રાસુક તૃણ જળ સિવાય કાંઈ ખાતો પીતો નહીં અને દરરોજ જિનદાસ શેઠ જે પોતાના ગુરુ હતા તેના દર્શન કર્યા વિના પણ કાંઈ ખાતો નહીં. એક વખતે અષ્ટમીને દિવસે શ્રેષ્ઠી શૂન્યગૃહમાં રાત્રે પોસહ લઈ કાયોત્સર્ગે રહ્યા હતા. તે દિવસે તેની કુલટા સ્ત્રીએ કોઈ જાની સાથે તે શૂન્યગૃહમાં જ રાત્રે મળવાનો સંકેત કર્યો હતો, તેથી રાત્રે પાયા નીચે લોઢાના ચાર ખીલાવાળા પલંગ સહિત જારને લઈને તે સ્ત્રી જ્યાં શેઠ કાયોત્સર્ગ રહ્યા હતા ત્યાં આવી. અંધકારમાં શેઠને ત્યાં રહેલા નહીં જાણતી તે કુલટાએ તે ચાર ખીલાવાળો પલંગ તેની પાસે જ મૂક્યો. દૈવયોગે પલંગનો એક પાયો શેઠના પગ ઉપર આવ્યો. પછી પલંગ સ્થિર કરવાને માટે મુગરના ઘા કરી પેલા ચારે ખીલા જમીનમાં નાખ્યા. તેમાંના એક ખીલાથી શ્રેષ્ઠીનો પગ વીંઘાઈ ગયો, અને તેથી મહા વ્યથા થવા લાગી. પછી જ્યારે તે જારદંપતીએ તે પલંગ પર રહીને મૈથુન કરવા માંડ્યું તે વખતે વિશેષ ભાર પડતાં વઘારે પીડા ઉત્પન્ન થવાથી તે શ્રેષ્ઠી ક્રોઘ નહીં કરતાં શરીર ઉપર વિચાર કરી મનમાં ચિંતવવા લાગ્યા કે–“હે જીવ! તને સ્વવશપણું ઘણું દુર્લભ છે, જ્યારે તું ઘણું સહન કરીશ ત્યારે તને સ્વવશપણું પ્રાપ્ત થશે; બાકી જે પરવશપણું છે તેમાં તારે કાંઈ પણ ગુણ માનવો નહીં. અર્થાત્ તું પરવશપણે ગમે તેટલા કષ્ટ સહન કરે તેમાં તને કાંઈ ગુણ નથી, પણ સ્વવશપણે સહન કરીશ તો ગુણ પ્રાપ્ત થશે. તેવો વખત અત્યારે સ્વયમેવ પ્રાપ્ત થયો છે. વળી તું મૃત્યુથી શા માટે બીએ છે? તે કાંઈ ભય પામેલાને છોડતું નથી, પણ જે જગ્યું ન હોય તેને ગ્રહણ કરી શકતું નથી. તેથી જન્મ લેવો ન પડે તેવો યત્ન કર વળી હે પ્રાણી! અને પુરુષો દોષજાળને છોડી દઈને પારકા ગુણને જ મનમાં ઘારણ કરે છે. જેમ મેઘ સમુદ્રના ક્ષારપણારૂપ દોષને છોડી દઈ માત્ર જળને જ ગ્રહણ કરે છે.” એવી રીતે શ્રેષ્ઠીએ પોતાના દોષના વિચાર કર્યા, પણ તેના ઉપર કોપ કર્યો નહીં. છેવટે તે જ રાત્રીએ શુભ ધ્યાન વડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવતા થયા. પ્રાતઃકાળે પોતાના સ્વામીનું તે પ્રકારે મરણ જાણી “અહો! આ અકાર્ય થયું, હવે હું શું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ કરીશ?” એમ તેની સ્ત્રી ચિંતામાં પડી. એવામાં પેલો બળદ પ્રાતઃકાળ થવાથી આવશ્યક સાંભળવા, પચખાણ લેવા તેમજ શ્રેષ્ઠીના દર્શન કરવા ત્યાં આવ્યો. એટલે પેલી કુટિલ સ્ત્રી શ્રેષ્ઠીનું રુધિર તે બળદના શીંગડા ઉપર ચોપડી બુબારવ કરતી સતી હૃદય પર તાડન કરવા લાગી અને કહેવા લાગી કે, “આ બળદે મારા પતિને મારી નાખ્યો.” તે સાંભળી ઘણા લોકો બળદની નિંદા કરવા લાગ્યા. કારણકે, “જળમાં માછલાના પગલાં જણાય નહીં, આકાશમાં પક્ષીના પગલાં જણાય નહીં અને સ્ત્રીના હૃદયનો માર્ગ જણાય નહીં, તે ત્રણે અમાર્ગમાં માર્ગ છે.” તે વખતે લોકોએ કરેલી પોતાની નિંદા સાંભળીને તે બળદ મસ્તકની સંજ્ઞાથી “મેં નથી માર્યો’ એમ જણાવવા લાગ્યો. પછી લોકો તે બન્નેને રાજા પાસે લઈ ગયા. મંત્રીએ ન્યાય કર્યો કે, “આ બન્નેમાં જે સત્ય હોય તે જિલ્લા વડે તપાવેલા લોઢાના ગોળાને ચાટે.” બળદે તે વાત સંજ્ઞાથી (ઇશારાથી) સ્વીકારી અને તત્કાળ તપાવીને લાવેલા લોઢાના ગોળાને ચાટવા લાગ્યો. તે જોઈ પેલી કુલટા સ્ત્રીનું મુખ શ્યામ થઈ ગયું. તેથી તત્કાળ રાજાએ તેને હદ પાર કરી દીધી. જિનદાસ શ્રેષ્ઠીએ તેવું મહા આકરું દુઃખ પડતાં છતાં પણ પોતાના ઘર્મને મન, વચન, કાયા વડે જરા પણ છોડ્યો નહીં. વળી બળદને ઘર્મવાન્ કર્યો અને પોતાની સ્ત્રીને મોટા અપરાઘવાળી જોઈને મનમાં જરા પણ તેની હિંસા ચિંતવી નહીં. ઉત્તમ જનોએ તેનું યથાશક્તિ અનુકરણ કરવું. વ્યાખ્યાન ૫ કુલકમાંગત હિંસા ત્યાજ્ય હવે કુલક્રમથી ચાલી આવતી હિંસાને છોડનારની સ્તુતિ કરે છે. वंशक्रमागतां हिंसा-मपि त्यजति यो बुधः । स स्याद् हरिबलस्येव, राज्यादिसंपदां पदम् ॥१॥ ભાવાર્થ-“જે પ્રાણ પુરુષ કુલક્રમથી ચાલી આવતી હિંસાને પણ છોડી દે છે, તે હરિબલની જેમ રાજ્યાદિક સંપત્તિનું સ્થાન થાય છે.” શ્રી હરિબલ માછીની કથા કાંચનપુર નગરમાં જિતારી નામે રાજા હતો. તેને વસંતશ્રી નામે લાવણ્ય રૂપવતી પુત્રી હતી. એ ગામમાં એક હરિબળ નામે મચ્છીમાર રહેતો હતો. તે એક દિવસ પોતાની સ્ત્રીના કલહથી ઉદ્વેગ પામી જાળ લઈને નદીને તીરે આવ્યો. ત્યાં એક મુનિને જોઈ તે તેમની પાસે ગયો. તે મુનિ પાસેથી તેણે આ પ્રમાણે ઘર્મદેશના સાંભળી–“મેરુ પર્વતથી શું મોટું છે, સમુદ્રથી શું ગંભીર છે, આકાશથી વિસ્તારવાળું શું છે અને અહિંસા ઘર્મથી બીજો ઘર્મ શો છે? અર્થાત્ તે ચાર વાના જ મોટા છે. જ્યાં સુધી એટલું પણ જાણ્યું નહીં કે બીજાને પીડા કરવી નહીં, ત્યાં સુધી પરાળના પૂળાની જેવા કોટી અક્ષરોના પદને ભણી ગયા તો તેથી શું? કાંઈ નહીં. તે વિષે મહાભારતમાં પણ કહ્યું છે કે यो दद्यात्कांचनं मेलं, कृत्स्नां चैव वसुंधराम् । एकस्य जीवितं दद्याद्, न च तुल्यं युधिष्ठिर! ॥४॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૫] કુલક્રમાગત હિંસા ત્યાજ્ય ૧૭ ભાવાર્થ-“હે યુધિષ્ઠિર ! જો કોઈ સુવર્ણનો મેરુ દાનમાં આપે અને સમગ્ર પૃથ્વીનું દાન કરે તો પણ તે એકને જીવિતદાન આપવા તુલ્ય થતું નથી.’’ ઇત્યાદિ દેશના સાંભળી ધર્મના મર્મને જાણીને હરિબળ બોલ્યો-‘હે ભગવન્! જેમ કોઈ રાંક ચક્રવર્તીના એંઠા ભોજનને છોડી ન શકે તેમ મચ્છીમારના કુળમાં જન્મેલા મારા જેવા રાંકને હિંસાનો ત્યાગ કરવો અશક્ય છે.' મુનિ બોલ્યા કે—“જો તું અધિક ત્યાગ કરી શકે નહીં તો ‘જે પ્રથમ જાળમાં મત્સ્ય આવે તેને છોડી દેવો' એવો અલ્પ નિયમ ગ્રહણ કર.'' હરિબળે એ નિયમ ગ્રહણ કર્યો. પછી નદીમાં જાળ નાખી એટલે તેમાં એક મોટો મત્સ્ય આવ્યો. ફરી વાર જાળ નાખતાં પણ તેનો તે મત્સ્ય આવ્યો. એટલે એંઘાણી રાખવા સારુ તેના કંઠમાં એક કોડી બાંધીને તેને છોડી મૂક્યો. પાછો ફરી વાર પણ તે જ આવ્યો. એવી રીતે સંધ્યાકાલ સુધી અન્ય અન્ય સ્થાને જઈને જાળ નાખી તો પણ તે જ મચ્છ આવ્યો અને તેને છોડી મૂક્યો. આવી તેની દૃઢતાથી કોઈ દેવ પ્રસન્ન થયો અને સંતુષ્ટ થઈને કહ્યું કે, ‘‘વરદાન માગ.’” હરિબળે કહ્યું, “આપત્તિમાં તત્કાળ મારી રક્ષા કરજો.’' દેવ તેવો વર આપીને અંતર્ધાન થઈ ગયો. પછી મત્સ્ય મળ્યો નહીં તેથી સ્ત્રીના ભયથી ઘેર નહીં જતાં તે કોઈ દેવાલયમાં જઈને સૂઈ રહ્યો. આ અરસામાં નગરમાં એવું બન્યું કે, એક દિવસ રાજકન્યા ગોખમાં બેઠી હતી. તે હિરબળ નામના કોઈ ગૃહસ્થના પુત્રને જોઈને તેના પર સરાગી થઈ. તેથી તેણે કોઈ ઉપાયથી હરિબળ શ્રેષ્ઠીપુત્રને પોતાના તરફ સરાગી કર્યો. દૈવયોગે તેમણે પરસ્પર જ્યાં પેલો હરિબળ મચ્છીમાર સૂતો હતો તે જ દેવાલયમાં તે જ દિવસે આવવાનો સંકેત કર્યો. રાજકુમારી વસંતશ્રી તો તે રાત્રે પોતાનું સર્વસ્વ લઈ અશ્વ ઉપર બેસીને તે દેવાલયને દ્વારે આવી. અહીં શ્રેષ્ઠીપુત્રે વિચાર્યું કે, ‘આ કામ કરવું ગુણીજનને યુક્ત નથી. એ કાર્ય કરવાથી કુળની મલિનતા થાય. વળી તે રાજપુત્રી હોવાથી બીજા પણ કષ્ટ પ્રાપ્ત થાય.' આવા વિચારથી તે રાત્રે ઘેર જ રહ્યો. કહ્યું છે કે ‘‘સ્ત્રી જાતિમાં દંભ, વણિક જાતિમાં અત્યંત બીકણપણું, ક્ષત્રિય જાતિમાં રોષ અને બ્રાહ્મણ જાતિમાં લોભ એ સ્વાભાવિક રહેલા છે.’’ અહીં પેલી રાજકુમારીએ દેવાલયને દ્વારે આવીને ‘રિબળ!’ એવા નામથી સાંકેતિક શ્રેષ્ઠીપુત્રને બોલાવ્યો ને કહ્યું કે—સ્વામી! ચાલો આપણે દેશાંતરે જઈએ, જેથી આપણા મનોરથ સફળ થાય.' મચ્છી હરિબળ કોઈ સાથે સંકેત છે એમ જાણી હુંકારો દઈને તૈયાર થયો. બન્ને એક જ અશ્વ ઉપર બેસી આગળ ચાલ્યા. રાજપુત્રી વારંવાર તેને બોલાવે, પણ તે તો માત્ર હુંકારો જ આપે. છેવટે રાજસુતાએ ખેદ પામી વિચાર્યું કે, ‘આ કોઈ બીજો પુરુષ છે.' તેમ કરતાં જ્યારે રવિનો પ્રકાશ થયો ત્યારે તો તેનું રૂપ જોઈ તેણે વિચાર્યું કે, “મને ધિક્કાર છે, પેલા હાથીની જેમ મારી બન્ને ઇષ્ટ વસ્તુ નષ્ટ થઈ. જેમકે—‘કોઈ હાથીને ગ્રીષ્મ ઋતુમાં દાહથી પીડિત થતાં ઘણી તૃષા લાગી, તેથી કોઈ સરોવર જોઈને તે ઉતાવળો તેની પાસે જવા ચાલ્યો, જેવો તે કાંઠાની નજીક આવ્યો તેવામાં તે કાદવમાં એવો ખૂંચી ગયો કે, દુદૈવયોગે તે તીર અને નીર બન્નેથી ભ્રષ્ટ થયો.’ આવા નિર્ભાગી, દુષ્ટ કુળમાં જન્મેલા, મૂર્ખ, અનિષ્ટ પતિના નિત્ય સંયોગ કરતાં તો એક વાર મરવું સારું છે.’ આ પ્રમાણે ખેદ કરતી રાજકુમારીને જોઈને હરિબળે વિચાર્યું કે, ‘મને ધિક્કાર છે, ભાગ ૨-૨ Jain Educa Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ મેં કપટ કરીને રાજપુત્રીને છેતરી છે.' તે વખતે તેની ચિંતા દૂર કરવા માટે પેલા દેવે તેનું કામદેવ જેવું સ્વરૂપ કરી દીધું અને આકાશવાણી કરી કે, ‘હે રાજપુત્રી! આવા પુણ્યવાન્ પતિને મેળવીને બીજી શેની ઇચ્છા કરે છે?' પછી બન્નેને પ્રીતિ થવાથી તે દેવે તેમને ગાંધર્વ વિવાહ વડે પરણાવ્યા. ત્યાંથી તેઓ વિશાલા નગરીમાં આવ્યા. ત્યાં એક સુંદર ગૃહ ભાડે રાખીને તેમાં રહ્યા. કેટલેક દિવસે હરિબળ કેટલીક ભેટો આપીને રાજાનો માનપાત્ર થયો. એક દિવસ મંત્રીએ રાજાની પાસે વસંતશ્રીના રૂપ લાવણ્યનું વર્ણન કર્યું. તે સાંભળી રાજા તેની ઉપર લુબ્ધ થયો. તેથી હરિબળને હણવાની ઇચ્છાથી એક વખત તેણે સભા વચ્ચે કહ્યું કે, ‘મારી સભામાં હરિબળ જેવો બીજો કોઈ સાહસિક નથી કે જે મારે ઘેર આવવા માટે લંકાપતિ વિભીષણને નિયંત્રણ કરી લાવે.' હરિબળે પોતાનો ઉત્કર્ષ સાંભળી રાજાને કહ્યું કે—સ્વામી! જો તેમને નિમંત્રણ કરવું હશે તો હું થોડા દિવસમાં એ કામ કરી આવીશ.' રાજાએ આજ્ઞા આપી એટલે ત્યાંથી ઊઠીને હરિબળ પોતાને ઘેર આવ્યો અને વસંતશ્રીને એ વૃત્તાંત જણાવીને કહ્યું કે, “હું આવું ત્યાં સુધી તું રૂડી રીતે શીલ પાળજે, હું કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવા માટે જાઉં છું. નીતિમાં કહ્યું છે કે, કદી મસ્તક છેદાય કે વધબંધન પ્રાપ્ત થાય તથાપિ ઉત્તમ પુરુષોએ અંગીકાર કરેલું વચન પાળવું. પછી જે ભાવી હોય તે થાય.’’ આ પ્રમાણે કહીને તે ઘરેથી ચાલી નીકળ્યો. અનુક્રમે સમુદ્રને તીરે આવીને વિચારવા લાગ્યો કે, ‘અહો! આ કાર્યનો નિર્વાહ શી રીતે થશે?' તત્કાલ પેલા દેવે તેને ઉપાડીને લંકાના ઉપવનમાં મૂક્યો. ત્યાં એક રમણીય મહેલ જોઈને ‘આ શું?” એમ આશ્ચર્ય પામી હરિબળ તેમાં પેઠો. ત્યાં એક ઓરડામાં એક યૌવનવતી બાળા અચેતન સ્થિતિમાં પડેલી જોવામાં આવી. તે જોઈને હરિબળ વિચારમાં પડ્યો કે ‘આ શું આશ્ચર્ય!’ ત્યાં નજીકમાં એક અમૃતપૂર્ણ હૂંબી તેના જોવામાં આવી. તેને જળ જાણીને તેણે તે બાળાના સર્વ અંગપર સિંચન કર્યું, જેથી તત્કાળ તે કન્યા ઊંઘમાંથી જાગે તેમ બેઠી થઈ અને હરિબળને જોઈ લક્ષ ધારણ કરીને ઊભી રહી. પછી તેણે પૂછ્યું કે, ‘હે સ્વામી! અહીં કેમ આવ્યા છો?” હરિબળે આવવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. પછી તેણે તે બાળાનું સ્વરૂપ પૂછ્યું, એટલે તે બોલી−‘સ્વામી! મારો પિતા આ લંકાપતિના દેવનો પૂજારી છે. એક દિવસ મારા પિતાએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે, ‘મારી પુત્રીને કેવો પતિ મળશે?' તેણે કહ્યું કે, ‘તેનો પતિ રાજા થશે.’ એ સાંભળીને રાજ્યના લોભથી તે મારો પિતા જ મૂર્ખપણાથી મને પરણવાને ઇચ્છવા લાગ્યો. એવા લોભી પુરુષને ધિક્કાર છે, કે જે ઉન્માર્ગમાં જ ગમન કરે છે. રાજ્યંઘ, દિવાંઘ, જાત્સંઘ, માયાંઘ, માનાંઘ, ક્રોઘાંઘ, કામાંઘ અને લોભાંધ–એ ઉત્તરોત્તર અધિક અધિક અંધ ગણાય છે. આથી હું સ્વચ્છંદ રીતે ન વહુઁ તેટલા માટે મંત્ર વડે મને મૂર્છિત કરીને બહાર જાય છે અને પાછો આવી આ અમૃત વડે મને સજીવન કરે છે. એની દુર્મતિથી સર્વ સ્વજનોએ તેને દૂર કર્યો છે. તેના આવા કૃત્યથી કોઈ વાર મારું મૃત્યુ થશે; માટે હે મહાભાગ! આ લગ્ન વેળાએ તમે જ મારું પાણિગ્રહણ કરો કે જેથી હું ચિરકાળ જીવું.' હરિબળે તત્કાળ તેમ કર્યું, એટલે તે બોલી—‘સ્વામી ! હવે અહીંથી આપણે પલાયન કરવું યોગ્ય છે. કારણ કે મારો પિતા આવી ચડશે તો વિઘ્ર ઉત્પન્ન થશે. વળી ન બની શકે એવું જે વિભીષણને આમંત્રણ તે કરવાની કાંઈ જરૂર નથી. તે છતાં તમે અહીં આવ્યા છો તેવી તમારા રાજાને પ્રતીતિ કરાવવા માટે હું વિભીષણનું Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૫] કુલક્રમાગત હિંસા ત્યાજ્ય ચંદ્રહાસ ખગ કોઈ ઉપાયે લાવી આપીશ.' પછી તેની સંમતિથી તે સ્ત્રીએ વિભીષણનું ચંદ્રહાસ ખડ્ગ ગુપ્ત રીતે લાવી આપ્યું. તે સ્ત્રીની બુદ્ધિથી ચમત્કાર પામેલો હિરબળ પેલી અમૃતતુંબી, તે સ્ત્રી અને ચંદ્રહાસ ખડ્ગ લઈ લંકા નગરીની બહાર નીકળ્યો. અહીં હરિબળના ગયા પછી રાજા ગુપ્ત રીતે તેને ઘેર આવ્યો અને વસંતશ્રી પાસે તેના સંગમની પ્રાર્થના કરી. તે ચતુરા દ્વેષ અને ખેદ અંતરમાં ગોપવી બોલી કે, ‘હે રાજા, મારા પતિની શુદ્ધિ આવતા સુધી રાહ જુઓ.' રાજાએ કપટવૃત્તિએ વિચાર્યું કે, “હવે આ સ્ત્રી મારે વશ જ થવાની છે, અને તેનો પતિ તો મૃત્યુ જ પામવાનો છે તેથી થોડા દિવસ રાહ જોવી ઠીક છે.’’ આવું વિચારી તેનું વાક્ય સ્વીકારીને તે પાછો રાજમહેલમાં ગયો. ૧૯ અહીં હરિબળ દેવસાન્નિધ્યે સમુદ્ર ઊતરી કુસુમશ્રીને પોતાના નગરના ઉદ્યાનમાં મૂકી ગુપ્ત રીતે પોતાને ઘેર આવ્યો. ત્યાં વસંતશ્રી પતિની વિરહવ્યથાથી પીડાતી હતી, તેને પ્રત્યક્ષ મળ્યો. બન્નેએ પોતપોતાના વૃત્તાંત જણાવ્યા. પછી હરિબળે રાજાની ઇચ્છાનું મર્દન કરવા માટે રાજાની પાસે પોતાના ખબર મોકલાવ્યા. પછી તેણે પોતે જઈને રાજાને કહ્યું કે, ‘“હું વિભીષણને નોતરી તેની પુત્રી પરણીને આવ્યો છું. તે આ ઉપવનમાં છે અને વિભીષણ કુશળ છે.’’ આવું કર્ણકટુ વચન સાંભળી રાજા વિસ્મય પામ્યો, પણ લોકાપવાદના ભયથી તેને પ્રિયા સાથે મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ તેને વૃત્તાંત પૂછ્યું, એટલે તે બોલ્યો, ‘‘હે રાજન! હું અહીંથી ચાલી અનુક્રમે દુસ્તર સાગર પાસે ગયો. ત્યારે સમુદ્ર જોઈને મને ઘણો ઉદ્વેગ થયો. તેવામાં સમુદ્રમાંથી આવતા એક રાક્ષસને મેં દીઠો. તેને જોઈ મેં નિર્ભયપણે લંકામાં જવાનો ઉપાય પૂછ્યો. એટલે તેણે કહ્યું કે, જે પુરુષ અહીં કાષ્ઠભક્ષણ (અગ્નિપ્રવેશ) કરે તેનો જ ત્યાં પ્રવેશ થાય છે.’ એમ સાંભળી ‘સેવકે સ્વામીનું કાર્ય અવશ્ય કરવું જ જોઈએ.' એવું હૃદયમાં ધારી હું ચિતામાં પેઠો; એટલે મારા દેહની ભસ્મ લઈ તેણે વિભીષણ પાસે મૂકી અને મારું વૃત્તાંત જણાવ્યું. પછી વિભીષણે મારી સાત્ત્વિક વૃત્તિથી સંતુષ્ટ થઈ અમૃત છાંટીને મને સજીવન કર્યો અને પોતાની પુત્રી પરણાવી. પછી મેં તેમને તમારું આમંત્રણ જણાવ્યું. ત્યારે તે બોલ્યા કે, “મોટા માણસે પોતાથી ન્યૂન હોય તેને ઘેર જવું તે માનહાનિ છે, તેથી પ્રથમ તારા રાજાએ અહીં આવવું યોગ્ય છે. પછી હું તારા કહેવા પ્રમાણે કરીશ. આ વાતની એંઘાણી તરીકે હું મારું ચંદ્રહાસ ખગ તને આપું છું.'' એમ કહી મને ખડ્ગ આપ્યું. પછી તેમણે પોતાની શક્તિથી પ્રિયા સહિત મને અહીં પહોંચાડી દીધો.’’ આવા યુક્તિવાળા તેના વાક્યને સત્ય માની રાજા મંત્રીની સાથે વિચારમાં પડ્યો કે, ‘અહો! આ તો જીવતો આવ્યો. માટે હવે ફરી વાર કાંઈક છળ કરીને તેને દુઃખમાં પાડીએ.’ કહ્યું છે કે, ‘‘રાજા, સર્પ, પિશુન, ચોર, ક્ષુદ્રદેવતા, શિકારી પ્રાણી, શત્રુ અને ડાકણ તે દુષ્ટ છે તો પણ છળ વિના શું કરી શકે? તે સિવાય તેમનો આરંભ નિષ્ફળ થાય છે.’’ એક વખતે હરિબળે ભવિષ્યમાં થવાના અનર્થનો વિચાર કર્યા વગર મંત્રીઓ સહિત રાજાને ભોજનનું નિયંત્રણ કર્યું. રાજા જમવા આવ્યો ત્યારે તેની સ્ત્રીનું લાવણ્ય જોઈને અત્યંત કામપીડિત થઈ ગયો. પછી તેણે મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. એટલે મંત્રીએ કહ્યું કે, ‘હે સ્વામી! યમરાજને આમંત્રણ કરવા જવાને મિષે એને અગ્નિમાં નાખી દઈએ, તો આપણું ઇચ્છિત પૂર્ણ Page #29 -------------------------------------------------------------------------- ________________ ર૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૫ થાય.” રાજાને તે વિચાર પસંદ પડ્યો. અન્યદા રાજાએ હરિબળને બોલાવીને કહ્યું કે, “હે સાત્ત્વિક શિરોમણિ! તમારા સિવાય બીજો કોણ અગ્નિમાર્ગે જઈને યમરાજને મારે ઘેર તેડી લાવે?” તે સાંભળી હરિબળે વિચાર્યું કે, “રાજાને આવી બુદ્ધિ મંત્રીથી પ્રાપ્ત થઈ છે.” પછી તે તો રાજાની આજ્ઞા પ્રમાણ કરીને ઘેર આવ્યો અને વિચારવા લાગ્યો કે, “ખલ પુરુષોને ઉપકાર કરવાથી ઊલટો મહાદોષ ઉત્પન્ન થાય છે, શું અનુકૂળ વર્તવાથી મનગમતું ભોજન ખાવાથી) રોગ અતિશય કોપ નથી કરતા? કરે જ છે. માટે હવે ખલને યોગ્ય શિક્ષા જ કરવી.” પછી રાજાએ એક ચિતા રચાવી. હરિબળ પણ તરત પેલા દેવને સંભારીને ત્યાં આવ્યો અને જાજ્વલ્યમાન અગ્નિમાં પ્રવેશ કર્યો. તત્કાલ તેની કાયા સુવર્ણવત દેદીપ્યમાન થઈ અને તે પોતાને ઘેર આવ્યો, પણ કોઈએ તેને જોયો નહીં. એ સમયે રાજા પણ નિર્ભયપણે હરિબળને ઘેર આવ્યો અને તેની સ્ત્રીઓની પાસે કામભોગની યાચના કરી. ત્યારે તે સ્ત્રીઓ બોલી કે–“હે સ્વામી! આપને સેવકની સ્ત્રીઓ પાસે આવું વાક્ય બોલવું ઘટિત નથી. કારણ કે આ તો પહેરેગીરોએ જ ચોરી કરવી, રક્ષકોએ જ ઘાડ પાડવી, જળમાંથી જ લાય ઉત્પન્ન થવી અને સૂર્યથી જ અંઘકાર ઉત્પન્ન થવા જેવું છે.” આવી રીતે અનેક યુક્તિથી સમજાવ્યો તથાપિ તેણે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, એટલે તે બન્ને સ્ત્રીઓએ મળીને રાજાને દ્રઢ બંધનથી બાંધી લીધો અને તેના અવયવ જર્જરિત કરી દીઘા. પછી દયા લાવીને તેને છોડી મૂક્યો એટલે પ્રાતઃકાળે તે લગ્નથી પોતાના અંતઃપુરમાં પેસી ગયો. હવે હરિબળે વિચાર્યું કે, “કોઈ વાર આ દુષ્ટ મંત્રી આવા દંભ કરીને મને મારી નાખશે, માટે હું જ દંભ કરીને તેને યમરાજનો અતિથિ કરું. કહ્યું છે કે व्रजंति ते मूढधियः पराभवं, भवंति मायाविषु ये न मायिनः । प्रविश्य ही नंति शठास्तथाविधा-नसंवृतांगान्निशिता इवेषवः ॥१॥ ભાવાર્થ-જે માયાવીની સાથે માયાવી થતા નથી તે મૂઢ લોકો પરાભવને પામે છે. કારણ, તેવા શઠ લોકો, કવચ વગરના શરીરવાળા પુરુષોને જેમ તીક્ષ્ય બાણ પરાભવ કરે છે તેમ અંદર પેસીને હેરાન કરે છે.' આ પ્રમાણે વિચારી હરિબળ કોઈ પુરુષને યમરાજનો છડીદાર બનાવી તેની સાથે રાજસભામાં આવ્યો. રાજા તેને જોઈ વિસ્મય પામ્યો. તેણે હરિબળને યમરાજનું સ્વરૂપ પૂછ્યું. એટલે હરિબળે સ્વબુદ્ધિ પ્રમાણે તેનું વર્ણન કરી બતાવ્યું. પછી જણાવ્યું કે, “હે સ્વામી!હું યમરાજનું વર્ણન વચનથી શું કરી શકું? કારણકે મોટા મોટા યોગદ્રો પણ તેના ભયથી યોગાભ્યાસ કરે છે. વઘારે શું કહું! ત્રણે ભુવન તેની સેવા કરે છે. હે રાજેન્દ્ર!મેં જ્યારે સારી યુક્તિથી તેને આમંત્રણ કર્યું ત્યારે તેમણે પોતાનો છડીદાર મારી સાથે આપીને કહ્યું કે, મારી સમૃદ્ધિ જોવાને માટે તારા રાજાના મંત્રીને આની સાથે મોકલજે, પછી હું તેની સાથે આવીશ.” હરિબળે આ પ્રમાણે કહ્યું એટલે પેલા કૃત્રિમ છડીદારે પણ કહ્યું કે, “હે મંત્રી! સત્વર ત્યાં પઘારો.” તે વખતે રાજા પણ જલતા અગ્નિમાં પ્રવેશ કરવાને ઉત્સુક થઈ ગયો. તે જોઈ સ્વામીદ્રોહના ભયથી હરિબળે કહ્યું કે, “મહારાજ! પ્રથમ તમારા આવવાના ખબર આપવા મંત્રીને મોકલો, પછી આપ પધારજો.” એટલે મંત્રી રાજાની વઘામણી દેવા માટે ઉત્સુક થઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૬] હિંસાનું ફળ ૨૧ સત્વર અગ્નિમાં પડ્યો અને ભસ્માવશેષ થઈ ગયો. પછી હિરબળે રાજાને કહ્યું કે, ‘હે સ્વામી! પરસ્ત્રીના અંગનો સંગ કરવાની બુદ્ધિ છોડી આપ ચિરકાળ દીર્ઘાયુ થાઓ. સ્વામીદ્રોહનું મહા પાપ જાણી મેં આપને મૃત્યુથી બચાવ્યા છે. હવે ફરી વાર પાપબુદ્ધિ આપનારા તે મંત્રીના દર્શન થશે નહીં.' આ પ્રમાણે સાંભળી ખેદ કરતો સતો રાજા પોતાના મહેલમાં ગયો, પણ રાજા તેનું ચાતુર્ય જોઈને ઘણો સંતુષ્ટ થયો, તેથી તેની સાથે પોતાની કન્યાનો વિવાહ કર્યો. અહીં કાંચનપુરના રાજાએ મુસાફરોના મુખથી પોતાની પુત્રીના તથા હિરબળના ખબર સાંભળ્યા. તેથી તત્કાળ તેણે પોતાના જામાતાને તેડાવી પોતાનું રાજ્ય અર્પણ કર્યું. પછી હરિબળ રાજાએ પોતાના રાજ્યમાં અમારી ઘોષણા કરાવી. અન્યદા વિહાર કરતાં કરતાં તેના ધર્મગુરુ મુનિમહારાજ ત્યાં પધાર્યા. તેમને વંદના કરી ધર્મદેશના સાંભળી. પછી પોતાના દેશમાંથી સાતે વ્યસનોને દૂર કરાવ્યા. છેવટે પોતાની રાજગાદી ઉપર પોતાના પુત્રને બેસાડી ત્રણે રાણીઓ સાથે તેણે દીક્ષા લીઘી. અનુક્રમે હરિબળ રાજર્ષિ મુક્તિને પ્રાપ્ત થયા. હે ભવ્યો! આ પ્રમાણે હરિબળનું ચિરત્ર સાંભળી આ લોકમાં પણ પૂર્ણ ફળને આપનારી જીવદયાને વિષે મહાન પ્રયત્ન કરો. આ હરિબળનું વધારે વિસ્તારવાળું ચરિત્ર શ્રી પ્રતિક્રમણ સૂત્રની બૃહવૃત્તિથી જાણી લેવું. વ્યાખ્યાન હિંસાનું ફળ હવે જે પ્રાણી નિરંતર છકાયજીવની હિંસા કરવામાં તત્પર રહે છે તેનું ફળ બતાવે છે : निरपराधजंतूनां कुर्वंति वधमन्वहम् । " असंयता गतघृणा, भ्रमंति भवकंदरे ॥ १ ॥ ભાવાર્થ-જે પ્રાણી હંમેશા નિર્દયપણે અને અવિરતપણે નિરપરાધી પ્રાણીઓની હિંસા કરે છે તે આ સંસારને વિષે પરિભ્રમણ કરે છે.’’ શ્રી પુષ્પમાલાની ટીકામાં કહ્યું છે કે જે જીવ પ્રાણીને વધ બંધન કરવામાં તેમજ મારવામાં નિરંતર તત્પર હોય છે અને જીવોને અતિ દુઃખ આપનાર હોય છે તે મૃગાવતીના પુત્રની જેમ સઘળા દુઃખના સ્થાનરૂપ થાય છે.'' આ ઠેકાણે ‘વધ' શબ્દે તાડનાદિ કરવા વડે પીડા ઉપજાવવાનું સમજવું. ‘બંધ' શબ્દે દોરડા વગેરેથી સખ્ત બંઘન કરવાનું સમજવું અને ‘મારણ’ શબ્દવડે પ્રાણથી વિયોગ કરવાનું સમજવું. તે વધ, બંધ તથા મારણમાં રક્ત અને જૂઠું આળ દેવા વગેરેથી પ્રાણીને ઘણું દુઃખ ઉત્પન્ન કરનાર પ્રાણી મૃગાપુત્રની જેમ સમસ્ત પ્રકારના દુઃખનું ભાજન થાય છે. તે મૃગાપુત્રનું દૃષ્ટાંત શ્રી વિપાકસૂત્રને અનુસારે અહીં લખીએ છીએ. શ્રી મૃગાપુત્રની કથા શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા અન્યદા મૃગ નામના ગામના ઉદ્યાનમાં સમવસર્યા. પછી પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ એષણીય અન્નાદિ લઈ પાછા વળતાં માર્ગમાં એક વૃદ્ધ અને અંઘ કોઢીઆને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણી રહી હતી અને તે પગલે પગલે અલિત થતો હતો. એવા દુઃખના ઘરરૂપ તેને જોઈ ગૌતમસ્વામીએ પ્રભુની પાસે આવીને પૂછ્યું કે “હે ભગવન્! આજે મેં એક એવા મહા દુઃખી પુરુષને જોયો છે કે તેના જેવો વિશ્વમાં બીજો કોઈ દુઃખી પુરુષ હશે?” પ્રભુ બોલ્યા–“હે ગૌતમ! એને કોઈ મોટું દુઃખ નથી. આ જ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણી છે, તેનો પ્રથમ પુત્ર લોઢીઆના જેવી આકૃતિવાળો છે, તેના દુઃખ આગળ આનું દુઃખ કોણ માત્ર છે? એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિથી રહિત છે, તેના દેહમાંથી દુર્ગઘી, રુથિર અને પરુ સ્ત્રવ્યા કરે છે, તે જન્મ લીઘા પછી સદા ભૂમિગૃહમાં જ રહે છે.” આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ તેને જોવાની ઇચ્છાએ રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણઘર મહારાજને અચાનક આવેલા જોઈ બોલી–“હે ભગવન્! તમારું દુર્લભ આગમન અકસ્માત્ કેમ થયું?” ગણઘર ભગવંત બોલ્યા- “મૃગાવતી! પ્રભુના વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું.” રાણીએ તરત જ પોતાના સુંદર આકૃતિવાળા પુત્રો બતાવ્યા, એટલે ગણઘર બોલ્યા- હે રાજપત્ની! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખ્યો છે તે બતાવ.” મૃગાવતી બોલી કે–“ભગવન્! મુખે વસ્ત્ર બાંઘો અને ક્ષણવાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુર્ગધ નીકળી જાય તેમ કરું.” પછી ક્ષણવારે મૃગાવતી ગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. ગૌતમસ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જોયો. તે પગના અંગૂઠા, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો; જન્મથી નપુંસક, બધિર અને મૂંગો હતો; દુસ્સહ વેદના ભોગવતો હતો; જન્મથી માંડીને શરીરની અંદરની આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી રુધિર તથા પરુ અવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાન પાપ હોય તેવા તે લોઢકાકૃતિ પુત્રને જોઈ ગણઘર બહાર નીકળ્યા અને પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, “હે સ્વામી! આ જીવ કયા કર્મથી નારકીના જેવું દુઃખ ભોગવે છે?' પ્રભુ બોલ્યા “શતદ્વાર નામના નગરમાં ઘનપતિ નામના રાજાને ઈક્કાઈ રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતો. તે પાંચસો ગામના અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો હતો અને કાન, નેત્ર વગરે છેદીને લોકોને હેરાન કરતો હતો. એક સમયે તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે–શ્વાસ, ખાંસી, જવર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર દ્વેષ, નેત્રપીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જલોદર અને કોઢ, કહ્યું છે કે दुष्टानां दुर्जनानां च, पापीनां क्रूरकर्मणाम् । अनाचारप्रवृत्तानां, पापं फलति तद्भवे ॥१॥ ભાવાર્થ-દુષ્ટ, દુર્જન, પાપી, ક્રૂરકર્મ કરનાર અને અનાચારમાં પ્રવર્તનારને તે જ ભવમાં પાપ ફળે છે.” તે રાઠોડે ક્રોઘ અને લોભને વશ થઈ અનેક પાપો કર્યા. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો. એવી રીતે અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને તે પહેલી નરકે Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૭] હિંસાના સંકલ્પનું ફળ ૨૩ ગયો. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતીના પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર રોમના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછો બહાર નીકળે છે. આવા મહા દુઃખવડે બત્રીશ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામીને આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય સમીપે સિંહ થશે. ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે. ત્યાંથી સર્વોલીયા(નોળિયા)પણાને પામી બીજી નરકે જશે. ત્યાંથી પક્ષી થઈ ત્રીજી નરકે જશે. એમ એક એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે, પછી મચ્છપણું પામશે. પછી સ્થલચર જીવોમાં આવશે. પછી ખેચર–પક્ષી જાતિમાં ઊપજશે. પછી ચતુરિંદ્રિય, તે ઇંદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે. પછી પૃથ્વી વગેરે પાંચે સ્થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભમી અકામનિર્જરાએ લઘુકર્મી થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઊપજશે. ત્યાં સાધુના સંગથી ઘર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુએ ગૌતમસ્વામીને લોઢકનો સંબંઘ કહ્યો. આ કથા સાંભળી આસ્તિક પુરુષોએ ચરાચર જીવોની હિંસા છોડી દેવી અન્ને હંમેશાં પોતાનું ચિત્ત અહિંસક રાખવું. વ્યાખ્યાન ૭ હિંસાના સંકલ્પનું ફળ જે પુરુષ હિંસાનો મનોરથ કરે તે પોતે જ દુઃખી થાય છે. તે વિષે કહ્યું છે કે __ यदि संकल्पतो हिंसा-मन्यस्योपरि चिंतयेत् । तत्पापेन निजात्मा हि, दुःखावनौ च पात्यते ॥१॥ ભાવાર્થ-“જો કોઈ પ્રાણી સંકલ્પથી પણ બીજાની હિંસાનું ચિંતવન કરે, તો તે પાપથી પોતાના આત્માને જ દુઃખની ભૂમિમાં પાડે છે.” આ વિષે દાસીપુત્રનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે દાસીપુત્રની કથા કૌશાંબી નામની નગરીમાં મહીપાલ નામે રાજા હતો. તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ઘારણ કરનાર વરદત્ત નામે મુનિ પધાર્યા. તેમણે ચતુર્વિધ સંઘને આ પ્રમાણે દેશના આપી–“જૈનીઓ અપરાથી અને નિરપરાધી બન્નેની ઉપર દયા કરે છે. જેમ ચંદ્ર, રાજા અને ચંડાલ બન્નેના ઘર ઉપર સરખી કાંતિ પ્રસારે છે તેમ.” - આ પ્રમાણે ઘર્મદેશના દેતાં ગુરુએ અકસ્માત હાસ્ય કર્યું. તે જોઈ સભાજનો વિસ્મય પામીને બોલ્યા–“ભગવન્! પ્રવચનમાં કહ્યું છે કે હાસ્ય કરવાથી સાત અથવા આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે, તો તમારા જેવા મોહને જીતનારા પુરુષોને અવસર વિના હાસ્ય ઉત્પન્ન કેમ થયું?” મુનિ બોલ્યા- ભદ્રો! સાંભળો. આ લીંબડાના વૃક્ષ ઉપર સમડી નામે પક્ષિણી દેખાય છે, તે પૂર્વભવના વૈરથી ક્રોધ લાવી બે પગવડે મને મારી નાખવાને ઇચ્છે છે.” તે સાંભળી સભાજનોએ કૌતુકથી તેનો પૂર્વભવ પૂક્યો. મુનિએ તે સમડીને પ્રતિબોઘ થવા માટે કહ્યું કે “આ ભરતખંડમાં આવેલા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ શ્રીપુર નામના નગરમાં ઘન્ય નામે શ્રેષ્ઠી હતો. તેને સુંદરી નામે સ્ત્રી હતી. તે વ્યભિચારિણી હતી. એક વખતે તેના જારપુરુષે તેને કહ્યું કે, “આજથી તારે મારી પાસે આવવું નહીં, કારણ કે હું તારા સ્વામીથી ભય પામું છું.' સુંદરી બોલી–પ્રિયતમ! એવું બોલો નહીં, થોડા દિવસમાં હું એવું કરીશ કે આપણે નિર્ભય થઈશું. અર્થાત્ મારા પતિને હું મારી નાખીશ.” એક વખતે તે સુંદરીએ પતિને મારી નાખવા ઝેર સાથે દૂધનો પ્યાલો તૈયાર કર્યો. પછી પતિને પીરસવા માટે તે પ્યાલો લેવાને જેવી તે ઘરમાં ગઈ તેવામાં તેને સર્ષે ડસી, એટલે તે પૃથ્વી પર પડીને મૃત્યુ પામી. ઘન્ય શ્રેષ્ઠી તેના પડવાનો અવાજ સાંભળી સંભ્રમથી ભોજન કરતો ઊભો થયો અને “આને શું થયું?” એમ બોલતો તેની પાસે ગયો. તત્કાળ સુંદરીને મૃત્યુ પામેલી જોઈ તેના પર સ્નેહથી તેના દુશ્ચરિત્રને નહીં જાણનારો તે વિલાપ કરવા લાગ્યો. સુંદરી મૃત્યુ પામીને સિંહ થઈ. ઘ શ્રેષ્ઠીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. અન્યદા કોઈ વનમાં તે ઘન્યમુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. ત્યાં દૈવયોગે પેલી સુંદરીનો જીવ સિંહ આવી ચડ્યો. તેણે પૂર્વભવના વૈરથી મુનિને મારી નાખ્યા. ઘન્યમુનિ મૃત્યુ પામીને બારમા અય્યત દેવલોકે દેવતા થયા અને તે સિંહ મરીને ચોથી નરકે ગયો. ઘન્યમુનિનો જીવ બારમા સ્વર્ગથી ચવી ચંપાનગરીમાં દત્ત નામના શ્રેષ્ઠીને ઘેર વરદત્ત નામે પુત્ર થયો. તે બાલ્યવયથી જ વિવેકી, દાતાર અને દયાળુ હતો. થોડા વખતમાં તેણે સમકિત રત્ન પ્રાપ્ત કર્યું. સુંદરીનો જીવ ચોથી નરકમાંથી નીકળી અનેક ભવમાં ભમી વરદત્તને ઘેર કામુકા નામે દાસીનો પુત્ર થયો. તે દાસીપુત્ર એવા નામથી પ્રખ્યાત થયો. એ દાસીપુત્ર વરદત્તને શત્રુની જેમ જોવા લાગ્યો, તથાપિ તેને પ્રીતિ ઉત્પન્ન કરવા થોડી થોડી દયા પાળવા લાગ્યો. તેને ઘર્મિષ્ઠ જાણી સંતુષ્ટ થયેલા શ્રેષ્ઠીએ વિચાર્યું કે, “આ મારો ઘર્મબંધુ છે. તે કર્મયોગે નીચ કુળમાં ઉત્પન્ન થયો છે, પણ જૈન સિદ્ધાંત પ્રમાણે પરમાર્થથી કુળની પ્રઘાનતા જોવાતી નથી.” આવું વિચારી તેણે લોકોની સમક્ષ તેને પોતાના ભ્રાતા તરીકે સ્થાપન કર્યો. ત્યારથી લોકોમાં પણ તે શ્રેષ્ઠીભ્રાતા એવા નામથી પ્રસિદ્ધ થયો. દાસીપુત્ર, ઉપરથી કપટવૃત્તિવડે ભક્તિ બતાવતો, પણ અંદરથી ગૃહનો સ્વામી થવા માટે શ્રેષ્ઠીને મારી નાખવા સારુ વિવિઘ પ્રકારના ઉપાયો યોજતો હતો. એક વખતે તેણે શયન સમયે શ્રેષ્ઠીને વિષયુક્ત નાગરવેલનું પાન આપ્યું, પણ વરદત્તે તે સમયે ચોવિહારનું પચખાણ કરેલું હોવાથી તે ઓશીકે મૂકીને સૂઈ ગયો. પ્રાતઃકાળે નવકારનું સ્મરણ કરતો તે દેરાસરે પ્રભુને નમવા ગયો. એ સમયે વરદત્તની સ્ત્રીને તે તાંબૂલપત્ર હાથ આવતાં દાસીપુત્રને આંગણામાં ઊભેલો જોઈ તે બોલી કે–દેવર! આ તાંબૂલ ગ્રહણ કરો.' દાસીપુત્ર તેના રૂપ તથા કંકણાદિ અલંકારમાં મન લગાડી તેની મનોહર વાણીથી મોહ પામી પ્રસન્ન થઈ ગયો હતો, તેથી તે તાંબૂલપત્ર ભક્ષણ કરી ગયો. તત્કાલ વિષપ્રયોગથી ભૂમિ ઉપર પડી આર્તધ્યાને મૃત્યુ પામી તે દાસીપુત્ર આ સમડીરૂપે ઉત્પન્ન થયો છે. તેનું એવું સ્વરૂપ જોઈ સંસારથી વૈરાગ્ય પામી સ્વદ્રવ્યને ઉત્તમ ક્ષેત્રમાં વાપરી વરદત્તે દીક્ષા લીધી, તે આ હું છું અને આ પ્રમાણે મારું પૂર્વ વૃત્તાંત છે.” એ વખતે તે સમડી પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી વૃક્ષની નીચે ઊતરી ગુરુના ચરણમાં પડી, અને તેણે પોતાના અપરાઘ ખમાવ્યા. પછી મુનિના Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૮]. કુલઝમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ વચનથી અનશન લઈ મૃત્યુ પામીને તે સ્વર્ગે ગઈ. તે જોઈ રાજા વગેરે પણ અહિંસા ધર્મ સ્વીકાર્યો. મુનિ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. આ પ્રમાણે દાસીપુત્રના પ્રબંઘથી હિંસાનો સંકલ્પ કરવો તે પણ અતિ દુઃખદાયક છે, એમ જાણી રાગદ્વેષવડે થતી હિંસાને તજી દઈ તે મુનિ ચિકૂપલક્ષ્મી (મોક્ષ લક્ષ્મી)ને પ્રાપ્ત થયા. વ્યાખ્યાન ૬૮ કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ કોઈક અજ્ઞાની એમ કહે છે કે “જે માછી કે વાગરિક જાતના લોકો છે તેઓને બોકડા, કૂકડા વગેરેની હિંસા કરવી તે તો કુલાચાર પ્રમાણે ચાલી આવે છે. તેથી તે કાંઈ પાપનો હેતુ થતી નથી. કારણ કે, તેઓ કહે છે કે, અમને તો ઈશ્વરે આવો જ અવતાર આપ્યો છે, અને અમારા પૂર્વજોએ જે આચર્યું છે તે અમે પણ આચરીએ છીએ તો તેમાં કાંઈ દોષ નથી.” આ પ્રમાણે કહેનારાઓ પ્રત્યે જે શિક્ષા છે, તે નીચે પ્રમાણે છે : कुलक्रमागतां हिंसां, परित्यजति यो बुधः । कुमारपालवद् ज्ञेयः, स श्रेष्ठः श्रावकोत्तमः॥१॥ ભાવાર્થ-જે પ્રાજ્ઞ પુરુષ કુલક્રમથી ચાલી આવતી હિંસાને ત્યજી દે છે તેને કુમારપાળના જેવો શ્રેષ્ઠ અને ઉત્તમ શ્રાવક સમજવો.” આ વિષે કુમારપાળનો પ્રબંઘ છે તે આ પ્રમાણે શ્રી કુમારપાળ રાજાની કથા પાટણ નગરમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામ્યો ત્યારે સંવત ૧૧૬૬ના વર્ષમાં કુમારપાળ રાજા થયો. કહ્યું છે કે, न श्रीः कुलक्रमायाता, शासने लिखिता न च । खड्रेनाक्रम्य भुंजीति, वीरभोग्या वसुंधरा ॥१॥ ભાવાર્થ-“લક્ષ્મી કાંઈ કુલક્રમથી ચાલી આવતી નથી, અને લેખમાં લખાતી નથી, પણ તે તો માત્ર ખથી જ મેળવીને ભોગવાય છે, કારણ કે, પૃથ્વી વીરભોગ્યા જ છે.” તે કુમારપાળ રાજાએ પચાસ વર્ષ પર્યત દેશાંતરમાં ફરવાથી મેળવેલી નિપુણતા વડે રાજનીતિ સ્થાપના કરી હતી. તેણે દિવિજય કરીને અગિયાર લાખ ઘોડા, અગિયારસો હાથી, પચાસ હજાર રથ, બોંતેર સામંત અને અઢાર લાખ પેદલ–એટલી સમૃદ્ધિ એકઠી કરી હતી. તેના દિગ્વિજયનું પ્રમાણ શ્રી વીરચરિત્રમાં આ પ્રમાણે કહેલ છે કે-“કુમારપાળ રાજા પૂર્વમાં ગંગા સુઘી, દક્ષિણમાં વિંધ્યાચળ સુઘી, પશ્ચિમમાં સિંધુ નદી સુઘી અને ઉત્તરમાં તુર્ક દેશ સુધી પોતાની આજ્ઞા પ્રવર્તાવશે.” એક વખતે કુમારપાળ રાજા સભા ભરીને બેઠો હતો તેવામાં શ્રી હેમચંદ્રસૂરિ તેને પ્રતિબોઘ પમાડવા માટે ત્યાં આવ્યા. સૂરિને આવતા જોઈ રાજાએ ઊભા થઈ આસન આપ્યું અને ગુરુએ પૂર્વે કરેલા ઉપકારો સંભારીને તેમને વંદના કરી. પછી રાજાએ પૂછ્યું કે– હે ભગવન્! સર્વ ઘર્મમાં કયો Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ પ. ઘર્મ શ્રેષ્ઠ છે?” ગુરુ બોલ્યા- “હે રાજનું! સર્વ ઘર્મમાં અહિંસા ઘર્મ શ્રેષ્ઠ છે અને તે સર્વ શાસ્ત્રોમાં વિખ્યાત છે. જે ઘર્મમાં જીવદયા નથી, તે ઘર્મને સર્વ રીતે છોડી દેવો. વળી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું છે કે, ध्रुवं प्राणिवधो यज्ञे, नास्ति यज्ञस्त्वहिंसकः । सर्वसत्त्वेष्वहिंसैव, धर्मयज्ञो युधिष्ठिर !॥ ભાવાર્થ-“હે યુધિષ્ઠિર! યજ્ઞમાં પ્રાણીનો વઘ જરૂર થાય છે. કોઈ યજ્ઞ હિંસા વિના થતો નથી; તેથી સર્વ પ્રાણી ઉપર જે દયા કરવી તે જ મોટો ઘર્મ યજ્ઞ છે.” વળી મીમાંસામાં પણ કહ્યું છે કે अंधे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसायां न भवेद्धर्मो न भूतो न भविष्यति ॥ ભાવાર્થ-જે પશુવડે યજ્ઞ કરે છે તે અંઘકારમાં મગ્ન થાય છે. હિંસાથી કદી પણ ઘર્મ થતો નથી, થયો નથી અને થશે પણ નહીં.' જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ઘર્મ ઘર્મ એ શબ્દ જગતમાં ઘણે પ્રકારે પ્રવર્તે છે, તેથી ઘર્ષણ, તાપ અને છેદ વડે જેમ સુવર્ણની પરીક્ષા કરીએ છીએ તેમ તેની ત્રણ પ્રકારે પરીક્ષા કરવી.” પરસ્પર વિરોઘી એવા દર્શનોના ૩૬૩ ભેદ છે, પણ તેઓ અહિંસાને દૂષિત કરતા નથી. તેથી જ્યાં વિશેષ પ્રકારે અહિંસા વર્તતી હોય તે ધર્મને ગ્રહણ કરવો.” આ પ્રમાણે સૂરિના ઉપદેશથી સમ્યક્ પ્રકારે ઘર્મને જાણ્યા છતાં પણ કુમારપાળ રાજા લોકલક્સથી મિથ્યાત્વને છોડી દેવા ઇચ્છતો નહોતો. કહ્યું છે કે, “કામરાગ અને સ્નેહરાગ ટાળવા સુલભ છે, પણ દ્રષ્ટિરાગ તો એવો મહાપાપી છે કે તે પુરુષોને પણ દુઃખ આપે છે.” રાજાએ સૂરિને કહ્યું કે, “ભગવન્! કુળ તથા દેશનો ઘર્મ તો કદી ઉલ્લંઘન કરવો નહીં. નીતિમાં પણ એ પ્રમાણે કહ્યું છે, તેથી કુલાચારને ત્યજવો તે યોગ્ય જણાતું નથી.” સૂરિ બોલ્યા“રાજ! આ વાક્ય શુભ કર્મ ન તજવા માટે ગ્રહણ કરવાનું છે. કદી કુલક્રમથી દરિદ્રતા ચાલી આવતી હોય તો તેને નિવારવા કોણ ઇચ્છા ન કરે? કહ્યું છે કે, “જ્યાં સુધી બીજાની પ્રતીતિમાં જ બુદ્ધિ વર્તતી હોય ત્યાં સુધી તેના બધા વિચાર દુઃખદાયક છે; તેથી પોતાના મનને પોતાના ખરા સ્વાર્થમાં યોજવું, કારણ કે કાંઈ આપવચન આકાશમાંથી પડતા નથી. મૂઢ બુદ્ધિવાળા પુરુષો કુલઝમ વડે ચાલ્યા આવતા ઘર્મનું આચરણ કરે છે અને વિદ્વાનો પરીક્ષા કરવા વડે પોતાના ચિત્તમાં નિશ્ચય કરીને ઘર્મ આચરે છે. કોઈ એવા પણ મૂઢ હોય છે કે જેઓ લોઢાના ભારને વહન કરનારની જેમ રૂપું તથા સુવર્ણાદિ મળ્યા છતાં લોઢું જ રાખવારૂપ પોતાનો કદાગ્રહ કદી પણ છોડતા નથી. તેઓ આ દુરંત સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી હે રાજા! સર્વ ઘર્મ દયામૂલ છે અને તે સર્વ શાસ્ત્રો વડે પ્રમાણ ગણાય છે; તેથી ભ્રાંતિને છોડી દઈ દયાઘર્મમાં સ્થિર થાઓ.” આચાર્યની આવી યુક્તિથી પ્રતિબોધ પામીને કુમારપાળ રાજાએ પ્રાણાતિપાત વિરમણ વ્રત ગ્રહણ કર્યું અને પોતાના રાજ્યમાં સર્વત્ર પડહ વગડાવીને જણાવ્યું કે, “ચારે વર્ણમાં જે કોઈ પોતાને માટે કે બીજાને માટે જીવને હણશે તે રાજદ્રોહી ગણાશે.” પછી પોતાના રાજ્યમાં જે પારધી, કસાઈ, Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૮] કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ ૨૭ માછી અને દારૂના પીઠાવાળા હતા તેમના વ્યાપાર બંધ કરાવ્યા અને તેઓની ઉપરના કર માત્ર છોડી દીધા, તેમજ તેઓનો નિષ્પાપવૃત્તિએ નિર્વાહ ચાલે તેવી યોજના કરી આપી. એક વખતે કુમારપાળના શરીરમાં કુળદેવીએ કરેલા કષ્ટને જોઈને વાગ્ભટ્ટ નામના મંત્રીએ કહ્યું કે, ‘સ્વામી! આત્મરક્ષા માટે દેવીને પશુ આપો.’ તે સાંભળી ‘અરે! આ વણિક કેવો નિઃસત્ત્વ છે! મારી ભક્તિમાં ઘેલો થઈ આવાં વચન બોલે છે.' એવું ધારી રાજા બોલ્યો કે, અરે મંત્રી! સાંભળ~ भवे भवे भवेद्देहो, भविनां भवकारणम् । न पुनः सर्ववित्प्रोक्तं, मुक्तिकारि कृपावृतम् ॥ १॥ श्वासश्चपलवृत्तिः स्याज्जीवितं च तदात्मकं । તાતેદું થં મુત્તે, સ્થિરાં મોક્ષરી પામ્ III ભાવાર્થ-આ ભવના કારણરૂપ દેહ ભવે ભવે પ્રાપ્ત થયા કરે છે, પણ સર્વજ્ઞ પ્રભુએ કહેલો દયાધર્મ વારંવાર પ્રાપ્ત થતો નથી. વળી શ્વાસ ચપલ છે અને જીવિત તેને આધીન છે, તો તેને અર્થે મોક્ષને આપનારી એવી સ્થિર દયા હું શા માટે છોડી દઉં?’’ આવી ધર્મદૃઢતાથી તેના દેહમાંથી સર્વ રોગ નાશ પામી ગયા. એક વખતે કુમારપાળ ગુરુને પ્રણામ કરી ઊભા હતા તે વખતે ગુરુ બોલ્યા–‘રાજન્! આવું દેહમાં કષ્ટ છતાં પણ તમે અર્હતના શાસનથી ભ્રષ્ટ થયા નહીં, તેથી આજથી તમને પરમાóનું બિરુદ આપું છું.’ આ પ્રમાણે રાજાના મુખમાં, મનમાં, ઘરમાં, દેશમાં અને નગરમાં સર્વત્ર દયા વ્યાપવાથી હિંસાને કોઈ ઠેકાણે સ્થાન મળ્યું નહીં, તેથી તે પોતાના પિતા મોહની પાસે ગઈ. મોહે ચિરકાળે જોયેલી હિંસાને ઓળખી નહીં, તેથી પૂછ્યું કે–“હે સુંદરી! તું કોણ છે?” તે બોલી−‘પિતાજી! હું તમારી વહાલી પુત્રી હિંસા છું.' મોહે પૂછ્યું કે ‘તું કેમ ગ્લાનિ પામી ગઈ છો?' હિંસા બોલી કે—‘હે તાત! કાંઈ કહેવાની વાત નથી. રાજા કુમારપાળે મને દેશમાંથી કાઢી મૂકી છે.' એ સાંભળી મોહ રોષ પામીને બોલ્યો–‘વત્સે! રુદન કર નહીં, હું તારા વૈરીઓને રુદન કરાવીશ.' આ પ્રમાણે આશ્વાસન આપી મોહે ગર્વથી કહ્યું–‘અરે પુત્રી! આ ત્રણ ભુવનમાં કોઈ એવો નથી કે જે મારી આજ્ઞાનો લોપ કરે.' પછી મોહરાજાએ પોતાના સૈન્યને સજ્જ કર્યું. તેમાં કદાગ્રહ નામે મંત્રી હતો, અજ્ઞાનરાશિ નામે સેનાપતિ હતો, મિથ્યાત્વ, વિષય અને દુર્ધ્યાનરૂપ સુભટો હતા અને હિંસાની સાથે પાણિગ્રહણ કરાવનારા યજ્ઞકર્તા બ્રાહ્મણો પણ હતા. તે સર્વ સૈન્ય ચૌલુક્યવંશી કુમારપાળની સાથે યુદ્ધ કરવા ગયું, પણ પરાભવ પામી પાછું આવ્યું, એટલે મોહ દુઃખથી વિલાપ કરવા લાગ્યો. તે વખતે રાગાદિ પુત્રો તેને કહેવા લાગ્યા–‘પિતાજી! તમારા જેવા ગરુડને ટીટોડીરૂપ કુમારપાળની ઘર્મબુદ્ધિને છેદવામાં આટલો બધો ખેદ કેમ થાય છે?” પછી મોહનો મોટો પુત્ર રાગ બોલ્યો–‘તાત! હું એકલો જ આ ત્રણ ભુવનને જીતી શકું તેવો છું. જુઓ! ઇંદ્ર અહલ્યાનો જાર થયો, બ્રહ્મા પોતાની પુત્રી પછવાડે ગયા અને ચંદ્રે ગુરુની સ્ત્રીને સેવી, એ પ્રમાણે મેં કોને કોને અસ્થાને પગ નથી મુકાવ્યો? મારા બાણને જગતને ઉન્માદ ઉત્પન્ન કરવામાં શો શ્રમ પડે?’ પછી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૫ ક્રોઘ બોલ્યો-“પિતા! મારું પરાક્રમ સાંભળો, હું આખા જગતને અંઘ અને બધિર કરી દઉં, ઘીર અને સચેતનને અચેતન જેવો કરી દઉં; મારા પ્રભાવથી બુદ્ધિમાન પણ કૃત્યાકૃત્ય જોતા નથી, હિતની વાત સાંભળતા નથી અને ભણેલું પણ ભૂલી જાય છે. એ પ્રમાણે લોભ અને દંભે (કપટે) પણ ગર્જના કરી પોતાની ભુજાનો આસ્ફોટ કરીને પોતાનું પરાક્રમ જણાવ્યું. પછી પોતાના શત્રુ ઘર્મરાજા સાથે તેમજ તેને સ્વદેશમાં અવકાશ આપનાર કુમારપાળ સાથે યુદ્ધ કરવા તે સર્વે એકઠા થઈ ગયા. રાજા કુમારપાળે ઘર્મરાજાના મંત્રી સદાગમ (સલ્ફાસ્ત્ર) ની સલાહ પ્રમાણે વર્તીને તેમને ક્ષણવારમાં જીતી લીધા. કુમારપાળનું આવું સાહસ અને બળવાનપણું જોઈ ઘર્મરાજા પ્રસન્ન થયા અને પોતાની પુત્રી કૃપાસુંદરી (દયા) તેને આપી (વાગ્દાન કર્યું. પછી શ્રી હેમચંદ્રસૂરિરૂપ બ્રાહ્મણે (કુળગુરુએ) શ્રી અહંતદેવની સમક્ષ, ઘર્મધ્યાનના ચાર ભેદરૂપ ચોરીમાં નવતત્ત્વરૂપ વેદી ઉપર પ્રબોઘરૂપ અગ્નિ પ્રગટાવી અને તેમાં ભાવનારૂપ ઘી હોમી કુમારપાળને કપાસુંદરી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું (ફેરા ફેરવ્યા). તે વખતે ચત્તારિમંગલ વગેરે વેદોચ્ચાર કર્યો. પછી ઘર્મરાજાએ પોતાના જામાતાને પાણિમોચન પર્વમાં સૌભાગ્ય, આરોગ્ય, બળ અને અનેક સુખ આપ્યાં. રાજા કુમારપાળે કૃપાસુંદરીને પટરાણી પદ આપ્યું. (આ બધુ આંતરિક ગુણોનું રૂપક સમજવું.) એક વખતે રાજા કુમારપાળને, પોતે પૂર્વે પૃથ્વીમાં ફરતાં એક પાપ કર્યું હતું તે યાદ આવ્યું. તે એવી રીતે બન્યું હતું કે, એક વખતે રાજા દધિસ્થળીને માર્ગે જતો હતો. ત્યાં માર્ગમાં વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો. તેવામાં એક ઉંદર દરમાંથી સોનામહોરો કાઢતો જોવામાં આવ્યો. રાજાએ વિચાર્યું કે “આ મૂષક કેટલી મુદ્રા કાઢે છે તે જોઈએ.” ક્ષણવારમાં તેણે એકવીશ મુદ્રા કાઢી, પછી તે ઉપર નૃત્ય કરી અને શયન કરી એક મુદ્રા લઈને પાછો બિલમાં પેઠો. તે વખતે કુમારપાળે ચિંતવ્યું કે, “અહો! આ પ્રાણીને ઘનનો કાંઈ ભોગ નથી, કાંઈ ગૃહકાર્ય કરવાના નથી, કાંઈ પણ રાજાને આપવાનું નથી, બીજાનો કાંઈ સત્કાર કરવાનો નથી. વળી તીર્થયાત્રાદિક સુકૃત કાંઈ કરવાનું નથી, તથાપિ તે લુબ્ધબુદ્ધિથી ઘન ઉપર કેવી પ્રીતિ રાખે છે? તેથી હું માનું છું કે, આ જગતમાં ઘનના જેવું બીજું કાંઈ પણ મોહક નથી.” આ પ્રમાણે વિચારી રાજાએ બાકીની મુદ્રા લઈ લીધી અને દૂર ઊભો રહ્યો. એટલામાં તો ઉંદર બિલમાંથી નીકળ્યો, પણ ત્યાં એક મુદ્રા ન દીઠી એટલે તત્કાળ હૃદય ફાટી જવાથી મૃત્યુ પામ્યો. તે જોઈ રાજા ઘણો ખેદ પામ્યો સતે વિચારવા લાગ્યો કે धनेषु जीवितव्येषु, स्त्रीषु चान्येषु सर्वदा । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यंति यांति च ॥१॥ ભાવાર્થ-“અહો! પ્રાણીઓ ઘનની ઇચ્છામાં, જીવિતમાં, સ્ત્રીમાં અને બીજામાં સદા અતૃપ્ત રહ્યા સતા ચાલ્યા ગયા છે, ચાલ્યા જાય છે અને ચાલ્યા જશે.” આ પ્રમાણે પૂર્વ પાપને યાદ કરીને પાપનું પ્રાયશ્ચિત્ત કરવા સારુ પ્રથમ વ્રત ગ્રહણ કરવાને સમયે તે સ્થળે જઈ ત્યાં ઉંદરિકાવિહાર નામે પ્રાસાદ કરાવ્યો. તે અદ્યાપિ પણ ત્યાં રહેલો છે. એક વખતે શાકંભરી નગરીનો સ્વામી આનાક નામે રાજા જે કુમારપાળની બહેનનો સ્વામી Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૮] કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ ૨૯ (બનેવી) થાય, તે પોતાની પત્ની સાથે સોગઠાબાજી રમતો હતો. તેણે હાસ્યથી રમતાં રમતાં કહ્યું કે, “હેમસૂરિ વગેરે મુંડાઓને મારો.” ત્યારે પત્નીએ કહ્યું “સ્વામી! એમ બોલો નહીં, તે આચાર્ય તો મારા ભાઈના ગુરુ થાય છે અને હિંસાને નિવારનારા છે.” રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં આનાક રાજા વારંવાર તે પ્રમાણે કહેવા લાગ્યો, ત્યારે રાણી કોપ કરીને બોલી કે–“અરે જાંગડા! જીભને સંભાળી રાખો. હું તમારી સ્ત્રી છું એમ ઘારી મારો કદી ભય ન હોય, પણ શું મારા ભાઈ કુમારપાળનો પણ ભય નથી?' રાણીનાં આવાં વચન સાંભળી આનાકે રોષ કરી પત્નીને પાટુ મારી પત્નીએ કહ્યું, “અરે દુષ્ટ! જો તમારી જીભ મારા ભાઈ પાસે અવળા માર્ગે ખેંચી કઢાવું તો મને રાજપુત્રી સત્ય જાણજો.” આ પ્રમાણે કહીને તે પાટણ ચાલી ગઈ, અને પોતાની પ્રતિજ્ઞા ભ્રાતાને જણાવી. તત્કાળ સૈન્યથી વીંટાયેલા ચૌલુક્ય શાકંભરી ઉપર ચડાઈ કરી. કુમારપાળની મોટી સેના આવેલી સાંભળી આનાક રાજા પણ ત્રણ લાખ ઘોડા, પાંચ સો હાથી અને દશ લાખ પાયદલ લઈ સામો ચાલ્યો. બન્ને લશ્કર ભેળા થયા. પરંતુ ચૌલુક્ય રાજાની મોટી સેના જોઈને આનાકે ઘણું દ્રવ્ય આપી કુમારપાળની મોટી સેનામાં ફાટફૂટ કરી દીધી. પછી જ્યારે સંગ્રામ શરૂ થયો, ત્યારે સામંતોને યુદ્ધ કરવામાં ઉદાસ વૃત્તિવાળા જોઈ રાજા કુમારપાળ મહાવતને પૂછ્યું કે આ સામંતો યુદ્ધ કેમ કરતા નથી?” મહાવતે જણાવ્યું કે, “મહારાજ! તમારા સૈન્યના આગેવાનોને આનાકરાજાએ દ્રવ્ય આપીને ખૂટવ્યા છે.” રાજા બોલ્યો-“હે મહાવત! તું કેવો છું?” તે બોલ્યો-“હું, આ કલહ પંચાનન હાથી અને તમે એ ત્રણ જણ ફર્યા નથી.” આ હકીકત સાંભળી રાજા ચિંતાતુર ચિત્તે યુદ્ધ કરવા તૈયાર થયો. તે વખતે એક ચારણ બોલ્યો कुमारपाल मम चिंत कर, चिंत्युं किमपि न होय । जिणे तुह रज्ज समप्पियु, चिंता करशे सोय ॥१॥ अमे थोडा रिउ घणा, इय कायर चिंतंत । મુક્ત નિહાળિો ગયા, ૩ય વરંત રા. ભાવાર્થ-“હે રાજા કુમારપાળ! મનમાં ચિંતા કરીશ નહીં, ચિંતવેલું કાંઈ થતું નથી, કેમકે જેણે તને રાજ્ય આપ્યું છે, તે જ તારી ચિંતા કરશે. હે ભોળા રાજા! અમે થોડા અને શત્રુ ઘણા છે એમ ચિંતવવું, તે કાયરનું કામ છે; આ આકાશમાં જો કે ઉદ્યોત કરનારા થોડા છે કે ઘણા.” આવા તેના શબ્દ સાંભળી રાજા કુમારપાળ યુદ્ધ કરવા ચાલ્યા. બન્ને વચ્ચે મોટું યુદ્ધ થયું. પ્રાંતે અતુલ બળવાળો કુમારપાળ વીજળીની જેમ ઠેકીને શત્રુના હાથીના ઢંઘ ઉપર ચડી જઈ, હાથીની ધ્વજા છેદી, શત્રુને પૃથ્વી ઉપર પાડી, તેની છાતી ઉપર ચડી બેઠો. પછી કહ્યું કે, “અરે વાચાળ! મારી બહેનના વચન સાંભરે છે? હું તેની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે આ તલવાર વડે તારી જિહ્યા છેદી નાખું? હવે પછી હિંસક વાક્ય બોલીશ?” આ પ્રમાણે બોલવા વડે યમરાજની જેવા દુર્દર્શ કુમારપાળને જોઈ આનાક રાજા કાંઈ પણ બોલી શક્યો નહીં. તે વખતે કુમારપાળની પાસે તેની બહેને આવી પતિરૂપ ભિક્ષા માગી. એટલે કુમારપાળ બોલ્યો કે “અરે જાંગડા! તને બહેનનો પતિ જાણી મૂકતો નથી, પણ દયાઘર્મને અધિક માની જીવતો મૂકું છું. પણ તારે જિલ્લા ખેંચાવાનું આ ચિહ્ન પોતાના દેશમાં ઘારણ કરવું. આજથી તારા દેશમાં વામ અને દક્ષિણ ભાગે જિલ્લાના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૫ આકારે મસ્તકને ઢાંકવાનો વસ્ત્રનો બુરખો ચિરકાળ રહેશે. તારી પછવાડે પણ પરંપરાએ આ જિલ્લાનું ચિહ્ન મારી આજ્ઞાથી રાખવું, કે જેથી પૃથ્વીમાં મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી વિખ્યાત થાય.” તેણે આ સર્વ અંગીકાર કર્યું. ‘બળવાનની સાથે કોણ વિરોધ કરે? પછી કુમારપાળે આનાક રાજાને કાષ્ઠના પાંજરામાં ત્રણ દિવસ સુધી પૂરી પોતાના સૈન્યમાં રાખ્યો. જે સામંતો દ્રવ્યથી ખૂટેલા હતા તે ઘણા લતિ થયા; પરંતુ ગુર્જરપતિએ ગંભીરપણાને લીધે તેમને કાંઈ પણ ઉપાલંભ આપ્યો નહીં. પછી આનાક રાજાને તેનું રાજ્ય પાછું આપી પોતાની આજ્ઞા મનાવીને કુમારપાળ રાજા પાટણમાં આવ્યા. ત્યારથી “મારી' એવા અક્ષરો પણ કોઈ બોલતું નહોતું. એક સમયે કોઈ બ્રાહ્મણ હેમચંદ્રસૂરિની કીર્તિને સહન ન કરવાથી તેમને આવતા દેખી આ પ્રમાણે નિંદા કરવા લાગ્યો કે-“અરે! આ હેમડ સેવડો કે જેના કાંબળામાં લાખો જૂઓની શ્રેણી ચાલી જાય છે, દાંતના મળથી મુખમાં દુર્ગધ છૂટે છે, નાકમાં છિદ્રોનો રોઘ થવાથી ભણવામાં ગણગણાટ કરે છે તે લપલપાટ કરતો ભરવાડની જેમ આવે છે.” આ પ્રમાણે નિંદા સાંભળી સૂરિ બોલ્યા–“અરે પંડિત! “વિશેષi પૂર્વ આ સૂત્ર શું તું નથી ભણ્યો કે જેથી આ શ્લોકમાં “હેમડ સેવડ' બોલ્યો? ત્યાં તો “સેવડ હેડ” એમ બોલવું જોઈએ.” કુમારપાળે આ ખબર સાંભળી તે બ્રાહ્મણની આજીવિકા છેદી નાખી, જેથી તેનો અસ્ત્ર વગર વઘ કર્યો. ત્યારથી તે બ્રાહ્મણ દુઃખે જીવવા લાગ્યો. એક વખતે કોઈ કવિ દેવ જેવું કૃત્રિમ રૂપ કરી હાથમાં લેખપત્ર લઈ કુમારપાળની સભામાં આવ્યો. કોઈએ તેને ઓળખ્યો નહીં. રાજાએ પૂછ્યું, “તું કોણ છે? અને ક્યાંથી આવે છે?” તે બોલ્યો-“રાજન્! મને ઇંદ્ર આ લેખ આપી મોકલ્યો છે.” રાજાએ લેખ ફોડીને વાંચ્યો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું–“સ્વસ્તિશ્રી પાટણ નગરમાં રાજગુરુ શ્રી હેમચંદ્રસૂરિને હર્ષથી નમી ઇંદ્ર વિજ્ઞપ્તિ કરે છે કે, “હે ભગવન્! ચંદ્રનું ચિહ્ન મૃગ, યમરાજનું વાહન મહિષ (પાડો), વરુણનું વાહન જલજંતુ અને વિષ્ણુના અવતાર મત્સ્ય, કચ્છપ અને વરાહ તેમના કુલમાં તમે અભયદાન અપાવ્યું તે બહુ સારું કર્યું. પૂર્વે શ્રી વિરપ્રભુ જેવા ઘર્મવક્તા અને બુદ્ધિમાન અભયકુમાર જેવો મંત્રી છતાં પણ શ્રેણિકરાજા જે કરી શક્યા નહીં તેવી જીવરક્ષા જેના અમૃતરસ જેવાં વચન સાંભળી કુમારપાળ રાજાએ કરી છે, તે હેમચંદ્રગુરુને ઘન્ય છે.” આ પ્રમાણેનો લેખ વાંચ્યા પછી તે કવિને ઓળખીને ઘર્મનું માહાસ્ય સાંભળવાથી સંતુષ્ટ થયેલા પરમાર્હત્ કુમારપાળે તે કવિ બ્રાહ્મણની આજીવિકા બમણી કરી આપી. એક વખત કુમારપાળ ઘેબર જમતો હતો, ત્યારે તેને કાંઈક મળતાપણાથી પૂર્વે કરેલું માંસભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંઘ કરી સૂરિ પાસે જઈને પૂછ્યું કે “સ્વામી! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં?” ગુરુ બોલ્યા–“તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં, કારણ કે તે ખાવાથી પૂર્વે કરેલા નિષિદ્ધ (માંસ) આહારનું સ્મરણ થઈ આવે છે.” ગુરુની કહેલી આ વાત કુમારપાળે સ્વીકારી પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સદ્ગશ બત્રીશ વિહારો કરાવ્યા. Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯]. હિંસક વચન બોલવાનું ફળ આવા અનેક લોકોત્તર ચરિત્રથી સૂરિએ ઘણાના હૃદયને હરી લીધા હતા. જન્મથી આત્મસ્તુતિ તથા મનુષ્યસ્તુતિ વિષે તેમણે નિયમ રાખ્યો હતો, તો પણ તેઓ રાજાને કહેતા હતા કે– किं कृतेन न यत्र त्वं, यत्र त्वं किमसौ कलि । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किं ॥१॥ ભાવાર્થ-“જ્યાં તું નથી ત્યાં કૃતયુગ હોય તો પણ શા કામનો અને જ્યાં તું છે ત્યાં કલિ હોય તો પણ શું કરવાનો છે? જો તારો જન્મ કલિયુગમાં છે, તો અમારે કલિયુગ હો, કૃતયુગની શી જરૂર છે?' આ પ્રમાણે અનેક દ્રષ્ટાંત પરમાઈત કુમારપાળ વિષે છે. જે કુમારપાળ આવતી ચોવીશીમાં પદ્મનાભપ્રભુના શાસનમાં પ્રથમ ગણધર થશે; તે જિનઘર્મને વધારનારા કુમારપાળે કુલક્રમથી ચાલી આવતી હિંસાને પણ છોડી દીધી હતી. વ્યાખ્યાન ૬૯ હિંસક વચન બોલવાનું ફળ કેટલાક જીવો ક્રોઘથી હિંસાવચન બોલે છે, તેમને માટે શિક્ષા કહે છે. वचोऽपि हिंसाविषयं, महानर्थविधायकम् । अत्र मातृसुतचंद्रासर्गयोश्च निदर्शनम् ॥१॥ ભાવાર્થ-હિંસાયુક્ત વચન બોલવું તે પણ મોટા અનર્થને કરનારું છે. તે વિષે માતા ચંદ્રા અને પુત્ર સર્ગનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે - ચંદ્રા અને સર્ણની કથા વર્ધમાન (વઢવાણ) નગરમાં સઘડ નામે કુલપુત્ર હતો. તેને ચંદ્રા નામે સ્ત્રી હતી. તેમને સર્ગ નામે એક પુત્ર થયો હતો. આ સર્વે દુઃખદાયક સ્થિતિમાં હતા. ચંદ્રા પારકા ઘરનું કામ કરતી હતી, અને સર્ગ વનમાંથી ઈઘણા લાવતો હતો. એક વખતે સર્ગને માટે શીંકા ઉપર ખાવાનું મૂકી ચંદ્રા જળ ભરવા ગઈ. સર્ગ વનમાંથી ઈઘણા લઈને આવ્યો ત્યારે તેણે માતાને જોઈ નહીં અને સુધા તૃષા લાગેલી તેથી ક્રોધે ભરાયો. એટલામાં તેની માતા આવી. તેને જોઈને તે ગુસ્સાથી બોલ્યો-“પાપિણી! આટલી વાર શું શૂળીએ ચડી હતી?” તે સાંભળી ક્રોઘથી ચંદ્રા બોલી કે–“આ શકા પરથી ઉતારીને કેમ ખાધું નહીં? શું તારા હાથ કપાઈ ગયા હતા?’ આ પ્રમાણે બન્નેએ દુર્વચન વડે કર્મ બાંધ્યું. પછી આયુષ્ય પૂર્ણ થવાથી સર્ગનો જીવ મૃત્યુ પામી કેટલાક ભવ ભમીને તામ્રલિસિ નગરીમાં અરુણદેવ નામે એક શ્રેષ્ઠીનો પુત્ર થયો, અને ચંદ્રાનો જીવ પરિભ્રમણ કરીને પાટલીપુરમાં જસાહિત્યને ઘેર દેવણી નામે પુત્રી થયો. તેના પિતાએ તેને અરુણદેવને આપી. તેમનો વિવાહ થયા પછી અરુણદેવ બીજા મિત્રોની સાથે વેપાર કરવા માટે વહાણે ચડ્યો. દૂર જતાં પ્રતિકૂલ વાયુ વડે વહાણ ભાંગ્યું. પુણ્યયોગે પાટિયું મેળવી એક મિત્રની સાથે કાંઠે આવ્યો. અનુક્રમે ફરતો ફરતો પાટલીપુર પહોંચ્યો. ત્યાં મિત્રે અરુણદેવને કહ્યું, “મિત્ર! અહીં તારા સસરાનું ઘર છે, તેથી ચાલ ત્યાં જઈએ.” અરુણદેવ બોલ્યો કે, “આવી સ્થિતિમાં આપણે ત્યાં જવું યુક્ત નથી.' મિત્રે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ પ કહ્યું કે, “ત્યારે તું અહીં રહે, હું નગરમાં જઈ ભોજન લઈ આવું.” પછી અરુણદેવ કોઈ દેવાલયમાં રહ્યો. થોડી વારમાં શ્રાંત થયેલા અરુણદેવને નિદ્રા આવી ગઈ. આ સમયે તે વનમાં તેની સ્ત્રી દેવણી ક્રીડા કરવા આવેલી તેના હાથમાં સોનાના કંકણ હતા. તે લેવા માટે તેના બન્ને હાથ કાપીને કોઈ ચોર કંકણ લઈ નાસી ગયો. તેનો પોકાર સાંભળી રાજાના સેવકો તત્કાળ ત્યાં દોડી આવ્યા અને ચોરની પાછળ દોડ્યા. પેલો ચોર જ્યાં અરુણદેવ સૂતો હતો તે દેવાલયમાં આવી ભય પામવાથી કંકણ અને ખગ અરુણદેવની પાસે મૂકીને નાસી ગયો. તેના ગયા પછી જ્યારે અરુણદેવ જાગ્યો ત્યારે તે કંકણ અને ખ જોઈ “આ કંકણ દેવીએ આપ્યા' એવું જાણી હર્ષથી લઈ લીઘા. તેવામાં ચોર પાછળ દોડતા રાજાના સેવકોએ ત્યાં આવીને કહ્યું કે-“અરે દુષ્ટ! હવે ક્યાં જઈશ?” એમ કહી અરુણદેવને મારવા માંડ્યો, એટલે તેના વસ્ત્રમાંથી બે કંકણ નીચે પડી ગયા. તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયા અને રાજાની આજ્ઞાથી તત્કાળ તેને શૂળીએ ચડાવી દીઘો. એ સમયે પેલો ભોજન લેવા ગયેલ મિત્ર ત્યાં આવ્યો. તે અરુણદેવની આ અવસ્થા જોઈ, “અરે સુખદુઃખમાં વત્સલ એવા મિત્ર! તું ક્યાં ચાલ્યો?” એમ બોલતો ઊંચે સ્વરે રુદન કરવા લાગ્યો. પ્રેક્ષક પુરુષોએ તેને પૂછ્યું કે, “આ કયા શ્રેષ્ઠીનો પુત્ર છે?” તે બોલ્યો, “હવે શું કહેવું, તેની કથા તો પૂર્ણ થઈ રહી.” પછી તેણે સર્વ વૃત્તાંત જણાવ્યું અને શિલા વડે આત્મહત્યા કરવા તૈયાર થયો. લોકોએ એકઠા મળી તેને નિવાર્યો. જશાદિત્ય પોતાની પુત્રી અને જામાતાનો સર્વ વૃત્તાંત સાંભળીને તથા તે અવસ્થામાં બન્નેને જોઈને ઘણો ખેદ પામ્યો. પછી જામાતા અરુણદેવને ભૂલી ઉપરથી નીચે ઉતરાવી તેણે રાજસેવકોને ઉપાલંભ આપ્યો. રાજા બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! આ કામમાં સહસા (અવિચારી) કામ કરનાર એવો હું જ અપરાધી છું.” એ સમયે ચતુર્ભાની અમરેશ્વર નામે મુનિ મહારાજ ત્યાં પધાર્યા. તેમણે દેશના આપી કે, “હે ભવ્યો! મોહનિદ્રાને છોડી દો, અને ત્રિવિધે ત્રિવિશે હિંસા ત્યજી દો. વચન અને કાયા વડે કરેલી હિંસા તો દુઃખદાયક છે જ, પણ મનમાં ચિંતવેલી હિંસા પણ પ્રાણીને નરકમાં પાડે છે. તે વિષે એક દ્રષ્ટાંત સાંભળો વૈભારગિરિ ઉપર આવેલા એક ઉદ્યાનમાં અન્યદા કેટલાક લોકો ઊજાણી કરવા એકઠા થયા હતા. તેમને જોઈ કોઈ રાંક ભીખ માગવા આવ્યો. પણ તેના દુષ્કર્મોદયથી તેને કોઈ ઠેકાણેથી પણ ભિક્ષા મળી નહીં, એટલે તેણે વિચાર્યું કે, “અહા, આટલું બધું ભોજન છતાં પણ કોઈ મને આપતું નથી. તેથી આ સર્વને મારી નાખું.” આવું વિચારી કોપ કરીને તે ગિરિ ઉપર ચડ્યો અને એક મોટી શિલા તેમની ઉપર દેડવી દેતાં દૈવયોગે શિલા સાથે પોતે પણ પડી ગયો. સર્વ લોકો દૂર ખસી ગયા અને તે ભિખારી શિલા નીચે ચૂર્ણ થઈ મૃત્યુ પામીને નરકે ગયો. આ પ્રમાણે મનમાં ચિંતવેલી હિંસાનું પણ તેને માઠું ફળ પ્રાપ્ત થયું. વળી શ્રી આઉરપચ્ચકખાણપયજ્ઞામાં કહ્યું છે કે, “આહારની અભિલાષાએ મત્સ્ય સાતમી નરકે જાય છે, તેથી સાઘુએ મન વડે પણ સચિત્ત આહારની ઇચ્છા ન કરવી. અહીં મત્સ્ય એટલે તંદુલ મત્સ્ય વગેરે લેવા, તે પણ ગર્ભજ જાણવા. કારણ કે સંમૂર્ણિમ તો અસંજ્ઞીપણાને લીઘે પહેલી રત્નપ્રભા નરક સુધી જ જાય છે. તંદુલ મત્સ્ય મોટા મત્સ્યના મુખની પાસે આંખની પાંપણમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૦] દયાનું ફળ ૩૩ ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ તંદુલ જેટલું હોય છે, તે વજઋષભનારાચસંઘયણી હોય છે. મોટા મસ્યના મોઢામાંથી કેટલાય માછલાં પસાર થતા હોય છે. તે જ્યારે મોટું દબાવે ત્યારે તેના બે દાંતના પોલાણમાંથી કેટલાય નાના-નાના માછલા નીકળી પાછા પાણીમાં ચાલ્યા જાય છે. તે જોઈ આંખની પાંપણમાં રહેલો તંદુલમસ્ય વિચારે છે કે, આ મોટો મત્સ્ય મૂર્ખ છે. જો આ ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતો ન જવા દઉં.” જો કે તે એટલો લઘુકાય હોવાથી એક પણ માછલું ખાઈ શકતો નથી પણ આમ દુષ્ટ મનનો વ્યાપાર કરવાથી જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગપ્રમાણ દેહવાળો એવો તે મત્સ્ય પણ સાતમી નરકે જાય છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. તેથી મન, વચન, અને કાયા એ ત્રિવિષે થતી હિંસા અનેક ભવને આપનારી છે.” આ પ્રમાણે સાંભળી રાજા વગેરેએ તે સમયે પ્રાપ્ત થયેલું તે સ્ત્રી પુરુષના દુઃખનું કારણ પૂછ્યું. જ્ઞાની મુનિએ તેનો પૂર્વ ભવ કહેવાવડે તે સર્વ કહી બતાવ્યું. તે સાંભળી દેવણી અને અરુણદેવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેમણે તત્કાળ અનશન અંગીકાર કર્યું. તે જોઈ સર્વ પર્ષદાએ સંવેગ પામી દયાઘર્મને સ્વીકાર્યો, અને તે દેવણી અને અરુણદેવ મરણ પામીને દેવલોકે ગયા. હે ભવ્યો! ઉપર પ્રમાણે ચંદ્રા માતા અને સર્ગ પુત્રનું વૃત્તાંત સાંભળીને હાસ્ય, મોહ કે દુષ્ટ બુદ્ધિ વડે કદી પણ હિંસાવચન બોલવું નહીં, અને હંમેશાં મનને દયાળુ રાખવું. - વ્યાખ્યાન ૭૦ દયાનું ફળ કેટલાક કહે છે કે, “આ જીવાત્મા અભેદ્ય, નિત્ય અને સનાતન છે, તો દેહરૂપ પિંડનો નાશ થવાથી જીવનો નાશ શી રીતે થાય? પૃથ્વીથી ઉત્પન્ન થયેલો ઘડો નાશ પામવાથી શું આકાશ નાશ પામે છે?' કદી કહેશો કે, ઘટાકાશ તો નાશ પામે છે, તો તે પણ કલ્પિત છે. વળી ગીતામાં કહ્યું છે કે, “યુદ્ધ કે યજ્ઞાદિકમાં જીવવઘ કરવાનો બાઘ નથી.” પણ તે વાક્ય અયુક્ત છે. કારણ કે, નિશ્ચય નયની અપેક્ષાએ જીવ નિત્ય અને ગતિ આગતિથી રહિત છે, પણ વ્યવહારની અપેક્ષાએ તે નાનાપ્રકારના દેહ પિંડાત્મક થઈ ગાયપણું, હાથીપણું, પુરુષપણું, સ્ત્રીપણું ઘારણ કરે છે, તેથી માંકડ, કીડી વગેરેમાં પણ ઉત્પન્ન થયેલો પ્રત્યક્ષ જણાય છે. તે પક્ષે દીપકનો નાશ થયે તેની પ્રભાના નાશની જેમ દેહરૂપ પિંડનો વિનાશ થતાં જીવનો પણ વિનાશ થાય છે. એથી જ “તું મરી જા' એવું કહેવાથી પ્રાણીને દુઃખ થાય છે અને મારી નાખવાથી તેનું ફળ નરકની વેદનારૂપ પ્રાપ્ત થાય છે, માટે સર્વ ઘર્મમાં દયાઘર્મ જ શ્રેષ્ઠ છે. તેની સ્તુતિ અમે પણ કરીએ છીએ. તેવી જીવદયામાં જેમના હૃદય તત્પર છે એવા શ્રી શાંતિનાથ અને મુનિસુવ્રતપ્રભ પૂર્વે થયા છે, તેમની કીર્તિ અદ્યાપિ પૃથ્વી પર પ્રવર્તે છે. આ વિષે અચિરા માતાના પુત્ર શ્રી શાંતિનાથપ્રભુનો સંબંઘ આ પ્રમાણે છે શ્રી શાંતિનાથજીના પૂર્વભવની કથા જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના મંગલાવતી વિજયમાં રત્નસંચય નામના નગરને વિષે શ્રી શાંતિનાથ પ્રભુજીનો જીવ પૂર્વે વજાયુઘ નામે રાજા હતો. એક વખતે એક પારેવું ભય પામી રાજા (ભાગ ૨-૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ વજાયુધને શરણે આવ્યું. રાજાએ કહ્યું કે ‘ભય પામીશ નહીં.’ તેની પછવાડે તરત જ એક સીંચાણો (બાજ પક્ષી) આવ્યો. તેણે કહ્યું કે ‘હે રાજન્! મને ઘણી ક્ષુધા લાગી છે, તેથી આ પક્ષી મને આપો.' રાજાએ કહ્યું ‘તેને બદલે તું ઉત્તમ અન્ન લે.’ સીંચાણે કહ્યું કે, ‘મને તો માંસ ઉપર જ રુચિ છે.’ રાજા બોલ્યો, ‘ત્યારે હું મારા દેહનું માંસ આપું.' સીંચાણો બોલ્યો કે—‘તો આ પારેવા જેટલું આપો.' પછી રાજાએ ત્રાજવું મંગાવી એક તરફ પોતાની જંધામાંથી છેદીને માંસનો પિંડ મૂક્યો અને બીજી તરફ પારેવાને રાખ્યું. તે વખતે પારેવામાં એટલો ભાર થયો કે છેવટે રાજા પોતે તુલાપર ચઢી બેઠો. આવી વજાયુધ રાજાની દયા માટે હિંમત જોઈ, બે દેવ પ્રત્યક્ષ થઈ બોલ્યા, ‘હે મહાનુભાવ! ઇંદ્રે સભામાં તમારી પ્રશંસા કરી, તે નહીં માનીને અમે બન્ને તમારી પરીક્ષા કરવા આવા રૂપ કરી અહીં આવ્યા હતા.’ પછી તેઓ રાજા ઉપર પુષ્પવૃષ્ટિ કરી સ્વર્ગે ચાલ્યા ગયા. રાજા વજ્રાયુધ ચારિત્ર લઈ નવમા ત્રૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ૩૪ શ્રી મુનિસુવ્રતપ્રભુની કથા ભૃગુકચ્છ (ભરુચ) નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે એક વખતે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે અગ્નિમાં હોમવા એક અશ્વ તૈયાર કર્યો. આ ખબર જ્ઞાનથી મુનિસુવ્રતસ્વામીએ જાણ્યા, એટલે તત્કાલ તે અશ્વને બચાવવા માટે પ્રતિષ્ઠાનપુરથી ભરુચ એક રાત્રિમાં સાઠ યોજન વિહાર કરી આવી પહોંચ્યા. ત્યાં એકઠા થયેલા જનસમૂહમાં પ્રભુએ ધર્મદેશના આપવા માંડી. તે અર્થે પ્રભુને જોઈ ઊંચા કાન કર્યા અને વારંવાર પ્રભુ સામું જોવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તત્કાળ પ્રભુ પાસે આવી પૃથ્વી પર મસ્તક મૂકીને પોતાની અવ્યક્ત ભાષામાં બોલ્યો કે, ‘હે વિશ્વરક્ષક! દુઃખાર્તા એવા મારી રક્ષા કરો.’ તે જોઈ રાજાએ પ્રભુને પૂછ્યું કે, ‘આ અશ્વ શું કહે છે?’ પ્રભુ બોલ્યા‘‘રાજન! તેનો પૂર્વભવ સાંભળો— પદ્મિનીપુર નામના નગરમાં જિનધર્મ નામે એક જૈનધર્મી શ્રેષ્ઠી રહેતો હતો. તેને સાગરદત્ત નામે એક શૈવધર્મી મિત્ર હતો. તે સાગરદત્તે પૂર્વે એક શિવાલય કરાવ્યું હતું. એક વખતે તે મિત્રની સાથે સાધુની પાસે ગયો. ત્યાં જિનમંદિર કરાવવાનું મહત્ ફળ સાંભળ્યું, તેથી તેણે એક જિનબિંબ યુક્ત ભવ્ય પ્રાસાદ કરાવ્યો. તે કાર્યથી તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. એક વખતે શિવમંદિરમાં વાર્ષિક મહોત્સવ હોઈ શૈવ લોકોએ ઘી વડે શિવલિંગ પૂર્યું, તે જોવા ત્યાંના પ્રબંધકોએ સાગરદત્તને બોલાવ્યો. ત્યાં ઘણી થિયેલો તથા કીડીઓ એકઠી થઈ હતી, તે નિર્દય શૈવલોકોના ચરણન્યાસથી કચરાઈને મરી જતી હતી, તે જોઈને સાગરદત્ત બોલ્યો કે, ‘તમારા પગ વડે હજારો જીવ મરી જાય છે તે તમને ઘટતું નથી.’ ત્યારે તેઓ કોપ કરીને બોલ્યા કે, ‘અરે મૂર્ખ! કુલક્રમથી ચાલ્યા આવેલા ધર્મને છોડી દઈ નવો ધર્મ અંગીકાર કરતાં તું કેમ શરમાતો નથી? માટે ઊઠ, તારે ઘેર ચાલ્યો જા.’ તે સાંભળી લજ્જાથી મ્લાન મુખવાળો થયો સતો પોતાને ઘેર આવીને તે વિચારવા લાગ્યો કે, ‘અરે! મેં કુલધર્મનો ત્યાગ કરી કેવું કામ કર્યું?” આ પ્રમાણેના આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી ઘણા ભવ ભમીને હે રાજા! તે સાગરદત્તનો જીવ આ અશ્વ થયો છે અને તે જિનધર્મશેઠ ધર્મપ્રતાપે આ ભવમાં હું મુનિસુવ્રત નામે તીર્થંકર થયો છું. તે મારો પૂર્વ ભવનો મિત્ર હોવાથી મને જોઈને કહે છે કે,‘આ રાજા મને આજે યજ્ઞમાં હોમી દેશે, તેથી મારી રક્ષા કરો, રક્ષા કરો.' હે રાજન્! યજ્ઞનું ફળ નરક જ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩પ વ્યાખ્યાન ૭૧] અનુબંઘ હિંસા છે, તેથી તે કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી જિતશત્રુ રાજા પ્રતિબોઘ પામ્યો. તેથી અશ્વને નિર્ભય કરી પોતાના નગરમાં યજ્ઞો કરાવવાનો જ અટકાવ કર્યો. તે અશ્વ પ્રભુ પાસે અનશન અંગીકાર કરી આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી તત્કાળ અહીં આવીને તે દેવે પ્રભુના સમવસરણને સ્થાને એક જિનપ્રાસાદ રચાવી તેમાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા અને તેની આગળ અશ્વની મૂર્તિ સ્થાપન કરી, ત્યારથી ત્યાં અશ્વાવબોઘ નામે તીર્થ થયું. કેટલેક કાળે તે જ વનમાં એક વડના વૃક્ષ ઉપર સમળી રહેતી હતી. તેને કોઈ સ્વેચ્છે બાણ મારી વીંઘી નાંખી. તે પ્રભુના પ્રાસાદ પાસે પડી. અંત સમયે કોઈ મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવવાથી તે સિંહલરાજાની પુત્રી થઈ. અન્યદા ભૃગુપુરથી કોઈ શ્રેષ્ઠી ત્યાં ગયો, તે છીંક આવતાં નવકારમંત્રનું પહેલું પદ “નમો રિહંતા' બોલ્યો. તે સાંભળી રાજપુત્રીને જાતિસ્મરણ થયું. પછી માતાપિતાને પૂછી ભૃગુપુરે આવી તેણે તે ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ત્યારથી એ તીર્થ “શકુનિકાવિહાર” (સમળીવિહાર) એ નામથી વિખ્યાત થયું. - ત્યાર પછી અનુક્રમે પરમહંત શ્રી કુમારપાળ રાજાના મંત્રી ઉદયનના પુત્ર, શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનાર, ગિરનાર પર્વત ઉપર સુગમ પાજ બંઘાવનાર અને બીજા પણ અનેક પુણ્યકાર્ય કરનાર શ્રીવાભટ કવિના અનુજ બાંધવ અંબડ પ્રથાને પિતાના પુણ્યને અર્થે તે તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. તે સમળીવિહાર તીર્થમાં તેણે મંગલદીપકના લૂંછણા વખતે યાચકોને બત્રીશ લાખ સોનૈયા દાનમાં આપ્યા હતા એમ વૃદ્ધપુરુષો કહે છે. ઉપર પ્રમાણે શ્રી શાંતિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી, પારેવા અને અશ્વનું રક્ષણ કરવાથી પૃથ્વી પર મહાન કીર્તિના ભાજન થયા છે. તે બન્ને પ્રભુ મને શિવસુખના આપનારા થાઓ. વ્યાખ્યાન ૭૧ અનુબંધ હિંસા હવે હિંસાનું કારણ પ્રમાદ છે તે કહે છે. शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः । सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न॥१॥ ભાવાર્થ-“પ્રાણી મરણ પામે અથવા ન પામે પણ નિશ્ચયે પ્રમાદીને હિંસા લાગે છે, અને પ્રાણનો કદી નાશ થાય તો પણ પ્રમાદરહિત એવા પુરુષને હિંસા લાગતી નથી.” જો કોઈ સાધુ પ્રમાદથી એટલે ઉપયોગ વગર ચાલે તો તેને જીવનો વઘ ન થાય, છતાં પણ હિંસા લાગે છે, અને જે સાધુ અપ્રમાદથી એટલે ઉપયોગથી ચાલે તો, તેનાથી કદી જીવવઘ થઈ જાય તો પણ તેને ભાવથી હિંસા લાગતી નથી. જેમ નદી વગેરે ઊતરતાં ઉપયોગથી ચાલતા સાધુને અપૂકાય જીવની વિરાઘના તીવ્ર બંઘ આપનારી થતી નથી તેમ. કોઈ ઘાંચીનો જીવ કોટી પૂર્વના આયુષ્યવાળો હોય અને તે પ્રતિદિન વિશ ઘાણીઓ વડે તિલ પીલે, તે આખી જિંદગીમાં પણ તેટલા તિલ પીલવા સમર્થ ન થાય કે જેટલા જીવ નદી ઊતરતાં જળના એક બિંદુમાં હણાય છે. વળી જો જળ સેવાળવાળું હોય તો તેમાં અનંત જીવનો પણ વિનાશ થાય છે. નદી ઊતરનાર મુનિ જો પ્રમાદી હોય તો તેની હિંસા તેને લાગે છે, અન્યથા લાગતી નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે, કેવલજ્ઞાનીના ગમનાગમનથી અને નેત્રના ચલન વગેરેથી પણ ઘણા જીવનો ઘાત થાય છે, પરંતુ તેમને માત્ર યોગ વડે જ બંધ હોવાથી તે પ્રથમ સમયે બાંધે છે, બીજે સમયે અનુભવે છે (વેઠે છે) અને ત્રીજે સમયે નિર્જરે છે. તેઓ અપ્રમાદી હોવાથી તેમને કર્મનો બંઘ બહુ કાળની સ્થિતિવાળો થતો નથી. 39 વળી પ્રથમાંગ(આચારાંગસૂત્ર)માં કહ્યું છે કે, કોઈ મુનિએ અકસ્માત્ કાચું લૂણ વહોર્યું હોય, તે જો લૂણ વહોરાવનાર ગૃહસ્થ પાછું ન લે તો મુનિએ તેને જળમાં ઘોળીને પી જવું. તેમ કરવાથી તેમણે શ્રી જિનેશ્વરની આજ્ઞા પાળેલી હોવાથી તેમને પૃથ્વીકાય જીવની હિંસા ન લાગે. તે જ પ્રમાણે ગૃહસ્થને પણ જિનપૂજા વગેરેમાં હૃદયની અંદ૨ દયાભાવ હોવાથી હિંસા લાગતી નથી. પ્રાચીન પૂજ્યપુરુષોએ હિંસાના ત્રણ પ્રકાર કહેલા છે—સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુબંધહિંસા. અંતઃકરણમાં દયાના પરિણામ વર્તતાં છતાં બાહ્ય ક્રિયા કરતાં જે હિંસા થાય તે સ્વરૂપહિંસા કહેવાય છે. કૃષિ વગેરેના હેતુ માટે જે હિંસા થાય છે તે હેતુહિંસા કહેવાય છે. અને અંતઃકરણમાં કલુષિત પરિણામ વર્તતાં નિર્દયપણે જે હિંસા કરાય છે તે અનુબંધહિંસા કહેવાય છે. રાજા યશોધરે માતાના વચનથી પિષ્ટમય કૂકડાની પણ હિંસા કરી તો તેથી તે દુરંત દુઃખપરંપરાને પામ્યો હતો, અને બ્રહ્મદત્ત ચક્રી વગેરેને બાહ્યપણે સ્વરૂપહિંસાનો અભાવ છતાં પણ અનુબંધ હિંસાના ધ્યાનથી નરકની પ્રાપ્તિ થઈ હતી. તેનો સંબંધ નીચે પ્રમાણે છે— શ્રી બ્રહ્મદત્ત ચક્રની કથા કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામના રાજાને ચાર મિત્રો હતા—કાશીદેશનો રાજા કંટક, હસ્તિનાપુરનો અધિપતિ કરેણુ, કોશલદેશનો સ્વામી દીર્ઘ અને ચંપાનગરીનો નૃપતિ પુષ્પસૂલ. આ ચારે રાજાઓ પરસ્પર સ્નેહથી એક બીજાના રાજ્યમાં એકેક વર્ષ આવીને રહેતા હતા. એક વખતે બીજા ત્રણે રાજાઓ બ્રહ્મરાજાને ત્યાં આવેલા હતા; તેવામાં અકસ્માત્ બ્રહ્મરાજાને મસ્તકની વેદના ઉત્પન્ન થઈ. એટલે બ્રહ્મરાજા તેઓના ઉત્સંગમાં બ્રહ્મદત્ત નામના પોતાના બાળવયના પુત્રને મૂકીને ‘તમારે આ રાજ્યની વ્યવસ્થા કરવી' એમ કહી મૃત્યુ પામ્યો. પછી તેઓ પોતામાંથી દીર્ઘરાજાને ત્યાં મૂકી પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. દીર્ઘરાજા ત્યાં રહ્યો સતો બ્રહ્મરાજાની સ્ત્રી ચૂલણીની સાથે આસક્ત થયો. તે ખબર જાણી ઘેનુ નામના મંત્રીએ પોતાના પુત્ર વરઘેનુને જણાવ્યું કે, ‘આ વૃત્તાંત તું એકાંતમાં જઈને ચૂલણીના પુત્ર બ્રહ્મદત્તને જણાવજે.’ તેણે બ્રહ્મદત્તને જણાવ્યું, એટલે તે ચતુર કુમાર કોકિલા અને કાગડાને લઈને અંતઃપુરમાં ગયો. ત્યાં તે બન્નેનો સંબંધ કરાવી કાગડાને મારી નાખીને તે બોલ્યો કે, બીજો પણ જે કોઈ આવું કરશે તેને આવી રીતે મારી નાખીશ.' આ હકીકતનો સાર સમજીને દીર્ઘ રાજાએ ચૂલણીને કહ્યું કે, ‘હું કાગ અને તું કોકિલા છે.’ રાણી બોલી કે—‘એવી શંકા કરો નહીં. આ બાળક તે આપણો સંબંધ શું જાણે?' ફરી વળી એક વાર બ્રહ્મદત્તે પાડાનો અને હાથિણીનો સંબંધ કરાવી પૂર્વોક્ત વાક્ય કહીને પાડાને મારી નાખ્યો. તેથી દીર્ઘરાજાએ ‘આ મારું વૃત્તાંત જાણે છે અને અન્યોક્તિ વડે મને શિક્ષા આપે છે' એવું સમજી રાણીને તે વાત જણાવી. એટલે રાણી બોલી કે–‘ત્યારે આપણે પુત્રને મારી નાખીએ. જો આપણે કુશળ હશું તો ઘણા પુત્રો થશે.’ દીર્ઘરાજાએ તે Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૧] અનુબંધ હિંસા ૩૭ સ્વીકાર્યું. પછી દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને કોઈ એક સામંતની પુત્રી પરણાવી, અને તેમને સૂવાને માટે એક એવું લાક્ષાગૃહ (લાખનો મહેલ) કરાવ્યું કે જે બહારથી પથ્થરનું સુંદર મકાન લાગે. લાખનું બનેલું હોવાથી આગ તરત પકડી લે. આ કાવતરાની ગંઘ ઘેનુ મંત્રીને આવી ગઈ એટલે તેણે ગુસ રીતે તે ઘરની નીચેથી નગર બહાર ઉદ્યાન સુધી એક સુરંગ કરાવી. શુભ દિવસે વરવધૂ અને વરઘેનુકુમારે તે ઘરમાં પ્રવેશ કર્યો, એટલે રાત્રિના બે પહોર જતાં તે ગૃહને ચૂલણીએ અગ્નિ લગાડ્યો. મંત્રીપુત્ર વરઘેનુ પ્રથમથી જ આ જાણતો હતો, તેથી સુરંગને રસ્તે બ્રહ્મદત્તને ઉદ્યાનમાં લઈ ગયો અને ત્યાં સુરંગના દ્વાર ઉપર બે અશ્વ તૈયાર રાખેલા હતા, તેની ઉપર બેસી બન્ને મિત્રો દેશાટન કરવા નીકળી પડ્યા. ભાગ્યવાન્ બ્રહ્મદત્તે પૃથ્વી પર ભમતાં સાર્વભૌમપદની સંપત્તિ પ્રાપ્ત કરી, અને વરઘેનુને સેનાપતિની પદવી આપીને દીર્ઘરાજાની ઉપર મોકલ્યો. તેની પછવાડે પોતે આવીને ચક્રવડે દીર્ઘરાજાનું મસ્તક છેદી નાખ્યું. પછી તેણે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. અનુક્રમે બ્રહ્મદત્ત ચક્રીએ ષટ્યુંડ ભરતને સાધ્ય કર્યો. પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકીપણે ભમતો હતો ત્યારે એક બ્રાહ્મણે તેને જળ પાવ્યું હતું. તે બ્રાહ્મણ બ્રહ્મદત્તને ચક્રવર્તીપદ પ્રાપ્ત થયેલું સાંભળી ત્યાં આવ્યો. તેણે વિચાર્યું કે, ‘આટલા બધા સૈન્ય વચ્ચે તે મને કેમ ઓળખશે?” તેથી તેણે એક જીર્ણ વસ્ત્રનો ધ્વજ કરી જીર્ણ સૂપડું વગેરે લટકાવી જુદું જ રૂપ બતાવ્યું. તેવી વિલક્ષણતા જોઈ રાજાએ સેવક મોકલીને તેને બોલાવ્યો. પછી તેને ઓળખી તેના પર સંતુષ્ટ થઈને વરદાન માગવા કહ્યું, એટલે અલ્પ બુદ્ધિવાળા બ્રાહ્મણે સ્ત્રીના વચનથી દરરોજ અનુક્રમે એકેક ગૃહે ભોજન અને બે સોનામહોરની દક્ષિણા તેને મળે એવી માગણી કરી. રાજાએ તરત જ તેવી ગોઠવણ કરાવી આપી. એકદા તે લુબ્ધ બ્રાહ્મણે ચક્રીને કહ્યું કે, ‘હે રાજન્! એક વાર તમારા ઘરનું ભોજન મને કરાવો.’ ચક્રીએ કહ્યું કે, ‘મારું ભોજન તો મને જ જરે (પચે) તેવું હેાય છે.’ બ્રાહ્મણે ગુસ્સાથી કહ્યું કે, ‘અરે રાજા! શું તું કૃપણ છે કે જેથી મને તારું ભોજન પણ આપી શકતો નથી?” પછી ચક્રીએ તે બ્રાહ્મણને કુટુંબ સહિત પોતાને ઘેર જમાડ્યો, જેથી તે અતિ કામાતુર થઈ ગયો. તેથી તેણે તે રાત્રે પોતાની માતા બહેન વગેરેની સાથે પણ પશુવત્ આચરણ કર્યું. જ્યારે ચક્રીના અન્નનો મદ ઊતરી ગયો ત્યારે તે બહુ લજ્જિત થયો. પછી તેણે વિચાર્યું કે ‘આવું અપકૃત્ય ચક્રીએ જાણીબૂજીને જ કર્યું જણાય છે, માટે તેને શિક્ષા કરવી.' આવા ક્રોધથી એક વખત તે વનમાં ફરતો હતો, તેવામાં કોઈ ગોવાળને ગલોલના પ્રયોગથી પીપળાના પાનને કાણા કરતો જોયો. તે ધાર્યા પાંદડાંમાં ગલોલથી કાણાં પાડતો હતો. તેની અચૂક નિશાનાબાજી જોઈ તે બ્રાહ્મણે તેને મળી કાંઈ દ્રવ્ય આપી તેની પાસે ચક્રવર્તીના બન્ને નેત્ર ફોડી નંખાવ્યા. રાજસેવકોએ તે ગોવાળને પકડ્યો અને કહ્યું કે, ‘અરે દુષ્ટ! આ તેં શું કર્યું?” એટલે તેણે પેલા બ્રાહ્મણને બતાવ્યો, તેથી તે બ્રાહ્મણને કુટુંબ સહિત મારી નાખ્યો. ત્યારથી ચક્રીને બ્રાહ્મણ જાતિ ઉપર રોષ ચઢ્યો. તેથી તેણે મંત્રીને આજ્ઞા કરી કે, ‘પ્રતિદિન અનેક બ્રાહ્મણોના નેત્રો કાઢી મારી પાસે લાવવા.' એટલે મંત્રી તેમ કરવા લાગ્યો. ચક્રી તે નેત્રોને મર્દન કરી ખુશી થવા લાગ્યો. આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણા જીવનો વધ થતો જોઈ મંત્રી બીજ વગરના વડગુંદાનો થાળ ભરીને રાજા પાસે મૂકવા લાગ્યો. અંધ ચક્રી તેને પોતાના શત્રુઓના નેત્ર જાણી ક્રોધબુદ્ધિથી ચોળી નાખવા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ લાગ્યો. આ પ્રમાણે સોળ વર્ષ સુધી કરી રૌદ્રધ્યાનવડે મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો. કહ્યું છે કે-“વડગુંદાને બ્રાહ્મણના નેત્રની બુદ્ધિએ ચોળતો છેલ્લો બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી અનુબંઘ હિંસાના યોગથી સાતમી નરકે ગયો.” વ્યાખ્યાન ૭૨ હિંસકની હિંસા પણ વર્ચ હવે કેટલાક માણસો બીજા જીવોની હિંસા કરનારા હિંસક જીવોને મારી નાખવામાં ઘર્મ માને છે તેઓને માટે શિક્ષા કહે છે– केचिद्वदंति हंतव्याः, प्राणिनः प्राणिघातिनः ।। हिंस्त्रस्यैकस्य घाते स्याद्रक्षणं भूयसां किल ॥१॥ ભાવાર્થ-કેટલાક કહે છે કે, જે બીજા પ્રાણીઓની હિંસા કરનારા પ્રાણીઓ હોય, તેમને મારી નાખવા; કારણ કે તેવા એક હિંસક પ્રાણીના ઘાતથી બીજા અનેક જીવોનું રક્ષણ થાય છે. અર્થાત્ જે સર્પ માર્જર વગેરે હિંસક પ્રાણીઓ છે તેમને મારવામાં દોષ નથી. . પણ આ તેમનો વિચાર અયુક્ત છે, કારણ કે તેવો વિચાર કરીશું તો આ આર્યક્ષેત્રમાં પણ અહિંસક પ્રાણીઓ ઘણા થોડાં મળી શકશે, તેથી તેવા નિર્ધ્વસ પરિણામનો ત્યાગ કરવો. વળી કોઈ કહે છે કે, “નિર્વાહ માટે મત્સ્ય તથા ઘાન્ય વગેરેના ઘણા જીવોને શા માટે હણવા? એક મોટા હાથીને મારવો કે જેથી ઘણા કાળ સુધી નિર્વાહ ચાલે.” આ પ્રમાણે માનનારાને આદ્રકુમારના પ્રબંઘ દ્વારા શિખામણ દે છે. આર્ટિકમારની કથા મગઘદેશમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે એક વખતે પૂર્વજની પ્રીતિ વધારવા માટે પોતાના મંત્રીની સાથે આÁકરાજાને કેટલીક ભેટ મોકલી. મંત્રીએ આ દેશમાં જઈ ત્યાંના રાજાની આગળ ભેટ મૂકી. પછી પરસ્પર કુશલવાર્તા પૂછી. તે વખતે આÁકરાજાના પુત્ર આર્દ્રકુમારે શ્રેણિકરાજાના મંત્રીને પૂછ્યું કે, “તમારા રાજાના કુમારનું નામ શું છે?” મંત્રીએ કહ્યું કે, તેમનું નામ અભયકુમાર છે. તે મહા ઘર્મજ્ઞ છે, અને પાંચસો મંત્રીઓના અધિપતિ છે. શું તેમનું નામ તમારા સાંભળવામાં પણ નથી આવ્યું?” મંત્રીના આ પ્રમાણેનાં વચનો સાંભળી આર્દ્રકુમારે અભયકુમારને માટે મોતી વગેરે ભેટ મોકલાવ્યા. અનુક્રમે મંત્રી રાજ્યગૃહી નગરીમાં આવ્યો અને ત્યાંથી આપેલી ભેટ શ્રેણિક રાજાને અને અભયકુમારને આપી. પછી અભયકુમારને કહ્યું કે, “આર્દ્રકુમાર તમારી સાથે મૈત્રી કરવા ઇચ્છે છે.” તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે, “એ કોઈ ભવ્ય જીવ વ્રતની વિરાધના કરવાથી અનાર્ય દેશમાં જન્મેલો લાગે છે, કારણ કે, અભવ્ય કે દૂરભવ્ય તો મારી સાથે મૈત્રી કરવાને ઇચ્છતા જ નથી. પ્રાયઃ સમાન ઘર્મીઓને જ પરસ્પર પ્રીતિ થાય છે.” હવે હું તેની ઉપર આહંતુ બિંબ મોકલાવું કે જેને જોઈને તે જરૂર પ્રતિબોધ પામશે.” આવું વિચારી અભયકુમારે એક પેટીમાં રત્નમય આહંતુ પ્રતિમા મૂકીને તે તેને ભેટ તરીકે મોકલાવી. મંત્રીએ તે પેટી લઈ જઈ આર્દ્રકુમારને એકાંતમાં આપી અને પ્રણામ કરીને સ્વસ્થાને ગયો. આદ્રકુમારે પેટી ઉઘાડી એટલે Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૨] હિંસકની હિંસા પણ વર્ય (૩૯ તેની અંદર પ્રતિમા જોઈ વિચારમાં પડ્યો કે, “આ તે કયું આભૂષણ હશે? આ આભૂષણ કંઠે, મસ્તકે કે હૃદયમાં ક્યાં પહેરાતું હશે? અથવા મેં પૂર્વે આવું ક્યાંક જોયેલું છે.' એવો વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે જાણ્યું કે “અહો! આ ભવથી ત્રીજે ભવે હું સામાયિક નામે કૌટુંબિક હતો. મારે બંઘુમતી નામે સ્ત્રી હતી. મેં વૈરાગ્ય પામી પ્રિયા સહિત દીક્ષા લીધી હતી. એક વખતે સાધ્વીઓના સમૂહમાં મારી સ્વરૂપવતી સ્ત્રીને જોઈને પૂર્વના અનુરાગથી હું તેને અભિલાષી થયો. મેં તેની આગળ મારો અભિપ્રાય જણાવ્યો. તે સાધ્વીએ જાણ્યું કે, આ સાધુ જરૂર તેના તથા મારા વ્રતનો ભંગ કરશે, તેથી તે અનશન લઈ મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. તેની પાછળ હું પણ તેના દુઃખથી અનશન લઈ મૃત્યુ પામી દેવતા થયો. દેવલોકનું સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને વ્રતની વિરાધનાથી અહીં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. મારા ઘર્મગુરુ અભયકુમારને ઘન્ય છે, કે જેણે દૂર રહીને પણ મને પ્રતિબોધ કર્યો.' પછી આર્દ્રકુમારે અભયકુમારના દર્શન કરવાને ઉત્સુક થઈ પોતાના પિતાને કહ્યું કે, “પિતાજી! રાજગૃહનગર જોવાની મારી ઇચ્છા છે.” તે સાંભળી આÁકરાજાએ તેને ના પાડીને અટકાવ્યો અને તે નાસી ન જાય તે માટે તેની સંભાળ રાખવા પાંચસો સુભટોને તેની પાસે રાખ્યા. તથાપિ છેવટે આર્દ્રકુમાર સર્વ સુભટોને છેતરી વહાણમાં બેસી આર્ય દેશમાં આવતો રહ્યો, અને તે પ્રત્યેકબુદ્ધ આર્દ્રકુમારે આર્ટસ્ બિંબ અભયકુમાર ઉપર પાછું મોકલી આપ્યું. પછી “હજુ તારે ભોગાવલીકર્મ બાકી છે.' એમ કહી દેવતાએ તેને અટકાવ્યો, તથાપિ તેણે સાહસથી વ્રત ગ્રહણ કર્યું. (દીક્ષા લીધી.) અન્યદા વિહાર કરતાં કરતાં આર્તમુનિ વસંતપુર નગરના ઉદ્યાનમાં આવેલા કોઈ દેવાલયમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. એ અરસામાં બંઘુમતીનો જીવ તે નગરવાસી કોઈ શ્રેષ્ઠીને ઘેર શ્રીમતી નામે પુત્રીપણે ઉત્પન્ન થયો હતો. તે સખીઓ સાથે એ જ ઉદ્યાનમાં રમવાને આવી ચડી. સર્વ બાલિકાઓ પરસ્પર ઉપહાસ્યમાં કહેવા લાગી કે, “સખીઓ! મનગમતા વરને વરો.” એટલે બધી ઇચ્છા પ્રમાણે વર ઘારવા લાગી. તે વખતે શ્રીમતી બોલી કે, “હું તો આ મુનિને વરીશ.” તે વખતે આકાશવાણી થઈ કે, “મુગ્ધ! તું યોગ્ય વરને વરી છે.” એમ કહેવા સાથે દેવતાએ દુંદુભિના નાદપૂર્વક ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે વખતે દુંદુભિની ગર્જનાથી ભય પામી શ્રીમતી મુનિને પગે વળગી પડી. આર્તમુનિ અનુકૂળ ઉપસર્ગનો સંભવ જાણી ત્યાંથી ચાલ્યા ગયા. પછી રાજાના પુરુષો તે વૃષ્ટિનું દ્રવ્ય લેવા આવ્યા. તેમને અટકાવીને દેવતાએ કહ્યું કે, “ એ દ્રવ્ય તમારું નથી, પણ એ તો શ્રીમતીના વિવાહને માટે આપ્યું છે. પછી તેના પિતાએ તે ગ્રહણ કર્યું. શ્રીમતીએ તે મુનિને જ વરવાનો પોતાનો વિચાર જણાવ્યો. પિતાએ પુત્રીને કહ્યું કે, “વત્સ! ભ્રમરની જેમ ભમતા એ મુનિ તને શી રીતે મળશે? અને કદી મળશે તો પણ ઘણા મુનિઓમાં “આ તે જ છે' એમ તારાથી કેમ ઓળખાશે? માટે હવે બીજા વરને વરવું કબૂલ કર.” શ્રીમતી બોલી–“પિતાજી! આમ બોલવું યુક્ત નથી. નીતિમાં કહ્યું છે કે, सकृजल्पंति भूपालाः, सकृद्वदंति सज्जनाः। सकृत् कन्या प्रदीयंते, त्रीण्येतानि सकृत्सकृत् ॥ ભાવાર્થ-રાજાઓ એક વાર જ બોલે, સજ્જનો એક વાર જ વદે અને કન્યા એક વાર જ અપાય–આ ત્રણ વાનાં એક વાર જ થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ પ વળી આપે ‘કેમ ઓળખીશ?' એમ કહ્યું, પણ હું તેના ચરણના ચિહ્ન ઉપરથી ઓળખી કાઢીશ.'’ પછી પિતાની આજ્ઞાથી શ્રીમતીએ ત્યારથી નિત્ય મુનિઓને દાન આપવા માંડ્યું. બાર વર્ષ વીત્યા પછી તે મુનિ ફરીને અકસ્માત ત્યાં આવી ચડ્યા. ચરણના ચિહ્ન ઉપરથી તેમને ઓળખી શ્રીમતી બોલી કે, ‘હે સ્વામિન્! તે વખતે તો મને ક્રૂરની જેમ છોડીને નાસી ગયા હતા, પણ હવે ક્યાં જશો?' પછી આર્દ્રમુનિ પેલી આકાશવાણી સંભારી શ્રીમતીને પરણ્યા. અનુક્રમે તેમને એક પુત્ર થયો, તે મોટો થયો એટલે આર્દ્રકુમારે શ્રીમતીને કહ્યું કે, ‘હે ભદ્રે ! તમારો પુત્ર મોટો થયો છે, માટે હવે હું દીક્ષા લઈશ.' તે સાંભળી શ્રીમતી રેંટીઆની ત્રાક લઈને રૂ કાંતવા બેઠી. મોટા થયેલા પુત્રે માતાને પૂછ્યું કે, ‘માતા! તમે રેંટીઆની ત્રાક કેમ લીઘી?’ શ્રીમતી બોલી, ‘પુત્ર! જ્યારે તારા પિતા તપસ્યા કરવા જશે, અર્થાત્ દીક્ષા લેશે ત્યારે પછી મારે ત્રાકનું જ શરણ છે, એટલે કે રેંટીઓ કાંતીને જ પેટ ભરવું પડશે.' પુત્ર બોલ્યો-‘માતા! હું મારા પિતાને બાંધી રાખીશ, જવા નહીં દઉં.’ પછી પુત્રે ત્રાકના સૂત્રથી પોતાના પિતાના પગને વીંટવા માંડ્યા અને કહ્યું, ‘પિતાજી! મેં તમને બાંધી લીધા, હવે ક્યાં જશો?' આવું પુત્રનું આચરણ જોઈ આર્દ્રકુમારે પોતાના પગને વીંટેલા સૂત્રના તંતુની સંખ્યા કરી, ત્યારે તે બાર આંટા થયા. તે પ્રમાણે પોતે બાર વર્ષ સુધી ઘેર રહ્યા. જ્યારે અવધિ પૂર્ણ થયો ત્યારે તે ફરીથી દીક્ષા લઈ પવનની જેમ અપ્રતિબદ્ધપણે પૃથ્વી૫૨ વિહાર કરવા લાગ્યા. ૪૦ આ અરસામાં તેના પિતાએ રક્ષાને માટે મૂકેલા સુભટો કુમારને શોધતા હતા. પણ કુંવરની ભાળ મળી નહીં. રાજાના ભયથી તેઓ પાછા પણ જઈ ન શક્યા, તેથી તેઓ ચોરી કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા. દૈવયોગે માર્ગમાં આર્દ્રમુનિ તેમને મળ્યા, તેમણે ધર્મોપદેશ કર્યો, એટલે પ્રતિબોધ પામી તે સર્વેએ દીક્ષા લીધી. તેમને સાથે લઈ આર્દ્રકુમા૨મુનિ શ્રી વીરપ્રભુને વાંદવા ચાલ્યા. માર્ગમાં ગોશાળો મળ્યો. તે બોલ્યો કે—“હે મુનિ! તમે વૃથા તપ કરી કષ્ટ સહન કરો છો, કારણ કે શુભ અશુભનું કારણ તો દૈવ જ છે, અને તે સર્વત્ર પ્રમાણ છે. કહ્યું છે કે, उपक्रमशतैः प्राणी, यन्न साधयितुं क्षमः । दृश्यते जायमानं तल्लीलया नीयतेर्बलात् ॥ ભાવાર્થ–સેંકડો યત્ન કરવાથી પણ પ્રાણી જે સાઘ્ય કરવા સમર્થ થતો નથી, તે દૈવના બળથી એક રમત માત્રમાં સાધ્ય થઈ જાય છે.'’ આર્દ્રકુમાર મુનિ બોલ્યા કે, ‘આમ કહેવું ઘટતું નથી. પ્રારબ્ધ (કર્મ) અને ઉદ્યોગ બન્નેના મળવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. જેમ કર્મ–પ્રારબ્ધથી થાળીમાં ભોજન પ્રાપ્ત થયું હોય પણ જ્યાં સુધી હાથ મુખ તરફ લઈ જાય નહીં ત્યાં સુધી તે મુખમાં પેસે નહીં.' ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો આપી તેમણે ગોશાળાને નિરુત્તર કરી દીધો. ત્યાંથી આગળ ચાલતાં આર્દ્રમુનિ હસ્તિતાપસોને આશ્રમે આવ્યા. તે તાપસો કાયમ હાથીને મારીને તેનું માંસ જ ખાતા હતા. તેઓ એમ માનતા હતા કે, ‘અનાજ વગેરેથી નિર્વાહ કરતાં અગ્નિકાય, વનસ્પતિકાય વગેરે ઘણા જીવોને મારવા પડે છે, તેથી ઘણું પાપ લાગે, માટે એક મોટો જીવ મા૨વાથી ઘણા વખત સુધી નિર્વાહ ચાલે ને પાપ થોડું લાગે.' જ્યારે આર્દ્રમુનિ ત્યાં Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૩] હિંસાના સ્થાન પણ વર્જ્ય ૪૧ આવ્યા ત્યારે તેમણે એક હાથીને પકડીને બાંધેલો હતો. આ મુનિને જોઈ તે હાથી લઘુકર્મી હોવાથી ખીલાને ઉખેડી મુનિના ચરણ પાસે આવ્યો અને મુનિને ભક્તિથી પ્રણામ કર્યા. મુનિના અતિશય જોઈ અને દેશના સાંભળીને તે તાપસો પ્રતિબોઘ પામ્યા અને તેમણે જૈનવાણીનો સ્વીકાર કર્યો. પછી આર્દ્રમુનિએ તેમને દીક્ષા આપી. ત્યાંથી સર્વ પરિવાર સહિત તે વીરપ્રભુની પાસે આવ્યા. તે વખતે અભયકુમાર સહિત શ્રેણિકરાજા પણ સમવસરણમાં આવ્યા. તેમણે આર્દ્રકુમાર મુનિને હસ્તિ છોડાવવાનો વૃત્તાંત પૂછ્યો, ત્યારે મુનિ બોલ્યા કે, ‘હે રાજન્! હાથીને બંધનથી છોડાવવો તે કાંઈ દુષ્કર નથી, પણ સૂત્રતંતુના (કાચા સૂતરના) પાશમાંથી છૂટા થવું તે દુષ્કર છે.' શ્રેણિકે સૂત્રતંતુ વિષે વધારે હકીકત પૂછી એટલે આર્દ્રકુમારે પોતાની બધી વાર્તા કહી સંભળાવી અને અભયકુમારની પ્રશંસા કરીને તેને ધર્માશિષ આપી. પછી આર્દ્રમુનિ સર્વ પાપને આલોઈ, પડિક્કમી, કેવળજ્ઞાન પામીને મોક્ષને પ્રાપ્ત થયા. ઉપર પ્રમાણે આર્દ્રકુમાર મુનિનાં વચનથી જેમ હસ્તિતાપસોએ હિંસા છોડી દીધી, તેમ તેમનું ચરિત્ર સાંભળીને પ્રાજ્ઞ પુરુષોએ પણ હંમેશા દયાધર્મનો પક્ષ કરવો. વ્યાખ્યાન ૭૩ હિંસાના સ્થાન પણ વર્જ્ય હવે મુનિ તથા ગૃહસ્થોને જે હિંસાના સ્થાન વર્જવા યોગ્ય છે તે કહે છે. मुखरंध्रमनाच्छाद्य, भणनीयं न कर्हिचित् । निमित्तं च विकालानां न वाच्यं कस्यचित्पुरः ॥ १ ॥ " સવૈ: સ્વરે નિશિથેન, પાટો વર્ગ સુબુદ્ધિમિઃ । હિંસાËાનાન્યનેાનિ, હ્યં જ્ઞાત્વા ત્યનેર્ વ્રુધઃ III ભાવાર્થ-‘મુખનું છિદ્ર ઢાંક્યા વગર ક્યારે પણ ભણવું નહીં અને કોઈની આગળ અનાગત (ભવિષ્યના) ફલાદેશ કહેવા નહીં. વળી બુદ્ધિમાને પાછલી રાત્રે ઊંચે સ્વરે ભણવું નહીં. આ પ્રમાણે અનેક હિંસાના સ્થાનો છે, તેને જાણીને પ્રાજ્ઞ પુરુષે ત્યજી દેવા.’’ પ્રથમ કહ્યું કે, મુખછિદ્રને વસ્ત્રાદિકથી આચ્છાદન કર્યા સિવાય ભણવું નહીં, તેનું કા૨ણ એ છે કે, તેમ ભણવાથી વાયુકાય જીવોની હિંસા થાય છે. મહાભારતમાં કહ્યું છે કે, ‘‘મુખવસ્તિકા છે તે મુખના નિઃશ્વાસને રોકનારી છે, તે જીવોની દયાને માટે રખાય છે.’’ તે વિષે અન્ય મતમાં કહે છે કે, “હે બ્રહ્મન્! અણુમાત્ર પણ અક્ષર બોલતાં નાસિકા વગેરેમાંથી નીકળતા એક શ્વાસ વડે સેંકડો સૂક્ષ્મ જંતુઓ હણાય છે.’’ તે વિષે પૂર્વાચાર્યો કહે છે કે, “ચાર સ્પર્શવાળા ભાષા વર્ગણાના પુદ્ગલો શ્વાસોશ્વાસના આઠ સ્પર્શવાળા પુદ્ગલોમાં મળી જવાથી આઠ સ્પર્શવાળા વાયુકાય જીવોને હણે છે.’’ વળી કોઈની આગળ જ્યોતિષ વગેરે ઉપરથી ભવિષ્ય કહેવું નહીં. તે વિષે કહ્યું છે કે, “જે મુનિઓ જ્યોતિષ નિમિત્તાદિ વડે ભવિષ્યના અક્ષરો કહે, અથવા કૌતુક ઇંદ્રજાળ વગેરે ચમત્કાર બતાવે, વળી ભૂતિકર્મ વગેરે કરે, તેમ કરવાને પ્રેરે અથવા તેમ કરનારની અનુમોદના કરે, તે મુનિના તપનો ક્ષય થાય છે.’’ તે વિષે એક ક્ષત્રિયનો પ્રબંધ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ -કલી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ ક્ષત્રિય પ્રબંધ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક પ્રોષિતભર્તુકા* ક્ષત્રિયાણી હતી. તેને ઘેર એક મુનિ કોઈ કોઈ વખત આહાર લેવા આવતા હતા. એક વખતે તે ક્ષત્રિયાણીએ મુનિને પૂછ્યું કે “મુનિરાજ! મારો સ્વામી ક્યારે આવશે?” મુનિ બોલ્યા નહીં. પણ તેણે ઘણો આગ્રહ કર્યો, ત્યારે મુનિએ વિચાર્યા વગર કહી દીધું કે, “આજથી પાંચમે દિવસે આવશે.” દૈવયોગે પાંચમે દિવસે તે ક્ષત્રિય આવ્યો, એટલે મુનિનું વચન સત્ય થયું. તે દિવસે મુનિ પણ સહેજે આહાર લેવા તેને ઘેર આવ્યા. એટલે પેલી ક્ષત્રિયાણીને અને મુનિને સામસામું હસવું આવ્યું. તે જોઈ ક્ષત્રિયને શંકા આવી, તેથી હાથમાં ખગ લઈને ઊભો થયો અને મુનિને હાસ્યનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ જે યથાર્થ હતું તે કહી આપ્યું એટલે ક્ષત્રિયે પરીક્ષા કરવા માટે મુનિને પૂછ્યું કે, “આ ઘોડી સગર્ભા છે તેને શું અવતરશે?” મુનિએ કહ્યું–‘વછેરી આવશે.' તેથી તત્કાળ તે ક્ષત્રિયે ખગથી તે ઘોડીનું ઉદર વિદાયું, તેમાં વછેરી જોઈને તે શંકારહિત થયો. આ હિંસાકૃત્ય જોઈ મુનિએ તત્કાળ અનશન કર્યું. પેલા ક્ષત્રિયે મુનિને ખમાવ્યા. મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. ઇતિ ક્ષત્રિય પ્રબંધ. વળી રાત્રે મોટે સ્વરે પાઠ કરવો નહીં. જો કદી કાંઈ કામ પડે તો મંદસ્વરથી જ બોલવું. ખુંખારો કે હોંકારો પણ રાત્રે કરવો નહીં. જો રાત્રે તેમ કરે તો ઘરમાં રહેલા ગરોળી વગેરે હિંસક જીવો જાગ્રત થઈ મક્ષિકા વગેરેના ભક્ષણનો આરંભ કરે અને પડખે પાડોશીઓ હોય તે જાગી પોતપોતાના આરંભકાર્ય કરવામાં પ્રવર્તે. તેમજ રસોઈ કરનારા, ઘોબી અને મચ્છીમાર વગેરે પણ પરંપરાએ પોતપોતાના કુવ્યાપારમાં પ્રવર્તે. તે વિષે શ્રીવીર ભગવંતે જયંતિના પ્રશ્નોત્તરમાં કહ્યું છે કે, “અઘર્મી પુરુષો સૂતા ભલા અને ઘર્મી પુરુષો જાગતા ભલા.' આ વિષે નીચે પ્રમાણે એક પ્રબંધ વૃદ્ધોના મુખેથી સાંભળેલો છે. મચ્છીમાર ચોરની કથા કોઈ સાઘુ રાત્રે પોતાના શિષ્યોને પૂર્વગત વાચના આપતા હતા. તે પ્રસંગમાં એક વખતે તેમણે પોતાના શિષ્યને “અમુક ચૂર્ણ ઔષધિ વગેરેના પ્રયોગથી સંમૂર્છાિમ મસ્યાદિક જીવોની ઉત્પત્તિ થાય છે' એમ કહ્યું. તે વાત ત્યાંથી ચાલ્યા જતા એક ચોરી કરવા નીકળેલા મચ્છીમારે સાંભળી, અને તે ચૂર્ણને પ્રયોગ મનમાં ઘારી લઈને તે ઘેર ગયો. પછી તેણે તે પ્રમાણે કર્યું, એટલે ઘણાં મત્સ્યોની ઉત્પત્તિ થઈ, તેથી હર્ષ પામીને તે માછી નિત્ય તે જ પ્રયોગથી પોતાના કુટુંબનું પોષણ કરવા લાગ્યો. એવી રીતે કરતાં ઘણો કાળ વહી ગયો. એક વખતે તે વિદ્યાચોર માછી તે મુનિની પાસે આવ્યો, અને મુનિને નમસ્કાર કરીને બોલ્યો કે–“હે સ્વામી! તમારા પ્રસાદથી હું સહકુટુંબ સુખે જીવું છું અને તે રીતે દુકાળ વગેરે સંકટના વખતમાં અનેક જીવોનો ઉપકાર થશે.” મુનિ બોલ્યા-કેવી રીતે?” માછીએ કહ્યું કે-“પૂર્વે તમે રાત્રે શિષ્યોની આગળ ચૂર્ણપ્રયોગથી જીવોત્પત્તિ કહી હતી, તે મારા સાંભળવામાં આવી હતી. ત્યારથી તે પ્રયોગ વડે હું સુખે જીવું છું.' તે સાંભળી મુનિ મનમાં પોતાના પ્રમાદદોષની નિંદા કરતા સતા પરંપરાએ અત્યંત પાપની વૃદ્ધિ થવાનો નિશ્ચય જણાવાથી તે મચ્છીમાર પ્રત્યે બોલ્યા- “હું તને બીજો તેથી પણ શ્રેષ્ઠ ઉપાય બતાવું * જેનો સ્વામી પરદેશ ગયેલો છે એવી. ૨ ચૌદ પૂર્વેમાં કહેલી. Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૪] | હિંસા અને અહિંસાનું ફળ ૪૩ તે સાંભળ–અમુક અમુક દ્રવ્યનો યોગ મેળવી, એકાંતે ઓરડામાં બેસી, તેના કમાડ બંધ કરી, મધ્ય ભાગે રાખેલા જળ વગેરેમાં તે ચૂર્ણ નાખવું, એટલે સુવર્ણ સરખા વર્ણવાળા મસ્યો ઉત્પન્ન થશે. તેનું ભક્ષણ કરવાથી તારું શરીર પણ પુષ્ટ થશે. તે સાંભળી તે માછી પોતાને ઘેર ગયો અને ગુરુના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી ઓરડામાં પેઠો. પછી તેનો પ્રયોગ કરતાં તેમાંથી એક વ્યાવ્ર ઉત્પન્ન થયો. તે તેનું ભક્ષણ કરી ગયો, જેથી તે પાપી મૃત્યુ પામીને નરકે ગયો, અને મુનિ તે પાપની આલોચના કરી સ્વર્ગે ગયા. માટે રાત્રે ઊંચા સ્વરથી પઠન પાઠન ન કરવું એ આ ઉપદેશનો સાર છે. આ વિષે બીજું પણ એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે કોઈ એક શ્રાવક રાત્રિને છેલ્લે પહોરે ઊંચે સ્વરે આવશ્યક (પ્રતિક્રમણ) ભણવા લાગ્યો. તે નજીક રહેલા પાડોશીની સ્ત્રીએ સાંભળ્યું, તેથી થોડી રાત્રિ શેષ હશે એવું જાણી તે ઊઠી અને અનાજ દળવાનો સમય જાણી દળવા બેઠી. તેવામાં ઘંટીના ગાળામાં રહેલા એક સર્પ કચરાઈ ગયો અને તેનું વિષ સર્વ લોટમાં પ્રસરી ગયું. તે લોટના રોટલા ખાવાથી તેના સર્વ સ્વજન મૃત્યુ પામ્યા. પેલા શ્રાવકે જ્ઞાની પાસેથી તે પાપની શુદ્ધિ જાણી તે પ્રમાણે આલોચના કરી અને મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. આ પ્રમાણે હિંસા થવાના અનેક પ્રકારો છે તે જિનેંદ્રકથિત શાસ્ત્રોથી તથા પોતાની બુદ્ધિથી જાણીને જે સુજ્ઞ પુરુષો તેનો ત્યાગ કરે છે તે શાશ્વત સુખવાળી મોક્ષલક્ષ્મીને પામે છે. વ્યાખ્યાન ૭૪ હિંસા અને અહિંસાનું ફળ હવે હિંસા અને અહિંસાનું ફળ દર્શાવે છે. हिंसा निरंतरं दुःख-महिंसा तु परं सुखम् । जाता ददात्यहो सूरचंद्रयोरिव तद्यथा ॥४॥ ભાવાર્થ-“હિંસા હમેશાં દુઃખ આપે છે અને અહિંસા પરમ સુખ આપે છે, તે વિષે સૂર અને ચંદ્રનું દૃષ્ટાંત છે.” તે આ પ્રમાણે – સૂર અને ચંદ્રકુમારની કથા જયપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતો. તેને સૂર અને ચંદ્ર નામે બે પુત્રો હતા. પિતાએ યેષ્ઠ કુમાર સૂરને યુવરાજપદ આપ્યું, તેથી પોતાનું અપમાન થયું જાણી ચંદ્રકુમાર નગર છોડી વિદેશમાં ફરવા લાગ્યો. એક વખતે તેણે કોઈ મુનિના મુખથી નીચેના બે શ્લોક સાંભળ્યા सापराधा इति प्रायो, गेहिभिः पुण्यदेहिभिः । न तव्यास्त्रसास्तावत्किंपुनस्ते निरागसः॥४॥ मीनानां वधप्रारंभे, छेदः स्वांगुलिनोऽभवत् । ચન્દ્રા શસ્રો હિંસાં ૨, નાતો થીવરથીષનઃ પરા ભાવાર્થ-“પવિત્ર દેહવાળા ગૃહસ્થ અપરાધી એવા પણ ત્રસ જીવોને હણવા નહીં, તો Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૫ નિ૨૫રાથી જીવોને તો કેમ જ હણાય? કોઈ બુદ્ધિમાન ઢીમરે મત્સ્યનો વધ કરતાં પોતાની અંગુલીનો છેદ થયો, તે ઉપરથી શસ્રવડે હિંસા કરવી જ તેણે છોડી દીઘી. તે કથા આ પ્રમાણે છે– ૪૪ ઢીમરની કથા–પૃથ્વીપુર નગરમાં એક ઢીમર (માછીમાર) રહેતો હતો, તે મસ્ત્ય મારવા ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાળ વગેરે આપીને મત્સ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મત્સ્યો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વધ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી પરાભવ પામતાં તેણે ચિંતવ્યું કે, ‘હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે! કોઈને ‘મરી જા’ એવું કહેતાં પણ દુઃખ લાગે છે તો હિંસા કરતાં દુઃખ કેમ ન લાગે?’ એ વખતે કોઈ ગુરુ શિષ્ય નગરમાંથી બહાર ઠલ્લે જતાં તે સ્થાનેથી નીકળ્યા. તેમણે હાથમાં શસ્ત્રવાળા પેલા માછીને જોયો. તે જોઈ શિષ્ય ગુરુને કહ્યું કે, ‘હે ભગવન્! આવા પાપી જીવો તો કોઈ રીતે પણ તરે એમ લાગતું નથી.’ ગુરુ બોલ્યા-‘વત્સ! જિનેન્દ્રશાસનમાં એવો એકાંત કદાગ્રહ નથી; કારણ કે અનેક ભવોમાં સંચય કરેલા કર્મોને સદ્ભાવ અને અધ્યાત્મજ્ઞાન સહિત શુભ પરિણામ વડે પ્રાણી ક્ષણવારમાં નાશ પમાડે છે. તે વિષે કહ્યું છે કે, जं जं समयं जीवो, आवस्सइ जेण जेण भावेण । सो तंमि तंमि समये, सुहासुहं बंधए कम्मं ॥ જે જે સમયે જીવ જે જે ભાવમાં પ્રવર્તે છે, તે તે સમયે તેવાં તેવાં શુભાશુભ કર્મ બાંધે છે.’ આ પ્રમાણે કહી શિષ્યને નિરુત્તર કરીને ગુરુએ ઊંચે સ્વરે આ પ્રમાણે એક પદ કહ્યું કે‘નીવવો મહાપાવો.’ આ પ્રમાણે કહી ગુરુ આગળ ગયા. તે સાંભળી ઢીમરે તે પદ યાદ કરીને ચિંતવ્યું કે, ‘આજથી મારે કોઈ જીવનો વધ કરવો નહીં.’’ આવું ઘ્યાન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાધના કરેલી તેનું ફળ આ નીચ કુળમાં જન્મ વગેરે માની તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો અને અંતે શુક્લધ્યાનથી તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. સાન્નિધ્યમાં રહેલા દેવતાઓએ તેનો મહોત્સવ કર્યો. દેવદુંદુભિનો શબ્દ સાંભળી પેલા શિષ્ય ગુરુને પૂછ્યું કે, ‘આ શેનો શબ્દ છે?’ ગુરુ બોલ્યા–‘વત્સ! જો, તે ઢીમરને મહાજ્ઞાન ઉત્પન્ન થયું, તેનો દેવો મહોત્સવ કરે છે, તે સંબંધી આ દુંદુભિનો નાદ છે. હવે તું ત્યાં જઈ તેમને મારા ભવ વિષે પૂછ.’ પછી શિષ્ય શંકા અને વિસ્મય ઘરતો સતો ત્યાં ગયો. ત્યારે જ્ઞાની બોલ્યા કે–‘અરે મુનિ! શું વિચારો છો? હું તે જ ઢીમર છું, અને દ્રવ્ય ભાવ હિંસાના ત્યાગથી મને આ ફળ પ્રાપ્ત થયું છે. હવે તમે જે પૂછવા આવ્યા છો તેનો ઉત્તર સાંભળો–તમારા ગુરુ જે વૃક્ષ* નીચે ઊભા છે તેના પત્ર જેટલા તમારા ગુરુના ભવ છે, અને તમે આ ભવમાં જ સિદ્ધિને પામનાર છો.’ તે સાંભળી શિષ્ય ગુરુની પાસે જઈને તે વાત કહી, તે સાંભળી ગુરુ નૃત્ય કરી હર્ષ પામતા સતા બોલ્યા કે, ‘અહો! આટલા ગણતરી થઈ શકે તેટલા ભવે જ મને સિદ્ધિ પ્રાપ્ત થશે! ખરેખર હું ધન્ય છું અને તે જ્ઞાનીનું વાક્ય સત્ય છે.’ આ પ્રમાણે કહી તેમણે ત્યાંથી આગળ વિહાર કર્યો. પૂર્વોક્ત માછી હિંસાને છોડી ક્ષણમાં પરમજ્ઞાનને પ્રાપ્ત થયો; તેથી જ સર્વ વ્રતમાં અહિંસાવ્રતને મુખ્ય કહેલું છે તે સત્ય જ છે. તેના ગુણ વચનદ્વારા કહી શકાય તેમ નથી.’’ * તે વૃક્ષ આંબલીનું હતું. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૪] હિંસા અને અહિંસાનું ફળ ૪૫ આ પ્રમાણે ગુરુએ કહેલી દેશના સાંભળી ચંદ્રકુમારે અપરાધી જીવોની હિંસાનો પણ ત્યાગ કર્યો. માત્ર તેનો રાજાના આદેશથી ભંગ ન થાય એટલી છૂટ રાખી. આ પ્રમાણે વ્રત ગ્રહણ કરી તેણે તે નગરના રાજાની સેવા કરવા માંડી. એક વખતે વનમાં રાજાના સુભટોએ કોઈ ચોરને પકડ્યો. રાજાએ ચંદ્રકુમારને કહ્યું કે, ‘હે ચંદ્રકુમાર! તું આ ઉગ્ર ચોરને મારી નાખ.’ તે વખતે ચંદ્રે પોતાને યુદ્ધ સિવાય કોઈ પણ પ્રાણીને ન મારવાનો નિયમ જણાવ્યો. તેથી હર્ષ પામી રાજાએ તેને પોતાનો અંગરક્ષક (હજૂરી) કર્યો અને અનુક્રમે એક દેશનો સ્વામી બનાવ્યો. અહીં ચંદ્રકુમારના મોટા ભાઈ સૂરકુમારે યુવરાજ પદવીથી પણ અસંતુષ્ટ થઈ, પરામુખ થઈને સૂતેલા પિતાની ઉપર રાત્રે શસ્રનો પ્રહાર કર્યો. રાજાનો ઘાત કરીને ભાગતાં તેને રાણીએ જોયો, તેથી ‘આ રાજધાતક ચાલ્યો જાય છે માટે તેને પકડો.' એવો ત્યાં કોલાહલ થઈ પડ્યો. ઘાયલ થયેલો રાજા પોતાના પુત્રને ઓળખીને વિચાર કરવા લાગ્યો કે सौरभ्याय भवत्येके, चंदना इव नंदनाः । कुलोच्छेदे भवंत्यन्ये, बालका इव वालकाः ॥ १ ॥ ભાવાર્થ—“કેટલાક પુત્રો ચંદનના વૃક્ષની જેમ સુગંધને માટે થાય છે અને કેટલાક પુત્રો વાળક (વાળા)ની જેમ કુલના ઉચ્છેદને માટે થાય છે.’’ આ પ્રમાણે વિચારીને રાજાએ સૂરકુમારને દેશપાર કર્યો અને ચંદ્રકુમારને બોલાવી રાજ્ય ઉપર બેસાર્યો. શસ્ત્રના ઘાની પીડાથી સૂરકુમાર ઉપર રૌદ્ર ધ્યાન કરતાં રાજા મૃત્યુ પામીને ચિત્તો થયો. સૂરકુમાર ફરતો ફરતો તે વનમાં આવ્યો. પૂર્વના વૈરથી ચિત્તાએ તેને મારી નાખ્યો; પછી તે ભિલ્લ થયો. તે જ વનમાં શિકાર કરતાં તે ભિલ્લને ચિત્તાએ પુનઃ મારી નાખ્યો. તેના સગાસંબંધીઓએ મળીને ચિત્તાને પણ મારી નાખ્યો. પછી બન્ને મરીને ડુક્કર થયા. પરસ્પર વૈર રાખતાં તે બન્નેને પારધીએ હણી નાખ્યા. મરીને બન્ને ગજેંદ્ર થયા. કોઈએ તેઓને પકડીને ચંદ્રરાજાને અર્પણ કર્યાં. ચંદ્રરાજાની આગળ પણ તે બન્ને યુદ્ધ કરવા લાગ્યા. રાજાએ સુદર્શન કેવળીને તેમના વૈરનું કારણ પૂછ્યું. એટલે કેવળી ભગવંતે તેમને વૈર થવાનું પૂર્વોક્ત કારણ કહ્યું. તે સાંભળી ચંદ્રરાજાએ ચિંતવ્યું કે, ‘અહો! વિચિત્ર કર્મરૂપ નટે ભજવેલું આ ભવનાટક કેવું છે, જેમાં ટંક રાજા થાય, અને રાજા રંક થાય! અઢાર સાગરોપમના આયુષ્યવાળો દેવતા` પણ ક્ષણમાં ખર કે શ્વાન બને છે. મહામોહરૂપ નિદ્રાવાળા પ્રાણીઓ જેનો આશ્રય કરવાથી સંસારરૂપ કૂવામાં પડે છે અને સદ્ગતિના માર્ગને જોતા નથી, તેનું કારણ મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર જ છે.' આવા પ્રકારના ઉત્તમ ચિંતવનથી વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સોંપી ચંદ્રરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર ચારિત્ર પાળી તે રાજર્ષિ એકાવતારી દેવપણાને પામ્યા. પેલા બન્ને હાથી મરીને પહેલી નરકે ગયા. જેમણે ગૃહસ્થપણામાં દેશથી પણ આદ્ય (અહિંસા) વ્રત ઉત્કૃષ્ટ પરિણામે અંગીકાર કરીને પાળ્યું તેવા સર્વ જીવની દયામાં તત્પર ચંદ્રકુમાર નામે રાજર્ષિ અનુક્રમે મોક્ષસુખને પામ્યા છે.’’ II પંચમ સ્તંભ સમાપ્ત ૧ આઠમા દેવલોક સુધીના દેવતા ત્યાંથી ચ્યવીને તિર્યંચ પણ થાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ (જાંબ ૬) વ્યાખ્યાન ૭૫ દ્વિતીય અણુવત-મૃષાવાદવિરમણ હવે મૃષાવાદ નામે બીજું વ્રત કહે છે. सूक्ष्मबादरभेदाभ्यां, मृषावादं द्विधा स्मृतम् । तीव्रसंकल्पजं स्थूलं, सूक्ष्मं हास्यादिसंभवम् ॥४॥ ભાવાર્થ-“મૃષાવાદ નામે બીજું વ્રત સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદવાળું છે. તેમાં જે તીવ્ર સંકલ્પથી થાય તે સ્કૂલ (બાદર) અને હાસ્ય વગેરેથી થાય તે સૂક્ષ્મ.” તેમાં શ્રાવકે સૂક્ષ્મ મૃષાવાદને વિષે યતના કરવી અને સ્કૂલનો તો અવશ્ય કરીને ત્યાગ જ કરવો, કારણ કે તે આ લોકમાં પણ અપકીર્તિ વગેરેના હેતુભૂત છે. સ્થૂલ મૃષાવાદ કન્યા વગેરે સંબંઘી અસત્યને કહે છે. બીજું જે અણુવ્રત છે તેમાં ક્યારેય પણ અસત્ય બોલવું નહીં. તેમાં પણ વિશેષ કરીને પૃથ્વી, કન્યા, ગાય, ઘનની થાપણ અને સાક્ષીમાં તો અસત્ય બોલવું જ નહીં. તે વિષે કહ્યું છે કે-“કન્યા, ગાય અને ભૂમિ સંબંઘી અસત્ય, કોઈની થાપણ ઓળવવી, અને ખોટી સાક્ષી પૂરવી–એ પાંચ સ્થૂલ અસત્ય કહેવાય છે.” તેમાં કન્યા સંબંધી અસત્ય આ પ્રકારે છે–જે વિષકન્યા ન હોય તેને દ્વેષને લીધે “આ વિષકન્યા છે' એમ કહેવું, વળી દુઃશીલા હોય તેને રાગ વડે સુશીલા કહેવી, ઇત્યાદિ કન્યાસંબંધી અલિક-અસત્ય કહેવાય છે. તેમાં ઉપલક્ષણથી દાસદાસી વગેરે સર્વ દ્વિપદ સંબંધી અસત્યનો સમાવેશ કરવો. હવે ગાયસંબંઘી અસત્ય આ રીતે છે–અલ્પ દૂઘવાળીને ઘણા દૂઘવાળી કહેવી, ઘણા દૂઘવાળીને અલ્પ દૂઘવાળી કહેવી છે. આ ઉપરથી બીજા સર્વ ચતુષ્પદ વિષે જાણી લેવું. ભૂમિ સંબંધી અસત્ય આ રીતે છે. પારકી ભૂમિને પોતાની કહેવી, ઊખર (ખારવાળું) ક્ષેત્ર હોય તેને ઊખર વગરનું કહેવું, એ ભૂમિસંબંધી અસત્ય. તેમાં સર્વ ઘર, હાટ, મકાન વગેરે અપદ પદાર્થોનું ગ્રહણ કરવું. અહીં શિષ્ય શંકા કરે છે કે, ઉપલક્ષણથી આપ બીજા દ્વિપદ, ચતુષ્પદ ને અપદ પદાર્થોનું ગ્રહણ કરવાનું કહો છો તો મુખ્ય વૃત્તિએ જ તે ત્રણ વિષય અસત્યના કેમ ન ગણાવ્યા? ગુરુ ઉત્તર આપે છે કે—કન્યા વગેરે અસત્ય લોકમાં પણ વિશેષ કરીને નિંદનીક છે. વળી કન્યાદિ અસત્યથી ભોગાંતરાય, દ્વેષવૃદ્ધિ વગેરે દોષો ફુટ રીતે જણાય છે. વળી કોઈએ સુવર્ણ વગેરેની થાપણ મૂકેલી હોય તે ઓળવવાથી મહાપાપ લાગે છે. જો કે, થાપણ ઓળવવાનો અદત્તાદાનમાં સમાવેશ થાય છે પણ તેમાં “તેં મૂકી જ નથી.' એમ ના પાડવી પડે છે, તેથી વચનની પ્રાધાન્યતા છે, માટે તેને મૃષાવાદમાં ગણેલ છે. પાંચમો ભેદ જે કૂટ સાક્ષી છે તે લેણદેણ વગેરેમાં જે ખરો સાક્ષી હોય તે લાંચ કે દ્વેષભાવથી ખોટી સાક્ષી પૂરે તેને ઘણું પાપ લાગે છે, અને તેથી વસુરાજાની પેઠે બન્ને ભવમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. જેમ વસુરાજાને માત્ર “અજ' શબ્દના અર્થની સાક્ષીમાં કૂટસાક્ષી દોષ લાગ્યો હતો, તે કથા આ પ્રમાણે– Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૫] દ્વિતીય અણુવ્રત-મૃષાવાદવિરમણ ४७ ' વસુરાજાની કથા શક્તિમતી નગરીમાં ક્ષીરકદંબક નામે એક ઉપાધ્યાય રહેતા હતા. તેની પાસે તે ઉપાધ્યાયનો પુત્ર પર્વત, રાજાનો પુત્ર વસુ અને એક બ્રાહ્મણનો પુત્ર નારદ, એ ત્રણ જણ સાથે ભણતા હતા. એક વખતે તેઓ ઘરની અગાશી ઉપર ભણતાં ભણતાં થાકી જઈને સૂઈ ગયા હતા, તેવામાં કોઈ બે ચારણમુનિ આકાશે જતાં તેમને દેખીને બોલ્યા કે, “આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક સ્વર્ગગામી છે અને બે નરકગામી .” આ વચન ઉપાધ્યાયના સાંભળવામાં આવ્યું, તેથી પાઠકે તેમની પરીક્ષા માટે પ્રાતઃકાળે એક એક પિષ્ટનો કૂકડો તે ત્રણેને આપીને કહ્યું કે, “હે વત્સ! જ્યાં કોઈ જુએ નહીં ત્યાં જઈને આ કૂકડાને મારી નાખજો.” આ પ્રમાણે સાંભળી વસુ અને પર્વત તો કોઈ શૂન્ય સ્થાને જઈ તેને હણીને પાછા આવ્યા, પણ બ્રાહ્મણપુત્ર નારદ હતો તેણે એકાંતે જઈને વિચાર કર્યો કે, “ગુરુએ કહ્યું છે કે, જ્યાં કોઈ જુએ નહીં ત્યાં જઈને હણજે, તો તેવું સ્થાન તો ત્રણે જગતમાં નથી; કેમકે સર્વજ્ઞ અને સિદ્ધ પુરુષોને શું અગમ્ય છે! જ્ઞાનીને અગોચર કોઈ વસ્તુ નથી. વળી આ કૂકડો મને જુએ છે અને હું તેને જોઉં છું, તેથી ગુરુએ જરૂર અમારી પરીક્ષા કરવાને માટે જ આ બતાવ્યું લાગે છે.” આ પ્રમાણે વિચારી તે કૂકડાને હણ્યા વગર અક્ષત લઈને ઘેર પાછો આવ્યો. ગુરુએ કહ્યું કે, “વત્સ! તેં મારી આજ્ઞા પ્રમાણે કેમ ન કર્યું?” તે બોલ્યો-“ભગવન્! હૃદયમાં વિચારો. મેં આપનાં વચન પ્રમાણે જ કર્યું છે.” આમ કહીને પછી તેણે પોતાનો અભિપ્રાય બઘો જણાવ્યો. તે સાંભળી ગુરુએ નિશ્ચય કર્યો કે, “આ નારદ દયાને લીધે સ્વર્ગે જવાનો છે અને પેલા બે નરકગામી થવાના છે. તો હવે જેઓ નરકમાં જવાના છે તેમને ભણાવીને શું કરવું?' ઇત્યાદિ વૈરાગ્ય ઘારણ કરીને ઉપાધ્યાયે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી લોકોએ ઉપાધ્યાયને સ્થાને તેના પુત્ર પર્વતને સ્થાપિત કર્યો અને અભિચંદ્ર રાજાના પદ ઉપર વસુકુમાર રાજા થયો. - એક વખતે કોઈ પારધીએ મૃગ ઉપર બાણ નાખ્યું. તે બાણ વચમાં અલિત થઈ ગયું. તેથી પારઘીએ પાસે આવી હસ્તસ્પર્શ કર્યો, એટલે ત્યાં સ્ફટિકની એક શિલા જોવામાં આવી. પછી તેણે રાજાની પાસે તે વાત કહી. રાજાએ તે શિલા મંગાવીને પોતાના સિંહાસન નીચે મૂકી, જેથી તેનું સિંહાસન જમીનથી અધ્ધર રહ્યું હોય તેમ જણાવા લાગ્યું. તે જોઈ લોકોએ જાણ્યું કે, “આ રાજા સત્યવાદી છે, તેથી તેનું આસન અધ્ધર રહે છે. અનુક્રમે તેવી પ્રસિદ્ધિ લોકમાં સર્વત્ર પ્રસાર પામી. એકદા નારદ પર્વતને મળવા આવ્યો, તે વખતે પર્વત વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેમાં એમ આવ્યું કે, “અજવડે યજ્ઞ કરવો.” તેનો અર્થ પર્વત એવો કહ્યો કે, “અજ એટલે બકરો, તેના વડે હોમ કરવો. તે સાંભળી નારદે કહ્યું કે, રે પર્વત! તું એ પદનો અર્થ ખોટો કરે છે, તેનો ખરો અર્થ એવો છે કે, અજ એટલે ત્રણ વર્ષની જૂની ડાંગર કે જે ઊગે નહીં, તે વડે હોમ કરવો. ગુરુએ પણ આપણને એમ જ શીખવ્યું છે. માટે અરે બાંધવ! તું કેમ ભૂલી ગયો?” તે સાંભળી પર્વતે ગર્વથી કહ્યું કે, “હું કહું છું તે જ ખરું છે, તેથી જેનું ખોટું પડે તેની જિહ્યા છેદી નાખવી.” એવી પરસ્પર પ્રતિજ્ઞા કરી, અને તે વિષે વસુરાજાને પૂછવું, ને જે વસુરાજા કહે તે સત્ય માની લેવું એમ ઠરાવ્યું. આ ખબર પર્વતની માતાને પડી, એટલે તે પુત્રના મૃત્યુથી કંપતી વસુરાજા પાસે ગઈ અને સર્વ વૃત્તાંત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ | શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ જણાવીને બોલી કે, “મહારાજ! મને પુત્રદાન આપો.' વસુરાજાએ કહ્યું કે, “માતા! સુખે જાઓ. હું તમારા પુત્રનો પક્ષ કરીશ.” બીજે દિવસે પર્વત અને નારદ વસુરાજાની પાસે પરિવાર સાથે આવ્યા. રાજાએ પર્વતની તરફમાં કૂટસાક્ષી પૂરી, એટલે સમીપ રહેલા દેવતાઓએ અધ્ધર દેખાતું સિંહાસન ચૂર્ણ કરી નાખ્યું. વસુરાજાને ભૂમિ પર પાડી નાખ્યો. તત્કાળ મૃત્યુ પામીને તે નરકે ગયો. નારદની દેવતાઓએ સ્તુતિ કરી અને અનુક્રમે તે સત્યથી સ્વર્ગે ગયો. ઉપરની કથા સાંભળીને પ્રાણ પુરુષોએ સત્યવ્રતને વિષે હમેશાં આદર રાખવો. વસુરાજાના આઠ પુત્રો હતા તેમને પણ દેવતાઓએ મારી નાખ્યા. પર્વતને નગરજનોએ ધિક્કારીને કાઢી મૂક્યો. તેને મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યો. તે મહાકાળનો સંબંઘ આ પ્રમાણે છે. અયોઘન નામના રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર રચ્યો હતો. તે વખતે માતાએ ગુપ્ત રીતે કન્યાને કહ્યું કે, “તારે મારા ભાઈના પુત્ર મઘુપિંગને વરવો.” આ ખબર ત્યાં રહેલી દૂતીની મારફતે સર્વ રાજાઓમાં મુખ્ય એવા સગર રાજાના જાણવામાં આવી. તેથી તેણે પોતાના પુરોહિતને તે કન્યા વરવાનો ઉપાય પૂછ્યો. કવિ અને ચતુર એવા પુરોહિતે કપટ ભરેલી રાજલક્ષણના વિવેચનવાળી એક નવીન સંહિતા બનાવી અને તે વાંચવા માટે સભા ભરી. તેમાં તેણે લક્ષણો વડે સગરને સર્વથી ઉત્કૃષ્ટ અને મઘુપિંગને સર્વથી નીચો જણાવ્યો. એટલે સર્વ રાજા વગેરે મથુપિંગનું ઉપહાસ્ય કરવા લાગ્યા, તેથી મધુપિંગ લજ્જા પામીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી પેલી કન્યા સગરરાજાને વરી. આથી ક્રોઘ પામેલો મથુપિંગ કષ્ટકારી તપ કરી મહાકાલ નામે અસુર થયો. તે અસુર પર્વતને મળ્યો. તે બન્નેને પિપ્પલાદ નામના એક ત્રીજા પુરુષનો મેળાપ થયો. એ પિપ્પલાદ કોણ હતો તેનું વૃત્તાંત આ પ્રમાણે તુલસા અને સુભદ્રા નામે બે તાપસીઓ લોકમાં વિદુષી તરીકે વિખ્યાત થઈ હતી. તેમાં સુલસા વિશેષ પંડિતા હતી. એકદા યાજ્ઞવક્ય નામના કોઈ તાપસે એવો પડહ વગડાવ્યો કે, “જે મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈને રહું.” આ સાંભળી સુલસાએ વાદ કરી યાજ્ઞવલ્કયને જીતી લીધો અને તેને પોતાનો શિષ્ય બનાવ્યો. પછી તે બન્નેને ઘણો પરિચય થવાથી સુલસા સગર્ભા થઈ. આ ખબર સુભદ્રાને પડી એટલે તેણે આવીને તેઓને બહુ ઉપાલંભ આપ્યો અને તે વાત સગરરાજાને જણાવી. રાજાના ભયથી સુલસા ગુપ્તપણે પુત્રને જન્મ આપી એક પિપ્પલ(પીપળા)ના વૃક્ષ નીચે તેને છોડી દઈ યાજ્ઞવલ્કક્યની સાથે નાસી ગઈ. પ્રાતઃકાળે સુભદ્રા ત્યાં આવી, તેણે પીપળા નીચે પુત્રને જોયો. તે પુત્ર સુધાતુર થઈ પીપળાનું ફળ સ્વયમેવ મુખમાં પડેલું તેનું આસ્વાદન કરતો હતો. તે જોઈ સુભદ્રાએ તેનું પિપ્પલાદ એવું નામ પાડ્યું, અને તેને સારી રીતે ભણાવ્યો. સુભદ્રા પાસેથી પોતાના જન્મની વાર્તા સાંભળી તે અનાર્ય પિપ્પલાદે અનાર્ય વેદ રચ્યા. તેમાં એવી પ્રરૂપણા કરી કે, “રાજાઓએ અરિષ્ટની શાંતિ માટે તેમજ સ્વર્ગની પ્રાપ્તિને માટે પશુ, અશ્વ, હાથી અને મનુષ્ય વગેરેને હોમી યજ્ઞ કરવો.” આ વાર્તાને મહાકાલ અસુરે ટેકો આપ્યો. તેણે એવું વિચાર્યું કે, “આ પર્વત અને પિપ્પલાદના વચનથી રાજાઓ યજ્ઞમાં હિંસા કરશે, એટલે તેઓ નરકે જઈ મહા વેદના ભોગવશે. આ પ્રમાણે મારા વૈરી સગર વગેરે રાજા પણ કરશે, એથી મારા વૈરનો બદલો વળી જશે.” આવું વિચારી તેણે તે બન્નેને કહ્યું કે, “તમે તેવા યજ્ઞો પ્રવર્તાવો, હું તેમાં સાન્નિધ્ય રહીશ.” આથી જ્યાં જ્યાં તેઓ યજ્ઞ કરાવે ત્યાં ત્યાં મહાકાલ અસુર આવી રોગ વગેરેની Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ * ૯ - વ્યાખ્યાન ૭૬] અસત્યના ભેદ શાંતિ કરે અને પશુ વગેરેને સાક્ષાત્ વિમાનમાં રહેલા બતાવે. આ પ્રમાણે નજરે જોવાથી ઘણા રાજાઓ વગેરે યજ્ઞ કરવામાં આદરવાળા થયા. છેવટે તેઓએ નિઃશંક થઈ મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી. એક વખતે મહાકાલે માયાથી મોહ પમાડી સગરરાજાને સ્ત્રી સહિત યજ્ઞમાં હોમી દીઘો. પિપ્પલાદે પિતૃમેઘ કરી પોતાના માતાપિતાને યજ્ઞમાં હોમી દીધા. એવી રીતે લોકોમાં અનાર્ય વેદ પ્રવર્યા અને આર્યવેદ કે જે માણવક નામના નિદાનમાંથી ઉરીને પ્રતિદિન જમાડાતા શ્રાવકોને ભણવા માટે ભરત ચક્રીએ પૂર્વે બનાવ્યા હતા, જેમાં બાર વ્રતનાં અંગીકારરૂપ બાર અંગ ઉપર બાર તિલક અને ત્રણ રત્નને સૂચવનાર યજ્ઞોપવીત (જનોઈ)ના ત્રણ સૂત્ર અને તીર્થકરની સ્તુતિ વગેરે પ્રતિપાદન કરેલ છે તે વેદની પ્રવૃત્તિ બંઘ પડી. ઉપર કહ્યા પ્રમાણે વસુરાજા, પર્વત અને પિપ્પલાદ વગેરે અસત્યવાદથી અઘમ ગતિને પામ્યા, તેનો દાખલો હૃદયમાં ઘારણ કરીને આત્મહિતેચ્છુ પ્રાણીઓએ અસત્યવાદનો ત્યાગ કરવો. વ્યાખ્યાન ૭૬ અસત્યના ભેદ अभूतोद्भावनं चाद्यं, द्वितीयं भूतनिह्नवम् । अर्थांतरं तृतीयं च, गर्हानाम चतुर्थकम् ॥१॥ एतच्चतुर्विधाऽसत्यं, श्वभ्रादिदुःखहेतुकं । જ્ઞાત્વાકૃત વ્રત ગ્રાહ્ય, ચેનાતિસરથમવમ્ ારા ભાવાર્થ-અસત્ય ચાર પ્રકારનું છે, તેમાં પહેલું અસત્ય અભૂતોભાવન નામે છે, એટલે આત્મા સર્વગત છે અથવા શ્યામક નામનું ખડઘાન ચોખા જેવું જ છે. આમ જે કહેવું તે અભૂતોભાવન નામનું અસત્ય. બીજું ભૂતનિલવ અસત્ય એટલે છતી વસ્તુને નિષેઘવી, જેમકે આત્મા નથી, પુણ્ય પાપ નથી, એમ કહેવું ઇત્યાદિ. ત્રીજું અર્થાતર અસત્ય એટલે જે પદાર્થ જેવો હોય તેને તેવો ન કહેતાં બીજો કહેવો. જેમ ગાયને અશ્વ કહેવો. ચોથું ગર્તા અસત્ય એટલે નિંદાથી અસત્ય કહેવું. એ ગર્તા અસત્ય ત્રણ પ્રકારનું છે. પહેલું સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તાવવું, જેમકે ક્ષેત્ર ખેડ, ક્ષેત્રની જમીનને બાળી દે વગેરે કહેવું. બીજું અપ્રિય કારણ, એટલે કાણાને કાણો કહેવો તે. ત્રીજું આક્રોશરૂપ એટલે કોઈને તિરસ્કારથી કહેવું કે, “અરે નિર્મુખ! અરે ભાન વગરના” ઇત્યાદિ. આ પ્રમાણેના અસત્ય બોલવાથી પ્રાણીને નારકી વગેરેનાં દુઃખો પ્રાપ્ત થાય છે. તે વિષે યોગશાસ્ત્રમાં લખે છે કે, “જે પ્રાણી મૃષાવાદ બોલે છે, તે નિગોદમાં, તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થાય છે. પરસ્ત્રી ભોગવનાર અને ચોરી કરનારને પાપમુક્ત થવાનો ઉપાય છે, પણ જે અસત્યવાદી છે તેને કોઈ પણ ઉપાય નથી.” એથી તેના ત્યાગરૂપ બીજું અણુવ્રત ગ્રહણ કરવું કે જેથી સુખસંપત્તિની પ્રાપ્તિ થાય. એ વિષે શ્રીકાંત શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – શ્રીકાંત શ્રેષ્ઠીની કથા રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે દ્વાદશવ્રતને ઘારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક ત્યાં આવ્યો. શ્રીકાંત શેઠ - ભાગ - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ ભોજનને માટે તેને આમંત્રણ કર્યું. જિનદાસે કહ્યું કે, “જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.' શ્રીકાંતે કહ્યું, “હું શુદ્ધ વ્યાપાર કરું છું.’ જિનદાસે કહ્યું, “તમારા ઘરખર્ચ પ્રમાણે તમારો વ્યાપાર જોવામાં આવતો નથી, માટે સત્ય હોય તે કહો.” પછી શ્રીકાંતે “જિનદાસ પારકું ગુહ્ય પ્રગટ કરે તેમ નથી' એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન લઈશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય.” શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે ઘર્મ હું કરું.’ જિનદાસે કહ્યું કે, “ત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહી, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, “ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજા બધા પાપો રાખ્યા, તો પણ અસત્યનું પાપ અથિક થયું.” જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલઘારી થઈ લાંબો વખત તપસ્યા કરે તે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય અપ્રતીતિનું મૂળ કારણ છે, અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય માહાભ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે છે : દ્રૌપદીના સત્યનું દ્રષ્ટાંત-હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસને વિષે એકદા અઠ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે, “હે રાજન્ જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ.' એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમ્રની ઋતુ નથી, તો અકાળે આમ્રરસ શી રીતે મળી શકે? તેવામાં અકસ્માતું નારદમુનિ આવી ચડ્યા. તેમણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, જો તમારી પટરાણી દ્રૌપદી સભામાં આવી પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે.' રાજાએ તે વાત અંગીકાર કરી દ્રૌપદીને સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, “હે સતી! પાંચ પતિથી સંતોષ ઘરાવનારાં એવા તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિમાં પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય રીતે કહેવા લાગ્યાં-“હે મુનિ! રૂપવાન, શૂરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ! જ્યાં સુધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો પણ તેને જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓની યોનિ ભીંજાયા કરે છે. તે નારદ! જેમ વર્ષાઋતુનો સમય કષ્ટદાયક છે તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો છે તેમ ભર્તાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. કાષ્ઠ વડે અગ્નિ તૃપ્ત થતો નથી, સરિતાઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી, તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. હે નારદ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમજનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો.” આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા, બીજે સત્યે પલ્લવ થયા, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્યે મંજરી થઈ અને પાંચમા સત્યે પાકાં મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા. પછી તે Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૬] અસત્યના ભેદ આમ્રના રસવડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું. આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો.” આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્યવ્રત સ્વીકાર્યું. ત્યારે જિનદાસે કહ્યું “હે શ્રેષ્ઠી! જીવિતની જેમ આ વ્રત યાવજીવિત પાળજો.” શ્રીકાંતે કહ્યું કે, “રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પરંતુ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં.” હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્યા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું પોતે છું.” ફરી પૂછ્યું કે, “તું ક્યાં જાય છે?” શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી ચોરી કરવા જાઉં છું.” પુનઃ પૂછ્યું કે, તું ક્યાં વસે છે?” શ્રીકાંતે કહ્યું કે, “અમુક પાડામાં.' વળી પૂછ્યું કે, “તારું નામ શું?' શ્રીકાંતે કહ્યું કે, “મારું નામ શ્રીકાંત છે. તે સાંભળી બન્ને આશ્ચર્ય પામ્યા કે, “ચોર આવી રીતે સાચું કહે નહીં, માટે આ ચોર જણાતો નથી” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતા પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો તેને પાછા શ્રેણિક અને અભયકુમાર મળ્યા. તેમણે પૂછ્યું કે, “આ શું લીધું છે?” શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું.” આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાતઃકાળે ભંડારીએ ભંડારમાંથી ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાળને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, “કોશમાંથી શું શું ગયું છે?” ભંડારીએ કહ્યું કે, “રત્નની દશ પેટીઓ ગઈ છે.' પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, “રાત્રે તે શું ચોર્યું છે?” તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે, “રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે.” તેથી તેણે કહ્યું કે, “સ્વામિન્! તમે શું ભૂલી ગયા? તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.” શ્રેણિક રાજાએ પૂછ્યું કે, “અરે ચોર! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી?” શ્રીકાંત બોલ્યો કે-“મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમકે અસત્ય બોલવાથી પ્રચંડ પવનવડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકૃત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ક્રોઘ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી શ્રેણિક રાજાએ તેને શિક્ષા દીધી કે, “જેવું આ બીજું વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.” શ્રીકાંતે તે સ્વીકાર્યું, એટલે રાજાએ તે જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે ત્રિશલાનંદન (મહાવીર સ્વામી)ના શાસનનો શ્રાવક થયો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી દ્રઢતા વડે સત્યવચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઇષ્ટ ફળ પ્રાપ્ત કર્યું, તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ,ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ વ્યાખ્યાન ૭૭ મૃષાવાદ-વિરમણ વ્રતના બે અતિચાર एतद् व्रतप्रपन्नस्य, त्याज्यं मिथ्योपदेशनम् । अभ्याख्यानमनालोच्य, व्याचख्यं नैव कस्यचित् ॥१॥ ભાવાર્થ-એ બીજું વ્રત જે અસત્ય ન બોલવું તે જેણે અંગીકાર કર્યું હોય તેવા પુરુષે મિથ્યા ઉપદેશનો ત્યાગ કરવો, એટલે અસત્ ઉપદેશને છોડી દેવો, અર્થાત્ કોઈને પીડા થાય તેવું વચન ન કહેવું. એવાં વચનને અસત્ય જ સમજવું. જેમકે, “આ ગઘેડા અને ઊંટ ઉપર વધારે ભાર નાખો” “આ ચોરને મારી નાખો' એવાં વચનો ન કહેવાં. “સત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી એવો થાય છે કે “સમ્યો હિત સત્ય એટલે જે ઉત્તમ પુરુષને હિતકારી તે સત્ય. તેથી બીજાની હિંસા કરવારૂપ વાક્ય સત્ય હોય તો પણ તે અહિતકારી હોવાથી અસત્ય સમજવું. તેને માટે કહ્યું છે કે, ___ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः॥ लोकेऽपि श्रुयते यस्मात्, कौशिको नरकं गतः॥ ભાવાર્થ-બીજાને પીડા થાય તેવું વચન સત્ય હોય તો પણ બોલવું નહીં. તે વિષે લોકમાં એમ સંભળાય છે કે, કૌશિક નામનો તાપસ તેવું વચન બોલવાથી નરકે ગયો હતો” તેની કથા નીચે પ્રમાણે : કૌશિક તાપસની કથા કૌશિક નામનો એક તાપસ લોકમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થઈ ફરતો હતો. એક વખતે એવું બન્યું કે કેટલાક ચોર કોઈ ગામને લૂંટી તે તાપસની પાસે થઈને વનમાં નાસી ગયા. તે ચોરોની પછવાડે રક્ષકો પગેરું શોઘતા ત્યાં આવ્યા. તેમણે કૌશિક મુનિને જોઈને પૂછ્યું કે, મુનિરાજ!તમે સત્યવાદી છો, માટે સત્ય કહો, ચોર કયે માર્ગે ગયા?” તાપસે વિચાર્યું કે, “જે સાચું પૂછે, તેને અસત્ય કહેવાથી મોટું પાપ લાગે છે અને તેવું પાપ એક હરણીએ પણ માથે લીધું ન હતું.” આવું વિચારી તે તાપસે ચોર લોકોનું સ્થાન બતાવ્યું. એટલે તેઓએ ત્યાં જઈ ચોરોને મારી નાખ્યા. તે પાપથી કૌશિક મુનિ નરકે ગયો. : વળી એક એવી વાર્તા પણ છે કે એક જ્ઞાની મુનિ વનમાં તપસ્યા કરતા હતા. ત્યાં એક વખતે પારઘીના ત્રાસથી મૃગલા નાસી તેની પાસે થઈને વનમાં ચાલ્યા ગયા. પારઘીએ આવી તેમને પૂછ્યું કે “અહીંથી મૃગ ક્યાં ગયા?” દયાળ મુનિએ વિચારીને કહ્યું કે, “જે જુએ તે બોલે નહીં, અને જે બોલે તે જુએ નહીં.” આ પ્રમાણે વારંવાર બોલતાં સાંભળી તે પારથી વિચારવા લાગ્યો કે, “આ તાપસ તો લોકબહિર્મુખ જણાય છે, માટે તેને પૂછવાથી શું વળવાનું છે?” આમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો અને મૃગલા બચી ગયા, તેથી મુનિ સ્વર્ગે ગયા. ૧ આ હરણીની કથા લૌકિક પુરાણમાં છે. ૨. લોકની રીત ભાતને નહીં જાણનાર Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૭] મૃષાવાદ-વિરમણ વ્રતના બે અતિચાર આ પ્રમાણે પ્રમાદ વડે પરને પીડાકારી વચન બોલવું તે પહેલો અતિચાર છે અથવા યુદ્ધને માટે અનેક પ્રકારના પ્રપંચ શીખડાવવા તે પણ પ્રથમ અતિચાર કહેવાય છે. અતિ પ્રથમ અતિચાર. હવે બીજો અતિચાર કહે છે. વિચાર્યા વગર જૂઠું આળ ચડાવવું અથવા અછતા દોષનું આરોપવું. જેમ કોઈને કહેવું કે, “તું ચોર છે, તું વ્યભિચારી છે તે બીજો અતિચાર છે. માટે આ પ્રમાણે કોઈને કહેવું નહીં. બીજા એમ પણ કહે છે કે, “તદ્દન ખોટું આળ ચડાવવું અથવા કોઈનું એકાંત રહસ્ય જનસમૂહમાં ઉઘાડું કરવું. જેમ કે, કોઈ વૃદ્ધ સ્ત્રીને કહેવું કે, “તારો પતિ અન્ય મુગ્ધ તરુણીમાં આસક્ત છે એવું શીખવી કલા ઉત્પન્ન કરવો, અથવા કોઈ સ્ત્રી પુરુષનું રહસ્ય (એકાંતે ગુસપણે થયેલ બીના) હાસ્ય રૂપે જ માત્ર પ્રગટ કરવું, તીવ્ર સંક્લેશપણે નહીં. તે વિષે સૂત્રમાં પણ કહ્યું છે કે, “સહસાત્કારે (વિના વિચાર્યું) અભિશાપ (આળ) આપવું તે બીજા વ્રતમાં નિષિદ્ધ છે.” આ પ્રમાણે જાણતાં છતાં આચરે તેને વ્રત ભંગ થાય અને જે અજાણ્યે આચરે તેને અતિચાર લાગે. આ પ્રમાણે બીજો અતિચાર છે. એ વિષે હવે વિશેષ વ્યાખ્યાન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈને આળ આપવાથી જીવ ગઘેડો થાય છે, નિંદા કરવાથી શ્વાન થાય છે, પરસ્ત્રી ભોગવવાથી કૃમિ થાય છે અને મત્સર (ષભાવ) રાખવાથી કીડો થાય છે.” વળી કહ્યું છે કે-“જે દૂષણ તરફ દ્રષ્ટિ જ કરે નહીં તે ઉત્તમ, જે સાંભળે જાણે પણ પ્રકાશ ન કરે તે મધ્યમ, જે દૂષણ જોઈને તેની જ પાસે કહે તે અઘમ અને જે સર્વે ઠેકાણે પ્રકાશ કર્યા કરે તે અઘમાઘમ.” હવે વિચાર્યા વગર કોઈને આળ ચઢાવવા ઉપર એક દ્રષ્ટાંત કહે છે– નિંદા કરનાર બ્રાહ્મણીની કથા કોઈ ગામમાં સુંદર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો દાતા હોવાથી લોકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે, “જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કાંઈ ઘનાઢ્ય પ્રિય થતો નથી. લોકો વરસાદને ચાહે છે, કાંઈ સમુદ્રને ચાહતા નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણી નિંદા કરતી હતી. તે કહેતી કે, “જે પરદેશીઓ આવે છે તે આ શેઠને ઘર્મી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે. તેની દોલત શેઠને રહે છે, તેથી શેઠ ઘણો હર્ષ પામે છે, માટે આ બધું એનું કપટ છે. એક વખતે કોઈ કાપડી (ફેરીઓ) તે શેઠને ઘેર આવ્યો. તે ક્ષુદા વડે બહુ પીડિત હતો તેથી તેણે ખાવાનું માગ્યું. તે સમયે શેઠનાં ઘરમાં કાંઈ ભોજન કે પેય પદાર્થ હતા નહીં, તેથી દયાને લીધે શેઠે કોઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાં જ તે કાપડી મરણ પામ્યો. કારણ કે તે છાશની દોણી માથા પર રાખી ઢાંક્યા વિના આહીરની સ્ત્રી ક્યાંક જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશમાં સમડી ઊડતી હતી. તે સર્પના મુખમાંથી ઝેર નીકળીને તે છાશમાં પડ્યું હતું. હવે પ્રભાતે એ કાપડીને મરેલો જાણી ખુશી થઈ સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કે, “જુઓ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લોભથી બિચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યો. એ સમયે તે કાપડીના મરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઈ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે, “હું કોને લાગુ પડું? આ દાતા તો અતિ શુદ્ધ મનવાળો છે, તેનો આમાં કાંઈ દોષ નથી. વળી સર્પ તો પરાધીન હતો અને તેને લઈ જનારી સમડી તો સર્પનો આહાર કરનારી જ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ છે. તેમજ આ આહી૨ની આ તો તદ્દન અજાણી છે. હવે હું કોને વળગું?’ આવું વિચારતી ફરતી તે પેલી નિંદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેઠને ખોટું આળ દેવાથી ખરી રીતે તે જ દોષવાન હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાળ શ્યામ, કૂબડી અને કુષ્ઠ રોગિણી થઈ ગઈ. સર્વ તેની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે, “માતા પોતાના વહાલા બાળકની વિષ્ટા ફૂટેલા ઘડાની ઠીબ વડે લે છે, પણ પોતાનો હાથ પણ નથી બગાડતી જ્યારે દુર્જન માણસ તો પોતાના કંઠ, તાળુ અને જિલ્લા વડે લોકોની નિંદા કરવાને મિષે તેની વિષ્ટા ગ્રહણ કરે છે, એથી દુર્જને તો માતાને પણ હરાવી દીધી.'' ઉપર કહેલા બ્રાહ્મણીના દૃષ્ટાંતથી એટલું સમજવું કે, કોઈનો પણ અવર્ણવાદ લોકસમક્ષ બોલવો નહીં, તો પછી રાજા, અમાત્ય, દેવ અને ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું? તેમાં પણ સાધુ મુનિરાજના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં નીચ ગોત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે, ‘‘પૂર્વ ભવમાં મુનિને આળ આપવાથી પ્રાણીને સીતા સતીની જેમ કલંક પ્રાપ્ત થાય છે અને અનંત દુઃખ પામે છે.’’ તેની કથા આ પ્રમાણે છે– વેગવતીની કથા આ ભરતક્ષેત્રને વિષે મિણાલકુંડ નામના નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત રહેતો હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેઓને વેગવતી નામે એક પુત્રી થઈ હતી. એક વખતે તે ગામમાં કોઈ મુનિ આવ્યા. તે ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. લોકો તેમને વાંદવા અને પૂજવા જવા લાગ્યા. તે જોઈ ખોટી ઈર્ષ્યા કરનારી પુરોહિતની પુત્રી વેગવતી લોકોને કહેવા લાગી કે, ‘અરે! આ મુંડો તો પાખંડી છે, બ્રાહ્મણોને છોડીને તેને શા માટે પૂજો છો? આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો.’ આ પ્રમાણે તેણે સાધુને ખોટું આળ દીધું. તે સાંભળી કેટલાક લોકો તે મુનિ પાસે જતાં અટકી ગયા. આ ખબર મુનિને થયા, એટલે તેમના મનમાં ઘણું ખોટું લાગ્યું. તેમણે ચિંતવ્યું કે, ‘મારા નિમિત્તે જિનશાસનની હીલણા થવી ન જોઈએ.' આવું ઘારી તેમણે અભિગ્રહ કર્યો કે, ‘જ્યાં સુધી મારા ઉપરથી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી મારે આહાર પાણી લેવાં નહીં.' આવી પ્રતિજ્ઞા કરીને તેઓ કાયોત્સર્ગમાં રહ્યા. આવી દૃઢ પ્રતિજ્ઞાથી શાસનની અધિષ્ઠાયિકા દેવી તેમને સાન્નિધ્ય થઈ. તત્કાળ તેણે પુરોહિતની પુત્રી વેગવતીને શરીરે તીવ્ર વેદના ઉત્પન્ન કરી. આથી વેગવતીને ઘણો પશ્ચાત્તાપ થયો; તેથી તેણે તે મુનિની પાસે જઈ સર્વ લોકોની સમક્ષ ક્ષમા માગી અને કહ્યું કે, ‘હે ભગવન્! મેં માત્સર્યથી આપની ઉપર ખોટું આળ ચડાવ્યું છે, તે ક્ષમા કરો.’ એમ કહીને તે ચરણમાં પડી. તેનો અંતરંગ પશ્ચાત્તાપ જોઈ શાસનદેવીએ તેને સાજી કરી. પછી તે ધર્મદેશના સાંભળી દીક્ષા લઈને સૌથર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ. સીતાના ભવમાં પૂર્વે મુનિને મૃષા આળ ચડાવવાના પાપથી તેને કલંક પ્રાપ્ત થયું. પેલા મુનિ તો કલંકમુક્ત થઈ લોકોમાં અતિશય પૂજ્ય થયા. આ પ્રમાણે વેગવતીની કથા સાંભળી સર્વ ભવ્ય પ્રાણીઓએ સર્વદા અવર્ણવાદનો ત્યાગ ક૨વો, અને બીજાનો અવર્ણવાદ કોઈ કરે તો તે સાંભળવો પણ નહીં. એ પ્રમાણે કરવાથી પ્રાણી સર્વ જનની પ્રશંસાનું પાત્ર થઈ સમ્યક્ પ્રકારે સદ્ધર્મને યોગ્ય થાય છે. ઇતિ દ્વિતીય અતિચાર. Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૮] મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર વ્યાખ્યાન ૭૮ મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર હવે મૃષાવાદના બાકીના અતિચાર કહે છે. विश्वासेन स्थिता ये च, तेषां मंत्रप्रकाशनम् । अन्यस्मै भाषणं गुह्यं, कूटलेखश्च पंचमः॥१॥ ભાવાર્થ-જે મિત્ર સ્ત્રી વગેરે પોતાના વિશ્વાસ ઉપર રહેલા હોય તેમના ગુપ્ત વિચારને બીજાની પાસે પ્રગટ કરવા, જો કે તે સત્ય કહ્યા હોય છે તેથી અતિચાર લાગવો જોઈએ નહીં, તથાપિ તેમના ગુપ્ત વિચાર જાહેર કરવાથી લજાને લીધે તેઓનું મૃત્યુ વગેરે થવા સંભવ છે, તેથી તે પરમાર્થરૂપે અસત્ય (મૃષા) કહેવાય છે, માટે એ મૃષાવાદનો ત્રીજો અતિચાર છે. - હવે ચોથા અતિચારમાં આકૃતિ તથા ચેષ્ટાથી કોઈનું ગુહ્ય જાણી. બીજાને કહી દેવું તે સત્ય છતાં અસત્ય છે એમ જાણવું. જેમ કે, “અમુક માણસ ભેગા થઈને રાજાની વિરુદ્ધ વિચાર કરે છે.” આવું કહેવાથી તેમને મોટી હાનિ થવાનો સંભવ છે. અહીં કોઈ શંકા કરે કે, “ત્રીજા અને ચોથા અતિચારમાં શો ભેદ છે?” તેના ઉત્તરમાં કહેવાનું કે, ત્રીજામાં કોઈનો ગુણ વિચાર કે જે વિશ્વાસથી પોતાને કહેવામાં આવ્યો હોય તેને જનસમૂહ આગળ ખુલ્લો કરવો તે અને ચોથામાં આકૃતિ તથા ચેષ્ટા વગેરેથી કોઈનું ગુહ્ય જાણી લઈને તેને ખુલ્લું કરવું તે. આ પ્રમાણે ત્રીજા અને ચોથા અતિચારમાં ભેદ રહેલો છે. હવે કોઈનો ગુણ વિચાર ખુલ્લો કરવાથી જે દોષ થાય છે તે કહે છે. બુદ્ધિમાન પુરુષે કોઈનું ગુહ્ય વાક્ય પ્રગટ કરવું નહીં.” જેમ મર્મ કહેવાથી એક વણિકને સ્ત્રીમરણ સંબંધી દુઃખ થયું હતું. તે કથા નીચે પ્રમાણે છે પુણ્યસારની કથા વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તે પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તે સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે રાગી થયેલી હતી, તેથી જવા આનાકાની કરતી હતી. તથાપિ પુણ્યસાર શેઠે તેને હઠ કરીને લીઘી. માર્ગમાં તે વણિક તૃષાર્ત થવાથી કોઈ કૂવા ઉપર પાણી ભરવા ગયો. તે કૂવામાંથી જળ ખેંચતો હતો એવામાં પછવાડે રહેલી સ્ત્રીએ તેને કૂવામાં નાખી દીધો, અને પોતે પાછી પિતાને ઘેર આવી. પિતાએ તરત જ પાછી આવવાનું કારણ પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “માર્ગમાં મારા પતિને ચોરોએ લૂંટી લીઘા અને તેને માર્યા હશે કે શું થયું હશે તેની મને ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.” પછી તે સ્ત્રી પિતૃગૃહમાં રહી સતી સ્વેચ્છાએ વર્તવા લાગી. અહીં પુણ્યસાર કૂવામાં થોડું જળ હોવાથી ઉપર જ રહ્યો. તેને કોઈ મુસાફરોએ ખેંચીને બહાર કાઢ્યો. તે ફરી વાર પાછો શ્વસુરગૃહે ગયો. સર્વ લોકોએ માર્ગની વાર્તા પૂછી; ત્યારે તેણે કહ્યું કે, મને ચોરોએ લૂંટી લીઘો પણ જીવતો મૂક્યો અને મારી સ્ત્રી નાસીને અહીં આવતી રહી તે સારું થયું.' આ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું ગુહ્ય (મમ) ઢાંકીને વાર્તા કહી, તેથી તે સ્ત્રી તેના પર વિશેષ રાગવાળી થઈ. પછી તેને લઈને તે વણિક ઘેર આવ્યો. ગાઢ પ્રેમી થયેલા તે દંપતીને એક પુત્ર થયો. Page #65 -------------------------------------------------------------------------- ________________ પક શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ અનુક્રમે પુત્ર મોટો થયો. એક વખતે પુણ્યસાર શેઠ ભોજન કરતા હતા તેવામાં પ્રચંડ પવનનો વંટોળીઓ આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી, ત્યારે સ્ત્રીએ આવીને પોતાના વસ્ત્રનો છેડો આડો રાખ્યો. તે વખતે પુણ્યસારને તેનું પૂર્વ ચરિત્ર યાદ આવ્યું, તેથી કાંઈક હાસ્ય થયું. પુત્રે એકાંતે જઈને પિતાને હાસ્યનું કારણ પૂછ્યું. પુત્રનો ઘણો આગ્રહ થવાથી પિતાએ તેની માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. એક વખત પુણ્યસારના પુત્રની સ્ત્રી તેના પતિ આગળ પોતાની સ્ત્રી જાતિ માટે ગર્વ કરતી હતી, તે વખતે પુત્રે પોતાની માતાનું ચરિત્ર તેની આગળ જણાવીને કહ્યું કે, તમારી સ્ત્રી જાતિને ધિક્કાર છે. નીતિમાં કહ્યું છે કે, नितंबिन्यः पतिं पुत्रं, पितरं भ्रातरं क्षणात् । आरोपयंत्यकार्येऽपि, दुवृत्ताः प्राणसंशये ॥ ભાવાર્થ-દુરાચારિણી સ્ત્રીઓ પતિ, પુત્ર, પિતા અને ભ્રાતાને પણ પ્રાણસંશયવાળા અકાર્યને વિષે ક્ષણવારમાં નાખી દે છે. તેવી સ્ત્રીઓમાં કયો પુરુષ પ્રેમ બાંધે? તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – वंचकत्वं नृशंसत्वं, चंचलत्वं कुशीलता । एते नैसर्गिका दोषा, यासां तासु रमेत कः?॥ ભાવાર્થ-“વંચકતા, ક્રૂરતા, ચંચળતા અને કુશીલપણું એટલા તો જે સ્ત્રી જાતિમાં સ્વાભાવિક દોષ છે, તેવી સ્ત્રીઓ સાથે કોણ પ્રીતિ બાંધે? આ બધું સાંભળી તે સ્ત્રી મૌન ઘરીને બેસી રહી. અન્યદા સાસુવહુને પરસ્પર કલહ થયો. એટલે એકબીજાના મર્મની વાતો ઉઘાડી કરવા માંડી. તે પ્રસંગે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત મહેણાના રૂપમાં કહી દીધી. તે સાંભળતાં જ સાસુના મનમાં વિચાર આવ્યો કે, “અહો! મારા પતિએ આટલા વખત સુધી મારી ગુહ્ય વાત ગુપ્ત રાખી છેવટે આ વહુ આગળ પ્રગટ કરી, તેથી મારે હવે જીવીને શું કરવું?” આવું ચિંતવી ગળાફાંસો બાંધી તે મૃત્યુ પામી. તે જોઈ પુણ્યસાર શેઠે પણ દેહ ત્યાગ કર્યો. તેવો બનાવ જોઈ શ્રેષ્ઠીપુત્રને વૈરાગ્ય થયો, તેથી તે પોતાની સ્ત્રીને છોડી દઈને દીક્ષા લઈ ચાલી નીકળ્યો. ઉપરની કથા સાંભળી કોઈએ કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં. જેઓ બીજાના ગુહ્યને ઢાંકે છે તેઓ ખરેખર ઘન્ય છે. તે ઉપર કપાસના છોડનું દ્રષ્ટાંત કહેવાય છે. જેમ કપાસના છોડ જેવા પુત્રને તો કઈ વિરલ માતા જ જણે છે કે જેઓ પોતાનું અંગ (કપાસ) કાઢીને ગુણ વડે બીજાના ગુહ્યને ઢાંકી દે છે, એટલે સૂતર વડે મનુષ્ય માત્રને વસ્ત્ર પૂરાં પાડી સર્વના દેહને ઢાંકે છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જે નરાઘમો પરસ્પરના મર્મ ઉઘાડાં કરે છે, તેઓ ઉદરના અને રાફડાના સર્પની જેમ મૃત્યુને પામે છે.” તેની કથા આ પ્રમાણે છે બે સર્પની કથા પૃથ્વીપુર નામના નગરમાં સુંદર નામે રાજા હતો. તેને એકદા વક્રશિક્ષિત અશ્વ કોઈ અરણ્યમાં લઈ ગયો. જ્યારે અશ્વ થાકીને ઊભો રહ્યો ત્યારે તે રાજા અશ્વ ઉપરથી ઊતરી શાંત Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૭ વ્યાખ્યાન ૭૮] મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર થઈને એક વૃક્ષ નીચે સૂઈ ગયો. તે વખતે તેના ઉઘાડા રહેલા મુખમાં એક નાનો સર્પ પેસી ગયો. રાજા ત્યાંથી ઘેર આવ્યો, પરંતુ ઉદરમાં રહેલા સર્પની પીડાથી તે એટલો બધો કંટાળી ગયો કે, છેવટે કરવત મુકાવવા ગંગાતીર્થે જવા ચાલ્યો. તેની રાણી પણ સાથે ચાલી. માર્ગે જતાં શ્રમને લીધે રાજા એક વડના વૃક્ષ નીચે સૂઈ ગયો. રાણી જાગતી રહી. તેવામાં વાયુભક્ષણ કરવા માટે પેલો સર્પ ઉદરમાંથી મુખ દ્વારા જરા બહાર નીકળ્યો. તેવામાં નજીક એક રાફડો હતો તેમાં રહેલા બીજા સર્પે તેને જોઈને કહ્યું કે, “અરે પાપી! આ રાજાના ઉદરમાંથી બહાર નીકળ, નહીં તો હું તારા નાશનો ઉપાય જાણું છું. તે એ છે કે, જો કડવી ચીભડીના મૂળ કાંજીમાં વાટીને પીએ તો તારો નાશ થઈ જાય. પણ શું કરું કે અહીં કોઈ નથી કે જેની આગળ હું નિવેદન કરું?” તે સાંભળી પેલો ઉદરનો સર્પ બોલ્યો-“હું પણ ઉષ્ણ કરેલા તેલને તારા બિલમાં રેડવવા વડે તારા નાશનો અને તારા બિલમાં રહેલા નિદાનને મેળવવાનો ઉપાય જાણું છું, પણ કોઈ અહીં નથી કે જેને તે ઉપાય કહું, કે જે તે ઉપાયથી તને મારીને તારી નીચે રહેલો દ્રવ્યનો નિધિ મેળવે.” આ પ્રમાણે તે બન્નેના પરસ્પરના મર્મને ઉઘાડનારાં વચનો રાજાની પાસે જાગ્રતપણે સૂતેલી રાણીએ સાંભળી લીઘાં. પછી તે પ્રમાણે ઉપાય કરવાથી રાજા નીરોગી થયો અને પેલા રાફડાના સર્પને મારી દ્રવ્યનિધિ પણ તેમણે સ્વાધીન કરી લીધો. આ દ્રષ્ટાંત જાણીને કોઈ પણ પ્રાણીએ પરસ્પરના મર્મ (ગુહ્ય) પ્રકાશ કરવો નહીં. જે પારકા મર્મ પ્રગટ ન કરે તેને જ ખરો વ્રતધારી સમજવો. હવે પાંચમો અતિચાર કહે છે–બીજાની મુદ્રા (સીલ) વડે અથવા તેના જેવા અક્ષરો કાઢવા વડે ખોટો લેખ બનાવવો તે કૂટલેખ નામનો પાંચમો અતિચાર કહેવાય છે. જેમાં રાજકુમાર કુણાલની અપર માતાએ રાજાએ લખેલા પત્રમાં “ધયત'ની જગ્યાએ “ઉધીયતા’ કરી દીધું. અર્થાતુ પત્રમાં એક બિંદુ વઘારી દીધું, જેથી કુણાલને નેત્રવિનાશરૂપ મહાન્ અનર્થ પ્રાપ્ત થયો હતો. આ પણ કૂટલેખ કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે, આ કૂટશેખરૂપ અતિચાર છે તે મહા અનર્થકારી હોવાથી તેમજ પ્રગટપણે અસત્યરૂપ હોવાથી તેને તો સ્થૂલ મૃષાવાદમાં ગણવો જોઈએ, તેને અતિચારમાં કેમ ગણાય? અને તે પ્રમાણે કરવાથી વ્રતભંગ થયેલો કેમ ન ગણાય? તેના સમાઘાનમાં કહેવાનું કે, કોઈ મુગ્ધ માણસ અસત્ય બોલવાના પચખાણ લે અને તે એમ સમજે કે, મેં તો અસત્ય બોલવાના પચખાણ લીધા છે, કાંઈ લખવાના લીધા નથી, તો જે ફૂટલેખ લખવે તેમાં શો દોષ છે? આવું ઘારી તે વ્રતની સાપેક્ષતા જાળવી રાખે તેથી તે બીજા વ્રતમાં આ કૂટલેખ અતિચારરૂપે કહ્યો છે. અથવા અનાભોગથી એટલે અજાણપણા વગેરેથી પણ તે અતિચાર ગણાય છે. આ પ્રમાણે તે પાંચમો અતિચાર છે. આ પાંચે અતિચાર નિશ્ચય ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તે બીજા વ્રતમાં મલિનતાને આપનારા છે. તેથી તેનો ત્યાગ કરી જૈનઘર્મના વ્રતધારીઓએ સત્યતાનો ગુણ વિશુદ્ધપણે ગ્રહણ કરવો. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ વ્યાખ્યાન ૭૯ સત્યનું માહાસ્ય હવે સત્યવાદીની સ્તુતિ કરે છે– सर्वेषां धर्मकर्माणा-माद्यं सत्यमुदीरितम् । तद्विना गदितो धर्मः, कुतीर्थिकैर्निरर्थकः ॥ ભાવાર્થ-“સર્વ ધર્મકાર્યોમાં સત્યગુણ મુખ્ય રહેલો છે. તે સત્ય વિનાનો ઘર્મ કુતીર્થીઓએ (મિથ્યાત્વીઓએ) કહેલો હોવાથી તે ઘર્મ નિરર્થક સમજવો.” શાસ્ત્રમાં જે ઘર્મનાં કાર્ય, તપ, જપ, જ્ઞાન અને દર્શન વગેરે કહ્યાં છે તેઓમાં શ્રી વીતરાગ પ્રભુએ સત્યને મુખ્ય કહેલ છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહેવાય છે કે, કોઈ શ્રાવકનો પુત્ર ઘર્મરહિત હતો. પિતાએ તેને બળાત્કારે ગુરુની પાસે લાવીને બેસાર્યો. ઘૂર્તપણાથી તેણે ગુરુએ કહેલા દ્વાદશ વ્રતના નિયમો જાણે પ્રતિબોઘ પામ્યો હોય તેમ આદરથી સ્વીકાર્યા. નિયમ વિષે દૃઢતા અંગે એક વાર ગુરુએ તેની પ્રશંસા કરી એટલે તે બોલ્યો-“આ બઘા વ્રતોમાં બીજું સત્ય બોલવારૂપ જે વ્રત છે તે મારે છૂટું છે, કારણ કે તે મુશ્કેલ હોવાથી ગૃહસ્થથી પાળી શકાય નહીં. આ પ્રમાણે બોલવામાં તેનો આશય એવો હતો કે, “મેં અત્યાર સુધી જે નિયમ ગ્રહણ કર્યા છે, તે બધું હું અસત્ય બોલ્યો છું. આવો તેનો આશય જાણી ગુરુએ અને તેના પિતા વગેરેએ “આ અયોગ્ય છે? એમ જાણી તેની ઉપેક્ષા કરી. સત્ય વિના જ કુતીર્થીઓએ કહેલો ઘર્મ નિરર્થક છે. માટે કહ્યું છે કે, “ચાર્વાક, કૌલિક, બ્રાહ્મણ, બૌદ્ધ અને વૈષ્ણવોએ અસત્ય વડે જ પરાક્રમ કરી આ જગતને ઘણી વિડંબના કરી છે.” વળી “અલ્પ એવા મૃષાવાદથી પણ રૌરવાદિ નરકમાં પડાય છે તો જૈનવાણીને અન્યથા કહેવાથી તો કહો કેવી માઠી ગતિ થાય?” પરંતુ “તેવા પાપી નાસ્તિકોના મુખોદર નગરની ખાળ જેવા છે કે જેમાંથી કાદવવાળા દુર્ગઘી જળના જેવી જ વાણીઓ નીકળે છે.” અને “ચારિત્રનું મૂળ જે સત્ય તેને જે વદે છે, તેઓ પોતાના ચરણની રજથી આ પૃથ્વીને પવિત્ર કરે છે.” આ વિષે હંસરાજાની કથા છે તે આ પ્રમાણે હંસરાજાની કથા રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા માટે નગર બહાર ગયો. ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. રાજા તેની પાસે બેઠો એટલે મુનિએ આ પ્રમાણે ઘર્મદેશના આપી सच्चं जसस्स मूलं, सच्चं विसासकारणं परमं । सच्चं सग्गद्दारं, सच्चं सिद्धिइसोपाणं ॥ ભાવાર્થ-“સત્ય યશનું મૂળ છે, સત્ય વિશ્વાસનું પરમ કારણ છે, સત્ય સ્વર્ગનું દ્વાર છે અને સત્ય સિદ્ધિનું સોપાન (પગથિયું) છે. વળી જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગઘી મુખવાળા, અનિષ્ટ વચનના બોલનારા, કઠોરભાષી, બોબડા અને મૂંગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે.” આવી ઘર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭૯] સત્યનું માહાભ્ય પ૯ એક વખતે હંસરાજા અલ્પ પરિવાર લઈ રત્નશિખરગિરિ ઉપર ચૈત્રી મહોત્સવના પ્રસંગે શ્રી આદીશ્વર પ્રભુને નમવા ગયો. અર્થમાર્ગે આવતાં કોઈ સેવકે ત્વરાથી આવીને કહ્યું કે-“હે દેવ! તમે યાત્રા કરવા ચાલ્યા કે તરત સીમાડાના રાજાએ આવી બળાત્કારે તમારા નગરને કબજે કર્યું છે, તેથી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો.” પાસે રહેલા સુભટોએ પણ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી, આપણે પાછા જઈએ.” રાજાએ કહ્યું કે, “પ્રાચીન પૂર્વ કર્મના વશથી સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિ થયા જ કરે છે, તેથી જેઓ સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં ખેદને વિસ્તારે છે તેઓ ખરેખરા મૂઢ છે. આ અવસરે સદ્ભાગ્યથી પ્રાપ્ત થયેલા જિનયાત્રામહોત્સવને તજી દઈને ભાગ્યથી લભ્ય એવા રાજ્યને માટે દોડવું તે યુક્ત નથી.” વળી કહ્યું છે धनेन हीनोपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्वधनं महायं । धनं भवेदेकभवे सुखार्थं, भवे भवेऽनंतसुखी सुदृष्टि ॥१॥ ભાવાર્થ-જેની પાસે સમકિતરૂપી અમૂલ્ય ઘન છે, તેને ઘનહીન છતાં ઘનવાન સમજવો, કેમ કે ઘન તો એક ભવમાં જ સુખદાયક છે અને સમકિત તો ભવોભવમાં અનંત સુખદાયક છે.” આ પ્રમાણે કહી રાજા પાછો ન વળતાં આગળ ચાલ્યો; પરંતુ શત્રુ આવ્યાના ખબર સાંભળી એક છત્રઘારક સિવાય બીજો સર્વ પરિવાર પોતપોતાના ઘરની સંભાળ લેવા પાછો વળી ગયો. રાજા પોતાના અલંકારોને ગોપવીને છત્રઘારકના વસ્ત્રો પહેરીને આગળ ચાલ્યો. ત્યાં કોઈ એક મૃગ રાજાના દેખતાં સત્વર દોડતો લતાકુંજમાં પેસી ગયો. તેની પછવાડે તરત જ ઘનુષ્ય ઉપર બાણ ચડાવેલો કોઈ ભીલ આવ્યો. તેણે રાજાને પૂછ્યું, “અરે! મૃગ કઈ બાજુ ગયો તે કહે.” તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “જે પ્રાણીઓને અહિત હોય તે સત્ય હોય તો પણ કહેવું નહીં અને તેવો પ્રસંગ આવે ત્યારે સુબુદ્ધિ પુરુષોએ તે પૂછનારને બુદ્ધિના પ્રપંચથી સમજાવવો.” આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે “અરે ભાઈ! હું માર્ગભ્રષ્ટ થયો છું.' કિરાતે ફરી પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, હું હંસ છું.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી તે ભીલ ક્રોઘથી બોલ્યો કે, “અરે વિકળ! આવો વિપરીત ઉત્તર કેમ આપે છે?” ત્યારે રાજાએ કહ્યું કે, “હવે તમે મને જે માર્ગ બતાવશો, તે માર્ગે હું જઈશ.' આ પ્રમાણે વિરુદ્ધ વચનો સાંભળી તે ભીલ તેને ગાંડો માની નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો. ત્યાંથી રાજા આગળ ચાલ્યો, તેવામાં એક સાઘુ તેના જોવામાં આવ્યા. તેમને નમસ્કાર કરી આગળ જતાં હાથમાં શસ્ત્ર ઘારણ કરનાર બે ભીલ રાજાને સામા મળ્યા. તેઓએ રાજાને કહ્યું કે “અરે પાંથ! અમારા સ્વામી ચોરી કરવા જતા હતા. ત્યાં વચમાં એક સાઘુ સામો મળ્યો; તેથી અપશુકન થયા જાણી અમારા સ્વામી પાછા વળ્યા, અને અમને તે મુનિને મારવા માટે મોકલ્યા છે, તો તે સાઘુ તારા જોવામાં આવ્યો હોય તો બતાવ.” રાજા તે વખતે અસત્ય પણ સત્ય જેવું છે એમ માનીને બોલ્યો કે-“તે સાધુ ડાબે માર્ગે જાય છે પણ તમને મળશે નહીં, કારણ કે તે વાયુની જેમ પ્રતિબંધ રહિત છે.” આવો ઉત્તર સાંભળી તે બન્ને પાછા ચાલ્યા ગયા. પછી રાજા સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરીને રાત્રે સૂવા માટે તૈયારી કરતો હતો તેવામાં કાંઈક કોલાહલ તેના સાંભળવામાં આવ્યો. તેમાં તેણે એવો શબ્દ સાંભળ્યો કે, “આપણે ત્રીજે દિવસે સંઘને લૂંટીશું.” તે સાંભળી રાજા ચિંતાતુર થયો. ક્ષણવાર થઈ તેવામાં તો કેટલાક સુભટોએ આવીને પૂછ્યું કે, “અરે! Page #69 -------------------------------------------------------------------------- ________________ so શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ સ્તિંભ ૬ તેં ક્યાંય ચોરને જોયા? અમે ગોથિપુરના રાજાના સેવકો છીએ અને તે રાજાએ સંઘની રક્ષા કરવા માટે અમને મોકલ્યા છે.” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “જો હું ચોરોને બતાવીશ તો આ રાજપુરુષો અવશ્ય તેઓને મારી નાખશે અને નહીં બતાવું તો તે ચોર લોકો સંઘને લૂંટી લેશે. હવે અહીં મારે શું બોલવું યુક્ત છે.' પછી જરા વિચારીને રાજા બોલ્યો કે, “મેં ચોરને જોયા નથી પણ તમારે કોઈ ઠેકાણે શોધી લેવા, અથવા તેમને શોઘવાની શી જરૂર છે? તમે સંઘની સાથે રહીને તેની રક્ષા કરો.” આવો ઉત્તર સાંભળી તેઓ ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુભટો સાથે થયેલી વાતને સાંભળનારા તે ચોરો રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે, “અરે ભદ્ર! તેં અમારા પ્રાણ બચાવ્યા, તેથી હવે અમે ચોરી કે હિંસા નહીં કરીએ. તેનો લાભ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે કહી તે ચોરો પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યાંથી રાજા આગળ ચાલ્યો. તેવામાં કેટલાક ઘોડેસવારોએ આવીને પૂછ્યું કે, “અરે પાંથ! અમારા શત્રુ હંસરાજાને તે કોઈ ઠેકાણે જોયો છે? એ અમારો કટ્ટો શત્રુ છે તેથી અમારે તેનો વિનાશ કરવો છે.” રાજા હંસ અસત્યના ભયથી બોલ્યો કે હું પોતે જ હંસ છું.” આ સાંભળી તેઓએ ક્રોધથી રાજાના મસ્તક ઉપર ખનો પ્રહાર કર્યો, પરંતુ તે જ વખતે ખગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ એક યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે- હે સત્યવાદી રાજા! તમે ચિરકાળ જય પામો. હે નૃપ!તમને આજે જ. જિનયાત્રા કરાવું, માટે તમે આ વિમાનને અલંકૃત કરો.” યક્ષનાં આવાં વચન સાંભળી હંસરાજા વિમાનમાં બેઠો, અને જિનેશ્વરની યાત્રા પૂજા કરી. યક્ષના સાન્નિધ્યથી શત્રુને જીતી રાજ્ય ભોગવી અનુક્રમે દીક્ષા લઈને સ્વર્ગ ગયો. હંસ એવા નામ માત્રને ઘારણ કરવાથી પક્ષી પણ જલાશયમાં સુખી થાય છે, તો જે હંસરાજ એવા નામને ઘારણ કરે તે ખરેખર સ્વર્ગમાં રહેલી અપ્સરાના સુખને પામે તેમાં શું આશ્ચર્ય!” વ્યાખ્યાન ૮૦. ત્રીજું અણુવ્રત-અદત્તાદાન વિરમણ હવે ત્રીજા વ્રતની વ્યાખ્યા કરે છે. तदाद्यं स्वामिनादत्तं, जीवादत्तं तथापरम् । तृतीयं तु जिनादत्तं, गुर्वदत्तं तुरीयकम् ॥१॥ सूक्ष्मबादरभेदाभ्या-माद्यादत्तं द्विधा मतम् । सूक्ष्मे हि यतना कार्या, श्राद्धं स्थूलं च संत्यजेत् ॥२॥ ભાવાર્થ-“અદત્તાદાન (ચોરી) ચાર પ્રકારે છે. પ્રથમ સ્વામીનું અદત્ત, બીજું જીવનું અદત્ત, ત્રીજું શ્રી તીર્થંકરનું અદત્ત અને ચોથું ગુરુનું અદત્ત. તે ચાર ભેદમાં પહેલું જે સ્વામી અદત્ત છે તે સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદવાળું છે. શ્રાવકે સૂક્ષ્માદત્ત વિષે યતના કરવી અને સ્કૂલાદત્તનો ત્યાગ કરવો.” જે સુવર્ણ નાણું વગેરે તેના સ્વામીએ ન આપ્યું હોય છતાં લેવું તે પહેલું સ્વામીઅદત્ત જાણવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૦]. ત્રીજું અણુવ્રત-અદત્તાદાન વિરમણ ૬૧ જે ફલ, ફુલ, પત્ર વગેરે પોતાની માલિકીનું છે તેને છેદવું તે જીવાદત્ત છે; કારણ કે તે સચિત્ત (જીવ યુક્ત) હોવાથી તેના જીવોએ કાંઈ પોતાના પ્રાણ તેને આપ્યા નથી, માટે તે અદત્ત છે. ગૃહસ્થ આપેલો આઘાકર્મી આહાર જો મુનિ ગ્રહણ કરે તો તે તીર્થકરની આજ્ઞા રહિત છે તેથી તે ત્રીજું તીર્થકરઅદત્ત કહેવાય છે. એવી રીતે શ્રાવકને અનંતકાય અભક્ષ્યાદિક પદાર્થો ખાતાં તીર્થકરઅદત્ત લાગે છે; અને જે સર્વ દોષથી રહિત હોય પણ ગુરુની આજ્ઞા વિના લેવાય કે વપરાય તે ચોથું ગુર્વદત્ત (ગુરુઅદત્ત) કહેવાય છે. અહીં તો પ્રથમના સ્વાગદત્ત (સ્વામીઅદત્ત)નો અધિકાર છે. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ કહ્યા છે. તેમાં સૂક્ષ્મ એટલે સ્વામીની આજ્ઞા વગર જે કાંઈ તૃણ કે ઈટ જેવી વસ્તુ ગ્રહણ કરવી તે અને બાદર એટલે જે લેવાથી લોકોમાં ચોર કહેવાય છે. તે સ્થૂલ અદત્ત પણ કહેવાય છે. ચોરીની બુદ્ધિથી જે ક્ષેત્ર તથા ખળા વગેરેમાંથી અલ્પ પણ લેવું, તે પણ સ્થૂલ અદત્તમાં ગણાય છે. એ રીતે પહેલા સ્વામીઅદત્તના બે ભેદ છે. તેમાં શ્રાવકે સૂક્ષ્મમાં યતના કરવી અને સ્કૂલથી તદ્દન નિવૃત્તિ કરવી, એ ભાવાર્થ જાણવો. હવે તે વ્રતનું ફળ કહે છે–ચોરી કરવી તે વઘ કરવાથી પણ અધિક છે, કારણ કે વઘ વડે તો તે એક જ મરે છે અને ચોરી વડે ઘન હરવાથી તો બધું કુટુંબ સુઘાર્ત થઈ મરી જાય છે. ચોરીના કર્મને છોડનારો રોહિણેય ચોર દેવસંપત્તિને પામ્યો હતો, તેથી પ્રાણાંતે પણ વિવેકીએ પરઘન ચોરવું નહીં. આ વાર્તાનો સંબંઘ નીચે પ્રમાણે છે રોહિણેય ચોરની કથા વૈભાર પર્વતની ગુહામાં લોહખુર નામે એક ચોર રહેતો હતો. તેણે એક વખતે પોતાના પુત્ર રોહિણેય ચોરને શિખામણ આપી કે, “તારે કદી પણ શ્રી વીરની વાણી સાંભળવી નહીં.” અન્યદા રોહિણેય રાજગૃહી નગરીમાં ચોરી કરવા ગયો. ચોરી કરીને પોતાના સ્થાન તરફ જતો હતો ત્યાં માર્ગમાં શ્રીવીરપ્રભુનું સમવસરણ જોવામાં આવ્યું. તે વખતે “વીરની વાણી સાંભળવી નહીં' એવી પોતાના પિતાની આજ્ઞાનો ભંગ ન થાય એટલા માટે તે કાનમાં આંગળી રાખીને ચાલ્યો. તેમ ચાલતાં તેને પગમાં કાંટો વાગ્યો. તે કાંટો કાઢ્યા સિવાય ચાલી શકાય તેમ ન હોવાથી તેણે કાંટો કાઢવા એક હાથ નીચે કર્યો, તે વખતે ભગવંતની આ પ્રમાણેની વાણી તેના સાંભળવામાં આવી. अनिमिसनयणा मणकझ्झसाहणा पुण्फदामअमिलाणा । चउरंगुलेण भूमि न च्छिविंति सुरा जिणा बिंति ॥ ભાવાર્થ-“જેના નેત્રમાં નિમેષ (મટકા) થાય નહીં, જે મનની ઇચ્છા પ્રમાણે કરી શકે, જેની પુષ્પમાળા કરમાય નહીં, અને જે પૃથ્વીથી ચાર આંગળ ઊંચા રહે, તે દેવતા કહેવાય-એમ શ્રી જિનેશ્વર કહે છે.” આ પ્રમાણે સાંભળી તેણે ચિંતવ્યું કે, “મને ધિક્કાર છે કે, મેં આ વીરની વાણી સાંભળી! એમ ચિંતવતો તે આગળ ચાલ્યો. તેવામાં ચોતરફથી રાજપુરુષો આવી તે રોહિણેયને પકડી રાજા પાસે લઈ ગયા. રાજાએ તેનો વઘ કરવાની આજ્ઞા કરી, એટલે અભયકુમાર મંત્રી બોલ્યા–“સ્વામિન્! એને બધી હકીકત પૂછ્યા સિવાય, મુદ્દા માલ વિના, તેમજ તેની કબૂલાત વિના Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ તેને કેમ મારી શકાય?” રાજાએ કહ્યું કે, “ત્યારે તેને પૂછો.' એટલે રોહિણેય બોલ્યો કે-“ શાલિપુરનો નિવાસી દુર્ગચંદ્ર નામે કુટુંબી (કણબી) છું. આજે કાર્યપ્રસંગે રાજગૃહીમાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે દરવાજા બંઘ હતા તેથી ભય પામી કિલ્લો ઉલ્લંઘીને હું મારે ગામે જતો હતો, તેવામાં પુરરક્ષકોએ મને પકડ્યો છે, માટે હું ચોર નથી.” આ પ્રમાણે તેણે કહ્યું, તથાપિ તેને કારાગૃહમાં પૂર્યો અને તેની તપાસ કરવા શાલિગામે માણસ મોકલ્યો. ત્યાં રોહિણેયે પ્રથમથી ગોઠવણ કરી રાખેલી હોવાથી તે ગામના માણસોએ રોહિણેયના કહેવા પ્રમાણે જ કહ્યું. પછી તેની મુખજુબાન કબૂલાત કરાવવા માટે અભયકુમાર તેને મદિરાપાન કરાવી બેસુઘ કરીને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં દોગંદુક દેવની જેમ અપ્સરા જેવી રમણીઓથી વીંટાયેલા પલંગમાં તેને શયન કરાવ્યું અને ચિનાઈ વસ્ત્રોનો પોશાક પહેરાવ્યો. પછી જ્યારે તેનો કેફ ઊતરી ગયો ત્યારે ચારે તરફ દિવ્યસમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામ્યો. તે સમયે અભયકુમારની આજ્ઞાથી ત્યાં રહેલા પુરુષો “જય પામો, આનંદ પામો.” એવા માંગલ્ય વચન ઉચ્ચારવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે, હે દેવ! તમે આ વિમાનમાં સ્વામીપણે ઉત્પન્ન થયા છો, અમે તમારા સેવકો છીએ, આ અપ્સરાઓ તમારી પત્નીઓ છે; તેમની સાથે આનંદથી ક્રીડા કરો અને તમારા પુણ્યયોગે મળેલી આ સર્વ સંપત્તિ ભોગવો.” આ પ્રમાણે કહીને તેઓ તેની આગળ સંગીત કરવા લાગ્યા. તેવામાં એક સુવર્ણની છડીવાળા દ્વારપાળે આવીને કહ્યું કે, “હે દેવ! તમારે પ્રથમ અહીં સ્વર્ગની સ્થિતિ વિષે સર્વ માહિતી મેળવવી. પ્રથમ તો જે અહીં નવો દેવ ઉત્પન્ન થાય છે તે પોતાના પૂર્વ ભવના કરેલા પુણ્ય પાપને જણાવે છે, માટે તે આપ જણાવો.” છડીદારનાં આવાં વચન સાંભળી તેણે વિચાર્યું કે હું લોહખુરનો પુત્ર રોહિણેય છું, હું મૃત્યુ પામ્યો નથી, આ સર્વ કપટજાળ રચેલ જણાય છે. આ પ્રમાણે વિચારી પ્રથમ સાંભળેલી વીર ભગવંતે કહેલી ગાથાનો અર્થ ચિંતવ્યો કે, “જેના ચરણ પૃથ્વી ઉપર પડતા હોય, જેના શરીર પર પસીનો તથા મેલ થતો હોય, અને જેનાં નેત્ર દેવાતાં ઊઘડતાં હોય તે દેવતા હોય નહીં; માટે જરૂર આ કોઈ દેવ નથી અને હું પણ દેવ નથી.” આ પ્રમાણે ખાતરી કરીને તે બોલ્યો કે, “મેં પૂર્વ જન્મમાં સાત ક્ષેત્રોમાં ઘન વાપર્યું હતું, કોઈ વાર ચોરી વગેરે અપકૃત્યો કર્યા નહોતા, અને દાનાદિ ઘર્મ આચર્યો હતો, તેથી મને આવું સ્વર્ગસુખ પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી અભયકુમારે વિચાર્યું કે, જે આવા દંભથી પણ વંચિત થયો નહીં તે છોડી મૂકવાને યોગ્ય છે.' પછી તેણે રાજાની આજ્ઞા વડે તેને છોડી મૂક્યો. પછી રોહિણેય ચોરે ચિંતવ્યું કે, “મને ધિક્કાર છે, કે હું પિતાની મિથ્યા આજ્ઞાથી આટલા વખત સુધી ઠગાયો. મેં ઇચ્છા વગર પણ શ્રી વીરપ્રભુનું એક વાક્ય સાંભળ્યું તો તેથી મને આ જ ભવમાં પ્રત્યક્ષ ગુણ થયો અને એવો જ પરભવે પણ થશે. માટે હવે તો પ્રભુએ કહેલા ઘર્મને સારી રીતે સાંભળી હું મારા જન્મને સફળ કરું.” કહ્યું છે કે न देवं नादेवं न गुरुमकलंकं न कुगुरुं । न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं ॥ न कृत्यं नाकृत्यं न हितमहितं नापि निपुणं । विलोकंते लोका जिनक्चनचक्षुर्विरहिताः॥१॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ક » – વ્યાખ્યાન ૮૧] અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન ભાવાર્થ-જે લોકો શ્રીજિનવચનરૂપ નેત્રથી રહિત છે, તેઓ દેવ કે કુદેવ, ગુરુ કે કુગુરુ, ઘર્મ કે અધર્મ, ગુણી કે અગુણી, કાર્ય કે અકાર્ય અને હિત કે અહિત નિપુણપણે જોઈ શકતા નથી.” આ પ્રમાણે ચિંતવી શ્રી વિરપ્રભુની પાસે જઈને તેણે આ પ્રમાણે દેશના સાંભળી કે–“જે પુરુષ ચોરી કરે તે આ લોકમાં વિવિઘ પ્રકારની યાતના (પીડા), પરલોકમાં નરકગતિ અને ત્યારપછી પણ દુર્ભાગ્ય અને દરિદ્રપણાને પામે છે.” આ પ્રમાણે જિનવાણી સાંભળી તે રોહિણેયે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા. પછી શ્રેણિક રાજાની પાસે જઈ, પોતાની જાતિ, કુળ અને નામ તથા કર્મ જણાવી, પર્વતની ગુહામાં ચોરી વડે એકઠું કરેલું સર્વ ઘન નગરજનોને પાછું સોંપી દઈ, દીક્ષા લઈને સ્વર્ગે ગયો. આ પ્રમાણે રોહિણેય ચોર ખોટા દંભથી જોયેલી દેવતાની સમૃદ્ધિ ઉપરથી તેવી સત્ય સમૃદ્ધિ મેળવવા માટે શ્રીવીરવચને ચોરી ન કરવાનો નિયમ ઘારણ કરી દંભ રહિત (સાચી) એવી દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો. વ્યાખ્યાન ૮૧ અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન પુનઃ તે ત્રીજા વ્રત સંબંધી જ કહે છે. आहृतं स्थापितं नष्टं, विस्मृतं पतितं स्थितम् । नाददीता स्वकीयं स्व-मित्यस्तेयमणुव्रतम् ॥१॥ ભાવાર્થ-“કોઈનું હરણ કરી લાવેલું, મૂકેલું, ખોવાયેલું, વિસ્મૃત થયેલું, પડી ગયેલું કે રહેલું કોઈ બીજાનું ઘન ગ્રહણ કરવું નહીં, તે અદત્તાદાનત્યાગ નામે ત્રીજું અણુવ્રત છે.” તેનો એવો ભાવાર્થ છે કે, લાવેલું એટલે કોઈએ કોઈનું હરણ કરીને રાખવા આપેલું, મૂકેલું એટલે થાપણરૂપે પોતાની પાસે કે ભૂમિમાં મૂકેલું, નષ્ટ એટલે કોઈ ઠેકાણે ખોઈ નાખેલું કે જેની તેના ઘણીને પણ ખબર ન હોય, વિસ્મૃત થયેલું એટલે કોઈ ઠેકાણે એવી રીતે મુકાયું હોય કે જે તેના સ્વામીને પણ સ્મરણમાં ન આવે, પડી ગયેલું એટલે ચાલતા કે વાહન ઉપરથી પડી ગયેલું અને રહેલું એટલે તેના સ્વામીએ પોતાની પાસે રાખેલું–આવી જાતનું પારકું ઘન લેવું નહીં. કદી દ્રવ્ય ક્ષેત્રાદિ આપત્તિ આવે તો પણ પ્રાજ્ઞ પુરુષે તે ગ્રહણ કરવું નહીં. તે વિષે કહ્યું છે કે, “કુલીન પુરુષ પ્રાણાંત થાય તો પણ આ બે કામ કરે નહીં—એક પરદ્રવ્યનું હરણ અને બીજું પરસ્ત્રીનું આલિંગન.” તે વિષે નીતિમાં પણ લખે છે કે, “સુવર્ણ વગેરે બીજાનું દ્રવ્ય પોતાની આગળ પડેલું જુએ તો પણ જેઓની બુદ્ધિ તેમાં પાષાણની જેવી રહે છે, તેવા સંતોષામૃતના રસ વડે તૃત પુરુષો ગૃહસ્થપણામાં પણ સ્વર્ગના સુખને મેળવે છે.” આ પ્રમાણે ત્રીજું અદત્તાદાન વિરમણ અણુવ્રત જાણવું. તે ઉપર પરમાર્હત કુમારપાળ રાજાનો પ્રબંધ કહેવાય છે. તે આ પ્રમાણે– પરમહંત રાજા કુમારપાળની કથા એક વખતે અણહિલ્લપુર પાટણમાં કુમારપાળની આગળ શ્રી હેમચંદ્રસૂરિ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા વ્રતનું વ્યાખ્યાન કરતા હતા કે, “હે રાજનું! જેણે પારકું દ્રવ્ય ચોર્યું, તેના આ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૬ લોક, પરલોક, ઘર્મ, વીર્ય, ધીરજ અને બુદ્ધિ એ સર્વ ચોરાયા સમજવા.” સૂરિએ આ પ્રમાણે કહ્યું, એટલે રાજાએ કહ્યું, “અહો! પ્રજામાં જે જે પુરુષ અપુત્ર મરણ પામે છે તે પુરુષના ઘનની આશાથી રાજા તેના પુત્રપણાને પામે છે; અર્થાત્ તેવાનું ઘન રાજા લઈ લે છે. પણ આજથી હું તેવું ઘન અને અદત્ત ઘન લેવાનું છોડી દઉં છું, આજથી મારે ત્રીજા વ્રતનો અંગીકાર છે.” આ પ્રમાણે વ્રત ઉચ્ચરી રાજાએ તે ખાતાના નીમેલા પંચને બોલાવ્યા અને પૂછ્યું કે, “પ્રતિવર્ષ અપુત્રીઆના દ્રવ્ય સંબંધી રાજ્યને કેટલી આવક છે?” તેમણે બોંતેર લાખની આવક જણાવી, એટલે રાજાએ કહ્યું કે, “એવા અપુત્રીઆની રુદન કરતી સ્ત્રીનું ઘન શા માટે લેવું?’ એમ કહી તે સંબંઘી પટ્ટાનો ઘારાલેખ ફાડી નાખ્યો. અને પછી આખા રાજ્યમાં ચોરીનું અને મરી ગયેલાનું ઘર છોડી દેવાનો પડહ વગડાવ્યો. એક વખતે રાજાની સભામાં ચાર મહાજનના મુખ્ય પુરુષો આવ્યા. રાજાને નમી વિલખા થઈને બેઠા. એટલે રાજાએ પૂછ્યું કે–“આજે સભામાં આવવાનું શું કારણ છે? અને તમે કેમ આમ વિલખા થઈ ગયા છો? શું કોઈના તરફથી તમારો પરાભવ તો નથી થયો?” મહાજન બોલ્યા કે, “હે રાજેન્દ્ર! આપના જેવા પ્રજાવત્સલ અને દયાળુ રાજા પૃથ્વી પર રાજ્ય કરતા સતા અમને પરાભવ કે દુઃખ શેનું હોય? પણ એક હકીકત નિવેદન કરવાની છે તે માટે અમે આવેલા છીએ. તે હકીકત એ છે કે–આપણા ગુર્જરદેશનો નિવાસી કુબેરદત્ત નામે એક મુખ્ય શ્રેષ્ઠી સમુદ્ર માર્ગે વ્યાપારાર્થે ગયેલો, તે પાછો આવતાં માર્ગમાં મૃત્યુ પામી ગયો છે. તેથી તેનો પરિવાર તે શ્રેષ્ઠીને પુત્ર ન હોવાથી રુદન કરતો અમારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તેના ઘરનું દ્રવ્ય રાજા સંભાળી લઈને પોતાને સ્વાધીન કરે તો પછી અમે તેની મરણોત્તર ક્રિયા કરીએ. હે રાજન! તેનું ઘન અગણિત છે.” ગુર્જરપતિ બોલ્યા કે, “મહાજનો! મેં તો અપુત્ર મરેલાનું ઘન લેવાનો ત્યાગ કર્યો છે, પરંતુ ચાલો, તેના ઘરનો સાર તો જોઈએ.” એમ કહી રાજા કુમારપાળ મહાજન વર્ગને સાથે લઈ તેના ઘરે ગયા. તે કુબેર શ્રેષ્ઠીનું ઘર કે જેના શિખર ઉપર સુવર્ણકળશની શ્રેણી હતી, શબ્દ કરતી ઘૂઘરીઓના નાદથી દિમૅડલને વાચાળ કરતી કોટી ધ્વજપણાની નિશાનીરૂપ ધ્વજાઓ ફરકતી હતી, એક તરફ હસ્તિશાળા અને અશ્વશાળા શોભી રહી હતી. આવું રાજ્યદ્વાર જેવું કુબેરદત્તનું ઘર જોઈ ગુર્જરપતિ વિસ્મય પામ્યા. પછી તેની અંદર આવેલા ઉજ્વળ સ્ફટિક મણિથી રચેલા ચૈત્યગૃહમાં ગયા. તેમાં મરકતમણિમય શ્રી નેમિનાથની મૂર્તિ બિરાજતી હતી, તેને નમસ્કાર કર્યા. તેની આગળ રત્ન તથા સુવર્ણના કલશ, થાળ, આરતી અને મંગલદીપ વગેરે પૂજાની સામગ્રી જોવામાં આવી. પછી ત્યાંથી બહાર નીકળી તેની વ્રતોની ટીપ વાંચવા લાગ્યા. તેમાં પરિગ્રહ પરિમાણવ્રત વિષે જોતાં આ પ્રમાણે લખ્યું હતું-“છ કોટી સુવર્ણ, આઠ કોટી રૌમ્ય દ્રવ્ય, મોટા મહામૂલ્યવાન દશ મણિ, વૃતના બે હજાર કુંભ, ઘાન્યના બે હજાર મોટાં માપ, પચાસ હજાર ઘોડા, એક હજાર હાથી, એંશી હજાર ગાયો, પાંચસો હળ, પાંચસો દુકાન, પાંચસો ઘર, પાંચસો વહાણ અને પાંચસો ગાડાં-આટલી સમૃદ્ધિ મારે ઘેર વડીલોપાર્જિત છે તે રહેવા દેવી અને હવે જે લક્ષ્મી હું મારે હાથે ઉપાર્જન કરીશ તે બધી હું પુણ્યધર્મમાં જ વાપરીશ.” આ પ્રમાણે સમૃદ્ધિપત્ર વાંચી રાજા હર્ષ અને વિસ્મય પામ્યો. પછી જેવો તે તેના ઘરના દ્વાર પાસે આવ્યો તેવામાં કુબેરદત્તની માતા ગુણશ્રી આ પ્રમાણે રુદન કરતી બોલતી હતી કે, “હે પુત્ર! તું સમુદ્રમાર્ગે ગયો Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૧] અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન ૬૫ છે, તે પાછો ક્યારે આવી ઉત્તર આપીશ? તું આવીને તો જો, તારા વગર આ બઘી લક્ષ્મી રાજ્યદરબારે જાય છે.” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ઉત્તમ પુરુષો કહે છે કે, રાજ્યને અંતે નરક છે તે સત્ય છે; અને તે આવી રુદન કરતી સ્ત્રીઓના દ્રવ્ય લેવાના પાપથી જ છે.” પછી રાજાએ કુબેરદત્ત શેઠની માતા અને સ્ત્રી વગેરેના આક્રંદ સાંભળી તેમને કહ્યું કે, “હે માતા!તમે શા માટે શોક કરો છો? ઇંદ્રથી માંડીને કીડી સુધીના પ્રાણીઓનું મરણ તો અવશ્ય થવાનું છે. સંબંઘીઓનો સંબંઘ એક વૃક્ષ ઉપર રહેતા પક્ષીઓના સંગમ જેવો છે અને મૃત્યુ પામેલાનું પાછું આવવું તે પાષાણ ઉપર વાવેલા બીજને અંકુરા થવાની ઇચ્છા કરવા જેવું છે. તેથી જે શોકથી આત્માને વૃથા ક્લેશ કરાવે છે તે અજ્ઞાની છે.” આવો ઉપદેશ આપી રાજાએ કહ્યું કે, “હે માતા! આ તમારા પુત્રના મૃત્યુની ખબર કોણ લાવ્યું?” ગુણશ્રી બોલી–“વામદેવ નામે એક તેના મિત્રે આ ખબર આપ્યા.” રાજાએ તેને બોલાવીને પૂછ્યું, એટલે તે બોલ્યો, “રાજેન્દ્ર! અહીંથી કુબેરદત્ત ભૃગુપુર (ભરુચ) ગયા. ત્યાંથી પાંચસો પાંચસો પુરુષોથી ભરપૂર એવા પાંચસો વહાણ લઈ દૂરના બંદરોએ વ્યાપાર કરવા ગયા. ત્યાં વ્યાપાર કરતાં ચૌદ કોટી સુવર્ણ દ્રવ્યનો તેને લાભ થયો. ત્યાંથી પાછા ફરતાં પ્રતિકૂળ પવનને લીધે તે પાંચસે વહાણો વિષમ ગિરિના વમળમાં આવી પડ્યા. ત્યાં પૂર્વે કોઈ બીજાના પણ ૫૦૦ વહાણો ફસી રહેલા હતા તે પણ ત્યાંથી નીકળી શકતા ન હતા, ત્યાં આ વહાણો પણ આવી ભરાયા, તેથી શેઠ ઘણો ખેદ પામ્યા. તેવામાં કોઈ વહાણ ઉપર બેસીને એક ખલાસી આવ્યો. તેણે કહ્યું કે–“અરે મુસાફરો! તમારે નીકળવાનો એક ઉપાય હું કહું તે સાંભળો. અહીંથી પંચશૃંગ નામે એક દ્વીપ છે. ત્યાં સત્યસાગર નામે રાજા છે. તે એક વખતે મૃગયા રમવા ગયો હતો. તેમાં તેણે એક સગર્ભા મૃગલીને મારી. તેને મરતી જોઈ તેના દુઃખથી તેનો પતિ મૃગ પણ મરણ પામ્યો. તે જોઈને સત્યસાગર રાજાને ઘણી દયા ઊપજી, તેથી તેણે સર્વત્ર અમારી ઘોષણા કરાવી છે. આજે પ્રથમ તેમણે મોકલેલા એક શુકપક્ષીના મુખથી તમારી ઉપર પડેલી આપત્તિ જાણીને તેમણે મને અહીં મોકલ્યો છે. આ પર્વતની કઢણમાં એક દ્વાર છે, તેમાં પેસીને ગિરિની પેલી પાર જવાય છે, ત્યાં એક ઉડ નગર છે, તેમાં એક જિનચૈત્ય છે, ત્યાં જઈને તે ચૈત્યની અંદર રહેલો પડહ વગાડવો, તેના નાદથી ત્રાસ પામીને ત્યાં રહેલા ભારંડ પક્ષીઓ ઊડશે, એટલે તેઓની પાંખના પ્રચંડ વાયુથી પ્રેરાયેલા આ વહાણો માર્ગે ચડી જશે. તમારે બચવાનો માત્ર આ એક જ માર્ગ છે, તેથી ત્યાં એક જ માણસને મોકલો. પણ તે માણસ પાછો આવી શકશે નહીં.” તેણે આ પ્રમાણે કહ્યું, પણ ત્યાં જવાને કોઈની હામ ચાલી નહીં; તેથી દયાળુ એવા કુબેરદત્ત શ્રેષ્ઠી પોતે જ એકલા ત્યાં ગયા અને પેલા ખલાસીના કહેવા પ્રમાણે કર્યું, જેથી તેના ને આગળના સર્વે વહાણો વમળમાંથી નીકળી ગયા અને ભૃગુપુર ક્ષેમકુશળતાથી આવી પહોંચ્યા; પરંતુ પછવાડે તે પર્વત પર રહેલા કુબેરદત્તનું શું થયું તે હું જાણતો નથી. તેથી હે રાજેન્દ્ર! તેનું વીશ કોટી સુવર્ણ, આઠ કોટી રીપ્ય દ્રવ્ય અને હજાર તુલા પ્રમાણ રત્નો તમે ગ્રહણ કરો.” ગુર્જરપતિ તે દ્રવ્યને તૃણવત્ ગણી, નહીં ગ્રહણ કરતો સતો બોલ્યો કે, “હે માતા! તમારો પુત્ર થોડા કાળમાં આવશે. માટે જે આ દ્રવ્ય છે, તે ઘર્મમાં કે તમારી ઈચ્છા આવે તેમાં વાપરો.” આ પ્રમાણે આશ્વાસન આપી રાજા સ્વસ્થાનકે જતા હતા, તેવામાં તો કુબેરદત્ત એક સ્ત્રી સાથે વિમાનમાં બેસી આકાશમાર્ગે ત્યાં ઊતર્યો. તે જોઈ માતાને અત્યંત હર્ષ સાથે આશ્ચર્ય ઉત્પન્ન થયું. - Jain Educભાગ ૨-પો Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ શ્રેષ્ઠી રાજાને અને માતાને નમીને ઊભો રહ્યો. રાજાએ પૂછ્યું, “અહો સાહસિક શિરોમણિ! જ્યાં તમે ગયા હતા, તે શુન્ય નગરમાં શું થયું?” શ્રેષ્ઠી બોલ્યો-“હે સ્વામિનુ! તે નગરમાં એક મહેલમાં કોઈ કન્યા મારા જોવામાં આવી. તેણે મને કહ્યું કે, “હું પાતાળકેતુ વિદ્યાઘરની પુત્રી છું, હજુ કુમારી છું. મારા પિતાએ માંસની લોલુપતાથી એકદા એક માર્જરીનું ભક્ષણ કર્યું, તેથી માંસભક્ષણનું વ્યસન થતાં તે રાક્ષસ થયો. તેણે ઘણા લોકોને ભક્ષણ કર્યા, તેથી આ નગર ઉડ થઈ ગયું છે. હાલ તે આહારને માટે બહાર ગયેલ છે.” કન્યા આ પ્રમાણે વાત કરે છે તેવામાં તેનો પિતા અને માતા બન્ને ત્યાં આવ્યા. તેઓએ મને તે કન્યા આપી. પાણિગ્રહણ સમયે મેં એવું માગ્યું કે, “તમે માંસ ન ખાવાનો નિયમ લો. પછી તેને પ્રતિબોઘ પમાડ્યો, એટલે તેણે તે નિયમનો સ્વીકાર કર્યો. તે વિદ્યાધર મને સ્ત્રી સહિત વિમાનમાં બેસાડી અહીં મૂકીને હમણા જ પાછો પોતાને સ્થાનકે ગયો છે.” આ પ્રમાણે તેની હકીકત સાંભળી કુમારપાળ રાજા વિસ્મય પામીને બોલ્યા કે, “ધન્ય છે તમને! કે એવા સંકટમાં પણ તમે પોતાના નિયમને છોડી દીધો નહીં.” આ પ્રમાણે તેની પ્રશંસા કરતા ગુર્જરપતિ ત્યાંથી ગુરુને વંદન કરવા ગયા. ગુરુએ કહ્યું કે, “હે રાજ! જે અપુત્રિયાનું ઘન ગ્રહણ કરે છે તે તેમનો બઘાનો પુત્ર થાય છે અને તમે તે દ્રવ્ય સંતોષથી છોડી દીધું, તેથી તમે ખરેખર સર્વ રાજાઓના પણ પિતામહ થયા છો. આ પ્રમાણે રાજર્ષિ, પરમાર્વત, નીતિરાઘવ અને ચૌલુક્યસિંહ ઇત્યાદિ બિરુદોને ઘારણ કરનાર અને જૈન આગમના અર્થને જાણનાર શ્રીકુમારપાળ રાજા પરદ્રવ્યને ગ્રહણ કરવામાં વિમુખ થઈ વિજયવંત થયા. વ્યાખ્યાન ૮૨ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર હવે તે ત્રીજા વ્રતના પાંચ અતિચાર કહે છે– स्तेनानुज्ञा तदानीता-दानं वैरुद्धगामुकम् । प्रतिरूपक्रियामाना-न्यत्वं वा स्तेयसंश्रिता ॥१॥ ભાવાર્થ-“ચોરને આજ્ઞા કરવી, ચોરીનું દ્રવ્ય લેવું, રાજાએ નિષેઘ કરેલ વ્યાપારાદિ આચરવું, વસ્તુમાં તદ્રુપ હલકી ચીજની સેળભેળ કરવી અને કૂડા તોલ માપ રાખવા. એ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર છે.” (૧) ચોરને આજ્ઞા કરવી એટલે ચોરીના કામમાં તેમને પ્રેરણા કરવી. જેમ કે, “કેમ હમણા વ્યાપાર રહિત બેસી રહ્યા છો? જો તમારી પાસે ભાતું વગેરે કાંઈ ન હોય તો હું આપીશ, અથવા તમારી લાવેલી વસ્તુઓને જો કોઈ ખરીદ કરનાર નહીં મળે તો હું ખરીદ કરીશ.” એવાં વચનથી તેમને ઉત્સાહિત કરવા અથવા ચોરીના સાઘન જેવા કે કોશ, ગણેશીઓ વગેરે આપવા. ઇત્યાદિ પ્રકારે તેને ચોરીમાં સહાય કરવી તે સેનાનુજ્ઞા નામનો પ્રથમ અતિચાર છે. આવી રીતે વર્તનાર માણસને પણ નીતિમાં ચોર ગણ્યો છે. કહ્યું છે કે – चौरश्चौरार्पको मंत्री, भेदज्ञो क्वाणकक्रयी। अन्नदस्थानदश्चेति, चौरः सप्तविधः स्मृतः॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૨] અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર ૬૭ ભાવાર્થ—“ચોર, ચોરને સાધનો આપનાર, ચોર સાથે વિચાર ગોઠવનાર, ચોરનો ભેદ જાણનાર, ચોરેલી વસ્તુ ખરીદનાર, ચોરને અન્ન આપનાર અને ચોરને સ્થાન આપનાર એ સાતે પ્રકારના ચોર કહેવાય છે.’ એમાં પણ વ્રતી એવી શંકા કરે કે, મારે ચોરી કરવાનો ત્યાગ છે, કાંઈ ચોરને અન્નાદિ આપવાનો ત્યાગ નથી, તેથી તે ક૨વામાં શો દોષ છે? એવી શંકાને લીધે વ્રતભંગમાં સાપેક્ષ નિરપેક્ષપણું હોવાથી એ પ્રથમ અતિચાર કહેવાય છે. (૨) બીજા અતિચારમાં ચોરી લાવેલા કુંકુમાદિ વસ્તુનું મૂલ્ય આપી ગ્રહણ કરવું તે. તે પણ લોભના દોષથી ગ્રહણ કરતાં અનુક્રમે તેના વ્રતનો ભંગ થાય. તેમાં વ્રતધારી એવું ઘારે કે, ચોરી કરવાથી વ્રતનો ભંગ છે, પણ હું તો વ્યાપાર કરું છું. કાંઈ ચોરી કરતો નથી, તો તેમાં શો દોષ છે? એવા પરિણામે વ્રતની નિરપેક્ષતાના અભાવે વ્રતનો ભંગ થતો નથી, તેથી એ બીજો અતિચાર કહેવાય છે. (૩) ત્રીજા અતિચારમાં રાજાની આજ્ઞાવિરુદ્ધ વર્તવું. જેમ કે, પોતાના રાજાની મનાઈ છતાં વ્યાપારને માટે તેના શત્રુરાજાના રાજ્યમાં જવું તે. ઉપલક્ષણથી રાજાએ નિષિદ્ધ કર્યા છતાં ગુસ રીતે દાંત, લોહખંડ, પાષાણ વગેરે વસ્તુઓ લાવવી તે. જો કે મૂળ ચાર પ્રકારના અદત્તાદાનમાં સ્વામીની આજ્ઞા વગર લેવું તે સ્વામ્યદત્ત કહેલું છે, અને તે આમાં આવી જાય છે. વળી તે ચૌર્ય દંડને યોગ્ય પણ થાય છે, તેથી તેના વ્રતનો ભંગ થાય છે. પણ રાજ્યવિરુદ્ધ વર્તનાર વ્રતી એમ થારે કે, મેં વેપાર કર્યો છે, કાંઈ ચોરી કરી નથી, તેથી મને લોકો આ ચોર છે' એમ કહી શકશે નહીં. એમ વ્રતનું સાપેક્ષપણું હોવાને લીધે તે ત્રીજો અતિચાર કહેવાય છે. (૪) ચોથા અતિચારમાં પ્રતિરૂપ વસ્તુ સાથે સેળભેળ કરવી તે. જેમ ડાંગરમાં પલંજી ભેળવે, ઘીમાં ચરબી અથવા તેલ, કેસરમાં કસુંબો ઇત્યાદિ ભેળવે તે ચોથો અતિચાર ગણાય છે. (૫) પાંચમા અતિચારમાં કૂટ તોલ માન (માપ) આવે છે. એટલે શેર, મણ, ખાંડી વગેરે તોલ અને માણુ, પાલી, હાથ, ગજ વગેરે માપ—તેમાં ન્યૂનાઘિક તોલ માન (માપ) રાખી ન્યૂન માપે આપે અને અધિક માપે લે, તે પાંચમો અતિચાર છે. આ ચોથા અને પાંચમા અતિચારમાં પરને છેતરી પરદ્રવ્યનું ગ્રહણ કરવાથી વ્રતનો ભંગ થાય છે; તથાપિ વ્રતી એમ ઘારે કે ખાતર પાડીને ચોરી કરવી તે ચોરી કહેવાય, પણ આ તો વણિક કુલની આજીવિકાનો વ્યાપાર છે. એવી રીતે વ્રતની સાપેક્ષતા રહે છે, તેથી એ પાંચમો અતિચાર છે. એવી રીતે ત્રીજા વ્રતના પાંચ અતિચાર શ્રાવકે ત્યજી દેવા જોઈએ. અહીં જે કૂટ માન કહ્યું, તેમાં તો પ્રગટ રીતે ચોરી રહેલી છે. તે વિષે નીતિકાર લખે છે કે, “થોડું લાલનપાલનથી, થોડું કળાથી, થોડું માપથી, થોડું તોલથી અને થોડું ચોરીથી–એ પ્રમાણે ગ્રહણ કરતા એવા ધૂર્ત વણિકો પ્રત્યક્ષ ચોર જ છે.'' એથી આ કૃત્ય શ્રાવકને ક૨વું ઉચિત નથી. આ વ્રત પાળવાથી વ્યવહારની પણ શુદ્ધિ થાય છે. કહ્યું છે કે, “જેઓને શુદ્ધ અંતઃકરણથી પરદ્રવ્ય લેવાનો નિયમ છે તેઓની પાસે સમૃદ્ધિ સ્વયંવરા થઈ સામી આવે છે.'' ગૃહસ્થે મેળવેલું અન્યાયોપાર્જિત દ્રવ્ય, એક વર્ષને અંતે રાજા, ચોર, અગ્નિ કે જળ વગેરેથી જરૂર નાશ પામે છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ર ચિરકાળ રહેતું નથી; તેમજ તે પુણ્યકાર્યમાં વપરાતું પણ નથી. કહ્યું છે કે– अन्यायोपार्जितं वित्तं, दश वर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ ભાવાર્થ-‘અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે, જ્યારે અગિયારમું વર્ષ પ્રાપ્ત થાય છે ત્યારે તે સમૂળગું વિનાશ પામે છે.’ તે ઉપર વંચકશ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે– પંચકશ્રેષ્ઠીની કથા [સ્તંભ ૬ કોઈ નગરમાં ઠેલાક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને હેલી નામે સ્ત્રી અને ચાલક નામે પુત્ર હતો. તે શ્રેષ્ઠી મધુર ભાષણ, ખોટા તોલમાપની રચના, નવી-જૂની વસ્તુઓ એકઠી કરવી, રસપદાર્થોમાં સેળભેળ કરવી, ચોરીથી લાવેલ ચીજ વેચાણ લેવી વગેરે પાપવ્યવહારના પ્રકારોથી ગામના મુગ્ધ લોકોને છેતરી ધનોપાર્જન કરતો હતો. જો કે તે બીજાની પંચના કરતો હતો, તથાપિ પરમાર્થથી તો તે પોતાના આત્માને જ વંચતો (ઠગતો) હતો. કપટી–પાપીજનો માયાની રચનાથી જગતને વંચે છે, પણ તેઓ ખરી રીતે પોતાને જ વંચે છે. જ આ પ્રમાણે હેલાકશેઠે ઘણું દ્રવ્ય મેળવ્યું, પણ દરેક વર્ષને અંતે અન્યાયોપાર્જિત હોવાને લીધે ચોર, અગ્નિ અને રાજા વગેરેથી હરાઈ જવા લાગ્યું. અનુક્રમે તેનો પુત્ર યૌવન વયને પ્રાપ્ત થયો, એટલે કોઈ પરગામના શુદ્ધ શ્રાવક શ્રેષ્ઠીની પુત્રી સાથે તેને પરણાવ્યો. પુત્રવધૂ શુદ્ધ શ્રાવિકા અને ધર્મની જ્ઞાતા હતી. તે શેઠને ઘેર આવી. હેલાકશેઠની દુકાન તથા ઘર નજીક હતા. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે તેને આપવા તથા લેવા માટે પૂર્વે સંકેત કરી રાખેલા નામથી પુત્રની પાસે તોલનાં કાટલાં મંગાવે. જ્યારે લેવું હોય ત્યારે તે પાંચ પોષ્કર માંગે, એટલે પુત્ર સવાશેરી આપે અને આપવું હોય ત્યારે ત્રિપોષ્કર માગે એટલે પોણો શેર આપે. આ સંકેતની વાત ઘીમે ઘીમે લોકોમાં જાહેર થવાથી લોકોએ હેલાકશ્રેષ્ઠીનું નામ વંચકશ્રેષ્ઠી એવું પાડ્યું. એક વખતે ધર્મજ્ઞ પુત્રવધૂએ પોતાના સ્વામીને પૂછ્યું કે, ‘તમારા પિતા તમને બીજા નામથી કેમ બોલાવે છે?’ શ્રેષ્ઠીપુત્રે તેના ઉત્તરમાં વ્યાપાર સંબંધી સર્વ હકીકત પોતાની સ્ત્રીને નિવેદન કરી. તે સાંભળી ધર્માર્થી વઘૂએ પોતાના શ્વસુર હેલાકશ્રેષ્ઠીને વિજ્ઞપ્તિ કરી કે, ‘હે તાત! આવા પાપવ્યાપારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઘર્મકાર્યમાં અને શારીરિક ઉપભોગમાં વપરાશે નહીં, તેમજ તે ઘરમાં પણ રહેશે નહીં, તેથી ન્યાયમાર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું ઉત્તમ છે.’ શ્રેષ્ઠીએ કહ્યું કે, જો સાચા વ્યવહારથી ચાલીએ તો ઘરનો નિર્વાહ કેમ ચાલે? કોઈ વિશ્વાસ કરીને પેદા કરવા આપે નહીં.’ વધૂએ કહ્યું કે, ‘“ન્યાયથી મેળવેલું ધન અલ્પ હોય તો પણ તે વ્યવહારશુદ્ધ હોવાથી તેના વડે બીજું ઘણું મળે અને તે ઘરમાં પણ રહે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ, ઘણાં ફળવાળું હોઈ નિઃશંકપણે ભોગાદિકની પ્રાપ્તિને માટે થાય. કહ્યું છે કે, ફૂટ માપ તોલ વગેરેથી જે ઘન ઉપાર્જન કરાય છે તે તપાવેલા પાત્ર પરના જળબિંદુની જેમ નાશ પામતું જોવામાં આવે નહીં, પરંતુ નાશ પામે જ છે. વળી અન્યાય વડે મેળવેલું દ્રવ્ય અશુદ્ધ, તેનાથી લાવેલું અન્નાદિ અશુદ્ધ, તે અન્નનો આહાર અશુદ્ધ, તે વડે શરીર અશુદ્ધ અને તેવા શરીર વડે કરેલું કૃત્ય પણ ઊખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સફળ થતું નથી. જો આ વિષે પ્રતીતિ ન આવતી હોય તો છ માસ સુધી કૂટ વેપારની વૃત્તિ છોડી Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૩] ચોરીના નઠારાં ફળો ન્યાયવૃત્તિથી વ્યાપાર કરો, એટલે ખબર પડશે.” વઘુનાં આવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કર્યું, તો છ માસમાં તેણે પાંચ શેર સુવર્ણ ઉપાર્જન કર્યું. સત્ય વ્યવહારથી લોકો તેનો જ વિશ્વાસ કરીને તેને ત્યાંથી જ લેવા દેવા લાગ્યા અને સર્વત્ર તેની કીર્તિ પ્રસાર પામી. શેઠે તે સુવર્ણ લાવી વધૂને અર્પણ કર્યું. વઘૂએ ન્યાયપાર્જિત દ્રવ્યની પરીક્ષા કરવા માટે તે સુવર્ણની એક પાંચશેરી કરાવી. પછી તેની ઉપર ચામડું મઢાવી પોતાના સસરાના નામની મહોર કરી બે ત્રણ દિવસ સુધી ચૌટામાં રખડતી મૂકી, પણ કોઈએ તે લીધી નહીં. એક દિવસ તેને ઉપાડીને એક જળાશયમાં નાખી દીધી. ત્યાં એક મત્સ્ય તેને ગળી ગયો. તે મસ્થ ભારે થઈ જવાથી કોઈ ઢીમરની જાળમાં આવ્યો. તેને ચીરતાં પાંચશેરી નીકળી. તેને અમુક તોલું જાણી તે માછી એ જ શ્રેષ્ઠીની દુકાને વેચવા આવ્યો. શ્રેષ્ઠીએ તેના પર પોતાનું નામ હોવાથી થોડું દ્રવ્ય આપી તેની પાસેથી તે વેચાતી લીધી. પછી તેના પરથી ચામડું કાઢીને જોતાં પોતાની સોનાની પાંચશેરી જાણી તેને વધૂના વચન ઉપર ઘણી પ્રતીતિ આવી. પછી શુદ્ધ વ્યવહાર વડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને સાતે ક્ષેત્રમાં અનેક પ્રકારે વાપર્યું. અનુક્રમે તેનો યશ ઘણી પ્રૌઢતાને પ્રાપ્ત થયો. ત્યાર પછી સર્વે લોકો તે હલાક શેઠના દ્રવ્યને શુદ્ધ માની વ્યાપાર માટે તેનું જ દ્રવ્ય લેવા લાગ્યા. વહાણોમાં પણ નિર્વિઘતાને માટે તેનું દ્રવ્ય લઈને જ મુસાફરી કરવા લાગ્યા. આથી તેના દ્રવ્યની ઘણી વૃદ્ધિ થઈ અને તેનું નામ પણ માંગળિક ગણાવા લાગ્યું. અદ્યાપિ વહાણ ચલાવતી વખતે ખલાસી લોકો “હેલાસા હેલાસા' એમ કહે છે. એ પ્રમાણે તે હલાક શેઠનું પવિત્ર નામ અદ્યાપિ જગત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે શુદ્ધ વ્યવહાર આ લોકમાં પ્રતિષ્ઠાનો હેતુ છે અને પરલોકમાં પણ મહા સુખકારી થાય છે. એવી રીતે પરમાર્થપણે ન્યાય જ દ્રવ્યોપાર્જનના ઉપાયભૂત છે એમ જાણવું. શુદ્ધાશુદ્ધ વ્યવહારના ફળને બતાવનાર આ હેલાક શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત સર્વ ભવ્ય પ્રાણીઓએ મનન કરવાયોગ્ય છે. વ્યાખ્યાન ૮૩ ચોરીના નઠારાં ફળો હવે ઉપર કહેલું વ્રત ન પાળવાથી શું ફળ પ્રાપ્ત થાય તે કહે છે परस्वं तस्करो गृह्णन्, वधबंधादि नेक्षते । लगुडं दुग्धपायीव, बिडाल उपरिस्थितम् ॥१॥ व्याधधीवरमार्जारा-दिभ्यश्चौरोऽतिरिच्यते । નિગૃહ્મતે નૃપતિfમ—ર્ચસી નેતરે પુનઃ સારા ભાવાર્થ–પરદ્રવ્યને ગ્રહણ કરવા ઇચ્છતો ચોર, ચોરી વડે પ્રાપ્ત થનાર વઘ બંધનાદિ દેખતો નથી, જેમ દૂઘ પીવાને ઇચ્છતો માર્જર પોતાની ઉપર ઉગામી રહેલી લાકડીને જોતો નથી તેમ. પારધી, ઢીમર અને માર્ગાર વગેરેથી પણ ચોરી કરનાર અધિક અપરાધી છે, કારણ કે ચોરનો રાજા નિગ્રહ કરે છે અને પારથી વગેરેનો રાજા નિગ્રહ કરતો નથી, એટલે કે તેમને દંડ આપવાનું વિઘાન નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ : આ ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– લોહખુર ચોરનું દ્રષ્ટાંત શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાના રાજ્યમાં રાજગૃહી નગરીને વિષે લોહખુર નામે એક ચોર રહેતો હતો. એક વખતે તેણે છુતક્રીડામાં જીતેલું દ્રવ્ય યાચકોને આપી દીધું. પછી ત્યાંથી જતાં માર્ગે સુઘાતુર થયો, એટલે પોતાને ઘેર ભોજન કરવા માટે જવાની ઇચ્છા કરી; તેવામાં રાજાના મહેલમાંથી સરસ રસોઈની સુગંધ આવી એટલે તત્કાળ તેને વિચાર થયો કે, “મારી પાસે અંજનવિદ્યા છે, તેથી મારે શું અશકય છે? માટે અંજનવિદ્યાથી રાજગૃહમાં જઈને રાજભોજન કરું.” આવું વિચારી તે અદ્રશ્ય વિદ્યાથી રાજમહેલમાં ગયો અને રાજાની સાથે એક થાળમાં બેસી તેમાંથી ભોજન જમીને પોતાને ઘેર ગયો. પછી તો રસગૃદ્ધિ થવાથી તે એવી રીતે પ્રતિદિન કરવા લાગ્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સર્વ ઇંદ્રિયોમાં જિહ્વા ઇંદ્રિય દુર્જય છે, કર્મમાં મોહનીય કર્મ દુર્જય છે, વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત દુષ્કર છે અને ત્રણ ગુતિઓમાં મનોગતિ પાળવી મુશ્કેલ છે.” ઘણા દિવસ સુધી તેમ ચાલવાથી ઓછો આહાર થવાને લીધે રાજાનું અંગ કૃશ થઈ ગયું. એક વખતે મંત્રીએ રાજાને પૂછ્યું કે, “હે સ્વામિન્!તમારું શરીર ગ્લાન કેમ છે? શું તમને અન્ન ઉપર અરુચિ થઈ છે? કારણ કે અન્ન વગર શરીર, નેત્ર વગર મુખ, ન્યાય વગર રાજ્ય, લવણ વિના ભોજન, ઘર્મ વિના જીવિતવ્ય અને ચંદ્ર વિના નિશા એ શોભતાં નથી. અથવા તમને કાંઈ ચિંતા તો નથી? કારણ કે, શરીરમાં રહેલી ચિંતા શરીરને બાળે છે, અને દુષ્ટ પિશાચીની જેમ નિત્ય રુધિર અને માંસને બાળી નાખે છે.” રાજા બોલ્યો કે, “હે મંત્રી! મને મોટું આશ્ચર્ય એ થાય છે કે હું હંમેશાં બમણું ત્રગણું જમું છું, પણ કોઈ અંજનસિદ્ધ પુરુષ મારી સાથે જમી જાય છે, તેથી નારકીના જીવોની જેમ મારો ઉદરાગ્નિ શાંત થતો નથી.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ રસોડાના સ્થાનમાં ચોતરફ આકડાનાં સૂકાં પુષ્પો વેર્યા. ભોજન સમયે પેલા ચોરના પગના આઘાતથી તેને ખડખડતા જોઈ તે વિષે નિશ્ચય થયો. પછી બીજે દિવસે તે ચંપાતા પુષ્પનો ધ્વનિ સાંભળી, ચોરને અંદર આવેલો જાણી, તત્કાળ તે સ્થાનના દ્વારને દૃઢ અર્ગલા આપી વાસી દીઘાં અને અંદર પ્રથમથી ગુપ્ત રાખેલો તીવ્ર ધુમાડો કર્યો. ધૂમથી વ્યાકુળ થયેલા ચોરના નેત્રમાંથી અશ્રુઘારા ચાલી, તેથી તેણે કરેલું સિદ્ધાંજન ઘોવાઈ ગયું, એટલે સર્વેએ તેને પ્રત્યક્ષ જોયો. પછી તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે ચોરે ચિંતવ્યું કે, “અહો! દૈવયોગે મારું તો ભોજન અને ઘર બન્ને નષ્ટ પામ્યું. કહેવાય છે કે કોઈ ગજેન્દ્ર ગ્રીષ્મઋતુમાં ઘર્માર્ત અને તુષાતુર થયો. તેથી એક પૂર્ણ સરોવરને જોઈ ત્વરાથી તે તરફ ચાલ્યો. પરંતુ તટ ઉપર થયેલા કાદવમાં તે ખૂંચી ગયો, એટલે દૈવયોગે તે નીર અને તીર બન્નેથી ભ્રષ્ટ થયો. વળી કહ્યું છે કે, સર્પના ડસેલા પુરુષો મણિ મંત્ર અને ઔષઘ વડે સ્વસ્થ થયેલા જોવામાં આવ્યા છે, પણ દ્રષ્ટિવિષ સર્પ જેવા દ્રષ્ટિમાં વિષવાળા એટલે કરડી નજરવાળા રાજાઓએ ડસેલા પુરુષો ફરી વાર ઊઠેલા જોવામાં આવ્યા નથી.” પછી રાજાની આજ્ઞાથી સુભટોએ તે ચોરને નગરના જાહેર ભાગોમાં ફેરવી શૂળીએ ચડાવ્યો. ત્યાર પછી રાજાના સુભટો ગુપ્ત રીતે સંતાઈ રહીને જોવા લાગ્યા કે, હવે જે પુરુષ આ ચોરની સાથે વાતચીત કરે તેની પાસે સર્વ નગરજનનું ચોરેલું દ્રવ્ય છે એમ જાણીને તેને ત્યાં શોધવું. તેવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૩] ચોરીના નઠારાં ફળો જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તે માર્ગે નીકળ્યો. તેણે ચોરનું આક્રંદન સાંભળી ચોર પ્રત્યે કહ્યું કે, “અરે ચોર! પાપરૂપી વૃક્ષનું આ ભવમાં આ વઘ બંઘન વગેરે ફળ તને પ્રાપ્ત થયું છે અને પરલોકમાં નરકગતિની વેદનારૂપ ફળ પ્રાપ્ત થશે, કેમકે પ્રાણીએ ઉપાર્જન કરેલું કર્મ અન્યથા થતું નથી, પરંતુ હવે અંતકાળે પણ તું અદત્તાદાન (ચોરી)ના ત્યાગરૂપ વ્રત અંગીકાર કર.” તે સાંભળી ચોરે કહ્યું, “અરે શેઠ! મારા પગ શિયાળ ખાઈ ગયા છે, કાગડાઓએ મસ્તકને ઠોલી નાખ્યું છે. આ પ્રમાણે મને પૂર્વ કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે, હવે હું શું કરું? પરંતુ મને તૃષા ઘણી લાગી છે, તેથી કૃપા કરીને મને પાણી લાવી આપો.” શ્રેષ્ઠી તે વાત રાજવિરુદ્ધ જાણી મૌન રહ્યા. પુનઃ ચોરે દીન આલાપો વડે તેવી જ રીતે પાણીની માગણી કરી. જેથી શ્રેષ્ઠીએ હિંમત લાવીને કહ્યું કે, “હે ભદ્ર! તું તારા આખા ભવમાં કરેલા પાપની આલોચના કર.” શેઠના કહેવાથી ચોરે પોતાના આખા ભવમાં કરેલા પાપ જણાવ્યા, એટલે જિનદત્તે તેને ચોરી વગેરેના પચખાણ કરાવ્યા, અને કહ્યું કે, “હે ભદ્ર! એત્વ અને અન્યત્વ ભાવના ભાવવાથી પ્રાણીના સર્વ પાપ ક્ષણાર્ધમાં પણ લય પામી જાય છે; તેથી તું હવે તે ભાવના ભાવ, સર્વ જીવોને મૈત્રીભાવે જો અને સર્વ પ્રકારની આપત્તિમાંથી ઉદ્ધાર કરનાર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર. હું જળ લેવા જાઉં છું.” ચોરે પૂછ્યું કે, “કૃપાનિધિ! આ પચખાણથી અને નમસ્કાર મંત્રના જાપ થી મારાં મહાપાપ જશે?” શ્રેષ્ઠી બોલ્યા કે– कृत्वा पाप सहस्राणि, हत्वा जंतुशतानि च । __ अमुं मंत्रं जपित्वा च, तियंचोऽपि दिवं गताः॥१॥ ભાવાર્થ-“હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી, આ નવકાર મંત્રને જપનારા તિર્યંચો પણ સ્વર્ગે ગયા છે.” આ પ્રમાણે તેને ઉપદેશ કરી જિનદત્ત શ્રેષ્ઠી જળ લેવા ગયા. પછવાડે તે ચોર સમાઘિથી મૃત્યુ પામી અંત સમયે જ આયુષ્ય બાંઘી સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. “અહો, સત્સંગતિનું ફળ કેવું છે!” કહ્યું છે કે – महानुभावसंसर्गः, कस्य नोत्रतिकारकः । ગંગણવિરાં , ત્રિદીપ વંધને શા ભાવાર્થ-“મહાનુભાવ પુરુષનો સંસર્ગ કોની ઉન્નતિ કરતો નથી? ગંગામાં મળેલું શેરીઓનું જળ દેવતાઓથી પણ વંદાય છે.” - જિનદત્ત શ્રેષ્ઠી જળ લઈને આવ્યા, ત્યાં તો તેને મૃત્યુ પામેલો જોયો. પરંતુ પોતે રાજવિરુદ્ધ કાર્ય કર્યું છે એવું જાણી તે શક્રાવતાર ચૈત્યમાં જઈને કાયોત્સર્ગ રહ્યા. સુભટોએ સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું, એટલે રાજાએ આજ્ઞા કરી કે, “હે સુભટો! એ મૂર્ખ ગાય જેવા પણ કૃત્યે વાઘ જેવા શ્રેષ્ઠીને ચોરની જેમ વિડંબના કરીને મારી નાખો.” સુભટોએ તત્કાળ શ્રેષ્ઠીને રાજાની આજ્ઞા જણાવી, તથાપિ તે ધ્યાનથી ચલિત થયા નહીં. પછી તેઓ તેને અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. તે વખતે પેલો “લોહખુરદેવ' ભવપ્રત્યય અવધિજ્ઞાન વડે પોતાના ઘર્મગુરુની એવી અવસ્થા જોઈને વિચાર કરવા લાગ્યો કે – अक्षरस्यापि चैकस्य, पदार्धस्य पदस्य च । दातारं विस्मरन् पापी, किं पुनर्धर्मदेशिनं ॥१॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ—એક અક્ષર, અર્ધ પદ કે પદ માત્રને ભણાવનારા ગુરુને જે ભૂલી જાય તે પાપી કહેવાય છે, તો ધર્મને બતાવનારા ગુરુને ભૂલી જનાર પાપી કહેવાય તેમાં તો શી નવાઈ?’’ ૭૨ આવું વિચારી પ્રતિહારનો વેષ લઈ તરત તે ત્યાં આવ્યો અને દંડાઘાત વડે સુભટોને મૂર્છિત કરી નાખ્યા. તે હકીકત સાંભળી રાજા ચતુરંગ સેના લઈને ત્યાં આવ્યો. દેવે તેને કહ્યું કે, ‘તમે ઘણા છો તેથી શું થઈ ગયું? કહ્યું છે કે, ઘણા ગજેન્દ્રો હોય પણ તે દુબળા સિંહની બરાબર પણ થઈ શકતા નથી. કારણ કે સત્ત્વ પ્રધાન છે, કાંઈ માંસનો રાશિ પ્રધાન નથી. વનમાં રહેલા અનેક ગજેન્દ્રો પણ શું એક સિંહના નાદ વડે મદને તજી દેતા નથી? તજી દે છે.’’ આમ કહીને એક રાજા સિવાય બીજા બધાને તેણે પૃથ્વી ઉપર પાડી નાખ્યા. પછી આખા નગર ઉપર આકાશમાં શિલા વિકુર્તીને તે ઉપદ્રવ કરવા લાગ્યો. એટલે રાજા અને મંત્રીઓ અંજલિ જોડીને બોલ્યા કે, હે દેવ! અમારો અપરાધ ક્ષમા કરો.’ દેવ બોલ્યો–‘મારા ધર્મગુરુ શ્રી જિનદત્ત શ્રેષ્ઠીને તેના અપરાધ વિના તમે શા માટે પીડા કરો છો? તે મહાશયના મહિમાથી મને આ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.’ એમ કહીને તેણે બધો પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજાએ કહ્યું કે ‘સાહિત્યશાસ્ત્રમાં નારિયેળના વૃક્ષો માટે કહ્યું છે કે, તે પોતાને પ્રથમ પાયેલા થોડા જળને યાદ કરીને પોતાના મસ્તક ઉપર ભાર વહન કરતા સતા પોતાના જીવિત પર્યંત માણસને અમૃત જેવું જળ આપે છે; તે જ પ્રમાણે સાધુ પુરુષો કરેલા ઉપકારને જીવિત સુધી ભૂલી જતા નથી.’ પછી પ્રસન્ન થયેલા દેવે કહ્યું કે, ‘તમે સર્વે મારા ગુરુના ચરણમાં પ્રણામ કરો, અને તેમના મુખથી નવકાર મંત્ર સાંભળી ચોરી વગેરેના ત્યાગરૂપ વ્રતને ગ્રહણ કરો.’ સર્વેએ તેમ કર્યું, અને જિનદત્ત શ્રેષ્ઠી મોટા ઉત્સવ વડે પોતાને ઘેર આવ્યા. લોકો પણ પ્રત્યક્ષ જૈનધર્મની પ્રશંસા કરવા લાગ્યા. ઉપર પ્રમાણે લોહખુર ચોર લોઢાની શૂળીએ પરોવાયો હતો, છતાં અલ્પ કાળના પણ નિયમને ધારણ કરી જિનદત્ત શ્રાવકની સહાયથી આદ્ય વિમાનને વિષે દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો. --- વ્યાખ્યાન ૮૪ અસ્તેયવ્રતનું ફળ જીવને સંસારી પદાર્થો ઉપર મમતા અનાદિકાળથી છે અને જ્યારે સીધી રીતે વસ્તુ નથી મળતી ત્યારે અજ્ઞાનને લીઘે ઘણીવાર પારકો માલ ઉઠાવવાની વૃત્તિ થઈ આવે છે. એવી રીતે મેળવેલા પદાર્થોથી અશાંતિ ને ભય વધી જાય છે. એ અદત્તાદાન અથવા ચોરીનો ત્યાગ જીવનમાં આવી જાય તો દેવો પણ તેના ગુણ ગાય છે. અદત્તાદાનનો ત્યાગ કરનાર ભાગ્યવાન આ લોક અને પર લોક બન્નેમાં મહત્તા અને વૈશિષ્ટ્ય પામે છે. તે વિષે કહ્યું છે अदत्तादाननैयम्य-ग्रहणैकरतो નરઃ | लक्ष्मीपुंज इवाप्नोति भवद्वये महत्पदम् ॥१॥ ભાવાર્થ-અદત્તાદાનના નિયમને ગ્રહણ કરવામાં તત્પર એવો પુરુષ લક્ષ્મીપુંજની જેમ બન્ને ભવને વિષે મહત્પદને પામે છે.’’ અદત્તાદાન સામાન્યપણે બે પ્રકારનું છે—સચિત્ત અને અચિત્ત. સચિત્ત એટલે મનુષ્ય, પશુ Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૪] અસ્તેયવ્રતનું ફળ વગેરે અને અચિત્ત એટલે આભૂષણાદિ. તે બન્નેના ગ્રહણનો નિયમ એટલે વિરતિ–વિરામ પામવું તે અદત્તાદાન વિરમણવ્રત કહેવાય છે. આ વિષે લક્ષ્મીપુંજનો પ્રબંધ છે, તે આ પ્રમાણે– લક્ષ્મીપુંજની કથા હસ્તિનાપુરને વિષે સુધર્મા નામે વણિક અને ઘન્યા નામે તેની સ્ત્રી, બન્ને દારિદ્રયપણાના દુઃખમાં કાળ નિર્ગમન કરતા હતા. એકદા રાત્રિએ સ્વપ્નમાં ધન્યાએ પદ્મહૃદમાં કમળને વિષે રહેલા લક્ષ્મીદેવીને જોયા. પ્રાતઃકાલે તે હકીકત તેણે પોતાના પતિને નિવેદન કરી. તે ઘણો ખુશી થયો. તેણે કહ્યું કે, ‘હવે આપણું દારિદ્રય દૂર થશે.' તે સમયે કોઈ દેવ સ્વર્ગમાંથી ચ્યવી ધન્યાની કુક્ષિમાં અવતર્યો. તે વખતે તેના પૂર્વભવના મિત્રદેવોએ તેના ઘરમાં સુવર્ણ વગેરેની વૃદ્ધિ કરી. પૂર્ણ માસે પુત્રનો પ્રસવ થયો. સ્વજનોએ મળી તેનું લક્ષ્મીપુંજ એવું યથાર્થ નામ પાડ્યું. તે બાળક શુક્લપક્ષના ચંદ્રની જ્યોત્સ્નાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. અનુક્રમે તે સ્વયંવરમાં મોટા ઘનાઢ્યની આઠ કન્યાઓ પરણ્યો. તે રમણીઓની સાથે સ્વગૃહમાં સુખાનુભવ કરતાં એક દિવસ ત્યાં કોઈ દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે, ‘‘હે મિત્ર! તારા પૂર્વભવનો વૃત્તાંત સાંભળ– પૂર્વે મણિપુરમાં ગુણઘર નામે તું સાર્થવાહ હતો. એક વખતે ગુણઘરે આ પ્રમાણે એક મુનિની વાણી સાંભળી કે, ‘પ્રાણીઓને દ્રવ્યનું હરણ મરણથી પણ વિશેષ દુઃખદાયક થાય છે, તેથી સુકૃતિ પુરુષોએ ચૌર્યત્યાગનું વ્રત અવશ્ય અંગીકાર કરવું.' વળી લૌકિક શાસ્ત્રમાં પણ કહેલ છે કે ‘કૂંડી સાક્ષી પૂરનાર, મિત્રનો દ્રોહ કરનાર, કૃતઘ્ની અને ચોરી કરનાર, એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચમો જાતિચાંડાળ છે.' ભાનુએ કોઈ ચંડાળણીને જમીન પ૨ જળ છાંટતી જોઈને પૂછ્યું કે, ‘મદિરા અને માંસને ભક્ષણ કરનારી હે ચંડાળણી! તારા એક હાથમાં તો મનુષ્યની ખોપરી છે, તે છતાં જમણા હાથ વડે જમીન પર જળ કેમ છાંટે છે?’ ચંડાળણીએ ઉત્તર આપ્યો કે ૭૩ मित्रद्रोही कृतघ्नी च, स्तेयी विश्वासघातकी । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥१॥ ભાવાર્થ—‘મિત્રનો દ્રોહ કરનાર, કૃતઘ્રી, ચોરી કરનાર અને વિશ્વાસઘાતી કદી આ માર્ગે ચાલ્યો હોય તેવું ધારીને (તેથી અપવિત્ર થયેલી જમીનને પવિત્ર કરવા માટે) હું આ જળનો છંટકાવ કરું છું. વળી– कूटसाक्षी मृषावादी, पक्षपाती झगट्टके । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥२॥ ભાવાર્થ-ખોટી સાક્ષી પૂરનાર, અસત્ય બોલનાર અને ઝઘડામાં પક્ષપાત કરનાર આ માર્ગે ચાલ્યો હોય તેવું ધારી જળનો છંટકાવ કરું છું.' ‘અગ્નિની શિખાનો સ્પર્શ કરવો સારો, સર્પના મુખનું ચુંબન કરવું સારું અને હળાહળ ઝેરને ચાટવું સારું, પણ પરદ્રવ્યને હરણ કરવું તે સારું નહીં.’’ આ પ્રમાણેની દેશના સાંભળી ગુણઘર અદત્તાદાનથી વિરામ પામ્યો. એકદા વિશેષ ઘનના લાભને અર્થે તે ગુણઘર સાર્થવાહ ઘણો સાર્થ લઈ દેશાંતરે ચાલ્યો. માર્ગમાં વેગવાળા ઘોડાને લીધે તે સાર્થભ્રષ્ટ થઈ મહા અરણ્યમાં નીકળી ગયો. એકાકી અશ્વ પર Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૬ બેસીને ચાલ્યા જતાં લક્ષ મૂલ્યવાળી એક સુવર્ણમાળા પૃથ્વી પર પડેલી તેના જોવામાં આવી; પરંતુ તે લેવાથી અંગીકાર કરેલા ત્રીજા વ્રતનો ભંગ થશે એવા ભયથી તેણે તે લીધી નહીં. ત્યાંથી આગળ ચાલતાં અશ્વની ખરીઓથી ઊખડી ગયેલી ભૂમિમાં દ્રવ્યથી પૂર્ણ એવો એક તામ્રકુંભ જોવામાં આવ્યો. તેને પણ કાંકરા તુલ્ય માની તે આગળ ચાલ્યો. ત્યાં અકસ્માતુ અશ્વ મૂછ ખાઈને ભૂમિ પર પડ્યો. તે જોઈને તેણે મનમાં વિચાર્યું કે, “જો કોઈ આ અશ્વને સ૩૪ કરે તો હું તેને મારું સર્વદ્રવ્ય આપું.' આવું ચિંતવી પોતે તૃષાતુર થવાથી જળ શોઘવા આગળ ચાલ્યો. તેવામાં એક વૃક્ષ સાથે બાંઘેલો પાણીનો પોટલિયો (ચામડાની મશક) અને પાસે પાંજરામાં રહેલો પોપટ તેના જોવામાં આવ્યા. પાંજરામાં રહેલા શુકપક્ષીએ તેને કહ્યું કે, “હે સુભગ! તું આ પોટલિયામાંથી જળ પી, હું તેના સ્વામીને કહીશ નહીં.” સાર્થપતિ બોલ્યો કે, “કદી તૃષાને લીધે પ્રાણ ચાલ્યા જશે તો તે અનેક ભવને વિષે પાછા પ્રાપ્ત થશે, પણ હું પરનું અદત્ત તો ગ્રહણ કરીશ નહીં. કહ્યું છે કે, “હાસ્યથી, રોષથી કે છળથી પણ જે પ્રાણી અદત્ત ગ્રહણ કરે છે તેનું અનિષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. જેમ કૃષ્ણ વાસુદેવની સ્ત્રી રુકિમણીએ પૂર્વભવમાં કૌતુકથી વનમાં મોરના ઈંડાને લઈને હાથમાં ગોપવી રાખ્યું હતું, તેને શોધવા મયૂરી (મોરલી) સર્વત્ર ભમવા લાગી. થોડી વાર પછી તેણે ઈડું પાછું મૂકી દીધું, પણ તેના હાથે લાગેલા અલતાના રંગથી ઈડું રાતું થયેલું જોઈ મયૂરીએ તેને ઓળખું નહીં અને સોળ ઘડી સુધી તેને સેવ્યું નહીં. તેવામાં વરસાદ આવ્યો અને તેના જળથી જ્યારે તે ઘોવાઈ ગયું ત્યારે તેને સેવ્યું. આ કર્મથી રુકિમણીને આ ભવમાં સોળ વર્ષ સુઘી પુત્રનો વિયોગ થયો. આ પ્રમાણે હાસ્યથી પણ અદત્તાદાન લેવા વડે તેનું કષ્ટકારી ફળ પ્રાપ્ત થયું. આ દ્રષ્ટાંત હાસ્ય ઉપર છે અને રોષથી અદત્તાદાન લેવાના સંબંધમાં દેવાનંદા અને ત્રિશલાનું દૃષ્ટાંત છે, તેથી હે શુક! હું સ્વામ્યદત્તને (સ્વામી-અદત્તને) ગ્રહણ કરતો નથી.” આવી વ્રત પાળવાને વિષે તેની દૃઢતા જોઈને શુકપક્ષી તુષ્ટમાન થયો, અને તત્કાળ પોતાનું સ્વરૂપ ફેરવી દિવ્ય રૂપ કરીને બોલ્યો કે-હું સૂર્ય નામે વિદ્યાઘર છું. તમે ગુરુ પાસે ત્રીજું વ્રત લીધું તેથી વિસ્મય પામી દ્રવ્યનિધિ દેખાડવા વગેરેથી મેં તમારી પરીક્ષા કરી, પણ તમે તમારા લીધેલા વ્રતમાં દ્રઢ રહ્યા છો.” આ પ્રમાણે કહી તેણે તેની પાસે ઘણું ઘન મૂક્યું. સાર્થપતિ બોલ્યો કે-“જે દ્રવ્ય મેં શુદ્ધ વ્યવહાર વડે ઉપાર્જન કર્યું હોય તે જ મારા સુખને અર્થે થાય, આ તમારું ઘન મારે શા કામનું? તે હું લેવાનો નથી. પરંતુ મારું સર્વ ઘન તમે ગ્રહણ કરો, કારણ કે પ્રથમ મેં ઘારણા કરી હતી કે જે મારા અશ્વને જિવાડશે તેને હું મારું ઘન આપીશ. તેથી આ મારું ઘન તે તમારું જ છે.” વિદ્યાધર બોલ્યો કે, “મેં આ બધું માયાથી બતાવ્યું હતું, તો તમે જે દેવાને માટે ઘાર્યું તે ઘન મારાથી કેમ લેવાય? માટે હે સાર્થવાહ! આપણે આ બધું દ્રવ્ય કોઈ શુભ સ્થાને વાપરી નાખીએ.” સાર્થેશે કહ્યું કે, “તેવું સ્થાન તો ઘર્મ જ છે, તેથી આપણે જીર્ણોદ્ધારાદિ કાર્યમાં વાપરીને આ દ્રવ્યને કૃતાર્થ કિરીએ.” પછી તે બન્ને જણાએ તેમ કર્યું. સાર્થવાહ સાર્થની સાથે પોતાને ઘેર આવ્યો. અનુક્રમે મુનિઘર્મને સ્વીકારી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને તું લક્ષ્મીપુંજ થયો છે, અને સૂર્ય વિદ્યાઘર તે હું વ્યંતર દેવ થયો છું. તારા મહિમાથી અને ભાગ્યથી પ્રેરાયેલો હું તારા ગર્ભ દિવસથી માંડીને આજ દિન સુધી રત્નાદિકની વૃદ્ધિ કરું છું.” આ પ્રમાણેની હકીકત સાંભળતાં જ લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વ્યાખ્યાન ૮૫] ચોથું અણુવ્રત–પરદારાનો ત્યાગ તેણે દીક્ષા ગ્રહણ કરી, અને મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પ્રાપ્ત કરી શિવસુખને સંપાદન કરતો હવો. ઉપરનું દ્રષ્ટાંત સાંભળી જે પ્રાણી સ્થિરપણાથી અદત્તાદાનનો નિયમ ગ્રહણ કરે છે તેને ઘન તથા સુવર્ણની ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સાર્થવાહ પણ પરઘનનો ત્યાગ કરવાના નિયમથી દેવતાઓને પૂજવા યોગ્ય થયો હતો. તેથી હે ભવ્યો! તમે પણ આ વ્રત ગ્રહણ કરવાને વિષે યત્ન કરો. વ્યાખ્યાન ૮૫ ચોથું અણુવ્રત-પરદારાનો ત્યાગ હવે સ્વદાર સંતોષ નામે ચોથું અણુવ્રત કહે છે– संतोषः स्वेषु दारेषु, त्यागश्चापरयोषिताम् । गृहस्थानां प्रथयंति, चतुर्थं तदणुव्रतम् ॥१॥ ભાવાર્થ-“પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ એ ગૃહસ્થને ચોથું અણુવ્રત કહેવાય છે.” પાંચ ઈદ્રિયોમાંથી સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇંદ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. એ સ્પર્શ-ઇંદ્રિય માટે જીવ ઘન કમાય છે, કપડાંઘરેણાં-ઘર-ખેતરરૂપ પરિગ્રહને વઘારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વધે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાનીપુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વઘારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. ગૃહસ્થોએ પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતોષ રાખવો. બીજાની એટલે પોતાથી જુદા જે મનુષ્ય, દેવ અને તિર્યંચ તેની સ્ત્રીઓનો તેમ જ અન્ય પરિણીત, સંગ્રહિત અને વિઘવા સ્ત્રીઓનો પણ ત્યાગ કરવો. જો કે અપરિગૃહિત દેવીઓ અને તિર્યંચની સ્ત્રીઓ કોઈએ ગ્રહણ કરેલી નથી, તેમજ વિવાહિત નથી, તથાપિ તેઓ વેશ્યાતુલ્ય તેમજ પરજાતિને ભોગ્ય હોવાથી પરસ્ત્રી કહેવાય છે, તેથી તેનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે. જે સ્વદારસંતોષી છે તેને તો બધી પરસ્ત્રીઓ જ છે. “દાર' શબ્દથી ઉપલક્ષણ વડે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય બીજા સર્વ પુરુષોને તજી દેવા એ ભાવાર્થ જાણવો. ગૃહસ્થોને માટે આ ચોથું અણુવ્રત શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું છે. મૈથુન બે પ્રકારનું છે–સૂક્ષ્મ અને સ્કૂલ. કામના ઉદયથી જે ઇંદ્રિયોનો જરા વિકાર તે સૂક્ષ્મ અને મન, વચન, કાયાથી ઔદારિક દેહઘારી સ્ત્રી સાથે જે સંભોગ કરવો તે સ્કૂલ. અથવા મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે–સર્વથી અને દેશથી. તેમાં સર્વથી વિરતિ સ્વીકારવાને અશક્ત એવા ઉપાસકે (શ્રાવકે) દેશથી આ વ્રત ગ્રહણ કરવું. આ વ્રત વિષે નાગિલનો પ્રબંઘ છે. અહો! બ્રહ્મચર્ય વ્રત કેવું ઉત્તમ છે કે જે મુક્તિનું કારણ કહેવાય છે. વળી તે નાગિલને વિપત્તિનું વિનાશક પણ થયું હતું. તે નાગિલની કથા આ પ્રમાણે - Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ નાગિલની કથા ભોજપુર નામના નગરમાં સર્વજ્ઞ ધર્મમાં તત્પર લક્ષણ નામે એક વણિક રહેતો હતો. તેને નવતત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. એક વખતે વરને માટે શોધ કરતાં પિતાને તેણે આ પ્રમાણે જણાવ્યું કે ‘‘હે પિતાજી! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત, તેલના વ્યય વિનાનો અને ચંચલપણા રહિત દીવાને ઘારણ કરે તે મારો પતિ થાઓ.'' પુત્રીનું આ વચન સાંભળી તેનો દુષ્કર અભિગ્રહ જાણીને ચિંતાતુર લક્ષણ શેઠે તે વાર્તા નગરમાં ઉદ્ઘોષણાથી જાહેર કરી. આ ખબર નાગિલ નામના એક દ્યુતકારે સાંભળી, એટલે કોઈ યક્ષની સહાયથી તેણે તેવો દીપક કરાવ્યો. તે નજરે જોઈ શ્રેષ્ઠી હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદા તે નાગિલને પરણાવી. નંદા પોતાના પતિને વ્યસનાસક્ત જાણી મનમાં ઘણી કચવાવા લાગી, તથાપિ નાગિલે તે વ્યસન છોડ્યું નહીં. તેથી હંમેશાં દ્રવ્યનો વ્યય થવા લાગ્યો. લક્ષણશેઠ પુત્રીના સ્નેહથી તેને દ્રવ્ય પૂરતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ નિરંતર પરિચય રાખતી હતી. એક વખતે નાગિલના મનમાં એવો વિચાર થયો કે, ‘અહો! આ સ્ત્રીનું કેવું ગાંભીર્ય છે કે હું મોટો અપરાધી છતાં તે મારી ઉપર કોપ કરતી નથી!' ૭૬ અન્યદા નાગિલે કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, ‘હે મહામુનિ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારા ઉપર મન ઘરતી નથી, તેનું શું કારણ?' મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું–‘તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે જે પુરુષના અંતઃકરણમાં માયારૂપ કાજલ ન હોય, જેમાં નવતત્ત્વ વિષે અસ્થિરતારૂપ વાટ ન હોય, જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમકિતના ખંડનરૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ઘારણ કરતો હોય તે મારો પતિ થાઓ. આ પ્રમાણે દીપના મિષથી તે સ્ત્રીએ જે અર્થ ધાર્યો હતો, તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂર્તપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બતાવ્યો, એટલે શ્રેષ્ઠીએ પોતાની પુત્રી તને આપી. હવે તું કે જે મહા વ્યસની છે તેનાઉપર શીલાદિગુણે યુક્ત એવી એ તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિત પૂર્ણ થશે.’ [સ્તંભ ૬ નાગિલે પૂછ્યું, ‘ભગવન્! સર્વ ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે?' મુનિ બોલ્યા—‘હે ભદ્ર! શ્રી જિનેન્દ્રપ્રભુએ પોતાની સુગંધ વડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલધર્મને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ કહેલો છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘જે પુરુષે પોતાના શીલરૂપ કપૂરની સુગંધ વડે સમસ્ત ભુવનને સુગંધિત કરેલું છે તેવા પુરુષને વારંવાર નમીએ છીએ.’ વળી કહ્યું છે કે, ‘ક્ષણવાર ક્ષણવાર ભાવના ભાવવી, અમુક વખત દાન દેવું અને અમુક તપસ્યા કરવી તે સ્વલ્પકાલીન હોવાથી સુકર છે, પણ યાવજ્જીવિત શીલ પાળવું તે દુષ્કર છે.’ નારદ સર્વ ઠેકાણે ક્લેશ કરાવનાર, સર્વ જનનો વિધ્વંસ કરનાર અને સાવદ્ય યોગમાં તત્પર છતાં સિદ્ધિને પામે છે તે નિશ્ચયે કરીને શીલનું જ માહાત્મ્ય છે” ઇત્યાદિ ગુરુવાક્ય સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો અને તત્કાલ સમકિત, શીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવક ધર્મને આચરવા લાગ્યો. એક વખતે નંદાએ કહ્યું કે, “હે સ્વામી! તમે બહુ સારું કર્યું કે આત્માને વિવેક પમાડ્યો. Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૫] ચોથું અણુવ્રત–૫૨દારાનો ત્યાગ ૭૭ શાસ્ત્રમાં કહેલ છે કે, જિનેશ્વરની પૂજા, મુનિને દાન, સાધર્મીવાત્સલ્ય, શીલપાલન અને પરોપકાર તે વિવેકરૂપી વૃક્ષના પલ્લવો છે.’' નાગિલ બોલ્યો—‘પ્રિયા! સહુએ આત્માના હિતને અર્થે વિવેક વડે ઘર્મ કરવાનો છે. વિવેકરૂપ અંકુશ વિનાનો મનુષ્ય સર્વદા દુ:ખી હોય છે. તેવો મૂર્ખ બકરાના યૂથના સ્વામી (ભરવાડ)ની જેમ હંમેશાં હસતો હોય તોપણ તેનું હસવાપણું કાંઈ કામનું નથી.’ આ પ્રમાણે સાંભળી નંદા ઘણો હર્ષ પામી અને ભાવથી તેની સેવા કરવા લાગી. અન્યદા તે પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રની જ્યોત્સ્યામાં સૂતો હતો. તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો. તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, “હે મહાપુરુષ! જો મને સ્ત્રીપણે સ્વીકારશો તો હું તમને બે અપૂર્વ વિદ્યા આપીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને અન્યથા કરશો નહીં.’’ આ પ્રમાણે કહી શરીરે ધ્રૂજતી તે બાળા નાગિલના ચરણમાં પડી. એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેમ પોતાના પગને સંકોચી લીધા. એટલે તે બાળા એક લોઢાનો અગ્નિમય રક્ત ગોળો વિકુર્તીને બોલી કે, ‘અરે અધમ! મને ભજ, નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ.' તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે “દશ અવસ્થારૂપ હોવાથી દશ મસ્તકવાળા રાવણની જેવો કામદેવરૂપ રાક્ષસ કે જે દેવદાનવોથી પણ દુર્જાય છે તે પણ શીલરૂપ અન્નથી સાઘ્ય થાય છે.’’ આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ જાજ્વલ્યમાન લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું, એટલે તે ગોળો ખંડ ખંડ સૂર્ણ થઈ ગયો. તે બાળા લજ્જાથી અદૃશ્ય થઈ ક્ષણવારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉઘાડેલા દ્વારમાંથી ત્યાં આવી અને મધુર વાણી વડે બોલી કે—‘હે સ્વામી! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં, તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.’ તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, ‘નંદા વિષયભોગ સંબંધી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા હોય નહીં. આનું રૂપ તો તેના જેવું છે પણ પરિણામ તેવા જણાતા નથી, તેથી એની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.’ આમ વિચા૨ી નાગિલે કહ્યું કે, ‘હે પ્રિયે! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અસ્ખલિતપણે ચાલી આવ.' તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં સ્ખલિત થઈ ગઈ. ઘર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, ‘કદી બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વવિરતિપણું અંગીકાર કરવું તે જ યોગ્ય છે.' આવું ધારી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો અને પેલા યક્ષદીપને કહ્યું કે, ‘તું હવે તારે સ્થાને જા.’ યક્ષે કહ્યું કે, ‘હું યાવજ્જીવિત તમારી સેવા કરીશ. મારા તેજથી તમને ઉજેહી નહીં પડે.’ પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું અને યક્ષદીપની સાથે આશ્ચર્ય સહિત પૃથ્વીપર વિહાર કરી, સંયમ પાળી તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિયા થયા. ત્યાંથી દેવતા થઈ પુનઃ નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા. ‘આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વદારસંતોષ વ્રતમાં દૃઢ પ્રતિજ્ઞા રાખી તો તે વિદ્યાધરીથી પણ કંપાયમાન થયો નહીં.’' માટે સર્વ પ્રાાણીઓએ સ્વદારસંતોષ વ્રત દૃઢપણે ધારણ કરવું. ૧ મુનિને દીપકની ઉજેહી પડે તે સ્થાન વર્જ્ય છે, તેથી યક્ષે આ પ્રમાણે કહ્યું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ - ૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૬ વ્યાખ્યાન ૮૪ ભાવશીલની મહત્તા પુનઃ એ વ્રતની પ્રશંસા કરે છે– યઃ સ્વાપુ સંતુષ્ટ, પરફારપરાફમુરઃ | સ ગૃહો વારિત્યાતિવ૫ પ્રશ્નપતે શા ભાવાર્થ-જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીથી વિમુખ રહે છે, તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે.” આ વિષે નીચે પ્રમાણે પ્રબંઘ છે. કુમારચંદ્ર અને દેવચંદ્રની કથા શ્રીપુર નગરમાં કુમારચંદ્ર અને દેવચંદ્ર નામે બે રાજકુમાર બંધુ હતા. એક વખતે તેઓ ઘર્મગુરુની વાણી સાંભળવા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુએ દેશનામાં કહ્યું કે, “કોઈ મનુષ્ય કોટી સોનૈયાનું દાન દે અથવા શ્રી વીતરાગનો કંચનમય પ્રાસાદ રચાવે તેને તેટલું પુણ્ય ન થાય કે જેટલું બ્રહ્મચર્યધારી પુરુષને થાય છે. કેટલાક પ્રાણી શીલવતીની જેમ દુઃખમાં પણ પોતાનું શીલવત છોડતા નથી. તે કથા આ પ્રમાણે છે– શીલવતીની કથા–લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણની સાથે પરદેશમાં ગયો. વિપ્ર તો કેટલાક દિવસ રહી શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાને ઘેર પાછો આવ્યો. આ ખબર થતાં શીલવતી પોતાના પતિએ મોકલેલ સંદેશપત્ર લેવા સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈને કામાતુર થયો, તેથી બોલ્યો કે, “હે કૃશોદરી! પ્રથમ મારી સાથે ક્રીડા કર, તો પછી તારા પતિનો સંદેશપત્ર આપું.” તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, “હે ભદ્ર! રાત્રિના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું.” આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે આવી અને કહ્યું કે, “હે દેવ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી.' તે સાંભળી અને તેનું સ્વરૂપ જોતાં મોહ પામી તે સેનાપતિ બોલ્યો કે, “હે સુંદરી! પ્રથમ હું કહું તે કબૂલ કર તો પછી તને તે પત્ર અપાવું.' વ્રતભંગના ભયથી તેને બીજે પહોરે પોતાને ઘેર આવવાનું કહી તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી ઉપર પ્રમાણે માગણી કરી, એટલે તેને ત્રીજે પહોરે ઘેર આવવાનું કહી રાજા પાસે ગઈ. રાજાએ પણ તેવી જ પ્રાર્થના કરી, એટલે તેને ચોથા પહોરે આવવાનું કહ્યું. પછી ઘેર આવી પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, “તમારે મને ચોથે પહોરે બોલાવવી.” આ પ્રમાણે સંકેત કરી તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેની સાથે સ્નાનપાન વગેરેમાં જ પહેલો પ્રહર નિર્ગમન કર્યો, તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિ આવ્યો. તેનો શબ્દ સાંભળતાં જ બ્રાહ્મણ ભયથી કંપવા લાગ્યો. એટલે તેને એક મોટી પેટીના એક ખાનામાં નાખ્યો. એવી રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ તે પેટીના જુદા જુદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરી પ્રાતઃકાળે રુદન કરવા લાગી. એટલે તેના કુટુંબીઓએ આવીને પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુદન કરે છે?” તે બોલી કે, “મારા સ્વામીની દુઃખવાર્તા સાંભળીને રુદન કરું છું.” તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી અને Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૬] ભાવશીલની મહત્તા સેનાપતિની પાસે ગયા, પણ તેઓ તો તેમને સ્થાને મળ્યા નહીં, એટલે તેઓએ રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, “હે કુમાર! સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મૃત્યુ પામ્યા છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો.” કુમાર તેને ઘેર ગયો, તો ઘરમાં બીજું તો કાંઈ જોયું નહીં, માત્ર એક મોટી પેટી તેના જોવામાં આવી. એટલે તે રાજભવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર વગેરે ચારે જણા લજ્જા પામતા સતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીનો સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રશંસા કરી.” આ પ્રમાણે ગુરુ પાસે ઘર્મ સાંભળીને કુમારચંદ્ર સ્વદારસંતોષ વ્રત ગ્રહણ કર્યું. દેવચંદ્ર દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ આહારને ગ્રહણ કરતા સતા તે મહા તપસ્વી થયા. એક વખતે દેવચંદ્ર મુનિ વિહાર કરતાં કરતાં શ્રીપુરની નજીકના એક દેવાલયમાં આવીને રહ્યા. તે સાંભળી કુમારચંદ્ર રાજા તેમને વાંદવા ગયો અને વાંદીને પાછો આવ્યો. તે ખબર જાણી રાણીએ એવો અભિગ્રહ કર્યો કે, “કાલે સવારે દેવચંદ્ર યતિને વાંદ્યા પછી ભોજન કરીશ.” પ્રભાતે તે મુનિને વંદન કરવા નીકળી ત્યાં વચમાં નદીમાં પૂર આવેલું હતું અને ઉપર જળવૃષ્ટિ પણ થતી હતી. તેથી રાણી અલિત થઈને નદીને કાંઠે જ ઊભી રહી. એટલે રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “હે પ્રિયા!તમે નદીને એમ કહો કે, “હે નદી દેવી! જે દિવસે મારા દિયરે વ્રત લીધું છે તે દિવસથી માંડીને જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્યવ્રતને ઘારણ કરી રહ્યા હો તો મને માર્ગ આપો.” તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, “મારા પતિ આમ કહે છે, પણ તેના બ્રહ્મચર્યની વાત હું શું નથી જાણતી! તો પણ ઠીક છે, જે હશે તે ત્યાં જણાશે, માટે હમણાં તો પતિનું વાક્ય સ્વીકારું; કેમ કે જો પતિના વાક્યમાં શંકા લાવું તો મારું પતિવ્રત ખંડિત થાય.” તે વિષે કહ્યું છે કે સતી પામો પત્તી, ગુલશઃ પિતુઃ સુતઃ | आदेशे संशयं कुर्वन्, खंड्यति आत्मनो व्रतं ॥१॥ ભાવાર્થ-“જો સતી સ્ત્રી પતિના વાક્યમાં, સેવક રાજાના વાક્યમાં, શિષ્ય ગુરુના વાક્યમાં અને પુત્ર પિતાના વાક્યમાં શંકા લાવે તો તેઓ પોતાના વ્રતને ખંડિત કરે છે.” આવું ચિંતવીને તે નદીની પાસે ગઈ અને વિનયથી પોતાના પતિનું વાક્ય કહ્યું, એટલે તત્કાળ નદીએ માર્ગ આપ્યો. તે માર્ગે નદી ઊતરી સામે કાંઠે દેવાલયમાં જઈ પોતાના દિયર મુનિ પાસેથી ઘર્મ સાંભળ્યો. મુનિએ પૂછ્યું, ‘તમને નદીએ શી રીતે માર્ગ આપ્યો?” દેવીએ જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું, એટલે મુનિ બોલ્યા કે, “ભદ્ર! સાંભળો, મારા સહોદર બંધુ પણ મારી સાથે જ વ્રત લેવાને ઇચ્છતા હતા, પણ લોકોના અનુગ્રહને માટે તેમણે રાજ્યનો સ્વીકાર કર્યો છે. તેઓ વ્યવહારથી જો કે રાજ્યનો અને ઇંદ્રિયોના ભોગનો અનુભવ કરે છે, તથાપિ તે નિશ્ચયથી બ્રહ્મચારી જ છે. કાદવમાં કમળની જેમ ગૃહવાસમાં રહેતા એવા તે રાજાનું મન નિર્લેપ હોવાથી તેને વિષે બ્રહ્મચારીપણું જ ઘટે છે પછી તે રાણીએ અભિગ્રહ પૂરો થવાથી વનના એક ભાગમાં જઈ સાથે લાવેલા શુદ્ધ આહારવડે પોતાના દિયરને પ્રતિલાભિત કર્યા અને પોતે પણ ભોજન કર્યું. પછી જ્યારે તેની જવાની ઇચ્છા થઈ, ત્યારે રાણીએ મુનિને પૂછ્યું કે, “મારે નદી શી રીતે ઊતરવી?” મુનિએ કહ્યું કે, “તમે નદીને આ પ્રમાણે પ્રાર્થના કરો કે, “હે નદીદેવી!જો આ મુનિ વ્રત ગ્રહણ કર્યું Page #89 -------------------------------------------------------------------------- ________________ CO શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ : ત્યારથી સદા ઉપવાસી રહીને વિચારતા હોય તો મને માર્ગ આપો.” આથી વિસ્મય પામી રાણી નદીને તીરે ગઈ, અને મુનિનું વાક્ય સંભળાવતાં જ નદીએ માર્ગ દીઘો. તે માર્ગે નદી ઊતરીને તે પોતાને ઘેર આવી. વિસ્મય પામેલી રાણીએ રાજાને એ વૃત્તાંત જણાવી પૂછ્યું કે, “હે સ્વામિન્! આજે જ મેં તમારા બંધુ મુનિને પારણું કરાવ્યું હતું, તે છતાં તેઓ ઉપવાસી કેમ કહેવાય?” રાજા બોલ્યા- “દેવી! સાંભળો, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, “સાધુ નિરવદ્ય આહાર કરતા હોવાથી નિત્ય ઉપવાસી છે, માત્ર ઉત્તરગુણની વૃદ્ધિ કરવાને માટે તેઓ શુદ્ધ આહાર લે છે. તેથી આહાર લેતા છતાં તે ઉપવાસી જ છે.' વળી બીજે પણ કહ્યું છે કે अकृताकारितं शुद्ध-माहारं धर्महेतवे । अश्रतोपि मुनर्नित्यो-पवासफलमुच्यते ॥४॥ ભાવાર્થ-નહીં કરેલો અને નહીં કરાવેલો એવો શુદ્ધ આહાર મુનિ ચારિત્ર ઘર્મના પ્રતિપાલનને માટે વાપરે છે, તેથી તેને નિત્ય ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ વચનોથી પોતાના ભર્તા અને દિયરનું માહાસ્ય જાણી રાણીએ મન વચન કાયા વડે શીલાદિ ઘર્મ સ્વીકાર્યો. ઉપર પ્રમાણે શીલવ્રતના માહાસ્યથી જેમ નદીએ રાજાની પ્રિયાને માર્ગ આપ્યો, તેમ જે પ્રાણી તે વ્રતને મનમાં ઘારણ કરે છે તેને કર્મરૂપ સમુદ્ર અક્ષર એવા શિવમાર્ગને આપે છે. G — વ્યાખ્યાન ૮૭ ચોથા અણઘતના પાંચ અતિચારો આ ચોથા વ્રતમાં પણ જે વર્જવા યોગ્ય પાંચ અતિચાર છે તે કહે છે इत्वरात्तागमोऽनात्तागतिः परविवाहनम् । मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृता ॥१॥ ભાવાર્થ-થોડા કાળ માટે કોઈએ રાખેલી વેશ્યાનો સંગમ, કોઈએ નહીં ગ્રહણ કરેલી એવી વેશ્યા સ્ત્રીનો સંગમ, પારકા વિવાહનું કરાવવું, કામભોગમાં તીવ્ર અનુરાગ અને અનંગક્રીડા–એ પાંચ બ્રહ્મચર્યવ્રતમાં અતિચાર છે તેને ત્યજી દેવા.” (૧) ઇત્રપરિગ્રહિતાગમન-ઇત્વરા એટલે પ્રત્યેક પુરુષ પાસે જનારી વેશ્યાને કોઈએ અમુક કાળ માટે પોતાની કરી રાખી હોય તેનું ગ્રહણ અથવા કાંઈ મૂલ્ય ઠરાવી અમુક કાળ સુધી પોતે સ્ત્રી તરીકે સ્વીકારવી તે. એ પ્રમાણે કોઈએ પોતાની કરી રાખેલી વેશ્યાનું સેવન કરનાર પુરુષ પોતાની બુદ્ધિકલ્પનાથી તેને પોતાની સ્ત્રી સમાન ગણી મનમાં વ્રતની સાપેક્ષ વૃત્તિ ઘરાવે કે મારે તો માત્ર પરસ્ત્રીનો ત્યાગ છે અને આ તો આટલો કાળ મારી સ્ત્રી થયેલી છે, તેથી મારા વ્રતનો ભંગ થતો નથી.” પણ તે થોડા કાળ સુધી બીજાની પરિગ્રહભૂત થયેલી હોવાથી વસ્તુતાએ તેને બીજાની સ્ત્રી જ જાણવી જોઈએ. તેથી એ અતિચાર છે. (૨) અપરિગ્રહિતાગમન–બીજા અતિચારમાં અનાજ્ઞા એટલે કોઈએ નહીં ગ્રહણ કરેલી વેશ્યા અથવા વ્યભિચારિણી સ્ત્રી કે જેનો પતિ વિદેશ ગયેલો હોય, તેવી સ્ત્રીનું આસેવન કરવું, અને તેમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૭] ચોથા અણુવ્રતના પાંચ અતિચારો ૮૧ એવી બુદ્ધિ કરવી કે, “આ સ્ત્રી કાંઈ પરસ્ત્રી ન ગણાય.” પણ તે ઘારણામાં અજ્ઞાનતા હોવાથી અતિચાર લાગે છે. આ બે માત્ર પરસ્ત્રીત્યાગરૂપ વ્રતવાળાને અતિચાર છે, પણ જેને સ્વદારસંતોષ વ્રત હોય તેને તો અનાચાર જ છે, અર્થાત્ તેમ કરવાથી તેના વ્રતનો ભંગ થાય છે. (૩) પરવિવાહકરણ-ત્રીજા અતિચારમાં બીજાની સંતતિનો કન્યાદાનના ફળની ઇચ્છાથી અથવા સંબંઘ વગેરે કારણથી જે વિવાહ કરાવી આપવો તે અતિચાર જાણવો. શ્રાવકે તો પોતાની સંતતિને વિષે પણ સંખ્યા પરિમાણ કરવારૂપ અભિગ્રહ કરવો. એમ સંભળાય છે કે, “કૃષ્ણ અને ચેટકરાજાને પોતાની સંતતિનો પણ વિવાહસંબંઘ કરવાનો નિયમ હતો.' આ પણ વ્રત પ્રત્યે અંતરસર્ભાવપણું હોવાથી અતિચાર કહેવાય છે. બાકી બ્રહ્મચર્યના મહત્ત્વને જાણનારા અબ્રહ્મ અને સંસારપોષક વ્યવહારથી દૂર જ રહે છે. (૪) તીવ્ર અનુરાગ–કામભોગને વિષે જે તીવ્ર અનુરાગ તે ચોથો અતિચાર છે. (૫) અનંગક્રીડા–પાંચમો અતિચાર અનંગ ક્રીડા-કામપ્રઘાન ક્રીડા. તે પરસ્ત્રીને અઘરચુંબન, આલિંગન વગેરે કરવું તે; અથવા સ્વસ્ત્રીના સંબંઘમાં વાત્સ્યાયનમુનિએ રચેલા કામશાસ્ત્રમાં બતાવેલા ચોરાશી આસન વગેરે સેવવા તે. આ પ્રમાણે ચોથા બ્રહ્મચર્યવ્રતમાં એ પાંચ અતિચાર ત્યાગ કરવા યોગ્ય છે. આ વ્રતને વિષે રોહિણીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે - રોહિણીની કથા પાટલીપુરમાં નંદરાજા રાજ્ય કરતા હતા, તે વખતે તે નગરમાં ઘનાવહ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે શીલવતી પ્રિયા હતી. અન્યદા ઘનાવહ શ્રેષ્ઠી સમુદ્રયાત્રા કરવા ગયો હતો અને ઘેર રોહિણી એકલી હતી. તેવામાં એક વખત એવું બન્યું કે રાજાએ રોહિણીને તેના ગોખમાં બેઠેલી જોઈ. તેને જોઈ રાજા કામાતુર થયો; તેથી તત્કાળ દાસીને રોહિણીની પાસે મોકલી. દાસીએ ત્યાં જઈને કહ્યું કે, “હે રોહિણી! તમારું પુણ્ય મોટું લાગે છે કે જેથી નંદરાજા તમારું આલિંગન કરવાના અભિલાષી થયા છે. આ સાંભળી રોહિણીએ ચિંતવ્યું કે, “અહો! મૂઢ લોકો પોતાના કુળઘર્મને પણ ત્યજી દેતાં શરમાતા નથી. તેથી આ રાજા ઉન્મત્ત હસ્તીની જેમ મારા શીલરૂપ વૃક્ષને ઉખેડી નાખશે, માટે કોઈ ઉપાયથી તેને સમજાવવો યોગ્ય છે.” આમ વિચારી તેણે દાસીને કહ્યું કે, “હે ભદ્ર! આજ રાત્રે તું રાજાને મારે ત્યાં મોકલજે.' દાસીનાં વચનથી રાજા હર્ષ પામીને રાત્રે તેને ઘેર આવ્યો. રોહિણીએ ભૂમિ તરફ દ્રષ્ટિ રાખી તેનો યોગ્ય સત્કાર કર્યો. પછી ભોજનને માટે પોતાના ગૃહમાંથી જુદા જુદા વેષ ઘરનારી સ્ત્રીઓ પાસે સુવર્ણના, રૂપાના અને કાંસા વગેરેના નવી નવી જાતના પાત્રો મુકાવ્યા અને તેમાં તે દાસીઓએ ખાવામાં એક જ રસ આપે એવા પણ જુદા જુદા વર્ણના ભોજ્ય પદાર્થો જુદા જુદા અનેક ઓરડામાંથી લાવી લાવીને મૂક્યા. રાજાએ જુદા જુદા પાત્રોમાંથી રસનો સ્વાદ લેવા માંડ્યો. તથાપિ બઘા પાત્રમાંથી એક જ સ્વાદવાળો રસ આવવાથી તે વિસ્મય પામ્યો. જેથી તેણે રોહિણીને પૂછ્યું કે, “મુશ્કે! આ જુદા જુદા પાત્ર છતાં અને તેમાં જુદા જુદા વર્ણવાળી વસ્તુ છતાં તેનો રસ એક જ પ્રકારનો આવે છે, તેનું શું કારણ ? Jain Educati (M4124 25 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨. સ્તિંભ ૬ રોહિણી બોલી કે, “રાજેન્દ્ર! જે વિવેકી હોય તે તો એક જ પાત્રમાંથી સ્વાદ લે, કારણ કે સર્વનો સ્વાદ એક જ છે. જેમ એમાં સ્થાન ને વર્ણનો ભેદ છતાં રસનું વિશેષપણું જણાતું નથી, તેમજ એક જ સ્ત્રી જાતિમાં રૂપ કે વેશાદિના ભેદથી શો ફેર પડે છે? જેમ કોઈ માણસ ભ્રાંતિથી આકાશમાં અનેક ચંદ્ર જુએ, પણ વસ્તુતઃ એ ચંદ્ર એક જ છે, તેમ કામી કામભ્રમથી ભ્રાંત થઈ એક જ સ્ત્રી જાતિને અનેકપણે જુએ છે. હે રાજ! લૌકિક શાસ્ત્રમાં પણ લિંગપુરાણને વિષે અબ્રહ્મ વિષે લખે છે કે, “એક માસ સુધી નિરાહાર રહેતો અને પારણાને દિવસે કંદમૂળ ખાતો એવો તાપસ પણ મનમાં તાપસીને ઇચ્છવાથી કમાડમાં મુખ નાખીને મૃત્યુ પામ્યો હતો. એ કથા એવી છે કે, સેલકપુરના ઉદ્યાનમાં એક મઠને વિષે માસોપવાસી તાપસ રહેતો હતો. એકદા ત્યાં કોઈ તાપસી આવી ચડી. તાપસે તેને રાત્રિવાસ કરવા આગ્રહ કર્યો, પણ પોતાના શીલભંગના ભયથી તેણે સૂચવ્યું કે, “ભો તાપસી! રાત્રે તમારે મજબૂત રીતે કમાડ વાસીને શયન કરવું. કારણ કે અહીં એક રાક્ષસ આવે છે તે કદી મારા જેવા સ્વરથી તમને બોલાવે અને એંઘાણી પણ આપે, તથાપિ તમારે કમાડ ઉઘાડવા નહીં. જો ઉઘાડશો તો તે રાક્ષસ તમારા દેહને ગળી જશે.” આ પ્રમાણે કહી તાપસ મઠની બહાર સૂતો. અર્ધરાત્રે કામવિકાર ઉત્પન્ન થવાથી તેણે અનેક રીતે આલાપ કરી તાપસીને બોલાવી. પણ પૂર્વશિક્ષિત તાપસીએ દ્વાર ઉઘાડ્યું નહીં. છેવટે અંદર પેસવાને છિદ્ર પાડી તેમાં મુખ નાખ્યું, પરંતુ તે દબાવાથી તાપસ ત્યાં જ મૃત્યુ પામ્યો. પરંતુ તેના શીલનું ખંડન નહીં થયેલ હોવાથી તે દેવતા થયો. પ્રાતઃકાળે સર્વની સમીપ પ્રગટ થઈ તે દેવે પોતાનું સ્વરૂપ કહી બતાવીને મૈથુનનો નિષેઘ કર્યો. વળી વિષ્ણુપુરાણમાં પણ લખે છે કે, “વારાણસીમાં ગંગાના તીર ઉપર નંદ નામના તાપસે ઘણાં વર્ષ સુધી તપસ્યા કરી હતી. એક વખતે ગંગામાં સ્નાન કરતી કોઈ સ્ત્રીને જોઈને તે મોહ પામ્યો. તેથી તેની પાછળ પાછળ તેને ઘેર જઈ તેની પ્રાર્થના કરી. ત્યારે તે સ્ત્રી બોલી કે, “હે તપસ્વી! હું ચાંડાલી છું અને તમે તપસ્વી છો, તો મારા જેવી નીચ સ્ત્રી સાથે તમારે વ્રત ખંડન કરવું યોગ્ય નથી.” તેના તે વચનને નહીં ગણકારીને તે કામાર્ત તાપસે તેની સાથે રતિક્રીડા કરી. પછી આંખો ઊઘડી, એટલે તેને ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી કામને ધિક્કાર કરતાં પોતાનું મસ્તક શિલા ઉપર પટકીને તે મૃત્યુ પામ્યો. તે વખતે તે આ પ્રમાણે બોલ્યો હતો श्री रामराम धिधिग् मे, जन्मनो जीवितस्य च । __ याश्चरं दुश्चरं तप्त्वा, चांडालीसंगमं गतः॥१॥ ભાવાર્થ-અરે રામ, રામ, મારા જન્મને અને જીવિતને ધિક્કાર છે, કે જે હું દુશ્ચર તપસ્યા તપી પ્રાંત ચાંડાલીના સંગમને પ્રાપ્ત થયો.” શ્રી વીતરાગના શાસનમાં પણ કહ્યું છે કે, “જેમ કિંપાકના ફળ ખાતી વખતે સારાં અને મીઠાં લાગે છે, પણ પરિણામે મૃત્યુ આપે છે; તેમ વિષયભોગ પણ ભોગવતી વખતે સારાં લાગે છે, પણ પરિણામે અનેક ભવમાં મૃત્યુ આપે છે.” આવાં તે રોહિણીનાં વચનો સાંભળી નંદરાજાએ અન્યાયરૂપ વ્રણને રૂઝવનારી એવી તે રોહિણીને ખમાવીને કહ્યું કે ૧ કામાંધપણે નેત્ર મિંચાયેલા હતા, તે સદ્વિચાર આવવાથી ઊઘડ્યા એમ સમજવું. Page #92 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યરક્ષાથી લાભ संति विश्वे दुराचारो - पदेष्टारः पदे पदे । હિતાર્થમુપીનું, વિરતા વ પન નાશા ભાવાર્થ-‘આ વિશ્વમાં દુરાચારનો ઉપદેશ કરનારા તો સ્થાને સ્થાને છે, પણ હિતાર્થનો ઉપદેશ કરનારા કોઈ વિરલા જ હોય છે.’’ એમ કહી સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કરી નંદરાજા પોતાને ઘેર આવ્યો. વ્યાખ્યાન ૮૮] ૮૩ હવે ધનાવહ શેઠ પરદેશથી ઘણું ઘન કમાઈ ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી એક વખતે દાસી પાસેથી રાજાના આવવાના ખબર સાંભળી તેણે ચિંતવ્યું કે, “જરૂર મારી સ્ત્રીએ પોતાના શીલને ખંડિત કર્યું હશે. અહીં બીજા મનુષ્ય વિનાના સ્થાનમાં આવેલો રાજા આવી સુંદર સ્ત્રીને કેમ છોડી દે?' આખી રાત આવા સંકલ્પ વિકલ્પ કરતો રાજા રોહિણીની ઉપર નિઃસ્નેહ થયો. તે અરસામાં પુણ્યોદયથી એવું બન્યું કે, વર્ષાદને લીધે નદીમાં મોટું પૂર આવ્યું અને તેથી સર્વ નગર રૂંધાઈ ગયું. તે વખતે રોહિણી સર્વ લોકોની સમક્ષ ગોપુર (દરવાજા) ઉપર ચડી હાથમાં જળ લઈને બોલી કે, ‘હે સરિતા! ગંગાના જળની જેમ જો મારું શીલ નિર્મળ હોય તો તું આ નગર પાસેથી પાછી ઓસર.' તત્કાળ નદીનું પૂર ઊતરી ગયું અને સર્વ જનોએ તેના શીલની મોટી પ્રશંસા કરી. ધનાવહ શ્રેષ્ઠીએ સ્નેહ સહિત થઈ તેના શીલધર્મને પ્રણામ કર્યા. ઉપર પ્રમાણે મહાસતી રોહિણીએ શીલવ્રતની દૃઢતાવડે જૈનધર્મની પ્રભાવના કરીને અને પોતાના મનુષ્યજન્મને કૃતાર્થ કરીને સુકૃતની મોટી પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી. વ્યાખ્યાન ૦૮ બ્રહ્મચર્યરક્ષાથી લાભ હવે બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવાથી શો ગુણ થાય તે કહે છે– ज्ञानादिसर्वधर्माणां जीवितं शीलमेव ये । रक्षन्ति प्राणिनस्तेषां, कीर्त्तिर्माति न विष्टपे ॥१॥ ભાવાર્થ-‘જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત (પ્રાણ) શીલ છે. જે પ્રાણીઓ તે શીલની રક્ષા કરે છે તેઓની કીર્તિ આ જગતને વિષે માતી નથી.’’ ‘જ્ઞાનાદિ’ એ વાક્યમાં ‘આદિ’ શબ્દ વડે દર્શન, ચારિત્ર વગેરે ગ્રહણ કરવા. તેના પ્રાણરૂપ બ્રહ્મચર્ય (શીલ) છે, અર્થાત્ તે વિના સર્વ ધર્મ વ્યર્થ છે. તે વિષે અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠિર! જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય, તેને જે ગતિ મળે, તે ગતિ હજારો યજ્ઞોથી પણ મેળવી શકાતી નથી.’’ જિનાગમમાં તો બ્રહ્મચારીને સ્ત્રીના વિકારી અંગ સામું જોવા વગેરેનો પણ નિષેધ કરેલો છે. કહ્યું છે કે, ‘‘સ્ત્રીના ગુપ્ત અંગ રાગોત્પાદક હોવાથી બ્રહ્મચારીએ જોવા નહીં, તેમ સ્પર્શવા નહીં. કદી તે જોવાઈ જાય કે સ્પર્શાઈ જાય તો તેમાં રાગબુદ્ધિ ન કરવી. કહ્યું છે કે, ‘સ્ત્રીનું રૂપ નજરે પડી જાય તો જોયા વગર રહેવાય નહીં, પણ ડાહ્યા માણસે તેમાં રાગ કે દ્વેષ કરવાનું છોડી દેવું.' વળી ગાયની યોનિનું મર્દન કરીને ગોમૂત્ર લેવું નહીં, પણ જ્યારે તે-સ્વેચ્છાએ મૂત્રોત્સર્ગ કરે ત્યારે લેવું. કદી Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ ખાસ કામ હોય તો તેમાં ચિત્તની એકાગ્રતા ન કરવી. જો કદી સ્વપ્નમાં સ્ત્રીનો ભોગ થાય તો તત્કાળ ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. વળી સ્ત્રીઓની ઇંદ્રિયો જોવામાં અને તેમની સાથે ભાષણ કરવા વગેરેમાં સર્વત્ર યતનાપૂર્વક નિવૃત્તિ કરવી. આ પ્રમાણે જે પ્રાણીઓ બ્રહ્મવ્રતને પાળે છે તેઓની કીર્તિ આ વિશ્વમાં માતી નથી.” આ વિષયમાં જિનપાલનો પ્રબંઘ છે તે આ પ્રમાણે જિનપાળની કથા ચંપાનગરીમાં માકંદ નામે એક વણિક રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી, અને જિનપાલ અને જિનરક્ષક નામે બે પુત્ર હતા. તેમણે અગિયાર વખત સમુદ્રમાં સફર કરીને નિર્વિબે પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું હતું. અન્યદા આગ્રહ કરીને બારમી વખત મુસાફરીએ જવા તેઓ તૈયાર થયા. માતાપિતાની આજ્ઞા લઈ વહાણ ભરીને ચાલ્યા. માર્ગમાં પ્રતિકૂળ પવન વડે વહાણ શિલા સાથે અથડાઈ ભાંગી ગયું. બન્ને એક પાટિયું મળવાથી તરીને રત્નદ્વીપે પહોંચ્યા. ત્યાં એક વનમાં ક્રિીડાવાપીની અંદર તેઓ જળક્રીડા કરવા લાગ્યા. તેવામાં તે રત્નદ્વીપવાસી દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તમે બન્ને મારી સાથે ભોગ ભોગવો, નહીંતર આ ખગથી તમારો શિરચ્છેદ કરીશ.” બન્નેએ ભયથી તે સ્વીકાર્યું. પછી તેમના શરીરમાં શુભ પુદ્ગલો સંક્રમાવી અશુભ પુદ્ગલોને દૂર કરીને તે તેમની સાથે ભોગ ભોગવવા લાગી. એક વખતે તે રત્નદ્વીપની દેવીને સૌઘર્મઇંદ્ર આદેશ કર્યો કે, “એકવીશ વાર કાષ્ઠ વગેરે કાઢીને લવણસમુદ્રને નિર્મળ કરો.” આવો આદેશ આવતાં તે દેવીએ બન્નેને શિખામણ આપી કે, “તમારે બન્નેએ દક્ષિણ બાજુના વનમાં જવું નહીં, કારણ કે ત્યાં દ્રષ્ટિવિષ સર્પ છે, તેથી અહીં જ રહેવું. કદી જવું હોય તો બીજી ત્રણ બાજુના વનમાં જવું.” આ પ્રમાણે કહીને દેવી પોતાના કામે ગઈ. દેવીના ગયા પછી પછવાડે બન્ને જણાએ વિચાર્યું કે, આપણને દેવીએ દક્ષિણ બાજુના વનમાં જવાને શા માટે અટકાવ્યા હશે? માટે તે બાજુ જવું તો ખરું. આમ વિચારી તત્કાળ તેઓ કૌતુકથી તે જ વનમાં ગયા. તો ત્યાં અસ્થિનો મોટો સમૂહ જોવામાં આવ્યો. આગળ જતાં એક પુરુષને શૂળીએ ચઢાવેલો જોયો. બન્નેએ તેને પૂછ્યું કે, “તું કોણ છે?” તે બોલ્યો કે, “હું વણિક છું, વહાણ ભાંગવાથી અહીં આવી ચડ્યો હતો. આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવીની સાથે મેં ભોગ ભોગવ્યા હતા, પણ જ્યારે તમે આવ્યા ત્યારે તે દેવીએ મને થોડા અપરાશમાં આવી દશાએ પહોંચાડ્યો છે.” આ પ્રમાણે સાંભળી તેઓ ભય પામીને વિચારવા લાગ્યા કે, “જેવી આની ગતિ થઈ તેવી ગતિ આપણી પણ થવાની.” પછી પુનઃ પૂછ્યું કે “અમારો છૂટકો અહીંથી શી રીતે થાય?” તે બોલ્યો કે, “અહીંથી પશ્ચિમ દિશામાં એક શૈલક યક્ષ છે, તે પર્વતિથિએ મોટા શબ્દથી બોલે છે કે, “હું કોને તારું અને કોને પાર ઉતારું?” તમારે તેની પાસે જઈ તેની પૂજા કરવી અને જે સમયે તે બોલે તે વખતે કહેવું કે, “હે યક્ષરાજ! અમને તારો ને અમને પાર ઉતારો.” આ પ્રમાણે સાંભળી તેઓએ તે યક્ષ પાસે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષ બોલ્યો કે, “હે ભદ્રો! તે વ્યંતરી મહા દુખા છે, પરંતુ તમારે તેનાથી ભય પામવો નહીં. મેં વિફર્વેલા આ અશ્વની પૃષ્ઠ ઉપર તમે બેસો. તે દેવી તમારી ૧ ચાર લોગસ્સનો કાયોત્સર્ગ, સાગરવરગંભીરા સુધી. Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૯] બ્રહ્મચર્ય-ભંગથી બઘા વ્રતોનો ભંગ ૮૫ પાસે આવીને સરાગ અને મઘુર વાણીથી તમને ક્ષોભ પમાડશે, તથાપિ તમારે ચલિત થવું નહીં. તેમ કરતાં જેનું મન તેની વાણીથી ક્ષોભ પામશે તેને હું સમુદ્રમાં પાડી નાખીશ.'' યક્ષનો આ ઠરાવ તેમણે કબૂલ કર્યો. પછી યક્ષ અશ્વરૂપે થઈ પોતાની પીઠ ઉપર તેમને બેસાડીને ચાલ્યો. અહીં રત્નદ્વીપની દેવી ઇંદ્રની આજ્ઞા પ્રમાણે કામ કરી પોતાના વાસગૃહમાં આવી. ત્યાં તેઓને જોયા નહીં એટલે તે તેમની પછવાડે દોડી અને સમુદ્રમાર્ગે તેઓ અશ્વરૂપી યક્ષની પીઠ પર બેસીને જતા હતા, ત્યાં આવી રાગ ભરેલી મધુર વાણી વડે બોલી કે—‘અરે પ્રાણવલ્લભો! મને અબળાને તજી દઈને તમારે ચાલ્યા જવું ઘટિત નથી, મારો કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરો.’ ઇત્યાદિ અનેક આલાપથી તેને પૂર્ણ રાગી જાણી જિનરક્ષિત ક્ષોભ પામી ગયો. યક્ષે અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના ચિત્તને વિષયાસક્ત જાણ્યું, એટલે તત્કાળ પોતાની પીઠ ઉપરથી તેને પાડી નાખ્યો. એટલે રત્નદેવીએ ખગથી તેના કટકે કટકા કરી નાખ્યા. જિનપાલે દૃઢ પ્રતિજ્ઞાથી તેની સન્મુખ પણ જોયું નહીં, તેથી તેને ક્ષેમકુશળ ચંપાનગરીમાં પહોંચાડી યક્ષ પોતાને સ્થાનકે ગયો. જિનપાલે સર્વ વૃત્તાંત પોતાના માતાપિતાને જણાવ્યો. પછી વૈરાગ્ય પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લઈને તે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામશે. ઉપરનાં દૃષ્ટાંતમાં તત્ત્વરૂપ જે ઉપનય છે તે છઠ્ઠા અંગમાં વિસ્તારથી કહ્યો છે. તે આ પ્રમાણે—જેઓ આ સંસારમાં રહ્યા સતા નિરંતર વિષયભોગની આકાંક્ષા રાખે છે, તેઓ ઘોર સંસારસાગરમાં પડે છે, અને જેઓ ભોગની અપેક્ષા રાખતા નથી તેઓ સંસાર અટવીનો પાર પામે છે. આ સંસારમાં દુઃખી જીવને શ્રી જિનાજ્ઞાના વચન તે શૈલક યક્ષના પૃષ્ટ (પીઠ) સમાન છે, જે સમુદ્ર તે સંસાર છે, અને જે પોતાને ઘેર પહોંચવાનું તે સિદ્ધિગમન તુલ્ય છે. જે દેવી તે મોહિનીરૂપ છે, તેમાં જે લુબ્ધ થઈ ક્ષોભ પામે તે જિનરક્ષિતની જેમ સંસારસમુદ્રમાં પડે છે, અને વિષયમોહ વડે અનંત જન્મમરણના દુઃખને પામે છે; અને જે પ્રાણી મોહિનીથી ક્ષોભ પામતા નથી તે જિનપાલની જેમ સંસારસાગરમાં નહીં પડતાં, તે જેમ પોતાને ઘરે પહોંચ્યો તેમ, પ્રધાન સુખ– સિદ્ધિસુખને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે એ કથાનો ઉપનય છે. ઉપરની કથા ઉપરથી સમજવાનું એ છે કે, રત્નદ્વીપની દેવીમાં દૃઢ કામનાને રાખનાર અને ભોગસ્પૃહા કરનાર જિનરક્ષિત દ્રવ્ય ભાવ બન્ને પ્રકારના સમુદ્રમાં પડ્યો અને વિષયમાં નિરપેક્ષ રહેનાર જિનપાલ શ્રી પરમાત્માની સભામાં યશનું પાત્ર થયો. વ્યાખ્યાન ૮૯ બ્રહ્મચર્ય-મંગથી બધા વ્રતોનો ભંગ ચોથા વ્રતનો ભંગ થવાથી બીજા બધા વ્રતોનો ભંગ થાય છે તે કહે છે– व्रतानामपि શેષાળાં, चतुर्थव्रतभंग । નીત્તયા મેવતામાહુ:, તસ્માદુઃશીલતાં ત્યઞ III Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ-ચોથા વ્રતનો ભંગ થવાથી બાકીના બધા વ્રતનો સહેજે ભંગ થઈ જાય છે તેથી હે જીવ! તું દુઃશીલપણાનો ત્યાગ કર.’' ચોથા વ્રતનો ભંગ થતાં બાકીના પ્રાણાતિપાત વિરમણ વગેરે ચાર વ્રતોનો પણ અવશ્ય ભંગ થાય છે તે વિષે શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે– ૮૬ સ્ત્રીની યોનિમાં એક બે ત્રણ લાખથી માંડી ઉત્કૃષ્ટા નવ લક્ષ પૃથક્ બેઇંદ્રિય (ત્રસ) જીવ ઉત્પન્ન થાય છે. પુરુષની સાથે સંયોગ થતાં જેમ વાંસની ભૂંગળી રૂથી ભરી હોય તેમાં લોઢાની તપાવેલી સળી નાખતાં રૂ બળી જાય, તેમ તે જીવોની હિંસા થાય છે. વળી પંચેંદ્રિય મનુષ્ય એવા એક પુરુષે ભોગવેલી સ્ત્રીના ગર્ભમાં એક સાથે ઉત્કૃષ્ટા નવ લાખ ગર્ભજ જીવો ઉત્પન્ન થાય છે. તે નવ લાખ જીવોમાં જે વિશેષ આયુવાળા હોય છે તે જીવે છે, બાકીના ત્યાં જ વિલય પામે છે. આવાં જ્ઞાનીનાં વચન ઉપરથી શીલવ્રતનો ભંગ થતાં પ્રાણાતિપાત વિરમણ નામે પહેલું વ્રત ભંગ થાય છે. તેમ બીજું મૃષાવાદના ત્યાગરૂપ વ્રત પણ નાશ પામે છે, કારણ કે કામીજન સત્યવાદી હોતા નથી. તે વિષે નીતિમાં લખે છે કે, વણિક, વેશ્યા, ચોર, દ્યુતકાર, વ્યભિચારી, દ્વારપાળ અને કૌલ (નાસ્તિક) એ સાત મૃષાવાદના મંદિરરૂપ છે.’ તેમ ત્રીજા વ્રતનો ભંગ પણ થાય છે. અહીં કોઈ શંકા કરે કે, ‘પિતા વગેરેની આજ્ઞાથી પરણેલી સ્ત્રીનું સેવન કરતાં ત્રીજું વ્રત જે અદત્તાદાનના ત્યાગરૂપ છે, તેનો ભંગ કેમ કહેવાય?’ તેના ઉત્તરમાં કહે છે કે, ‘અબ્રહ્મ (દુઃશીલ) સેવન કરવાથી તીર્થંકર અદત્ત લાગે છે, કારણ કે તીર્થંકરોએ મુમુક્ષુ પુરુષોને સર્વથા અબ્રહ્મ સેવવાનો નિષેધ કર્યો છે. વળી સ્વામી જે મંડલાધિપતિ તેનું પણ અદત્ત લાગે છે. બાકીના બે પ્રકારના અદત્ત પોતાની મેળે તર્કથી જાણી લેવા.' એ પ્રકારે ત્રીજા વ્રતનો પણ ભંગ થાય છે. ચોથા વ્રતનો ભંગ તો ખુલ્લો જ છે. પાંચમું જે પરિગ્રહના ત્યાગરૂપ વ્રત તેનો ભંગ કર્યા સિવાય સ્ત્રીનો સંબંધ થવો જ સંભવતો નથી. દંડકાચાર ગ્રંથમાં લખે છે કે, જે પોતાના આત્માને સ્રીના સંગમાં સ્થાપે છે, તેણે નવ વાડને ભાંગી નાખી અને દર્શન ગુણનો ઘાત કર્યો સમજવો. વળી તેનાથી બીજા સર્વ વ્રતોનો પણ ભંગ થાય છે.’ આ પ્રમાણે ઘણાં દોષથી દૂષિત એવું અબ્રહ્મ (દુઃશીલ) છે, એમ જાણીને હે જીવ! તું દુઃશીલતાને છોડી દે. હવે કોઈ ગૃહસ્થ છતાં પણ પ્રથમ વયથી તે યાવજ્જીવિત બ્રહ્મવ્રતને પાળે છે તે વિષે કહે છે કે, ‘‘કોઈ ઉત્તમ પુરુષ બાળવયથી માંડીને તે વ્રતને આદરે છે, જેમ એક દંપતીએ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષના નિયમથી બ્રહ્મચર્ય પાળ્યું હતું.’’ તેની કથા નીચે પ્રમાણે છે– વિજયશેઠ ને વિજયાશેઠાણીની કથા કચ્છદેશમાં એક નગરને વિષે અર્હદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને અર્હદ્દાસી નામે પત્ની હતી. તેમને વિજય નામે એક પુત્ર હતો. તે ગુરુની પાસે ભણતો હતો. એક વખતે તે વિજયે કોઈ મુનિના મુખથી આ પ્રમાણે શીલનું માહાત્મ્ય સાંભળ્યું કે अमराः किंकरायंते, सिद्धयः सहसंगताः । समिपस्थायिनी संपत्, शीलालंकारशालिनां ॥ १ ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮૯] બ્રહ્મચર્ય-મંગથી બઘા વ્રતોનો ભંગ ભાવાર્થ-જેમણે શીલરૂપ અલંકારને ઘારણ કર્યો છે તેઓને દેવતાઓ પણ સેવક થઈને રહે છે, સિદ્ધિઓ સાથે આવી મળે છે અને સંપત્તિ તો સદા સમીપે જ હાજર રહે છે, કદી દૂર જતી નથી. આવી દેશના સાંભળી વિજયે સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કર્યું, અને તેમાં પણ શુક્લપક્ષમાં સ્વસ્ત્રીનું પણ સેવન કરવું નહીં એવો નિયમ લીઘો. તે જ નગરમાં બીજો ઘનાવહ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘનશ્રી નામે સ્ત્રી હતી. તેની પુત્રી વિજયાએ એક વખતે શીલનું વર્ણન સાંભળી એવું વ્રત લીધું કે, “કૃષ્ણપક્ષમાં પોતાના પતિને પણ સેવવો નહીં.” ગુણાક્ષર ન્યાયથી એવું બન્યું કે, તુલ્યરૂપવાળા તે વિજય અને વિજયાનો જ પરસ્પર સંબંઘ થઈ વિવાહ થયો. વિજયા સોળ શૃંગાર સજી, નવીન ભવ્ય વસ્ત્રો ઘારણ કરી હર્ષ પામતી એકાંતે પોતાના પતિ પાસે આવી. એટલે વિજયે પોતાની તે સુલોચના પ્રિયાને કહ્યું કે, “અરે પ્રિયા! તું મારું હૃદય છે, તેમજ તું મારો જીવ, શ્વાસ અને પ્રાણ છે. આ સંસારમાં પ્રાણીઓને પ્રિયજન તે જ સંસારસુખનું સર્વસ્વ છે. હે ચકોરાક્ષી! જો તારા જેવી પ્રિયા હોય તો પછી સ્વર્ગસુખનું શું કામ છે? અને જો તારા જેવી પ્રિયા ન હોય તો સ્વર્ગનું સુખ પણ શા કામનું છે? પણ હે શુભે! મેં પૂર્વે એવો નિયમ લીધો છે કે, શુક્લપક્ષમાં મન, વચન, કાયાથી શીલ પાળવું. તેના હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. તે વ્યતીત થયા પછી કૃષ્ણપક્ષમાં આપણે રતિસુખને અનુભવીશું.” આ પ્રમાણેનાં પોતાનાં પતિનાં વચનો સાંભળી વિજયા અત્યંત ગ્લાનિ પામી. વિજયે ગ્લાનિ થવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલી કે, “હે સ્વામિન્! મારે કૃષ્ણપક્ષમાં શીલ પાળવાનો નિયમ છે.” તે સાંભળતાં વિજયને ઘણો ખેદ થયો. ત્યારે વિજયાએ કહ્યું કે, “હે સ્વામીનાથ! તમે બીજી સ્ત્રી પરણીને તેની સાથે વિષયસુખ ભોગવો, ખેદ કરશો નહીં. પુરુષોને તો વધારે સ્ત્રીઓ હોય છે. વસુદેવને બોતેર હજાર સ્ત્રીઓ હતી અને ચક્રવર્તીને એક લાખ ને બાણું હજાર સ્ત્રીઓ હોય છે. તે સાંભળી વિજય બોલ્યો કે, “હે સુશીલે! મને આ વાતમાં કાંઈ પણ ખેદ થતો નથી; કારણ કે મારા માતાપિતાએ મને દીક્ષા લેતાં લેતાં બળાત્કારે પરણાવ્યો છે. વળી વિષય સેવવાથી કાંઈ આયુષ્યની વૃદ્ધિ થતી નથી, તેમજ તેથી જગતમાં મહત્વ કે સર્વ જીવોમાં આર્થિક્ય પ્રાપ્ત થતું નથી. કેવળ તે મનની ઉત્સુકતા માત્ર છે. તે વિષે શ્રી વિશેષાવશ્યક વૃત્તિમાં લખે છે કે, “પ્રેતની જેમ સ્ત્રીને વળગી સર્વ અંગને મહાન પ્રયાસ આપી પ્રાણી જે ક્રીડા કરે છે તેનાથી તેને સુખી કેમ કહેવાય?' વળી પશુપક્ષીઓ પણ વિષયને તો સેવે છે તો તેમાં શું તત્ત્વ છે? હે સુંદરી! આ જીવે દેવતાના ભવમાં અસંખ્યાતા વર્ષ સુધી અગણિત વિષયો ભોગવ્યા છે. તે વિષે લોકપ્રકાશમાં કહ્યું છે કે “કલ્પવાસી દેવતાઓને એક વાર ભોગ ભોગવતાં બે હજાર વર્ષ વહી જાય છે. તેવી રીતે બીજા દેવતાઓને પાંચસો પાંચસો વર્ષ અનુક્રમે ઓછા કરવા એટલે પંદરસો વર્ષ જ્યોતિષીને, એક હજાર વર્ષ વ્યંતરને અને પાંચસો વર્ષ ભુવનપતિને એક વાર ભોગ ભોગવતાં વહી જાય છે.' હે કમલાક્ષી! આ સંસારમાં જે પુષ્પમાળા, ચંદન તથા સ્ત્રી વગેરેનું પુગલજનિત સુખ છે તે નાશવંત છે, અને બીજાના સંયોગથી થયેલું જે સુખ તે વસ્તુતાએ દુઃખરૂપ જ છે. કારણ કે તે મનના સંકલ્પથી અને ઉપચારથી જ ઉત્પન્ન થયેલું છે. તે વિષે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે કે, “જેમ આફરો ચડે તથા સન્નિપાત રોગ થાય ત્યારે ક્વાથ વગેરે અસત્ય (ખોટાં) ઉપચાર કરે તે દુઃખરૂપ થાય છે, તેમ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૬ વિષયસુખ પણ અસત્ય ઉપચાર રૂપ હોવાથી દુઃખરૂપ જ છે.' અર્થાત્ વિષયસુખ તે ક્વાથ, તથા ડામ દેવાની ચિકિત્સાની જેમ ઉપચારપણે સુખરૂપ લાગે છે, પણ તે દુઃખરૂપ છે. પારમાર્થિક સુખ તો શ્રી સિદ્ધપરમાત્માને જ થાય છે. આત્મિક આનંદનો રોઘ કરનાર સાતા અસાતા વેદનીયકર્મથી ઊપજેલા સંયોગ વિયોગ સ્વભાવવાળા સુખને સુખ કોણ કહે? તે વિષે કહ્યું છે કે, સાતા અને અસાતા એ બન્ને સોનાની ને લોઢાની બેડી પહેર્યા તુલ્ય છે. ખરું સુખ તો તે બન્નેના વિરહથી જ પ્રાપ્ત થાય છે. લૌકિકસુખ દેહ ને ઇંદ્રિયની અનુકૂળતાવડે ગણાય છે, પણ વાસ્તવિક સુખ દેહના અભાવથી જ છે.માટે હે મૃગાક્ષી! દુઃખદાયક વિષયમાં મારું મન રુચિ કરતું નથી. તે વિષય ઉપર કહ્યું છે કે विषस्य विषयाणां च, पश्यतां महदंतरं । उपभुक्तं विषं हंति, विषयाः स्मरणादपि ॥१॥ ભાવાર્થ-વિષ અને વિષય એ બે વચ્ચે મોટું અંતર છે, વિષ તો ખાવાથી મારે છે પણ વિષયો તો સ્મરણ માત્રથી મારે છે. તેથી હે સુંદરી! હવે ગંગાના જળ જેવું નિર્મળ શીલ મારે ત્રિવિષે જન્મપર્યત રહો. પણ આપણે આ વૃત્તાંત આપણા માતા-પિતાને જણાવવો નહીં, છતાં તેમાંથી કોઈ આ વૃત્તાંત જાણશે ત્યારે આપણે અવશ્ય દીક્ષા લઈશું.” આવો નિશ્ચય કરી તે દંપતી પોતાના જીવિતની જેમ શીલનું રક્ષણ કરવા લાગ્યા. બન્ને જણા રાત્રે એક શય્યામાં સૂએ છે, તથાપિ તેઓમાંથી કોઈને કામોદ્દીપન થતું નથી. હમેશાં એકાંતમાં પણ તેઓ શીલગુણનું જ વર્ણન કર્યા કરે છે. આ પ્રમાણે ભાવચારિત્ર પાળતાં તેમને ઘણો સમય વ્યતીત થયો. અન્યદા વિમળ નામે કોઈ કેવળીમુનિ ચંપાનગરીમાં સમવસર્યા. તેમની દેશના સાંભળીને એક જિનદાસ નામના શ્રેષ્ઠીએ પૂછ્યું કે, ભગવન્! મેં એવો અભિગ્રહ લીઘો છે કે, મારે ચોરાશી હજાર સાધુઓને પારણું કરાવવું. આ મારો મનોરથ ક્યારે સફળ થશે? કેવળી બોલ્યા કે, “એવા મુમુક્ષુ સાધુઓનો એક સાથે યોગ શી રીતે થાય? કદી દૈવયોગે તેટલા સાઘુઓ મળી જાય તો પણ આકાશપુષ્પની જેમ તેટલા શુદ્ધ અન્નપાનની સામગ્રી મળવી તે દુર્લભ છે. તેથી હે શ્રાદ્ધ! તું કચ્છ દેશમાં જા અને ત્યાં રહેલા વિજયા અને વિજય દંપતીની ભાત પાણી વગેરેથી ભક્તિ કર, તેથી તને તેટલું પુણ્ય થશે. કહ્યું છે કે, ચોરાશી હજાર સાઘુઓને પારણું કરાવતાં જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શુક્લ અને કૃષ્ણ પક્ષના શીલવ્રતધારી એવા દંપતીને ભોજન કરાવવાથી થાય છે.” આ પ્રમાણે સાંભળી જિનદાસે તે દંપતીનો વૃત્તાંત પૂક્યો, એટલે કેવળીએ તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી જિનદાસ શ્રેષ્ઠી ભક્તિથી ભરપૂર હૃદયે કચ્છ દેશમાં આવ્યો, અને તે દંપતીની અનિર્વાચ્ય ભક્તિ કરી, તેમજ નગરજનોની આગળ તેમનું દુશ્ચર ચરિત્ર પ્રગટ કર્યું. તે વખતે તેમના માતાપિતાએ પણ તે વાત જાણી. શ્રાવક જિનદાસ ઘારેલો મનોરથ પૂર્ણ કરી પોતાને ઘેર ગયો અને તે દંપતી પણ પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી દીક્ષા લઈ મુક્તિને પ્રાપ્ત થયા. આ પ્રમાણે શીલના પ્રભાવથી તે દંપતી, મુનિથી પણ વિશેષ પ્રશંસાને પાત્ર થયા. તેથી સર્વ ભવ્ય પ્રાણીઓએ સૌભાગ્યનાં હેતુભૂત અને સંસારદુ:ખનું નિવારણ કરનાર શીલવ્રત સર્વદા પાળવું. Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૦] સ્ત્રીઓના દોષ વ્યાખ્યાન ૯૦ સ્ત્રીઓના દોષ હવે સ્રીઓમાં અનેક દોષ છે એમ જાણીને આ ચતુર્થ વ્રત ગ્રહણ કરવું, તે વિષે કહે છે. स्त्रीषु कापट्यमूलेषु, नरो धीमान् न विश्वसेत् । वदंत्यन्यं गृहंत्यन्यं, तृप्तिर्न विषये कदा ॥ १ ॥ ભાવાર્થ-‘કપટનું મૂળ એવી સ્ત્રીઓનો બુદ્ધિમાન પુરુષે કદી વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીઓ બીજાને બોલાવે છે અને બીજાને સ્વીકારે છે, તેને કદી પણ વિષયથી તૃપ્તિ થતી નથી.’’ ૮૯ સ્ત્રીઓને વિષયમાં કદી પણ તૃપ્તિ થતી નથી. તે ઉપર નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, સ્ત્રીઓને પુરુષથી બમણો આહાર હોય છે, ચાર ગણી લક્ષ્ય હોય છે, છ ગણો વ્યવસાય હોય છે અને આઠ ગણો કામ હોય છે.’’ આ શ્લોકના ભાવાર્થ ઉપર ભર્તૃહરિ રાજાનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— ભર્તૃહરિ રાજાની કથા અતિ નગરીમાં ભતૃહિર નામે રાજા હતો. તેના રાજ્યમાં મુકુંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે લક્ષ્મી મેળવવા માટે હરસિદ્ધિ દેવીની આરાધના કરવા માંડી. દેવીએ સંતુષ્ટ થઈ તેને અલ્પ પુણ્યવાન જાણીને અમર ફળ આપ્યું અને કહ્યું કે, ‘તારા ભાગ્યમાં અલ્પ પુણ્યને લીધે દ્રવ્ય નથી, માટે આ અમર ફળ લે. આ ફળનું ભક્ષણ કરવાથી તું ઘણું જીવીશ અને શરીરે નીરોગી રહીશ.’ મુકુંદ તે ફળ લઈને ઘેર આવ્યો. પછી ફળ ખાવાની ઇચ્છા કરતાં તેને વિચાર થયો કે, ‘આ ફળ મારે ખાઈને શું કરવું? મારે તો વધારે જીવવાથી ઊલટી હાનિ છે, તેથી જે જગતના આધારભૂત હોય તેને આપું તો તેની કૃતાર્થતા થાય.’ આ પ્રમાણે વિચારી તેણે અવંતિપતિ ભર્તૃહરિને તે ફળ આપ્યું. રાજાએ પોતાની પટ્ટરાણી પિંગલા ઉપર ઘણી પ્રીતિ હોવાથી તે ફળ તેને આપ્યું, અને તેનો સમગ્ર પ્રભાવ જણાવ્યો. રાણીએ પોતાનો જાપતિ જે હાથીનો મહાવત હતો તેને તેનો પ્રભાવ જણાવીને તે ફળ આપ્યું. મહાવતે વિચાર્યું કે ‘મારે વધારે જીવીને શું કરવું છે? માટે મારી પ્રાણપ્રિયા જે વેશ્યા છે તેને આપું કે જેથી તે મારી ઉપર પ્રસન્ન રહે.’ આમ વિચારી તેણે વેશ્યાને આપ્યું. વેશ્યાએ ચિંતવ્યું કે, ‘મારે આ ફળ ખાઈને શું કરવું છે? માટે આ ફળ સર્વ પ્રજાના નાથ એવા ભર્તૃહરિને આપું.’ આમ વિચારી તેણે તે ફળ રાજાને આપ્યું. રાજા ભર્તૃહરિએ તે ફળ ઓળખી વેશ્યાને પૂછ્યું કે, ‘આ ફળ તને ક્યાંથી મળ્યું?’ રાજદંડના ભયથી વેશ્યાએ યથાર્થ હકીકત જણાવી; એટલે રાજાએ હાથીના મહાવતને બોલાવીને પૂછ્યું. તાડનાદિકના ભયથી તેણે રાણીનું નામ આપ્યું, એટલે રાણીને પૂછ્યું, પરંતુ તત્કાળ ભયથી વિહ્વળ બનેલી રાણી કાંઈ પણ ઉત્તર આપી શકી નહીં. રાજા સ્ત્રીને અવધ્ય જાણી સંસારની અસારતા વિષે વિચાર કરી આ પ્રમાણે બોલ્યો કે— यां चिंतयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं स जनोन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च ॥ १ ॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ—જે સ્ત્રીનું હું હંમેશાં ચિંતવન કરું છું તે સ્ત્રી મારામાં વિરક્ત છે અને તે બીજા પુરુષને ઇચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત છે અને તે સ્ત્રી વળી મારે માટે સંતુષ્ટ થાય છે. માટે તે રાણીને, તે જારને, કામદેવને, આ વેશ્યાને અને મને ધિક્કાર છે.’’ मदयंति रमयंति संमोहयंति निर्भर्त्सयति एता प्रविश्य सदयं हृदयं नराणां, किं नाम वामनयना ન સમાયતિ રા ભાવાર્થ—“સ્ત્રીઓ મોહ ઉત્પન્ન કરે છે, મદ ચડાવે છે, વિડંબના કરે છે, તરછોડી નાંખે છે, રમાડે છે અને ખેદ કરાવે છે. અહો! સુંદર નેત્રોવાળી સ્ત્રીઓ પુરુષોના દયાળુ હૃદયમાં પેસીને શું શું નથી કરતી? બધું જ કરે છે.’’ ૯૦ विडंबयंति, विषादयंति । આ પ્રમાણે વિચારી રાજા ભર્તૃહરિએ માળવાનું રાજ્ય તૃણવત્ છોડી દઈ વ્રત ગ્રહણ કર્યું અને યોગી સંન્યાસીનો વેષ લઈ પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. એક વખતે પૃથ્વીપર ફરતાં ફરતાં તે રાજા કોઈ વનમાં રહેતા તાપસના આશ્રમમાં ગયો. તાપસને નમી આગળ બેઠો. તાપસે રાજા છતાં તેનો અનાદર કર્યો, એટલે રાજાએ વિચાર્યું કે, ‘જરૂર આ કોઈ માયાવી લાગે છે, તેથી છૂપી રીતે આની માયાનું અવલોકન કરું.' આવું ધારી રાજા એકાંતે છુપાઈ રહ્યો. રાત્રિ પડતાં તે તાપસે પોતાની જટામાંથી એક ડાબલી કાઢી. તે ઉઘાડીને તેમાં જળની અંજલિ છાંટી એટલે એક સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. તેની સાથે કામસેવન કરી તે તાપસ સૂઈ ગયો. પછી થોડીવારે તે સ્ત્રીએ પોતાની વેણીમાંથી એક ડાબલી કાઢી અને તેને જળની અંજલિ છાંટી એટલે તેમાંથી દેવકુમાર જેવો એક પુરુષ ઉત્પન્ન થયો. તેની સાથે ભોગવિલાસ કરી પાછી તે ડાબલી તેણે પોતાની વેણીમાં ગોપવી દીધી. પછી તાપસે જાગીને તે સ્ત્રીને પણ ડાબલીમાં ગોપવી દીધી. આ પ્રમાણે તેનું ચરિત્ર પ્રત્યક્ષ જોઈ રાજાએ ચિંતવ્યું કે मत्तेभकुंभदलने भुवि संति केचित् प्रचंडमृगराजवधेऽपि किंतु ब्रवीमि बलीनां पुरतः कंदर्पदर्पदलने विरला ભાવાર્થ-“અહો! આ પૃથ્વી ઉપર ઉન્મત્ત હાથીઓના કુંભસ્થળને તોડી પાડનારા શૂરવીરો છે અને પ્રચંડ કેશરીસિંહનો વધ કરનારા વીરો પણ છે, પરંતુ મારે તેવા બલવંતોની આગળ આગ્રહથી કહેવું જોઈએ કે, કામદેવના ગર્વને તોડનારા તો વિરલા મનુષ્યો જ છે.' રા, જ્ઞાઃ । प्रसह्य, મનુષ્યાઃ ॥શા આ પ્રમાણે વિચારી રાજા ભર્તૃહરિ શ્રીપુરનગરના ઉદ્યાનમાં જઈ કોઈ વૃક્ષની નીચે સૂઈ ગયો. આ અરસામાં એવું બન્યું કે તે નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામેલો હોવાથી તેના મંત્રીઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે અહીં સૂતેલા રાજાની પાસે આવીને ઊભા રહ્યા. મંત્રીઓએ નગરજન સાથે ત્યાં આવી રાજાને જગાડ્યો અને રાજ્ય લેવા કહ્યું. રાજાએ જણાવ્યું કે, ‘મારે રાજ્યનું કાંઈ પણ પ્રયોજન નથી.' નગરજનોએ વિનંતિપૂર્વક કહ્યું કે, ‘હે મહારાજ! આપ આ રાજ્ય સ્વીકારો Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૦] સ્ત્રીઓના દોષ ૯૧ અને અમોને કૃપા કરીને જીવિતદાન આપો.' એટલે રાજાએ દયાથી તે રાજ્ય સ્વીકાર્યું અને ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. પછી સર્વજનોએ બળાત્કારે પ્રથમના રાજાની એક પુત્રી હતી તે તેને પરણાવી. તે નવયૌવના રાણી એક વખતે રાજમહેલના ગોખમાં બેઠી હતી, ત્યાં કોઈ શ્રેષ્ઠીનો સુંદર પુત્ર તેના જોવામાં આવ્યો. તેને જોઈ તે બાળાએ કટાક્ષ વડે તેનું હૃદય ઘાયલ કર્યું. શ્રેષ્ઠીકુમાર પણ તે રાણીને મળવા ઉત્સુક થયો; તેથી તે ઇચ્છા પૂર્ણ કરવાને માટે એક પુરુષના પ્રમાણની અને સહસ્ર દીવાઓની શ્રેણીવાળી પોલી દીવી તેણે કરાવી, તેમાં પોતે પેઠો અને સંકેત કરી રાખેલા પુરુષોએ તે દીવી રાજાને ભેટ કરી. રાજાએ તે અંતઃપુરમાં મુકાવી. પછી જ્યારે સમય આવ્યો ત્યારે તે તેમાંથી નીકળ્યો અને રાણીની સાથે વિષયભોગ ભોગવી પાછો તેમાં પેસી ગયો. એવી રીતે તે હંમેશાં ક૨વા લાગ્યો. એક વાર તેના વસ્ત્રનો દોરો દીવીના કાષ્ઠના સાંધાની બહાર રહી ગયેલો તે રાજાના જોવામાં આવ્યો. તેને ખેંચતાં તે લાંબો લાગ્યો, એથી તેને તેમાં કોઈ જારપુરુષ છે એવો નિશ્ચય થયો. પણ તે વખતે તે કાંઈ બોલ્યો નહીં. પછી એક દિવસે પોતાની પટ્ટરાણીને હાથે રસવતી કરાવી પેલા યોગીને ભોજન માટે નિયંત્રણ કર્યું. તે ભોજન કરવા આવ્યો એટલે તેની આગળ છ પત્રાવળી માંડી. તાપસ ભોજન કરવા બેઠો, એટલે રાજાએ કહ્યું કે, ‘મહારાજ! તમારી જટામાં રહેલી સ્ત્રીને બહાર કાઢો.' તાપસે ભયથી તેમ કર્યું. પછી તે સ્ત્રીને રાજાએ કહ્યું કે, ‘તું પણ તારી ડાબલીમાંથી પુરુષને કાઢ.'' સ્ત્રીએ પણ તેમ કર્યું. પછી પોતાની રાણીને કહ્યું, ‘તું પણ આ દીવીમાંથી તારા પતિને બહાર લાવ, શા માટે તેને કારાગૃહમાં રાખ્યો છે? તેની સાથે ભોજન કર.' રાણીએ પણ ભયથી તેમ કર્યું. પછી તે સર્વને ભોજનાદિ વડે સંતુષ્ટ કરી અંતરમાં ઉગ્ર વૈરાગ્યને ઘારણ કરતા રાજા ભર્તૃહરિએ સર્વ મંત્રી અને નગરજનોને બોલાવીને જણાવ્યું કે, ‘આવા વિષયને ધિક્કાર છે.' પછી તેવી આધોષણા આખા નગરમાં કરાવી. ભર્તૃહરિરાજાએ બીજી વાર રાજ્ય છોડી દઈ નિશ્ચલ શીલ વ્રત ગ્રહણ કર્યું અને તે એક જ વ્રતના આરાઘનથી દેવપણાને પ્રાપ્ત થયા. એ મહારાજા ભર્તૃહરિનો રચેલો વૈરાગ્યશતક ગ્રંથ અદ્યાપિ લોકમાં વિખ્યાત છે. “મૃગના જેવા લોચનવાળી સ્ત્રીઓના ચરિત્ર જોઈને કયો પુરુષ તેનાથી વિરક્ત ન થાય? જુઓ! રાજા ભર્તૃહરિએ પણ પોતાના અમરફળને જોઈને યોગ ધારણ કર્યો હતો.’’ ‘‘શ્રી ચિંતામણી પાર્શ્વનાથના મહિમા વડે અને શ્રી વિજયસૌભાગ્યસૂરિના પ્રસાદ વડે પોતાના ગુરુભાઈ પ્રેમવિજયને અર્થે શ્રી વિજયલક્ષ્મીસૂરિએ આ ઉદ્યમ કર્યો છે. તેનો છઠ્ઠો સ્તંભ સોળ અધિકાર વડે પૂર્ણ થયો.’’ “વર્ષના દિવસ જેટલા અધિકારવાળા આ ગ્રંથને રચતાં જે પુણ્યની પ્રાપ્તિ થઈ હોય તે પુણ્ય—કર્તા કહે છે કે—મારા કર્મના ક્ષય માટે અને મહોદયની પ્રાપ્તિ માટે થાઓ.” II પણ સ્તંભ સમાપ્ત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ (જીભ ૭) વ્યાખ્યાન ૧ અત્યંત કામાસક્તિનું પરિણામ હવે કામદેવથી અતૃપ્ત એવી સ્ત્રીનો ત્યાગ કરનાર પુરુષ શ્રેષ્ઠ છે તે કહે છે स्त्रीणां कामस्य वांछासु, संतोषो जायते न हि । तस्मात्तासु विरक्तत्वं, भजेत्स पुरुषोत्तमः॥१॥ ભાવાર્થ-“સ્ત્રીઓને કામની ઇચ્છાઓમાં સંતોષ થતો નથી, તેથી સ્ત્રીઓમાં જે વિરક્તપણું રાખે તે પુરુષ ઉત્તમ કહેવાય છે.” આ સંબંધને વિષે અનંગસેન સોનીનો પ્રબંઘ છે તે આ પ્રમાણે– અનગસેન સોનીની કથા એક સમયે શ્રી વિરપ્રભુ કૌશાંબી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે ખબર સાંભળી ચંડપ્રદ્યોતન રાજા અને શતાનિક રાજાની પત્ની મૃગાવતી પ્રભુની દેશના સાંભળવા આવ્યા. ભગવંત દેશના આપવા લાગ્યા, તેવામાં કોઈ ભીલે આવીને પ્રભુને પૂછ્યું કે, “ના સાં?' અર્થાત્ જે હું ઘારું છું તે તે?” પ્રભુ બોલ્યા–“સા સા એટલે “જે તું ઘારે છે તે તે જ છે.” આવો ગૂઢ રહસ્યમય પ્રશ્નોત્તર સાંભળી ગૌતમ ગણઘરે પ્રભુને પૂછ્યું કે, “હે ભગવંત! આ ભીલે આપને શું પૂછ્યું અને આપે શું જવાબ દીધો તે અમે કાંઈ સમજયા નહીં.” પ્રભુ બોલ્યા- “હે ગૌતમ! સાંભળ. આ ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી છે. તે નગરીમાં અનંગસેન નામે એક સોની રહેતો હતો. તે અત્યંત કામગૃદ્ધ હોવાથી જે જે રૂપવતી કન્યા દેખે તેને ઘણું દ્રવ્ય ખર્ચાને પણ પરણતો હતો. એમ કરતાં તેને ઘેર પાંચસો સ્ત્રીઓ એકઠી થઈ. તે સર્વને તેણે સરખા આભૂષણો કરાવ્યા હતા, પરંતુ જે દિવસે જેનો વારો હોય તે દિવસે તે સ્ત્રી સુંદર વેષ પહેરી તેની પાસે આવતી અને તેની સાથે તે સોની ક્રીડા કરતો. બીજી સ્ત્રીઓ તેની આજ્ઞા પ્રમાણે સાધારણ વેષ ઘરીને રહેતી હતી. આ પ્રમાણે તેમનો કાળ નિર્ગમન થતો હતો. તેમ કરતાં કરતાં અનુક્રમે એવું થયું કે જ્યારે તે સોની આડો અવળો જાય ત્યારે બીજી સ્ત્રીઓ હર્ષથી શૃંગાર ઘારણ કરવા લાગી, પણ તેવા વખતમાં કદાપિ જો તે આવી ચડતો તો તે તેમને તાડન કરતો હતો. આવી રીતે ઈર્ષાના અતિરેકથી જ તે સ્ત્રીઓ ઉપર એવો અવિશ્વાસી થયો કે તેમાંની કોઈ સ્ત્રીને કોઈને ઘેર ભોજન કરવા પણ મોકલતો નહીં. છેવટે તેમને માટે એકતંભવાળો આવાસ કરાવી તેમાં તેમને રાખી અને જેમ ભૂત પીપળાના સ્થાનને છોડે નહીં તેમ તે ગૃહદ્વારને નહીં છોડતાં ત્યાં જ બેસી રહેવા લાગ્યો. હત્યાથી દગ્ધ થયેલાની જેમ તે કોઈને ઘેર જમવા જતો નહીં અને કોઈને પોતાને ઘેર જમવા લાવતો પણ નહીં. એક વખતે કોઈ મિત્ર તેને આગ્રહ કરી બળાત્કારે ભોજન કરવા પોતાને ઘેર તેડી ગયો. ત્યાં તે પોતાને શત્રુએ કારાગૃહમાં નાખ્યો હોય તેમ માનવા લાગ્યો. આ સમયનો લાગ જોઈ તેની સ્ત્રીઓ હર્ષ પામી અને તત્કાળ તેમણે સ્નાન વિલેપન કરી સર્વ અંગે વસ્ત્રાભૂષણો ધારણ કર્યા. પછી પ્રીતિપૂર્વક જેવી તે દર્પણમાં પોતાના રૂપને જોતી હતી તેવામાં તે પિશાચના જેવો ક્રૂર ગૃહપતિ સોની આવી ચડ્યો. પોતાના ઘરના દ્વાર પાસે આવતાં જ સ્ત્રીઓની તેવી ચેષ્ટા જોઈને તે તેમની ઉપર ઘણો ગુસ્સે થયો; એટલે તેમાંથી એક સ્ત્રીને તેણે એવી મારી કે તે તત્કાળ યમરાજના ગૃહની Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૧] અત્યંત કામાસક્તિનું પરિણામ ૯૩ અતિથિ થઈ ગઈ. તે દેખાવ જોઈને સર્વ સ્ત્રીઓને એક સાથે ભય ઉત્પન્ન થયો, તેથી તત્કાળ તેમણે ચિંતવ્યું કે, “આ પાપી આપણને પણ આ સ્ત્રીની જેમ મારી નાખશે, માટે આપણે એકત્ર થઈને તેને જ મારીએ.” આવો વિચાર કરીને તે સર્વ સ્ત્રીઓએ પોતાના હાથમાં રહેલા દર્પણ દૂરથી તેના પર ફેંક્યા. સમકાળે ચારસો ને નવાણું દર્પણોના પ્રહારથી તે સોની મૃત્યુ પામ્યો. પછી સર્વ સ્ત્રીઓ પણ રાજ્યભયાદિથી તથા પતિ હત્યાના પશ્ચાત્તાપે ઘર બાળી તે સોનીની સાથે જ બળી મૂઈ. તે ચારસો ને નવાણું સ્ત્રીઓ પશ્ચાત્તાપ અને અકામનિર્જરાથી મૃત્યુ પામી કોઈ અરણ્યમાં ચોરકુળમાં પુત્રપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે તે સર્વ લોકોને લૂંટનારા મહાતસ્કર થયા. જે સ્ત્રી પહેલાં મરણ પામી હતી, તે કોઈ ગામમાં દરિદ્રી બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષનો થયો. પાંચ વર્ષ સુધી પેલા સોનીનો જીવ તિર્યંચ યોનિમાં ભમી તે જ દરિદ્રી બ્રાહ્મણને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ પેલા પુત્રને આ બાલિકાનો પાલક કર્યો. તે બાલિકા હંમેશાં બહુ રોતી હતી, થોડી વાર પણ રુદન કરવાથી વિરામ પામતી નહીં. એક વખતે તેને રોતી બંઘ કરવા માટે તેના બંધુએ તેના ઉદર ઉપર હાથ ફેરવવા માંડ્યો. એમ કરતાં તેના ગુહ્યભાગ પર સ્પર્શ થઈ જવાથી તત્કાળ તે રોતી બંઘ પડી અને હસવા લાગી. આથી તેના બંધુને તેના રુદનને શાંત કરવાનો ઉપાય મળી ગયો. ત્યારથી જ્યારે તે બાળા રુએ કે તે તેની યોનિ ઉપર હાથ અડાડતો, એટલે તરત જ તે શાંત થતી. એક વખતે આવો ઉપાય કરતાં તે પુત્રને તેના માતાપિતાએ જોયો. તેથી તરત જ તેને મારીને ઘર બહાર કાઢી મૂક્યો. ત્યાંથી વનમાં જતાં તે પુત્ર પેલા ચારસો ને નવાણું ચોરને મળ્યો, ત્યારથી તેઓ પૂરા પાંચસો થયા. પેલી બાળા બાલ્યવયથી જ કુલટા થઈ. એક વખતે તે બાળા કોઈ ગામે ગઈ હતી. તે દિવસે પેલા ચોરોએ તે ગામ લુંટ્યું અને તે બાળાને પકડીને લઈ ગયા. પછી સર્વેએ મળીને તેને પોતાની સ્ત્રી કરી. તે એકલી સર્વની સાથે ભોગ ભોગવવા લાગી. અન્યદા કેટલાક ચોરોએ તેના પર દયા આવવાથી વિચાર્યું કે, “આ બાળા એકલી જ સર્વેની સાથે નિરંતર ભોગ ભોગવશે તો જરૂર તે મૃત્યુ પામી જશે; તેથી તેની પ્રીતિને માટે કોઈ બીજી સ્ત્રી હરી લાવીએ તો ઠીક.” આવો વિચાર કરી તે ચોરો એક બીજી સ્ત્રીને હરી લાવ્યા. પછી સર્વ ચોરો તે બન્ને સ્ત્રીઓની સાથે ભોગસુખ અનુભવતા કાળ નિર્ગમન કરવા લાગ્યા. કેટલાક દિવસો ગયા પછી પ્રથમની સ્ત્રી કે જે ઘણી કામી હતી તેણે પાપબુદ્ધિથી વિચાર્યું કે, આ બીજી સ્ત્રી મારા કામવિલાસમાં વિધ્ર કરનારી સપત્ની (શોક્ય) થઈ છે, તો કોઈ ઉપાય વડે હું તેને મારી નાખું તો સારું.” આવો વિચાર કરીને તે તેના છિદ્ર જોવા લાગી. એક દિવસે એવું બન્યું કે, બઘા ચોરો ઘાડ પાડવા ગયા હતા, તેથી ઘર નિર્જન હતું, એટલે તે ઈર્ષાળુ અને ક્રોધિષ્ઠ પાપી સ્ત્રીએ પેલી સરળ સ્ત્રીને છેતરીને કોઈ ઊંડા કૂવામાં નાખી દીઘી. થોડી વારે પેલા ચોરો ચોરી કરીને આવ્યા અને પૂછ્યું કે, “તારી સપત્ની બહેન ક્યાં ગઈ છે?” તે બોલી–“ક્યાં ગઈ તે હું જાણતી નથી. ચોરોએ ચિંતવ્યું કે, “જરૂર તે બિચારી મુગ્ધાને આ પાપિણીએ મારી નાખી હશે. તે સમયે પેલા વિપ્રચોરે વિચાર્યું કે, “આ દુર્મતિ સ્ત્રી મારી બહેન તો નહીં હોય? પણ તે શી રીતે જણાય? જો કોઈ જ્ઞાની આવે તો પૂછી જોઉં.” આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં (શ્રી વીરપ્રભુ કહે છે કે, તેણે અમારું આગમન લોકો Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ પાસેથી સાંભળ્યું, એટલે તત્કાળ તે અહીં આવ્યો પણ પોતાની બહેન સંબંધી પ્રશ્ન કરતા તેને લજા આવી, તેથી તેણે ગૂઢ રીતે પૂછ્યું, એટલે તેનો ઉત્તર પણ અમે ગૂઢ રીતે આપ્યો.” આ પ્રમાણે તેનું વૃત્તાંત સંભળાવીને પ્રભુએ કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીઓ! આ સંસારમાં પાંચ ઇંદ્રિયો તેને વશ થયેલા પ્રાણીઓને ઘણી વિડંબના કરે છે અને ભવોભવ સંસારમાં રખડાવે છે.” આવા વીરપ્રભુનાં વચન સાંભળી તે વિખે સંવેગ પામી પ્રભુની પાસે ચારિત્ર લીધું. પછી તે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં તે વિપ્રમુનિએ પ્રતિબોઘ પમાડેલા બીજા ૪૯૯ ચોરોએ પણ તેની પાસે વ્રત ગ્રહણ કર્યું. અહીં વીરપ્રભુની તથા પ્રકારની વાણી સાંભળી મૃગાવતી બોલી કે, “હે સ્વામી! ચંડપ્રદ્યોતન રાજાની અનુમતિથી હું પણ દીક્ષા લઈશ.” પછી તેણે ચંડપ્રદ્યોતન રાજાને કહ્યું કે, “હે રાજેન્દ્ર! જો મને અનુમતિ આપો તો હું શ્રી વિરપ્રભુની પાસે વ્રત ઘારણ કરું.” પ્રભુના પ્રભાવથી વૈર રહિત થયેલા ચંડપ્રદ્યોતને તાબામાં રાખેલી શત્રુપત્નીને તરત દીક્ષાની અનુમતિ આપી, એટલે મૃગાવતીએ પોતાના પુત્રને ચંડપ્રદ્યોતન રાજાના ઉત્કંગમાં બેસારી શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા લીધી. તે સમયે ચંડપ્રદ્યોતન રાજાની અંગારવતી વગેરે આઠ સ્ત્રીઓએ પણ મૃગાવતીની સાથે દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતન રાજાએ મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબીના રાજ્ય ઉપર સ્થાપિત કર્યો અને પોતે પોતાના અવંતિદેશમાં ચાલ્યો ગયો. પેલો અનંગસેન સોનીનો જીવ સ્ત્રીપણે ઉત્પન્ન થઈ કામના પરવશપણાથી ઘણા ભવોમાં પરિભ્રમણ કરશે. વા સા' એવા શબ્દ વડે સંદેહને પૂછતા એવા ચોરને પ્રભુએ “સા સા એવો ઉત્તર આપ્યો, તેથી પ્રતિબોધ પામી તેણે દીક્ષા લઈ બીજા ચોરોને પ્રતિબોધ પમાડ્યો અને તેઓએ પણ વ્રત ગ્રહણ કર્યું. વ્યાખ્યાન ૨ શીલવ્રતનો મહિમા સ્ત્રીઓ સ્વભાવથી જ બહુ કામી હોય છે, છતાં કોઈ કોઈ સ્ત્રીઓ સ્વીકાર કરેલા વ્રતને આપત્તિમાં પણ છોડતી નથી. आपद्रूपे महत्यग्नी नयंति शीलकांचनं । नैर्मल्यं याः स्त्रियः काश्चित्ताः स्युः केषां न चित्रदाः॥१॥ ભાવાર્થ-જે સ્ત્રીઓ આપત્તિરૂપ મોટા અગ્નિમાં શીલરૂપ સુવર્ણને નિર્મળ કરે છે, તે સ્ત્રીઓ કોને આશ્ચર્ય ન પમાડે?' આ વિષે અંજના સતીનો પ્રબંઘ છે, તે આ પ્રમાણે અંજના સતીની કથા જંબૂદ્વીપમાં આવેલા પ્રહ્માદન નામના નગરને વિષે પ્રહ્માદન નામે રાજા અને પ્રહ્માદનવતી નામે રાણી હતી. તેમને પવનંજય નામે કુમાર હતો. તે સમયે વૈતાઢ્યગિરિ ઉપર અંજનકેતુ રાજા અને અંજનવતી રાણીને અંજના નામે પુત્રી થઈ હતી. તે યૌવનવતી થતાં તેનું પાણિગ્રહણ કરાવવાને અંજનકેતુ રાજા અનેક કુમારોના ચિત્રો પટ ઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો - - - - Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૨] શીલવતનો મહિમા ૯૫ હતો; તથાપિ કોઈ કુમારના રૂપ ઉપર તેને પ્રીતિ થતી નહોતી. એક વખતે રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજય કુમારના રૂપ ચિત્રપટ ઉપર આલેખી મંગાવી તેને બતાવ્યા. બન્ને કુમારના કુળ, શીલ, બળ અને રૂપ સુંદર જોઈ તે ચિત્રો તેણે પોતાની પાસે રાખ્યા. એક વખતે રાજા અંજનકેત મંત્રીઓની સાથે તે કુમારોના ગુણ વગેરેનો વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પૂછ્યું કે, “આ કુમારમાં વિશેષ કોણ છે?” મંત્રીએ કહ્યું “મહારાજ! ભવિષ્યદત્ત કુમારમાં જોકે ઘણા ગુણો છે તથાપિ શ્રી ભગવંતે કહ્યું છે કે, ભવિષ્યદત્ત અઢાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી એ આપણી કન્યાને યોગ્ય વર નથી; માટે સાંસારિક દ્રષ્ટિએ આ પવનંજય કુમાર જ સર્વ રીતે યોગ્ય છે.” આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાના લગ્ન નિર્ધાર્યા. આ ખબર પવનંજય કુમારને થતાં તે ઋષભદત્ત નામના પોતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેનો પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બન્ને નીલ વસ્ત્ર ઘારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસુરગૃહના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં મઘુર આલાપ થતો તેમના સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેતી હતી કે “સ્વામિની! તમે છેવટે જે બે કુમારોના ચિત્ર જોયા હતા, તેમાં જે ભવિષ્યદત્ત છે તે ગુણોથી અધિક અને ઘર્મજ્ઞ છે, પણ અલ્પ આયુષ્યવાળો છે એવું જાણી તેને છોડી દીધો છે; અને બીજા પવનંજય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે.” તે સાંભળી અંજના બોલી, “સખી! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે, અને વિષ હજાર ભાર હોય તો પણ તે કશા કામનું હોતું નથી.” તે સાંભળી પવનંજયકુમાર તેના ઉપર ક્રોઘાયમાન થઈ પડ્ઝ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, “મિત્ર! આ વખતે રાત્રિ છે, આપણે પારકે ઘેર આવ્યા છીએ, વળી આ કુમારી કન્યા છે, જ્યાં સુધી તેને તમે પરણ્યા નથી ત્યાં સુધી તે પરકીયા છે, તેથી તેને હણવી યોગ્ય નથી.” પછી બન્ને ત્યાંથી પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી પવનંજય તેની ઉપર અત્યંત ખેદ વહન કરવા લાગ્યો. પછી તેની સાથે પાણિગ્રહણ કરવાને તે ઇચ્છતો નહોતો, તથાપિ તેના પિતા વગેરેએ માંડમાંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચોરીમંડપમાં પવનંજય કુમારે રાગથી તેના મુખ સામું પણ જોયું નહીં અને પરણ્યા પછી પણ તેણે તેને બોલાવી નહીં. આથી તે નિરંતર દુઃખી સ્થિતિને અનુભવવા લાગી. ઘણા ઉપાયે પણ તેને ભર્તારનું સુખ પ્રાપ્ત થયું નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયા. એ અવસરે પ્રતિવાસુદેવ રાવણ વરુણ વિદ્યાઘરને સાધવા ગયો હતો. ત્યાંથી તેનો એક દૂત પ્રહ્માદન રાજાને બોલાવવા માટે આવ્યો. પ્રહ્માદન રાજાને ત્યાં જવા તૈયાર થતા જોઈ પવનંજય તેમનું નિવારણ કરી, તેમની આશિષ લઈ, દ્રષ્ટિમાર્ગે રહેલી અંજનાની સામું પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં માર્ગે માનસરોવર આવ્યું, ત્યાં તેણે પડાવ કર્યો. ત્યાં કમલવનને વિકાસ પામેલું જોઈ તે આનંદ પામ્યો. રાત્રિએ અંધકારને લીધે પતિથી વિખૂટી પડી ગયેલી ચક્રવાક પક્ષીની સ્ત્રીને કરુણ સ્વરે વિલાપ કરતી તેણે સાંભળી. તે આ પ્રમાણે आयाति याति पुनरेति पुनः प्रयाति । पद्मांकुराणि विचतनोति धुनौति पक्षौ ॥ उन्मादति भ्रमति कुंजति मंदमंदं । कांतावियोगविधुरा निशि चक्रवाकी ॥१॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ર [સ્તંભ ૭ ભાવાર્થ-‘તે સૂચવતી હતી કે, “પતિના વિયોગથી આતુર એવી આ ચક્રવાકી રાત્રિને વિષે આવે છે, જાય છે, ફરી વાર આવે છે, કમળના અંકુરને તાણે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે, ભમે છે અને મંદ મંદ બોલે છે. ૯૬ આ પ્રમાણે સાંભળી તેણે પોતાના મિત્ર ઋષભદત્તને તેનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, ‘મિત્ર! દૈવયોગે આ પક્ષીઓને રાત્રે વિયોગ જ થાય છે. આ પક્ષિણી આમ પોકાર કરતી કરતી મૃતપ્રાય થઈ જશે અને પ્રાતઃકાળ થશે એટલે તેનો પતિ જ્યારે તેને મળશે ત્યારે પાછી તે નવીન દેહવાળી થશે.’ આ વખતે અંજનાનું પૂર્વે બાંધેલું ભોગાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું, તેથી પવનંજયના મનમાં તત્કાળ એવો વિચાર આવ્યો કે, ‘અરે! મારી પત્ની અંજનાને છોડ્યાને મને બાર વર્ષ વીતી ગયા છે, તો તે બિચારીના તે વર્ષો શી રીતે વ્યતીત થયા હશે? માટે ચાલ, અહીંથી એક વાર પાછો ઘેર જઈ તેને મળી આવું.' આમ વિચારી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો; અને તે દિવસે જ ઋતુસ્નાતા થયેલી અંજનાને પ્રેમપૂર્વક ભોગવી. પછી પોતાના નામથી અંકિત મુદ્રિકા તેને નિશાની માટે આપી તે પાછો પોતાના કટકમાં આવ્યો. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ઉદરવૃદ્ધિ થતાં તેની સાસુએ તેના પર કલંક આપ્યું. તેણે પોતાના પતિના નામથી અંકિત મુદ્રિકા બતાવી, તથાપિ તે કલંક ઊતર્યું નહીં; અને તેને એક દાસીની સાથે ગૃહની બહાર કાઢી મૂકી. ત્યાંથી નીકળીને તે પોતાના પિતાને ઘેર આવી, પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેમણે પણ તેને રાખી નહીં; એટલે તે માત્ર એક દાસી સાથે વનમાં ગઈ. પૂર્ણ માસ થતાં તેણે એક દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો, અને મૃગબાલની જેમ તે તેનું પાલન કરવા લાગી. એક વખતે દાસી જળ લેવા ગઈ હતી. ત્યાં તેણે માર્ગમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. તેણે અંજનાને તે વાત કરી; એટલે અંજના તેમની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી. મુનિએ કાયોત્સર્ગ પા૨ી ધર્મદેશના આપી. તે સાંભળી અંજનાએ પોતાને પડેલા દુઃખનું કારણ પૂછ્યું. મુનિએ અવધિજ્ઞાનથી તેનો પૂર્વભવ જણાવ્યો કે, “હે અંજના! કોઈ ગામમાં એક ધનવાન શ્રેષ્ઠીની તું મિથ્યાત્વી સ્ત્રી હતી. તારે એક બીજી સપત્ની હતી. તે પરમ શ્રાવિકા હતી. તે પ્રતિદિન જિનપ્રતિમાની પૂજા કરીને પછી ભોજન લેતી હતી. તું તેની ઉપર દ્વેષ ધારણ કરતી સતી હંમેશા તેના અપવાદ બોલતી અને તેના મર્મનું ઉદ્ઘાટન કરતી હતી. એક વખતે તેં તેની જિનપ્રતિમાને કચરામાં સંતાડી દીધી; તેથી જિનપૂજા કર્યા વગર તેણે મુખમાં જળ પણ નાખ્યું નહીં, અને તે ઘણી આકુળવ્યાકુળ થઈ ગઈ. એટલે તેણે જેને તેને પ્રતિમા વિષે પૂછવા માંડ્યું. તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમા બતાવવા માંડી, પણ તેં બતાવવા ન દેતાં તેની ઉપર ધૂળ નાખી. એવી રીતે બાર મુહૂર્ત સુધી રાખતાં જ્યારે તે ઘણી દુઃખી થઈ, ત્યારે તેં દયા લાવી તેને પ્રતિમા લાવી આપી. તે પાપથી તારે તારા પતિ સાથે બાર વર્ષનો વિયોગ થયો હતો. હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહીં આવી તને પોતાને ઘેર લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ તને મળશે.’’ આ પ્રમાણે મુનિ કહેતા હતા તેવામાં એક વિદ્યાધર ઉપર થઈને જતો હતો તેનું વિમાન ત્યાં સ્ખલિત થયું. વિદ્યાઘરે તેનું કારણ જાણવા નીચે જોયું, ત્યાં પોતાની ભાણેજ અંજનાને જોઈ તેણે ઓળખી; Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૨] શીલવ્રતનો મહિમા ૯૭ એટલે તત્કાળ નીચે ઊતરી દાસી અને પુત્ર સહિત તેને પોતાના વિમાનમાં બેસાડી આકાશમાર્ગે ચાલ્યો. અંજનાનો બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતો. તેથી ચાલતા વિમાનની ઘૂઘરીઓનો નાદ સાંભળી તે બાળકને ઘૂઘરી લેવાનું કૌતુક થયું, તેથી તેણે ઘૂઘરી લેવા ચપળતાથી આગળ આગળ હાથ લંબાવવા માંડ્યો. એમ કરતાં અકસ્માત્ વિમાનમાંથી તે નીચે પડી ગયો. આ જોઈ અંજનાને મહાદુઃખ ઉત્પન્ન થયું. તેણે આક્રંદ સ્વરે રુદન કરવા માંડ્યું કે,‘‘અરે પ્રભુ! આ શો ગજબ! અરે હૃદય! શું તું વજથી ઘડાયેલું છે અથવા વજના જેવું છે કે પતિના વિયોગે પણ તું ખંડ ખંડ થઈ ગયું નહીં; અને અત્યારે પુત્રવિયોગે પણ ખંડિત થતું નથી? આટલે'ઊંચેથી પડેલો પુત્ર શું બચવાનો છે?’’ આ સાંભળી તેની પછવાડે તેનો મામો ભૂમિ પર ઊતર્યો. તેણે શિલાના ચૂર્ણ (રેતી) ઉપર પડેલા બાળકને જેવો ને તેવો ઉપાડી લઈ તેની માતાને આપ્યો. પછી તે વિદ્યાધર પોતાને ઘેર પહોંચી અંજનાને બાળક સહિત ઘેર મૂકી પોતાનું કોઈ કાર્ય કરવા અન્ય સ્થાનકે ગયો. અહીં પવનંજય વરુણ વિદ્યાધરને સાધી ઘેર આવ્યો. માતા પિતાને પ્રણામ કરી પોતાની પત્નીના વાસગૃહમાં ગયો. તો ત્યાં સ્ત્રીને જોઈ નહીં. તત્કાળ માતા પિતાને પૂછ્યું, ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મૂક્યા સંબંઘી વાર્તા કહી. તે સાંભળી પવનંજય વિરહવ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચિતા રચી બળી મરવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર ઋષભદત્તે કહ્યું, ‘સખે! જો ત્રણ દિવસમાં અંજનાને ન લાવું તો પછી તારે અવશ્ય ચિતામાં બળવું.' આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ઋષભદત્ત વિમાનમાં બેસી આકાશમાર્ગે પરિભ્રમણ કરતાં ત્રીજે દિવસ સૂર્યપુરે આવી પહોંચ્યો. ત્યાં ઉપવનમાં સ્ત્રીઓની તથા બાળકોની ગોષ્ઠી થતી તેણે સાંભળી. તે વખતે કોઈ બાળકે કહ્યું, ‘મિત્રો! અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહિત આવેલી છે, તે આપણા રાજા સૂર્યકેતુની સભામાં દરરોજ આવે છે.' આવા શબ્દો અકસ્માત્ સાંભળી ઋષભદત્ત હર્ષ પામ્યો અને તત્કાળ તેને આવીને મળ્યો. અંજના તેને જોઈ લજ્જાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઊભી રહી. ઋષભદત્ત પાસેથી પતિના દિગ્વિજયની તેમજ તેના વિરહવ્યાકુળપણાની વાર્તા સાંભળી ત્યાં જવા ઉત્સુક થઈ. પછી તેણે મામાની આજ્ઞા લીધી. તેણે પણ તેને દાસી અને પુત્ર સહિત ઋષભદત્તને સોંપી, એટલે ઋષભદત્ત તેને લઈ વેગથી પવનંજયના નગરમાં આવ્યો. તેના આવ્યાના ખબર સાંભળી પવનંજય ઘણો હર્ષ પામ્યો, અને મોટા ઉત્સવથી તેણે પોતાના સ્ત્રીપુત્રને નગરપ્રવેશ કરાવ્યો. સર્વ લોકો પણ પરમ આનંદ પામ્યા. પવનંજય અને અંજના બન્ને દંપતીને પ્રતિદિન પ્રીતિમાં વૃદ્ધિ થવા લાગી. તે પુત્રનું નામ હનુમાન પાડ્યું. તે અતુલ બળવાન થયો. એક વખતે વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનના કોઈ મુનિ ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી મહાવીર હનુમાન રાજા થયો. તે અતિ હઠીલો અને વાચાળ હતો, તેથી તે શ્રી રામચંદ્રની સેનાનો અધ્યક્ષ થયો, તથા મહાબળવાન થયો. પવનંજય મુનિ અને સતી અંજના સાધ્વી નિરતિચાર વ્રતને પાળી સ્વર્ગે ગયા. “આ પ્રમાણે સતી અંજનાનું સુંદર ચરિત્ર સાંભળી તેને હૃદયમાં ધારણ કરીને ભવ્ય પ્રાણીઓએ શીલની સુગંધથી હૃદયને સુગંધિત કરવું.’’ Jain Educat ભાગ ૨-૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ વ્યાખ્યાન ૯૩ કુશીલનું ફળ હવે સ્ત્રીઓના અંગ જોઈને જે મોહ પામે છે તેમને શિક્ષા આપે છે– वामांगीनां मुखादीनि, किं वीक्ष्य वीक्ष्य हृष्यसि । क्षणं हर्षमिषाद्दत्ते, श्वभ्रादिषु રુખં પરમ્ ||શા ભાવાર્થ—“અરે મૂર્ખ! સુંદર સ્ત્રીઓના મુખ વગેરે જોઈને તું શું હર્ષ પામે છે? તે ક્ષણવાર હર્ષ આપવાના મિષથી નરકાદિકમાં મહા મોટી પીડાને આપે છે.’ ૯૮ આ વિષે એવી ભાવના કરવી કે કવિ સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપે છે, પણ તે શ્લેષ્મ અને થૂંક વગેરે નિંદ્ય વસ્તુઓથી ભરપૂર છે. અને તે મુખ રત્નપ્રભાદિ નારકીના પ્રયાણનું મુખ છે. સ્ત્રીના કાળા કેશની વેણી મોક્ષમાર્ગે જતાં આડી સર્પિણીરૂપ છે. તેનો સુંદર સીમંત (સેંથો) સીમંત નામના નરકાવાસને આપનાર છે. તેની નાસિકા સ્વર્ગની નાશિકા (નાશ કરનારી) છે. સ્ત્રીના બિંબાઘરનું પાન કરનાર પોતાને સર્વસ્વ મળેલું માને છે, પણ તે મિષે યમરાજ તેનું આયુષ્ય પીએ છે તે જાણતો નથી. મૂઢ કામી તેના કુચકુંભને આલિંગન કરી સૂએ છે, પણ તે તેનાથી થનારી કુંભીપાકની વેદનાને ભૂલી જાય છે. અન્ન માણસ સ્ત્રીને ભુજાનું આલિંગન દઈને સૂએ છે અને તેમાં બહુ સુખ માને છે, પણ ગર્ભની વેદના અને યોનિમાંથી નીકળતાં થયેલાં દુઃખનું તેને વિસ્મરણ થઈ જાય છે. આ સર્વનો વિચાર કરીને જે વામાંગીનો ત્યાગ કરે છે તેને ખરેખરો વિવેકી સમજવો. કહ્યું છે કે— [સ્તંભ ૭ दर्शनात् स्पर्शनात् श्लेषात्, या हंति समजीवितं । हेयोग्रविषनागीव, वनिता सा विवेकीभिः ॥ १ ॥ ભાવાર્થ—“જે સ્ત્રી, દર્શનથી, સ્પર્શથી અને આલિંગનથી સમતારૂપ જીવિતને હણે છે, તે સ્ત્રીને ઉગ્ર વિષવાળી નાગણની જેમ વિવેકી પુરુષોએ તજી દેવા યોગ્ય છે.’’ સ્ત્રીઓના સંસર્ગથી થતું દુઃખ તો સિંહાદિકના સંબંધથી થતા દુઃખથી પણ અધિક છે.કહ્યું છે કે– निरंकुशा नरे नारी, तत्करोत्यसमञ्जसा । यत्क्रुद्धा सिंहशार्दूलाः, व्याला अपि न कुर्वते ॥ ભાવાર્થ-“નિરંકુશ થયેલી સ્ત્રી પોતાના પુરુષ ઉપર જે અઘટિત આચરે છે તેવું ક્રોધી થયેલા સિંહ, શાર્દૂલ કે સર્પો પણ આચરતા નથી.'' આ વિષે સુકુમાલિકાનો પ્રબંધ છે તે આ પ્રમાણે— સુકુમાલિકાની કથા ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને યથાર્થ નામવાળી સુકુમાલિકા નામે રાણી હતી. રાજા જિતશત્રુ તેના પર એટલો બધો આસક્ત હતો કે, તે રાજ્યાદિકની પણ ચિંતા કરતો નહીં. આવી રાજાની વર્તણૂકથી પ્રઘાનવર્ગે રાજાને સ્ત્રી સહિત મદિરાપાન કરાવી અરણ્યમાં તજી દીધો અને તેના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો. જ્યારે મદ્યનો નશો ઊતરી ગયો ત્યારે તે બન્ને ૧ રુવં મહત્ વૃત્તિ પાઠઃ- તેનો અર્થ—મહા રુદન કરાવે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૩] કુશીલનું ફળ ૯૯ રાજા રાણી વિચાર કરવા લાગ્યા, “અરે! આપણે અહીં ક્યાંથી? આપણી મહા કોમળ શય્યા જ્યાં ગઈ? આપણા રાજવૈભવનું શું થયું?” આમ વિચારતાં બન્ને ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર જતાં સુકુમાલિકાને તૃષા લાગી. તેના કંઠ અને તાલુ સુકાઈ ગયા. તેણે રાજાને કહ્યું, “સ્વામી! મારા જીવિતને બચાવવા જળ લાવી આપો.” રાજા જળ લાવવા ગયો, પણ કોઈ ઠેકાણે જળ જોવામાં આવ્યું નહી. પછી ખાખરાના પત્રનો પડીઓ કરી તેમાં પોતાના બાહુની નસમાંથી રુધિર કાઢી તે પડીઓ પૂર્ણ ભર્યો. તે લાવી રાણીને આપતા કહ્યું કે, “પ્રિયે! આ ખાબોચિયાનું જળ અતિ મલિન છે, તેથી નેત્ર મીંચીને પી જા.” રાણીએ તેમ કરીને પાન કર્યું. પછી ક્ષણવારે તે બોલી–“સ્વામી! મને સુઘા બહુ લાગી છે. તેથી રાજાએ દૂર જઈ છરી વડે પોતાની સાથળનું માંસ છેદી તેને અગ્નિમાં પકાવી રાણીની પાસે મૂક્યું અને પક્ષીનું માંસ કહી તેને ખવરાવ્યું. અનુક્રમે ત્યાંથી કોઈ દેશમાં આવી પોતાના આભૂષણો વેચી કાંઈક વ્યાપાર કરીને રાજા તેનું પોષણ કરવા લાગ્યો. એક વખતે રાણીએ કહ્યું, “સ્વામી! જ્યારે તમે વ્યાપાર કરવા બહાર જાઓ છો ત્યારે હું એકલી ઘરમાં રહી શકતી નથી.” આવાં વચન સાંભળી રાજાએ એક પાંગળા માણસને ચોકીદાર તરીકે ઘર પાસે રાખ્યો. તે પાંગળા માણસનો કંઠ ઘણો મઘુર હતો, તેથી રાણી મોહ પામી, અને તેને સ્વામી તરીકે સ્વીકાર્યો. ત્યારથી સુકુમાલિકા પોતાના પતિને મારવા માટે છિદ્રો જોવા લાગી. એક વખતે રાજા રાણીને લઈને વસંતત્રતુમાં જળક્રીડા કરવા માટે ગંગાતટે ગયો. રાજાએ મધુપાન કર્યું. જ્યારે રાજા બેભાન થયો, ત્યારે રાણીએ તેને ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દીઘો. પછી રાણી સુકુમાલિકા પેલા પાંગળાને લઈને સ્વેચ્છાથી ગાયન કરાવતી કાંધ ઉપર બેસાડી ભીખ માગતી ભમવા લાગી. તે જોઈ લોકો તેને પૂછવા લાગ્યા કે, “આ કોણ છે?” ત્યારે તે કહેતી કે, “મારા માતાપિતાએ આવો પતિ જોયો છે, તેથી તેને અંઘ ઉપર વહન કરું છું.” અહીં જિતશત્રુ રાજાને ગંગામાં તણાતાં એક કાષ્ઠ પ્રાપ્ત થયું. તેના યોગે તે તરીને બહાર નીકળ્યો અને નદી કિનારે કોઈ એક વૃક્ષની તળે સૂઈ ગયો. તે સમયે સમીપે આવેલા કોઈ નગરનો રાજા ગુજરી ગયો હતો, તેથી તેના મંત્રીઓએ પંચદિવ્ય કર્યા હતા, તે ત્યાં આવીને ઊભા રહ્યા. એટલે રાજાને જાગૃત કરી મંત્રીઓએ તેને રાજ્ય ઉપર બેસાર્યો. દૈવયોગે પેલી સુકુમાલિકા પંગુ સાથે ભટકતી અને ભીખ માગતી તે જ નગરમાં આવી ચડી. તે બન્ને સતીપણાથી અને ગીતમાઘુર્યથી તે નગરમાં વિખ્યાત થયા. તેની વિખ્યાતિ સાંભળી રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમને જોતાં જ રાજાએ ઓળખી લીધા. તેથી તે બોલ્યો કે, “હે બાઈ! આવા બિભત્સ પાંગળાને ઉપાડીને તું કેમ ફરે છે?” તે બોલી, “માતાપિતાએ જેવો પતિ આપ્યો હોય તેને સતીઓએ ઇંદ્રના જેવો માનવો.” તે સાંભળી રાજા બોલ્યો-“હે પતિવ્રતા! તને ઘન્ય છે. પતિના બાહુનું રુધિર પીધું અને સાથળનું માંસ ખાધું, તો પણ છેવટે તેને ગંગાના પ્રવાહમાં નાખી દીધો. અહો!કેવું તારું સતીપણું!' આ પ્રમાણે કહી તે ન્યાયી રાજાએ સ્ત્રીને અવધ્ય જાણી પોતાના દેશની હદપાર કરી, અને આવું પ્રત્યક્ષ સ્ત્રીચરિત્ર જોઈ તેણે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરવારૂપ મહાવ્રત લીધું. “સુકુમાલિકાનું ચરિત્ર જોઈ જિતશત્રુ રાજા વિષયસુખથી વિરક્ત થયો અને કામક્રોધાદિ શત્રુઓનો જય કરી તેણે પોતાનું જિતશત્રુ નામ સાર્થક કર્યું.” Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ વ્યાખ્યાન ૯૪ જી-સંસર્ગના દોષો સ્ત્રીજાતિ અનેક ગુણની હાનિ કરે છે તે કહે છે. गुणिनां गुणतो भ्रंशं, कर्तुं कूट रचेद् बहुं । या सा परिहर्त्तव्या, विघ्नकी शुभे पथि ॥१॥ ભાવાર્થ-“જે સ્ત્રી ગુણી પુરુષોને ગુણથી ભ્રષ્ટ કરવા બહુ કપટ રચે છે તેવી સ્ત્રીને શુભ માર્ગમાં વિધ્ર કરનારી જાણી દૂરથી છોડી દેવી.” લૌકિકમાં ગુણી પુરુષો શંકર વગેરે કહેવાય છે. તેમને તેમની સ્ત્રીએ ભીલડીને રૂપે મોહિત કર્યા હતા. તે સ્ત્રીનાં વચનથી નૃત્ય કરતા શંકર દેવતાઓના હાસ્યપાત્ર થયા હતા. એવાળ અને જળમાત્રના આઘાર વડે નિર્વાહ કરનારા તાપસો પણ સ્ત્રીઓના વિલાસથી ભ્રાંત થઈ શીલભ્રષ્ટ થયેલા છે. તે વિષે તેમના શાસ્ત્રમાં કહેલ છે કે सुगुप्तानामपि प्राय, इंद्रियाणां न विश्वसेत् । विश्वामित्रोऽपि सोत्कंठः, कंठे जग्राह मेनका ॥१॥ ભાવાર્થ-“ઇન્દ્રિયો ભલે પ્રકારે ગોપવેલી હોય તો પણ તેનો વિશ્વાસ કરવો નહીં. કારણ કે વિશ્વામિત્ર જેવાએ પણ ઉત્કંઠિત થઈને મેનકાને ગ્રહણ કરી હતી.” તે વિષે નીચે પ્રમાણે કથા અન્ય શાસ્ત્રમાં છે– મહાશય વિશ્વામિત્ર શુષ્ક ફળ અને જળનો આહાર કરી સૂર્ય સામે નેત્ર રાખી તપસ્યા કરતા હતા, તેથી તેમનામાં નવું સ્વર્ગ વસાવવાની શક્તિ ઉત્પન્ન થઈ હતી. આ ખબર ઇંદ્રને થવાથી તેણે તેમને તપથી ભ્રષ્ટ કરવા મેનકાને ત્યાં મોકલી. મેનકાના વિવિધ વિલાસથી મુનિ ધ્યાનભ્રષ્ટ થયા અને તીવ્ર અનુરાગ વડે તેને ભોગવી. ચિરકાળ ધ્યાનભંગ સ્થિતિમાં રહેતાં પાછું ચૈતન્ય પ્રાપ્ત થવાથી જાગૃત થયેલા મુનિએ મેનકાને પૂછ્યું કે, “તમે મારું ધ્યાન ભંગ કર્યું તેને કેટલો સમય વ્યતીત થયો?’ મેનકા બોલી–“નવસો અને સાત વર્ષ, નવ માસ અને ત્રણ દિવસ વીતી ગયા.' આવી રીતે વારંવાર અપ્સરાઓ મોકલીને ઇંદ્ર તેમના તપનો ભંગ કર્યો હતો જેથી તે શક્તિહીન થઈ ગયા હતા. તે વિષે વિસ્તારથી વૃત્તાંત મહાભારતમાંથી જાણી લેવો. વળી લોકોત્તર (જૈન) શાસ્ત્રમાં પણ આષાઢભૂતિ, આદ્રકુમાર અને અરણિક વગેરે ગુણવાન મુનિઓ સ્ત્રીઓની રચેલી કપટજાળમાં પડેલાનાં દ્રષ્ટાંતો છે, તેથી તેવી સ્ત્રીઓ ત્યાગ કરવા યોગ્ય જ છે. વળી વલ્કલચીરીએ પણ સ્ત્રીસંગમાં ઘણા દોષો જાણી તેનો ત્યાગ કર્યો હતો. તેની કથા આ પ્રમાણે શ્રી વલ્કલચીરી મુનિનો પ્રબંધ પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો, તેને ઘારિણી નામે પત્ની હતી. એક વખતે ઘારિણી પોતાના પતિ સોમચંદ્રના માથાના કેશ કાંસકીથી ઓળતી હતી; તે વખતે મસ્તક પર શ્વેત કેશ જોઈ તે બોલી કે- “હે સ્વામી! આ જરાવસ્થાનો દૂત આવ્યો.' રાજા પોતાને આવેલા ઘોળા કેશને જોઈને વિચારવા લાગ્યો કે, “મારા વૃદ્ધ વડીલોએ તો યૌવન વયમાં વ્રત ગ્રહણ કરેલું છે. મને ધિક્કાર છે કે હું અદ્યાપિ માથે પળી આવ્યા તોપણ ઘર્મ આચરતો નથી.” તે સાંભળી Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૪] સ્ત્રી-સંસર્ગના દોષો ૧૦૧ રાણી બોલી–“હે સ્વામી! હજુ પણ ઘર્મકાર્યમાં વિલંબ કરો નહીં.” તે સાંભળી રાજા સોમચંદ્ર પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને રાજ્ય ઉપર બેસાડી તત્કાળ તાપસવ્રત ઘારણ કર્યું. ઘારિણી રાણી ગર્ભવતી હતી,તથાપિ એક ઘાત્રીને સાથે લઈ પતિ સાથે ચાલી નીકળી. પૂર્ણ સમયે અનુક્રમે ઘારિણીને પુત્ર થયો, પરંતુ પ્રસવની ઉગ્ર પીડામાં તે મૃત્યુ પામી; એટલે સોમચંદ્ર તાપસને ચિંતા થઈ પડી કે હવે આ માતા વગરનો પુત્ર શી રીતે ઊછરશે? સ્વર્ગમાં ગયેલી દેવી ઘારિણી અવધિજ્ઞાને પોતાના તાપસપતિની ચિંતા જાણી ભેંસનું રૂપ લઈ ત્યાં આવી અને પોતાના બાળકને ઘવરાવ્યો. એવી રીતે દેવમાતા અને શાત્રીએ પાલન કરેલો તે બાળક મોટો થયો. તેના તાપસ પિતાએ તે બાળકને વલ્કલ* વસ્ત્રોમાં વીંટાળી તેનું વલ્કલચીરી એવું નામ પાડ્યું. અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો ત્યારે ભેંસરૂપે આવેલી પૂર્વભવની માતા દેવલોકમાં ચાલી ગઈ. પછી તાપસે વનફળ તથા ઘા થી પોષણ કરેલો તે બાળક અનુક્રમે સોળ વર્ષનો થયો. તે પુત્ર માત્ર “તાત, તાત” એટલું જ બોલતો અને તેના પિતાને નમસ્કાર કરતો હતો. તેમજ વનફળ લાવી પિતાનું પોષણ કરતાં શીખ્યો હતો. એક વખતે પ્રસન્નચંદ્ર રાજા કોઈ ભીલના મુખથી પોતાના સહોદરનો પ્રબંઘ સાંભળી તેને મળવાને ઉત્સુક થયો; તેથી તેણે વેશ્યાઓને બોલાવીને કહ્યું કે, “તમે કોઈ પણ ઉપાયે લોભાવી મારા બંધુને અહીં લાવી આપો. પણ તમારે તેને દૂરથી જોવો, નહીં તો સોમચંદ્ર તાપસ તમને શાપથી ભસ્મ કરશે.’ આવાં તેનાં વચનથી તે વેશ્યાઓ તાપસીનો વેશ લઈ સોમચંદ્ર તાપસના આશ્રમ પાસે આવી. તે વખતે આશ્રમમાં વલ્કલચીરી એકલો જ હતો. વલ્કલચીરીએ તેમને દૂરથી આવતી જોઈ એટલે તેઓ તાપસરૂપે હોવાથી તેમને તાપસ જાણી તેણે નમસ્કાર કર્યા. પછી વનમાંથી લાવેલા ફળ તેમના આહાર માટે આગળ ઘર્યા. તે ફળોને જોઈને કપટમુનિઓ બોલ્યા, “મહારાજ! આવાં નીરસ ફળોને અમે શું કરીએ? અમારે તો પોતનપુરનાં ફળો જોઈએ. હે મુનિ!તમે અમારા આશ્રમના ફળની વાનગી જુઓ.” એમ કહી તે કપટી વેશ્યાઓએ તેને એકાંતમાં બેસાડી ખાંડ, સાકર અને દ્રાક્ષ વગેરે મઘુર મેવા વગેરેનો આગ્રહથી આહાર કરાવ્યો. તે મધુર ફળના સ્વાદથી હર્ષ પામી તે મુનિ બીલા, આંમલી અને કોઠાંનાં ફળો, જે પોતે ખાતો હતો તેના સ્વાદમાં ઉદ્વેગ પામ્યો. જેમ જેમ તે મુનિ લોભાતો ગયો તેમ તેમ તેઓ વિશેષ સ્વાદવાળી વસ્તુઓ તેને ખાવા આપવા લાગી. પછી તે મુનિના હાથને પોતાના સ્તન અને કોમળ ગાલ વગેરે ઉપર મૂક્યો. તેથી તે તાપસ બોલ્યો કે “મહાશય! તમારું શરીર આવું કોમળ કેમ છે? અને આ તમારા હૃદય ઉપર બે વેદિકા શેની છે?” તે બોલી–“અમારા પોતન આશ્રમના ફળોનું આસ્વાદન કરવાથી આવાં અંગ થાય છે, તેથી તમે પણ આ આશ્રમને છોડી પોતનાશ્રમમાં આવો.” પછી વલ્કલચીરી તેમની સાથે ત્યાં જવાનો સંકેત કરી પોતાના પાત્રો એકાંતે ગોપવીને ફરી વાર તેમની પાસે આવ્યો. કહ્યું છે કે तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः । _यावन्न योषितां दृष्टि-गोचरे यांति पुरुषः ॥ ભાવાર્થ-“જ્યાં સુધી પુરુષ સુંદર સ્ત્રીઓને દ્રષ્ટિગોચર થયો નથી ત્યાં સુધી જ તે મુનિ, યતિ, જ્ઞાની, તપસ્વી અને જિતેંદ્રિય રહે છે.” આ સમયે સોમચંદ્રઋષિ આમ તેમ ફરતાં ત્યાં આવતા હતા, તેમને દૂરથી આવતા જોઈ * ઝાડની છાલના બનાવેલા વસ્ત્રો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ અગાઉથી સંકેત કરી વૃક્ષ ઉપર રાખેલા પુરુષોએ તે સ્ત્રીઓને તેવા ખબર આપ્યા, એટલે તત્કાળ તેઓ શાપના ભયથી નાસી ગઈ અને રાજાની આગળ આવીને તે વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી રાજાએ ‘“અહો! મારો બંઘુ બન્નેથી ભ્રષ્ટ થયો, તેથી તેના શા હાલ થશે?' આવું ચિંતવી તેની દિલગીરીમાં આખા નગરમાં ગીત નૃત્યાદિકનો નિષેધ કર્યો. હવે અહીં વલ્કલચીરી વનમાં ભમતો હતો, ત્યાં કોઈ રથવાળાએ તેને દીઠો, એટલે તેણે પૂછ્યું કે—‘મુનિ! તમે ક્યાં જાઓ છો?' તે બોલ્યો, ‘હું પોતનાશ્રમમાં જવા ઇચ્છું છું.' એટલે રથવાળાએ કહ્યું કે—‘હું પણ ત્યાં જ જઉં છું.’ તેથી વલ્કલચીરી રથની પછવાડે પછવાડે ચાલ્યો. તે રથમાં રથવાળાની સ્ત્રી બેઠી હતી તેને મુનિ ‘હે તાત’ ‘હે તાત’ એમ કહેવા લાગ્યો. ત્યારે તે સ્ત્રીએ તેના પતિને કહ્યું કે, “આ મુનિ સ્ત્રી-પુરુષનો ભેદ પણ જાણતો નથી.’ પછી રથિકે તેને મુગ્ધ જાણી મોદક ખાવા આપ્યા. તેનો સ્વાદ લઈ મુનિ બોલ્યા-‘અહો જાણવામાં આવ્યું, આ ફળ પૂર્વે મને પેલા મહાશયોએ આપ્યા હતા તે જ છે.' પછી આગળ જતાં રથિકે એક ચોરને યુદ્ધ કરી જીતી લીધો. ચોરે રથિકને ઘણું ઘન આપ્યું. તે લઈ રથિક પોતનપુરમાં આવ્યો. ત્યાં રથિકે મુનિને કહ્યું કે, ‘હે બાળમુનિ! આ ધન લો. ધન વગર અહીં સ્થાન ભોજન મળશે નહીં.’ પછી તેને કેટલુંક ઘન આપી ‘“આ પોતનાશ્રમ છે’’ એમ કહી તે રથિક ત્યાંથી ચાલ્યો ગયો. હવે બાલમુનિ નગરમાં ચાલ્યો. ત્યાં દુકાનોની શ્રેણી અને હવેલીઓ જોઈ વિચાર કરવા લાગ્યો કે ‘હું ક્યાં આવ્યો? આ આવું શું હશે?’ વળી માર્ગે કોઈ નર કે નારી મળે તો તે તેને ‘તાત! વંદન કરું છું.’ એમ કહેવા લાગ્યો. લોકો તેને તેમ કરતાં જોઈને હસવા લાગ્યા. આમ કરતા કોઈ વેશ્યા તેના જોવામાં આવી, એટલે તેને મુનિ જાણી મૂલ્ય આપીને નિવાસ તથા ફળાદિકની તેણે યાચના કરી. તેણે તેને પોતાના ઘરમાં બોલાવીને અલ્ટંગ સ્નાન કરાવ્યું. મુનિએ ઉપસર્ગની જેમ તે સહન કર્યું. પછી તેણે તેની સાથે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. સોમચંદ્રનો પુત્ર બાળમુનિ વેશ્યાના ગીતનૃત્ય સાંભળી અને જોઈ ચિંતવન કરવા લાગ્યા કે, ‘‘આ બધા શું ભણે છે? તેઓ મને ફળ કેમ આપતા નથી?’ આ વખતે રાજાએ તે વેશ્યાને ઘેર થતો મૃદંગ ધ્વનિ સાંભળ્યો, તેથી તત્કાળ તેને બોલાવી રાજાએ પૂછ્યું કે—‘મારે ઘેર શોક છતાં તું વાદ્ય કેમ વગાડે છે?” વેશ્યા બોલી—‘દૈવજ્ઞ (જોષી)ના વચનથી મેં એક તાપસકુમારને કન્યા આપી છે, તેના હર્ષમાં મારે ત્યાં વાદ્ય વાગે છે.’ આ વાર્તા સાંભળી તે જ વખતે રાજાનું દક્ષિણ અંગ ફરક્યું, તેથી તેને નિશ્ચય થયો કે, ‘જરૂર મારો બંધુ જ ત્યાં આવ્યો હશે.' આથી રાજા તરત તે વેશ્યાને ઘેર ગયો. ત્યાં પોતાના અનુજ બંધુને જોઈ રાજાએ પ્રેમથી તેનું વિવાહમંગળ કર્યું અને પોતાના બંધુને તે સ્ત્રી સહિત દરબારમાં લાવ્યો. અનુક્રમે તે સર્વ કળામાં કુશળ થયો. પછી રાજાએ આ વૃત્તાંત પોતાના પિતા સોમચંદ્રને જણાવ્યું, તેથી તે શોક રહિત થયા. હવે રાજ્યમાં રહેતાં અને સ્ત્રી સાથે વિષયસુખ ભોગવતાં વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. એકદા અર્ધરાત્રે જાગૃત થતાં વલ્કલચીરીને વિચાર આવ્યો કે, ‘અહો! મારા અકૃતજ્ઞપણાને ધિક્કાર છે અને મારા અજિતેંદ્રિયપણાને પણ ઘિક્કાર છે, કે જેથી હું મારા પિતાને ભૂલી જઈને અહીં પડ્યો છું.’ આ પ્રમાણે વિચારીને તે પોતાના પિતાને જોવા અતિ ઉત્સુક થયો. તેથી પ્રાતઃકાળે ભાઈની આજ્ઞા લઈને પિતા પાસે જવા ચાલ્યો. વડીલ ભાઈ પણ લઘુ બંધુની સાથે જવા તૈયાર Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૫] રાગાંઘનું વિવેકવિકળપણું ૧૦૩ થયો. બન્ને ભાઈઓએ વનમાં જઈ પિતાને પ્રણામ કર્યા. સોમચંદ્રમુનિએ પોતાના લઘુ પુત્રને ઉત્સંગમાં બેસાડી તેના સર્વ સમાચાર સાંભળ્યા. તે વખતે હર્ષનાં અશ્રુ આવતાં તેમના નેત્રના પડળ ઊતરી ગયા. પછી વલ્કલચીરી પૂર્વે ગોપવી રાખેલા તાપસપણાના ઉપકરણો કાઢી તેને ઉત્તરીયવસ્ત્રના છેડાથી સંમાર્જન કરતાં વિચારમાં પડ્યા કે, “અહો! મેં પૂર્વે આવું જોયું છે. એ પ્રમાણે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના પૂર્વ ભવ દીઠો, એટલે તેણે જાણ્યું કે–“અહો! ગત ભવમાં જ મૂકેલું સાધુપણું પણ મારા જાણવામાં આવ્યું નહીં, માટે સ્ત્રી વિષયના લંપટપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તેને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેની દેશનાથી તેના પિતાએ પણ દીક્ષા લીધી અને પ્રસન્નચંદ્ર રાજા પણ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી ઘેર ગયા. પ્રત્યેકબુદ્ધ વલ્કલચીરી મુનિ શ્રી વીર પ્રભુની પાસે ગયા અને અનુક્રમે કર્મ ખપાવીને મોક્ષે ગયા. એવી રીતે વલ્કલચરી મુનિ પોતાના આત્મપ્રદેશને લાગેલી કર્મની વર્ગણાનું તાપસપણાના વલ્કલાદિ ઉપકરણોની રજની સાથે માર્જન કરી દ્રવ્ય અને ભાવથી રજપણાને દૂર કરતા સતા કામદેવને જીતનારા અને પ્રત્યેકબુદ્ધ થયા. -- વ્યાખ્યાન ૫ રાગાંધનું વિવેકનિકળપણું मातरं स्वसुतां जामि, रागांधो नैव पश्यति । पशुवद्रमते तत्र, रामाऽपि स्वसुतादिषु ॥१॥ ભાવાર્થ-કામરાગથી અંઘ થયેલો પુરુષ માતા, પુત્રી કે બહેનને પણ જોતો નથી, તેની સાથે પશુની જેમ રમે છે; જેમ પશુ પોતાની માતા વગેરેની સાથે અવિવેકીપણાને લીધે સ્વેચ્છાએ ક્રીડા કરે છે, તેવી રીતે કામાંઘ એવા સ્ત્રી કે પુરુષ પણ અવિવેકીપણે પુત્ર-પુત્રાદિમાં પ્રવર્તે છે.” આ વિષે અઢાર નાતરાનો પ્રબંઘ કહેવાય છે, તે આ પ્રમાણે અઢાર નોતરાનો પ્રબંધ મથુરાપુરીમાં કામદેવની સેના જેવી કુબેરસેના નામે એક વેશ્યા હતી. તે પ્રથમ ગર્ભના ભારથી ખેદિત થઈ ત્યારે તેણે પોતાની માતાને તે દુઃખ જણાવ્યું. માતાએ કહ્યું, “વત્સ! તારો ગર્ભ પાડી નાખ્યું જેથી તને ખેદ દૂર થાય. વેશ્યા બોલી કે, “તેમ કરવું તો અયુક્ત છે.” પછી સમય આવતાં તેણે એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. તે વખતે તેની માતા બોલી કે, “વત્સ! આપણો ઉદ્યમ માત્ર યૌવન ઉપર છે અને આ બે સ્તનપાન કરનારાં બાળકો તારા યૌવનને હરી લેશે. કહ્યું છે કે-“વેશ્યા જાતિ યૌવન ઉપર જીવનારી છે, તેથી તેણે જીવની પેઠે યૌવનની રક્ષા કરવી.” માટે આ જોડલાને વિષ્ટાની જેમ બહાર ત્યજી દે.” વેશ્યાએ તે સ્વીકાર્યું. પછી દશ દિવસ સુધી તેનું પાલન કરી, કુબેરદત્ત અને કુબેરદત્તા એવી બે નામથી અંકિત બે મુદ્રિકા કરાવી તેમની આંગળીમાં પહેરાવી, અને તેમને એક પેટીમાં પૂરી તે પેટી યમુનાનદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. જળના તરંગોના પ્રવાહ સાથે તણાતી તણાતી તે પેટી સૌર્યપુર સમીપે આવી. ત્યાં કોઈ બે ગૃહસ્થ શ્રેષ્ઠીઓએ તે પેટી ગ્રહણ કરી અને તે બાળકોને બન્ને શ્રેષ્ઠીએ પુત્ર પુત્રીપણે રાખીને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ મોટા કર્યા. અનુક્રમે જ્યારે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે બન્નેને પરસ્પર યોગ્ય જાણી તેમનો મોટા ઉત્સવથી વિવાહ કર્યો. એ દંપતી પરસ્પર અતિ સ્નેહથી રહેવા લાગ્યા. એક વખતે તેઓ સોગઠાબાજી રમતા હતા તેવામાં કુબેરદત્તના કરમાંથી નીકળીને પેલી નામાંકિત મુદ્રિકા કુબેરદત્તાના ઉત્સંગમાં પડી. તે લઈને જોતાં કુબેરદત્તા વિચારમાં પડી અને બોલી કે, “આ બન્ને મુદ્રિકા આકૃતિ વગેરેથી સરખી છે. તેથી એમ જણાય છે કે આપણે બન્ને સહોદર યુગલીઆ હઈશું. પરંતુ દૈવયોગે આપણો વિવાહ થઈ ગયો છે.'' પછી એ બન્નેએ જઈને પોતપોતાની માતાને પૂછ્યું ત્યારે માતાએ તેમનો પૂર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી બન્ને બોલ્યા કે, ‘હે માતા! તમે આવું અકૃત્ય કેમ કર્યું?” માતા બોલી-‘વત્સો ! હજુ તમારું માત્ર પાણિગ્રહણ જ થયું છે, બીજું કાંઈ પાપ થયું નથી, તેથી એ સંબંધ ત્યજી દો.’ પછી કુબેરદત્તને કહ્યું કે, ‘તું વ્યાપાર કરવા પરદેશ જવા ઇચ્છે છે તો હાલ પરદેશ જા. ત્યાંથી કુશળક્ષેમ પાછો આવ્યા પછી તારો બીજી સ્ત્રીની સાથે વિવાહ કરીશું.' તે સાંભળી કુબેરદત્તાને પોતાની બહેન ગણી, વેચવા માટે અનેક પ્રકારના કરિયાણા લઈને કુબેરદત્ત મથુરાપુરીએ ગયો. અનુક્રમે કેટલેક દિવસે ત્યાં પેલી કુબેરસેના વેશ્યાની સાથે જ તેને સંબંધ થયો. તેની સાથે વિષયસુખ ભોગવતાં તેનાથી એક પુત્ર ઉત્પન્ન થયો. અહીં કુબેરદત્તાએ વિષયવિરક્ત થઈને દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે કુબેરદત્તને પોતાની માતાની સાથે વિલાસ કરતો જોયો. તેને પ્રતિબોધ કરવા માટે તે સાધ્વી મથુરાપુરી આવ્યા અને તેના ઘરની નજીક આવેલા એક ઉપાશ્રયમાં નિવાસ કર્યો. ત્યાં રહીને તેમણે ધર્મદેશના આપી. એક દિવસ તે જ્ઞાની સાધ્વી વહોરવાના નિમિત્તે તે વેશ્યાને ત્યાં ગયા. તે વખતે તે વેશ્યાનો પુત્ર પારણામાં સૂતો સૂતો રડતો હતો, ત્યારે તેને સાધ્વી આ પ્રમાણે હુલરાવતી સતી હાલરડાં ગાવા લાગી. તે વિષે શ્રી પરિશિષ્ટપર્વમાં લખ્યું છે કે “હે વત્સ! તું રો નહીં, તું મારો ભાઈ થાય છે, પુત્ર થાય છે, દિયર થાય છે, ભત્રીજો થાય છે, કાકો થાય છે અને પુત્રનો પુત્ર થાય છે. હે બાળક! જે તારો પિતા છે તે મારો સહોદર બંધુ થાય છે, પિતા થાય છે, પિતામહ થાય છે, સ્વામી થાય છે, પુત્ર થાય છે અને સસરો થાય છે. હે બાળક! જે તારી માતા છે તે મારી માતા થાય છે, મારા પિતાની માતા થાય છે, ભોજાઈ થાય છે, વહુ થાય છે, સાસુ થાય છે અને સપત્ની થાય છે.’’ તે સાંભળી કુબેરદત્ત બોલ્યો કે, ‘હે સાધ્વી! આવું અઘટત કેમ બોલો છો?” સાધ્વીએ કહ્યું કે, “સાંભળો, આ બાળક મારો સહોદર બંધુ થાય છે, કારણ કે અમે બે એક ઉદ૨થી ઉત્પન્ન થયા છીએ, વળી આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો પણ પુત્ર થાય છે, તેમજ મારા પતિનો અનુજ બંધુ હોવાથી મારો દિયર પણ થાય છે, વળી તે મારા ભાઈનો પુત્ર છે તેથી મારો ભત્રીજો પણ થાય છે, તથા તે મારી માતાના પતિનો (પિતાનો) ભાઈ છે તેથી મારો કાકો પણ થાય છે, અને મારી સપત્ની જે કુબે૨સેના તેનો પુત્ર જે કુબેરદત્ત તેનો આ પુત્ર તેથી તે મારા પુત્રનો પુત્ર પણ કહેવાય છે. છે હવે તેના પિતાની સાથે મારે જે છ સંબંધ છે તે આ પ્રમાણે—આ બાળકનો જે પિતા તે મારો ભાઈ થાય, કારણ કે તેની અને મારી માતા એક છે. તથા આ બાળકનો જે પિતા તે મારો પિતા થાય, કારણ કે તે મારી માતાનો સ્વામી છે. વળી જે આ બાળકનો પિતા તે મારો પિતામહ થાય, Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૬] વિષયસુખની અત્યંત અલ્પતા ૧૦૫ કારણ કે મારી માતા કુબેરસેના તેનો પતિ કુબેરદત્ત તેનો આ બાળક અનુજ બંધુ છે તેથી કાકો અને તેનો પિતા કુબેરદત્ત તેથી તે વૃદ્ધ પિતા થાય, તથા જે આ બાળકનો પિતા તે મારો સ્વામી થાય, કારણ કે તેની સાથે મારો વિવાહ થયેલો છે. વળી એ મારી શોક્યનો પુત્ર છે તેથી મારો પુત્ર પણ થાય, તથા જે આ બાળકનો પિતા તે મારો સસરો પણ થાય, કારણ કે તે મારા દિયરનો પિતા છે. વળી મારે આ બાળકની માતા સાથે છ સંબંધ છે તે આ પ્રમાણે—જે આ બાળકની માતા તે મારી પણ માતા થાય, કારણ કે તેનાથી મારો જન્મ થયેલો છે. તથા જે આ બાળકની માતા તે મારી પિતામહી થાય, કારણ કે તે મારા કાકાની માતા છે. તથા જે આ બાળકની માતા તે મારી ભોજાઈ થાય, કારણ કે તે મારા ભાઈની સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી પુત્રવધૂ પણ થાય, કારણ કે મારી શોક્યનો પુત્ર કુબેરદત્ત તેની તે સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી સાસુ પણ થાય, કારણ કે તે મારા પતિની માતા થાય છે. તથા એની માતા મારી શોક્ય પણ થાય, કારણ કે મારા પતિની જ તે બીજી સ્ત્રી થાય છે.’’ આ પ્રમાણે સાંભળી કુબેરદત્તે તેનો સર્વ વૃત્તાંત પૂછ્યો. સાધ્વીએ તે કહી બતાવ્યો. તે સાંભળી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી, અને કુબેરસેનાએ પણ શ્રાવિકાપણું સ્વીકાર્યું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ વિષયના દોષને ચિત્તમાં ઘારી રાગાંઘપણાને મૂકી દે અને શુભ શીલનું આચરણ કરે તે કુબેરદત્તાની જેમ જગતમાં ઉત્તમ સંપત્તિને પામે છે. વ્યાખ્યાન ૯૬ વિષયસુખની અત્યંત અલ્પતા હવે વિષયમાં સુખ અલ્પ છે અને વિડંબના ઘણી છે તે બતાવે છે. सुखं विषयसेवाया - मत्यल्पं सर्षपादपि । દુઃખું નાલ્પતાં ક્ષોત્ર-નિંદ્રાસ્વામર્ત્યવત્ ॥શા ભાવાર્થ—વિષયસેવનમાં સરસવના દાણાથી પણ ઘણું થોડું સુખ છે અને દુઃખ ઘણું છે. જેમ મધુના ટીપાના આસ્વાદન કરનાર માણસને થયું હતું તેમ.’’ વિષય સેવવામાં ઘણું જ અલ્પ સુખ છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે, “જેમાં સુખ ક્ષણવાર છે અને દુઃખ બહુકાળ પર્યંત છે, દુઃખ અત્યંત મળે છે અને સુખ દૂર રહે છે, એવું અનર્થની ખાણરૂપ કામભોગજન્ય સંસારસુખ મોક્ષનું પ્રતિપક્ષી છે.' વળી કહ્યું છે કે, “કંપ, ખેદ, ભ્રમ, મૂર્છા, ફેર, ગ્લાનિ, બળનો ક્ષય અને રાજ્યયક્ષ્મા (ક્ષય) વગેરે રોગ મૈથુન સેવવાથી ઉત્પન્ન થાય છે.’’ વળી ઉપદેશમાલામાં કહ્યું છે કે, જેમ પામા (ખસ) રોગવાળા મનુષ્યને મીઠી ખુજળી આવે તે વખતે ખંજવાળવાથી પરિણામે દુ:ખ થાય છે છતાં તે વખતે સુખ માને છે તેમ મોહાતુર પુરુષ વિષયસુખનું પરિણામ દુઃખરૂપ છતાં સુખરૂપ માને છે.’’ ખુજલીના રોગીને મીઠી ચળ આવે ત્યારે ખંજવાળવાથી જેમ તે વખતે તે સુખ માને છે પણ તે દુઃખરૂપ છે, તેમ પુરુષને વિષય સેવવાનું સુખ પણ દુઃખરૂપ જાણવું. વળી કહ્યું છે કે “હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીની સેવાથી પ્રાણી સાત વાર સાતમી નરકે જાય છે.’’ વળી કહ્યું છે કે ‘‘કોઈ પણ પુરુષ પરસ્ત્રીની સાથે જેટલા આંખોના મીચકારા કરે તેટલા હજાર કલ્પ સુધી તે નરકાગ્નિ વડે પચાય છે.'' આ પ્રમાણે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ વિષયજન્ય સુખ મઘુબિંદુને આસ્વાદન કરનાર પુરુષની જેમ દુઃખરૂપ છતાં સુખરૂપ લાગે છે. તે મઘુબિંદુનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે મધુબિંદુનું દ્રષ્ટાંત કોઈ પુરુષ સાર્થથી ભૂલો પડી મોટા અરણ્યમાં પેઠો. ત્યાં જાણે સાક્ષાત્ યમરાજ હોય તેવા કોઈ હસ્તીએ તેને અવલોકન કર્યો. તે ઉન્મત્ત હાથી તે પુરુષની સામે દોડ્યો. તેના ભયથી દડાની જેમ ઊછળતો ને પડતો તે પુરુષ નાઠો. થોડે જતાં આગળ એક કૂવો જોવામાં આવ્યો. તેથી તેણે વિચાર્યું કે, “આ હાથી જરૂર મારા પ્રાણ લેશે, તેથી આ કૂવામાં ઝંપાપાત કરવો સારો.' આવું ઘારી તે કૂવામાં પડ્યો. તે કૂવાના કાંઠા ઉપર એક વડનું વૃક્ષ ઊગ્યું હતું. તેની વડવાઈઓ કૂવામાં લટકી રહી હતી, તેથી પડતો એવો તે પુરુષ તે વડની વડવાઈ સાથે વચમાં લટકી રહ્યો. તેણે નીચે દ્રષ્ટિ નાંખીને જોયું તો કૂવાની અંદર જાણે બીજો કૂવો હોય તેવો એક અજગર મુખ ફાડીને બેઠેલો જોવામાં આવ્યો. વળી તે કૂવાના ચારે ખૂણામાં ઘમણની જેમ ફંફાડા મારતા ચાર સર્પો જોવામાં આવ્યા. ઉપર નજર કરતાં તેણે આલંબન કરેલા વડની શાખાને છેદવાને માટે કાળો અને ઘોળો એવા બે ઉંદર પોતાના કરવતના જેવા દાંતથી પ્રયત્ન કરતા નજરે પડ્યા. તેમજ ઉન્મત્ત ગજેન્દ્ર પણ તેને મારવાને માટે વડની શાખાને સૂંઢ વડે વારંવાર હલાવવા લાગ્યો. તેથી તે વૃક્ષની શાખા ઉપર રહેલા એક મઘપુડામાંથી ઊડીને કેટલીક મક્ષિકાઓ પેલા પુરુષને દંશ કરવા લાગી. આ પ્રમાણેની પીડાથી દુઃખી થતા તે પુરુષે કૂવામાંથી નીકળવાને માટે ઊંચું મુખ કર્યું. તેવામાં પેલા મધપુડામાંથી મઘનું એક બિંદુ તેના મુખમાં પડ્યું. તેનો સ્વાદ પામીને તે સુખ માનવા લાગ્યો. અને તેની મધુરતામાં બધું દુઃખ અને જીવનની અનિશ્ચિતતા–બધું જ ભૂલી ગયો અને બીજા ટીપાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. તે વખતે કોઈ વિદ્યાઘર વિમાનમાં બેસી આકાશમાર્ગે જતો હતો. તે આ જીવની દયનીય દશા જોઈ તેને આપત્તિમાંથી મુક્ત કરવાને માટે વિમાન સહિત ત્યાં આવી કૃપાથી બોલ્યો કે, “હે મનુષ્ય! ચાલ, આ વિમાનમાં બેસીને સુખી થા.” તેણે કહ્યું કે, “હે દેવ! ક્ષણવાર રાહ જુઓ, તેટલામાં હું આ મઘુનું એક બિંદુ ચાટી લઉં.” પછી વિદ્યાઘરે ફરી વાર પૂછ્યું, તથાપિ તેણે તેવો જ જવાબ આપ્યો. છેવટે વિદ્યાઘર કંટાળી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ઉપરના દ્રષ્ટાંત વિષે એવો ઉપનય છે કે, જે ઉન્મત્ત હાથી તે મૃત્યુ સમજવું. તે સર્વ જીવોની પછવાડે ભમ્યા કરે છે. તે વિષે શ્રી વસ્તુપાલ ચરિત્રમાં કહ્યું છે કે, लोकः पृच्छति मे वार्ता, शरीरे कुशलं तव ।। कुतः कुशलमस्माकं, आयुर्याति दिने दिने ॥१॥ ભાવાર્થ-“કોઈ પ્રસંગે નગરજનોએ મંત્રી વસ્તુપાલને કુશળતા પૂછી, ત્યારે મંત્રી બોલ્યા કે, લોકો મને શરીરની કુશળતા પૂછે છે, પણ મારી કુશળતા શી રીતે કહેવાય? કારણ કે આયુષ્ય તો દિવસે દિવસે ચાલ્યું જાય છે.” વળી અન્યત્ર કહ્યું છે કે–“આ વિશ્વ શરણ વગરનું, રાજા વગરનું અને નાયક વિનાનું છે કે જેથી કોઈ પણ ઉપાય ન ચાલે તેમ યમરાજરૂપ રાક્ષસથી તેનો ગ્રાસ થયા કરે છે. વળી જુઓ કે જે શ્રેણિકરાજાને ઇંદ્ર સ્નેહથી આલિંગન કરીને પોતાના અર્ધાસન ઉપર બેસાડતો હતો, તેવો શ્રેણિકરાજા પણ અશરણ થઈ અશ્રોતવ્યદશા (મરણ દશા) ને પામ્યો. વળી જેમ પશુઓ Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૭] વિષયીને શીલનો પાઠ શીખવવો ૧૦૭ મૃત્યુનો ઉપાય જાણતા નથી, તેમ વિદ્વાનો પણ તેનો ઉપાય જાણતા નથી. આવી ઉપાય જાણવાની મૂઢતાને ધિક્કાર છે.’ હવે જે કૂવો કહ્યો તે સંસાર જાણવો, તે ગમનાગમનરૂપ જળથી ભરેલો છે. જે અજગર તે ભયંકર નરકભૂમિ સમજવી. ચાર ખૂણે જે ચાર સર્પો હતા, તે ક્રોધાદિ ચાર કષાયો જાણવા. જે વડવૃક્ષ તે મનુષ્યનું આયુષ્ય સમજવું. જે કાળો અને ઘોળો બે ઉંદર કહ્યા તે મનુષ્યના આયુષ્યને છેદન કરનારા શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ સમજવા. જે મક્ષિકાઓ તે જ્વર, અતિસાર, વાયુ વગેરે વ્યાધિઓ સમજવા, અને જે મધુબિંદુ તે વિષયરાગ સમજવો, કે જે માત્ર ક્ષણવાર સુખ આપનાર છે. જે વિદ્યાધર તે સદ્ગુરુ સમજવા અને તેનું વિમાન તે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મ સમજવું. તે વિષે મધુબિંદુની સજ્ઝાયમાં કહ્યું છે રે, ચોર્યાશી લખ રે ગતિવાસી કાંતાર રે, મિથ્યામતિ રે ભૂલ્યો ભમે સંસાર જરા-મરણ રે અવતરણા એ કૂપ રે, આઠ ખાણી રે પાણી પ્રકૃતિ સ્વરૂપ રે, આઠ કર્મખાણી, દોય જાણી તિરિય નિરયા અજગરા, ચારે કષાયા, ક્રોધ-માયા લંબકાયા વિષધરા, દોય પક્ષ ઉંદર, મરણ ગજવર, આયુ વડવાઈ વટા, ચટકા વિયોગા, રોગ સોગા, ભોગ યોગા સામટા. અહીં કોઈ શંકા કરે કે, જે દેવતાને સુખ મળે છે તે અલ્પ નથી, પણ ઘણું છે; કેમ કે તે ઘણા કાળ સુધી રહે છે. દેવતાને એક ભવમાં અનેક સ્ત્રી સાથે સંભોગ પ્રાપ્ત થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે,‘ઇંદ્રના એક અવતારમાં બે કોડાકોડી, પંચાશી લાખ ક્રોડ, એકોતેર હજાર ક્રોડ, ચારસો ક્રોડ, એકવીશ ક્રોડ, સત્તાવન લાખ, ચાર હજાર, બસો અને પચાસ દેવીઓ થાય છે.’ એથી દેવતાને વિષયનું સુખ મધુબિંદુના સુખની જેમ અલ્પ કેમ કહેવાય?’ એ સત્ય છે, પણ હે વત્સ! અનાદિકાળ પર્યંત ભોગવેલાં નિગોદાદિ દુઃખને આશ્રયીને દેવનું સુખ પણ તેના જેવું જ અલ્પ છે. વળી દેવતામાંથી ચ્યવેલો પ્રાણી તિર્યંચાદિ ગતિમાં અનંતકાળ સુધી વારંવાર ભમ્યા કરે છે, એથી તે અપેક્ષાએ પણ તેનું સુખ મધુબિંદુના જેવું સ્વલ્પ જ છે. જેમ કોઈ પુરુષે કંઠ સુધી મિષ્ટાન્ન ખાધું હોય તે વિકાર પામી અજીર્ણરૂપ થતાં વમન, વિરેચન અને લંઘન વગેરેનું ઘણું દુ:ખ તે અનુભવે છે; તેમ કામભોગાદિ સુખ દેવાદિકને પણ પરિણામે મહા ભયંકર છે, એમ જાણી મુનિજનો મનથી પણ તે સુખને ઇચ્છતા નથી. આ પ્રમાણે કામભોગસંબંધી સુખ કિંપાકફળની જેમ પરિણામે દારુણ અને મધુબિંદુની જેવું અલ્પ છે; એવું મનમાં વિચારી કયો સત્બુદ્ધિમાન અને શીલદૃષ્ટિવાળો પુરુષ તેમાં રાગને પ્રાપ્ત થાય? વ્યાખ્યા ૯૭ વિષયીને શીલનો પાઠ શીખવવો હવે મહાસતીનું લક્ષણ કહે છે— या शीलभंगसामग्री-संभवे निश्चला मतिः । सा सती स्वपतौ रक्ते- तराः संति गृहे गृहे ॥१॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ - ભાવાર્થ-શીલનો ભંગ થવાની સામગ્રીનો સંભવ છતાં પણ જેની બુદ્ધિ નિશ્ચળ રહે અને જે પોતાના પતિમાં જ રક્ત હોય તે સ્ત્રી સતી કહેવાય, બાકી બીજી (અસતી) સ્ત્રીઓ તો ઘેર ઘેર છે. આ ઉપર શીલવતીની કથા છે તે આ પ્રમાણે શીલવતીની કથા જંબૂદીપને વિષે નંદન નામના નગરમાં રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને પુત્ર નહોતો, તેથી તેણે અજિતનાથ ભગવંતની શાસનદેવી અજિતબલાની આરાધના કરી, એથી અજિતસેન નામે પુત્ર થયો. તે મોટો થઈ શીલવતી નામે સ્ત્રીની સાથે પરણ્યો. શીલવતી શકનશાસ્ત્રાદિ ભણેલી હતી, તેથી શકુનશાસ્ત્રને અનુસારે અનેક વખત દ્રવ્ય બતાવી આપવાથી તે ઘરની અધિષ્ઠાત્રી થઈ પડી હતી. તેનો સ્વામી અજિતસેન બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો હતો. એક વખતે રાજાએ કોઈ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં પોતાની સાથે આવવા મંત્રીને પણ આજ્ઞા કરી. મંત્રીએ શીલવતીને પૂછ્યું કે, “પ્રિયા! મારે રાજાની સાથે જવું પડશે, પાછળ તું એકાકી ઘેર શી રીતે રહીશ? કારણ કે સ્ત્રીઓનું શીલ તો પુરુષ સમીપે હોવાથી જ રહે છે. જે સ્ત્રી પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તેવી) હોય તે ઉન્મત્ત ગજેન્દ્રની જેમ ઘણી વાર સ્વેચ્છાથી ક્રીડા કરે છે.” પતિનાં આવાં વચનો સાંભળી નેત્રમાં અશ્રુ લાવીને શીલવતીએ શીલની પરીક્ષા બતાવનારી એક પુષ્પની માલા સ્વહસ્ત વડે ગૂંથી પતિના કંઠમાં આરોપણ કરી અને બોલી કે, “હે સ્વામી! જ્યાં સુધી આ માળા કરમાય નહીં ત્યાં સુધી મારું શીલ અખંડ છે એમ સમજવું.” પછી મંત્રી નિશ્ચિત થઈને રાજાની સાથે બહારગામ ગયો. એક વખતે રાજા અજિતસેન મંત્રીના કંઠમાં વગર કરમાયેલી માળા જોઈ વિસ્મય પામ્યો, અને તે વિષે પાસેના માણસોને પૂછ્યું, ત્યારે તેઓએ તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. પછી કૌતુકી રાજાએ સભા વચ્ચે આવી પરસ્પર હાસ્યવાર્તા કરનારા મંત્રીઓને કહ્યું કે, “આપણા અજિતસેન મંત્રીની સ્ત્રીનું સતીપણું ખરેખરું છે.” તે સાંભળી એક બીજો મંત્રી બોલી ઊઠ્યો“મહારાજ! તેમને તેમની સ્ત્રીએ ભમાવ્યા છે. સ્ત્રીઓમાં સતીપણું છે જ નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્યાં સુધી એકાંત કે વખત મળે નહીં ત્યાં સુઘી જ સ્ત્રીનું સતીપણું છે. માટે જો તમારે પરીક્ષા કરવી હોય તો મને ત્યાં મોકલો.” પછી અશોક નામના તે હાસ્ય કરનારા મંત્રીને અર્ધ લાખ દ્રવ્ય આપીને રાજાએ શીલવતી પાસે મોકલ્યો. અશોક ઉજ્વલ વેશ ઘારણ કરી નગરમાં ગયો. ત્યાં કોઈ માળીની સ્ત્રીને મળીને કહ્યું કે, “તું શીલવતીની પાસે જઈ કહે કે, કોઈ સૌભાગ્યવાન પુરુષ તને મળવા ઇચ્છે છે.” માળણે કહ્યું, “તેને મળવા માટે દ્રવ્ય ઘણું જોઈશે, કારણ કે ઘન એ જ મનુષ્યોનું ઉત્તમ વશીકરણ છે.” અશોકે કહ્યું કે, જો તે કાર્ય સિદ્ધ થશે તો તને અર્થ લક્ષ દ્રવ્ય આપીશ.” આથી માળણ સંતુષ્ટ થઈ શીલવતીની પાસે ગઈ અને શીલવતીને બધો વૃત્તાંત જણાવ્યો. શીલવતીએ મનમાં વિચાર્યું કે, “પરસ્ત્રીના શીલનું ખંડન કરવા ઇચ્છનાર આ પુરુષ તેના પાપનું ફળ ભોગવો.” એમ વિચારી તેણે તે વાત કબૂલ કરી, અને માળણની પાસે અર્ધ લક્ષ દ્રવ્ય માંગ્યું. માળણે તે આપવાનું કબૂલ કર્યું, એટલે મળવાનો દિવસ નક્કી કર્યો. પછી શીલવતીએ પોતાની બુદ્ધિથી વિચાર કરી ઘરના એક ઓરડામાં કૂવા જેવો ઊંડો ખાડો કરાવ્યો અને તેની ઉપર પાટી વગરને માંચો મૂકી તેની ઉપર Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૭] વિષયીને શીલનો પાઠ શીખવવો ૧૦૯ ઓછાડ પોચો પોચો બાંધી રાખ્યો. મળવાનો સમય થતાં અશોક મંત્રી પોતાના આત્માને કૃતાર્થ માનતો અર્ધ લક્ષ દ્રવ્ય સાથે લઈ ત્યાં આવ્યો. અગાઉથી શીખવી રાખેલી દાસીએ કહ્યું કે, “લાવેલું દ્રવ્ય મન આપો અને અંદર માંચા ઉપર જઈને બેસો.” અશોક અર્થ લાખ દ્રવ્ય તેને આપી ઉતાવળો તે અંઘકારવાળા ઓરડામાં જઈ માંચા ઉપર બેઠો કે તરત જ સંસારમાં બહકર્મી પ્રાણી પડે તેમ તે ખાડામાં પડ્યો. “રાવણની જેમ વ્યસનીને આપત્તિઓ સુલભ છે.” ખાડામાં પડેલો અશોક જ્યારે ક્ષઘાતુર થતો ત્યારે ઉપરથી શીલવતી ખપ્પરપાત્રમાં અન્ન આપતી હતી. એવી રીતે બહુ દિવસ તેમાં રહેવાથી “અ” ઊડી જવાને લીધે અશોક મંત્રી શોકરૂપ થઈ રહ્યો. એક માસ વિત્યા છતાં અશોક મંત્રી પાછો ન આવવાથી કામાતુર નામે બીજો મંત્રી તેવી જ પ્રતિજ્ઞા લઈને આવ્યો. શીલવતીએ તેની પાસેથી પણ અર્થ લક્ષ લઈને તે જ ખાડામાં તેને નાખ્યો. પછી એક માસે લલિતાંગ નામે ત્રીજો મંત્રી આવ્યો, તેને પણ અર્ધ લાખ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખી દીધો. ચોથે માસે રતિકેલિ નામે મંત્રી આવ્યો, તેને પણ અર્ધ લક્ષ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખ્યો. આ પ્રમાણે તે ચારે મંત્રીઓ ચતુર્ગતિરૂપ સંસારમાં દુઃખનો અનુભવ કરવા લાગ્યા. અનુક્રમે સિંહરાજા શત્રુનો જય કરી પાછો આવ્યો, અને મોટા ઉત્સવથી તેણે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે પેલા મંત્રીઓએ શીલવતીને કહ્યું, “હે સ્વામિની! અમે તમારું માહાસ્ય જોયું, તેમ અમારા કૃત્યનું ફળ પણ ભોગવ્યું, માટે હવે અમને બહાર કાઢો.” શીલવતીએ કહ્યું કે, “જ્યારે હું મવા (થાઓ) એમ કહ્યું ત્યારે તમારે બધાએ સાથે “મવા એમ કહેવું.” મંત્રીઓએ તે કબૂલ કર્યું. પછી શીલવતીએ પોતાના પતિને કહીને રાજાને ભોજનનું આમંત્રણ કર્યું. આગલે દિવસે સર્વ રસવતી તૈયાર કરી તે ખાડાવાળા ઓરડામાં ગુપ્ત રીતે રાખી મૂકી. ભોજન કરવા આવવાને દિવસે રસોડામાં અગ્નિ પણ સળગાવ્યો નહીં અને જળને સ્થાને જળ પણ રાખ્યું નહીં, તેમ કાંઈ પણ ભોજનની સામગ્રી રસોડામાં રાખી નહીં. રાજા ભોજન કરવા આવ્યો, પણ તેણે ભોજનની સામગ્રી કાંઈ જોઈ નહીં, તેથી ચમત્કાર પામી ભોજન કરવા બેઠો. પછી શીલવતી સ્નાન કરી પેલા ઓરડામાં જઈ પુષ્પમાળા હાથમાં રાખી ધૂપ દીપ કરી બેઠી અને બોલી કે–“રાજા ભોજન કરવા માટે આવ્યા છે માટે નાના પ્રકારના પક્વાન્ન “મવતુ' (થઈ જાઓ.)” એટલે ખાડાની અંદરથી તે ચારે મંત્રીઓએ ઊંચે સ્વરે કહ્યું કે, “મવત' પછી મોદક વગેરે સામગ્રી તે ઓરડામાંથી બહાર લાવવામાં આવી. પછી વૃત વગેરેને માટે ઉપર પ્રમાણે કહ્યું, વળી વિલેપન તથા શાક વગેરેને માટે પણ તેમજ કહ્યું, તે બઘી વખતે તેઓએ “મવત' એ શબ્દ કહ્યો. એવી રીતે રાજાનું ભોજન સંપૂર્ણ થયું. પછી તાંબૂલ વગેરે આપીને મંત્રી અજિતસેન રાજાના ચરણમાં પડ્યો, એટલે રાજાએ પૂછ્યું કે, “મંત્રી! આ પ્રમાણે રસોઈ વગેરે શાથી તૈયાર થઈ?” મંત્રીએ કહ્યું કે “તે ઓરડામાં મને પ્રસન્ન થયેલા ચાર યક્ષો છે તે જે માગીએ તે આપે છે.” રાજાએ કહ્યું કે “તે અમને આપો, કારણ કે જ્યારે નગરની બહાર જવું પડે છે, ત્યારે ત્યાં જે ભોજન માગીએ તે વચન માત્રમાં જ થઈ જાય, તો બધી ભોજનની ખટપટ ન કરવી પડે.” રાજાના આગ્રહથી મંત્રીએ તેમને આપવાનું કબૂલ કર્યું. પછી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી કાઢી સારા મોટા કંડીઆમાં તેમને નાખ્યા, અને સારા વસ્ત્રથી તેને ઢાંકી “આ યક્ષોનું સ્વરૂપ કોઈને બતાવવું નહીં,' એમ કહી રાજાને અર્પણ કર્યા. રાજા તે કંડીને રથમાં મૂકી પોતે આગળ પેદલ ચાલી રસ્તે પવિત્ર જળ છંટાવતો દરબારમાં લાવ્યો. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૭ અંતઃપુરની સ્ત્રીઓ પાછળ પાછળ ચાલતી તે યક્ષોના ગુણ ગાવા લાગી. આવી રીતે તેમને દરબારમાં લાવીને એક પવિત્ર સ્થાનકે રાખ્યા; અને સવારને માટે રસોઈ તૈયાર કરવાની રસોઈઆને ના પાડવામાં આવી. પ્રભાતકાળ થતાં ભોજન વખતે પવિત્રપણે તેમની પૂજા કરી રાજએ વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી! પક્વાન્ન તથા દાળ ભાત આપો અને જાતજાતના શાક અને ભોજ્ય પદાર્થ આપો.' એટલે તે ચારે જણે “મવતુ' એમ કહ્યું, પણ કાંઈ થયું નહીં. એટલે રાજાએ કંડીઓ ઉઘાડ્યા. ત્યાં તો તેમાં ચાર પિશાચના જેવા મનુષ્યો જોવામાં આવ્યા. દાઢી, મૂછ અને માથાના કેશ વધ્યા હતા, ડાચાં મળી ગયા હતા, સુઘાથી કૃશ થઈ ગયા હતા અને નેત્ર ઊંડા ઊતરી ગયા હતા. રાજાએ તેઓને માંડ માંડ ઓળખ્યા, એટલે તે હાસ્યમંત્રીઓ કાગડાની જેમ ઉપહાસને પાત્ર થયા. રાજાએ હકીક્ત પૂછી એટલે તેમણે સર્વ વૃત્તાંત જણાવ્યો. તેથી રાજા આશ્ચર્ય પામી મસ્તક ધુણાવવા લાગ્યો, અને શીલવતીનું શીલ, તેની બુદ્ધિને પ્રકાશ અને પુષ્પમાળા ગ્લાનિ ન પામી તેનું કારણ રાજાના જાણવામાં આવ્યું. આથી લોકમાં શીલવતીની મોટી પ્રતિષ્ઠા થઈ. પછી તે દંપતી અનુક્રમે દીક્ષા લઈ પાંચમે દેવલોકે ગયા અને અનુક્રમે મોક્ષને પણ પ્રાપ્ત થશે. આ પ્રમાણે નિર્મલ શીલને ઘારણ કરી તે દંપતી ચિરકાળ ચારિત્રની ઘરાનું વહન કરી પાંચમા દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.” - - વ્યાખ્યાન ૯૮ શીલનો અચિંત્ય મહિમા શીલવ્રતના મહિમાથી છેદાયેલા અંગો પણ પાછા પ્રગટ થાય છે તે કહે છે छेदात्पुनः प्ररोहंति, ये साधारणशाखीनां । तद्वच्छीन्नानि चांगानि, प्रादुर्योति सुशीलतः॥४॥ ભાવાર્થજેમ અનંતકાય વનસ્પતિને છેદવાથી તે પાછી ફરીને ઊગે છે, તેમ છેદાયેલા અંગો પણ ઉત્તમ શીલથી પાછા ઉત્પન્ન થાય છે. તે ઉપર કલાવતીનો સંબંઘ છે, તે આ પ્રમાણે– કલાવતીની કથા શંખપુર નગરમાં શંખ નામે રાજા હતો. તે એક વખતે સભા ભરીને બેઠો હતો, તેવામાં દત્ત નામે શ્રેષ્ઠી મુસાફરી કરીને ત્યાં આવ્યો. રાજાની પાસે ભેટ ઘરી આગળ બેઠો. એટલે રાજાએ દેશાંતરનું સ્વરૂપ પૂછ્યું, તેણે દેશાંતરનું સ્વરૂપ કહીને એક ચિત્રપટ બતાવ્યું. રાજા તે જોઈને આશ્ચર્ય પામ્યો. પછી પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે?” દત્તે કહ્યું કે, “સ્વામી! વિશાળપુરના સ્વામી વિજયસેન રાજાની પુત્રી કલાવતીનું છે. તે બાળાએ પ્રતિજ્ઞા કરી છે કે, જે પુરુષ મારા ચાર પ્રશ્નોનો ઉત્તર આપી નિર્ણય કરશે તેને હું વરીશ.” તે સાંભળી રાજાએ સરસ્વતી દેવીની આરાઘના કરી અને તેમને પ્રસન્ન કર્યા. શારદા પ્રત્યક્ષ થઈને બોલ્યા કે, “હે વત્સ! તારા કરસ્પર્શથી કાષ્ઠની પૂતળી પણ તને પૂછેલા પ્રશ્નોનો નિર્ણય કરશે.” પછી કૃતાર્થ થયેલો રાજા વિશાળપુર નગરે જઈ સ્વયંવર મંડપમાં બેઠો; એટલે કલાવતી રાજકન્યા જાણે લક્ષ્મીદેવી હોય તેમ સખીઓથી પરવરેલી ત્યાં આવી. પછી કન્યાની આજ્ઞાથી સર્વ રાજાઓના સાંભળતાં પ્રતિહારીએ ઊંચે સ્વરે કહ્યું કે, “હે Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૮] શીલનો અચિત્ય મહિમા ૧૧૧ રાજાઓ! આપ સર્વે આ ચાર પ્રશ્નોનો ઉત્તર આપો. ‘દેવ કોણ? ગુરુ કણ? તત્ત્વ શું? અને સત્ત્વ શું?’ આ ચાર પ્રશ્નનો ઉત્તર જે સ્પષ્ટ કરી બતાવશે તે આ કલાવતીની વરમાળાને યોગ્ય થશે.’’ પછી સર્વે રાજાઓએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપ્યો, પણ કલાવતીએ તે માન્ય કર્યો નહીં, એટલે શંખરાજાએ મંડપના સ્તંભ ઉપર રહેલી એક પૂતળીના મુખથી આ પ્રમાણે ઉત્તર અપાવ્યા. वीतरागः परो देवो, महाव्रतधरो गुरुः । तत्त्वं जीवादयो ज्ञेयाः सत्त्वमिंद्रियनिग्रहः ॥ १ ॥ ભાવાર્થ—જે વીતરાગ હોય તે પરમ દેવ, મહાવ્રતઘારી હોય તે ગુરુ, જીવ અજીવાદિનું જ્ઞાન તે તત્ત્વ અને ઇંદ્રિયોનો નિગ્રહ તે સત્ત્વ.” આવો ઉત્તર સાંભળી વાજિંત્રોના ધ્વનિ સાથે ‘સત્ય' એવો ઉચ્ચાર કરી રાજકુમારી કલાવતીએ તેમના કંઠમાં સ્વયંવરમાળા આરોપણ કરી; પછી તેનું પાણિગ્રહણ કરીને શંખરાજા કલાવતી સાથે પોતાને નગરે આવ્યો. અન્યદા લાવતી સગર્ભા થઈ. તે ખબર સાંભળી તેના ભાઈએ તેને તેડી લાવવા માટે એક સેવકને મોકલ્યો અને તેની સાથે બે બાજુબંધ મોકલાવ્યા. તે માણસ કલાવતીને મળ્યો અને તેના ભાઈએ આપેલા બાજુબંધ આપ્યા. કલાવતી તે બાજુબંધ હાથે પહેરી ઘણો હર્ષ પામી અને તે સેવકને વિદાય કર્યો. તે બાજુબંઘની શોભા જોઈ તેણે પોતાની સખીને કહ્યું કે, ‘‘જેણે આ બાજુબંધ મને મોકલાવ્યા છે તેની ઉપર મારો ઘણો સ્નેહ છે, તે દીર્ઘાયુ થાઓ.” કલાવતીનું આ વાક્ય રાજાએ ગુપ્ત રહીને સાંભળ્યું. તેથી રાજાના મનમાં ‘અન્ય પુરુષ સાથે તેને સ્નેહ છે’ ‘એવી શંકા આવી, એટલે તેનો ક્રોઘ પ્રદીપ્ત થયો. તેણે વિચાર્યું કે, अंतर्विषमया ह्येतत्, बहिरेव मनोहरा । ગુના સમાજારા, ચોષિતઃ વેન નિર્મિતા? શા ભાવાર્થ-અહો! સ્ત્રીઓ અંદર વિષમય છે અને બહારથી મનોહર લાગે છે. આવી ચણોઠીના ફળ જેવી સ્ત્રીઓ કોણે બનાવી હશે? આવી કુળવાન ઉત્તમ જણાતી સ્ત્રી પણ કુલટા છે. ખરેખર શાસ્ત્રમાં કહ્યું છે તે સત્ય છે કે, જળમાં જેમ માછલાના પગલાં અને આકાશમાં પક્ષીઓના પગલાં જોવામાં આવતા નથી, તેમ સ્ત્રીઓના ચરિત્રનો બ્રહ્મા પણ પાર પામી શકતા નથી.'' આ પ્રમાણે ચિંતવી રાજા શંખે બે ચંડાળણીને આજ્ઞા કરી કે, ‘તમારે કલાવતીને હું વનમાં મોકલાવું ત્યાં જઈને તેની બાજુબંધ સહિત બન્ને ભુજા છેદીને મારી પાસે લાવવી.' પછી રાજાની આજ્ઞાથી શય્યાપાલક ‘મહારાજા તમને વનમાં બોલાવે છે' એમ કહી કલાવતીને રથમાં બેસાડી કોઈ વનમાં મૂકી આવ્યો; એટલે પેલી બે ચંડાળણીઓએ આવી તેના બે હાથ છેદી નાખ્યા, અને રાજાની પાસે લાવી હાજર કર્યાં. કલાવતીએ હાથની પીડાથી તત્કાળ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેને પવિત્ર કરવાને હાથ ન હોવાથી પગે પગે સમીપ રહેલી નદીને કાંઠે લઈ ગઈ, તેવામાં તે નદીમાં પૂર આવ્યું; તેથી પુત્રનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડ્યું. આ પ્રમાણે સર્વ તરફથી આપત્તિ આવેલી જોઈ કલાવતી નવકાર મંત્રનું સ્મરણ કરીને બોલી કે, “જો મેં ત્રિકરણ શુદ્ધિએ શીલ પાળ્યું હોય તો આ નદીનું પૂર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ વગેરે આપત્તિઓ દૂર થઈ જાઓ.” તત્કાળ શાસનદેવીએ તેના ભુજ (હાથ) નવપલ્લવિત કર્યા અને નદીનું પૂર શાંત કરી આકાશમાં રહીને પુષ્પવૃષ્ટિ કરી. તેવામાં કોઈ તાપસ ત્યાં આવી કલાવતીને પોતાના આશ્રમમાં લઈ ગયો અને પુત્રીની જેમ તેની રક્ષા કરી, તેનું તથા પુત્રનું લાલન પાલન કરવા લાગ્યો. અહીં રાજાએ પોતાના મિત્ર શ્રેષ્ઠીપુત્ર દત્તને પૂછ્યું કે, “આજકાલ પટ્ટરાણીના પિયરથી કોઈ આવ્યું છે? શ્રેષ્ઠીપુત્રે કહ્યું, “સ્વામી! આજે જ એક માણસ આવેલ છે, તેની સાથે પટ્ટરાણીને માટે તેના ભાઈ જયસેને બે બાજુબંઘ મોકલાવ્યા છે, તે મેં પટ્ટરાણીને જ પહોંચાડ્યા છે.” આ ખબર સાંભળી શંખ રાજા મૂછ ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. તેના મિત્રે ચંદન વગેરેથી સાવઘાન કર્યો એટલે તે પોતાની મૂર્ખતાને નિંદવા લાગ્યો. “અરે! મારા જેવા અવિચારીને ધિક્કાર છે! નીતિમાં કહ્યું છે કે अविमृश्यकृतं न्यस्तं, विश्वस्तं दत्तमादृतं । । उक्तं भुक्तं च तत्प्रायो, महाऽनुशयकृन्नृणां ॥१॥ ભાવાર્થ-જે વિચાર્યા વગર કરે, સ્થાપે, વિશ્વાસ કરે, આપે, આદરે, બોલે અને જમે તે પ્રાયઃ માણસને મહા પશ્ચાત્તાપ કરાવનાર થાય છે. વળી કહ્યું છે કે, જે કાંઈ કાર્ય ગુણવાન કે ગુણરહિત કરવામાં આવે તે કાર્ય કરતાં પહેલાં પંડિત પુરુષે તેનું પરિણામ પ્રયત્નપૂર્વક પ્રથમ વિચારવું; કારણ કે જે કાર્ય અતિ સાહસથી કરવામાં આવે છે તેનું પરિણામ એવી વિપત્તિમાં આવે છે કે જેનો વિપાક હૃદયને દહન કરે તેવા શલ્યરૂપ થઈ પડે છે. વળી રાજા વિચાર કરવા લાગ્યો કે–હવે હું કોઈને મુખ કેમ બતાવી શકીશ? તેથી ચિતામાં આ દેહને દગ્ધ કરી નાખ્યું. આ પ્રમાણે વિચારતો હતો તેવામાં કોઈ મુમુક્ષુ મુનિ ઉપવનમાં આવીને દેશના આપે છે તેવા ખબર સાંભળી શંખરાજા તે સાંભળવા માટે ત્યાં ગયો. મુનિએ દેશનામાં કહ્યું કે, “આ સંસારરૂપ અરણ્યમાં જીવ પૂર્વ કર્મને વશ થઈ મૃગતૃષ્ણાની જેમ ભ્રાંતિએ ભ્રમિત થઈ મૃગની જેમ વૃથા ભમ્યા કરે છે.” આ દેશનાને અંતે રાજાએ પોતાની પત્નીને મળવાનો ઉપાય પૂછ્યો, અને પોતાને આવેલા સ્વપ્નની વાત કહી. મુનિ બોલ્યા કે, “તને આવેલા સ્વપ્નને અનુસાર તે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને તે તને થોડા દિવસમાં મળશે.” આ પ્રમાણે સાંભળી રાજા પ્રસન્ન થઈને નગરમાં આવ્યો, અને તત્કાળ તેની શોઘ કરવા માટે જવા દત્તશ્રેષ્ઠીને આજ્ઞા કરી. દત્તશ્રેષ્ઠી ફરતો ફરતો પેલા તાપસના આશ્રમમાં આવ્યો. ત્યાં કલાવતી તેના જોવામાં આવી. શ્રેષ્ઠીએ કહ્યું, “હે સુશીલે! અગ્નિમાં પ્રવેશ કરતા તારા પતિને આવીને બચાવ.” તત્કાળ કલાવતી કુલપતિની રજા લઈને પોતાના નગરમાં આવી. તેને જોઈને રાજા નીચું મુખ કરીને રહ્યો, અને પોતાનાં દુષ્ટ આચરણની નિંદા કરી મિથ્યા દુષ્કૃત આપ્યું. કલાવતી પણ તે સઘળું પોતાના જ કરેલા કર્મોનું ફળ માની સુખે ત્યાં રહી. એક વખતે તે દંપતીએ કોઈ જ્ઞાનીને પોતાના પૂર્વ ભવનો વૃત્તાંત પૂછ્યો. મુનિએ જ્ઞાનદ્રષ્ટિથી જોઈને કહેવાનો આરંભ કર્યો–“પૂર્વે શ્રી મહાવિદેહ ક્ષેત્રને વિષે નરવિક્રમ નામે રાજા હતો, તેને સુલોચના નામે પુત્રી હતી. તેણે ક્રીડા કરવાને માટે એક પોપટ પાંજરામાં રાખ્યો હતો, અને હંમેશાં Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯] પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં ૧૧૩ મઘુર મધુર ફળ ખવરાવીને તેનું પોષણ કરતી હતી. એક વખતે તે સુલોચના પોપટને સાથે લઈ સીમંધરપ્રભુના બિંબને વાંચવા માટે ગઈ. વીતરાગના બિંબના દર્શન થતાં જ શુકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વ ભવે વ્રતની વિરાઘના કરેલી તેના જાણવામાં આવી. તેને યાદ આવ્યું કે, મેં પૂર્વભવે વિહરમાન એવા શ્રી સીમંઘરાદિ પ્રભુની સ્તુતિ અને વર્ણન શ્રદ્ધાથી કર્યું હતું. તે આ પ્રમાણે- “મેરુના પૂર્વ ભાગમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં કુંથુનાથ અને અરનાથના આંતરામાં શ્રી સીમંઘરસ્વામીનો જન્મ થયો. શ્રી મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના આંતરામાં રાજ્ય છોડીને તેમણે દીક્ષા લીધી. અનાગત ચોવીશીના ઉદય અને પેઢાળ જિનને આંતરે તે મોક્ષ પામશે. વિહરમાન એવા વીશે તીર્થકરોને દરેકને સો કોટી સાઘુઓ અને દશ લાખ કેવળજ્ઞાનીનો પરિવાર છે. સર્વ સંખ્યાએ બે કોટી કેવળજ્ઞાની ને બે હજાર કોટી સાઘુઓ થાય છે. તેઓને હું અહર્નિશ નમું છું.” (તેમના શ્રાવક શ્રાવિકાની સંખ્યા તો સાંભળી નથી.) ઇત્યાદિ જિનગુણના પઠન પાઠનમાં હું તત્પર હતો. પણ મુનિની ક્રિયામાં શિથિલ હતો, તેથી ચારિત્રની આરાધના કરી શક્યો નહીં. પ્રાંતે તે પાપની આલોચના કર્યા વગર કાળ કરવાથી હું પોપટ થયો છું. હું મારો મનુષ્ય જન્મ અને રત્નત્રય ફોગટમાં હારી ગયો છું. હવેથી હું હંમેશા એ પ્રભુને નમીને પછી ભોજન કરીશ. આવો તેણે અભિગ્રહ ઘારણ કર્યો. - સુલોચના તે પોપટને પાંજરા સહિત લઈને ઘેર આવી. બીજે દિવસે ભોજન સમયે તે પક્ષી રાજકુમારીના કરમાંથી ઊડીને સત્વર શ્રી તીર્થકરને નમવા ચાલ્યો ગયો. તે ખબર જાણીને રાજાએ તેને પકડી લાવવા સેવકોને આજ્ઞા કરી; એટલે પક્ષીને પકડનારા પુરુષોએ કોઈ વૃક્ષ ઉપર રહેલા તે પોપટને ગુપ્ત રીતે પકડી લીઘો, અને રાજકુમારીને સોંપ્યો. જેના પર આટઆટલી મમતા હોય તે મને કેમ છોડીને જતો રહે? એવા ખ્યાલથી સુલોચનાને દ્વેષ થઈ આવ્યો. જે પદાર્થ પર અતિરાગ હોય તે અતિષમાં પરિણમે છે. ક્રોઘમાં આવી સુલોચનાએ તેની બન્ને પાંખો મરડી નાંખી. દર્શન વિના નહીં ખાવાનો નિયમ હોવાથી પોપટે આહાર-પાણીનો ત્યાગ કર્યો અને સમાધિથી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. પાંખો મરડીને પસ્તાતી કુંવરીએ પણ પોપટની પાછળ ખાવું-પીવું છોડી દીધું અને મરીને પૂર્વના પ્રેમથી તે રાજકુમારી પણ તેની દેવાંગના થઈ. ત્યાંથી ચ્યવી તે કીરપક્ષી શંખરાજા થયો અને સુલોચના રાજકન્યા આ કલાવતી થઈ.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી જેમને જાતિસ્મરણ થયું છે એવા તે દંપતીએ કર્મના ફળનો નિશ્ચય કરી ઘેર જઈ રાજ્ય ઉપર પુત્રને બેસાડી દીક્ષા ગ્રહણ કરી. પછી સુશીલપણે ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળી તેઓ દેવલોકે ગયા. તે ઘર્મશીલ દંપતી ત્યાંથી ચ્યવી કુકર્મના લેશમાત્રને ક્ષીણ કરી અનુક્રમે મોક્ષને પ્રાપ્ત થશે. વ્યાખ્યાન ૯૯ પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં હવે તત્ત્વને જાણનારા દંપતી સંકટને વિષે પણ પોતાનું બ્રહ્મવ્રત છોડતા નથી તે વિષે કહે છે. कुत्रचिदंपतीयोगः, स्याच्छीलव्रततत्परः । तेन सर्वसुखावाप्तिः, प्राप्ते दुःखेऽपि जातुचित् ॥१॥ (ભાગ ૨-૮) Jain Edm o nal Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ ભાવાર્થ-“શીલવ્રત પાળવામાં તત્પર એવા દંપતીને પણ કોઈ ઠેકાણે યોગ થાય છે, તેવા દંપતીને પૂર્વ કર્મના ઉદયથી કદી દુઃખ પ્રાપ્ત થાય તો પણ પાછી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે.” તે ઉપર ચંદનમલયાગિરિનો પ્રબંઘ છે. તે આ પ્રમાણે ચંદન મલયાગિરિની કથા કુસુમપુર નામના નગરમાં ચંદન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મલયાગિરિ નામે શીલવતી પત્ની હતી. તેમને સાયર અને નીર નામે બે પુત્રો થયા હતા. એક વખતે રાજા વાસગૃહમાં સૂતો હતો તેવામાં કુળદેવીએ આવીને કહ્યું કે, “હે રાજા! તારી માઠી દશા થશે; માટે સત્વર રાજ્ય છોડીને બીજે ચાલ્યો જા. કારણ કે, મનુષ્યને સુખ કે દુઃખ જે પ્રાપ્ત થવાનું હોય છે તે અવશ્ય પ્રાપ્ત થાય છે. દૈવ પણ તેનું ઉલ્લંઘન કરવાને સમર્થ નથી.' આ પ્રમાણે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “મિત્રને કે શત્રુને આપત્તિ તો અવશ્ય આવવાની, તેથી જ તેની સામે ચાલે તે સુભટ અને નાસી જાય તે હીનસત્ત્વ કહેવાય.” આવું વિચારી બે પુત્ર અને સ્ત્રીને લઈ રાજા રાત્રે ચાલી નીકળ્યો. ફરતો ફરતો અનુક્રમે કુશસ્થળ નગરે આવ્યો. અહીં રાજા ચંદન દેવનો પૂજારી થયો અને રાણી મલયાગિરિ વનમાંથી કાષ્ઠ લાવી નગરમાં વેચવા લાગી. એક વખતે કાષ્ઠ વેચવા ગયેલી મલયાગિરિ કોઈ સાર્થવાહની દ્રષ્ટિએ પડી. સાર્થવાહ તેના રૂપ અને સ્વરથી મોહ પામી ગયો, તેથી તે તેના ઈઘણા લઈને તેનું અધિક મૂલ્ય આપવા લાગ્યો. એવી રીતે તેણે તેના મનમાં વિશ્વાસ બેસાડી દીધો. એક વખતે પ્રયાણ કરવું હતું ત્યારે તેને મૂલ્ય આપવાના મિષથી આગળ કરી પ્રપંચથી લોભાવીને દૂર લઈ ગયો. પછી બળાત્કારે રથમાં બેસાડી દઈ માર્ગે ચાલ્યો. મલયાગિરિ પતિ વિયોગથી નિઃશ્વાસ નાખવા લાગી. ત્યારે સાર્થવાહે કહ્યું કે, “હે સુભુ! મારી સાથે સુખ ભોગવો, અને મારા કામસંતાપને શાંત કરો.” મલયાગિરિ બોલી “अग्रि मध्य बळवो भलो, भलो ज विषको पान । शील खंडवो नहि भलो, नहि कुछ शील समान ॥१॥ માટે હે વીર! તું મને છોડી દે, શા માટે તું મારો અંત લે છે? કદી કૃત્તાંત કોપે તો પણ હું આ ભવમાં શીલ ખંડન કરીશ નહીં.” અહીં રાજા ચંદને વખતસર ન આવવાથી મલયાગિરિને ચારે તરફ શોઘી, પણ તે મળી નહીં. તેથી તે બે પુત્રની સાથે વિલાપ કરવા લાગ્યો-“જ્યારે દેવ પ્રતિકૂળ થાય છે ત્યારે અમૃત પણ ઝેર થાય છે, રઘુ સર્પ થાય છે અને ઉંદરનું દર પાતાળરૂપ થાય છે.” પછી રાજા તેની શોઘને માટે તે નગર છોડી પુત્ર સહિત ગામેગામ ફરવા લાગ્યો. માર્ગમાં એક નદી આવી. તેને ઊતરવા માટે એક પુત્રને આ કાંઠે વૃક્ષ સાથે બાંધી રાખી એક પુત્રને સ્કંઘ ઉપર ચડાવી નદી ઊતરી ગયો. પછી બીજા પુત્રને લેવા આવવા માટે નદીમાં પેઠો. અંતરાળે આવતાં નદીમાં પ્રબળ પૂર આવ્યું. એટલે તે તણાયો. તે સમયે સ્ત્રી અને પુત્ર વિરહથી પીડિત થઈને તે બોલ્યો કે– किहां चंदन मलयागिरि, किहां सायर किहां नीर । जो जो पडे विपत्तडी, सो सो सहे शरीर ॥१॥ આમ બોલતો આમતેમ ફાંફાં મારવા લાગ્યો. તેવામાં એક કાષ્ઠનો ટુકડો તેના હાથમાં આવ્યો. તેને આઘારે તરી કાંઠે આવી તે વિચારવા લાગ્યો કે, “અહો!મેં રાજ્ય ભોગવ્યું તે પણ મને Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯૯] પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં ૧૧૫ દૈવયોગે વિપાકને અર્થે થયું. દૈવ દુષ્કૃતિ પ્રાણીઓને દુઃખને માટે જીવિત આપે છે, જેમ કીરમજનો રંગ બનાવવા માટે પકડેલા મનુષ્યોનું પોષણ તે દુઃખ ઉપજાવવા માટે જ હોય છે. હવે મારે જીવીને શું કરવું?” વળી તેણે ફરી વિચાર્યું કે, “મૃત્યુ પામતાં પણ જીવને કર્મ છોડતાં નથી. કહ્યું છે કે, મૃત્યુ પામતાં પણ પોતાનું કરેલું પાપ તો અવશ્ય ભવાંતરે પણ ભોગવવું જ પડે છે, ત્યારે તે અહીં જ ભોગવવું સારું છે.” આવું વિચારી તે મૃત્યુ ન પામતાં આનંદપુર નામના નગરે આવ્યો. આનંદપુરમાં કોઈના ઘરે જઈ ચંદને વિશ્રામ કર્યો, ત્યાં કોઈ એક સ્ત્રી તેને જોઈને મોહ પામી. તે તેની સેવા ચાકરી કરીને બોલી કે तुम परदेशी लोक हो, दुओ न कीसी साथ । जमो रहो तव जन्म लगे, हम तुम एक ज साथ ॥१॥ આવાં વચન સાંભળી પોતાના શીલવ્રતનો ભંગ થશે એવી બીકથી તેણે ટૂંકમાં જ તેને ઉત્તર આપ્યો કે, “હે સુંદરી! જેનું ચિત્ત સ્થિર નથી એવા દુઃખી નરની સાથે પ્રીતિ કરવાથી તને શો લાભ થવાનો છે?” આવો ઉત્તર આપી તે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યો. માર્ગમાં શ્રીપુર નગરની નજીક આવેલા કોઈ વૃક્ષ નીચે જઈને તે બેઠો. ક્ષણવાર બેસીને તે નિદ્રાવશ થઈ ગયો. તે નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામવાથી મંત્રીઓએ પંચદિવ્ય કર્યા હતા. તે પાંચ દિવ્ય આ રાજાની ઉપર થયા, તેથી તેને રાજ્ય મળ્યું. ચંદન રાજા ન્યાયથી રાજ્ય કરવા લાગ્યો. એક વખતે પ્રઘાનોએ તેના ચરણમાં પડી સ્ત્રી પરણવા કહ્યું, તથાપિ તેણે કોઈની સાથે પાણિગ્રહણ કર્યું નહીં. અહીં સાયર અને નીર કે જેઓ નદી બે કાંઠે બે વૃક્ષ પાસે રહી ગયા હતા, તેમને કોઈ સાર્થવાહે જોયા. તેથી પોતાના પુત્રની જેમ તેમની સાર સંભાળ કરતો તે તેમને પોતાને નગરે લઈ ગયો. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે સાર્થવાહની આજ્ઞા લઈ શ્રીપુર નગરમાં કે જ્યાં તેના પિતા ચંદન રાજ્ય કરતા હતા ત્યાં જઈને કોટવાળના તાબામાં નોકર તરીકે રહ્યા. તેવામાં પેલો સાર્થવાહ કે જે મલયાગિરિ ઉપર મોહ પામીને તેને ઉપાડી ગયો હતો તે ફરતો ફરતો મલયાગિરિને લઈને તે જ નગરમાં આવ્યો. તે કેટલીક ભેટો લઈ ચંદન રાજાને મળવા ગયો. ભેટ રાજાની આગળ ઘરી એટલે રાજા ખુશી થઈને બોલ્યો, “સાર્થવાહ! તમારે જે જોઈએ તે માગી લો.” સાર્થવાહે રાત્રે પોતાના સાર્થની અને સામાનની રક્ષા કરવા માટે પહેરેગીરની માગણી કરી. રાજાએ કોટવાળને આજ્ઞા કરી, એટલે તેણે પેલા બે ભાઈ સાયર અને નીરને ત્યાં રક્ષા કરવા મોકલ્યા. જ્યારે રાત્રિ પડી અને સર્વ પહેરેગીરો ભેગા થઈ પોતપોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા, તે વખતે સાયર અને નીરે પણ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વૃત્તાંત તંબુમાં બેઠેલી મલયાગિરિના સાંભળવામાં આવ્યું, તેથી તત્કાળ તેમને પોતાના પુત્ર જાણી તે બહાર આવી અને હર્ષથી ભેટી પડી. પુત્રોએ પણ પોતાની માતાને નમી તેનું વૃત્તાંત સાંભળ્યું, અને કહ્યું કે “માતા! પ્રભાતમાં સર્વ સારું થશે, ચિંતા કરશો નહીં.' પ્રાતઃકાળ થયો એટલે તે માતા અને પુત્રો રાજાની પાસે ગયા અને પોતાની સર્વ હકીકત કહી બતાવી. રાજા ચંદને તેમને પોતાના પરિવારપણે ઓળખ્યા, એટલે પેલા અન્યાય કરનારા સાર્થવાહને શિક્ષા કરીને નગર બહાર કાઢી મૂક્યો. પછી બાર વર્ષનો વિયોગ દૂર કરી બન્ને રાજ્યના સુખને ભોગવતો ચંદનરાજા આનંદથી રહેવા લાગ્યો.છેવટે તે દંપતી શીલનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ મનુષ્ય પૂર્વપુણ્યના યોગથી જ સમાન ઘર્મવાળું દાંપત્ય પામે છે. તેઓ દુઃખમાં પણ જો પોતાનું શીલ ચૂકતા નથી તો તેમનો યશ આખા વિશ્વમાં ફેલાય છે.” વ્યાખ્યાન ૧૦૦ સ્ત્રી જાતિનો ત્યાગ કર્તવ્ય એક રૂપવંત સ્ત્રીને ઘણા પુરુષો ઇચ્છે છે' એમ માની જે પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે છે તે જ જ્ઞાની છે. તે વિષે કહે છે मिथो हिंसां समीहंते, एकत्रीस्पृहया नराः । ततस्तां परिमुंचंति, त एव विबुधेश्वराः॥१॥ ભાવાર્થ-“પુરુષો એક સ્ત્રીને માટે પરસ્પરને મારી નાખવાની ચાહના કરે છે, આવું ઘારીને જેઓ તેવી સ્ત્રી જાતિનો જ ત્યાગ કરે છે તે જ શ્રેષ્ઠ જ્ઞાની કહેવાય છે.” પોતાની સ્ત્રીને કોઈ બીજો અનુરાગથી જુએ કે હસીને બોલાવે તો તે પણ પુરુષને માટે બળતરાનું કારણ છે. પોતાની સ્ત્રી બીજાને જુએ કે હસીને બોલે તો તે પણ માણસ સહન કરી શકતો નથી, તો તે નારી કેટલા દુઃખનું કારણ કહેવાય? જે એકને જોઈએ તે બીજાને પણ જોઈએ છે. જેનું જોર ચાલે તે લઈ જાય એવું પણ બને અને માણસના મનનું પણ ક્યાં ઠેકાણું છે? આજે જે ગમતું હોય તે કાલે ન પણ ગમે. માટે આવી સ્ત્રીનો જે ત્યાગ કરે તે જ સાચો પંડિત છે. તે વિષે ઇલાયચી કુમારનો પ્રબંધ છે તે આ પ્રમાણે ઇલાયચી કુમારની કથા વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રીતિમતી નામે એક સ્ત્રી હતી. એ દંપતીએ ઘર્મવાણી સાંભળીને યોગ્ય અવસરે જિનોક્ત વ્રત(ચારિત્ર) અંગીકાર કર્યું. તેઓ વિવિઘ જાતિના થયેલા મુનિઓને જાણી શૌચાચારમાં તત્પર રહી અંતઃકરણમાં જાતિમદ કરવા લાગ્યા. પ્રાંતે એ દુષ્કતની આલોચના કર્યા વગર અનશન વડે મૃત્યુ પામીને તેઓ વૈમાનિક દેવતા થયા. અહીં એલાવર્ધન નગરમાં ઇભ્ય નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘારિણી નામે સ્ત્રી હતી. તેના ઉદરમાં અગ્નિશર્માનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ઘારિણીએ શુભ મુહુર્ત પુત્રને જન્મ આપ્યો. ઇલાદેવીના વરદાનથી તે પુત્ર થયો હતો, તેથી તે ઇલાપુત્રના નામથી પ્રખ્યાત થયો. અનુક્રમે તેને માતાપિતાએ ભણાવ્યો અને તે યૌવન વયને પ્રાપ્ત થયો. તેના પૂર્વ ભવની સ્ત્રી સ્વર્ગથી ચવીને જાતિમદ કરેલ હોવાથી નટકુળમાં ઉત્પન્ન થઈ. તે વિલાસ હાસ્યયુક્ત સારી નર્તકી થઈ. એક વખતે નૃત્ય કરતી તે મૃગાક્ષી ઇલાપુત્રના જોવામાં આવી. તેના સુંદર નેત્ર, મુખ, સ્તન અને હાથ, પગ વગેરે જોઈ હાથિણીના દર્શનથી હાથીની જેમ તે દુર્મદાવસ્થાને પ્રાપ્ત થયો. “કામી પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.” તે વિષે કહ્યું છે કે, “જ્યાં સુધી મૃગાક્ષીના લોચનના કટાક્ષ તેના પર પડ્યા નથી ત્યાં સુધી જ વિદ્વાનની બુદ્ધિ અને તેનો નિર્મળ વિવેકરૂપી દીપક હુરે છે.” કામરૂપ સર્પ ડસેલા ઇલાપુત્રે જાંગુલિ વિદ્યાની જેમ તે નટીનું જ સ્મરણ કરતા સતા એવી પ્રતિજ્ઞા કરી કે, Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૦ સ્ત્રીજાતિનો ત્યાગ કર્તવ્ય ૧૧૭ જો આ વિકસિત કમળ જેવા લોચનવાળી સ્ત્રી સાથે મારો વિવાહ ન થાય તો પ્રાણ ઉપર પણ રોષ ધારણ કરીને હું અગ્નિમાં પ્રવેશ કરીશ.'' આવા માઠા સંકલ્પ વડે વ્યગ્ર ચિત્તવાળો થયો સતો તે ઘેર આવ્યો. તેને ચપળ ચિત્તવાળો જોઈ માતા-પિતાએ આગ્રહથી પૂછ્યું. એટલે તેણે પોતાના હૃદયની વાત કહી સંભળાવી. તે સાંભળી માતાપિતા જાણે વજ્રથી હણાયા હોય તેવા થઈને બોલ્યા કે, ‘પુત્ર! તું હંસ જેવો થઈ કાગડાને યોગ્ય કર્મની ઇચ્છા કરતાં કેમ લાજતો નથી?’ તે બોલ્યો—“મારું માનસ (મન અથવા સરોવ૨) એ સ્ત્રી વિના આનંદ પામતું નથી, એટલામાં સમજી લેજો. તે વિષે બહુ કહેવાથી સર્યું.'' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે પુત્રને સુધારવાનું અશક્ય ઘારી શ્રેષ્ઠી મૌન ધારીને રહ્યો. ઇલા કુમારે તો લગ્ન છોડી દઈને પોતાની મેળે જ નટ લોકોને ઘણું દ્રવ્ય આપવા વડે તે નર્તકીની માંગણી કરી. નટ બોલ્યો કે–‘આ કન્યા તો અમારો અક્ષય ભંડાર છે તેને શી રીતે આપી શકાય? તે છતાં જો તમારી ઇચ્છા એની ઉપર જ હોય તો નટ થઈને જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારી સાથે ચાલો.’ ઇલાપુત્ર લગ્ન છોડી તે નટ લોકોની સાથે ચાલી નીકળ્યો. થોડા દિવસમાં તેમની પાસેથી નૃત્યપણું શીખી ગયો. પછી તે નટ બોલ્યો કે, “હે પુરુષ! હવે નૃત્ય કરીને ઘન ઉપાર્જન કરી આપો, જેથી અમે તમારો વિવાહ કરીએ.'' ઇલાકુમા૨ તે વાત કબૂલ કરીને તેઓની સાથે કમાવા નીકળ્યો. નટ ફરતા ફરતા બેનાતટ નગરે પહોંચ્યા અને તે નગરના રાજાની પાસે નાટક કરવા ગયા. ત્યાં તેમણે આકાશ સુધી ઊંચો એક વાંસ ખોડ્યો. તેની ઉપર એક મોટું કાષ્ઠ મૂક્યું. તેમાં બે મજબૂત ખીલા રોપ્યા. પછી ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરીને તે વાંસ પર ચડ્યો અને એક હાથમાં તીક્ષ્ણ ખગ અને બીજા હાથમાં ત્રિશૂળ લઈ તે વાંસ ઉપર ૨મવા લાગ્યો. તેનું અદ્ભુત નૃત્ય જોઈ સર્વ લોકો બહુ ખુશી થયા, પણ રાજાની પહેલાં કોઈએ દાન આપ્યું નહીં. રાજાની દૃષ્ટિ પેલી નટી ઉપર પડી; તેથી તે તેના ઉપર રાગથી મોહ પામી ગયો અને ચિંતવન કરવા લાગ્યો કે, જો આ નટ વાંસના અગ્ર ભાગ ઉપરથી પડે તો હું નટીને સ્વાધીન કરું.’ આવી બુદ્ધિથી નાટક કરીને નીચે આવેલા ઇલાપુત્રને તેણે કહ્યું કે, ‘અરે નટ! તું ફરીથી ખેલ કર કે જેથી હું સારી રીતે જોઉં.’ તેણે વિશેષ ઘન મળવાના લોભથી ફરી વા૨ ખેલ કરી બતાવ્યો. તથાપિ શઠપણાથી રાજાએ કાંઈ આપ્યું નહીં. એવી રીતે ઇલાપુત્રને વાંસપરથી પાડવાની ઇચ્છાએ રાજાએ ત્રીજી વાર પણ નૃત્ય કરાવ્યું. ત્રીજી વાર નાટક કરીને ઊતર્યા પછી વળી રાજાએ કહ્યું, ‘હવે ચોથી વખત નૃત્ય કર, હું તારા દારિદ્રયને દૂર કરીશ.' તેણે લોભથી તેમ કર્યું. બીજા લોકો રાજાનો અભિપ્રાય જાણીને તેની નિંદા કરવા લાગ્યા. ઇલાપુત્રે પણ વિચાર્યું કે, “જરૂર રાજાનું મન આ નટીમાં કામાત્ત થયું છે. આકાર અને મનોભાવથી તે જણાઈ આવે છે. માટે અહો! આ કામાવસ્થાને, મને અને રાજાને ધિક્કાર છે. અરે! મેં કામવશ થઈને મારા ઉત્તમ કુળને મલિન કર્યું.’’ આ પ્રમાણે તેના મનમાં પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેવામાં વાંસ ઉપર રહેલા ઇલાપુત્રે કોઈ ઘનાઢ્યને ઘેર ઇંદ્રિયોને જિતનારા મુનિને એષણાપૂર્વક ગોચરી કરતા, સુંદર સ્ત્રીથી પ્રતિલાભિત થતા અને વંદાતા જોયા. તે જોઈ ઇલાપુત્રે ચિંતવ્યું કે, ‘અહો! જીવાજીવાદિ નવતત્ત્વને જાણનારા, સ્ત્રીસંભોગથી પરાભુખ રહેનારા, પોતાના દેહની પણ દરકાર નહીં રાખનારા અને કેવલ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ સ્તિંભ ૭ મોક્ષાભિલાષી એવા આ મુનિઓને ઘન્ય છે, કે જેઓને આવી સુંદર શરીરવાળી, મારી નટીથી પણ અસંખ્યાધિક રૂપવાળી સ્ત્રી મોદક વગેરે પદાર્થો વહોરવા વિનંતિ કરે છે, તથાપિ તે મુનિ કાગડાના મૈથુનની જેમ તેની સામું પણ જોતા નથી, અને હું કેવો રાગાંઘ છું, કે જે આ નીચ કન્યા ઉપર આસક્ત થઈ પડ્યો છું! અહો! મારા આવા કૃત્યને ધિક્કાર છે, તેમજ આ સંસારના સ્વરૂપને પણ ધિક્કાર છે. આ પ્રમાણે વિષયસુખમાં તદ્દન વિરક્ત થઈ શુભ ધ્યાન ધ્યાતાં ઇલાપુત્રને સામાયિક ચારિત્ર પર્યત સર્વ ભાવ ફરસી ગયા. તેના પ્રભાવ વડે પ્રાંતે તેના ઘાટા ઘાતી કર્મનો ક્ષય થવાથી લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન જાણે સંકેત કરી રાખેલ હોય તેમ તેને ઉત્પન્ન થયું. પછી વાંસ ઉપરથી નીચે આવતાં ઇલાપુત્ર કેવળીને દેવતાઓએ સાધુનો વેષ અર્પણ કર્યો તે ઘારણ કરીને ઇલાપુત્રે ઘર્મદેશના આપી. તે સાંભળી રાજા પ્રમુખ સભાજનોએ તેમને નટી ઉપર થયેલા રાગનું કારણ પૂછ્યું. કેવળીએ પોતાના પૂર્વભવની વાર્તા કહી સંભળાવી. તેમાં જણાવ્યું કે, “પૂર્વે બ્રાહ્મણના ભવમાં મેં મારી સ્ત્રી સાથે દીક્ષા લીધી હતી; પણ અમે બન્નેએ જાતિમદ કર્યો હતો, તે પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને હું વણિક કુળમાં જન્મ્યા છતાં નટ થયો અને મારી પૂર્વ ભવની સ્ત્રી જાતિમદથી આ નટી થયેલી છે. પૂર્વ ભવમાં મારો કામરાગ તેની ઉપર ગાઢ હતો, તેથી આ ભવમાં પણ મને તેના પર અતિ રાગ થયો; કારણ કે પ્રાણીઓને વૈર અને સ્નેહ ભવાંતરગામી થાય છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી તે નટીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, “મારા રૂપને ધિક્કાર છે! કે જેને લીધે આવા ઘનાટ્યના પુત્રો અને રાજા વગેરે ઘણા લોકો પણ દુર્બસનમાં આવી પડે છે. હવે મારે વિષયસુખથી સર્યું.” આવી ભાવના કરતાં તે નટીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નાટક જોવા બેઠેલી રાજાની રાણીએ ચિંતવ્યું કે, “અહો! આ રાજા થઈને પણ મહા અધમ કુળમાં ઉત્પન્ન થયેલી નટી ઉપર મોહ પામ્યા; માટે એવા વિષયવિલાસને ધિક્કાર છે!” આવી ભાવના ભાવતાં તેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાએ પણ ચિંતવ્યું કે, પોતાના ઉત્તમ કુળને છોડી આ ઇલાપુત્ર નટજાતિની સ્ત્રીપર મોહ પામી ઘનની ઇચ્છાથી મારી પાસે રમવા આવ્યો અને મેં પણ તેવી નીચ જાતિની સ્ત્રીની ઇચ્છા કરી, માટે કામદેવને ધિક્કાર છે” આવી ભાવના ભાવતાં તે પણ કેવળી થયા. આ પ્રમાણે મહાજ્ઞાની ઇલાપુત્રે ઘણા જીવોને તાર્યા. જે ઇલાપુત્ર ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી શુભવંશ (વાંસ) નો આશ્રય કરતાં કુવંશ (નઠારા કુળ) ના આચારરૂપ સંસારનૃત્યને છોડી દઈ મુનિનું આચરણ જોઈ છેવટે ચિદાત્મરૂપે તદ્રુપ થઈ ગયા, તે ઇલાપુત્રને ઘન્ય છે. વ્યાખ્યાન ૧૦૧ શીલવંત ઉપાદેય એ શીલવ્રતનો શ્રી જિનેંદ્ર ભગવંતે પણ આદર કરેલો છે, તેથી તે આચરવા યોગ્ય છે તે વિષે કહે છે– येषां मुक्तिधूवं भावि, शीलं चरंति तेऽपि हि । तदा संसारिजीवानां, कार्योऽजस्रं तदादरः॥१॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૧] શીલવ્રત ઉપાદેય ૧૧૯ ભાવાર્થ-જે જિવેંદ્રોની અવશ્ય તે જ ભવે મુક્તિ થવાની છે, તે જિવેંદ્રો પણ શીલને આચરે છે, માટે સંસારી જીવોએ તો શીલ પાળવામાં હંમેશાં આદર કરવો.’ આ વિષે શ્રી મલ્લિપ્રભુનો સંબંધ છે તે આ પ્રમાણે શ્રી મલ્લિનાથની કથા અપર વિદેહક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીને વિષે મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વૈશ્રમણ, ચંદ્ર, ઘરણ, પૂરણ, વસુ અને અચલ નામે છ મિત્રો હતા. અન્યદા તે બાલમિત્રોની સાથે તેણે દીક્ષા લીધી, અને તેમની સાથે માસક્ષમણ વગેરે તપસ્યા કરવા લાગ્યો; પરંતુ તેમનાથી તપમાં વધવા માટે રોગનું બહાનું કાઢી તપને અંતે તે પારણું કરતો નહીં, અને તપોવૃદ્ધિ કરતો હતો. આવી રીતે માયાથી અધિક તપ કરવા વડે પોતાના મિત્ર સાધુની વંચના કરવાથી તેણે સ્ત્રીવેદ બાંધ્યો, અને વીશ સ્થાનકની આરાધના નિમિત્તે ઉગ્ર તપ કરવાથી તીર્થંકર નામકર્મ પણ સંપાદન કર્યું. અંતે તે છ મિત્રો સાથે ચારિત્ર પાળી મૃત્યુ પામીને જયંત વિમાનમાં દેવતા થયા. મહાબલનો જીવ ત્યાંથી ચ્યવીને વિદેહ દેશની મિથિલાનગરીમાં કુંભરાજાની સ્ત્રી પ્રભાવતીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ્યા પછી માતાપિતાએ તેનું મલ્લિ એવું નામ પાડ્યું. બીજા છ મિત્રો જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયા. મલ્લિકુમારી કાંઈક ઉણા સો વર્ષ થયા, એટલે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ મિત્રોની સ્થિતિ જાણી તેમને પ્રતિબોધ કરવા માટે જેની ફરતા છ ગર્ભગૃહ (અંદર દેખી શકાય તેવા ઓરડા) છે એવા એક ઘરમાં પોતાની એક સુવર્ણની પોલી પ્રતિમા કરાવીને મૂકી. તે પ્રતિમાના મસ્તક ઉપર છિદ્ર કરાવ્યું, અને તેને કમળ વડે ઢાંકી રાખ્યું. પછી પ્રતિદિન એક એક ગ્રાસ (આહારનો કવળ) મલ્લિકુંવરી તેમાં નાખવા લાગ્યા. અચળ નામના મિત્રનો જીવ સાકેતનગરને વિષે પ્રતિબુદ્ધિ નામે રાજા થયો હતો. એક વખતે તે રાજા પ્રિયા સાથે નાગદેવની યાત્રાને અર્થે ગયો. ત્યાં અતિ મોટી પુષ્પદામની આભૂષણથી ભૂષિત પોતાની પ્રિયાને જોઈ વિસ્મય પામીને રાજાએ મંત્રીને કહ્યું કે, ‘હે મંત્રી! તમે આવું પુષ્પઆભૂષણ કોઈ ઠેકાણે જોયું છે?’ મંત્રી બોલ્યો-‘હે દેવ! તેમાં શો આગ્રહ ! ત્રણ જગતમાં કુંભ રાજાની પુત્રી મલ્લિકુમારીનું સ્વરૂપ ઘણું આશ્ચર્યકારી છે, અને તેના જેવી પુષ્પાભરણની શોભા ક્યાંય પણ જોવામાં આવતી નથી.' મંત્રીનાં આવા વચન સાંભળી રાજા પ્રતિબુદ્ધિને તેના પર પ્રેમ ઉત્પન્ન થયો, તેથી મલ્લિકુમા૨ીની માગણી કરવા માટે એક દૂતને મોકલ્યો. બીજા મિત્ર ઘરણનો જીવ ચંપા નગરીમાં ચંદ્રચ્છાય નામે રાજા થયો હતો. એક વખત અર્હન્નક નામે કોઈ વહાણવટી શ્રાવકે આવી રાજાને દિવ્ય કુંડલ ભેટ કર્યાં. રાજાએ પૂછ્યું, ‘પૃથ્વી પર ફરતાં કાંઈ આશ્ચર્ય તારા જોવામાં આવ્યું છે?’ તે બોલ્યો-‘સ્વામી! હું સમુદ્રમાં વહાણ લઈને જતો હતો, ત્યાં કોઈ દેવતાએ આવી મારા વહાણને ડોલાવીને કહ્યું કે, ‘તું જૈન ધર્મ છોડીને મારો આશ્રય કર તો હું તારા વહાણને તારું.' બીજા પણ ઘણા ઉપસર્ગ કર્યા તથાપિ હું નિશ્ચળ રહ્યો. તેથી તેણે પ્રસન્ન થઈ મને ચાર કુંડલ આપ્યાં. તેમાંથી એક કુંડલની જોડી મેં કુંભરાજાને ભેટ કરી. તેણે પોતાની પુત્રી મલ્લિકુમારીના હાથમાં તે આપી. હે રાજા! એ કન્યા વિશ્વને આશ્ચર્ય કરનારી મારા જોવામાં આવી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ છે.” તે સાંભળી રાજા ચંદ્રછાયે તેની માગણીને માટે દૂત મોકલ્યો. ત્રીજા મિત્ર પૂરણનો જીવ શ્રાવસ્તીનગરીમાં રૂકુમી નામે રાજા થયો હતો. એક સમયે તેણે પોતાની પુત્રીને સુવર્ણમંડપમાં સ્નાન કરાવવાનો મોટો મહોત્સવ કર્યો. તે સમયે કોઈ પુરુષ ઘણા દેશમાં મુસાફરી કરીને ત્યાં આવ્યો હતો, તેને રાજાએ પૂછ્યું કે, “તે કોઈ ઠેકાણે આવો શ્રેષ્ઠ મહોત્સવ જોયો છે?” તેણે કહ્યું “હે દેવ! વિદેહ રાજાની પુત્રી મલ્લિકુમારીના જન્મોત્સવ આગળ લાખમે અંશે પણ આ રમણીય નથી.' તે સાંભળી રાજાએ તત્કાળ તેને માટે દૂત મોકલ્યો. ચોથા મિત્ર વસુનો જીવ વારાણસીનગરીમાં શંખ નામે રાજા થયો હતો. અહીં અહંન્નકે આપેલા મલ્લિકુમારીના દેવાર્પિત કુંડલ ભાંગી ગયા, તેને સમા કરવા માટે સુવર્ણકારોને બોલાવીને તે કુંડલ આપ્યા, પણ સોની લોકો તે સુધારી શક્યા નહીં, તેથી રાજાએ તેઓને નગરની બહાર કાઢી મૂક્યા. તેઓ શંખરાજાની સભામાં આવ્યા. શંખરાજાએ તેમને ક્યાંથી આવ્યાનું પૂછ્યું, એટલે તેઓએ પોતાને મિથિલા નગરી છોડવી પડ્યાનું વૃત્તાંત સવિસ્તર કહી સંભળાવ્યું. તેથી આશ્ચર્ય પામી રાજાએ તેમને પૂછ્યું કે, “તે મલ્લિકુમારી કેવી છે?” એટલે તેઓએ તેનું અલૌકિક સ્વરૂપ વર્ણવી બતાવ્યું. તે સાંભળી શંખરાજાએ તેને માટે દૂત મોકલ્યો. પાંચમા મિત્ર વૈશ્રવણનો જીવ હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામે રાજા થયો હતો. અહીં મલ્લિકુમારીને મલ્લદિન નામે એક અનુજ બંધુ હતો. તે ચિત્રકારોની પાસે પોતાનો ખાનગી સભામંડપ ચીતરાવતો હતો. ત્યાં કોઈ ચતુર ચિત્રકાર કે જેને દેવતાનું વરદાન હતું, તેણે પડદામાંથી મલ્લિકુમારીનો અંગૂઠો જોઈને તેમનું બધું રૂપ યથાર્થ ચિત્રમાં આળખી લીધું. તેવામાં મલ્લદિનકુમાર પોતાની સ્ત્રીની સાથે તે ચિત્રશાળામાં આવ્યો. ત્યાં પોતાની મોટી બહેન મલ્લિકુમારીને પ્રત્યક્ષ જોઈ લજાથી પાછો વળ્યો. ત્યારે તેની ઘાત્રીએ કહ્યું કે, “તે તો ચિત્ર છે.” એટલે તત્કાળ પેલા ચિત્ર કરનારને પકડીને તેનો વઘ કરવાની આજ્ઞા કરી. પછી બીજા ચિત્રકારોએ તેનું કારણ સમજાવીને તેને માંડ માંડ છોડાવ્યો; તથાપિ કુમારે તે ચિત્રકારની આંગળી છેદીને દેશ બહાર કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળીને હસ્તિનાપુરમાં રહેલા અદીનશત્રુ રાજાને મળ્યો. રાજાએ તેને મિથિલામાંથી નીકળવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે પોતાનો વૃત્તાંત કહેતાં મલ્લિકુમારીના અદ્ભુત રૂપનું પણ વર્ણન કરી બતાવ્યું; તેથી મોહ પામી રાજાએ તેને માટે દૂત મોકલ્યો. છઠ્ઠા મિત્ર અભિચંદ્રનો જીવ કાંડિલ્ય નગરમાં અજિતશત્રુ નામે રાજા થયો હતો. અહીં એકદા મલ્લિકુમારીએ કોઈ તાપસીને વાદમાં હરાવી, તેથી તે કોપ કરીને કાંપિલ્ય નગરમાં અજિતશત્રુ રાજા પાસે આવી અને મલ્લિકુમારીના અનુપમ રૂપનું તેની પાસે વર્ણન કર્યું. જે સાંભળી રાજાએ તેને માટે દૂત મોકલ્યો. આ પ્રમાણે તે છયે રાજાના દૂતોએ એક સાથે આવીને કુંભ રાજા પાસે મલ્લિકુમારીની માગણી કરી. રાજાએ તે નહીં સ્વીકારતાં છયે દૂતોને અપઢારથી (પાછળે દરવાજેથી) કાઢી મૂક્યા. દૂતોના મોઢેથી અપમાનયુક્ત વચન સાંભળી તે છયે રાજાઓને કોપ ઉત્પન્ન થયો; તેથી સર્વેએ મિથિલા ઉપર ચડાઈ કરી. કુંભરાજાને તેમને જીતવાનો ઉપાય સૂઝયો નહીં. તેથી ચિત્તમાં આકુળવ્યાકુળ થવા લાગ્યા. પિતાને તેવી સ્થિતિમાં જોઈ મલ્લિકુમારીએ આશ્વાસન આપીને કહ્યું કે, “હે પિતા! Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૨] મૈથુનના દોષો ૧૨૧ તમે દૂત મોકલીને તે છયે રાજાઓને કહેવરાવો કે તમને હું કન્યા આપીશ; એટલે વિશ્વાસ પામીને તેઓ જુદા જુદા અહીં આવશે; પછી હું તેમને સમજાવીશ.” કુંભરાજાએ તે પ્રમાણે કહેવરાવવા સાથે એવી ગોઠવણ કરી કે જેથી તેમને પ્રથમ મલ્લિકુમારીએ પેલા ગર્ભગૃહમાં જુદા જુદા દ્વારથી પ્રવેશ કરાવ્યો. તેમાં પૂર્વે યુક્તિથી બનાવેલી મલ્લિકુમારીની પ્રતિમાને જોઈ તેઓ આ મલ્લિકુમારી જ છે' એમ માનતા તેના રૂપને વિષે મોહ પામી અનિમેષપણે તે પ્રતિમાને જોઈ રહ્યા. એટલામાં મલ્લિકુમારીએ આવીને તે પ્રતિમાના તાલુસ્થાને રાખેલા ઢાંકણાને દૂર કર્યું, એટલે તેમાંથી મૃત્યુ પામેલા સર્પાદિકના તથા મનુષ્યના ગંઘથી પણ મહા ઉત્કટ દુર્ગધ ઊછળ્યો; તેથી તે છયે રાજાઓ પોતપોતાની નાસિકા ઢાંકવા લાગ્યા. ત્યારે મલ્લિકુમારીએ કહ્યું કે, “અરે રાજાઓ! તમે આમ પરમુખ કેમ થયા?’ તેઓ બોલ્યા કે, “અમે આ દુર્ગઘથી પરાભવ પામ્યા છીએ.” મલ્લિકુમારી બોલ્યા, “અરે દેવાનુપ્રિયો! હંમેશા ઉત્તમ આહારનો એકેક કોળીઓ લેપન કરવાથી આ સુવર્ણની પૂતળીમાં પણ તેનું પુગળ પરિણામ આવી દુર્ગઘરૂપ થયું, તો આ ઔદારિક દેહ કે જે માંસ રુધિરાદિ સાત ઘાતુઓથી બનેલા છે તેમાં દરરોજ નખાતાં અન્નના ૩૨ કવળથી કેવું પુદ્ગળ પરિણામ થાય તે વિચારો. હે રાજાઓ! તમે મારા પર મોહ પામો છો પણ વિચારો કે આ સ્ત્રીદેહમાં સારભૂત શું છે? વળી હે રાજાઓ! તમે પૂર્વે મોટું દેવસંબંથી આયુષ્ય ભોગવ્યું છે તેના સુખના પ્રમાણમાં આ મનુષ્ય ભવનું સુખ શી ગણતરીમાં છે? આ પ્રમાણે કહીને તેમનો પૂર્વભવ કહી સંભળાવ્યો. તે સાંભળી તેઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મલ્લિકુમારી બોલ્યા કે “અરે ભાઈઓ! હવે મારે દીક્ષા લેવી છે. તમે શું કરશો?” તેઓ બોલ્યા કે “અમે પણ દીક્ષા લઈશું. આ પ્રમાણે કહી સંસારથી નિર્વેદ પામી તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા અને પોતપોતાના પુત્રોનો રાજ્યાભિષેક કર્યો. શ્રી મલ્લિપ્રભુએ સાંવત્સરિક મહાદાન આપ્યા પછી પોષ શુક્લ એકાદશીને દિવસે અષ્ટમભક્ત કરી અશ્વિની નક્ષત્રનો ચંદ્ર થતાં જન્મથી સો વર્ષની વયે ત્રણસો રાજાઓ અને ત્રણસો સ્ત્રીઓ સાથે સિદ્ધ ભગવંતની સાક્ષીએ મહાવ્રતને અંગીકાર કર્યું. તે જ દિવસે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પેલા છ રાજાઓએ પણ તેમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. તેમના શાસનમાં ભિષગુ વગેરે અઠ્ઠાવીશ ગણઘર, ચાળીશ હજાર સાધુઓ, પંચાવન હજાર સાધ્વીઓ, ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકા અને એક લાખ એંશી હજાર શ્રાવકો થયા. પોતાના પરિવાર સાથે મલ્લિપ્રભુ વિહાર કરી પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓની સાથે ફેશ્ન શુક્લ દ્વાદશીએ ભરણી નક્ષત્રમાં શ્રી સમેતશિખરગિરિ ઉપર મોક્ષને પ્રાપ્ત થયા. આ પ્રમાણે અવશ્ય મોક્ષને પામનારા શ્રી મલ્લિનાથ પ્રભુએમણ જેમ શીલનું પાલન કર્યું તેમ ભવ્ય પ્રાણીઓએ અવશ્ય શીલનું પાલન કરવું.” વ્યાખ્યાન ૧૦૨ મૈથુનના દોષો હવે મૈથુન સેવવાથી ઘણા ગુણની હાનિ થાય છે તે કહે છે– वाक्यमंत्ररसादीनां, सिद्धिः कीर्त्यादयो गुणाः । नश्यन्ति तत्क्षणादेव, . अब्रह्मसेवनानृणाम् ॥१॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ સ્તિંભ ૭ ભાવાર્થ-“અબ્રહ્મ (મૈથુન) સેવન કરવાથી મનુષ્યોના વચનસિદ્ધિ, મંત્રસિદ્ધિ, રસાદિકની સિદ્ધિ અને કીર્તિ વગેરે ગુણો તત્કાળ નાશ પામી જાય છે.” તે વિષે સત્યકી વિદ્યાઘરનો સંબંઘ છે, તે આ પ્રમાણે : સત્યકી વિધાધરની કથા ચેટક મહારાજાની પુત્રી સુજ્યેષ્ઠા સાધ્વી થયા હતા. તેઓ એકદા આતાપના કરતા હતા, તે વખતે તેનું સૌંદર્ય જોઈને પેઢાળ નામે વિદ્યાધર તેના પર મોહ પામ્યો, તેથી તત્કાળ ઘુમાડો વિકુર્તી દિમૂઢ કરી તેણે ભ્રમરરૂપે તેને સેવી. તેનાથી સત્યકી નામે એક પુત્ર થયો. તે અનુક્રમે વિદ્યાગ્રહણને યોગ્ય થયો, ત્યારે સોનાના પાત્રમાં વાઘણનું દૂઘ રાખવાની જેમ વિદ્યાઓ આપવા સારુ પેઢાળ વિદ્યાઘરે સાધ્વી પાસેથી અપહરીને તેને વિદ્યામંત્ર વગેરે આપ્યાં. રોહિણી વિદ્યાએ સત્યકીના જીવને તેનું આરાઘન કરતાં પાંચ જન્મ સુધી મૃત્યુ પમાડ્યો હતો, છછું જન્મે છ માસ આયુષ્ય બાકી રહ્યું તે વખતે તે પ્રસન્ન થઈ હતી પણ તેણે આદરી નહોતી; તે આ સાતમે ભવે પૂર્વ જન્મમાં સાધેલી હોવાથી વગર આરાધ્ધ સંતુષ્ટ થઈ અને લલાટમાં છિદ્ર કરી તે દ્વારા હૃદયમાં જઈને રહી. દિવ્ય અનુભાવથી તે લલાટનું છિદ્ર દિવ્ય નેત્રરૂપ થઈ ગયું. પછી પોતાના પિતા પેઢાળને સાધ્વીના શીલનો લોપ કરનાર જાણી સત્યકીએ મારી નાખ્યો; અને માતાના તથા જિનેશ્વરના વચનથી તેણે દૃઢ સમતિ અંગીકાર કર્યું. પછી ત્રિકાળ જિનપૂજા કરવાથી તેણે તીર્થકર નામકર્મ સંપાદન કર્યું. શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે સત્યથી મહાદેવ એવા નામથી વિખ્યાત અગિયારમો રુદ્ર થયો. તે સત્યકી વિદ્યાઘરનો જીવ આવતી ચોવીશીમાં સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે.” સત્યકી અવિરતિપણાને લીધે સ્ત્રીઓમાં આસક્ત થઈ અનેક રાજાદિકની સ્ત્રીઓને બળાત્કારે સેવન કરતો હતો. તેથી એકદા ઉજ્જયિની નગરીના ચંડપ્રદ્યોત રાજાએ એવો પડદ વગડાવ્યો કે, સત્યકીને વશ કરી શકે તેવી કોઈ સ્ત્રી છે?' તે વખતે ઉમા નામની વેશ્યાએ કહ્યું કે, “હું તે નિશાચરને વશ કરીશ.” પછી રાજાએ તેને તેની ઇચ્છા પ્રમાણે કરવાની આજ્ઞા આપી. એક વખતે ઉમાએ ચંદ્રશાળા (અગાશી) ઉપર રહી તેને પોતાનું સૌંદર્ય બતાવ્યું. તે જોતાં જ સત્યકી સત્વર ત્યાં આવી તેને સેવવા લાગ્યો. એક વખતે વેશ્યાએ તેને એકાંતમાં પૂછ્યું કે, “તમારી પાસે કઈ કઈ વિદ્યાઓ છે?” તેણે કહ્યું કે, “મારી પાસે રોહિણી વગેરે વિદ્યાઓ છે અને તે સર્વદા મારા અંગમાં જ રહે છે, પણ જ્યારે હું મૈથુન કરું છું ત્યારે તે વિદ્યાઓને અને ખગ્નને દૂર મૂકું છું. તે વખતે મારામાં જરા પણ બળ રહેતું નથી.” આ વાત વેશ્યાએ રાજાની આગળ નિવેદન કરી; અને કહ્યું કે “જો કોઈ શબ્દવેથી પુરુષ જ્યારે તે મારી સાથે મૈથુનાસક્ત હોય ત્યારે તેને મારે તો તે મરી જાય, અન્યથા મરશે નહીં. પણ તે પુરુષ એવો ચતુર હોવો જોઈએ કે, જે મારો બચાવ કરીને તેને એકલાને જ હણી શકે. તેવો પુરુષ કોઈ છે?” પછી તેવા પુરુષની શોઘ કરતાં રાજાની પાસે રહેનારા કેટલાક શસ્ત્રકુશલ પુરુષોએ પોતાના ચાતુર્યની પરીક્ષા આપી. તે એવી રીતે કે, કમલના પત્રો ઉપરાઉપર રાખીને રાજાએ કહ્યું કે, “ઉપરના આટલા પત્ર વિઘવા અને નીચેના આટલા બચાવવા.” એટલે તેઓએ ઉપરના તેટલા જ વીંધ્યા અને નીચેના બચાવ્યા. પછી રાજાએ તે કળા વેશ્યાને બતાવીને કહ્યું કે, “આ યુક્તિથી તારું રક્ષણ કરીશું.” વેશ્યા તે વાતનો સ્વીકાર કરીને પોતાને ઘેર ગઈ. પછી તે સુભટોએ સંકેત પ્રમાણે ગુપ્ત રહી ઉમા વેશ્યા સાથે મૈથુન કરતા એવા સત્યકીને જોઈ તે યુક્તિથી Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૨] મૈથુનના દોષો ૧૨૩ તેને મારી નાખ્યો. તે સાથે ઉમાને પણ વિષકંદળીરૂપ જાણી મારી નાખી. સત્યકી મૃત્યુ પામીને નરકે ગયો. પછી કાળસંદીપક નામે સત્યકીના મિત્ર વિદ્યાધરે તે વાત જાણીને આખી ઉજ્જયિની નગરી ચૂર્ણ કરી નાખવા માટે આખી નગરી ઉપર શિલા રચી. એટલે રાજાએ તેને ભોગાદિક ઘર્યા. તે વિદ્યાધરે આકાશમાં રહીને પોતાના મિત્ર સત્યકીનું મહત્વ વધારવા માટે સત્યકીના નામથી જ કહ્યું કે, ‘તમે મને કામભોગ કરતાં મારી નાખ્યો છે, તેથી જો મૈથુનાસક્ત અવસ્થાને રૂપે મારી મૂર્તિ કરીને મારી પૂજા કરો અને શંકર પાર્વતીના નામથી અમારા ગુણ ગાઓ તો જીવતા મૂકું, અન્યથા મૂકીશ નહીં.' લોકોએ તે પ્રમાણે કરવું કબૂલ કર્યું. “મરણના ભયથી પ્રાણી શું નથી કરતા?’’ અનુક્રમે ઈશ્વરનું લિંગ જળાધારી રૂપ યોનિમાં રાખીને તેની પૂજા પ્રવર્તી. “અહો! વિષયલંપટપણાને ધિક્કાર છે કે જેની આસક્તિથી આવો બળવાન સત્યકી પણ પોતાની શક્તિને કુંઠિત કરી નાખીને નરકે ગયો.’’ ઇતિ સત્યકી વિદ્યાધર પ્રબંધ. હવે સુજ્યેષ્ઠાએ કેવી રીતે દીક્ષા લીધી હતી તેનું વૃત્તાંત આ પ્રમાણે છે– વિશાળા નગરીમાં ચેટક રાજાની એક પુત્રી સુજ્યેષ્ઠા નામે હતી. એક વખતે તેણે મિથ્યાત્વને સ્થાપન કરતી કોઈ એક તાપસીને વાદમાં જીતી લીધી. તે તાપસીએ તેનું સ્વરૂપ ચિત્રપટ ઉપર આલેખી શ્રેણિક રાજાને બતાવ્યું. તે જોઈ શ્રેણિક રાજા મોહ પામી ગયો. તેની પ્રેરણાથી તેના મંત્રી અભયકુમારે વિશાળા નગરીમાં આવી રાજમહેલ પાસે એક દુકાન માંડી. તેમાં ચિત્રપટ ઉપર શ્રેણિક રાજાનું ચિત્ર આળેખી નિત્ય તેની પૂજા કરવા લાગ્યો. એક વખતે તે ચિત્ર સુજ્યેષ્ઠાની દાસીઓના જોવામાં આવ્યું. તેમણે તે લઈ જઈને સુજ્યેષ્ઠાને બતાવ્યું. શ્રેણિકનું સ્વરૂપ જોઈ સુજ્યેષ્ઠા મોહ પામી ગઈ; એટલે તેણે પોતાનો અભિપ્રાય અભયકુમારને જણાવ્યો. પછી અભયકુમા૨ે તેના મહેલથી રાજગૃહીના સીમાડા સુધી એક સુરંગ કરાવી. શ્રેણિક રાજાએ તે દ્વારા ત્યાં આવી તેને લઈ જવાનું જણાવ્યું. રાજા આવ્યો. સુજ્યેષ્ઠા ચેલણાને લઈ તૈયાર થઈને આવતી હતી તેવામાં તે પોતાના આભૂષણનો ડાબલો ભૂલી ગઈ, તે લેવા તે પાછી ગઈ. રાજા શ્રેણિક ચેટક રાજાના ભયથી તત્કાળ સુજ્યેષ્ઠાને બદલે ચેલણાને લઈને કાગડાની જેમ નાસી ગયો. સુજ્યેષ્ઠા સંકેતસ્થળે આવી તો ત્યાં ચેલણાને કે રાજાને જોયા નહીં, એટલે તેણે ઊંચે સ્વરે પોકાર કર્યો કે ‘કોઈ ચેલણાને હરી જાય છે.’ તે સાંભળી ચેટક રાજા ત્યાં દોડી આવ્યા. તેણે શ્રેણિક રાજાના અંગરક્ષક સુલસાના બત્રીશ પુત્રોને એક બાણે મારી નાખ્યા; કારણ કે તેઓ સર્વ સાથે જન્મેલા અને સમુદાયી કર્મબંધવાળા હતા. પછી ચેટક મહારાજાએ પોતાના નગરમાં આવીને સુજ્યેષ્ઠાને માટે વિવાહની સામગ્રી તૈયાર કરાવવા માંડી. ત્યારે સુજ્યેષ્ઠાએ પિતાને વારીને દીક્ષા ગ્રહણ કરી; કારણ કે તે સતી હોવાથી વચનસાક્ષીએ શ્રેણિક રાજાને વરેલી હોવાને લીધે બીજા પુરુષને વરી નહીં. પણ પેઢાલ વિદ્યાધરે કપટથી તેને ભોગવી, જેથી તેને ગર્ભ રહ્યો. એટલે ગણઘરે તેના સતીત્વ વિષે વીરભગવંતને પૂછ્યું. વીરભગવંતે કહ્યું કે ‘“તે સુજ્યેષ્ઠાનો દોષ નથી, તે તો નિશ્ચલ શીલવાળી જ રહેલી છે. શ્રેણિકરાજાના સંગના અભાવથી તેણે મનસાક્ષીએ સર્વથા શીલ અંગીકાર કર્યું છે.’’ પછી સુજ્યેષ્ઠા સાધ્વીએ યાવજ્જીવ મન, વચન, કાયાથી શુદ્ધ એવું શીલવ્રત પાળ્યું. તે વિષે કહેવાય છે કે ‘‘ચેટક રાજાને સાત પુત્રીઓ હતી, તે સર્વે શીલવતી હતી, એમ તીર્થંકરોએ તેમની શ્લાઘા કરેલી છે.’’ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ વ્યાખ્યાન ૧૦૩ સ્ત્રીચરિત્ર અગમ્ય સ્ત્રીચરિત્ર જાણવાને કોઈ પણ કુશળ નથી તે વિષે કહે છે. सुश्लिष्टामपि च स्त्रीणा-महो कपटनाटकम् । न स्याद्वेघापि मेधावी, तस्य तत्त्वावबोधने ॥१॥ ભાવાર્થ-“સ્ત્રીઓનું કપટરૂપ નાટક એવું યોજાયેલું હોય છે કે જેનું તત્ત્વ સમજવાને બુદ્ધિવાન (બ્રહ્મા)નું ડહાપણ પણ કામ લાગતું નથી.” તે વિષે નુપૂરપંડિતાનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે નુપૂરપંડિતાની કથા રાજગૃહી નગરીમાં દેવદત્ત નામે એક સોની રહેતો હતો. તેને દેવદિન્ન નામે એક પુત્ર હતો. તેને દુર્ગિલા નામે સ્ત્રી હતી. એક વખતે તે ઝીણા અને આર્તવસ્ત્ર પહેરી નદીમાં સ્નાન કરતી હતી. તેવી જ સ્થિતિમાં કોઈ નાગરિક પુરુષના જોવામાં આવી. તેને જોઈ મોહ પામીને તે પુરુષ આ પ્રમાણે બોલ્યો-“સુંદરી! આ નદી અને વૃક્ષો, “તે સારી રીતે સ્નાન કર્યું?” એમ પૂછે છે અને હું તો તારા ચરણકમલમાં પડીને પૂછું છું.” દુર્ગિલાએ તેને ઉત્તર આપ્યો કે-“મને સ્નાન વિષે પૂછનારા નદી તથા વૃક્ષોનું કલ્યાણ થાઓ; અને મને તે વિષે પૂછનાર પુરુષનું મનઇચ્છિત હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે નાગરિક તેને મળવાને ઉત્સુક થયો. પછી તે કોઈ તાપસીને મળ્યો અને તેને પોતાની ઇચ્છા સમજાવી દુર્ગિલાને ઘેર મોકલી. તેણે દુર્ગિલાને પેલા નાગરિકના પ્રેમની વાત કરી એટલે દુર્ગિલા બોલી–“અરે પાખંડિની! તું આવું અશ્રાવ્ય કેમ બોલે છે? મારા ઘરમાંથી ચાલી જા.” આમ કહીને ઘરમાંથી નીકળતી તે તાપસીના પૃષ્ઠ ઉપર તેણે કલનો થાપો માર્યો. તાપસીએ નાગરિક પાસે આવી પોતાના અપમાનનું વૃત્તાંત જણાવ્યું; અને પૃષ્ઠ ભાગ બતાવ્યો. તે જોઈ નાગરિક સમજી ગયો કે, તે ચતુરાએ મને કૃષ્ણપક્ષની પંચમીની રાત્રે મળવાનો સંકેત આપ્યો છે. પણ કયા સ્થળે મળવું? તે જણાવ્યું નથી. તેથી તેણે તાપસીને પુનઃ ભિક્ષા માગવાને મિષે તેને ઘેર મોકલી. તાપસી ત્યાં જઈને બોલી કે “હે સુંદરી! તે નાગરિકને મળવાનું સ્થળ કહે.” એટલે દુર્ગિલાએ રોષ કરી તેને હાથે પકડી પછવાડેના વાડામાં આવેલા અશોક વૃક્ષ તળે થઈને પાછલે દ્વારે કાઢી મૂકી. તાપસીએ તે વાત પેલા પુરુષ આગળ જણાવી. એટલે તેણે જાણ્યું કે, “કૃષ્ણપંચમીએ વાડામાં અશોક વૃક્ષ તળે તેનું મળવું થશે.” જ્યારે સંકેતનો દિવસ આવ્યો ત્યારે તે ત્યાં ગયો. બન્ને ત્યાં મળ્યા અને વિનોદ કરતાં તેમના નેત્ર મુદ્રિત થઈ ગયાં. તે વખતે તેનો સસરો દેવદત્ત મૂત્રોત્સર્ગ કરવા ત્યાં આવ્યો. ત્યાં પુત્રવધૂ સાથે બીજા પુરુષને જોઈ તેના ડાબા પગમાંથી એક નુપૂર કાઢી લીધું. તત્કાળ દુર્ગિલાના જાણવામાં તે વાત આવી, એટલે તેણે પેલા જારને જગાડી શિખડાવીને તેને ઘેર મોકલી દીઘો. પછી પોતાના ઘરમાં જઈ પોતાના પતિને મધુર વાણીથી કહ્યું કે, “પ્રાણેશ! ચાલો, આજ તો આપણે અશોક વૃક્ષ નીચે જઈને નિદ્રા લઈએ.” પતિએ કબૂલ કર્યું, એટલે બન્ને જણ ત્યાં જઈને સૂતા. થોડી વાર પછી નિદ્રા પામેલા પતિને જગાડીને સ્ત્રીએ કહ્યું કે, “તમારા કુળમાં આ કેવી રીતે કહેવાય કે સસરો જાતે આવી પુત્રવધૂના પગમાંથી નુપૂર કાઢી લે?” તે સાંભળી તેના પતિને ક્રોઘ ચડ્યો. તેથી પ્રાતઃકાળે તેણે પોતાના પિતાને કહ્યું કે, Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૩] સ્ત્રીચરિત્ર અગમ્ય ૧૨૫ અરે પિતા! હું મારી સ્ત્રી સાથે સૂતો હતો, તે વખતે તમે નુપૂર લઈ ગયા તે શું? પુત્રવધૂનું ગુહ્ય સસરાએ જોવું યોગ્ય નથી.” પિતાએ કહ્યું, “અરે પુત્ર! કોઈ જાર તેની સાથે સૂતો હતો તેથી મેં તેમ કર્યું હતું અને પછી તને લઈ જઈ સુવાડીને તેણે આ કપટ કરેલું છે.” તે સાંભળી દુર્ગિલા બોલી કે, તે વાત અસત્ય છે, હું મારું સત્ય દેવતાની આગળ બતાવીશ.” એમ કહી તે સર્વને લઈ નગર બહાર રહેલા કોઈ પ્રભાવિક યક્ષની પાસે પોતાનું સત્ય બતાવવા ચાલી. માર્ગમાં પ્રથમથી સંકેત કરી રાખેલો પેલો જાર જુદો વેષ લઈ ગાંડો બનીને આવ્યો, અને દુર્ગિલાને ગળે, વૃક્ષને જેમ વાનર વળગે તેમ વળગી પડ્યો. તેને દૂર કરી યક્ષના મંદિર પાસે આવી પવિત્ર થઈ તેને પૂજીને બોલી કે, “હે દેવ! આ ગાંડો પુરુષ અને મારો પતિ તે સિવાય જો. કોઈ ત્રીજો પુરુષ મને લગ્ન થયો હોય તો તમે મને યોગ્ય શિક્ષા કરજો.” તે સાંભળી યક્ષ વિચારમાં પડ્યો કે “આનું સત્ય અસત્યરૂપ છે, માટે તેનું શું કરવું?' તે આમ વિચારે છે તેવામાં તો તે સ્ત્રી તેની બે જંઘા વચ્ચે થઈને નીકળી ગઈ, એટલે લોકોએ તેની પ્રશંસા કરી અને ત્યારથી નુપૂરપંડિતા એવા નામથી તે પ્રખ્યાત થઈ. આવા તેના ચરિત્રથી વિસ્મય પામેલા દેવદત્ત સોનીની તે દિવસથી નિદ્રા ઊડી ગઈ. દેવદત્તના તે ગુણથી રાજાએ તેને પોતાના અંતઃપુરનો અધિકારી રક્ષક નીમ્યો. રાજાના અંતઃપુરની મુખ્ય રાણી કોઈ હાથીના મહાવત સાથે આસક્ત હતી. મહેલની પાસે હસ્તિશાળા હતી. તેથી રાત્રે શિક્ષિત હાથી દ્વારા તે મહાવતને મળતી હતી. આજે આ નવીન સોની પહેરેગીર થવાથી અંતઃપુરમાં જાગતો હતો, એટલે તે રાણી વારંવાર તેને જોવા આવતી પણ તેને જાગતો જોઈ નિરાશ થઈ પાછી ફરતી હતી. પછી રાણીનું વૃત્તાંત જાણવાની ઇચ્છાથી દેવદત્ત કપટનિદ્રાથી સૂઈ ગયો. એટલે રાણી તેને સૂતેલો જોઈ મહેલના ગોખ પાસે આવી. ત્યાં પેલા જાર મહાવતે હાથી ઊભો કરી રાખેલો હતો તેણે પોતાની સૂંઢ વડે રાણીને નીચે ઉતારી. એટલે મહાવત તેના વાંસામાં હાથીની સાંકળ મારીને બોલ્યો કે “મોડી કેમ આવી?” ત્યારે તેણે નવા નિમાયેલા પહેરેગીરની વાર્તા કહી. પછી રાત્રિના છેલ્લા પહોરે પાછી મહાવતે તેને તેવી રીતે જ ઉપર પહોંચાડી દીધી. આ સર્વ ચરિત્ર દેવદત્તના જોવામાં આવ્યું. તેથી તેણે વિચાર્યું કે, “જ્યારે રાજાની સ્ત્રીઓનું આવું આચરણ છે તો પછી બીજા સાઘારણ માણસોની સ્ત્રીઓ કુશીલ હોય તેમાં શું આશ્ચર્ય!” આ પ્રમાણે વિચારવાથી તે ચિંતા રહિત થઈ ગયો. તેથી તેને છ માસે તે જ રાત્રીએ પૂરી નિદ્રા આવી ગઈ. તેની નિદ્રાનો વૃત્તાંત જાણી જ્યારે તે જાગ્યો ત્યારે રાજાએ તેનું કારણ પૂછ્યું. તેણે સર્વ વૃત્તાંત સ્પષ્ટપણે કહી જણાવ્યો. પછી રાજાએ તે રાણીને ઓળખી કાઢવા સારુ અંતઃપુરની સર્વ સ્ત્રીઓને કહ્યું કે, “તમે સૌ ઉઘાડે વાંસે ઊભી રહો, અને હું કમળના દડાનો પ્રહાર કરું તે સહન કરો.” સર્વ સ્ત્રીઓએ તે સ્વીકાર્યું. અનુક્રમે તે પ્રમાણે કરતાં જ્યારે પેલી કુલટા રાણીનો વારો આવ્યો, ત્યારે કમળપુષ્પથી તેના પર પ્રહાર કરતાં જ તે કપટ વડે મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગઈ. રાજા તેના સ્ત્રીચરિત્રને જાણીને બોલ્યો કે, “અરે સ્ત્રી! તું મદોન્મત્ત હાથી સાથે રમે છે, છતાં કૃત્રિમ હાથીથી બીએ છે, અને લોઢાની સાંકળનો માર ખાઈ હર્ષ પામે છે છતાં આ કમળપત્રના ઘાતથી મૂછ ખાય છે.” આ પ્રમાણે કહી રાજાએ ક્રોઘથી આજ્ઞા કરી કે, “આ હાથી, મહાવત અને રાણીને પર્વતના ઊંચા શિખર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ ઉપર ચડાવીને ઝંપાપાત કરાવો.' પછી મહાવત તે રાણીને હાથી ઉપર બેસાડી હાથીને પર્વતના શિખર ઉપર લઈ ગયો. ત્યાં હાથીનો પહેલાં એક પગ ઊંચો કરાવ્યો, પછી બે પગ ઊંચા કરાવ્યા અને છેવટે ત્રણ પગ ઊંચા કરાવી એક પગે ઊભો રાખ્યો. હાથીની આ કળાથી રંજિત થયેલા લોકોએ રાજાને વિનંતિ કરી કે, ‘સ્વામી! આવા ગજેંદ્રરત્નને મારવો યોગ્ય નથી.' રાજાએ તેને અભયદાન આપ્યું, અને મહાવતને કહ્યું કે, ‘તે હાથીને ગિરિથી નીચે ઉતારી દે.’ મહાવતે કહ્યું કે, ‘જો અમને અભયદાન આપો તો હું તેને કુશળતાથી નીચે ઉતારું.’ રાજાએ તેને પણ અભયદાન આપ્યું. એટલે તેણે હાથીને હળવે હળવે ક્ષેમકુશળ નીચે ઉતાર્યો. પછી રાણીને અને મહાવતને રાજાએ દેશપાર કર્યો. રાણી અને મહાવત ત્યાંથી નીકળીને આગળ જતાં માર્ગમાં એક દેવાલય આવ્યું, ત્યાં રાત્રિ પડવાથી તે બન્ને સૂઈ ગયા. તેવામાં કોઈ ચોર ગામમાંથી ચોરી કરીને ત્યાં આવ્યો. કોટવાલને તેની ખબર પડતાં તેણે આવીને દેવાલયને ઘેરી લીધું. અંદર મહાવત તો નિદ્રાવશ થઈ ગયો હતો, પણ પેલા ચોરના કરસ્પર્શથી રાણી જાગ્રત થઈ અને તેને જોઈને બોલી કે, ‘તું મને સ્ત્રી તરીકે અંગીકાર કર.’ ચોરે કહ્યું કે, ‘જો તું પ્રાતઃકાલે કોટવાલ પાસે મને તારો સ્વામી કહી મારા જીવની રક્ષા કરે તો હું તારો સ્વામી થઈ તને સ્વીકારું.' તેણે તે વાત કબૂલ કરી. પ્રાતઃકાળે કોટવાલે સુભટો સાથે અંદર પ્રવેશ કરીને પૂછ્યું કે, ‘તમારામાં કોણ ચોર છે?' રાણીએ આંખથી ઇશારો કરીને મહાવતને બતાવ્યો, એટલે તેઓએ તેને પકડી ગુનો સાબિત ગણીને શૂળીએ ચડાવી દીધો. શૂળી ઉપર રહ્યા સતા તેને તૃષા લાગી, તેથી માર્ગે ચાલ્યા જતા કોઈ શ્રાવકને દેખીને તેણે તેની પાસે જળ માગ્યું. શ્રાવક તેને નવકારમંત્રનું પદ આપી જળ લેવા ગયો. તેના આવ્યા અગાઉ શૂળી ઉપર નવકાર મંત્રનું સ્મરણ કરતો મહાવત મૃત્યુ પામીને વ્યંતરનિકાયમાં દેવ થયો. અહીં પેલી દુષ્ટ રાણી ચોરની સાથે ચાલી નીકળી. માર્ગમાં એક નદી આવી. નદીમાં પૂર જોઈ ચોરે કહ્યું કે, ‘પ્રથમ તારા વસ્ત્રાદિ મને આપ, તેને પેલે તીર મૂકી આવીને પછી હું તને સુખેથી લઈ જઈશ. હું આવું નહીં ત્યાં સુધી તું અહીં રહેજે.’ તેણે તેમ કર્યું. ચોરે નદીને સામે તીરે જઈને વિચાર્યું કે, ‘આ સ્ત્રી પોતાના પતિની જેમ મને પણ દુઃખમાં પાડશે તેથી એનો સંગ કરવો યોગ્ય નથી.’ આવું વિચારી તે ચોર પોતાનો સ્વાર્થ સાથી તેને છોડીને પરભાર્યો ચાલ્યો ગયો. અહીં રાણી નગ્નપણે હતાશ થઈ સતી વનમાં ભમતી પોકાર કરવા લાગી. એવામાં વ્યંતર થયેલો તેનો પતિ શિયાળનું રૂપ લઈને તેને પ્રતિબોધ કરવા આવ્યો. તેણે મુખમાં માંસ રાખ્યું હતું, તે માંસની પેશી નદીના તીર ઉપર મૂકી નદી કાંઠે આવેલા મત્સ્યને પકડવા દોડ્યો. એટલે મત્સ્ય તો નદીના જળમાં પેસી ગયો, અને પેલું માંસ હતું તે સમડી ઉપાડી ગઈ. તે વખતે શિયાળ વીલખો થઈ આમતેમ જોવા લાગ્યો. તે જોઈ રાણી બોલી કે−‘અરે મૂર્ખ!તું ઉભયભ્રષ્ટ થયો, હવે શું જુએ છે!' શિયાળ બોલ્યો−‘અરે સ્ત્રી! તું તો ત્રણથી ભ્રષ્ટ થઈ છે, હવે બીજાના દોષ શા માટે જુએ છે?’ એ પ્રમાણે કહીને તેણે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરી કહ્યું કે, ‘અરે પાપિણી! તેં જેને મારી નખાવ્યો હતો તે જ હું મહાવત છું. જૈન ધર્મના પ્રભાવથી મને આ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે, માટે તું પણ તે ધર્મને અંગીકાર કર.' રાણીએ તે વાત સ્વીકારી. એટલે તેણે તેને કોઈ સાધ્વી પાસે મૂકી. ત્યાં તે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે સદ્ગતિને પામી. Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન “આ પ્રમાણે તે રાણી પ્રાંતે શીલવ્રતને પામ્યા છતાં નુપૂરપંડિતાની અસતીપણાની અપકીર્ત્તિનો નાદ અદ્યાપિ વિરામ પામતો નથી.’ ાખ્યાન ૧૦૪ ચાતુર્માસના વ્રતોનું વર્ણન ચોથા વ્રતને ધારણ કરનાર શ્રાવક આષાઢ ચાતુર્માસના સત્કૃત્યો અવશ્ય કરે છે, તેથી હવે ચાતુર્માસના કૃત્યોનું વર્ણન કરે છે— आषाढाख्यचतुर्मास्यां, विशेषाद्विधिपूर्वकम् । अभिग्रहाः सदा ग्राह्याः सम्यगर्हा विवेकिभिः ॥ १॥ ૧૨૭ ભાવાર્થ—‘‘વિવેકી પુરુષોએ આષાઢ ચાતુર્માસને વિષે હંમેશા પોતાને યોગ્ય એવા અભિગ્રહો વિધિપૂર્વક વિશેષે ઘારણ કરવા.’ "" આનો ભાવાર્થ એવો છે કે, પ્રથમ દ્વાદશ વ્રતનું ઉચ્ચારણ કરતી વખતે જેણે પાંચમું વ્રત આદર્યું હોય તેણે અવશ્ય કરીને તે નિયમોમાં દરેક ચાતુર્માસે સંક્ષેપ કરવો એટલે મોકળું રાખેલું હોય તેમાંથી ઓછું કરી તે નિયમો પાળવા. અને જેણે પાંચમું વ્રત અંગીકાર કર્યું ન હોય તેણે પણ પ્રત્યેક ચાતુર્માસે યોગ્ય અભિગ્રહો સ્વીકારવા. તેમાં પણ આષાઢાદિ ચાતુર્માસમાં તો તે વિશેષપણે વિધિપૂર્વક ગ્રહણ કરવા. વર્ષાઋતુમાં ગાડાં હાંકવા, રથ જોડવા, હળથી ખેડ કરવી, ઘોડેસવાર થઈ ફરવું વગેરે નિષેધ કરવા યોગ્ય છે, કારણ કે ભૂમિ સાથે મેઘના જળનો સ્પર્શ થવાથી લીલા ઘાસના અંકુરો, સૂક્ષ્મ સંમૂર્છિમ દેડકીઓ, પાંચે વર્ણની લીલફૂલ, અળસિયાં, શંખજાતિના જીવો, મમોલા, કાત્રા, ચુડેલના ગુચ્છો અને ભૂમિછત્ર (બિલાડીના ટોપ) વગેરે અનેક જીવોની ઉત્પત્તિ થવાનો સંભવ છે. તથા ચાતુર્માસમાં એવા જીવોની રક્ષા માટે પૂર્વોક્ત શકટખેટનાદિનો અભિગ્રહ ધારણ કરવો યોગ્ય છે. કદી જો કૃષિકર્મ વગેરેથી જ આજીવિકા હોય તો એક બે વગેરે ક્ષેત્ર ખેડવાની છૂટ રાખી તેથી વિશેષ ક્ષેત્ર ખેડવાનો ત્યાગ કરવો. મુખ્ય રીતે તો વર્ષાકાળમાં સર્વ દિશાઓમાં ગમનાગમન કરવાનો નિષેધ કરવો ઉચિત છે, જેવો નિયમ કૃષ્ણ વાસુદેવ અને કુમારપાળે લીધો હતો. કહ્યું છે કે, “વાર્થ સર્વભૂતાનાં વર્ષાવેત્ર સંવક્ષેત્–સર્વ જીવોની દયા માટે વર્ષાઋતુમાં એક જ સ્થાને વસવું.’ પૂર્વે શ્રી નેમિપ્રભુના ઉપદેશથી શ્રીકૃષ્ણ વાસુદેવે ચાતુર્માસ સુધી દ્વારિકાની બહાર ન જવાનો નિયમ લીધો હતો અને કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિના વચનથી નિયમ લીધો હતો કે, ‘‘સર્વ ચૈત્યોનું દર્શન અને ગુરુનું વંદન મૂકીને પ્રાયઃ નગરને વિષે પણ ભમીશ નહીં.’’ એકવચનીપણામાં યુધિષ્ઠિર જેવા કુમારપાળ રાજાએ અંગીકાર કરેલા પૂર્વોક્ત નિયમને મોટું કાર્ય પડ્યે છતે પણ છોડી દીધો નહોતો. શકદેશનો મ્લેચ્છ રાજા કુમારપાળના એ નિયમની વાત જાણીને તેના દેશનો ભંગ કરવા માટે આવ્યો, છતાં અભિગ્રહધારી કુમારપાળરાજા વર્ષાઋતુમાં તેની સામે યુદ્ધ કરવા ગયો નહીં. રાજાને ઘર્મમાં સ્થિર કરવા માટે હેમચંદ્રસૂરિએ દેશભક્તિથી તે મ્લેચ્છરાજાને બાંધી અણાવ્યો અને પોતાના રાજ્યમાં છ માસ પર્યંત જીવ ન હણવાની કબૂલાત કરાવ્યા પછી તેને છૂટો કર્યો. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ જો કે વર્ષાઋતુમાં સર્વ દિશાઓમાં ગમન કરવાનો નિષેઘ છે; છતાં કદી સર્વ દિશાનો નિયમ ન કરી શકાય તો જે દિશામાં ગયા વગર નિર્વાહ થાય તેમ ન હોય તે સિવાય બીજી દિશાઓમાં ન જવાનો નિયમ લેવો. એ જ પ્રમાણે જો સર્વ સચિત્ત વસ્તુઓનો ત્યાગ થઈ શકે નહીં તો જેના વિના નિર્વાહ ન ચાલે તે સિવાય બીજી વસ્તુઓનો ત્યાગ કરવો. જેમ નિર્ધનને હાથી, ઘોડા અને મરુદેશમાં નાગરવેલ તેમજ પોતપોતાના સમય વગર આમ્રફળ વગેરે અપ્રાપ્ય છે તેનો તે સ્થિતિમાં, તે દેશમાં, તે કાળે પણ ત્યાગ થાય તો તેથી વિરતિરૂપ મહાફળ પ્રાપ્ત થાય છે. અન્યથા તે તે વસ્તુનું ગ્રહણ કરવાપણું પ્રાપ્ત નહીં થતાં છતાં પણ પશુની જેમ અવિરતિપણાનું પાપ લાગ્યા કરે છે અને તે તે નિયમના ફલથી વંચિત થવાય છે. જેમ એક જ વાર ભોજન કર્યા છતાં પણ પચખાણ કર્યા વગર એકાસણાનું ફળ મળે નહીં તેમ નિયમ કર્યા વગર વિરતિનું ફળ મળતું નથી. અછતી વસ્તુનો પણ નિયમ લીઘો હોય તો કદી કોઈ વાર તેનો યોગ મળી જાય તો પણ નિયમ ગ્રહણ કરેલો હોવાથી તે વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી તેને નિયમનું ફળ સ્પષ્ટ રીતે થાય છે. જેમ વંકચૂલ નામના ચોરના સ્વામીએ ગુરુ પાસે અજાણ્યા ફળ ન ખાવા એવો નિયમ લીઘો હતો; તે એક વાર અરણ્યમાં બીજા ચોરો સાથે ગયો. ત્યાં સઘળા સુથાર્ત થયા, ત્યારે ચોર લોકો કિંપાક જાતિના વિષફળ લઈ આવ્યા. તે ખાવાની બીજાઓએ ઘણી પ્રેરણા કરી, તથાપિ અજાણ્યા ફળના નિયમને લીધે વંકચૂલે તે ખાધાં નહીં. અને બીજા સાથેના ચોરોએ બાઘાં તેથી તેઓ મૃત્યુ પામ્યા અને વંકચૂલ બચ્યો. માટે એક પક્ષનો, એક માસનો, બે માસનો, ત્રણ માસનો, વા એક, બે કે ત્રણ વર્ષ સુધીનો યથાશક્તિ નિયમ લેવો. જે માણસ જેટલા વખત સુધી નિયમો પાળી શકે તેટલા વખત માટે નિયમો ગ્રહણ કરવા. પરંતુ ક્ષણવાર પણ નિયમ વગર રહેવું નહીં. કારણ કે વિરતિનું મોટું ફળ છે અને અવિરતિથી ઘણા કમૌનો બંઘ થવા વગેરે અનેક દોષ છે. વર્ષા ચાતુર્માસમાં વિશેષપણે નિયમ ગ્રહણ કરવા તે આ પ્રમાણે-દરરોજ બે વાર ત્રણ વાર દર્શન કરવા, અષ્ટપ્રકારી પૂજા કરવી, સંપૂર્ણ દેવવંદન કરવું, (ત્રણ કાળ દેવ વાંદવા), સર્વ જિનબિંબનું અર્ચન અને વંદન કરવું, સ્નાત્ર મહોત્સવો કરવા, ગુરુને દ્વાદશાવર્ત વંદના કરવી, અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરવો, વૈયાવચ્ચ કરવી, બ્રહ્મચર્ય પાળવું, પ્રાસુક જળ પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો; વળી વાદળામાંથી જળવૃષ્ટિ થાય ત્યારે રાયણ, આંબા વગેરેના ફળમાં એળો પડે છે તેથી તેનો ત્યાગ કરવો. આદ્ર નક્ષત્ર બેસતાં પક્વ આમ્રફળમાં તેમજ તેના રસમાં કીડા જેવા તેના જેવા જ વર્ણવાળા જીવો ઉત્પન્ન થાય છે, તેથી તેનો તેમજ વાસી કઠોળથી બનેલા પુડલા, વડાં વગેરેનો ત્યાગ કરવો. પાપડ, વડી, સૂકાં શાકભાજી, સર્વ જાતના તાંદલજા વગેરે પત્રશાક, ખારેક, ટોપરા, સૂકી રાયણ, ખજૂર, દ્રાક્ષ, નહીં ઘોયેલી ખાંડ અને સૂંઠ વગેરેમાં લીલફુલ અને કુંથવા તથા ઇયળ વગેરે ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી તે તે પદાર્થો ત્યજી દેવા. કદી ઔષધિ વગેરેમાં તેમાંની કોઈ ચીજની જરૂર પડે તો તેને યતનાથી શોધીને ગ્રહણ કરવી. બની શકે તો ચોમાસામાં ખાટલા ઉપર સૂવું, દાતણ અને જોડા વગેરેનો ત્યાગ કરવો; વર્ષા ચાતુર્માસમાં પૃથ્વી ખોદવાનો, નવીન વસ્ત્ર રંગાવવાનો અને ગ્રામાંતર ગમન કરવા વગેરેનો નિષેધ કરવો. વસ્ત્ર ઘોવરાવવાનું પણ પરિમાણ બાંધવું. વર્ષાઋતુમાં પૃથ્વી ઉપર લીંપવાનો અને છાણ Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન ૧૨૯ થાપવાનો સર્વથા નિષેઘ કરવો. કારણ કે છાણમાં બે ઘડી પછી અનેક જીવો ઉત્પન્ન થાય છે, તેમાં પણ વર્ષાઋતુમાં તો વિશેષ થાય છે. વળી ઘરની ભીંતો, સ્તંભ, પલંગ, કમાડ, પાટ, પાટલા, સીંકા, ઘી-તેલ તથા જળ વગેરેના પાત્રો, ઘણા અને ઘાન્ય પ્રમુખ સર્વ વસ્તુઓને લીલફુલથી રહિત રહેવાને માટે યથાયોગ્ય ખુલ્લી ગરમીમાં રાખવી, રક્ષા ચોપડવી, ચૂનો ચોપડાવવો, મેલ કઢાવવો, હવાના ભેજ વિનાની જગ્યામાં મૂકવી, પાણીને બે-ત્રણ વાર ગાળવું. તેલ, ગોળ, છાશ અને જળ વગેરેના પાત્રોને સારી રીતે ઢાંકવા. ઓસામણ અને સ્નાનનું જળ લીલફુલરહિત અને જે દર વગેરેથી પોલી ન હોય તેવી ભૂમિમાં છૂટું છૂટું થોડું થોડું ઢોળવું. ચૂલો અને દીવા ઉઘાડા ન રાખવા. ખાંડવું, દળવું, રાંધવું, તેમજ વસ્ત્ર અને ભાજનો ઘોવા-વગેરેમાં સારી જતના કરવી. અને જિનપ્રાસાદ તથા ઉપાશ્રય વગર ઘર્માલયો પણ સારી રીતે જોઈ, સમરાવીને યથાયોગ્ય જતના કરવી. અન્યમતિઓના શાસ્ત્રોમાં પણ આ બાબત કેટલાક નિયમો કહેલા છે. વિશિષ્ટ પૂછે છે કે, હે બ્રહ્મા! ચોમાસામાં શ્રી વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને શા માટે સૂએ છે? તે સમયે કયા કયા કાર્યોને ત્યાગ કરવો? અને તે પ્રમાણે ત્યાગ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તે કહો.” બ્રહ્મા કહે છે કે“દેવાધિપતિ વિષ્ણુભગવાન સૂતા નથી, તેમ જાગતા પણ નથી, પણ વર્ષાઋતુમાં તેવો ઉપચાર કરેલો છે. તેથી જ્યારે શ્રી વિષ્ણુ ચોમાસામાં યોગધ્યાનમાં લીન થાય છે, તે સમયે જે જે વર્જવા યોગ્ય છે તે સાંભળો–વર્ષાઋતુમાં પ્રવાસ કરવો નહીં, મૃત્તિકા ખોદવી નહીં, વૃત્તાંક (રીંગણા), અડદ, ચોળા, કળથી, તુવેર અને કાલીંગડા વગેરે વસ્તુઓ તથા મૂળા, તાંજલજા વગેરે પત્રશાક ખાવા નહીં અને એક જ વાર જમવું. ચાતુર્માસમાં જે એ પ્રમાણે વર્તે તે પુરુષ ચતુર્ભુજ થઈ પરમગતિને પામે છે. વળી કાયમ રાત્રિભોજન કરવું નહીં. ચાતુર્માસમાં તો વિશેષ કરીને રાત્રે ખાવું નહીં. જે પ્રાણી એ પ્રમાણે વર્તે તે આ લોકની તથા પરલોકની સર્વ કામનાને પામે છે. વળી વિષ્ણુ શયન કરે તે સમયે જે મદ્ય-માંસનો પણ ત્યાગ કરે તેને માસે માસે સો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ઇત્યાદિ.” વળી માર્કડ મુનિ કહે છે કે “હે રાજા! જે માણસ ચાતુર્માસમાં તૈલમર્દન કરે નહીં, તે ઘણા પુત્ર તથા ઘન વડે યુક્ત અને નીરોગી થાય છે. જે પુષ્પાદિ ભોગનો ત્યાગ કરે તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે કડવો, ખારો, તીખો, મીઠો, કષાયેલો (તૂરો) અને ખાટો એ છ રસને વર્જે છે, તે કદી પણ નિભંગીપણું પામતો નથી. તાંબૂલ તજવાથી ભોગ અને લાવણ્યને પામે છે. જે પાકા કંદમૂળ, ફળ, પત્ર, પુષ્પાદિ તજે છે તે દીર્ઘ વંશને પામે છે. જે પૃથ્વી ઉપર સંથારો કરીને સૂએ તે વિષ્ણુનો અનુચર થાય છે. જે એકાંતરે ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય છે; અને જે નખ કેશ વઘારે છે તેને દિવસે દિવસે ગંગાસ્નાનનું ફળ મળે છે. તેથી ચાતુર્માસમાં ઉપવાસનો નિયમ ઘરવો અને પારણે સદા મૌનપણે ભોજન કરવું. ટૂંકામાં સર્વ પ્રયત્ન વડે ચાતુર્માસવ્રત ઘારણ કરવું.” આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં તથા અનેક લોક લોકોત્તર શાસ્ત્રોમાં ચાતુર્માસિક કૃત્ય સંબંધી વર્ણન કરેલું છે, તે જાણીને તેનો અંગીકાર કરવાનું સ્વીકારવું. તે વિષે એક નીચે પ્રમાણે દૃષ્ટાંત છે– વિજયશ્રી કુમારની કથા-વિજયપુર નગરમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી નામે પુત્ર રાજ્યને યોગ્ય હોવા છતાં પણ એનો બીજો કોઈ પરાભવ કરવા ન ઇચ્છે અથવા મારી ન નાંખે એવું ચિંતવીને રાજા તેને આદર આપતો નહોતો. (ભાગ ૨-૯) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૭ તેથી તે પુત્ર દુઃખ પામીને વિચારવા લાગ્યો કે, “મારે અહીં રહેવું શા કામનું છે? માટે હું તો દેશાંતરે જાઉં. કહ્યું છે કે-જે પુરુષ ઘરમાંથી નીકળીને પૃથ્વી પર રહેલા અનેક સુંદર દ્રશ્યો અને આશ્ચર્યો ન જુએ તે પુરુષ કૂવાના દેડકા જેવો છે. વળી જે પુરુષ મુસાફરી કરી પૃથ્વી પર ભમે તે વિચિત્ર ભાષાઓ જાણે, અનેક પ્રકારની દેશ-વિદેશની રીતિઓ સમજે, જુએ અને ઘણાં આશ્ચયનું અવલોકન કરે.” આવું ચિંતવી તે રાજપુત્ર એકલો હાથમાં ખગ લઈ નગરની બહાર નીકળી ગયો. પૃથ્વી પર સ્વેચ્છાએ ભમતાં તે કોઈ અરણ્યમાં આવી ચડ્યો. મધ્યાહ્ન સમય થવાથી સુઘા અને તૃષા વડે તે પીડિત થયો. તેવામાં સર્વ અંગે દિવ્ય આકૃતિવાળા પુરુષે પ્રગટ થઈને તેને સ્નેહપૂર્વક બોલાવી એક સર્વ ઉપદ્રવને વારનારું અને બીજું સર્વ ઇષ્ટનું સાઘનારું–એવા બે રત્નો આપ્યા. કુમારે પૂછ્યું કે, “તમે કોણ છો?” તેણે કહ્યું, “પોતાના નગરમાં ગયા પછી કોઈ મુનિના મુખેથી તું મારું ચરિત્ર જાણીશ.” પછી કુમાર તે રત્નોના પ્રભાવથી સર્વત્ર વિલાસ કરતો કુસુમપુરમાં આવ્યો. તે નગરના રાજા દેવશર્માને તીવ્ર નેત્રપીડા ઉત્પન્ન થઈ હતી; તેથી તે મટાડનાર કોઈ પુરુષની શોઘને માટે પડત વાગતો હતો. કુમારે તે પડહ છબીને રત્નના પ્રભાવથી તેના નેત્રની પીડા હરી લીધી. રાજાએ સંતુષ્ટ થઈને તેને રાજ્ય આપ્યું, પુણ્યશ્રી નામની પોતાની પુત્રી પરણાવી, અને પોતે દીક્ષા લઈને ચાલી નીકળ્યો. અનુક્રમે તેના પિતાએ પણ પોતાનું રાજ્ય તેને સોંપીને દીક્ષા લીધી. આ પ્રમાણે વિજયશ્રીકુમાર બન્ને રાજ્યને ભોગવવા લાગ્યો. એકદા દેવશર્મા રાજર્ષિ ત્રણ જ્ઞાની થયા સતા ત્યાં પઘાર્યા. તેમણે કુમારને તેના પૂર્વભવની વાર્તા કહી કે, “ક્ષમાપુરી નામે નગરીમાં સુવ્રત નામે એક શ્રેષ્ઠી હતો. તેણે ગુરુ પાસે યથાશક્તિ ચાતુર્માસ સંબંધી નિયમો ગ્રહણ કર્યા હતા. તેનો એક સેવક હતો. તેણે પણ પ્રતિવર્ષે વર્ષાચાતુર્માસમાં રાત્રિભોજન, મદ્ય, મધુ અને માંસના ભોજનનો ત્યાગ કર્યો હતો. તે સેવક મૃત્યુ પામીને તું થયું છે, અને જે સુવ્રત શ્રેષ્ઠી હતો તે મહર્બિક દેવ થયો છે. તેણે પૂર્વ ભવના તારા ઉપરના સ્નેહથી તને બે રત્નો આપ્યાં છે.” આ પ્રમાણે સાંભળી વિજયશ્રીકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તે વિવિઘ પ્રકારના નિયમોને પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિને પામશે. આ દ્રષ્ટાંતથી ચાતુર્માસ સંબંધી નિયમોનો મહિમા જાણી લેવો. વળી બીજા ચાતુર્માસમાં પણ યથાયોગ્ય નિયમો ઘારણ કરવા. જેમકે ફાલ્ગન માસની પૂર્ણિમાથી આરંભી કાર્તિક સુદી પૂર્ણિમા સુધી પ્રાયઃ પત્રવાળું “શાક ભક્ષણ કરવું નહીં, તેમજ તલ વગેરે પદાર્થો ન રાખવા. કારણ કે તેથી ઘણા ત્રસ જીવોનો વિનાશ થવા સંભવ છે. વળી સામાન્ય કહેલું છે કે, “અજાણ્યું ફળ, નહીં શોધેલું શાક, પત્ર, સોપારી વગેરે આખાં ફળ, ગાંધીના હાટનાં ચૂર્ણ, મલિન ઘી અને પરીક્ષા વગરના માણસે લાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દોષ પ્રાપ્ત થાય છે.” જો કે એ ત્રણે ચાતુર્માસમાં યથાયોગ્ય વિધિએ નિયમો તો પાળવા જ, તેમાં પણ પ્રથમ તિથિઓ તો અવશ્ય પાળવી. તે તિથિઓના ત્રણ પ્રકાર છે. બે ચૌદશ, બે અષ્ટમી, અમાસ અને પૂર્ણિમા–એ છ ચારિત્રતિથિ કહેવાય છે. બે બીજ, બે પંચમી અને બે એકાદશી–એ છ જ્ઞાનતિથિ * તાંદળજો, મેથી, કોથમરી વગેરે ભાજીઓ અને અજમા, અળવી વગેરે પાનો. Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન ૧૩૧ કહેવાય છે. એ તિથિઓમાં જ્ઞાનની આરાધના કરવી. બાકીની દર્શનતિથિઓ કહેવાય છે, તેમાં દર્શનનો મહિમા કરવો. સામાન્યપણે એ સર્વ તિથિઓમાં દેવાર્ચન તથા શાસ્ત્રશ્રવણ વગેરે ક્રિયાઓ કરવી. તેમાં પણ ચાતુર્માસિક પર્વને દિવસે વિશેષપણે કરવી. કહ્યું છે કે, ‘‘સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ), પૌષધ, દેવાર્ચન, સ્નાત્ર, વિલેપન, બ્રહ્મચર્ય, દાન અને તપ ઇત્યાદિ ભવ્ય જનોના ચાતુર્માસના આભૂષણો છે.’’ સંક્ષેપમાં એટલું જ કે, એ કાર્યો ચાતુર્માસના અલંકારરૂપ છે. તેથી હે ભવ્યો! તમારે સેવવા યોગ્ય છે. તેમાં પ્રથમ મુહૂર્ત્ત (બે ઘડી) સુધી જે રાગ-દ્વેષના હેતુઓમાં મધ્યસ્થપણું રાખવું તે સામાયિક કહેવાય છે. તેવા સામાયિકને આચરનારા શ્રાવકો બે પ્રકારના હોય છે રિદ્ધિમાન અને રિદ્ધિરહિત. તેમાં જે રિદ્ધિરહિત શ્રાવક હોય તે ચૈત્યમાં, સાધુની પાસે, પૌષધશાળામાં અથવા ઘેર એ ચાર સ્થાનકમાં જે નિર્વિઘ્ર સ્થળ હોય ત્યાં સામાયિક કરે છે અને જે રિદ્ધિમાન શ્રાવક હોય તે જૈનશાસનની ઉન્નતિને માટે મોટા આડંબર સાથે ઉપાશ્રયે જઈને જ સામાયિક કરે છે. અઢારસો ધનાઢ્યોની સાથે કુમારપાળ રાજા ઉપાશ્રયે જઈને સામાયિક કરતા હતા. તેની અને ચંદ્રાવતંસક રાજાની જેમ સામાયિક કરવું. હવે જે આવશ્યક ક્રિયા છે તે ઉભય કાળને વિષે કરવાની છે. તે વિષે સમસ્યાપાદમાં કહ્યું છે કે, ‘વસ્ત્રમાં ઉત્તમ શું? ડિ (પટ્ટવસ્ત્ર); મરુદેશમાં દુર્લભ શું? ૢ એટલે જળ; પવનથી પણ ચપળ શું? મળ (મન); દિવસનું પાપ કોણ હરે? મિળ, અર્થાત્ આખા દિવસના પાપને હરનાર પડિક્કમણ છે એમ સિદ્ધ થાય છે. તે પ્રતિક્રમણ મહણસિંહ શ્રાવકની જેમ દૃઢતાથી કરવું. પૌષધ ચારે *પર્વણીએ ચારે ×પ્રકારે કરવો. કેશર બરાસ વગેરેથી અર્ચન, જલાદિકથી સ્નાત્ર અને કુંકુમ વગેરેથી વિલેપન એ ત્રણ પદ વડે સમસ્ત પૂજાનો સંગ્રહ જાણી લેવો. બ્રહ્મચર્ય સુદર્શનશ્રેષ્ઠીની જેમ પાળવું. તે વિષે એટલે સુધી કહ્યું છે કે, ‘પરસ્ત્રીના અવયવનું આભૂષણ પણ જોવું નહીં.’ તે બાબતમાં એક દૃષ્ટાંત છે કે, જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે રામ ને લક્ષ્મણ તેને પગલે પગલે વનમાં શોધવા નીકળતાં સુગ્રીવ વગેરે વાનરોને મળ્યા. તેમને સીતાની શોધ વિષે પૂછતાં તેઓએ કુંડળ વગેરે સીતાના આભૂષણો જે તેણે માર્ગમાં નાખી દીધેલા તે બતાવ્યા. રામે તે ઓળખવાને માટે લક્ષ્મણને બતાવ્યા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે ઃ– कुंडलैः नाभिजानामि, नाभिजानामि कंकणैः । नुपूरैस्त्वभिजानामि, नित्य पादाब्जवंदनात् ॥ १॥ ભાવાર્થ-કુંડળ વડે કે કરના કંકણ વડે હું ઓળખતો નથી પણ નુપૂર વડે ઓળખું છું કે તે સીતાના જ છે; કારણ કે હું દરરોજ તે પૂજ્ય ભાભીના ચરણમાં વંદન કરતો હતો, તેથી તે દીઠેલા હોવાથી ઓળખું છું. બીજા આભૂષણોવાળા અંગ કે તે પરના આભૂષણ મેં કોઈ દિવસ જોયા નથી તેથી તેને ઓળખતો નથી.’’ આ દૃષ્ટાંતથી પરસ્ત્રીના અંગ ઉપરના આભૂષણો પણ જોવા યોગ્ય નથી એમ સમજવું. * અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા—એ ચાર મુખ્ય પર્વણી કહેવાય છે. × આહાર પોસહ, શરીર સત્કાર પોસહ, અવ્યાપાર પોસહ, બ્રહ્મચર્ય પોસહ—એ ચાર પ્રકારે પૌષધ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧રૂર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ દાન પાંચ પ્રકારનાં પ્રસિદ્ધ છે, અને દુષ્ટ એવા આઠ જાતિના કર્મોને હણનાર તપ કહેવાય છે. ઇત્યાદિ અનેક ચાતુર્માસનાં કૃત્યો છે. તેમાં તત્પર એવા સૂર્યયશા વગેરેનાં અનેક દૃષ્ટાંતો પણ છે. તે પોતાની મેળે જાણી લેવાં. આ પ્રમાણે ઉપદેશપ્રાસાદ ગ્રંથની વૃત્તિમાં આ ચાતુર્માસ ક્રિયાનું વર્ણન શ્રી પ્રેમવિજયાદિક મુનિને અર્થે (કર્તા કહે છે) મેં લખેલું છે. “આ આષાઢ શુક્લ ચતુર્દશી સંબંધી કૃત્યો કે જે શ્રી વિજયલક્ષ્મી સૂરિએ બતાવેલા છે તે નિર્વાણના સાઘનોને સંપાદન કરનારા શુભ ચેતનાવાળા ઉપાસકોએ અવશ્ય સેવવા યોગ્ય છે.” વ્યાખ્યાન ૧૦૫ કામીની દયનીય દશા ઇંદ્રિયના વિષયભોગમાં ઘણું પાપ છે અને તેથી ઘણું દુઃખ ભોગવવું પડે છે તે કહે છે– विषयातमनुष्याणां, दुःखावस्था दश स्मृताः । पापान्यपि बहून्यत्र, सारं किं मूढ ! पश्यसि ॥४॥ ભાવાર્થ-“વિષયપીડિત મનુષ્યોની દશ દુઃખાવસ્થા કહેલી છે, અને તેમાં પાપ પણ બહુ લાગે છે, તે છતાં હે મૂઢ! તેમાં તું સાર શું દેખે છે?” કામીઓની જે દશ દુઃખાવસ્થા કહી છે તે આ પ્રમાણે–પ્રથમ અવસ્થા અમુક સ્ત્રીનો અભિલાષ, બીજી તે મળશે કે નહીં તે વિષે ચિંતા, ત્રીજી વારંવાર તેનું જ રટણ, ચોથી તેના ગુણોનું કીર્તન, પાંચમી તે વિષે ઉદ્વેગ, છઠ્ઠી તે માટે વિલાપ, સાતમી તેને લીધે ઉન્માદ (ગાંડાપણું), આઠમી રોગની ઉત્પત્તિ, નવમી જડતાની પ્રાપ્તિ અને દશમી મૃત્યુ-આ પ્રમાણે કામી મનુષ્યની દશ અવસ્થા થાય છે. તે વિષે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે, “કામી જનને સુખનો વિપર્યય જ થાય છે–પ્રથમ તો તે જે જે સ્ત્રીને દેખે તેની ઉપર મન કરે છે, અને તેથી વાયુ વડે ચલાયમાન થયેલા વૃક્ષની જેમ તેનો આત્મા નિરંતર અસ્થિર રહ્યા કરે છે.” સાહિત્યમાં કહ્યું છે કે, “કોઈ કામી થયેલું પક્ષી જળાશયના એક તીરથી બીજે તીરે જાય છે, દીન થઈને ચિંતામાં પડે છે, યોગીની જેમ નિશ્ચલ મન વડે નેત્ર સ્તબ્ધ કરી ધ્યાન ઘરે છે, અને પોતાની છાયાને જોઈને શબ્દ કર્યા કરે છે. કાંતામાં મુગ્ધ થયેલા પક્ષીની પણ આવી સ્થિતિ થઈ જાય છે, તેથી આ પૃથ્વી પર જેઓએ કામવાસના નિવૃત્ત કરી છે તેવા પુરુષોને ઘન્ય છે અને કામીના દુઃખી જીવિતને ધિક્કાર છે!” સ્ત્રી સાથેના વિષયભોગમાં પાપ પણ બહુ છે તે વિષે શ્રી સિદ્ધાંતમાં કહેલ છે કે, “ગર્ભવતી લાખ સ્ત્રીઓના નિર્દયપણે પેટ ફાડે અને તેમાંથી નીકળેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે તેથી જેટલું પાપ લાગે તે કરતાં પણ નવગણું પાપ સાધુને એક વાર સ્ત્રીને સેવવાથી લાગે છે.” સાથ્વીની સાથે એક વાર કામ સેવવાથી તેથી હજારગણું પાપ લાગે છે, અને જો તીવ્ર રાગથી કામક્રીડા કરે તો કોટીગણું પણ પાપ લાગે છે અને તેનું બોધિબીજ નાશ પામે છે. ઇત્યાદિ પાપો કહેલાં છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૫] કામીની દયનીય દશા ૧૩૩ વળી યોગશાસ્ત્રમાં પણ કહેવું છે કે, “યોનિતંત્રમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તે મૈથુન વડે પીડિત થઈને મૃત્યુ પામે છે તેથી મૈથુનનો ત્યાગ કરવો.” કામશાસ્ત્રના કર્તા વાત્સ્યાયન પણ યોનિમાં જંતુની ઉત્પત્તિ જણાવે છે. તે કહે છે કે, “યોનિરક્તમાં કોમળ મધ્યભાગે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે.” એ પ્રમાણે સ્ત્રીના સંગથી અસંખ્ય જીવોનો ઘાત થાય છે, માટે હે મૂઢ! તું એ વિષયમાં શું સાર જુએ છે! લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमानं । वस्त्रं तु शीर्णपटखंडमयी च कंथा हा हा! तथाऽपि जंतुः विषयाभिलाषी ॥१॥ ભાવાર્થ-“ભિક્ષાથી ભોજન મળે તે પણ એક જ વાર અને નીરસ મળે, ભૂમિ ઉપર સૂવાનું હોય, પોતાનું શરીર જ માત્ર પરિજન હોય, વસ્ત્રમાં માત્ર જીર્ણ અને ફાટેલી કંથા હોય, તથાપિ ખેદની વાત છે કે, તેવા પ્રાણીઓને પણ વિષયની અભિલાષા થયા કરે છે.” એ કામભોગમાં માત્ર સંકલ્પ જ સારભૂત છે, પરમાર્થે જતાં તેમાં બીજો કાંઈ પણ સાર જોવામાં આવતો નથી. જે પ્રાણી ભાવથી સ્ત્રીસંગનો ત્યાગ કરે છે તે જ બ્રહ્મચારી કહેવાય છે. તે વિષે કહ્યું છે કે रामासंगं परित्यज्य, व्रतं ब्रह्म समाचरेत् । ब्रह्मचारी स विज्ञेयो, न पुनर्बद्धघोटकः॥१॥ ભાવાર્થ-“સ્ત્રીનો સંગ ભાવથી છોડીને જે બ્રહ્મચર્ય પાળે તે જ બ્રહ્મચારી કહેવાય, કાંઈ બાંઘેલા અશ્વની જેમ બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચારી કહેવાય નહીં.” અર્થાત્ સ્ત્રીમાં આસક્તિ છોડીને જે ભાવથી શીલ પાળે તેને જ ખરેખર બ્રહ્મવ્રતધારી જાણવો. સ્ત્રીઓને લૌકિકશાસ્ત્રમાં તેમજ લોકોત્તરશાસ્ત્ર (જૈન શાસન) માં દોષની ખાણરૂપ કહેલી છે; એટલું જ નહીં પણ તે પ્રત્યક્ષ રાક્ષસી છે, સ્વજન-સ્નેહની વિઘાત કરાવનારી છે અને ઘણી માયાવી છે. તે વિષે કહ્યું છે કે, न सा कला न तत् ज्ञानं, न सा बुद्धिर्न तद् बलं । ज्ञायते यद्वशाल्लोके, चरित्रं चलचक्षुषां ॥१॥ ભાવાર્થ-“તેવી કોઈ કળા, તેવું કોઈ જ્ઞાન, તેવી કોઈ બુદ્ધિ અને તેવું કોઈ બળ નથી કે જેથી ચપળ નેત્રવાળી સ્ત્રીઓનું ચરિત્ર જાણી શકાય.” સ્ત્રીના સંગથી મુંજરાજાને મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું. તેની કથા આ પ્રમાણે મુંજરાજાની સંક્ષેપ કથા માલવદેશમાં પરમારવંશી શ્રી સિંહભટ નામે એક રાજા હતો. તે એક વખતે વનની શોભા જોવા શરકટના વનમાં ગયો હતો. ત્યાં એક તરતનો જન્મેલ બાળક મુંજના ઘાસમાં પડેલો તેના જોવામાં આવ્યો, તેથી તેને લઈ તેનું મુંજ નામ પાડી પુત્ર કરીને રાખ્યો. ત્યાર પછી તે રાજાને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ સિંઘુલ નામે પુત્ર થયો. અનુક્રમે સિંહભટરાજા ગુજરી જવાથી મુંજ રાજ્ય ઉપર આવ્યો. તેણે પોતાના ભાઈ સિંઘુલને ઉગ્ર પરાક્રમવાળો જાણીને કારાગૃહમાં નાખ્યો. સિંઘુલને શ્રી ભોજ નામે પુત્ર થયો. તેના જન્મ વખતે મુંજે કોઈ નિમિત્તિયાની પાસે તેનું ભાગ્યબળ જોવરાવ્યું. નિમિત્તિયાએ લગ્નબળ જોઈને કહ્યું કે, “આ ભોજકુમાર પચાસ વર્ષ, સાત માસ અને ત્રણ દિવસ સુધી ગૌડદેશ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભોગવશે.” આ પ્રમાણે સાંભળી મુંજરાજાના મનમાં આવ્યું કે, “આ ભોજકુમાર જીવતો હશે તો મારા પુત્રને રાજ્ય મળશે નહીં, તેથી ભોજકુમારને મારી નાખવા માટે ચંડાળોને સોંપી દઉં.” આવું વિચારી તેને ચંડાળને સોંપ્યો. ચંડાળો જ્યારે તેને વઘસ્થાને લઈ ગયા, ત્યારે તેઓએ કહ્યું કે, “તું તારા ઇષ્ટદેવનું સ્મરણ કર.” બાળક ભોજે બુદ્ધિથી વિચારી પોતાના કાકા યોગ્ય સંદેશારૂપ એક પત્ર ઉપર આ પ્રમાણે કાવ્ય લખી આપ્યું मांधाता च महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः क्वासौ दशास्यांतकृत् । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दीवं भूपते! नेकैनापि समं गता वसुमती नूनं त्वया यास्यति ॥१॥ ભાવાર્થ-“કૃતયુગના અલંકારરૂપ માંઘાતા રાજા પણ ચાલ્યો ગયો, જેણે સમુદ્ર ઉપર પાજ (પુલ) બાંધી હતી અને રાવણને માર્યો હતો એવા રામચંદ્ર પણ ચાલ્યા ગયા, તે સિવાય બીજા યુધિષ્ઠિર વગેરે રાજાઓ પણ ગયા, પરંતુ તે કોઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ લાગે છે કે હે રાજ! તમારી સાથે તો જરૂર આ પૃથ્વી આવશે.” ચંડાળોને દયા આવવાથી રાજા ભોજને બચાવ્યો અને પેલું પત્ર લઈ જઈ તેમણે રાજાને આપ્યું. તે વાંચી મુંજરાજા તત્કાળ ક્રોઘરહિત થઈ ગયો, અને સત્વર ભોજકુમારને બોલાવી યુવરાજપદ આપ્યું. એકદા મુંજરાજા ભોજકુમારને રાજ્ય સોંપી તૈલંગ દેશના રાજાની સાથે યુદ્ધ કરવા ગયો. તૈલંગ ભૂપે તેને જીતી લઈ કારાગૃહમાં નાખ્યો. રાજકેદી હોવાથી તેના માટે રાજાના રસોડેથી ખાવાનું મોકલવામાં આવતું. કોઈ પ્રસંગે મૃણાલવતી નામની તે રાજાની વિઘવા બહેન ત્યાં જતી. તેની સાથે વાર્તાવિનોદ કરતાં મુંજને સંબંધ જોડાયો. ભોજકુમારે મુંજરાજાને છોડાવવા માટે કારાગૃહ સુધી એક સુરંગ ખોદાવી અને તે દ્વારા મુંજને આવવાનો સંકેત આપ્યો. એક વખતે મુંજરાજા દર્પણમાં પોતાનું મુખ જોતો હતો, તેવામાં મૃણાલવતી પછવાડેથી ગુપ્ત રીતે આવી પોતાનું મુખ પણ જોવા લાગી, તે વખતે પોતાના મુખ ઉપર જરાવસ્થાનો આભાસ થતો જોઈ તેને ખેદ થયો. ત્યારે તેને મુંજે કહ્યું કે, “હે મૃણાલવતી! યૌવન ચાલ્યું ગયું તેનો તું ખેદ કર નહીં; કારણ કે સાકરને ખાંડીએ તો પણ તેની મીઠાશ જતી નથી.” આ પ્રમાણે તેને શાંત કરી, મુંજ પોતાના સ્થાન પ્રત્યે જવા તૈયાર થયો; પરંતુ મૃણાલવતીમાં લુબ્ધ હોવાથી તેને કહ્યું કે, “પ્રિયા! અહીંથી એક સુરંગ કરાવી છે, તે વડે હું મારા સ્થાનમાં જાઉં છું, માટે જો તમે સાથે આવશો તો હું તમને ત્યાં લઈ જઈને પટ્ટરાણી કરીશ.” મૃણાલવતી બોલી કે, “કાંત! થોડીવાર રાહ જુઓ, હું વિચાર કરી લઉં.” પછી તેણે વિચાર કર્યો કે, “જો આ ત્યાં જશે તો ત્યાં બીજી રૂપાળી રાણીઓ હશે, Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૫]. કામીની દયનીય દશા ૧૩૫ એટલે જરૂર મને છોડી દેશે, તેથી તે અહીં જ રહે તેવી ગોઠવણ કરું.” આવું વિચારી તેણે આ ખબર ગુપ્ત રીતે પોતાના ભાઈને આપી દીઘા. તે ખબર જાણી રાજાએ કોપાયમાન થઈ તેની ઉપર વિશેષ જાપતો કર્યો અને તેને દુઃખી કરવા માટે ઘરે ઘરે ભિક્ષા માગવા મોકલ્યો. ઘરે ઘરે ભિક્ષા માટે ભટકતાં કંટાળી ગયેલો મુંજ આ પ્રમાણે બોલતો હતો इत्थीपसंग मत को करो, तियविसास दुःखपुंज । घर घर तिणे नचावीओ, जिम मक्कड तिम मुंज ॥१॥ અર્થ-“સ્ત્રીનો પ્રસંગ કોઈ પણ પ્રાણી કરશો નહીં. તેમાં પણ સ્ત્રી જાતિનો વિશ્વાસ તો દુઃખના ઢગલારૂપ જ છે. જુઓ, તેનો વિશ્વાસ કરવાથી મર્કટની જેમ આ મુંજને તે ઘરે ઘરે નચાવે છે.” વળી મોટા યતિઓના વેષ છોડી જેઓ આ દાસી જેવી સ્ત્રીઓ ઉચર રાચે છે તે પુરુષ આ મુંજરાજાની પેઠે ઘણા પરાભવને સહન કરે છે. વળી જે બુદ્ધિ પછવાડે ઊપજી, તે જો પહેલી ઊપજી હોત તો આ મુંજરાજાની મૃણાલવતીએ જે દશા કરી છે તે થાત નહીં. એક વખતે મુંજરાજાએ કોઈને ઘેર જઈ સ્ત્રીની પાસે ભિક્ષા માગી, તે સ્ત્રીએ ગર્વથી મુંજનો તિરસ્કાર કર્યો. ત્યારે મુંજરાજાએ કહ્યું કે, “હે ઘનવતી સ્ત્રી! આ તારા ઘરના ગાયોના સમૂહને જોઈને તું આટલો બધો ગર્વ કર નહીં, કેમકે આ મુંજરાજાના ચૌદસો ને છોંતેર હાથીઓ ચાલ્યા ગયા છે.' એકદા અક્ષયતૃતીયાને દિવસે મુંજરાજા કોઈને ઘેર ભિક્ષા માગવા ગયો, ત્યાં કોઈ ગૃહસ્થની સ્ત્રીએ ઘીના બિંદુએ ટપકતો માંડો હાથમાં લઈ મોઢા વડે બટકું ભર્યું. તે જોઈ મુંજ બોલ્યો કે रे रे! मंडक! मा रोदी,र्यदहं खंडितोऽनया । रामरावणमुंजाद्याः, स्त्रीभिः के के न खंडिताः॥१॥ ભાવાર્થ-“અરે માંડા! મને આ સ્ત્રીએ ખંડિત કર્યો એમ ઘારી તું રો નહીં, કારણ કે રામ, રાવણ અને મુંજ વગેરે કયા કયા પુરુષોને સ્ત્રીઓએ ખંડિત નથી કર્યા?” આગળ જતાં કોઈ ઘરમાં કોઈ સ્ત્રી રેંટીઓ ફેરવતી હતી તેનો અવાજ સાંભળી મુંજ બોલ્યો કે–“અરે રેંટીઆ! આ સ્ત્રી તને ભમાવે છે તેમ જાણી તું રો નહીં, કારણ કે સ્ત્રી કોને નથી ભમાવતી? એક ખોટા કટાક્ષના આક્ષેપમાત્રમાં ભમાવી દે છે તો જેને હસ્ત વડે આકર્ષણ કરે તેની તો વાત જ શી કરવી! વળી તે ચંદ્રલેખાના જેવી કુટિલ છે, સંધ્યાના જેવી ક્ષણ રાગ* ઘરનારી છે અને નદીની જેમ નીચા સ્થળમાં જનારી છે, તેવી સ્ત્રી સર્વથા છોડી દેવા યોગ્ય છે.” આ પ્રમાણે મુંજરાજાને ઘણા વખત સુધી ભિક્ષા મંગાવી છેવટે તેને યમરાજનો અતિથિ કર્યો. ઉપર પ્રમાણે લૌકિક શાસ્ત્રમાં પણ સ્ત્રીનો સંગ ત્યાજ્ય” કહેલો છે તો જૈનશાસ્ત્રમાં તો વિશેષ પ્રકારે કહેલ છે એમ સમજવું. સ્ત્રીના સંગનો જે ભાવથી ત્યાગ કરે તેને જ ખરા બ્રહ્મચારી જાણવા, પણ બાંઘેલા ઘોડાની જેમ નિરુપાયે બ્રહ્મચર્ય પાળે તેને બ્રહ્મચારી ન જાણવા. કેમકે બાંધેલા ઘોડા દ્રવ્યથી વિષયસેવન નથી કરતા, પણ મનમાં વારંવાર ઘોડીનું સ્મરણ કરતા હોવાથી તે બહુ કર્મ બાંધે છે. અશ્વબ્રહ્મચર્ય ઉપર એક દ્રષ્ટાંત કહેવાય છે તે આ પ્રમાણે બ્રહ્મચારી ઘોડાનું દ્રષ્ટાંત-કોઈ એક રાજાની પાસે કોઈ પુરુષે આવી એક ઉત્તમ અશ્વ ભેટ * સંધ્યા પક્ષે રંગ એવો અર્થ સમજવો x તજવા યોગ્ય. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૭ કર્યો. રાજાએ તેને અશ્વશાળામાં બંઘાવ્યો. એકદા તે અશ્વશાળાની પાસે એકાંત પ્રદેશમાં કોઈ મુનિ ચાતુર્માસ રહ્યા. તે હંમેશા ઘર્મોપદેશ કરતા હતા, તેમાં એકદા તેમણે કહ્યું કે, “શીલવ્રતના દ્રવ્ય અને ભાવથી ચાર ભેદ થાય છે. તેમાં પ્રથમ ભેદ દ્રવ્યથી શીલ પાળે પણ ભાવથી નહીં. વસ્તુની અપ્રાપ્તિથી ભવદેવની પેઠે. (ભવદેવ સંયમી છતાં નાગિલાને વર્ષો સુધી ભૂલ્યા નહીં.) તેમજ નૈષઘપતિ નળરાજાએ દીક્ષા લીધી ત્યાર પછી પૂર્વે લાખો વર્ષ સુધી સુખભોગ ભોગવ્યા છતાં દમયંતી સાધ્વીને જોઈ પાછો રાગ ઉત્પન્ન થયો. દમયંતીએ પોતાના વ્રતનું ખંડન થશે એવા ભયથી અનશન કર્યું અને મૃત્યુ પામીને દેવતા થઈ. પછી તેણે આવીને નળરાજાને પ્રતિબોધ કર્યો. પછી નળરાજા પણ મૃત્યુ પામી વૈશ્રવણ (કુબેર) ભંડારી થયા. કહ્યું છે કે, “વિધિથી ઘર્મ આદર્યો હોય પણ જો તેમાં સરાગપણું રહે તો તે ઘર્મ મુક્તિને સાથે નહીં. નળરાજા સ્થવિર (વૃદ્ધ) થયા છતાં પણ સરાગપણું રહેવાથી તે ઉત્તરાધિપતિ કુબેર નામે લોકપાળ થયા. આ પ્રથમ ભેદ જાણવો. વળી કોઈ જીવ દ્રવ્યથી સ્ત્રીસંગ (સ્પર્શમાત્ર) કરે પણ ભાવથી શીલવ્રત પાળે છે. એક શિય્યામાં સૂનારા વિજય શેઠ અને વિજય શેઠાણીની જેમ; તેમજ પાણિગ્રહણ સમયે જંબુસ્વામીની જેમ. એ બીજો ભેદ જાણવો. કોઈ જીવ દ્રવ્ય અને ભાવ બન્નેથી શીલ પાળે. રાજિમતી અને મલ્લિનાથજીની જેમ, એ ત્રીજો ભેદ જાણવો. અને કેટલાક જીવો દ્રવ્યથી પણ શીલ પાળે નહીં અને ભાવથી પણ પાળે નહીં. આ ભંગમાં સંસારી ઘણા જીવો જાણવા. એ ચોથો ભેદ સમજવો.” એ પ્રકારે ઘર્મદેશનાને સાંભળતા એવા અધે મન વડે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું. એક વખતે રાજાએ તેની ઓલાદ વઘારવા માટે તે અશ્વને ઘોડી સાથે સંગમ કરાવવા માંડ્યો, પણ તે અર્થે તે કાર્યમાં ઉત્સાહ કર્યો નહીં; તેથી રાજાએ વિસ્મય પામી ગુરુ પાસે જઈને પૂછ્યું કે “ભગવન્! આ અશ્વ ઘોડીને કેમ સેવતો નથી?” મુનિ બોલ્યા કે, “તેણે મનથી બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું છે.” રાજા બોલ્યો-“મહારાજ! આ અશ્વે તો પ્રથમ ઘણી વાર કામ સેવ્યો છે. ફક્ત આ વખતે જ આમ કરે છે; પણ મારા બીજા ઘણા અશ્વો છે કે જેમણે જન્મથી બ્રહ્મચર્ય પાળ્યું છે, તેથી આ અશ્વ કરતાં તો તેઓ ઉત્તમ અને પ્રશંસનીય જણાય છે.” ગુરુ બોલ્યા કે, “હે રાજન્! એમ ન સમજવું; કારણ કે તે તારા બાંધેલા ઘોડા બ્રહ્મચારી કહેવાય નહીં. કેમકે તેઓ પ્રતિદિન વિષયને યાદ કર્યા કરે છે; તેથી તેઓમાં શીલનો એક અંશ પણ ગણાય નહીં. વળી આ અશ્વ તો બ્રહ્મચર્ય પાળવાથી સ્વર્ગને પામશે.” તે સાંભળી રાજા પ્રતિબોધ પામ્યો, અને તત્કાળ તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. આ કથાનો ઉપનય મનમાં ઘારીને જે પ્રાણી બ્રહ્મવ્રતને ગ્રહણ કરે તેને ખરેખર ગુણી સમજવો. હવે આ વ્રત સંબંથી વર્ણનનો ઉપસંહાર કરે છે કે, “ત્રણ લોકમાં પણ બ્રહ્મચારી જેવો કોઈ ગુણી નથી, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે એ બ્રહ્મવ્રતનું અવશ્ય આચરણ કરો.” આ ચોથું વ્રત સૂત્રવચનને અનુસારે ઘણા પ્રબંધોથી મેં વિવરી બતાવ્યું છે, તે લખવાથી મને જે પુણ્ય ઉપાર્જન થયું હોય તે વડે મને સર્વદા સુખની પ્રાપ્તિ થાઓ. || સપ્તમ સ્તંભ સમાપ્ત || Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ (dબ ૮) વ્યાખ્યાન ૧૦૬ પાંચમું અણુવ્રત-પરિગ્રહપરિમાણ હવે પરિગ્રહ પરિમાણ નામે પાંચમું વ્રત કહે છે परिग्रहाधिकं प्राणी, प्रायेणारंभकारकः । स च दुःखखनिनूनं, ततः कल्प्या तदल्पता ॥१॥ ભાવાર્થ-“પ્રાણી પ્રાયે અધિક પરિગ્રહને માટે આરંભ કરે છે અને તે પ્રાણીને નિશ્ચય કરીને દુઃખની ખાણરૂપ થાય છે. તેથી પરિગ્રહની અલ્પતા કરવી જોઈએ.” સમસ્ત પ્રકારના ઘનાદિનું જે ગ્રહણ કરવું તે પરિગ્રહ કહેવાય છે. તેવા પરિગ્રહ વડે જે અધિક હોય તે પરિગ્રહાદિક પ્રાણી કહેવાય છે. તેવા પ્રાણી પ્રાયે અધિક આરંભ કરે છે. કોઈ પ્રાણી સંપ્રતિરાજાની જેમ તેવા પરિગ્રહ (ઘન)ને શુભ ક્ષેત્રમાં પણ વાવે છે; તેથી મૂળ શ્લોકમાં પ્રા–“પ્રાયે કરીને એ પદનું ગ્રહણ કરેલું છે. તે પરિગ્રહ નિશ્ચયે દુઃખની ખાણરૂપ છે, માટે તેની અલ્પતા (ઓછાપણું) કરવી; એટલે આટલું જ ઘન રાખવું એવો નિયમ કરવો. અહીં એવી ભાવના છે કે, પરિગ્રહ બે પ્રકારનો છે–બાહ્ય અને અત્યંતર, ઘન ઘાન્યાદિ તે બાહ્ય પરિગ્રહ અને રાગદ્વેષાદિ તે અત્યંતર પરિગ્રહ, અથવા સચિત્ત અને અચિત્ત એવા પણ પરિગ્રહના બે પ્રકાર છે. સચિત્ત પશુ, દાસી (દ્વિપદ, ચતુષ્પદ) વગેરે અને અચિત્ત વસ્ત્ર આભૂષણ વગેરે. તેમાં ગૃહસ્થ (શ્રાવકે) સચિત્તાચિત્તાદિ પરિગ્રહના અપરિમાણપણાથી વિરામ પામવું; એટલે કે તે સંબંધી ઇચ્છાનું પરિમાણ કરવું એ પરિગ્રસ્પરિમાણ નામનું પાંચમું અણુવ્રત કહેવાય છે. હવે તેનું ફળ બતાવી પરિગ્રહનો નિયમ કરવાની આવશ્યકતા બતાવે છે. परिग्रहमहत्वाद्धि, मज्जत्येव भवांबुधौ । મહાપત વ પ્રાળ, ચનેસ્માત્મરિગ્રહમ્ ારા ભાવાર્થ-“જેમ ઘણા ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પ્રાણી ઘણા પરિગ્રહથી સંસારસમુદ્રમાં ડૂબી જાય છે, તેથી પ્રાણીએ પરિગ્રહને તજી દેવો.” અર્થાત્ પરિમાણ વગરના પરિગ્રહને ઘારણ કરનાર પ્રાણી તેવા વહાણની જેમ આ સંસારમાં એટલે કે નરકાદિ દુર્ગતિમાં ડૂબી જાય છે, તેથી ગૃહસ્થ ઘનાદિક પરિગ્રહ સંબંઘી ઇચ્છાપરિમાણ કરવું. તે વિષે વિદ્યાપતિનો પ્રબંઘ છે તે આ પ્રમાણે વિધાપતિની કથા પોતનપુર નગરમાં સૂર નામે રાજા હતો. તે નગરમાં વિદ્યાપતિ નામે ઘનાક્ય અને જૈન શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રેષ્ઠીને શૃંગારમંજરી નામે સ્ત્રી હતી. એકદા વિદ્યાપતિને સ્વપ્નમાં લક્ષ્મીદેવીએ આવીને કહ્યું કે, “હું તારા ઘરમાંથી આજથી દશમે દિવસે ચાલી જઈશ.” વિદ્યાપતિ તરત જ જાગી ગયો અને હું નિર્ધન થઈ જઈશ” એવી ચિંતા કરવા લાગ્યો. કહ્યું છે કે-“આ લોકમાં જે પ્રાણી પ્રકૃતિથી (મૂળથી) નિર્ણન હોય તેને તેવી પીડા થતી નથી કે જેવી પીડા દ્રવ્ય મેળવ્યા પછી નિર્ધન થયેલાને થાય છે.” શૃંગારમંજરીએ પતિને ઉદ્વેગનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્વપ્નનું સ્વરૂપ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૮ કહી બતાવ્યું અને જણાવ્યું કે, “આ લોકમાં જેની પાસે ઘન હોય તેને શત્રુ પણ સ્વજન થઈ જાય છે અને દરિદ્રીને સ્વજન હોય તે પણ શત્રુ થાય છે. જે અપૂજ્ય છતાં પૂજાય છે, જે અમાન્ય છતાં માન પામે છે અને જે અવંદ્ય છતાં વંદાય છે તે ઘનનો પ્રભાવ છે.'' શૃંગારમંજરી બોલી સ્વામી! તમે શા માટે ખેદ કરો છો? લક્ષ્મી ઘર્મ વડે જ સ્થિર થાય છે. જ્યાં સુધી પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણ ભુવનની લક્ષ્મીના પરિગ્રહથી જે પાપ થાય તે અવિરતિ વડે લાગ્યા કરે છે.” આવા પ્રિયાના વચનથી વિદ્યાપતિએ પાંચમું વ્રત અંગીકાર કર્યું અને સાત ક્ષેત્રમાં લક્ષ્મી વાપરવા માંડી. આઠ દિવસમાં સર્વ લક્ષ્મી વાપરી નાખી. આઠમાં દિવસની રાત્રીએ તેણે વિચાર્યું કે, “હવે લક્ષ્મી વિના પ્રાતઃકાળે યાચકોને મુખ શી રીતે બતાવી શકાશે? તેથી વિદેશમાં ચાલ્યા જવું તે જ ઉત્તમ છે.” આવી ચિંતા કરતો તે સૂઈ ગયો. નિદ્રામાં પોતાનું ઘર લક્ષ્મીથી પરિપૂર્ણ તેના જોવામાં આવ્યું. જાગૃત થયો એટલે પ્રત્યક્ષ લક્ષ્મીને જોઈને તેણે સંઘ કાઢી ચતુર્વિધ સંઘને શત્રુંજયની યાત્રા કરાવવામાં ઘનવ્યય કરવાનો સંકલ્પ કર્યો. હવે જ્યારે નવમો દિવસ પૂરો થયો ત્યારે તેણે વિચાર્યું કે, “આવતી કાલે દશમો દિવસ છે, તેથી કદી લક્ષ્મી જવાની હોય તો ભલે સુખેથી જાઓ.” આવું વિચારી તે સૂઈ ગયો. લક્ષ્મીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, “હું તારા પુણ્યથી વિશેષ વઘીને તારા ઘરમાં સ્થિર થઈ છું, કારણ કે त्रिभिर्वस्त्रिभिर्मासैस्त्रिभिः पक्षस्त्रिभिर्दिनैः । अत्युग्रपुण्यपापानामिहैव फलमश्रुते ॥१॥ ભાવાર્થ-“અતિ ઉગ્ન કરેલા પુણ્ય અને પાપનું ફળ ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ અથવા ત્રણ દિવસે અહીં જ પ્રાપ્ત થાય છે,’ એમ શાસ્ત્રમાં કહેલું છે. વળી તે વિષે શ્રી હર્ષ કવિ લખે છે કે, “સંપત્તિ અને વિપત્તિ પૂર્વ પુણ્ય સંબંથી વૈભવના બંઘથી અને નાશથી પ્રાપ્ત થાય છે; અર્થાત્ પુણ્યવૈભવના બંઘથી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પુણ્યવૈભવને નાશથી વિપત્તિ પ્રાપ્ત થાય છે; તેથી એ સંપત્તિને સુપાત્રના કરકમલમાં અર્પણ કરવી. કારણ કે તે વિધિએ બતાવેલું તેનું શાંતિક પૌષ્ટિક કર્મ છે; અર્થાત્ સંપત્તિને જો સુપાત્રમાં અપાય તો તે વિપત્તિને અટકાવવામાં શાંતિક પૌષ્ટિક કર્મરૂપ થાય છે. માટે તે શ્રેષ્ઠી! હું હવે તારા ઘરમાંથી નીકળી શકું તેમ નથી. તેથી યથેચ્છ રીતે મને ભોગવજે.” વિદ્યાપતિએ જાગૃત થઈ પોતાની પ્રિયાને કહ્યું, ‘પ્રિયે! લક્ષ્મી આપણા ઘરમાં સ્થિર થઈ છે, પરંતુ જો તેથી આપણા પાંચમા વ્રતનો ભંગ થાય તેમ હોય તો આપણે તેને છોડીને અહીંથી ચાલ્યાં જઈએ.” સ્ત્રીએ તેમ કરવાની સંમતિ આપી, એટલે તે દંપતી પ્રાતઃકાળે ઘર છોડીને ચાલી નીકળ્યા. નગરની બહાર નીકળતાં જ પંચદિવ્યથી રાજ્ય મળ્યું. મંત્રી વગેરે પ્રાર્થના કરીને વિદ્યાપતિને રાજભવનમાં લઈ ગયા. તેણે વ્રતભંગના ભયથી રાજ્યાભિષેક કરવાની ના પાડી, તેવામાં આકાશવાણી થઈ કે, “અરે શ્રેષ્ઠી! અદ્યાપિ તારે ભોગ્યકર્મ છે, તેથી લક્ષ્મીનું ફળ ગ્રહણ કર.” આ પ્રમાણે સાંભળ્યું એટલે તેણે રાજ્યસિંહાસન ઉપર શ્રી વીતરાગની પ્રતિમા બેસાડી, મંત્રીઓને રાજ્યકાર્ય સોંપી દીધું અને ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તે બધું જિનનામથી અંકિત કરવા માંડ્યું. પોતે ગ્રહણ કરેલો નિયમ છોડ્યો નહીં. Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૭] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર ૧૩૯ અનુક્રમે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લઈને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી પાંચ ભવ કરીને વિદ્યાપતિ શ્રેષ્ઠી મોક્ષપદને પ્રાપ્ત થયા. “આ પ્રમાણે વિદ્યાપતિનું દૃષ્ટાંત સાંભળી ઘર્મની સ્પૃહાવાળા ભવ્ય પ્રાણીઓએ પરિગ્રહપરિમાણરૂપ પાંચમું વ્રત ગ્રહણ કરવામાં તત્પર થવું.” વ્યાખ્યાન ૧૦૭. પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર હવે વર્જવા યોગ્ય પાંચમા વ્રતના પાંચ અતિચાર કહે છે धनधान्यस्य कुप्यस्य, गवादेः क्षेत्रवास्तुनः । તારી હેનશ્ચ સવ્યતિક્રમોન્ન પરિગ્રહેશો. ભાવાર્થ-“૧ ઘન ઘાન્ય; ૨ સામાન્ય ઘાતુના પાત્રાદિક; ૩ ગાય વગેરે પશુઓ તથા દાસદાસીઓ; ૪ ક્ષેત્ર તથા વાસ્તુ; ૫ રૂપું અને સુવર્ણ–તેની પરિમાણ કરેલી સંખ્યાનો જે અતિક્રમ–તે પાંચ અતિચાર છે. તેનું હવે વિશેષ વર્ણન કરે છે– (૧) ઘન ચાર પ્રકારનું છે. ૧ ગણિમ, ગણી શકાય તેવું જાયફળ, સોપારી વગેરે, ૨ ઘરિમ, તોલની ઘારણ કરીને વેચી શકાય તેવું કેશર, ગોળ વગેરે. ૩ મેદ્ય, માપીને વેચી શકાય તેવું. ઘી, તેલ, લૂણ વગેરે અને ૪ પરિચ્છેદ્ય, છેદીને અથવા પરીક્ષા કરીને વેચી શકાય તેવું. રત્ન, વસ્ત્ર વગેરે. ધાન્ય એટલે ડાંગર વગેરે ચોવીશ પ્રકારનું ધાન્ય. તે ચાર પ્રકારના ઘન અને ચોવીશ પ્રકારના ઘાન્યના કરેલા પ્રમાણને જે અતિક્રમ તે પ્રથમ અતિચાર; એટલે તેનો મૂડા માપ વગેરેથી પરિમાણ બાંધીને નિયમ કર્યો હોય તેના પછી લોભવશ મોટા મૂડા વગેરે બાંઘવા તે અતિચાર છે. (૨) કુષ્ય–એટલે સોનારૂપા સિવાયની ત્રાંબુ, કાંસું, પીતલ વગેરે ઘાત, તેના પાત્રો; માટીના, વાંસના અને કાષ્ઠના પાત્ર તથા હળ વગેરે પદાર્થો, શસ્ત્ર, માંચા અને ગાલમસૂરીઆ વિગેરે ઘરનો ઉપસ્કર (ઘરવકરી) તેનું પરિમાણ સંખ્યાદિ વડે થાય છે. જેમકે આટલી થાળી, પાત્રો અથવા કચોળાં વગેરે રાખવા. એવી નિયમિત સંખ્યા રાખી હોય તેનો અતિક્રમ કરવો, સંખ્યા બરાબર રાખવા માટે પાત્ર ભાંગીને મોટા કરાવવા વગેરે. તે બીજો કુપ્યાતિક્રમ અતિચાર કહેવાય છે. (૩) ગાય વગેરે પશુઓ, બળદ, ભેંસો, આદિ શબ્દથી બપગા દાસદાસી વગેરે તથા ચારપગા પ્રાણીઓ પાડા વગેરે અને હંસ, પોપટ વગરે પક્ષીઓનો સમૂહ જાણવો. તેની કરેલી સંખ્યાનો અતિક્રમ–તે ગવાદિઅતિક્રમ–જેમકે અમુક સંખ્યા પ્રમાણે ગાય, મહિષી, ઘોડી, દાસ દાસી વગેરે રાખેલાં હોય તેમના ગર્ભથી થયેલાં બચ્ચાં હોય તે પરિમાણથી અધિક સંખ્યાએ થતા હોય છતાં ન ગણવા તે તૃતીય ગવાદિ પરિગ્રહાતિચાર. (૪) હવે ક્ષેત્ર એટલે ઘાયની ઉત્પત્તિની ભૂમિ. તે સેતુ, કેતુ અને ઉભય એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં જેમાં રેંટ વગેરેથી પાણી પવાય તે સેતુક્ષેત્ર, જે વરસાદના પાણીથી નિપજાવાય તે કેતુક્ષેત્ર અને તે બન્ને પ્રકારે જેમાં જળ પવાય તે ઉભય ક્ષેત્ર. વાસ્તુ એટલે ઘર વગેરે, તથા ગામ નગર વગેરે. તેમાં ગૃહાદિ ત્રણ પ્રકારના છે–ખાત, ઉસ્કૃિત અને ખાતોષ્કૃિત–તેમાં જે ભૂમિગૃહાદિ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ સ્તિંભ ૮ (ભોંયરા વગેરે) તે ખાત, મહેલ માળ વગેરે તે ઉચ્છિત અને ભૂમિગૃહ તથા તેની ઉપર રહેલાં ઘર તે ખાતોષ્કૃિત. તે ક્ષેત્ર તથા વાસ્તુના કરેલા પરિમાણથી અધિક થવાથી નાનાં મોટાં કરી સંખ્યા સરખી રાખવી, વચ્ચેથી વાડ કે ભીંત કાઢી નાખવી તે ક્ષેત્રવાસ્તુ પ્રમાણાતિક્રમ અતિચાર. (૫) હિરણ્ય તે સોનું અને રજત તે રૂપું તેનું પરિમાણ કર્યું હોય તેથી અધિક થયે છતે સ્ત્રી પુત્રોને આપી દેવું–તેના નિમિત્તનું ઠરાવવું, સુવર્ણરૂપ્યાતિક્રમ નામે પરિગ્રહનો પાંચમો અતિચાર છે. આ પાંચમા અણુવ્રતમાં એ પાંચ અતિચારનો ત્યાગ કરવો. કારણ કે અતિચાર લગાડવાથી વ્રતની મલિનતા થઈ જાય છે. અહીં એવી ભાવના છે કે, “વિવેકી મનુષ્ય મુખ્ય વૃત્તિએ તો ઘનઘાન્યાદિ પરિગ્રહ જે પ્રથમ પોતા પાસે હોય તેનો પણ સંક્ષેપ કરી નાખવો, પરંતુ જો તેમ કરવાની શક્તિ ન હોય તો ઇચ્છા પરિમાણ તો અવશ્ય કરવું; કારણ કે તેનું પોતાની ઇચ્છા પ્રમાણે પરિમાણ કરવું તે તો સર્વને સહેલું છે. અહીં કોઈ શંકા કરે કે, “ઘરમાં તો સો રૂપિયા પણ ન હોય અને ઇચ્છા પરિમાણમાં હજાર, લાખ વગેરેના પરિમાણની મોકળાશ રાખે તો તેથી શો ગુણ થાય?” તેના સમાધાનમાં કહે છે કે, “જે પરિમાણ બાંધ્યું તેથી અધિક દ્રવ્યની ઇચ્છા ન કરવી, તે જ મોટો ગુણ છે. કારણ કે જેમ જેમ અધિક દ્રવ્ય મેળવવાની ઇચ્છા, તેમ તેમ અઘિક દુઃખ છે. ઘરમાં સુખે નિર્વાહ ચાલતાં છતાં જે માણસ અધિક અધિક ઘન ઉપાર્જન કરવા પ્રવર્તે છે તે નિરંતર અનેક ક્લેશને અનુભવે છે.” તે વિષે સિંદૂર પ્રકરણમાં શ્રી સોમપ્રભાચાર્ય કહે છે કે-“આ પ્રાણી જે મોટી અટવીમાં ભટકે છે, વિકટ દેશમાં ભમે છે, ગહન સમુદ્રમાં પેસે છે, અતુલ જોશવાળી ખેતી ખેડે છે, કૃપણ સ્વામીની સેવા કરે છે અને ઘનથી અંધ થયેલી બુદ્ધિવાળો ગજેંદ્રોની ઘટાથી દુશ્ચર એવી રણભૂમિમાં મરણને પણ સ્વીકારે છે, તે બધું લોભનું જ ચેષ્ટિત (કાય) છે.” તેથી જો પરિગ્રહ અલ્પ હોય તો અલ્પ દુઃખ અને અલ્પ ચિંતા રહે છે. તે વિષે ઘર્મશાસ્ત્રમાં લખે છે કે जह जह अप्पो लोहो, जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुह पवढइ, धम्मस्स य होइ संसिद्धि ॥१॥ ભાવાર્થ-જેમ જેમ અલ્પ લોભ અને જેમ જેમ અલ્પ પરિગ્રહારંભ, તેમ તેમ સુખ વૃદ્ધિ પામે છે અને ધર્મકાર્યની સિદ્ધિ થાય છે.” તેથી કોઈ પણ પ્રકારે ઇચ્છાનો પ્રસાર અટકાવીને આ વ્રતને સ્વીકારવું. આ વ્રત વિષે પેથડ શ્રાવકનો પ્રબંઘ છે તે આ પ્રમાણે પેથડ શ્રાવકની કથા કાંકરેજની નજીકના એક ગામમાં પેથડ નામે એક ઊર્વેકેશ (ઓસવાળ) જાતિનો ભલો વણિક રહેતો હતો. તેને પદ્મિની નામે પત્ની હતી. તેમને ડંડાણ નામે એક પુત્ર થયો. તે બાળક દરિદ્ર અવસ્થાને લીઘે દુઃખી થતો હતો. એવામાં શ્રી ઘર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરતાં પેથડે “એક હજાર દ્રવ્ય ઉપરાંત વઘારે દ્રવ્ય મારે રાખવું નહીં' એમ કહ્યું, એટલે ગુરુએ કહ્યું કે “જ્ઞાન અને ચેષ્ટા વડે તમારું ભાગ્ય બહુ મોટું છે એમ જણાય છે, માટે હે શ્રાવક! એટલા જ દ્રવ્યથી તમારે શું થશે?” પેથડ બોલ્યો-“ભગવન્! Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૭] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર ૧૪૧ હમણા તો મારી પાસે કાંઈ પણ દ્રવ્ય નથી, પણ કદી આપના કહેવા પ્રમાણે આગળ મળે તો મારે પાંચ લાખ ઉપરાંતનું દ્રવ્ય ઘર્મમાર્ગે ખર્ચી નાખવું.” તેની દ્રઢતા જોઈ ગુરુએ તેને તે પ્રમાણે પચખાણ કરાવ્યું. ત્યાર પછી દરિદ્રાવસ્થાનું દુઃખ વૃદ્ધિ પામતાં પુત્રને સુંડલામાં મૂકી માથે ઉપાડીને તે માળવા તરફ ચાલ્યો. અનુક્રમે તે દેશના મુખ્ય ગામમાં પેસતાં સર્પને આડો ઊતરતો તેણે જોયો, એટલે તે અટકીને ઊભો રહ્યો. તેવામાં એક શુકનવેત્તા ત્યાં આવી ચડ્યો. તેણે પેથડને પૂછ્યું કે કેમ ઊભો રહ્યો?” તેણે સર્પને આડો ઊતરતો બતાવ્યો. શુકનજ્ઞાતાએ સર્પ તરફ દ્રષ્ટિ કરીને જોયું તો તેના મસ્તક ઉપર કાલીદેવ (ચકલી)ને બેઠેલી જોઈ, તેથી તત્કાળ તે બોલ્યો કે, “જો તું અટક્યા વગર ચાલ્યો ગયો હોત તો તને માળવાનું રાજ્ય મળત. તથાપિ આ શુકનને માન આપી હજુ અંદર પ્રવેશ કર. આ શુકન વડે તું મહા ઘનવાન થઈશ.” શુકનશાસ્ત્રમાં કહ્યું છે કે, “જો ગામથી નીકળતાં ડાબો સ્વર થાય, સર્પ જમણો થાય અને ડાબી તરફ શિયાળ બોલે તો સ્ત્રી સ્વામીને કહે છે કે, સ્વામીનાથ!સાથે કાંઈ ભાતું લેશો નહીં, આ શુકન જ ભાતું આપશે.” પોતાને થયેલા શુકનનું ફળ સાંભળી પેથડ ગામમાં ગયો, ત્યાં ગોગા રાણાના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એકદા રાજાએ ઘણા અશ્વો વેચાતા લીઘા તેનું ઘન આપવા મંત્રીને કહ્યું, એટલે મંત્રીએ કહ્યું કે, “મારી પાસે ઘન નથી.” એટલે રાજાએ કહ્યું કે, “ઘન ક્યાં ગયું? નામું બતાવો.” મંત્રી દિમૂઢ થઈ ગયો, તેથી કાંઈ બોલી શક્યો નહીં. તત્કાળ રાજાએ તેને પહેરામાં બેસાડ્યો. આ ખબર મંત્રીની સ્ત્રીને થતાં તેણે તે વૃત્તાંત પેથડની આગળ જણાવ્યો. પેથડ રાજાની પાસે આવ્યો અને બોલ્યો કે, “સ્વામી! મંત્રીને જમવા મોકલો,” રાજાએ કહ્યું કે, “નામું આપ્યા વગર મોકલીશ નહીં.” પેથડે કહ્યું કે, “સ્વામી! હું બેઠો બેઠો એક વર્ષનો હિસાબ આપું છું. મંત્રીજીને જમવા મોકલો.' રાજાએ પૂછ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું પેથડ નામે તેનો સેવક છું.” પછી રાજાએ તેને છૂટો કર્યો. મંત્રી ભોજન કરી પાછો રાજા પાસે હાજર થયો. રાજાએ પેથડને ચતુર જાણી પોતાનો મંત્રી બનાવ્યો; તેથી અલ્પ સમયમાં પેથડની પાસે પાંચ લાખ દ્રવ્યની સંપત્તિ એકઠી થઈ ગઈ. ત્યાર પછી જે અધિક લાભ થયો તે વડે તેણે ચોવીશ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. પોતાના ગુરુ ત્યાં પધાર્યા ત્યારે તેમને નગરમાં પ્રવેશ કરાવતાં બોંતેર હજાર દ્રવ્ય વાપર્યું. બત્રીશ વર્ષની વય થઈ એટલે શીલવ્રત ગ્રહણ કર્યું. શત્રુંજયથી ગિરનાર સુધીની એક ધ્વજા સોનેરી રૂપેરી પટ્ટાવાળી ચડાવી. બાવન ઘડી પ્રમાણ સુવર્ણ દેવદ્રવ્યમાં આપીને ઇંદ્રમાળ પહેરી; અને સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીશ ઘડી સુવર્ણ વડે મઢીને જાણે સુવર્ણનું શિખર હોય તેવું સુવર્ણમય બનાવ્યું. આ પ્રમાણે તેણે ઘણું દ્રવ્ય ઘર્મકાર્યમાં વાપર્યું. “આ પાંચમું જે પરિગ્રહપરિમાણ નામે વ્રત છે તે ઘર્મને વિષે સંપત્તિનું એક મહતું સ્થાન છે, તેને સંપાદન કરીને જેમ પેથડ શ્રાવકે સ્થાને સ્થાને સમૃદ્ધિ અને સુખ સંપાદન કર્યું તેમ તમે પણ તે વ્રતને દ્રઢતાથી ઘારણ કરવા વડે કરો.” - ~ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ વ્યાખ્યાન ૧૦૮ પરિગ્રહના દોષ હવે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ ન કરવાથી શું દોષ થાય તે કહે છે– श्रुत्वा परिग्रहक्लेशं, मम्मणस्य गतिं तथा । धर्मान्वेषी सुखार्थी वा, कुर्यान्न च परिग्रहम् ॥४॥ ભાવાર્થ-“પરિગ્રહથી થતો ક્લેશ અને તેથી થયેલી મમ્મણ નામના શેઠની ગતિ સાંભળીને ઘર્મને શોઘનારા અથવા સુખાર્થી પુરુષે (ઘણો) પરિગ્રહ રાખવો નહીં.” મમ્મણ શેઠનો પ્રબંધ રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો, તેને ચેલણા નામે પત્ની હતી. એક વખતે અર્થ રાત્રે ચલણા ગોખમાં બેઠી હતી. અષાઢની મેઘલી રાત હતી. ઝરમર વરસાદ વરસતો હતો અને વીજળી ચમકતી હતી. તેવામાં નદીના પૂરમાં તણાઈ આવતા કાષ્ઠને બહાર ખેંચી કાઢતો એક પુરુષ વીજળીના પ્રકાશથી તેના જોવામાં આવ્યો. તે જોઈ તેણે શ્રેણિક રાજાને કહ્યું કે, “હે સ્વામી! તમે પણ મેઘની જેમ ભરેલાને જ ભરો છો, તમારા નગરમાં આવો ગરીબ સ્થિતિનો માણસ છે તેની તો તમે ચિંતા પણ નથી કરતા. આ તો તમારી મોટી ચતુરાઈ છે!” આવાં પ્રિયાનાં વચન સાંભળી શ્રેણિકે માણસ મોકલી તે ગરીબ માણસને બોલાવીને પૂછ્યું કે, “અરે! તું કોણ છે અને શા માટે અત્યારે નદીમાંથી કાષ્ઠ ખેંચે છે?” તે બોલ્યો કે, “હું મમ્મણ નામે વણિક છું, મારે ઘેર બે બળદ છે, તેમાં બીજા બળદનું એક શીંગડું ઓછું છે, તે પૂરું કરવા માટે જ આ પ્રયાસ છે.” આ પ્રમાણે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો અને કૌતુકથી રાણી સાથે તે વણિકને ઘેર ગયો. ઘરને ત્રીજે માળે સુવર્ણના બે મોટા વૃષભ તેણે રાજાને બતાવ્યા. તેના શીંગડા રત્નજડિત હતા. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ દેવીને કહ્યું, “પ્રિયા! આપણે ઘેર આવું એક પણ રત્ન નથી, તો આને શું આપવું?” મમ્મણ બોલ્યો, “સ્વામી! આ શીંગડાને માટે મારા પુત્રો વહાણવટાનો વ્યાપાર કરે છે. મારે ઘેર કોઈ ચોળા અને તેલ વિના કાંઈ ખાતું નથી. જો હું બીજો વ્યાપાર કરું તો મારે દુકાન વગેરે લેવી પડે અને તેમાં ખર્ચ થઈ જાય; તેથી આ વર્ષા સમયમાં રાત્રે નદીમાંથી કાષ્ઠ કાઢી, તેને વેચી દ્રવ્ય ઉપાર્જન કરું છું.” આ પ્રમાણે તેની બેહદ કૃપણતા જોઈ રાજા મસ્તક ઘણાવતો પોતાને ઘેર ગયો અને મમ્મણ શેઠ છેવટ સુધી અપૂર્ણ મનોરથવાળો રહી મૃત્યુ પામીને નરકે ગયો. આ પ્રમાણે કેટલાક મહાપાપી અપરિમિત પરિગ્રહની ઇચ્છા વડે નરકે જાય છે; તેથી પરિગ્રહનું પરિમાણ કરવું તે ઉત્તમ છે.” તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે, “સગર રાજા પુત્રોથી તૃપ્ત થયો નહીં, કુચિકર્ણ ગાયોના ઘણથી સંતોષ પામ્યો નહીં, તિલક શ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત થયો નહીં અને નંદરાજા સોનાના ઢગલાઓથી પણ તૃપ્ત થયો નહીં.” સગરરાજાનો પ્રબંઘ આગળ કહેવામાં આવશે. બાકીના ત્રણ પ્રબંઘ ટૂંકામાં આ પ્રમાણે- (૧) મગઘ દેશમાં કુચિકર્ણ નામે એક શ્રેષ્ઠી હતો. તેને લાખો ગાયો હતી. અનેક ગોવાળો દિવસે દિવસે તેને ઉછેરતા હતા. તે હંમેશા નવનવી ગાયોના દૂઘ દહીં ખાતો હતો. એક વખતે દૂઘ વગેરે અતિશય ખાવાથી આકુળવ્યાકુળ થઈ ગાયોના જ ધ્યાનથી મૃત્યુ પામીને તે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયો. Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૮] પરિગ્રહના દોષ ૧૪૩ (૨) અચલપુરમાં તિલક નામે એક શ્રેષ્ઠી હતો. તેણે એક સમયે દુકાળ પડવાથી પૂર્વે સંગ્રહ કરેલા ધાન્યમાં મોટો લાભ ઉપાર્જન કર્યો. ત્યાર પછી ફરીને વળી કોઈ નિમિત્તિકના વચનથી અગાઉથી દુકાળ પડવાનો જાણી તેણે ગામોગામ ઘાન્યના મોટા કોઠાર ભરાવ્યા અને ઘણા ઘા નો સંગ્રહ કર્યો. તેમાં અનેક ક્રોડોગમે જીવોની હિંસા થતી તેને પણ તેણે ગણી નહીં. દૈવયોગે તે વર્ષે પાછળથી વરસાદ પડ્યો જેથી દુકાળ પડ્યો નહીં; અને તેના કોઠારમાં પાણી પેસી જવાથી ઘાન્ય ફૂલીને સડવા લાગ્યું, આમ તેના સર્વ કોઠારો ફૂલી ગયા. ઘાન્ય બધું તણાવા લાગ્યું. તે દેખી તેનું હૃદય ફાટી ગયું અને મૃત્યુ પામી તે નરકે ગયો. (૩) પાટલીપુર નગરમાં ઉદાયી રાજા રાજ્ય કરતો હતો. તેના કોઈ શત્રુએ સાધુને વેષે આવી તેને મારી નાખ્યો. તેને કાંઈ સંતાન નહોતું. તેથી તેનું રાજ્ય શૂન્ય થઈ ગયું. આ અવસરમાં તે નગરને વિષે એક નાપિત અને વેશ્યા થકી ઉત્પન્ન થયેલો નંદ નામે છોકરો હતો. તેને એવું સ્વપ્ન આવ્યું કે, “તેણે પોતાના આંતરડાથી પાટલીપુરને વીંટી લીધું.” પ્રાતઃકાળે તેણે પોતાના ઉપાધ્યાયને એ સ્વપ્નનું ફળ પૂછયું. ઉપાધ્યાયે કહ્યું કે, “આ સ્વપ્નથી તને આ નગરનું રાજ્ય મળશે.” પછી તરત જ ઉપાધ્યાયે પોતાની પુત્રી તેને પરણાવી. નંદ કન્યાનું પાણિગ્રહણ કરી મોટા મહોત્સવથી પોતાને ઘેર જતાં રાજમાર્ગે આવ્યો. તેવામાં રાજ્યના મંત્રીઓએ મંત્ર વડે અધિવાસિત કરેલા હાથીએ આવીને નંદની ઉપર કળશ ઢોળ્યો; એટલે તત્કાળ તેને રાજ્ય ઉપર બેસાડવામાં આવ્યો. કેટલાક સામંતો નંદની આજ્ઞાને માનતા નહોતા, એટલે નંદ મહેલની ભીંત ઉપર રહેલા સુભટોની સામું જોયું; તેથી તત્કાળ તેઓએ ભીંતથી ભૂમિ પર ઊતરીને તેમાંથી કેટલાકને મારી નાખ્યા. આવો ચમત્કાર જોઈ સર્વ સામંતો તેની આજ્ઞા માનવા લાગ્યા. નંદે ઘણા આકરા ને અઘટતા કર લઈ ઘણું દ્રવ્ય એકઠું કર્યું અને સમુદ્રને કાંઠે તેણે તે દ્રવ્ય વડે સોનાની નવ ડુંગરીઓ કરાવી. ત્યારથી તેનું નવનંદ એવું નામ પૃથ્વીમાં પ્રખ્યાત થયું. પ્રજા ઉપર ઘણો જુલમ કરવાથી તે અપકીર્તિનું અને પાપનું ભાજન થઈને નરકે ગયો. “દ્રવ્ય અલ્પ હોય પણ જો તે વિશ્વોપકારી થાય તો તે પ્રશંસા કરવા યોગ્ય છે, પણ નિંદરાજાની જેમ ઉપકાર વગરનું અપરિમિત દ્રવ્ય પણ શા કામનું? જુઓ! જગતમાં જેવો હિમરુચિ (ચંદ્ર) પ્રીતિકારક છે તેવો હિમસમૂહ (બરફ) પ્રીતિપાત્ર નથી અને જેવો અલ્પ જળ આપનાર પણ મેઘ પ્રિય છે તેવો ઘણા જળવાળો સમુદ્ર પ્રિય નથી.” વ્યાખ્યાન ૧૦૯ પરિગ્રહ એ પાપનું મૂળ છે પરિગ્રહમાં આસક્ત એવો પુરુષ અનેક પ્રકારના પાપો કરે છે તે વિષે કહે છે– परिग्रहार्थमारंभ - मसंतोषाद्वितन्वते । संसारवृद्धिस्तेनैव, गृह्णीयात् तदिदं व्रतम् ॥१॥ ભાવાર્થ-“પરિગ્રહને અર્થે અસંતોષ હોવાને લીધે આરંભ વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે, માટે આ પરિગ્રહપરિમાણ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ એટલે કે ઘનને માટે જ્યારે સંતોષ થતો નથી ત્યારે તેથી થયેલી તૃષ્ણાની વૃદ્ધિ વડે ખેતી વગેરે અનેક પ્રકારના આરંભો કરે છે, સગા બંધુનો પણ વઘ કરવા તત્પર થાય છે અને તેવા આરંભ વડે સંસારની વૃદ્ધિ થાય છે, તેથી પરિગ્રહનો અવશ્ય નિયમ ગ્રહણ કરવો. આ વિષે બે ભાઈઓનો પ્રબંઘ છે તે આ પ્રમાણે સોમ અને શિવદત્તનો પ્રબંધ અવંતિ નગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈ રહેતા હતા. તેઓ દ્રવ્ય મેળવવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક જાતના અઘર્મ તથા કર્માદાનના વ્યાપારો કરીને તેમણે કેટલુંક દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તે દ્રવ્યની વાંસળી કટીએ બાંઘી બન્ને ભાઈ પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં વારાફરતી વાંસળી પોતપોતાની કેડે બાંઘતા. તે જ્યારે મોટા ભાઈની કેડે હતી ત્યારે તેને વિચાર થયો કે, “જો હું આ અનુજ બંધુને મારી નાખું તો પછી મારી પાસે કોઈ ભાગ માગે નહીં.” આવા કુવિચારથી તે અનુજ બંદુને લઈને ગંઘવતી નદીને તીરે આવ્યો એટલે તેને વિચાર થયો કે, “અહો! આ ઘન કેવું અનર્થકારી છે કે જેથી મને આવો કુવિકલ્પ થયો! તેથી આનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે.' આવું ઘારીને તેણે દ્રવ્યની વાંસળી નદીના ઘરામાં નાખી દીધી. અનુજ બંધુએ પૂછ્યુંભાઈ! આમ કેમ કર્યું?” ત્યારે તેણે પોતાનો માઠો અભિપ્રાય જણાવ્યો એટલે નાના ભાઈએ પણ કહ્યું- તે ઘણું સારું કર્યું કે જેથી મારી દુષ્ટ બુદ્ધિ પણ નાશ પામી.” પછી તેઓ પોતાને ઘરે આવ્યા. હવે પેલી દ્રવ્યની વાંસળી કોઈ મત્સ્ય ગળી ગયો. તે મત્સ્યને કોઈ માછીએ જાળમાં પકડ્યો. તે મત્સ્ય તે બન્નેની માતાએ વેચાતો લીઘો. માતાએ પોતાની પુત્રીને આપ્યો. મત્સ્યને વિદારતાં તેણે દ્રવ્યની વાંસળી દીઠી, એટલે તત્કાળ તેણે ખોળામાં ગોપવી દીધી. માતાએ પૂછ્યું, “ખોળામાં શું છે?” તેણે કહ્યું કે, “કાંઈ નથી.” પછી માતા શંકાને લીધે જેવી તે જોવા તેની પાસે આવી તેવો પુત્રીએ છરીનો ઘા કર્યો, તેથી તેની માતા ઘાયલ થઈને મૃત્યુ પામી. તેવામાં તેના બન્ને ભાઈઓ ઘરે આવ્યા. તેમણે બહેનના ખોળામાંથી પડતી પેલી દ્રવ્યની વાંસળી જોઈ, તેથી તત્કાળ વિચાર્યું કે, “અહો! દ્રવ્ય કેવું અનર્થદાયક છે!” પછી વૈરાગ્ય પામીને તેઓ ગુરુ પાસે ગયા. ત્યાં ગુરુના મુખથી આ પ્રમાણે વાણી સાંભળી–“આ જગતમાં તૃષ્ણારૂપી ખાણ એવી ઊંડી છે કે તે કોઈથી પૂરી શકાતી નથી, તેમાં મોટા મોટા પદાર્થો નાખીએ તો તેથી તે ઊલટી વઘારે ખોદાય છે. એટલે ઊંડી થતી જાય છે. તૃષ્ણાવાળો જીવ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે ઘણા પાપો કરે છે, પણ તેથી શું તેને કાંઈ પણ સુખ થાય છે? નથી થતું, કેમકે પાપદ્રવ્યથી શું સુખ હોય? વળી ઘર્મઋદ્ધિ, ભોગઋદ્ધિ અને પાપદ્ધિ એમ ત્રણ પ્રકારની ઋદ્ધિ કહેવાય છે. તેમાં ઘર્મત્રદ્ધિ તે કે જે ઘર્મકાર્યમાં ઉપયોગી થાય છે, ભોગઋદ્ધિ તે કે જે શરીરના ભાગમાં વપરાય છે અને પાપઋદ્ધિ તે કે જે ઘર્મકાર્યમાં વપરાતી નથી, તેમ શારીરિક ભોગમાં પણ વપરાતી નથી પણ માત્ર અનર્થરૂપ ફળને જ આપે છે. તેવી ઋદ્ધિ પૂર્વકૃત પાપના યોગે પ્રાપ્ત થાય છે અને પુનઃ પાપ કરાવે છે. તે ઉપર કોઈ એક નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે તે સાંભળો વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની એ ચાર જ્ઞાતિના ચાર મિત્રો હતા. તેઓ દ્રવ્ય મેળવવા માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રિ પડતાં એક ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે તેઓએ વિશ્રાંતિ લીધી. ત્યાં તે વૃક્ષની શાખા સાથે લટકતો એક સુવર્ણપુરુષ તેઓના જોવામાં આવ્યો. તે Page #154 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦૯] પરિગ્રહ એ પાપનું મૂળ છે ૧૪૫ સુવર્ણપુરુષ બોલ્યો કે, ‘હું અર્થ છું પણ અનર્થને આપનાર છું.' તે સાંભળી તેઓએ ભય પામીને તેનો ત્યાગ કર્યો. પરંતુ સોનીથી તેનો લોભ મુકાયો નહીં, એટલે સોનીએ તે પુરુષને ‘પડ’ એમ કહ્યું, એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો તેને એક ખાઈમાં ગોપવ્યો, પણ સર્વની દૃષ્ટિ તેના પર પડી. પછી આગળ ચાલતાં બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણને ગામમાં ભોજન લેવા મોકલ્યા. જે બે બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે ગામમાં ગયેલા બે આવે કે તેમને મારીને પેલું સુવર્ણ લેવું.' બે જણા જે ગામમાં ગયા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બે મૃત્યુ પામે તો આપણને બેને બધું સુવર્ણ મળે.’ આવા વિચારથી તેઓ વિષાન્ન લઈને બહાર આવ્યા. જેવા તેઓ પેલા બેની પાસે આવ્યા કે તે બન્નેએ સંકેત પ્રમાણે તેમને ખડ્ગથી મારી નાખ્યા. પછી પેલું વિષાન્ન તેઓ જમ્યા એટલે તેઓ પણ મૃત્યુ પામ્યા. આ પ્રમાણે ચારે મૃત્યુ પામ્યા. આવી જે ઋદ્ધિ તે પાપર્દિ સમજવી. ઉપરનું દૃષ્ટાંત સાંભળી ભવિ પ્રાણીઓએ હંમેશાં પોતાની સમૃદ્ધિ ધર્મકાર્યમાં વાપરવી. ‘મારી પાસે અલ્પ ઘન છે' ઇત્યાદિ કારણને લઈને ધર્મકાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. કહ્યું છે કે, देयं स्तोकादपि स्तोकं, नव्यपेक्षो महोदयः । इच्छानुसारिणी शक्तिः, कदा कस्य भविष्यति ॥ १॥ ભાવાર્થ-થોડામાંથી થોડું પણ ધર્મકાર્યમાં વાપરવું, વધારે દ્રવ્ય થવા ઉપર મુલતવી રાખવું નહીં. કારણ કે ઇચ્છા પ્રમાણે દ્રવ્યની શક્તિ વધારે થશે તેનો કાંઈ નિશ્ચય નથી.’’વળી કહ્યું છે કે स्वकार्यमद्यकुर्वीत, पूर्वाह्णे वापराह्निकं । नहि प्रतीक्षते मृत्युः, कृतं वा ह्यनयाऽकृत ॥१॥ ભાવાર્થ-‘આવતી કાલનું કામ આજ કરવું, અને મધ્યાહ્ને કરવાનું હોય તે સવારે કરવું, કારણ કે મૃત્યુ એવી રાહ જોતું નથી કે આણે કર્યું છે કે નથી કર્યું?'' કેટલાક જીવો કૃપણતાથી દ્રવ્યની હાનિના ભય વડે ધર્મકાર્યમાં દ્રવ્યનો વ્યય કરતા નથી તેમજ પરિગ્રહનું પરિમાણ પણ કરતા નથી, તેથી તેઓ ચક્રીપણા વગેરેની ઊંચી પદવીને પામતા નથી; પરંતુ અતિ લોભથી પરાભવ પામીને અશોકચંદ્રની જેમ નરકે જાય છે. ઘણા પુરુષો ઘનની ઇચ્છાથી પારાવાર દુઃખને પામ્યા છે.’' આ પ્રમાણે ગુરુના વાક્યથી તે બન્ને ભાઈઓ પ્રતિબોઘ પામ્યા. પછી તે બન્ને ભાઈઓ પાંચમું વ્રત અંગીકાર કરી નિરતિચારપણે પાળીને સ્વર્ગે ગયા. જે પ્રાણીઓ પરિગ્રહમાં આસક્ત હોય છે તેઓ નિર્દયપણાથી અસત્ય, ચૌર્ય વગેરે અનેક પાપો આચરે છે, અને તેથી કરીને તેઓ સંસારસમુદ્રમાં અધોગમન કરે છે, માટે ઉત્તમ પુરુષોએ આ વ્રતને અવશ્ય ગ્રહણ કરવું કે જેથી શિવપદને પ્રાપ્ત થવાય.’ ,, 000 ભાગ ૨-૧૦) વ્યાખ્યાન ૧૧૦ પ્રથમ ગુણવ્રત–દિગ્વિરતિ दशदिग्गमने यत्र, मर्यादा क्वापि तन्यते । दिग्विरताख्यया ख्यातं, तद्गुणव्रतमादिमम् ॥ १॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ ભાવાર્થ-‘જેમાં દશ દિશાઓમાં જવાને કાંઈક મર્યાદા કરાય છે તે દિગ્વિરતિ નામે પહેલું ગુણવ્રત કહેવાય છે.’’ ૧૪૬ એટલે જે વ્રતમાં પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઇશાન, અધો અને ઊર્ધ્વ–એ દશ દિશાઓમાં ગમન કરવાને કોઈ પણ મર્યાદા કરાય છે તે પ્રથમ ગુણવ્રત છે; અને તે ઉત્તરગુણરૂપ વ્રત કહેવાય છે. ગુણવ્રતનો અર્થ એવો છે કે ‘બીજા વ્રતોને જે ગુણ ઉપજાવી ઉપકાર ક૨ે તે ગુણવ્રત કહેવાય.' તેમાં પહેલું ગુણવ્રત દિગ્વિરતિ નામે છે. આ વ્રત લેવાથી પાપસ્થાનોની પણ વિરતિ થાય છે. તે વિષે કહે છે—‘ગમનાગમનની મર્યાદા વડે સ્થાવર જંગમ જીવોના મર્દનની નિવૃત્તિ થતી હોવાથી તપાવેલા લોઢાના ગોળા જેવા ગૃહસ્થે આ વ્રત ગ્રહણ કરવામાં આદર કરવો.' એટલે ત્રસ સ્થાવર પ્રાણીઓની ગમનાગમન કરવાથી હિંસા થાય છે, તે હિંસાનો ગમનાગમન બંધ થયેલ સ્થાનમાં રોધ થવાથી ગૃહસ્થને આ વ્રત આદરવા યોગ્ય છે. હિંસાનો નિષેધ થતાં અસત્યાદિક બીજા પાપોનો પણ નિષેધ થઈ જાય છે. અહીં કોઈ શંકા કરે કે, ‘ત્યારે આ વ્રત સાધુએ પણ ગ્રહણ કરવું જોઈએ.' તો તેના ખુલાસા માટે ગૃહસ્થને લોઢાના તપાવેલા ગોળાનું વિશેષણ આપે છે કે—ગૃહસ્થ આરંભ પરિગ્રહમાં નિરંતર તત્પર હોવાથી તે જ્યાં જાય, ખાય, સૂએ અથવા કાંઈ વ્યાપાર કરે, તેમાં તપેલા લોઢાના ગોળાની જેમ અનેક જીવોનું મર્દન કરે છે અને સાધુ તેમ કરતા નથી; કારણ કે તે તો પંચસમિતિ ને ત્રિગુપ્તિમાન હોય છે, તેથી તેમને એ દોષ લાગતો નથી. આ વ્રતનો સ્વીકાર કરનારા ગૃહસ્થને ત્રસ તથા સ્થાવર જીવોને અભયદાન તથા લોભસમુદ્રની નિયંત્રણા ઇત્યાદિ મહાન લાભ થાય છે. ગૃહસ્થ લોઢાના ગોળા જેવો છે. તે વિષે સર્વજ્ઞ ભગવંતે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે—‘અગ્નિના તણખાઓથી પ્રકાશમાન લોઢાના ગોળા જેવો ગૃહસ્થ નિરંતર હોય છે; અને અવિરતિરૂપ પાપ તેને પોતાને તેમજ સમસ્ત જીવોને પણ બાળે છે.’’ વળી કહ્યું છે કે, “જીવ સર્વ સ્થાને પોતાના દેહ વડે જો કે ગમનાગમન કરતો નથી તો પણ તે અવિરતિ હોવાથી તેને અવિરતપણાથી બંધાતું પાપ નિરંતર લાગ્યા કરે છે.’’ વળી પૂર્વભવમાં તજી દીધેલા દેહ વડે જો કોઈ પણ જીવોનો વધ થાય છે તો તેનું પાપ પણ અવિરતિ વડે જ્યાં નવો દેહ થર્યો હોય ત્યાં તે જીવને લાગે છે. પણ જો પૂર્વનો દેહ વિનાશ પામી જાય તો અથવા વ્રત લીધું હોય તો તેથી તેવા પાપનો બંધ થતો નથી; માટે વિરતિ કરવામાં જ કલ્યાણ છે, એવું વૃદ્ધ પુરુષોનું વાક્ય છે. હવે પહેલા ગુણવ્રતનું ફળ કહે છે—જે પ્રાણી દિગ્વિરતિ વ્રત લઈને ગમનાગમનમાં સંકોચ કરે છે, તે પ્રાણી સિંહની જેમ સંસારનું ઉલ્લંઘન કરવા માટે ફાળ મારવાનો આરંભ કરે છે.’’ આ વિષે સિંહશ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે— સિંહ શ્રેષ્ઠીની કથા વસંતપુર નામના નગરમાં કીર્ત્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામે એક પુત્ર હતો અને જેના હૃદયમાં જૈનધર્મની વાસના હતી એવો સિંહ નામે એક શ્રેષ્ઠી મિત્ર હતો. તે પોતાના કુમા૨થી પણ રાજાને વિશેષ પ્રિય હતો. એક વખત કોઈ એક પુરુષે રાજસભામાં આવીને કહ્યું કે, ‘હે દેવ! Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વ્યાખ્યાન ૧૧૦] પ્રથમ ગુણવ્રત-દિગ્વિરતિ નાગપુરના રાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક રૂપવતી કન્યા છે. તેના એક રોમરાયના દર્શન કરવાથી પણ બે બ્રહ્મનો અનુભવ થાય છે અને તેનું દર્શન થવાથી બે કામદેવથી પૂર્ણ થવાય છે. તે કન્યાને તુલ્ય કોઈ બીજી કન્યા નથી. એ કન્યા તમારા કુમારને યોગ્ય છે, એવું ચિંતવી તેમણે મને વિશ્વાસુ જાણી તમારી પાસે પ્રાર્થના કરવા મોકલ્યો છે, માટે તેને વરવા સારુ તમારા કુમારને મારી સાથે મોકલો.' દૂતનાં આવાં વચન સાંભળી રાજાએ પોતાના પ્રિય મિત્ર સિંહને કહ્યું, “મિત્ર! આપણા બન્નેમાં કાંઈ પણ અંતર નથી, માટે કુમારને લઈને તમે નાગપુર જાઓ અને તેનો વિવાહ કરી આવો.” સિંહશ્રેષ્ઠીએ અનર્થદંડના ભયથી રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં; એટલે રાજા જરા ક્રોઘ લાવીને બોલ્યો કે-“શું તમને આ સંબંધ રુચતો નથી?” શ્રેષ્ઠી બોલ્યો-“રાજેંદ્ર! મને રુચે છે, પણ મેં સો યોજન ઉપરાંત જવા-આવવાનો નિયમ લીધો છે અને અહીંથી નાગપુર સવાસો યોજન દૂર થાય છે; તેથી વ્રત ભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં.” આ પ્રમાણે સાંભળતાં જ ઘી હોમવાથી અગ્નિની જેમ રાજાના કોપાગ્નિની જ્વાળા વિશેષ પ્રજ્વલિત થઈ, અને તે બોલ્યો કે–“અરે! શું તું મારી આજ્ઞા નહીં માને? તને ઊંટ ઉપર બેસાડી સહસ્ત્ર યોજન સુધી મોકલી દઈશ.” સિંહ અવસર પારખીને બોલ્યો-“સ્વામી! આ તો મેં મારા વ્રતની વાત જણાવી, પણ આપની આજ્ઞા કેમ ઉત્થાપાય? હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” તે સાંભળી તરત રાજા હર્ષ પામ્યો. પછી પોતાના પુત્રને સૈન્ય સાથે તૈયાર કરી અને સિંહ શ્રેષ્ઠીને સર્વ ક્રિયામાં આગેવાન ઠરાવી કુમાર સાથે રવાના કર્યો. માર્ગમાં સિંહે પ્રતિબોઘ આપીને ભીમકુમારની સંસારવાસના તોડી નાખી. સો યોજન ચાલ્યા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ચાલ્યો નહીં, એટલે સૈનિકોએ એકાંતે કુમારને જણાવ્યું કે, “કુમાર! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહશ્રેષ્ઠી સો યોજનથી આગળ ન ચાલે તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.' આ વિચાર કુમારે પોતાના ઘર્મગુરુને નિવેદન કર્યો. સિંહે રાજકુમારને કહ્યું, ‘કુમાર! આ અસાર સંસારમાં પ્રાણીને શરીર પણ પોતાનું થતું નથી તો બીજું કોઈ શેનું થાય? માટે હું તો અહીં પાદપોપગમ (વૃક્ષની જેમ સ્થિરતાવાળું) અનશન કરીશ. પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે?” આ પ્રમાણે કહીને સિંહશ્રેષ્ઠી સિંહની જેમ અનશન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. એવામાં રાત્રિ પડી; સૈનિકોએ કુમારને અને સિંહને જોયા નહીં એટલે તેઓ ચારે તરફ તેમને શોઘવા લાગ્યા. એમ કરતાં થોડે દૂર આવેલા કોઈ પર્વત ઉપર તે બન્ને તેમના જોવામાં આવ્યા; પરંતુ દીક્ષા અને અનશન આદરી બેઠેલા તેમને જોઈ સૈનિકો પ્રણામ કરીને બોલ્યા કે-“હે મહાશયો! અમારો અપરાઘ ક્ષમા કરો. પણ હે સ્વામી! આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં ઘાલીને પીલી નાંખશે.” આ પ્રમાણે તેમણે ઘણા કાલાવાલા કર્યા, તથાપિ તેઓ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે, “સંતોષરૂપી અમૃત વડે તૃત થયેલા યોગી ભોગની ઇચ્છા કરતા નથી; કારણ કે તે તો માટી તથા સુવર્ણમાં અને શત્રુ તથા મિત્રમાં એક સરખી બુદ્ધિ રાખે છે.” અનુક્રમે આ ખબર કીર્તિપાળ રાજાના સાંભળવામાં આવી, તેથી તેને બહુ ક્રોઘ ચડ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “કુમારને બાંધીને પરણાવવા અને સિંહને શત્રુની જેમ મારી નાખવો.” આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યો, ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બન્નેના ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો અને વિચાર્યું કે, “આ બન્નેને ભક્તિવચનોથી જ બોલાવવા.” આવું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૮ ચિંતવીને તેણે ચાટું વાક્યોથી તેમને બોલાવવા માંડ્યા, પરંતુ દ્રઢ પ્રતિજ્ઞાવાળા તેઓ કિંચિત્ પણ ચલિત થયા નહીં. અનુક્રમે માસોપવાસને અંતે કેવળજ્ઞાન પામી સુરાસુરોએ નમેલા તે બન્ને મુક્તિને પ્રાપ્ત થયા. તેમનું મુક્તિપ્રયાણ જાણી કીર્તિપાળ રાજાએ ઊંચે સ્વરે કહ્યું કે न योजनशतादूचं, यास्यामि तव निश्चयः । असंख्यैर्योजनैर्मित्र! मां मुक्त्वा किमगाच्छिवं ॥१॥ ભાવાર્થ-“હે મિત્ર!તારો એવો નિશ્ચય હતો કે મારે સો યોજનથી વઘારે જવું નહીં, પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર રહેલા શિવનગરમાં કેમ ચાલ્યો ગયો?” આ પ્રમાણે વિલાપ કરતો કીર્તિપાળ રાજા પોતાની રાજસ્થાનમાં આવ્યો. પ્રાણ ત્યાગ કરવા તે સારા, પણ સ્વીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો તે સારું નહીં, આવો દ્રઢ વિચાર રાખી ભવ્ય પ્રાણીઓએ સિંહશ્રેષ્ઠીની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું.” વ્યાખ્યાન ૧૧૧ દિગ્વિરતિ વ્રતના પાંચ અતિચાર स्मृत्यंतर्धानमूर्ध्वाध-स्तिर्यग्भागव्यतिक्रमः । क्षेत्रवृद्धिश्च पंचेति, स्मृता दिग्विरतिव्रते ॥१॥ ભાવાર્થ-“કરેલા ક્ષેત્રપ્રમાણનું ભૂલી જવું, ઊંચા, નીચા અને તિરછી સીધી દિશાના મર્યાદિત ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું અને ઘારેલી દિશા ક્ષેત્ર મર્યાદામાં વધારો કરવો–એ પાંચ છઠ્ઠા વ્રતના અતિચાર છે.” ભાવાર્થ એવો છે કે કોઈએ પૂર્વ દિશામાં સો યોજનનું પ્રમાણ બાંધ્યું હોય પણ જતી વખતે વ્યાકુળતા વગેરેથી તેને વિસ્મરણ થાય કે “મેં પચાસનું પરિમાણ કર્યું છે કે સોનું? એવા સંદેહથી તે પચાસથી વઘારે ગમન કરે તો પણ તેને દોષ લાગે તે પ્રથમ અતિચાર કહેવાય. જો કે એ અતિચાર સર્વ અતિચારને સાઘારણ છે, પણ પાંચની સંખ્યા પૂર્ણ કરવા માટે પૃથ ગ્રહણ કરેલો છે, તેથી ગ્રહણ કરેલા વ્રતનું વારંવાર સ્મરણ કરવું, કારણ કે સર્વ આચરણ સ્મરણમૂળ છે. નિયમિત કરેલા ક્ષેત્રથી બીજે લાભ થતો હોય તો પણ તે ત્યજી દેવો, એ પ્રથમ અતિચાર, બીજા અતિચારમાં ઊર્ધ્વ ભાગે એટલે પર્વતના શિખર વગેરે પર જવા માટે કરેલો નિયમ, ત્રીજા અતિચારમાં અઘો ભાગે એટલે અઘોગ્રામ, ભૂમિગૃહ તથા કૂપ વગેરેમાં જવા માટે કરેલો નિયમ અને ચોથા અતિચારમાં તિરછે પૂર્વાદિ દિશાઓમાં જવા માટે કરેલો નિયમ, જે નિયમ બે ત્રણ યોજનથી માંડીને અનુકૂળતા પ્રમાણે કરેલો હોય તેનું ઉલ્લંઘન કરવું, એ બીજો, ત્રીજો અને ચોથો અતિચાર જાણવો. ઉપર કહેલા ઊર્ધ્વ દિશા વગેરેના ત્રણ અતિચારોને માટે આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં આવો વિધિ કહેલો છે કે, “ઊર્ધ્વ દિશાએ ગમન કરવાનું પરિમાણ કરેલું હોય અને વાનર કે કોઈ પક્ષી વસ્ત્રાભરણ લઈને તે પરિમાણથી વધારે દૂર જાય તો નિયમને લીધે ત્યાં જવું કહ્યું નહીં, પણ જો તે વસ્તુ ત્યાંથી પડે અથવા કોઈ લાવી આપે તો ગ્રહણ કરવી કલ્પે.” આવી હકીકત હાલ પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૧]. દિગ્વિરતિ વ્રતના પાંચ અતિચાર ૧૪૯ સમેતગિરિ વગેરે ઉપર સંભવ છે. એવી રીતે સર્વ દિશાઓ માટે જાણી લેવું. યોગશાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે-જે પ્રમાણે વ્રત લીધું હોય તે પ્રમાણે વર્તવું.” હવે પાંચમો અતિચાર કહે છે–પૂર્વાદિ દિશાનું ક્ષેત્ર નિયમિત કર્યું હોય તેમાં વઘારો કરવો, એટલે જુદી જુદી દિશાઓમાં સો સો યોજન જવાનો નિયમ લીધેલો હોય, પછી કોઈ કાર્ય આવી પડવાથી અથવા લોભને લીધે અમુક દિશાએ સો યોજનથી વધારે જાય અને બીજી દિશામાં તેટલા યોજન ઘટાડે; આ પ્રમાણે કરેલા પ્રમાણમાં વઘારો ઘટાડો કરવો, એ ભંગાભંગરૂપ પાંચમો અતિચાર છે.. ઉપર પ્રમાણે દિગ્વિરતિ વ્રતના પાંચ અતિચાર વર્જવા. એ વ્રત ઉપર કુમારપાળ રાજાનો પ્રબંધ છે તે આ પ્રમાણે કુમારપાળ રાજાનો પ્રબંધ એક વખતે પાટણમાં શ્રી હેમાચાર્યે કુમારપાળ રાજાની પાસે છઠ્ઠી વ્રત વિષે આ પ્રમાણે કહ્યું કે, “હે રાજેંદ્ર! વિવેકી પુરુષોએ સર્વદા જીવદયાને માટે છઠું વ્રત ગ્રહણ કરવું. તેમાં પણ વર્ષાકાળમાં તો વિશેષપણે ગ્રહણ કરવું. કહ્યું છે કે- વાર્થ સર્વ નીવાનાં, વર્ષાQત્ર સંવત્ | ભાવાર્થ–“સર્વ જીવોની દયાને માટે વર્ષાઋતુમાં એક સ્થાને જ રહેવું.” પૂર્વે શ્રી નેમિપ્રભુના ઉપદેશથી શ્રી કૃષ્ણ ચાતુર્માસમાં પોતાના નગરની બહાર ન જવાનો નિયમ લીઘો હતો.” આ પ્રમાણે સાંભળી ચૌલુક્યસિંહ કુમારપાળે પણ એવો નિયમ લીઘો કે, “સર્વ ચૈત્યોના દર્શન કરવા જવું અને ગુરુને વંદન કરવા જવું, તે સિવાય હું પ્રાયે નગરમાં પણ ભમીશ નહીં.” તેનો આ નિયમ સર્વત્ર પ્રખ્યાત થઈ પ્રસરી ગયો. આ નિયમની વાર્તા બાતમીદારો દ્વારા ગજનીના રાજા શક યવનપતિ બાદશાહના જાણવામાં આવી, તેથી તત્કાળ ગુર્જર દેશની સમૃદ્ધિ ગ્રહણ કરવાને અને તે દેશને ભાંગવા માટે યવનપતિએ ચડાઈ કરી. આ વૃત્તાંત ચર લોકોથી જાણી ગુર્જરપતિ કુમારપાળ મંત્રી સહિત મોટી ચિંતામાં પડ્યા, પછી ઉપાશ્રયે આવી ગુરુને કહ્યું કે- હે ભગવન્! મોટું ઘર્મસંકટ આવ્યું છે. જો હું તે યવનપતિની સામે નહીં જાઉં તો તેથી દેશનો ભંગ તથા લોકને પીડા થશે અને જો જાઉં છું તો મારા નિયમનો ભંગ થાય છે. ગુરુ બોલ્યા- હે રાજ! તમે આરાધેલો ઘર્મ જ તમારી સહાય કરશે, માટે ચિંતા કરશો નહીં.” આ પ્રમાણે રાજાને ઘીરજ આપીને શ્રી હેમચંદ્રસૂરિ પદ્માસન કરી કોઈ ઇષ્ટ દેવતાનું ધ્યાન ઘરવા બેઠા. એક મુહૂર્ત વ્યતીત થયું તેવામાં આકાશમાંથી એક પલંગ ઊતરતો દીઠો. તે પલંગમાં એક પુરુષ સૂતો હતો. રાજાએ પૂછ્યું કે, “આ પલંગ કોનો છે?” ત્યારે ગુરુએ જે હતું તે યથાર્થ કહ્યું. તે પલંગમાં સૂતેલો પુરુષ યવનપતિ બાદશાહ હતો, તે પલંગમાંથી ઊઠીને આસપાસ જોતાં વિચારમાં પડ્યો કે, “તે સ્થાન ક્યાં ગયું કે જ્યાં મારું સૈન્ય છે? આ ધ્યાન ઘરનાર કોણ છે? વળી આ રાજા પણ કોણ છે?' ઇત્યાદિ તેને ચિંતવન કરતો જોઈ સૂરિ બોલ્યા- “હે યવનપતિ! તું શું વિચાર કરે છે? જે પૃથ્વી ઉપર પોતાના ઘર્મનું એકછત્ર ઐશ્વર્ય ઘારણ કરે, તેને દેવતા પણ સહાય કરે છે. માટે જો તારે સ્વહિત કરવું હોય તો દેવતાઓ પણ જેની શક્તિનું ઉલ્લંઘન કરી શકતા નથી એવા આ વનપંજરરૂપ ઘર્માત્મા રાજાને શરણે જા.” તત્કાળ યવનપતિ ભય, ઉદ્વેગ અને લજ્જને પ્રાપ્ત થયો. પછી સૂરિને પ્રણામ કરી શ્રી કુમારપાળ રાજાને નમ્યો અને બોલ્યો કે-“હે રાજ! મારા Jain Education Interational Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ અપરાધને ક્ષમા કરો. આજથી હું યાવજ્જીવ તમારી સાથે સંધિ કરું છું. અત્યારે મારા જીવની રક્ષા કરીને ‘જગજીવપાલક' એવા તમારા બિરુદને સત્ય કરો. પ્રથમ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, પણ તે ભૂલી જઈને હું અહીં આવ્યો. હવે કદી પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં. તમારું કલ્યાણ થાઓ; અને મને મારા આશ્રમમાં પહોંચાડો.'' રાજર્ષિ કુમારપાળ બોલ્યો કે—‘હે યવન! જો તું તારા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવે તો હું તને છોડું. તારે મારી એટલી આજ્ઞાનો અમલ કરવો તે જ મારી ઇચ્છા છે. બળાત્કારથી કે છળથી પણ જીવરક્ષા કરાવવી એવો મારો નિશ્ચય છે અને એમ કરવાથી મને અને તને બન્નેને પુણ્ય થશે.’’ યવનરાજ તે બલિષ્ઠ રાજાનું આવું વચન ઉલ્લંઘન કરવાને સમર્થ થયો નહીં. પછી કુમારપાળ તેને પોતાના મહેલમાં લઈ ગયો અને ત્રણ દિવસ સુધી રાખી ઘણો સત્કાર કરી, જીવદયાની શિક્ષા આપીને પોતાના આપ્તજનની સાથે તેને સ્થાનકે પહોંચાડ્યો. કુમારપાળના સેવકો ગીજનીમાં છ માસ સુધી જીવરક્ષા કરાવી, યવનપતિએ આપેલી અશ્વ વગેરેની ભેટો લઈને કુમારપાળની પાસે પાટણમાં આવ્યા, અને તે વાર્તા કહીને ચૌલુક્યપતિને આનંદ પમાડ્યો. “આ પ્રમાણે સર્વ રાજાઓએ અને મુનિઓએ સ્તુતિ કરેલા માર્ગમાં ચાલનારા કુમારપાળ રાજાએ સેંકડો કંષ્ટ ભોગવીને પણ છઠ્ઠા વ્રતનું પાલન કર્યું.'' વ્યાખ્યાન ૧૧૨ દિગ્વિરતિવ્રતથી લોભ-નિરોધ લોભનો પ્રસાર પણ છઠ્ઠા વ્રતથી નિવૃત્ત થાય છે તે કહે છે— जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥ १ ॥ ભાવાર્થ—જે પ્રાણી આ દિગ્વિરતિરૂપ છઠ્ઠું વ્રત ગ્રહણ કરે છે, તે આ આખા જગત પર આક્રમણ ક૨ના૨ અને ચારે બાજુથી પ્રસાર પામતા લોભરૂપી મહાસમુદ્રની સ્ખલના કરે છે.’’ વિશેષાર્થ—આ લોભરૂપી સમુદ્ર વિવિઘ કલ્પના કરવાથી પ્રસરે છે, તે આખા જગતને દબાવે છે, કારણ કે જે લોભને વશ થાય છે તેને ત્રણ લોકની સંપત્તિ અને ઇંદ્ર, ચક્રવર્તી તેમજ પાતાળપતિ નાગેંદ્રનું સ્થાન મેળવવાના મનોરથ થાય છે. એ રીતે તે સર્વ જગતને દબાવે છે. એવા લોભરૂપી સમુદ્રની સ્ખલના તે જ કરી શકે કે જેણે આ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું હોય. કારણ કે તે પ્રતિજ્ઞા કરેલી સીમાથી આગળ જવાને ઇચ્છતો ન હોવાથી ઘણું કરીને કરેલી સીમાની બહાર રહેલા સુવર્ણ, રૂપું અને ધન ધાન્ય વગેરેનો તે લોભ કરતો નથી; અને જેને તેવો નિયમ હોતો નથી તે તૃષ્ણા વડે સર્વત્ર ભ્રમણ કર્યા કરે છે. આ વિષે ચારુદત્તનો પ્રબંધ છે તે આ પ્રમાણે ચારુદત્તની કથા ચંપા નગરીમાં ભાનુ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો. તે યૌવન વયને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો. પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી પાસે પણ જતો નહીં. અન્યદા તેના પિતાએ ચાતુર્ય Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૨]. દિગ્વિરતિવ્રતથી લોભ-નિરોઘ ૧૫૧ શીખવવાને માટે તેને એક ગણિકાને ઘેર મોકલ્યો. ચારુદત્ત હળવે હળવે તે ગણિકા પર આસક્ત થયો. છેવટે તેણે વેશ્યાના પ્રેમને વશ થઈ પોતાનું ઘર પણ છોડી દીધું અને બાર વર્ષ સુધી વેશ્યાને ઘેર રહ્યો. એમ કરતાં એક વાર તેના પિતા ભાનુશ્રેષ્ઠીનો અંતસમય આવ્યો, એટલે તેણે પુત્રને બોલાવીને કહ્યું કે “હે વત્સ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે. તે એ કે જ્યારે તને સંકટ પડે ત્યારે નવકાર મંત્રને સંભારજે.” આ પ્રમાણે કહી તેના પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસ પછી તેની માતા પણ મૃત્યુ પામી. ચારુદત્તે દુર્વ્યસનથી માતાપિતાની સર્વ લક્ષ્મી ઉડાવી દીધી. ચારુદત્તની સ્ત્રી તેના પિતાને ઘેર ચાલી ગઈ. અહીં જ્યારે ઘન ખૂટી ગયું ત્યારે સ્વાર્થી વેશ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલે તે સસરાને ઘેર આવ્યો. સાસરેથી થોડું ઘન લઈ કમાવા માટે વહાણે ચડ્યો. દૈવયોગે વહાણ ભાંગ્યું, પણ પુણ્યયોગે પાટિયું મેળવી કુશલક્ષેમ કિનારે આવ્યો. ત્યાંથી પોતાના મામાને ઘેર ગયો. ત્યાંથી દ્રવ્ય લઈ કમાવા માટે પગરસ્તે ચાલ્યો. માર્ગમાં ઘાડ પડી એટલે સઘળું દ્રવ્ય ચોર લઈ ગયા. પાછો દુઃખી થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યો. એવામાં કોઈ યોગી મળ્યો. તેણે અર્થોઅર્ધ ભાગ ઠરાવી રસકૂપિકામાંથી રસ લેવા માટે માંચી ઉપર બેસાડીને તેને કૂવામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ચારુદત્ત ઉપર આવ્યો એટલે કુંભ લઈને યોગીએ માંચી કૂપિકામાં નાખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી નાસી ગયો. ત્યાં કોઈ મૃત્યુ પામતા પુરુષને તેણે નવકારમંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે ચંદનઘો ત્યાં રસ પીવા આવી. ત્રણ દિવસનો સુઘાતુર ચારુદત્ત તેને પૂંછડે વળગીને ઘણા કષ્ટ બહાર નીકળ્યો. આગળ ચાલતાં તેના મામાનો પુત્ર રુદ્રદત્ત તેને મળ્યો. રુદ્રદત્તે કહ્યું કે, બે ઘેટા લઈને આપણે સુવર્ણદ્વીપ જઈએ.” ચારુદત્તે હા પાડી એટલે બે ઘેટા લઈને તેઓ સમુદ્રને તીરે આવ્યા. પછી રુદ્રદત્તે કહ્યું કે “આ બે ઘેટાને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેસીએ. અહીં ભાખંડ પક્ષી આવશે તે માંસની બુદ્ધિથી આપણને ઉપાડીને સુવર્ણદ્વીપે લઈ જશે; એટલે આપણે ચામડાને છેદી બહાર નીકળી ત્યાંથી સુવર્ણ લાવીશું.” ચારુદત્ત બોલ્યો કે–“એ વાત ખરી, પણ આપણાથી જીવનો વઘ કેમ થાય? એટલામાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરીને એક ઘેટાને મારી નાખ્યું. પછી જેવો બીજાને મારવા જતો હતો. તેવો ચારુદત્તે ઘેટાને નવકારમંત્ર સંભળાવ્યો. ઘેટાએ અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી બન્ને જણા તે ઘેટાના ચર્મની ઘમણમાં પેઠા; એટલે ભાખંડ પક્ષી તે ઘમણ લઈને આકાશમાં ઊડ્યું. માર્ગમાં બીજું ભાખંડ મળવાથી તેની સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ઘમણ પડી ગઈ. ઘમણ સહિત ચારુદત્ત એક સરોવરમાં પડ્યો. તેમાંથી બહાર નિકળીને તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો. અનુક્રમે એક ચારણ મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને નમીને તે પાસે બેઠો. મુનિ બોલ્યા-રે ભદ્ર! આ અમાનુષ સ્થળમાં તું ક્યાંથી આવ્યો?” તેણે પોતાનું સર્વ દુઃખ જણાવ્યું, એટલે મુનિરાજે છઠું વ્રત વર્ણવી બતાવ્યું. ચારુદત્તે પ્રીતિથી તે વ્રત ગ્રહણ કર્યું. આ અરસામાં કોઈ દેવે ત્યાં આવી પ્રથમ ચારુદત્તને અને પછી મુનિને વંદના કરી. તે સમયે કોઈ બે વિદ્યાઘર તે મુનિને વાંદવા આવ્યા હતા. તેમણે પેલા દેવને પૂછ્યું કે, “હે દેવ! તમે સાધુને મૂકીને પ્રથમ આ ગૃહસ્થને કેમ નમ્યા?” દેવ બોલ્યો કે-“પૂર્વે પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા, (તેની ઉત્પત્તિ બીજા વ્રતની કથાના પ્રસંગે ૧. જુઓ પૃષ્ઠ ૪૮ (વ્યાખ્યાન ૭૫) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૮ કહેલી છે.) તે પિપ્પલાદ ઋષિ નરકમાંથી નીકળી પાંચ ભવ સુથી બકરા થયા. તે પાંચે ભવમાં તેઓ યજ્ઞમાં જ હોમાયા. છઠ્ઠું ભવે પણ બકરો થયા પરંતુ તે ભવમાં મરતી વખતે આ ચારુદત્તે અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તે દેવ હું છું. અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકાર મંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વાંદવા હું અહીં આવ્યો છું. પૂર્વના મારા પરના મહાન ઉપકારથી મેં પ્રથમ તેને વિંદન કરીને પછી સાઘુને વંદના કરી છે. આ પ્રમાણેની હકીક્ત સાંભળી ચાદરે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વર્ગે ગયો. “જેમ ચારુદત્ત દિગ્વિરતિ વ્રત લીઘેલું ન હોવાથી અનેક સ્થાને ભમી ભમીને દુઃખી થયો, તેમ જે પ્રાણી તે વ્રત ગ્રહણ નહીં કરે તે દુઃખી થશે; તેથી ભવ્ય પ્રાણીઓએ છઠું દિગ્વિરતિ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.” વ્યાખ્યાન ૧૧૩. દિગ્વિરતિ વ્રતનું ફળ કેટલાક જીવો વિકટ સંકટ આવે તો પણ આ છઠું વ્રત છોડતા નથી તે ઉપર કહે છે. स्वल्पकार्यकृतेऽप्येके, त्यजति तृणवद् व्रतम् । दृढव्रता नराः केचित्, भवंति संकटेऽप्यहो॥१॥ ભાવાર્થ-“કેટલાક હીનસત્ત્વી જીવો અલ્પ કાર્યને માટે પણ ગ્રહણ કરેલા વ્રતને તૃણની જેમ છોડી દે છે અને કેટલાક પુરુષો સંકટમાં પણ દ્રઢ વ્રતવાળા રહે છે.” તે વિષે મહાનંદકુમારની કથા છે તે નીચે પ્રમાણે મહાનદકુમારની કથા અવંતિ નામની નગરીમાં ઘનદત્ત નામે એક કોટીશ્વર શ્રેષ્ઠી રહેતો હતો. તે જૈનઘર્મ હતો. તેને પદ્મા નામે પ્રિયા હતી. સેંકડો મનોરથ કરતાં તેમને જયકુમાર નામે એક પુત્ર થયો. તે પુત્રના જન્મ વખતે, નામ પાડવાને વખતે અને અન્નપ્રાશન વગેરે સંસ્કારોમાં પિતાએ મોટા મહોત્સવ કર્યા. કહ્યું છે કે-“રાગ, પ્રેમ, લોભ, અહંકાર, પ્રીતિ અને કીર્તિ એટલા સ્થાનોમાં કોણ દ્રવ્યનો વ્યય નથી કરતું?” જ્યારે જયકુમાર યૌવન વયને પ્રાપ્ત થયો ત્યારે તેણે વ્યસનાસક્ત થઈ પિતાના ઐશ્વર્યને ઉડાવી દીધું. કહ્યું છે કે-“વ્યસનરૂપી અગ્નિમાં દ્રવ્યરૂપી ધીની આહુતિ પડવાથી તે વ્યસનાગ્નિ અધિક અધિક વધે છે, અને પછી જ્યારે દારિત્ર્યરૂપી જળનો યોગ થાય છે ત્યારે તે તત્કાળ શમી જાય છે.” એક વખતે જયકુમાર કોઈ ઘનાયના ગૃહમાં ચોરી કરવા ગયો. ત્યાં અકસ્માત્ સર્પ તેને દંશ કર્યો. વિષ ચડવાથી તે તત્કાળ મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે રાજાએ તેના પિતાને પકડીને કેદ કર્યો. મહાજને રાજાની પાસે જઈ તેના પુત્રની હકીકત કહીને તેને છોડાવ્યો. ઘનદત્તને પહેલી સ્ત્રીથી બીજો પુત્ર થયો નહીં, એટલે તે સ્ત્રીએ પોતાના સ્વામીને આગ્રહથી કહ્યું કે, “સ્વામી! બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કરો.” પણ વળી રખે બીજો દુષ્ટ પુત્ર થાય એવા ભયથી ઘનદત્તે તે વાત ધ્યાનમાં લીધી નહીં. કહ્યું છે કે, “જેમનું હૃદય દુર્જનના દોષથી દૂષિત થયેલું હોય Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫3 વ્યાખ્યાન ૧૧૩] દિગ્વિરતિ વ્રતનું ફળ એટલે જેને દુર્જનની દુષ્ટતાનો અનુભવ થઈ ગયો હોય તેવા પુરુષોને એકાએક સન ઉપર પણ વિશ્વાસ આવતો નથી. ઉષ્ણ દૂઘથી દાઝેલો બાળક છાશ પણ ફૂંકીને પીએ છે.” એક દિવસે પદ્માએ બહુ આગ્રહથી કહ્યું કે–“હે સ્વામી! તમે શા માટે ભય રાખો છો? બધા પુત્રો કાંઈ તેવા થતા નથી. શાસ્ત્રમાં ચાર પ્રકારના પુત્રો કહ્યા છે–પ્રથમ અભિજાત એટલે પિતાથી અધિક થાય તે, બીજા અનુજાત એટલે પિતાના તુલ્ય થાય છે, ત્રીજા અપજાત એટલે પિતાથી કાંઈક ન્યૂન થાય તે અને ચોથા કુલાંગાર એટલે કુલમાં અંગારારૂપ થાય છે. તેઓમાં પ્રથમ પ્રકારના પુત્ર શ્રી આદીશ્વર પ્રભુ વગેરે જેવા, બીજા પ્રકારના પુત્ર ભરતચક્રીના પુત્ર સૂર્યયશા વગેરે જેવા, ત્રીજા પ્રકારના પુત્ર સગર ચક્રવર્તીના પુત્ર જન્દુકુમાર વગેરે જેવા અને ચોથા પ્રકારના પુત્ર કોશિકરાજા જેવા સમજવા. વળી સર્વ વૃક્ષો કાંઈ કાંટાળા થતા નથી, માટે હે સ્વામી! તમે પુનઃ પાણિગ્રહણ કરો.” આવાં સ્ત્રીનાં યુક્તિપૂર્વક આગ્રહવાળાં વચનથી ઘનદત્તે કોઈ ઘનવંત શેઠની કુમુદતી નામની કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. અનુક્રમે કુમુદવતી સગર્ભા થઈ. એકદા “કોઈએ આવી રાતું કાંસાનું કચોળું લઈ લીધું એવું તેણે સ્વપ્ન જોયું. તે વાર્તા ઘનદત્તને જણાવતાં તેણે કહ્યું કે, “આપણો પુત્ર બીજાને ઘેર રહેશે.' અનુક્રમે પુત્ર પ્રસવ્યો. પૂર્વ પુત્રના ભયથી ઘનદત્તે તેને એક જીર્ણોદ્યાનમાં જઈને ત્યજી દીધો. તેને છોડીને પાછા વળતાં આકાશમાં દેવવાણી થઈ કે “હે શ્રેષ્ઠી! આ તારા પુત્રનું તારે એક સહસ્ત્ર દ્રવ્યનું ઋણ છે તે આપીને જા.” ભય પામેલા ઘનદત્તે તરત જ તેટલું દ્રવ્ય લાવીને ત્યાં મૂક્યું. પછી તે બાળકને ઉદ્યાનના માળીએ ઘેર લઈ જઈ પુત્ર તરીકે રાખ્યો. કહ્યું છે કે, “મનુષ્યો જેની ઇચ્છા કરતા નથી તેવી વસ્તુ સહજમાં પ્રાપ્ત કરે છે અને જેની હંમેશાં ઇચ્છા કરે છે તે કદી પણ પ્રાપ્ત થતી નથી. અહો! વિઘાતાનું વિપરીતપણું પણ કેવું છે?” ઘનદત્ત શેઠને ત્યાર પછી પૂર્વના જેવા જ સ્વપ્નથી સૂચિત બીજો પુત્ર થયો. ઘનદત્તે તેને પણ પૂર્વની જેમ છોડી દીધો. તે સમયે આકાશવાણી થઈ કે, “શ્રેષ્ઠી! આ કુમારનું તારે દશ હજારનું કરજ છે તે મૂકીને પછી જા.” તેણે તેવી રીતે કર્યું. તે ત્યાગ કરેલો પુત્ર કોઈ ઘનપતિ લઈ ગયો. પછી શુભ સ્વપ્નથી સૂચિત ત્રીજો પુત્ર થયો. સ્ત્રીએ ઘણું વાર્યા છતાં પણ શ્રેષ્ઠી તેને તજી દેવા ઉદ્યાનમાં ગયો. ત્યાં દિવ્ય વાણી થઈ કે, “અરે શ્રેષ્ઠી! આની પાસે તારું કોટાનકોટી દ્રવ્યનું લેણું છે, તે લીઘા વગર એને શા માટે છોડી દે છે?” આવી વાણી સાંભળી હર્ષિત થઈને તેને પાછો લાવી સ્ત્રીને અર્પણ કર્યો, અને તેનું મહાનંદ એવું નામ પાડ્યું. મહાનંદકુમાર પ્રતિદિન વૃદ્ધિ પામતો સતો યૌવનને પ્રાપ્ત થયો. અનુક્રમે તે સર્વ કળાઓનું પાત્ર થયો. બાલ્યવયમાં જ તેણે સમકિતમૂળ શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. તેમાં છઠ્ઠા દિગ્વિરતિ વ્રતમાં ચાર દિશાએ તિરછા સો સો યોજનનું પરિમાણ રાખ્યું. યૌવનવયમાં આવતાં પિતાએ તેને એક ઘનાઢ્ય શ્રેષ્ઠીની કન્યા પરણાવી. પછી વ્યાપાર કરતાં અલ્પ દિવસમાં કોટીગમે દ્રવ્ય તેણે સંપાદન કર્યું. दातव्यलभ्यसंबंधो, वज्रबंधोपमो ध्रुवं । धनश्रेष्ठीह दृष्टांत-स्त्रीकुपुत्रसुपुत्रयुक् ॥१॥ ભાવાર્થ-“આ સંસારમાં લેણાદેણાનો જે સંબંઘ છે તે નિશ્ચયે (ખરેખર) વજબંઘના જેવો છે. તેના ઉપર ત્રણ કુપુત્ર અને એક સુપુત્રવાળા ઘનશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે.” Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ મહાનંદકુમારે સાત કોટી દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપર્યું. એક વખતે કોઈ યોગી આકાશગામિની વિદ્યા સાથવા માટે કોઈ ઉત્તરસાઘકને શોઘતો હતો. તેણે મહાનંદકુમારને જોઈને કહ્યું કે– હે પુણ્યવાનું! તમે મને સહાય કરો કે જેથી મારી વિદ્યાની સિદ્ધિ થાય.” મહાનંદે તે કબૂલ કર્યું, અને રાત્રે પર્વતના કોઈ ભાગમાં તે યોગીની સાથે ગયો. ત્યાં યોગીના મંત્ર-જપના બળથી કોઈ દેવી પ્રગટ થઈને બોલી કે, “હે યોગી! હું તારા ઉત્તરસાઘકને વિદ્યા આપું છું; તારા કર્મમાં તે વિદ્યા નથી, અને વિઘાતા પણ કર્મમાં હોય તેથી અધિક આપવાને સમર્થ નથી.” કહ્યું છે કે ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडभांडोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपिटके भिक्षाटनं कारितो सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥४॥ ભાવાર્થ-“જેણે આ બ્રહ્માંડરૂપી ભાજન બનાવવા માટે બ્રહ્માને કુંભાર કરેલો છે, વિષ્ણુને દશ અવતાર લેવાના મહા સંકટમાં નાખ્યો છે, અને શિવને ખોપરીનું પાત્ર લઈ ભિક્ષાટન કરાવેલું છે, તેમજ જે હમેશાં સૂર્યને આકાશમાં ભમાવે છે, તે કર્મને નમસ્કાર છે.” આ પ્રમાણે કહી તે દેવી વીજળીની જેમ અંતર્ધાન થઈ ગઈ. મહાનંદકુમારને મહાવિદ્યા પ્રાપ્ત થઈ તો પણ સંવરને ઘારણ કરનાર સાઘુની જેમ તેણે તે વાત કોઈને જણાવા દીધી નહીં, અને સમુદ્રની જેમ પોતે કરેલી દિમર્યાદાનું ઉલ્લંઘન પણ કર્યું નહીં. અનુક્રમે મહાનંદને એક પુત્ર થયો. એક વખતે તે બાળકને દુષ્ટ સર્પે દંશ કર્યો. ત્યારે ઘનદત્ત શ્રેષ્ઠીએ તેને નિર્વિષ કરવા માટે આખા શહેરમાં પડહ વગડાવ્યો. તે સાંભળી એક વિદેશી બ્રાહ્મણે કહ્યું કે, “હે શ્રેષ્ઠી! અહીંથી મારું નગર એકસો દશ યોજન દૂર છે. ત્યાં મારી સ્ત્રી ઘણી વિદ્યાવાળી છે. જો કોઈ તેને અહીં લઈ આવે તો આ બાળક સદ્ય સજીવન થાય.” તે સાંભળી ઘનદત્તે મહાનંદને કહ્યું કે, “હે પુત્ર! વિદ્યાના બળથી તું સદ્ય ત્યાં જા અને તે સ્ત્રીને લઈ આવ.' મહાનંદે પોતાને દિગ્વિરતિ વ્રતનો જે નિયમ છે તે કહ્યો. ઘનદત્તે દરેક વ્રતમાં છ આગાર રહેલા છે તે સમજાવીને કહ્યું કે, “આ કારણે જવામાં તને દોષ નથીતથાપિ મહાનંદે માન્યું નહીં. તે વાત સાંભળી તે નગરના રાજાએ આવીને કહ્યું કે, “હે મહાનંદ! આ નાના બાળકને જીવિત આપવા જેવો બીજો ઉત્કૃષ્ટ ઘર્મ કોઈ નથી; અને તેવા ઘર્મકાર્યમાં અને તીર્થયાત્રામાં એક હજાર યોજન જવામાં પણ ગૃહસ્થને કાંઈ દોષ લાગતો નથી.” તથાપિ મહાનંદે તે વાત કબૂલ કરી નહીં. ત્યાં રહેલા બીજા અનેક લોકો કહેવા લાગ્યા કે, “અરે! આ મહાનંદનું હૃદય કેવું કઠોર છે કે આવી બાળહત્યાથી પણ તે ભય પામતો નથી!” મહાનંદે રાજાને પ્રણામ કરીને કહ્યું કે, “સ્વામી! આ પુત્ર અને પ્રાણથી પણ પ્રિય છે, પણ તેનાથી પણ મને ઘર્મ અધિક પ્રિય છે; માટે સ્વીકાર કરેલા વ્રતને કલ્પાંતે પણ હું છોડીશ નહીં.” તે સાંભળી રાજા બોલ્યો-“મહાનંદ! જો તું ઘર્મિષ્ઠ હોય તો તારું માહાભ્ય સર્વને બતાવ.” તે સમયે મહાનંદની નિશ્ચલતાથી આનંદ પામીને વિદ્યાદેવી બોલી કે “અરે કુમાર! જળની અંજલિ વડે તે બાળકને તું Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૩] દિગ્વિરતિ વ્રતનું ફળ ૧૫૫ સિંચન કર.” આ સાંભળી મહાનંદે તેમ કર્યું એટલે તત્કાળ બાળક વિષરહિત થઈ ગયો અને લોકોમાં જૈન ઘર્મનો ઘણો મહિમા થયો. એક વખતે ઘનદત્તશેઠની પ્રેરણાથી પોતાના કુટુંબનો પૂર્વભવ પૂછવા માટે મહાનંદકુમાર આકાશમાર્ગે સીમંઘરપ્રભુની પાસે ગયો. ત્યાં પ્રભુને પ્રણામ કરીને તેણે પોતાના કુટુંબનો પૂર્વભવ પૂછ્યો. પ્રભુ બોલ્યા–“ઘનપુર નગરમાં સુઘન નામે શ્રેષ્ઠી હતો. તેને ઘનશ્રી નામે સ્ત્રી હતી. તે સુઘન શ્રેષ્ઠીને ઘનાવહ નામે એક બાલમિત્ર હતો. તેઓ બન્ને સાથે વ્યાપાર કરતા હતા. સુઘન પોતાના મિત્રનું ઘન ઘરમાં વાપરતો. તેમ વાપરતાં તેણે સો સોનૈયા દ્રવ્ય તેનું બગાડ્યું. બીજા કોઈ એક વણિકના વીશ સોનૈયા આપવાના હતા તે તેણે ઉતાવળથી આપ્યા નહીં એટલે તેની પાસે જ રહી ગયા. ત્રીજા કોઈ વણિકે સુઘનનું લેણું આપતાં દશ સોનૈયા બ્રાંતિથી વધારે આપી દીધા. સુઘનના જાણવામાં તે વાત આવી, પણ તેણે લોભથી પાછા આપ્યા નહીં. આ ત્રણ શલ્યની તેણે ગુરુ પાસે આલોચના પણ કરી નહીં. અન્યદા તેણે કોઈ સાઘર્મીને એકસો સોનૈયા આપીને યાવજીવિત સુખી કર્યો. કહ્યું છે કે, “મૂચ્છિત થયેલા માણસને તે અવસરે જો એક અંજલિ જળ આપ્યું હોય તો તે મરતો બચી જાય છે, પણ તેના મૃત્યુ પામ્યા પછી સો ઘડા પાણી રેડે તો પણ તેથી કાંઈ થતું નથી.” અનુક્રમે સુઘન, ઘનશ્રી, તેનો મિત્ર, પેલા બે વણિક અને પેલો સાઘર્મી એ છયે જણા શ્રાવકધર્મ પાળી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તે સ્ત્રી પુરુષ ઘનદત્ત અને કુમુદવતી નામે તારા માતા પિતા થયા અને બાકીના ચાર તેના પુત્રો થયા. તેમાં સુઘનનો જીવ તે તારો પિતા અને પેલા સાઘર્મિકનો જીવ તે તું થયો છું. તારા પિતાને જે પહેલો પુત્ર થયો હતો તે ઘનાવહનો જીવ હતો. પૂર્વે તારા પિતાએ પોતાના મિત્ર ઘનાવણની સો સોનૈયાની હાનિ કરી હતી તેથી તેણે પુત્ર થઈને તેનું સર્વસ્વ ગુમાવ્યું. તેણે મનમાં ઘર્મનિંદા કરી હતી તેથી તે અલ્પ આયુષ્યવાળો થયો. બે વચલા પુત્ર જે તારા પિતાને થયા હતા, તેમનું પૂર્વભવનું દેવું હતું, તેથી તે પચાસગણું ને હજારગણું આપવું પડ્યું. આ કુમુદવતીએ પૂર્વભવમાં એક વખતે પોતાના ઘરની મહિષી (ભેંસ)ને બે પાડા અવતર્યા હતા ત્યારે એવું દુર્બાન કર્યું હતું કે, “જો કોઈ આ બે પાડાને હરી જાય તો સારું.' આવા દુર્ગાનથી આ ભવમાં તેને બે પુત્રોનો જન્મતાં જ વિયોગ થયો.” આ પ્રમાણે શ્રી સીમંઘરપ્રભુ પાસેથી પૂર્વભવ સાંભળી મહાનંદકુમાર ઘણો આનંદ પામ્યો, અને નિસંદેહ થઈને પોતાને ઘેર આવ્યો. ત્યાં તે સર્વ વૃત્તાંત તેણે માતાપિતાને જણાવ્યો. તે સાંભળી તેના માતાપિતા વૈરાગ્ય પામી દીક્ષા લઈને સ્વર્ગે ગયા. મહાનંદકુમારે પોતાના પેલા બે સહોદર બંને શોધી કાઢી ઘર્મ પમાડ્યો. પછી પોતે યોગ્ય સમયે દીક્ષા લઈ માહેંદ્ર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને સિદ્ધિને પામશે. “આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓએ જેમાં દિશાઓનો ઘણો સંક્ષેપ કરાય છે તેવા દિગ્વિરતિ વ્રતને સ્વીકારી કષ્ટમાં પણ પોતાની બુદ્ધિ નિશ્ચલ રાખી ઘનદત્ત શેઠના પુત્ર મહાનંદકુમારની જેમ તે વ્રતનું પાલન કરવું.” Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ વ્યાખ્યાન ૧૧૪ બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ सकृत्सेवोचितो भोगो, ज्ञेयोऽन्त्रकुसुमादिकः । मुहुः सेवोचितस्तूप-भोगः स्वर्णांगनादिकः॥१॥ ભાવાર્થ-“એક વખત સેવવા યોગ્ય અન્ન, પુષ્પ વગેરે તે ભોગ કહેવાય છે અને વારંવાર સેવવા યોગ્ય સુવર્ણ, સ્ત્રી વગેરે તે ઉપભોગ કહેવાય છે.” આ ભોગપભોગ નામનું બીજું વ્રત, ભોગથી અને કર્મથી બે પ્રકારનું છે. તેમાં ભોગ બે પ્રકારનો છે. જે એક વાર કોઠામાં ક્ષેપન કરવા વગેરેથી ભોગવાય તે ભોગ, જેવા કે આહાર, પુષ્પ વગેરે અને જે વારંવાર શરીરના બાહ્ય ભાગથી જ ભોગવાય તે ઉપભોગ, જેવા કે સુવર્ણ, સ્ત્રી વગેરે. આ ભોગપભોગ વ્રત ભોગવવા યોગ્ય વસ્તુઓનું પરિમાણ કરવાથી થાય છે. કહ્યું છે કે-“જેમાં યથાશક્તિ ભોગપભોગ વસ્તુની સંખ્યા વગેરેનું પરિમાણ થાય તે ભોગપભોગમાન નામે બીજું ગુણવ્રત કહેવાય છે.” આ જગતમાં ભોગોપભોગની વસ્તુઓ અપરિમિત છે, તેથી શ્રાવકે તેનું પરિમાણ કરવું જોઈએ. મુખ્યવૃત્તિએ ઉત્સર્ગ માર્ગે તો શ્રાવકે અચિત્તભોજી (અચિત્ત એટલે નિર્જીવ પ્રાસુક અને ભોજી એટલે આહાર-પાણી કરનાર) જ થવું જોઈએ, પણ જો તેમ ન બની શકે તો સચિત્ત વગેરેનું પરિમાણ બાંઘવું. તે પરિમાણ બાંઘવા યોગ્ય વસ્તુ આ પ્રમાણે– સચિત્ત - વ્ર - વિગ૬ - વાહિં - તવોન - વલ્થ - કુસુમેસુI વાહ - સંય – વિવ - વંમ - લિસિ - ન્હા - મસુI. સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપાનહ, તાંબૂલ, વસ્ત્ર, પુખ્ત, વાહન, શય્યા, વિલેપન, બ્રહ્મચર્ય, દિશાગમન, સ્નાન અને ભક્તપાન આ ચૌદ પ્રકારના નિયમો કરવાના છે. - (૧) જે સજીવ વસ્તુ તે સચિત્ત કહેવાય છે. તે સજીવ દ્રવ્ય પૂર્વાચાર્યે કહેલી ગાથા વડે જાણી લેવાં. તેમાં પિષ્ટ (લોટ) નું સચિત્તપણું આ પ્રમાણે કહેલું છે–શ્રાવણ તથા ભાદ્રપદ માસમાં પાંચ દિવસ સુધી ચાળ્યા વગરનો મિશ્ર રહે છે. આસો અને કાર્તિક માસમાં ચાર દિવસ મિશ્ર રહે છે, માગશર અને પોષ માસમાં ત્રણ દિવસ મિશ્ર રહે છે, માઘ અને ફાલ્ગન માસમાં પાંચ પહોર મિશ્ર રહે છે, ચૈત્ર અને વૈશાખ માસમાં ચાર પહોર સુઘી મિશ્ર રહે છે, અને જેઠ તથા અષાઢ માસમાં ત્રણ પ્રહર મિશ્ર રહે છે. ત્યાર પછી તે અચિત્ત થઈ જાય છે. પણ જો ચાળ્યો હોય તો એક મુહર્ત પછી અચિત્ત થાય છે. અચિત્ત થયા પછી કેટલે કાળે પાછો બગડે છે, તે વિષે કોઈ ગ્રંથમાં લખેલું જોવામાં આવતું નથી. પણ જ્યાં સુધી તેના વર્ણાદિ બદલાય નહીં અથવા એળ વગેરે જીવાત પડે નહીં ત્યાં સુધી તે કહ્યું છે. હવે જળને માટે સચિત્ત અને અચિત્તપણું આ પ્રમાણે છે : કાચું પાણી તો સર્વથા સચિત્ત જ છે. જો ગૃહસ્થ હંમેશાં તેને ત્યજી દેવાને અશક્ત હોય તો તેણે એક અથવા બે ઘડા વગેરેનું પરિમાણ કરવું. પક્વ (ઉકાળેલું) જળ પણ અમુક કાળ સુઘી અચિત્ત રહે છે. તે વિષે લખ્યું છે કે, “અગ્નિ ઉપર ત્રણ ઉકાળા આવે ત્યારે જળ પ્રાસુક થાય, તેવું જળ સાઘુને કહ્યું. પણ તેમાં એટલું વિશેષ કે ગ્લાન વગેરેને માટે ત્રણ પહોર ઉપરાંત એક મુહૂર્ત સુધી તે રાખી શકાય. તે અચિત્ત જળને મૂકવાનું પણ જો યોગ્ય સ્થાન ન હોય તો તે એક મુહૂર્તની અંદર પણ સચિત્ત થઈ Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૪] બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ ૧૫૭ જાય છે. જો ત્રિફળા અથવા રાખ કે ચૂના વગેરેથી પ્રાસુક કર્યું હોય તે ત્રણ મુહૂર્ત (છ ઘડી) પછી પ્રાસુક થાય છે એમ શ્રી જિનેંદ્રપ્રભુએ કહ્યું છે; અને પ્રાસક કર્યા પછી પાછું છ ઘડીએ તે સચિત્ત થાય છે એમ રત્નસંચય નામના ગ્રંથમાં લખ્યું છે. વળી કહ્યું છે કે ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર પછી જળ સચિત્ત થાય છે. શીતકાળની ઋતુ સ્નિગ્ધ છે તેથી શિશિર ઋતુમાં ચાર પહોર પછી જળ સચિત્ત થાય છે અને વર્ષાઋતુ અતિ સ્નિગ્ધ છે તેથી તેમાં પ્રાસુક જળ ત્રણ પહોરે સચિત્ત થઈ જાય છે. ઉપર કહેલી મર્યાદાથી અધિક કાળ સુધી જો રાખવું હોય તો તેમાં ક્ષાર, ચૂનો અથવા બકરાની લીંડીઓ નાખવાથી તે સચિત્ત થતું નથી. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારના ૧૩૬મા દ્વારમાં કહેલું છે તે જાણી લેવું. હવે તે જળ બહારના અગ્નિ વગેરે શસ્રના સંપર્કથી વર્ણ ગંધ વગેરે બદલાઈને અચિત્ત થાય ત્યારે વાપરવું, પણ જે સ્વભાવે કરી અચિત્ત થયું હોય તે વાપરવું નહીં. મહાજ્ઞાનીઓ પણ બાહ્ય શસ્ત્રના યોગ વિના અચિત્ત થયેલા જળને ગ્રહણ કરતા નથી; કારણ કે તેમ કરવાથી વ્યવહારમર્યાદા વિચારતાં ઘણા દોષ લાગવાનો ભય રહે છે. તે ઉપર એક કથાપ્રસંગ છે– એક વખતે શ્રી વીરપ્રભુ ઘણા શિષ્યો સાથે વિહાર કરતા હતા. માર્ગમાં એક અચિત્ત સરોવર (સૂર્યના પ્રચંડ તાપ આદિ કારણે) તેમના જોવામાં આવ્યું. તેમાં ત્રસ જીવ કે સેવાળ પણ બિલકુલ નહોતી, તથાપિ તેમણે પોતાના તૃષાતુર શિષ્યોને તે જળ પીવાની આજ્ઞા આપી નહીં. તેવી જ રીતે એક વખત વિહાર કરતાં ઘણા શિષ્યો બહુ જ ક્ષુધાતુર થયા અને દેહચિંતાથી* પીડિત થયા, તે વખતે અચિત્ત તલનું ભરેલું ગાડું જોવામાં આવ્યું, તેમજ બાહ્ય શસ્ત્ર વિના થયેલ અચિત્ત સ્થંડિલ પણ દીઠી તે છતાં તે તલ વાપરવાની કે તેવા સ્થંડિલ ઉપર લ્લે જવાની આજ્ઞા આપી નહીં, કારણ તેઓએ પણ શ્રુતજ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે કે, જેથી સામાન્ય શ્રુતજ્ઞાની પણ બાહ્ય શસ્ત્રના સંપર્ક વિના જળ વગેરેનું અચિત્તપણું સ્વીકારે નહીં; અને કેટલીક અચિત્ત વસ્તુઓ પણ નિઃશંકપણે વાપરે નહીં જેમકે ગળો સૂકી હોય તો પણ તે ઉપર જળ સિંચન કરવાથી તે સચિત્ત થઈ જાય છે. વળી એમ સાંભળ્યું છે કે, ઉદરમાંથી વિષ્ટા દ્વારા નીકળેલા કેટલાક સખ્ત ચીભડાના બીજ પાક્યા વિના નીકળેલા હોવાથી ઊગી નીકળે છે; એથી અચેતન વસ્તુમાં પણ યતના કરવા યોગ્ય છે. આ સચિત્ત અને આ અચિત્ત વિષેની સ્પષ્ટતા બહુશ્રુતના મુખથી નિશ્ચયપૂર્વક કરીને પછી સાતમું વ્રત ગ્રહણ કરવું. તેમાં સચિત્તાદિ સર્વ ભોગ્ય વસ્તુઓના નામ લઈ લઈને જ એનો નિયમ કરવો. આનંદ પ્રમુખ શ્રાવકે કરેલ છે તેમ. જે સર્વથા સચિત્ત વસ્તુનો ત્યાગ કરવા અશક્ત હોય તેમણે પ્રતિદિન એક બે ઇત્યાદિ સંખ્યાથી નિયમ કરવો. એ પ્રકારે જુદી જુદી વસ્તુ પ્રતિદિન ફેરબદલ કરતાં સર્વ સચિત્તનું ગ્રહણ થઈ જાય, અને વિશેષ વિરતિ ન થાય. પણ જો નામ સાથે અમુક અમુક વસ્તુ રાખીને બાકીની સચિત્ત વસ્તુનો યાવજ્જીવ નિયમ કર્યો હોય તો તેથી બાકીની બધી સચિત્ત વસ્તુનો ત્યાગ થઈ જવાથી સ્પષ્ટ રીતે ઘણું ફળ થાય. તે વિષે પૂર્વસૂરિનું વચન છે કે “જેઓ પુષ્પ, ફળ, રસ, મદિરા, માંસ અને મહિલાનો સ્વાદ જાણતાં છતાં તેનો ત્યાગ કરીને વિરતિ થાય છે તેવા દુષ્કરકારકને હું વંદના કરું છું.” સર્વ સચિત્ત વસ્તુના ત્યાગ વિષે અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દૃષ્ટાંત ઉવવાઈ * વડીનીતિ—સ્થંડિલ જવું તે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ (ઔપપાતિક) સૂત્રમાં તથા ભગવતીસૂત્રમાં કહેલું છે, તે આ પ્રમાણે-અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોએ શ્રી વિરપ્રભુ પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા હતાં. તેમાં સચિત્તનો તેમજ અદત્તાદાનનો સર્વથા ત્યાગ કરેલો હોવાથી તેઓ બીજાના આપેલા પ્રાસુક અન્નજળનો જ આહાર કરતા હતા. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેઓ ગંગાને કાંઠે ફરતા હતા, તેવામાં તેમને અતિ તૃષા લાગી. તૃષાથી અત્યંત પીડિત થયા તો પણ તેઓ પોતે ગ્રહણ કરેલા નિયમને દૃઢપણે વળગી રહ્યા કે અમારે કદી પણ સચિત્ત અને અદત્ત જળ સર્વથા ગ્રહણ કરવું નથી. તેમણે સમીપ રહેલા ગંગાના જળને પણ સચિત્ત તેમજ અદત્ત ઘારી ગ્રહણ કર્યું નહીં; અને “અહો! આ અપૂકાય જીવ અમારા કુટુંબી હોવાથી હણવા યોગ્ય નથી' આવું ચિંતવન કરતાં તેઓ ગંગાની રેતીમાં જ અનશન કરી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ઇંદ્રસમાન (સામાનિક) દેવતા થયા. આ દ્રષ્ટાંત જાણી શ્રાવકે સચિત્ત વસ્તુનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો; અથવા પ્રત્યેક મિશ્ર વસ્તુ પ્રમુખનું પરિમાણ કરવું. તે વિષે કહ્યું છે કે, “જે નિર્દોષ આહાર, અચિત્ત આહાર અને પરિમિત આહાર વડે આત્માને ઘર્મમાર્ગે પ્રવર્તાવે છે તે ગુણવંત શ્રાવક કહેવાય છે.” તેથી પ્રથમ કહેલા ચૌદ નિયમ લીઘા વગર એક દિવસ પણ નિરર્થક જવા દેવો નહીં. (૨) હવે દ્રવ્યની વ્યાખ્યા કહે છે–સચિત્ત અને વિકૃતિ (વિગઇ) સિવાય જે વસ્તુ મુખમાં નખાય તે સર્વ દ્રવ્ય કહેવાય છે. તેના નામ ખીચડી, રોટલી, નિવીયાતાં, મોદક, લાપસી, પાપડ, ચૂરમું, કરંબો અને ક્ષીર વગેરે. કોઈ દ્રવ્ય ઘણા ઘાન્યાદિકથી નીપજેલું હોય પણ પરિણામાંતરને પામી જવાથી તે એક જ દ્રવ્ય ગણાય છે, અને એક જ ઘાન્યમાંથી બનેલી પૂરી, થૂલી, ઘૂઘરી, રોટલી, સાતપડા, માંડા, માવપુવા, ઢોકળા, ખાખરા, વડા, દહીંથરા વગેરે જુદા જુદા નામવાળા અને જુદા જુદા સ્વાદવાળા હોવાથી તે જુદા જુદા દ્રવ્ય કહેવાય છે. ફળ, ફુલ, ફળી વગેરે એક નામવાળાં છતાં પણ જુદા જુદા સ્વાદ હોવાથી તેમજ પરિણામાંતરને પામેલા નહીં હોવાથી તેનામાં બહુદ્રવ્યપણું રહેલું છે; અથવા બહુશ્રુતની આજ્ઞાથી અન્યથા રીતે પણ દ્રવ્યની સંખ્યા ગણવી. રૂપા વગેરેની શલાકા તથા હાથના અંગુલી વગેરે મુખમાં નખાય છે પણ તે દ્રવ્યમાં ગણાય નહીં. (૩) વિગઇના દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાઈમાં થયેલા સર્વ પવાન્ન એમ છ ભેદ પડે છે. આમાંથી દરરોજ બની શકે તેટલાનો ત્યાગ કરવો. (૪) ચોથો ભેદ “ઉપાનહ' એટલે પગરખાની જોડ તથા કાષ્ઠની પાદુકા. તેમાં પણ કાષ્ઠની પાવડીથી ઘણા જીવની ઘાત થાય છે, માટે તે ત્યાગ કરવા યોગ્ય છે. (૫) પાંચમો ભેદ “તાંબૂલ' એટલે પાન, સોપારી, કાથો વગેરે સ્વાદિષ્ટ દ્રવ્ય. તેમાં પત્ર તે નાગરવેલ વગેરેના સમજવા. નાગવલ્લીપત્ર હમેશાં જળથી ભીંજેલા રખાય છે તથા તેમાં લીલ, ફૂલ, કુંથવા તથા ઈડા પ્રમુખ ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને તેમની વિરાઘના થાય છે; તેથી પાપભીરુ પુરુષો તેનો રાત્રે ઉપયોગ કરતા જ નથી. તેમ છતાં જેઓ ઉપયોગ કરે છે તે દિવસે સારી રીતે શોધીને ઉપયોગ કરે છે. પ્રત્યેક સચિત્ત વસ્તુમાં એક શરીરે એક જીવ હોય છે, પણ જળાદિકમાં અસંખ્ય જીવોની વિરાધના થવાનો સંભવ છે. તે વિષે શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની વૃત્તિમાં કહ્યું છે કે, “બાદર એકેંદ્રિયમાં જ્યાં એક પર્યાપ્ત જીવ હોય છે Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૪] બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ ૧૫૯ ત્યાં અસંખ્ય અપર્યાપ્ત જીવ હોય છે, અને સૂક્ષ્મમાં જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય છે ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્ત જીવ હોય છે.’’ તેમજ શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ કહ્યું છે કે, ‘‘વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે.’’ એવી રીતે નાગરવેલના એક પાન વગેરેમાં અસંખ્ય જીવો હણાય છે અને તદાશ્રિત લીલફૂલના સંભવે તો અનંતજીવો હણાય છે, તેથી તેનો અવશ્ય નિયમ (ત્યાગ) કરવો. (૬) છઠ્ઠા નિયમમાં ‘વસ્ત્ર’ એટલે પંચાંગ વેશ—તેમાં રાતનું ઘોતિયું, પોતી કે રાત્રિએ ૫હે૨વાનું વસ્ત્ર વગેરે ન ગણવું. (૭) સાતમા નિયમમાં ‘પુષ્પ’ જે મસ્તકે અને કંઠે પહેરવાને યોગ્ય છે, તેનો નિયમ કરવો. કદી તેનો ત્યાગ કર્યો હોય તો પણ તે દેવપૂજામાં કલ્પે છે. (૮) આઠમો નિયમ ‘વાહન’ એટલે રથ, પોઠિયા તથા સુખપાલ વગેરે. (૯) નવમો નિયમ ‘શયન’ એટલે ખાટલા વગેરે. (૧૦) દશમા નિયમમાં ‘વિલેપન’ એટલે દેહના ભોગને અર્થે ચંદન, ફુલેલ, તેલ તથા અત્તર વગેરે તેનો નિયમ કરવો. તેનો નિયમ છતાં પણ દેવપૂજાદિકમાં લલાટે તિલક કરવું, હાથે કંકણ કરવું અને હાથ ઘૂપવા વગેરે કલ્પે છે. (૧૧) અગિયારમા નિયમમાં ‘બ્રહ્મચર્ય’ એટલે રાત્રિ દિવસ સંબંધી પોતાની વિવાહિત પત્ની આશ્રયી અબ્રહ્મસેવનનું પ્રમાણ બાંધવું—મોકળાપણું ટાળવું. (૧૨) બારમો નિયમ ‘દિક્પરિમાણ’ જેનો અર્થ દિગ્વિરતિ વ્રતમાં લખાયેલ છે. વળી આગળ દશમા વ્રતમાં લખીશું. (૧૩) તેરમો નિયમ ‘સ્નાન’ એટલે તેલ વગેરે ચોળી આખે શરીરે સ્નાન કરવું તે. તેનું પ્રમાણ કરવું. (૧૪) ચૌદમો નિયમ ‘ભાત' એટલે રાંધેલું ધાન્ય, સુખડી વગેરે. તેનું ત્રણ શેર, ચાર શેર વગેરે પ્રમાણ કરવું. આ પ્રમાણે ચૌદ નિયમ જેણે પૂર્વે સ્વીકાર કર્યા હોય તેણે પ્રતિદિન સંક્ષેપવા એટલે પૂર્વે જાવજ્જીવ સુધીને માટે ઘારેલા હોય તેમાંથી નિત્ય યથાશક્તિ સંક્ષેપવા, એટલે તેથી ઓછા ગ્રહણ કરવા. હમેશાં પ્રાતઃકાળે જુદા જુદા સ્પષ્ટ નામ લઈને તેનો નિયમ કરવો અને રાત્રે તેનો સંક્ષેપ કરવો. આ પ્રમાણે નિયમ ઘારવા વિષે કુમારપાળ રાજાનો પ્રબંધ છે તે આ પ્રમાણે– રાજા કુમારપાળ આ સાતમા વ્રતને વિષે ચૌદ નિયમ પ્રતિદિન ધારતા હતા. તેમાં તે રાજા દિવસે સચિત્તમાં એક નાગરવેલના પાન જ રાખતા. તેના પણ આઠ બીડા રાખતા હતા અને રાત્રે તો ચતુર્વિધ આહારના પચખાણ કરતા હતા. વર્ષાઋતુમાં એક ઘીની વિકૃતિ (વિગઇ) જ છૂટી, સર્વે જાતની લીલોતરીનો ત્યાગ, તપમાં સર્વદા એકાસણું, પારણા અને ઉત્તરપારણા સિવાય દિવસે બ્રહ્મચર્ય; સર્વ પર્વમાં શીલ પાળવું અને સચિત્ત તથા વિગઇનો ત્યાગ, ઇત્યાદિ નિયમોમાં તત્પર રહેતા હતા. ભોગોપભોગમાં જો કે નિઃસ્પૃહ હતા તો પણ રાજધર્મના પરવશપણાને લીધે પરિમિત Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ અને નિષ્પાપ ભોગોપભોગ આચરતા હતા. આ પ્રમાણે વર્તવાથી તેમણે પંદર કર્માદાનથી આવતી આવકનો નિષેઘ કરી તેના લિખિત પટ્ટાને પણ ફાડી નાખ્યા હતા. “ઉપર પ્રમાણે ભોગપભોગમાં વિરક્ત અને પરદ્રવ્યમાં નિઃસ્પૃહ એવા પરમાર્હત કુમારપાળે આ સાતમું વ્રત ગ્રહણ કર્યું હતું.” વ્યાખ્યાન ૧૧૫ ચાર મહાવિગઇનો ત્યાગ આ ભોગોપભોગમાન વ્રતમાં બાવીશ પ્રકારના અભક્ષ્યનો પણ ત્યાગ કરવો જોઈએ; તે બાવીશ અભક્ષ્યમાં પ્રથમ ચાર મહાવિકૃતિનું સ્વરૂપ કહે છે– मद्यं द्विधा समादिष्टं, मांसं त्रिविधमुच्यते । क्षौद्रं त्रिधाऽपि त्याज्यं च, म्रक्षणं स्याच्चतुर्विधम् ॥१॥ ભાવાર્થ-“મદ્ય બે પ્રકારનું કહેવું છે, માંસ ત્રણ પ્રકારનું કહેવાય છે, મધુ ત્રણ પ્રકારનું છે અને માખણ ચાર જાતનું હોય છે–એ સર્વ ત્યાગ કરવા યોગ્ય છે.” આ ચારે મહાવિકૃતિઓને અભક્ષ્ય જાણી વિવેકી પુરુષોએ ત્યજી દેવી. કારણ કે તેમાં તત્સમાન રંગના, જોવામાં આવી શકે નહીં તેવા, અનેક જીવોની ઉત્પત્તિ થયા કરે છે. (૧) મદ્ય કાષ્ઠ અને પિષ્ટથી ઉત્પન્ન થતું હોવાથી બે પ્રકારનું છે. સર્વ અભક્ષ્યમાં પ્રથમ મદ્યનું ગ્રહણ તેને સર્વથી મહા અનર્થના હેતુભૂત જાણીને કરેલું છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, “મદ્ય દુર્ગતિનું મૂળ છે અને તે લજ્જ, લક્ષ્મી, બુદ્ધિ તથા ઘર્મનો નાશ કરનારું છે.” વળી કહ્યું છે કે-“મદ્યપાન વડે ઉન્મત્ત થયેલો પુરુષ, બાળા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી અને ચંડાળી ગમે તેવી પરસ્ત્રીને પણ ભોગવે છે. એક વખત કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથને પૂછ્યું કે, “સ્વામી! આ મારી નગરીનો વિનાશ શા વડે થશે?” પ્રભુ બોલ્યા-“મદિરાથી.” તે સાંભળી કૃષ્ણ આખા નગરમાંથી મદિરાને કઢાવી નાખી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન બન્ને દૂર વનમાં ગયા હતા. ત્યાં એક નાળામાં પડેલી સડેલી મદિરા જોઈને તેનું પાન કર્યું. પછી મદવિહ્વળ થઈ તેમણે દ્વૈપાયન ઋષિને બાંધ્યા અને માર્યા. તત્કાળ તે ઋષિએ “હું યાદવોનો તથા તેના નગરનો દાહક થાઉં.” એવું નિયાણું કર્યું. તે સાંભળી બળરામ અને કૃષ્ણ તેમની પાસે આવ્યા અને પ્રણામ કરી ક્ષમા માગી બહુ કાલાવાલા કર્યા. ત્યારે ઋષિ બોલ્યા કે-“હું તમારા બે વિના બીજા સર્વને હણીશ.” બળરામ અને કૃષ્ણ ઘણું સમજાવ્યા, પણ તેઓ સમજ્યા નહીં. અનુક્રમે તે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયા. તરત જ તે ક્રોધાયમાન થઈને યદુપુરીને દહન કરવા આવ્યા. તે સમયે નગરીના લોકોએ બાર વર્ષ સુધી *આચાર્લી વ્રત કર્યું, તેથી તે તેમનો પરાભવ કરી શક્યા નહીં. અન્યદા કોઈ લૌકિક પર્વમાં લોકોએ આચાર્લી કર્યું નહીં, એટલે તે છળ પામી તેણે આખી દ્વારિકાનગરી બાળી નાખી. બળરામ અને કૃષ્ણ જીવતા બહાર નીકળ્યા. રોહિણી, દેવકી અને વસુદેવ નગરની પ્રતોળીમાં દબાઈ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. એમ સંભળાય છે કે, “મદ્યથી અંઘ થયેલા એવા શાંબે સર્વ યાદવકુળને હણી નાખ્યું અને પિતાની નગરીને પણ બાળી નાખી; અર્થાત્ તેના કારણભૂત થયા.” * છયે વિગયના ત્યાગ સહિત એકવાર જમવું તે (આંબિલ). Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૫] ચાર મહાવિગઇનો ત્યાગ ૧૬૧ મદ્યના ત્યાગ વિષે પંચમકાળમાં ઉત્પન્ન થયેલા અંબાગણિઆ શ્રાવકનો સંબંધ છે. *તે શ્રાવકની જેમ મદ્યનો ત્યાગ કરવો. (૨) માંસ ત્રણ પ્રકારનું છે. જળચર માંસ, સ્થલચર માંચ અને ખેચર માંસ અથવા ચર્મ, રુધિર અને માંસ એવા પણ ત્રણ ભેદ છે. માંસ પણ અત્યંત દુષ્ટ છે. કહ્યું છે કે, आमासु अ पक्कासु अ, विपच्चमानासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ णिओअजीवाणं ॥ ભાવાર્થ-“કાચા માંસમાં, પક્વ માંસમાં, રંઘાતા માંસમાં અને તેની પેશીઓમાં તેના જેવા વર્ણવાળા નિગોદીઆ (લીલફુલ આશ્રયી) અનંત જીવો નિરંતર ઉત્પન્ન થાય છે.” વળી યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા અસંખ્ય સંમૂર્ણિમ જીવોની સંતતિ વડે દૂષિત એવું માંસ જે નરકના માર્ગમાં પાથેય સમાન છે, તેનું કયો બુદ્ધિમાન ભક્ષણ કરે?” માંસમાં અનંતા નિગોદીઆ જીવ ક્ષણે ક્ષણે વિસામા વગર પુનઃ પુનઃ ઉત્પન્ન થયા કરે છે, આ પ્રમાણે તે શ્લોકની ટીકામાં કહેલું છે. વળી લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું માંસ વિષ્ટારૂપ કહેવાય છે. વળી તે પુરિષમાંથી ઉત્પન્ન થાય છે તેથી ઉત્તમ પુરુષે તેનો ત્યાગ કરવો.” વળી “અગ્નિ, મધુ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ છ વસ્તુ પંડિતોએ પોતે ગ્રહણ કરવી નહીં, તેમ કોઈને આપવી પણ નહીં.” સ્માર્નલોકો કહે છે કે न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥१॥ ભાવાર્થ_“માંસ ભક્ષણ કરવામાં, મદ્ય પીવામાં અને મૈથુન સેવવામાં કાંઈ દોષ નથી. એ તો પ્રાણીમાત્રની પ્રવૃત્તિ છે; પણ જો તેથી નિવૃત્તિ રાખે તો તે મોટું ફળ આપે છે.” આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો અયોગ્ય છે; કારણ કે જે આચરવાથી દોષ નથી લાગતો, છતાં તેથી નિવૃત્તિ કરવાથી તે મહા ફળ આપે છે એવો અર્થ દેખીતો જ અઘટિત છે; અને તેવો અર્થ કરવાથી તો નિર્દોષ એવા શુભ ઘર્મથી પણ નિવૃત્તિ કરવાનો પ્રસંગ આવે, તેથી એ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો યોગ્ય છે–“માંસ ભક્ષણ કરવામાં અદોષપણું નથી (માંસ મળsોષો ન) એવી રીતે મદ્ય પીવામાં અને મૈથુન સેવવામાં પણ અદોષપણું નથી, કારણ કે તે મદ્ય, માંસ ને મૈથુન પ્રાણીઓની ઉત્પત્તિનાં સ્થાન છે, અર્થાત્ તેમાં અસંખ્યાતા ને અનંતા જીવો ઊપજે છે. અહીં જીવોની ઉત્પત્તિરૂપ પ્રવૃત્તિ સમજવી; તેથી મદ્ય, માંસ ને મૈથુનની નિવૃત્તિ કરવી તે મહા ફળવાળી છે.” વળી માંસ અગ્નિ પ્રમુખ ઉપાયથી પણ અચિત્ત થતું નથી; બીજી સર્વ વસ્તુઓ ઉપાયથી પ્રાસુક થાય છે પણ માંસ તો કદી પણ થતું નથી. એથી જ તેને માટે ઉપર કહેલી ગાથામાં (માસુ ) ઇત્યાદિ પદ છે. વળી માંસ સિવાય બીજી વસ્તુઓ અગ્નિ વગેરે શસ્ત્રથી અચિત્ત થાય છે પણ અગ્નિથી સંસ્કાર કરાતા માંસમાં તે વખતે પણ નિગોદીઆ જીવો ઉત્પન્ન થયા કરે છે. તેથી ઉપરની ગાથામાં (વિવમનાતુ) એવું પદ છે. વળી કહ્યું છે કે, “જે પુરુષ સેંકડો કૃમિથી * આ સંબંઘ જાણવામાં આવ્યો નથી. ભાગ ૨-૧૧). Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ આકુળ, પરુ, રુધિર અને ચરબીથી મિશ્રિત એવા માંસનું ભક્ષણ કરે છે, તે પુરુષને શુદ્ધ બુદ્ધિવાળા પુરુષો શ્વાન જેવો જ ગણે છે.’’ (૩) હવે મધ ત્રણ પ્રકારનું છે, માક્ષિક (નાની માખીથી થયેલું), કૌત્તિક (મધ્યમ માખીથી થયેલું) અને ભ્રામર (ભમરી એટલે મોટી માખીથી થયેલું.) આ ત્રણે પ્રકારનું મધ ત્યાગ કરવા યોગ્ય છે. કહ્યું છે કે, “માખીઓના મુખની લાળથી થયેલું અને લાખો જંતુઓના નાશથી બનેલું એવું ક્ષુદ્ર મઘ કે જે નરકને આપનારું છે, તેને બુદ્ધિમાન પુરુષો શા માટે સ્વીકારે?”’ પુરાણમાં પણ કહ્યું છે કે— सप्तग्रामेषु यत्पाप - मग्निना भस्मसात् कृते । तदेतत् जायते पापं मधुबिंदुप्रभक्षणात् ॥ १॥ ભાવાર્થ—“સાત ગામ બાળ્યાથી જે પાપ લાગે તેટલું પાપ એક મધના બિંદુનું ભક્ષણ કરવાથી લાગે છે.'' यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । સ યાતિ ના ધોર, સ્વાઃ સહ લંપટેઃ IIII ભાવાર્થ-જે ધર્મની ઇચ્છાથી મોહ પામી શ્રાદ્ધમાં મધ આપે છે, તે તેના ખાનારા લંપટ પુરુષોની સાથે ઘોર નરકમાં જાય છે.’’ વળી કહ્યું છે કે, જે માણસ ઔષઘની ઇચ્છાથી મઘ ખાય છે તે પણ થોડા કાળમાં ઘણું ઉગ્ર દુઃખ પામે છે, કેમકે જીવવાની ઇચ્છાએ ભક્ષણ કરેલું વિષ શું તત્કાળ જીવિતને શિક્ષા નથી કરતું? અર્થાત્ કરે છે.’’ માટે દવારૂપે પણ મધ વાપરવું નહીં. (૪) હવે માખણ ચાર પ્રકારનું છે—ગાયનું, ભેંસનું, બકરીનું અને ગાડરનું. તેના દોષ વિષે કહ્યું છે કે, “જેમાં સૂક્ષ્મ શરીરવાળા પ્રાણીઓ નિરંતર ઊપજે છે એવું માખણ તેને સેવનારા પ્રાણીઓને તેના પાપથી તત્કાળ નરકગતિ આપે છે.’’ છાશમાંથી બહાર કાઢીને રાખેલા માખણમાં એક અંતર્મુહૂર્તમાં ઘણા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે તેવા માખણનું વિવેકી પુરુષો કેમ ભક્ષણ કરે? એવી રીતે ઉપર કહેલી ચાર વિગઈને અભક્ષ્ય (ભક્ષણ કરવાને અયોગ્ય) જાણી ધર્મજ્ઞ એવા વિવેકી પુરુષોએ ત્યજી દેવી. કારણ કે તેમાં તત્સમાન વર્ણવાળા તાતીય અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે કે જે આપણા જેવા સામાન્ય જીવોની સૃષ્ટિને અગોચર છે; અતંદ્રિય જ્ઞાનીઓ તેને જોઈ શકે છે. કહ્યું છે કે— मज्जे महुंमि मंसंमि, नवनीयंमि चउत्थए । उवज्जति अणंता, तव्वण्णा तत्थ जंतुणो ॥ १ ॥ ભાવાર્થ—“મદ્ય, મધુ, માંસ અને માખણમાં તેના જેવા વર્ણવાળા અનંતા જીવો ઊપજે છે.’’ અહીં મદ્ય વગેરેના વર્ણ જેવા જ વર્ણવાળા અનંતા નિગોદરૂપ જંતુ ઉત્પન્ન થાય છે એમ સમજવું. એથી તે ચારે વિગઇ અભક્ષ્ય છે. આ ગાથાનો અર્થ કરતાં કોઈ એમ વિચાર કરે કે, નિગોદીઆ જીવ તો સર્વત્ર ચૌદ રાજલોકમાં અવારિતપણે ઊપજે છે, તેથી જો તે નિમિત્તે ત્યાજ્ય ગણીશું તો સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈશે; માટે એનો અર્થ પૂર્વે કર્યો છે તે બંધબેસતો નથી. તેનો અર્થ એમ સંભવે છે કે નિગોદીઆના જેવા સૂક્ષ્મ એટલે રસમાં ઉત્પન્ન થતા બેઇંદ્રિય જીવોની તેઓમાં ઉત્પત્તિ જાણવી.'’ આવા કારણથી કેટલીક પ્રતમાં તે ગાથાના ત્રીજા પદમાં ‘બળતા’ને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વ્યાખ્યાન ૧૧૬] ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય બદલે ‘સંવા' એવો પણ પાઠ દેખાય છે. વળી મદિરામાં રસોત્પન્ન જીવની ઉત્પત્તિને લીધે અસંખ્યાત જીવપણું શ્રી હૈમીનામમાળામાં પણ કહ્યું છે. “રસનામીદાદા:” એટલે રસથી ઉત્પન્ન થયેલા જીવ તે મદિરા વગેરેમાં ઉત્પન્ન થતાં જીવો જાણવા. એ વાક્યથી એમ સિદ્ધ થાય છે કે, મદિરામાં રસથી ઉત્પન્ન થતાં બેઇંદ્રિય જીવો અસંખ્યાતા ઊપજે, અનંતા નહીં. વળી તેમણે જ શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, “અંતર્મુહૂર્ત પછી તેમાં જીવોની ઉત્પત્તિ થાય છે.” આ શ્લોકમાં જીવની ઉત્પત્તિનો કાળ પ્રતિપાદન કર્યો છે, તેથી નિગોદીઆ જીવોની ઉત્પત્તિ સંભવતી નથી; કારણ કે તેમની ઉત્પત્તિનો તો તેમાં તેની પૂર્વે પણ સંભવ છે, અને તેને માટે તો કાંઈ કાળનો નિયમ નથી. આ ઉપરથી એમ જણાય છે કે, ચાર મહાવિગયમાં નિગોદના જીવ વડે અભક્ષ્યપણું નથી, પણ અસંખ્ય એવા રસોત્પન્ન જીવ પડે છે. આ પ્રસંગે વિચારવા યોગ્ય છે. અત્રે પ્રસંગોપાત્ત તે ઉપર વિચાર દર્શાવ્યા છે. “ઉપર બતાવેલી ચાર વિકૃતિઓને જે ભવિ પ્રાણીઓ ત્યજે છે, તે શ્રી જૈનધર્મના ઘારક ગૃહસ્થો દેવતાદિકની સંપત્તિને પામે છે.” વ્યાખ્યાન ૧૧૬ ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય હવે બાકીના અભક્ષ્ય કહે છે– बहुजीवाकुलाभक्ष्यं, भवेदुंबरपंचकम् । हिमं विषं तथा त्याज्याः, करकाः सर्वमृत्तिकाः॥१॥ ભાવાર્થ-“ઘણા જીવોથી વ્યાપ્ત એવા ઉદુંબર વગેરે પાંચ જાતિના ફળો અભક્ષ્ય છે, તથા બરફ, વિષ, કરા અને સર્વ જાતની મૃત્તિકાઓ પણ અભક્ષ્ય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે.” તેનો ભાવાર્થ એવો છે કે, ઉંબરડા વગેરે પાંચ જાતિનાં ફળ મશાલાની (ઝીણા બીજ જેવી) આકૃતિવાળા ઘણા સૂક્ષ્મ જંતુઓથી સર્વદા વ્યાપ્ત હોય છે, તેથી તે અભક્ષ્ય છે. તે પાંચ જાતિ આ પ્રમાણે–વડના ફળ, પીપળના ફળ, ઉંબરડાના ફળ, પીપળાના ટેટા અને કાકોદુંબરના ફળ. એ પાંચે જાતિના ફળોનો ત્યાગ કરવો. હિમ એટલે બરફ તેમાં શુદ્ધ અસંખ્યાત અકાય જીવો રહેલા છે તેથી તે ત્યાજ્ય છે. વિષ એટલે સોમલ, અફીણ વગેરે. ઔષધિ પ્રયોગે નિર્વિષ કરેલું હોય તો પણ વિષને ભક્ષણ કરવાથી ઉદરમાં રહેલા ગંડોલક વગેરે ઘણા જીવોનો તે ઘાત કરે છે તેથી અભક્ષ્ય છે. પાણીના કરા પણ અસંખ્ય અપૂકાય જીવવાળા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. અહીં કોઈ શંકા કરે કે, “એવી રીતે ગણશો તો જળ પણ અભક્ષ્ય થશે.” તે સત્ય છે, પણ જળ વિના જીવનનો નિર્વાહ થતો નથી અને કરા વિના સુખે નિર્વાહ થઈ શકે છે, તેથી તેનો નિષેઘ કરેલો છે. સર્વ જાતની મૃત્તિકાઓ (માટીઓ) પેટમાં ગયા પછી પણ દેડકા વગેરે પંચેંદ્રિય જીવોની ઉત્પત્તિની હેતુરૂપ છે, તેમજ મહારોગાદિકને કરનારી છે તેથી તે ત્યાજ્ય છે. કૃતિકા વિષે સર્વ જાતની એ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી ખડી, ગેરુ, હરિતાળ વગેરે તેના બીજા ભેદનો પણ ત્યાગ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ જાણી લેવો. મીઠું પણ અગ્નિ વગેરે શસ્ત્રોથી પ્રાસુક થયેલું હોય તો જ લેવું, બીજું નહીં. તેને અચિત્ત થવાનો બીજો પ્રકાર પણ છે. શ્રાદ્ધવિધિમાં લખે છે કે, “કોઈ પણ સચિત્ત વસ્તુ સો યોજન ઉપરાંત જવાથી, તેને મળતા આહારના પરમાણુના અભાવથી નવનવા પાત્રમાં ફરવાથી, પછડાવાથી અને પવન તથા ધુમાડો લાગવાથી અચિત્ત થાય છે. લવણ પ્રમુખના સચિત્તપણાનો વિધ્વંસ થાય છે.” વળી હરિતાળ, મણશીલ, પીપર, ખજૂર, દ્રાક્ષ અને હરડે એ વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ ઉપર પ્રમાણે સો યોજન દૂર ગયા પછી ગ્રહણ કરાય છે અને કેટલીક ગ્રહણ નથી કરાતી. તેમાં ગીતાર્થ કહે તે પ્રમાણે સમજવું. લવણાદિક સો યોજના ગયા પછી કેવી રીતે અચિત્ત થાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવાનું કે, જ્યાં તે ઉત્પન્ન થયું હોય તે દેશને યોગ્ય તેને આહાર મળવાનો અભાવ થવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં વારંવાર ફેરવવાથી, તેમજ વાયુ, અગ્નિ (તડકો) અને ધુમાડો લાગવાથી અચિત્ત થાય છે. કહ્યું છે કે, શસ્ત્ર ત્રણ પ્રકારનાં છેસ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર ને ઉભયકાયશસ્ત્ર. તે આ પ્રમાણે–ખારું પાણી ને મીઠું પાણી મેળવવાથી બન્નેના જીવોનો વિનાશ થાય તે સ્વકાયશસ્ત્ર, અગ્નિ બીજા જીવોને બાળે તે પરકાયશસ્ત્ર અને જળ અગ્નિ ભેળા થવાથી તેમજ કાચી માટી ને પાણી ભેળા થવાથી બન્નેનો વિનાશ થાય તે ઉભયકાયશસ્ત્ર. પીપર, ખજૂર, દ્રાક્ષ, હરડે વગેરે પણ લવણની જેમ સો યોજન ઉપરાંત ગયા પછી અચિત્ત થવાનો સંભવ છે; પણ તેમાંથી કેટલીક વસ્તુ પરંપરાએ ગ્રહણ કરાય છે, અને કેટલીક ગ્રહણ કરાતી નથી. એટલે કે પીપર, હરડે પ્રમુખ વસ્તુ અચિત્ત ગણીને વપરાય છે અને ખજૂર, દ્રાક્ષ વગેરે વપરાતી નથી. તે જ પ્રમાણે લવણ પણ જો અગ્નિથી પ્રાસુક થયું હોય તો જ વાપરવું, અપક્વ હોય તો વાપરવું નહીં; કારણ કે તે કૃતિકારૂપ હોવાથી અભક્ષ્ય છે. હવે ચૌદમું રાત્રિભોજન નામનું અભક્ષ્ય કહે છે चतुर्विधं त्रियामाया-मशनं स्यादभक्ष्यकम् । __ यावज्जीव तत्प्रत्याख्याद्, धर्मेच्छुभिरुपासकैः॥१॥ ભાવાર્થ-“રાત્રે ચારે પ્રકારનું અશન (આહાર) અભક્ષ્ય છે. તેથી ઘર્મની ઇચ્છાવાળા ઉપાસકોએ (શ્રાવકોએ) માવજીવ સુથી તેના પચખાણ કરવા.” ચાર પ્રકારનું એટલે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. તે ચારે પ્રકારનું ભોજન રાત્રે અભક્ષ્ય છે, કારણ કે તે સમયે તેમાં ઘણા જીવો ઉદ્ભવે છે. તે વિષે શ્રાવકદિનકૃત્યમાં કહ્યું છે કે, तज्जोणिअ जीवाणं, तहा संपाइमाणयं ।। निसिभत्ते वहो दीठ्ठो, सव्वदंसीहिं सव्वहा ॥१॥ ભાવાર્થ-તોનિજ એટલે ચારે પ્રકારના આહારરૂપ યોનિથી ઉત્પન્ન થતા તેમજ સંપાતિમ એટલે ઉપરથી પડતા અનેક ત્રસ જીવોનો સર્વથા પ્રકારે સર્વજ્ઞોએ રાત્રિભોજનમાં વિનાશ દીઠેલો છે. સાથવા વગેરે રાંઘેલા પદાર્થમાં નિગોદની જેમ ઉરણીકાદિ જીવ ઊપજે છે, તેથી તેઓ તે યોનિ વાળા કહેવાય છે; વળી સંપાતિમ એટલે ઉપરથી આવીને પડતા પતંગીઆ, ફુદાં, કુંથવા, કીડી વગેરેનો પણ રાત્રે વઘ થતો સર્વજ્ઞ પુરુષોએ જોયેલો છે. શીતયોનિ વાળા ત્રસજીવો ભૂમિ, વસ્ત્ર અને આહારાદિમાં રાત્રે ઉત્પન્ન થાય છે, તેથી રાત્રે અસંખ્ય જીવોનો ઘાત કહેલો છે. વળી આકાશમાર્ગે એટલે અગાસીમાં તો દિવસના આઠમાં ભાગથી અકાય જીવોની વૃષ્ટિ થાય છે તે Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૬] ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય ૧૬૫ પ્રભાતે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી રહે છે, તેથી જો આકાશસ્થળે બેસીને ભોજન કરે તો અનંત જીવોનો પણ ઘાત થાય છે. કારણ કે, “નત્ય નષ્ઠ તત્વ વન” જ્યાં જળ ત્યાં વનસ્પતિ હોય જ—એમ સિદ્ધાંતમાં કહ્યું છે અને વનસ્પતિ અનંતજીવાત્મક હોય જ છે. વળી રાત્રિભોજન કરવાથી આ લોક આશ્રયી પણ ઘણા પ્રકારની હાનિનો સંભવ છે. ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિને હણે છે, મક્ષિકા આવે તો વમન થાય, જૂ આવે તો જલોદર થાય અને કરોળીઓ આવે તો કુષ્ઠ રોગ થાય છે. વળી રાત્રે પાત્ર ઘોતાં અને એઠું નાખતાં કુંથવા વગેરે ઘણા જીવો હણાય છે–ઇત્યાદિ રજનીભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે? રાત્રિભોજનના દોષ ઘણા છે, અને તે કહેવાનું આયુષ્ય થોડું છે, તથાપિ સંક્ષેપમાં તેના દોષ કહું છું– કોઈ એક જીવ છવું ભવ સુધી જીવહિંસા કરે તેટલું પાપ એક સરોવરને શોષવાથી લાગે છે, એકસો આઠ ભવ સુધી તેવા સરોવરને શોષનારને જે પાપ લાગે તેટલું પાપ એક વાર દાવાનળ લગાડનારને લાગે છે, એકસો એક ભવ સુઘી દવ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક કુવ્યાપાર કરનારને લાગે છે, એકસો ચુંમાળીસ ભવ સુધી કુવ્યાપાર કરવા વડે જેટલું પાપ લાગે તેટલું એક કુકર્મોને લાગે છે. એકસો ચુંમાળીસ ભવ સુઘી કુકર્મીને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર ખોટું આળ આપનારને લાગે છે, એકસો એકાવન ભવ સુઘી ખોટું આળ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર પરસ્ત્રીગમન કરનારને લાગે છે, નવાણું ભવ સુધી પરસ્ત્રીગમન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર રાત્રિભોજન કરનારને લાગે છે. આ પ્રમાણે રત્નસંચય નામના ગ્રંથમાં કહ્યું છે. તેનું તત્ત્વ તો બહુશ્રુત જાણે છે. વળી કહ્યું છે કે, “જે બુદ્ધિમાન પુરુષો સર્વથા રાત્રે આહાર વર્જે છે, તેમને એક માસે પક્ષોપવાસનું ફળ થાય છે.” તે માટે શ્રાવકોએ માવજીવ સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો. દરરોજ રાત્રે ચતુર્વિઘ આહારના પચખાણ કરવા. જો ચારે આહાર તજવાની શક્તિ ન હોય તો અશન તથા સ્વાદિમ તો અવશ્ય ત્યજવા; અને સ્વાદિમ તે સોપારી વગેરે દિવસે સારી રીતે શોધી રાખી રાત્રે ગ્રહણ કરવાનું નહીં તો તેમાં ત્રસ જીવોની હિંસાનો પણ દોષ લાગે છે. મુખ્ય રીતે તો પ્રાતઃકાળે અને સાયંકાળે રાત્રિની નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “રાત્રિભોજનના દોષને જાણનાર જે પ્રાણી દિવસના મુખમાં અને અવસાનમાં બે બે ઘડી છોડીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. વળી “રાત્રિભોજન કરવાથી ઘુવડ,કાક,માર્જર,ગીઘ, સાબર, સૂવર, સર્પ,વીછી અને ઘોનો અવતાર આવે છે. આ પ્રમાણે રાત્રિભોજનનું પારલૌકિક ફળ છે. રાત્રિભોજન વિષે રામાયણમાં પણ દોષ જણાવ્યો છે. તે સંબંઘ એવો છે કે, લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનવાસમાં ગયા હતા, તે પ્રસંગે એક દિવસ કુર્બર નગરની બહાર એક વડના વૃક્ષ નીચે રાત્રિવાસો રહ્યા હતા. તે નગરના રાજા મહીઘરને વનમાળા નામે એક પુત્રી હતી. તે લક્ષ્મણની ઉપર પ્રથમથી રાગી થયેલી હતી. તે લક્ષ્મણનો વનવાસ સાંભળી ખેદયુક્ત થઈ સતી દૈવયોગે તે જ વનમાં તે જ રાત્રે ગળે ફાંસો ખાવા આવી. આ દેખાવ રાત્રે જાગૃત રહેલા લક્ષ્મણના જોવામાં આવ્યો. લક્ષ્મણે તેની પાસે જઈને પૂછ્યું, એટલે તેણે જે સત્ય હતું તે કહી આપ્યું. તત્કાળ લક્ષ્મણે પાશ છેદી નાખીને તેનું પાણિગ્રહણ કર્યું. વનમાળા કે જે શુભ લક્ષણવાળી સુચરિતા હતી, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને યોગ્ય વર જાણી પોતાનો સ્વામી કર્યો. પછી લક્ષ્મણે તેને જણાવ્યું કે, “હમણાં તમે પિતાને ઘેર રહો. જ્યારે હું વનવાસ પૂર્ણ કરી પાછો વળીશ ત્યારે તમને સાથે લઈ જઈશ.” તથાપિ તે રાગી રમણીએ માન્યું નહીં. પછી લક્ષ્મણે સ્ત્રીહત્યા, ગોહત્યા, બાલહત્યા વગેરે સોગન લીઘા કે જો હું ન આવું તો આ હત્યાનું પાપ મને લાગે; તો પણ તેણે માન્યું નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “જે તમે કહો તે સોગન હું લઉં.” વનમાળા બોલી કે–“આ જગતમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ જો હું પાછો ન આવું તો મને લાગે આવા જો સોગન લો તો હું સત્ય માનું. લક્ષ્મણે તેવા સોગન લીઘા; એટલે તેણે લક્ષ્મણને મુક્ત કર્યા. (જવા દીઘા) ઉપરના દ્રષ્ટાંતમાં વનમાલાએ સ્ત્રીહત્યા, ગોહત્યા અને બાળહત્યા કરતાં પણ રાત્રિભોજનનું પાપ બહુ મોટું માનીને લક્ષ્મણને તેવા સોગન આપ્યા હતા, તેથી રાત્રિભોજનનું પાપ ઘણું ઉગ્ન છે એમ સિદ્ધ થાય છે; માટે સર્વ ભવિ પ્રાણીઓએ અવશ્ય તે નિયમ ગ્રહણ કરવો. વ્યાખ્યાન ૧૧૭ રાત્રિભોજનનું વિશેષ વર્ણન રાત્રિભોજનરૂપ અભક્ષ્ય દુસ્યા છે એવું ઘારી પુનઃ તેનો પ્રતિબોઘ કરવા માટે વિશેષ વિવેચન કરે છે– स्वपरसमये गाँ, आद्यं श्वभ्रस्य गोपुरम् । सर्वज्ञैरपि यत्त्यक्तं, पापात्म्यं रात्रिभोजनम् ॥१॥ ભાવાર્થ-“સ્વ અને પર શાસ્ત્રમાં નિંદવા યોગ્ય, નરકના પ્રથમ દ્વારરૂપ અને સર્વજ્ઞોએ ત્યજેલું રાત્રિભોજન પાપરૂપ છે.” આ શ્લોકમાં સ્વ અને પર શાસ્ત્રમાં નિંદિત કરેલું એમ કહ્યું છે તે વિષે સ્વશાસ્ત્રમાં લખે છે કે–પ્રાસુક આહાર હોય અને મહા જ્ઞાની પુરુષો કુંથવા વગેરે સૂક્ષ્મ જીવોને પણ જોઈ શકે તેમ હોય તે છતાં તેઓ પણ રાત્રિભોજનને ટાળે છે. કદી દીપક વગેરે સાઘનથી કીડી વગેરે સ્થૂલ જીવો દેખી શકાય, પણ સૂક્ષ્મ જીવની દયા નહીં પળાવાથી મૂળ વ્રતની વિરાધના થાય, માટે રાત્રિભોજન નિષેધ્યું છે. તે વિષે પરશાસ્ત્રમાં પણ લખે છે કે मृते स्वजनमात्रेऽपि, सतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु?॥१॥ ભાવાર્થ-“માત્ર સ્વજન મૃત્યુ પામવાથી પણ જો સૂતક લાગે છે તો સૂર્ય અસ્ત પામતાં ભોજન કરવું કેમ ઘટે?” मद्यमांसाशनं रात्रौ, भोजनं कंदभक्षणं । ___ ये कुर्वंति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः॥१॥ ભાવાર્થ-“જે મદ્ય પીએ, માંસ ખાય, રાત્રિભોજન કરે અને કંદનું ભક્ષણ કરે તેઓની તીર્થયાત્રા, જપ અને તપ સર્વ વૃથા થાય છે.” પદ્મપુરાણમાં કહ્યું છે કે, તેનું કરેલું એકાદશીનું વ્રત, રાત્રીજાગરણ, પુષ્કરતીર્થની યાત્રા અને ચાંદ્રાયણ વ્રત પણ વૃથા થાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૭] રાત્રિભોજનનું વિશેષ વર્ણન ૧૬૭ વળી મહાભારતના અઢારમા પર્વમાં લખે છે કે– હે યુધિષ્ઠિર! તપસ્વીએ તો વિશેષે કરીને રાત્રે જળ પણ પીવું નહીં અને વિવેકી ગૃહસ્થ પણ પીવું નહીં.” મહાભારતમાં કહ્યું છે કે अस्तंगते दिवानाथे आपो रुधिरमुच्यते । ____ अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेयमहर्षिणा ॥१॥ ભાવાર્થ-“રાત્રે જળ રુધિર સમાન અને અન્ન માંસ સમાન થાય છે, તેથી રાત્રિભોજન કરનાર રુધિર અને માંસનું ભક્ષણ કરે છે, એમ માર્કંડેય ઋષિએ કહ્યું છે. વળી અન્ય શાસ્ત્રમાં લખે છે કે, “રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાર્ચન અને દાન કરવાં નહીં અને ભોજન તો વિશેષપણે કરવું નહીં.' વળી પ્રથમ શ્લોકમાં રાત્રિભોજન નરકનું આદ્ય દ્વાર છે, એમ કહ્યું છે, તે વિષે પદ્મપુરાણના પ્રભાસખંડમાં લા चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनं । પરસ્ટીગમનં વૈવ, સંપાનાનંતવાથિ શા. ભાવાર્થ-“ચાર નરકના દ્વાર છે, તેમાં પ્રથમ દ્વાર રાત્રિભોજન, બીજું દ્વાર પરસ્ત્રીગમન, ત્રીજું દ્વાર બોળ અથાણું અને ચોથું દ્વાર અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ છે.” વળી આયુર્વેદમાં કહ્યું છે કે, “જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે હૃદયકમળ તથા નાભિકમળ સંકોચ પામે છે, એથી રાત્રે ભોજન કરવું નહીં. તેમજ તેમ કરવાથી સૂક્ષ્મ જીવનું ભક્ષણ થઈ જાય છે તે કારણથી પણ કરવું નહીં.' સ્કંદપુરાણમાં કેન્દ્ર રચેલા સૂર્યની સ્તુતિરૂપ કપાળમોચન સ્તોત્રને વિષે લખે છે કે एकभक्ताशनान्नित्यं, अग्निहोत्रफलं लभेत् । __ अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥४॥ ભાવાર્થ-“હંમેશા એક વાર ભોજન કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે અને જેઓ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી તેઓને નિત્યતીર્થયાત્રાનું ફળ મળે છે.” ઇત્યાદિ અનેક શાસ્ત્રવચનોથી રાત્રિભોજન પાપાત્મક છે, તેથી સર્વ દ્રવ્યને જોનારા શ્રી સર્વજ્ઞ પુરુષોએ તેને ત્યજી દીધેલું છે, કારણ કે, તેઓ સર્વજ્ઞ હોવા છતાં પણ રાત્રિ સમયે ભોજનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવોનો વઘ નિવારવાને અસમર્થ હતા. અર્થાત્ તેવા અંતર્દ્રષ્ટિવાળા સર્વજ્ઞોએ પણ રાત્રિભોજન નિષિદ્ધ કર્યું છે, તો બાહ્યવૃષ્ટિવાળા એવા આપણે તો વિશેષપણે ત્યાગ કરવા યોગ્ય છે–એ તાત્પર્ય છે. આ વ્રત ઉપર ત્રણ મિત્રનો પ્રબંધ છે તે આ પ્રમાણે ત્રણ મિત્રોની કથા કોઈ ગામમાં એક શ્રાવક, બીજો ભદ્રિક અને ત્રીજો મિથ્યાત્વી–એમ ત્રણ વણિક મિત્રો રહેતા હતા. એક વખતે તેઓએ કોઈ ગુરુ પાસે આ પ્રમાણે ઘર્મ સાંભળ્યો–“રાત્રે જળ પીવા કરતાં સ્વાદિમ ખાવામાં બમણું પાપ લાગે છે, સ્વાદિમથી ખાદિમમાં ત્રણગણું પાપ લાગે છે અને ખાદિમથકી અશનમાં ત્રણગણું લાગે છે. વળી “રાત્રે અંધકારમાં સૂક્ષ્મ જીવો દ્રષ્ટિએ પડતા નથી, તેથી જે રાત્રે બનાવ્યું હોય તે દિવસે ખાય તો પણ તેને રાત્રિભોજન સરખું સમજવું.” એમ રત્નસંચય નામના ગ્રંથમાં લખેલું છે. આ પ્રમાણે છતાં જે અજ્ઞાની પ્રાણીઓ કદાગ્રહથી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ રાત્રિભોજનને વર્જતા નથી તેઓ એડકાસ તથા મરૂકની જેમ બહુ દુઃખ પામે છે. તે એડકાક્ષનો પ્રબંઘ આ પ્રમાણે છે એકાક્ષની કથા-દશાર્ણપુરમાં ઘનશ્રી નામે એક શ્રાવકની પુત્રી હતી, તેને ઘનદેવ નામે પતિ હતો. ઘનશ્રીએ માંડમાંડ સમજાવી એક દિવસ ઘનદેવને રાત્રિએ દિવસેરિમનું પ્રત્યાખ્યાન કરાવ્યું. તે જ રાત્રિએ કોઈ વ્યંતરદેવી ઘનદેવની પરીક્ષા કરવા માટે તેની બહેનનું રૂપ લઈ ભોજન આપવા આવી. ઘનશ્રીએ ઘણો વાર્યો તો પણ ઘનદેવ ભોજન કરવા બેઠો. તત્કાળ દેવીએ લપડાક મારીને તેના લોચન બહાર કાઢી નાખ્યા. પછી તેની પત્ની ઘનશ્રીએ કાયોત્સર્ગ કરીને કોઈ દેવીને આરાથી, એટલે તે દેવીએ આવીને કોઈએ તરતમાં મારેલા ઘેટાના નેત્ર લાવી તેને લગાડી દીઘા, તેથી તે દેખતો થયો; અને ત્યારથી એડકાક્ષ (એડક-ઘેટું, અક્ષ=આંખ) નામથી પ્રસિદ્ધ થયો. મરૂકની કથા શ્રાદ્ધદિનત્યબૃહવૃત્તિથી જાણી લેવી.” આ પ્રમાણે રાત્રિભોજન સંબંધી દેશના સાંભળી પેલા શ્રાવકમિત્રે તો કુલાચારને લીધે ઘણા નિયમો ગ્રહણ કર્યા. બીજા ભદ્રિકમિત્રે બહુ વિચારીને એક પ્રસ્તુત નિયમ ગ્રહણ કર્યો અને જે મિથ્યાત્વી હતો તે તો જરા પણ પ્રતિબોઘ પામ્યો નહીં. પેલા બન્ને મિત્રનું કુટુંબ અનુક્રમે તે નિયમમાં તત્પર થયું. હવે જે શ્રાવક હતો તે ક્રમેક્રમે શિથિલ થતો ગયો. કોઈ કોઈ વાર તજવા યોગ્ય એવી દિવસની આદ્યની તથા અંતની બે બે ઘડીમાં પણ ખાવા લાગ્યો અને છેવટે રાત્રે પણ ભોજન કરવા લાગ્યો. એક વખતે તે શ્રાવક અને ભદ્રિક બન્ને કોઈ રાજકાર્યમાં જોડાયા. સવારે જમ્યા વિના ગયેલા તે સાયંકાળે ઘેર આવતાં ભોજનનું અસુર (મો) થઈ ગયું. સૂર્ય અસ્ત પામ્યો. પછી તેમના સંબંધી અને મિત્રોએ ઘણો આગ્રહ કર્યો તો પણ ભદ્રિકે ભોજન કર્યું નહીં; અને પેલો શ્રાવક “હજુ ક્યાં પૂરેપૂરી રાત્રી પડી છે?” એમ બોલતો અંઘકારમાં પણ નિઃશંકપણે ભોજન કરવા બેઠો. શાસ્ત્રમાં કહ્યું છે કે रयणीभोजने जे दोषा, ते दोषा अंधयारंमि । __ जे दोषा अंधयारंमि, ते दोषा संकडंमि मुहे ॥१॥ ભાવાર્થ-“રાત્રિભોજનમાં જે દોષ છે તે દોષ અંઘકારમાં જમવાથી લાગે છે અને અંધકારમાં ભોજન કરવાથી જે દોષ લાગે છે તે દોષ સાંકડા મુખવાળા પાત્ર વડે ખાવાપીવાથી લાગે છે.” આ પ્રમાણે કહ્યું છે, તો પછી રાત્રિએ અંધકારમાં જમતાં મહાન દોષ લાગે તેમાં તો શું કહેવું? હવે પેલો શ્રાવક ભોજન કરવા બેઠો. તેના ભોજનમાં તેના મસ્તકમાંથી જૂ પડી, તેનું ભક્ષણ કરવાથી તેને જલોદરનો વ્યાધિ થયો, જેથી તે પંચત્વ પામ્યો. ત્યાંથી તે માર્જર યોનિમાં આવ્યો. તે ભવમાં અશુભ ધ્યાન વડે મૃત્યુ પામી પહેલી નરકે ગયો. પેલો મિથ્યાત્વી પણ રાત્રે સર્પના વિષવાળા અને જમવાથી મૃત્યુ પામી માર્જર થયો અને ત્યાંથી પહેલી નરકમાં ઉત્પન્ન થયો. ભદ્રિકનો જીવ મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. જે શ્રાવકનો જીવ હતો તે પહેલી નરકમાંથી નીકળી એક નિર્ધન બ્રાહ્મણને ઘેર શ્રીપુંજ નામે પુત્ર થયે; અને જે મિથ્યાદ્રષ્ટિ હતો, તે પણ નરકમાંથી નીકળી તેનો જ અનુજ બંધુ થયો. અહીં ભદ્રિકના જીવે અવધિજ્ઞાન વડે તેમની ઉત્પત્તિ જાણી ત્યાં આવી નિયમભંગનું ફળ જણાવીને તેમને પ્રતિબોધ આપ્યો. તે ઉપરથી તે બન્નેએ સર્વ અભક્ષ્યના નિયમો ગ્રહણ કર્યા. તે બન્નેના માતાપિતા બ્રાહ્મણ અને મિથ્યાત્વી હોવાથી Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૮] બાવીશ અભક્ષ્યમાંના બાકી અભક્ષ્ય ૧૬૯ તેમણે તેમના કદાગ્રહનો નિગ્રહ કરવાને માટે સર્વથા ભોજન નિષિદ્ધ કર્યું. બન્નેને ઉપરાઉપરી ત્રણ લાંઘણ થઈ. ત્રીજી રાત્રે પેલા સૌઘર્મદેવે તે નગરના રાજાના ઉદરમાં પીડા ઉત્પન્ન કરી. તે અનેક ઉપાયોથી શાંત થઈ નહીં ત્યારે તે દેવે જણાવ્યું કે, “રાત્રિભોજનના નિયમવાળા શ્રીપુજના હસ્તસ્પર્શથી રાજાની પીડા શાંત થશે.” તત્કાળ મંત્રીઓએ શ્રીપુંજને ત્યાં બોલાવ્યો; એટલે તે ઊંચે સ્વરે બોલ્યો કે, “જો મારું વ્રત સત્ય હોય તો રાજાની પીડા શાંત થાઓ.” આ પ્રમાણે કહી તેણે રાજાના શરીરને કરથી સ્પર્શ કર્યો, એટલે તત્કાળ રાજા વ્યથા રહિત થયો. રાજાએ પ્રસન્ન થઈને તેને પાંચસો ગામનું આધિપત્ય આપ્યું. શ્રીપુંજે સર્વસ્થળે પોતાના નિયમનો મહિમા ફેલાવ્યો. અનુક્રમે આયુ પૂર્ણ કરીને શ્રીપુંજ અનુજ બંધુ સાથે સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો, ત્યાંથી ચ્યવી અનુક્રમે તે ત્રણે સિદ્ધિપદને પામશે. व्रतात्तमात्रान्न हि धर्मपूर्णता, निमित्तमुख्यं परिणामसंगतं । सभद्रकोपासकयोः प्रबंधतः, विचार्य तत्त्वं निशिभोजनं त्यज ॥१॥ ભાવાર્થ-“માત્ર વ્રત લેવાથી કાંઈ ઘર્મની પૂર્ણતા થતી નથી, પણ તેમાં દ્રઢતા સાથે શુભ પરિણામ રાખવા તે મુખ્ય છે. આ હકીકત ઉપર ભદ્રક અને શ્રાવક એ બે મિત્રનો પ્રબંઘ છે તે ઉપરથી તત્ત્વને વિચારીને રાત્રિભોજનનો ત્યાગ કરો.” વ્યાખ્યાન ૧૧૮ બાવીશ અભક્ષ્યમાંના બાકી અભક્ષ્ય હવે બાકીના અભક્ષ્ય વિષે કહે છે अनंतकायसंधाने, बहुबीजं च भक्ष्यकम् । आमगोरससमिश्रं च, द्विदलं सूक्ष्मसत्त्वजम् ॥१॥ तुच्छफलं च ताकं, रसेन चलितं तथा । મજ્ઞાતત્વમેતાનિ, હમ દ્વિવિંશતિઃ શા ભાવાર્થ-“(૧૫) અનંતકાય, (૧૬) બોળ અથાણા, (૧૭) બહુબીજવાળાં ફળ, (૧૮) કાચા ગોરસથી મિશ્ર એવા દ્વિદળ કે જેમાં સૂક્ષ્મ જંતુ ઊપજે છે, (૧૯) તુચ્છફળ, (૨૦) વૃતાક, (૨૧) ચલિત રસવાળી વસ્તુઓ અને (૨૨) અજાણ્યા ફળ–એ પ્રમાણે બાવીશ અભક્ષ્ય જાણવા. (૧૫) અનંતકાય એટલે સાઘારણ વનસ્પતિ, તેનું ભક્ષણ અનંત જીવોને ઘાત થવામાં હેતુરૂપ છે, તેથી અભક્ષ્ય છે તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે. (૧૬) સંઘાન એટલે લીંબુ, આંબલી, બીલી વગેરેનું બોળ અથાણું. તે અનેક જીવોની ઉત્પત્તિનું નિમિત્ત છે, તેમજ લવણવાળા શાક રાઈ મિશ્ર કરેલાં ત્રણ દિવસથી વઘારે રહે તો અભક્ષ્ય થાય છે એવો વ્યવહાર પ્રવર્તે છે; પરંતુ ક્ષારમાં નાખેલા લીંબુ વગેરેનો ગંઘ રસ વગેરે બદલાય તો ત્રણ દિવસ તડકે રાખેલા હોય તોપણ તે લીંબુ અનાચિર્ણ (અભક્ષ્ય) થાય એમ વૃદ્ધો કહે છે. (૧૭) બહુબીજ એટલે પંપોટા, અંજીર વગેરે. દાડમ વગેરે ફળોની જેમ અંતરપડ વગરના કેવળ બીજવાળા ફળો, તેઓમાં પ્રત્યેક બીજે જીવનો ઘાત થાય છે. પણ જે ફળ બહુબીજવાળું હોય પણ અંદર પડ હોય જેવા કે દાડમ ટિંડોરા વગેરે, તે અભક્ષ્ય નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ (૧૮) આમ ગોરસ એટલે કાચા (ઊના કર્યા વિનાના) દૂઘ, દહીં ને છાશ-તેમાં જો દ્વિદળ (દાલ થાય તેનું કઠોળ) મિશ્ર થાય તો તેમાં કેવળીગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઊપજે છે. શાસ્ત્રમાં દિલનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે–“જેને પીલવાથી તેલ નીકળે નહીં અને પીલતાં બે દળ (દાળ) જુદા પડે તે દ્વિદળ કહેવાય છે. એરંડી રાઈ વગેરેને પીલવાથી બે દળ થાય છે પણ તેમાંથી તેલ નીકળે છે માટે તે દ્વિદળ ન કહેવાય.” આવાં કઠોળની સાથે ટાઢાં દૂઘ, દહીં કે છાશ ખાવાં નહીં. તે વિષે પરશાસ્ત્રમાં પણ લખે છે કે गोरसं माषमध्ये तु, मुद्गादिसु तथैव च । भक्ष्यमाणं भवेबूनं, मांसतुल्यं च सर्वदा ॥१॥ અડદ અને મગ વગેરે કઠોળમાં ગોરસ મેળવીને ભક્ષણ કરે તો તે ખરેખર માંસતુલ્ય થાય છે. તેથી ઘોળવડાં એટલે કાચા દહીંમાં નાખેલા વડાં અભક્ષ્ય છે. પણ જો પ્રથમ કાચી છાશ કે દહીંને ગરમ કરીને પછી તેમાં દ્વિદળ નિષ્પન્ન પદાર્થ નાખે તો તે દોષયુક્ત નથી એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે. આ વાતને કેટલાક ઢુંઢિયાદિક માનતા નથી પણ તે તેમનો દુરાગ્રહ છે. વિચારસંસક્ત નિર્યુક્તિમાં કહ્યું છે કે, “જો બિયા જાતના વૃક્ષની યષ્ટિ અને અંકોલ વૃક્ષની ઘાણી કરાવીને તેમાં સેલડી પીલે તો સંમૂર્ણિમ માછલાંઓ ઉત્પન્ન થાય છે.” તેવી રીતે અહીં પણ જાણવું. વળી કહ્યું છે કે “મગ તથા અડદ વગેરે દ્વિદળ કાચા ગોરસમાં પડતાં તત્કાળ ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, તેમજ બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જીવ ઊપજે છે.” કોઈ ઠેકાણે તિવિષુરિં' એટલે ત્રણ દિવસ પછી એવો પાઠ છે, પણ તે યોગ્ય લાગતો નથી. કારણ કે બે દિવસ પછીનું દહીં અભક્ષ્ય છે એમ શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે. આટલા ઉપરથી કાચા ગોરસ સાથે દ્વિદળ મિશ્ર થવાથી તેમાં અનેક સૂક્ષ્મ જીવ ઊપજે છે એમ સિદ્ધ થાય છે, તેથી તે અભક્ષ્ય જાણવું. એ પ્રથમ શ્લોકનો અર્થ થયો. (૧૯) હવે તુચ્છ ફળ એટલે મહુડાં, લીંબુ, બોર, કોઠા વગેરે. ઉપલક્ષણથી તુચ્છ પુષ્પ તથા પત્રનું ગ્રહણ કરવું. અહીં પુષ્પ તે કેરડા વગેરેના લેવા અને પત્ર તે વર્ષાકાળમાં થતી તાંદળજા વગેરેની ભાજી લેવી; તથા કોમળ મગ-ચોળાની સીંગો પણ ગ્રહણ કરવી, કારણ કે તેમાં પણ ઘણા જીવો હણાય છે અને તૃપ્તિ થતી નથી. (૨૦) હવે વૃતાક કે જે કામોદ્દીપક અને નિદ્રાવર્ધક હોવાથી દૂષિત છે, તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ લખે છે કે-“શિવ પાર્વતીને કહે છે, હે પ્રિયે! વૃતાક, કાલીંગડા અને મૂળા વગેરેનું ભક્ષણ કરનાર મૂઢ પુરુષ અંતકાળે મને સંભારશે નહીં.” વળી “શાસ્ત્રને જાણનાર પુરુષે વૃતાક, ધોળા વૃતાક, મૂળા અને રાતા મૂળા વર્જવા એમ મનુએ કહેલું છે.” આ પ્રમાણે મહાભારતના શાંતિપર્વના પ્રથમ પાદમાં લખે છે. (૨૧) વળી રસથી ચલિત એટલે બેસ્વાદ થયેલાં વાસી, દ્વિદલ, પુડલા, વડા અને રાંઘેલાં કુર વગેરે. તે સિવાય બીજું પણ કોહેલું સર્વ અન્ન ત્યજી દેવું. કારણ કે તે બહુ જીવ સંસક્ત થઈ જાય છે. વળી કહ્યું છે કે, “તેવા અન્નનો સંચય કરવાથી મિથ્યાત્વ વધે છે, વાપરવાથી વિરાઘના થાય છે અને તેમાં ઉંદર વગેરે ઘણી જાતના સંમૂર્છાિમ જીવો ઊપજે છે ઇત્યાદિ ઘણા દોષ થાય છે.” એનો ભાવાર્થ એવો છે કે, તેવું અન્ન જો રાત્રે વાસી રાખ્યું હોય તો તે જોઈને બીજા મિથ્યાત્વ પામે છે અને કેટલાક નિંદા કરે છે કે, “જુઓ આ શ્રાવક! કેવો સંચય કરનારા છે!” વળી તેવી Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧૯] ચલિતરસ, ૧૭૧ રીતે વાસી રાખવાથી સંયમની પણ વિરાઘના થાય છે, તેમજ તેવા સાથવા વગેરેને રાખી મૂકવાથી કરોળિયાની જાળ તથા બીજા સૂક્ષ્મ પ્રાણીઓની જાતિ તેમાં ઊપજે છે. પોળી, માલપુવા વગેરે વાસી રાખવાથી તેમાં લાળીઆ જીવ ઉત્પન્ન થાય છે. તેવા આહારની અભિલાષા કરવા ઉંદર આવે છે, અને તેના કરડવાનો અવાજ સાંભળી માર્ગાર વગેરે ત્યાં આવી તેનું ભક્ષણ કરી જાય છે. ઇત્યાદિ ઘણા દોષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહેલું છે. લાળીઆ જીવ દ્વીંદ્રિય જાતિના છે એમ વૃદ્ધ સંપ્રદાય કહે છે. કેટલાક ઢુંઢકાદિ આ ચલિતરસને અભક્ષ્ય માનતા નથી તે અયુક્ત છે. કારણ કે રોટલી વગેરેમાં તે પ્રત્યક્ષ જણાય છે. ઉપલક્ષણથી કાલાતિક્રમ થયેલા પક્વાન્નને પણ ચલિતરસમાં ગણવું. તે વિષે એમ લખ્યું છે કે, “જે દિવસે પક્વાન્ન કર્યું હોય ત્યારથી વર્ષાકાળમાં પંદર દિવસ સુધી કહ્યું, શીતકાળમાં એક માસ સુધી કહ્યું અને ઉષ્ણતુમાં વિશ દિવસ સુધી કહ્યું. મુનિ ત્યાં સુધી તે ગ્રહણ કરે.” કેટલાક એમ કહે છે કે, જ્યાં સુધી વર્ણ, ગંઘ, રસાદિ બગડ્યું ન હોય ત્યાં સુધી કહ્યું છે. વળી આદ્ર નક્ષત્ર પછી આંબાનો રસ અને બે દિવસ પછીનું દહીં અને છાશ પણ સેવવા યોગ્ય નથી. આ પ્રમાણે ભક્ષ્યાભક્ષ્યનો વિચાર સંપ્રદાયથી જાણી લેવો. (૨૨) વળી અજાણ્ય ફળ એટલે જેની જાતિ કે નામ જાણવામાં ન હોય તેવાં ફળ, પત્ર, પુષ્ય અને મૂળનો ત્યાગ કરવો. તે વિષે બ્રહ્માંડપુરાણમાં લખે છે કે, “અભક્ષ્યનું ભક્ષણ કરવાથી કંઠરોગ વગેરે થાય છે.” શાંતાતપ ઋષિના રચેલા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “અભક્ષ્યનું ભક્ષણ કરવાથી હૃદયમાં કૃમિ ઉત્પન્ન થાય છે.” ઉપર પ્રમાણે સર્વ મળીને બાવીશ પ્રકારના અભક્ષ્ય છે. એ બીજા શ્લોકનો અર્થ કહ્યો. “ઉપર પ્રમાણે સર્વ અભક્ષ્ય પાપરૂપ છે, તેથી શ્રી જિનેંદ્રના આગમના મર્મને જાણનારા વ્રતધારી ગૃહસ્થોએ ઇંદ્રિયોને વશ કરીને તે કદાપિ સેવવા નહીં.” વ્યાખ્યાન ૧૧૯ ચલિતરસ ચલિત રસ એટલે વાસી અન્ન વગેરે અભક્ષ્ય કહ્યું છે, પણ તેનો બાળગોપાળ વગેરે સર્વથી ત્યાગ થવો અશક્ય છે માટે પુનઃ તેનું વિશેષ વર્ણન કરે છે. रसैः चलितं निस्वादं, व्यक्षाणां योनिस्थानकं । पर्युषितं कुत्सितान्नं, भक्षणाद्दःखमासदेत् ॥१॥ ભાવાર્થ-“ચલિતરસ એટલે રસથી ચલિત થયેલું, નિઃસ્વાદ થયેલું, બેઇંદ્રિય જીવોની ઉત્પત્તિનું સ્થાનક, વાસી રહેલું, અથવા કોહી ગયેલું અન્ન ભક્ષણ કરવાથી પ્રાણી દુઃખને પ્રાપ્ત થાય છે.” આ અર્થને દૃઢ કરવા નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે– ગુણસુંદરની કથા કનકપુર નામના નગરમાં જિનચંદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને શીલવતી નામે પત્ની હતી. તે ઉભયથી ગુણસુંદર નામે એક પુત્ર થયો હતો. તે બાલ્યવયથી ઘર્મરહિત હતો. એક Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વખતે તેની માતાએ કહ્યું કે, “વત્સ! તું વાસી ભોજન ક૨ નહીં; કેમકે વાસી ભોજન કરવાથી દેહમાં ઘાઘર, કરોળિયા અને ત્વચાવિકાર વગેરે તથા વાત સંબંધી અનેક રોગો થશે, વળી બુદ્ધિનું હીનપણું થશે. તે સાથે ત્રસ જીવની હિંસા લાગશે. તે સંબંધી વિશેષ દોષો જાણવા હોય તો શ્રી સમયામૃતસૂરિજી પાસે જઈને જાણી લેજે.' તેણે ઉદ્યાનમાં રહેલા તે ગુરુ પાસે જઈને તેના દોષ પૂછ્યા; એટલે ગુરુ બોલ્યા કે, ‘તું સોભાગનગરમાં જા, ત્યાં થાવર નામે એક ચંડાળ છે, તે તને એના દોષ કહેશે.' ગુણસુંદર સોભાગનગરે ગયો. ત્યાં થાવર ચંડાળનું ઘર શોધી તેને વાસીના દોષ પૂછ્યા. થાવરે કહ્યું કે, ‘હું કહીશ.’ પછી તે ચંડાળે એક ગૃહસ્થની દુકાનેથી શાક, દાળ વગેરે સીધું તેને અપાવ્યું. તેણે લીધું અને તે કોઈ કૃપણને ઘેર મૂલ્ય આપીને રંધાવ્યું. જ્યારે તે ભોજન કરવા બેઠો ત્યારે તે કૃપણની સ્ત્રીએ પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવ્યા છો?' ગુણસુંદરે પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તે ઉપરથી તે સ્ત્રીએ તેને પોતાના ભાઈ તરીકે ઓળખ્યો. બીજે દિવસે ગુણસુંદ૨ જવા તૈયાર થયો પણ તે સ્ત્રીએ આગ્રહથી રોક્યો. પછી તેણે પોતાના લુબ્ધ પતિ પાસે શાલિ વગેરે સારું ભોજન રાંધવા માગ્યું; એટલે તેણે કહ્યું કે, ‘વાલ અને તેલ લઈ જઈને ભોજન કરાવ, બીજું નહીં મળે.' પણ તે સ્ત્રીએ તો બીજી દુકાનેથી ઘી, ખાંડ વગેરે લાવી ગુણસુંદરને માટે ઘેબર વગેરે કરવા માંડ્યા. તે વાતની તેના પતિને ખબર પડી, એટલે તે બહુ ખેદ પામ્યો અને ક્રોધથી તેણે વાસી અન્ન ખાધું તેથી તત્કાળ હૃદય ફાટીને મૃત્યુ પામ્યો. સ્ત્રીએ જાણ્યું કે, ‘મેં મારા ભાઈને ભોજન કરવા રાખ્યો તેથી આ બન્યું.' પણ તેણે આ વાત કોઈને જણાવી નહીં; કારણ કે જો તે વાત બહાર પડે તો તે અપુત્ર હોવાથી બધું દ્રવ્ય રાજા લઈ જાય. આવા ભયથી તે વાત કોઈને જણાવ્યા વગર તેણે શ્રેષ્ઠીના શબને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધું. પછી તેણે પોતાના બંધુને ગુપ્ત રીતે વાત જણાવી અને કહ્યું કે, “ભાઈ! તું અહીં રહીને તારા બનેવીના ચાર કોટી દ્રવ્યનો વ્યાપાર કર અને શ્રેષ્ઠી વિષે કોઈ તને પૂછે તો તારે કહેવું કે, ‘તે દરિયા વાટે વ્યાપાર કરવા ગયા છે.' જો તેને જીવતો કહીશું તો મારે સૌભાગ્યવતીનો વેષ રખાશે અને જો મૃત્યુ પામેલો કહીશું તો વિધવાપણું ભોગવવું પડશે; તેથી શોક કે રુદન કાંઈ કરવું નહીં; કેમકે તેમ કરવાથી ઊલટું નુકસાન છે.” આવા ગિનીના વચનથી ગુણસુંદર ત્યાં રહી દુકાને બેસીને વ્યાપાર કરવા લાગ્યો. હવે પેલો ચંડાળ ગુણસુંદરને અન્ન અપાવી ઘેર ગયો. ભોજન સમય થતાં તેની સ્ત્રીએ ‘આ આજે જ રાંધ્યું છે’ એમ કઠોર અને અસત્ય વચન કહી, તે ચંડાળને વાસી ભોજન ખાવા આપ્યું. તે સાથે બાવીશ પહોરની છાશ પણ આપી. તે સમયે કાંઈક અંધકાર પણ થયો હતો. ચંડાળે ‘તે વાસી છે' એમ જાણ્યું પણ ક્ષુધાર્ત્ત હોવાથી પોતાના નિયમને ગણ્યા વગર તેણે ખાધું; તેથી શૂલના રોગ વડે ગાઢ નિદ્રામાં મૃત્યુ પામ્યો અને ગુણસુંદરની બહેનના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. (જે રાત્રે શેઠ જીવતા હતા.) કેટલાક દિવસો વીત્યા પછી ગુણસુંદર માતંગના પાડામાં ગયો. ત્યાં થાવર માતંગને ઘેર શોકયુક્ત આક્રંદ સાંભળી તેણે કોઈને પૂછ્યું, એટલે તેણે થાવર ચંડાળનું મરણ જણાવ્યું. તે સાંભળી ગુણસુંદર ખેદ પામ્યો અને ‘અરે! તેને અકસ્માત શું થયું? તેના મરણ પામવાથી મારો સંદેહ ભાંગ્યો નહીં.’ એમ વિમાસવા લાગ્યો. પછી તે સ્વદેશ જવાને તૈયાર થયો, પણ તેની બહેને Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૦] અજાણ્ય ફળ વર્ચ ૧૭૩ પોતાને પુત્રનો જન્મ થતાં સુધી રોક્યો. એક દિવસ ગુણસુંદર હાટે બેઠો હતો, તેવામાં કોઈ સ્ત્રીએ આવીને તેને કહ્યું કે, “તને તારો ભાણેજ તેડાવે છે. તે વિસ્મય પામીને ઘેર ગયો. ત્યાં તરતના જન્મેલા બાળકને દીઠો. તેણે કહ્યું કે, તું થાવર ચંડાળને ઘેર જા, ત્યાં તરતના જન્મેલા બાળકને થાવરની સ્ત્રી મારી નાખે છે તેને બચાવ.” ગુણસુંદરે ત્યાં જઈ ચંડાળીને કહ્યું કે, “અરે! શા માટે હિંસા કરે છે?” ચંડાળી બોલી–શું કરું? આ પુત્ર જ્યારે ઉદરમાં આવ્યો ત્યારે તમારા મિત્ર મૃત્યુ પામ્યા અને ઘરમાં અત્યંત દારિય આવ્યું.” પછી ગુણસુંદરે તેને ઘણું દ્રવ્ય આપીને તે પુત્રને મૃત્યુથી બચાવ્યો. પછી તે ઘેર આવ્યો, એટલે તેનો ભાણેજ બોલ્યો કે-“મામા! તમારો સંદેહ ભગ્ન થયો?” મામાએ કહ્યું, “ભગ્ન થયો નથી.” ત્યારે તે બોલ્યો-“હું થાવરચંડાળનો જીવ છું. તે તમારા જેવા સાઘર્મીની ભક્તિ કરવાથી અને અભક્ષ્યનો નિયમ પાળવાથી ચાર કોટી દ્રવ્યનો સ્વામી થયો છું. તેમાં પણ મેં કિંચિત્ વિરાધના કરી હતી, તેથી તે ભવમાં હું ફૂલરોગના મહાવ્યાધિથી મૃત્યુ પામ્યો હતો. અને જે તમારા બનેવી શ્રેષ્ઠી હતા તે લોભથી તેમજ વાસી અન્નનું ભક્ષણ કરવાથી મૃત્યુ પામીને થાવરચંડાળને ઘેર પુત્રપણે અવતર્યા છે, માટે હવે તમે પણ આજથી અભક્ષ્ય ન ખાવાનો નિયમ અંગીકાર કરો.” આ પ્રમાણેની હકીકત જાણવાથી નિઃસંદેહ થયેલો ગુણસુંદર તરત જ તે નિયમ લઈ પોતાને નગરે આવ્યો અને સર્વ વૃત્તાંત પોતાની માતાને જણાવ્યો. તે સાંભળી તેની માતા હર્ષ પામી. કહ્યું છે કે अधमा सान्वया सूना, मध्यमा द्रविणार्जनैः । उत्तमा हृष्यति माता, तैस्तैः सुकृतकर्मभिः॥१॥ ભાવાર્થ-“અથમ માતા પુત્રનો વંશ વઘવાથી જ રાજી થાય છે, મધ્યમ માતા પુત્ર દ્રવ્ય કમાય તેથી હર્ષ પામે છે અને ઉત્તમ માતા પુત્ર અનેક પ્રકારના સુકૃત્યો કરે તેથી હર્ષ પામે છે.” ગુણસુંદરે એક વખતે ગુરુમહારાજને પૂછ્યું કે– સ્વામી! આપની આજ્ઞા પ્રમાણે કરવાથી મારો સંદેહ તો દૂર થયો પણ મારા બાળક ભાણેજને વાચા શી રીતે થઈ?” ગુરુ બોલ્યા કે, “તે ચંડાળે અંત સમયે પોતાના મિત્ર કોઈ વ્યંતરદેવને પૂછ્યું હતું કે, “મિત્ર! ગુણસુંદરનો સંશય મારાથી ભગ્ન થયો નહીં, તેનું મારે શું કરવું?” દેવે કહ્યું કે, “તું પેલા કૃપણ શ્રેષ્ઠીને ઘરે જ્યારે જન્મીશ ત્યારે હું તારા મુખમાં પ્રવેશ કરીને તેનો સંશય દૂર કરીશ.” એથી તેને બાળપણે પણ વાણી થઈ હતી.” આ પ્રમાણે સાંભળી ગુણસુંદર શ્રાવકઘર્મ પાળી, પ્રાંતે મુનિઘર્મને પણ સ્વીકારી સ્વર્ગને પ્રાપ્ત થયો. ઉપર કહેલા ચરિત્રના તત્ત્વને વિચારી જેમાં સર્વ ઇંદ્રિયોની પટુતા પ્રાપ્ત થાય છે તેવું સન્મનુષ્યપણું મેળવી ભવિ પ્રાણીઓ વાસી અને કોહેલા અન્નનો ત્યાગ કરવારૂપ વ્રતને ગ્રહણ કરો. વ્યાખ્યાન ૧૨૦ અજાણ્ય ફળ વર્ચ હવે અજાણ્યા ફળ સંબંધી ગુણ દોષ કહે છે– फलान्यज्ञातनामानि, पत्रपुष्पाण्यनेकधा । गुरुसाक्ष्यात्मसौख्यार्थं, त्याज्यानि वंकचूलवत् ॥१॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-“જેના નામ જાણવામાં ન હોય તેવાં અજાણ્યાં ફળ, પુષ્ય અને પત્રોને આત્મસુખને માટે ગુરુની સાક્ષીએ વંકચૂલની જેમ ત્યજી દેવાં.” તે વંકચૂલનો પ્રબંઘ આ પ્રમાણે વંકચૂલની કથા ઢીંપુરી નામે નગરીમાં વિમલયશ નામે રાજા હતો. તેને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર પુત્રી હતા. તેમાં પુષ્પચૂલ પ્રકૃતિથી બળવાન અને ઉદ્ધત હતો, તેથી લોકમાં વંકચૂલ એવા નામથી પ્રખ્યાત થયો હતો. તેની રંજાડથી કંટાળીને પ્રજાએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ક્રોઘ પામી તેને નગરીની બહાર કાઢી મૂક્યો. તેના અનુરાગથી તેની સ્ત્રી અને તેની બહેન પુષ્પચૂલા પણ તેની પાછળ ગયાં. અરણ્યમાં જતાં ભીલ લોકોએ તેને પોતાનો રાજા કર્યો. એક વખતે તે સિંહગુહા નામની પાળમાં (પલ્લીમાં) કોઈ આચાર્ય પધાર્યા. તેમણે વર્ષાકાળના ચાર માસ રહેવા માટે વંકચૂલની પાસે સ્થાનની યાચના કરી. વંકચૂલે કહ્યું કે, “જો અહીં રહેવું હોય તો મારી સીમમાં ઘર્મોપદેશ કરવો નહીં, મૌન રહેવું.' સૂરિએ કહ્યું કે, “તે અમારે માન્ય છે, પણ જ્યાં સુધી અમે રહીએ ત્યાં સુધી તમારે જીવહિંસા કરવી નહીં.” વંકચૂલે તે સ્વીકાર્યું. ચાર માસ પછી વિહાર કરવાનો સમય આવ્યો એટલે આચાર્યો વંકચૂલને જણાવ્યું. કહ્યું છે કે “સાધુ, પક્ષી, ભ્રમરનાં ટોળાં, ગોકુળ અને મેઘ એક ઠામે રહેતાં નથી.” સૂરિની સાથે કેટલેક સુધી વંકચૂલ વળાવવા ગયો. જ્યારે પોતાની સીમા પૂરી થવાથી તે ઊભો રહ્યો ત્યારે સૂરિ ઉપદેશ આપતાં બોલ્યા કે, “હે ભદ્ર! સમસ્ત વિશ્વ નિયમને આધીન છે. નિયમહીન જીવન અભિશાપ છે. માટે તું કંઈક નિયમ લે જેથી અમારો તને થયેલો સમાગમ સફળ થાય.” વંકચૂલે કહ્યું કે–અમારી પાપમય જ જીવિકા છે, અમ હતભાગીના ભાગ્યમાં નિયમ કેવી રીતે આવી શકે?” ત્યારે સૂરિ બોલ્યા કે “હે ભદ્ર! તું સહેલાઈથી પાળી શકે તેવા જ નિયમ બતાવું છું. તું આ નિયમ લે–૧ અજાણ્યા ફળ ખાવા નહીં. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કોઈની ઉપર ઘા કરવો, ૩ રાજાની સ્ત્રીને સેવવી નહીં અને ૪ કાગડાનું માંસ ખાવું નહીં.” આ નિયમ સુગમ લાગવાથી વંકચૂલે ગ્રહણ કર્યા. પછી તે ગુરુને નમીને પોતાને ઘેર ગયો. એક સમયે વંકચૂલ બીજા ચોરોની સાથે કોઈ સાર્થને લૂંટીને અરણ્યમાં પેઠો. તે વખતે સર્વને બહુ સુઘા લાગી. બીજા ચોર લોકોએ સુઘાર્ત થઈ કિંપાકના ફળ ખાઘા પરંતુ વંકચૂલે અજ્ઞાત ફળનો અભિગ્રહ હોવાથી તે ફળનું નામ ન જાણવાના કારણથી ખાઘા નહીં. બીજા ચોર મૃત્યુ પામી ગયા; કારણ કે કિંપાકના ફળ વિષમય હોય છે. તે જોઈ વંકચૂલે વિચાર્યું કે “અહો!નિયમનું ફલ કેવું ઉત્તમ?” પછી તે ત્યાંથી રાત્રે પોતાને ઘેર આવ્યો, ત્યાં પોતાની પત્ની સાથે તેણે એક પુરુષને સૂતેલો જોયો; એટલે કોપથી હાથમાં ઉઘાડી તલવાર લઈ તેને મારવા તૈયાર થયો. ત્યાં ગુરુએ આપેલો નિયમ યાદ આવવાથી સાત આઠ પગલાં પાછો હઠ્યો; તેથી હાથમાં ઉગામેલું ખગ દ્વાર સાથે અથડાયું, તેના અવાજથી તેની બહેન જાગી ઊઠી અને બોલી કે “તું કોણ છે?” સ્વર ઉપરથી બહેનને ઓળખીને તેણે પૂછ્યું કે, “આવો પુરુષ વેષ કેમ લીઘો છે?” તેણે કહ્યું કે, “પુરુષનો (તારા) વેષ લઈને નટનું નૃત્ય જોવા સભામાં ગઈ હતી. ત્યાંથી પાછી ફરતાં થાકી જવાથી વેષ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વ્યાખ્યાન ૧૨૦]. અજાણ્ય ફળ વર્ચ બદલ્યા વિના એમ ને એમ મારી ભાભી સાથે સૂઈ ગઈ હતી. તે સાંભળી તેણે પોતાને નિયમ દેનારા ગુરુની પ્રશંસા કરી. એક વખતે પેલા સૂરિના શિષ્યો ત્યાં આવ્યા, તેમને નમી વંકચૂલે શ્રી જિનપ્રાસાદ કરાવવા વિષે ઘમદેશના સાંભળી. તેથી તત્કાળ તેણે તે જ પલ્લીમાં ચર્મણવતી નદીને તીરે એક જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં શ્રી વીરભગવંતની સ્થાપના કરી. અનુક્રમે તે તીર્થ થયું. એ તીર્થની યાત્રા કરવા કોઈ વણિક સ્ત્રી સાથે ત્યાં આવ્યો. ચર્મણવતી નદી ઊતરવા માટે તે દંપતી વહાણમાં બેઠા. પ્રાસાદનું શિખર જોતાં તે વણિકની સ્ત્રી ચંદનાદિક ઉત્તમ દ્રવ્યો સુવર્ણના કચોળામાં લઈ લઈને તેની સામે નાખવા લાગી. એટલામાં તે વણિક સ્ત્રીના હાથમાંથી કચોળું નદીમાં પડી ગયું. તે જોઈ વણિક બોલ્યો-“અરે ભદ્ર! બહુ ખોટું થયું, આ કચોળું રાજાનું છે. આપણે ઘરાણે રાખ્યું છે, તેમાં અમૂલ્ય રત્ન જડેલા છે, હવે હું તેને શું ઉત્તર આપીશ?” પછી તે વણિકની આજ્ઞાથી કોઈ એક માછી તે લેવા નદીમાં પડ્યો. અંદર શોઘતાં શોઘતાં શ્રી પાર્શ્વનાથના બિંબના ખોળામાં રહેલું તે કચોળું તેણે દીઠું. તે લઈને તેણે વણિકને આપ્યું. તે રાત્રે ખલાસીને સ્વપ્ન આવ્યું કે, “નદીમાં પુષ્પમાળા નાખવી, તે માળા જે સ્થાને સ્થિર થાય તેની નીચે શ્રી પાર્શ્વનાથજીના બિંબની શોઘ કરવી, અને તે બિંબ લઈને વંકચૂલને આપવું. ખલાસીએ તે પ્રમાણે કર્યું અને શ્રી પાર્શ્વનાથજીનું બિંબ કાઢીને વંકચૂલને આપ્યું. તેથી ઘણા ખુશી થઈ તેણે તે માછીને પુષ્કળ દાન આપ્યું; અને શ્રી વિરપ્રભુના પ્રાસાદની બહાર મંડપમાં તે બિંબને તેણે સ્થાપિત કર્યું. પછી નવીન ચૈત્ય બંઘાવી તેમાં સ્થાપવા માટે તે બિંબ લેવા માંડ્યું. ઘણા પુરુષોએ મળીને પ્રયત્ન કર્યો, પણ તે બિંબ ત્યાંથી ચલિત થયું નહી, ત્યાં જ રહ્યું. અદ્યાપિ તે ત્યાં જ છે. ત્યાર પછી એક દિવસ પેલા માછીમારે આવીને કહ્યું કે, “હે સ્વામિ! પૂર્વે નદીમાંથી જ્યાંથી બિંબ કાઢ્યું હતું ત્યાં જ બીજું એક બિંબ અને સુવર્ણનો રથ છે.” એટલે વંકચૂલે સભા વચ્ચે પૂછ્યું કે, “આ બન્ને બિંબ વિષે કોઈ કાંઈ પણ હકીકત જાણે છે?” એટલે એક વૃદ્ધ પુરુષે કહ્યું કે, “દેવ! પૂર્વે પ્રજાપાળ નામે રાજા શત્રુના સૈન્ય સાથે યુદ્ધ કરવા ગયા હતા, તે સમયે શત્રુના ભયથી તે રાજાની રાણી પોતાનું સર્વસ્વ અને આ બે બિંબ સુવર્ણરથમાં રાખીને આ ચર્મણવતી નદીને જલદુર્ગ ઘારી તેમાં એક વહાણમાં રહી હતી. એવામાં કોઈ દુર્જને આવીને તેને કહ્યું કે, “રાજા મૃત્યુ પામ્યા.” તે સાંભળતાં જ તેણે તે બિંબ તથા રથ સહિત વહાણ જ આક્રમણ કરવા વડે જળમાં ડુબાડી દીધું. એટલે વહાણમાં કાણું પાડી જલસમાધિ લીધી. પોતે જિન ધ્યાનથી મૃત્યુ પામીને દેવતા થયેલ હશે, નહીં તો આ બિંબનો મહિમા કોણ કરે? તે બે બિંબમાંથી એક બિંબ તમે લાવ્યા છો અને બીજું એક બિંબ ત્યાં જ રહેલ જણાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી તે બિંબ લેવા માટે વંકચૂલે અનેક ઉપાય કર્યા પણ તે નીકળ્યું નહીં. એમ સંભળાય છે કે, તે બિંબ અદ્યાપિ ત્યાં જ છે અને વર્ષમાં એક દિવસ દર્શન આપે છે.” શ્રી વિરપ્રભુના બિંબની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથનું બિંબ બહુ નાનું હોવાથી શ્રી વીરપ્રભુની આગળ તે બાળકરૂપ છે એવું ઘારી ત્યાંના મેવાડી ભીલ વગેરે લોકોએ તેનું ચલણ પાર્શ્વનાથ એવું નામ પાડ્યું. તે સિંહગુહા પલ્લીને ઠેકાણે અનુક્રમે મોટું નગર વસેલું છે. અદ્યાપિ શ્રી વિરભગવંતની તથા ચેલ્લણપાર્શ્વનાથની યાત્રા કરવા અનેક સંઘો ત્યાં આવી તેમને આરાઘે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ એક વખતે વંકચૂલ ઉજ્જયિની નગરીમાં ઘોના પુછે વળગીને રાજાના ભંડારગૃહમાં પેઠો. ત્યાં તે રાજાની મુખ્ય પટરાણીના જોવામાં આવ્યો, એટલે તેણે કોપ કરીને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું કે, “હું ચોર છું.” રાણીએ કહ્યું કે, “ભય પામીશ નહીં, પણ મારી સાથે સંગમ કર.” વંકચૂલે કહ્યું કે, “તું કોણ છે?” તે બોલી કે, “હું રાજાની રાણી છું.” ચોરે કહ્યું કે, “જો તું રાજપત્ની હો તો મારી માતા છો, માટે હું પાછો જાઉં છું.” તે સાંભળી રાણીએ નખ વડે પોતાના શરીરે વિદારણ કરીને પોકાર કર્યો, એટલે તત્કાળ રક્ષકપુરુષોએ આવીને વંકચૂલને બાંધી લીધો. આ બધી હકીકત ગુપ્ત ઊભેલા રાજાએ સાંભળી હતી; તેથી રાજાએ ચિંતવ્યું કે, “અહો! સ્ત્રીચરિત્ર કેવું દુર્લક્ષ છે પ્રાતઃકાળે રક્ષકો તેને રાજાની પાસે સભામાં લઈ ગયા. રાજાએ તેના બંઘન છોડાવ્યા એટલે તે નમસ્કાર કરીને આગળ બેઠો. રાજાએ પૂછ્યું કે, “તું મારા મંદિરમાં કેમ પેઠો હતો?” વંકચૂલ બોલ્યો કે, “દેવ! હું ચોરી કરવો પેઠો હતો, ત્યાં મને દેવીએ દીઠો, એટલે સિપાઈઓ પાસે પકડાવ્યો.” વંકચૂલે પેલી નીચ વાર્તા કહી નહીં, તેથી રાજા ઘણો ખુશી થયો અને તેને પુત્ર કરીને રાખ્યો. રાજાએ પટરાણીને મારવા માંડી, ત્યારે વંકચૂલે તેને બચાવી. આવી રીતે પ્રત્યક્ષ નિયમોનું ફળ દેખી વંકચૂલ મનમાં વારંવાર વિચારવા લાગ્યો કે, “અહો! નિયમોનું ફળ કેવું ઉત્તમ છે! એક વખતે રાજાએ તેને કોઈની સાથે યુદ્ધ કરવા મોકલ્યો. ત્યાં તે શત્રુસૈનિકોના ગાઢ પ્રહારોથી ઘાયલ થયો. રાજસેવકો તેને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેના ઔષધ માટે ઘણા વૈદ્યોને એકઠા કર્યા. વૈદ્યોએ કાગડાના માંસનું ઔષધ બતાવ્યું, પણ વંકચૂલે તેનો નિયમ કરેલ હોવાથી તે ઔષઘની ઇચ્છા કરી નહીં. પછી રાજાએ તેને સમજાવવા માટે તેના મિત્ર જિનદાસને નજીકના ગામમાંથી બોલાવ્યો. જિનદાસ ઉજ્જયિનીએ આવતો હતો, ત્યાં માર્ગમાં બે દેવીઓને રુદન કરતી તેણે દીઠી. શ્રેષ્ઠીએ પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુઓ છો?” તે બોલી કે, “ભદ્ર! અમે બન્ને ભર્તાર વગરની સૌઘર્મ દેવલોકનિવાસી દેવીઓ છીએ. કાકપક્ષીનું માંસ ન ખાય તો વંકચૂલ અમારો પતિ થાય તેમ છે; પણ તમારા વચનથી જો તે નિયમનો ભંગ કરશે તો તે દુર્ગતિને પામશે અને અમે ભર્તાર વિનાની રહીશું, એથી અમે રુદન કરીએ છીએ.” તે સાંભળી જિનદાસ બોલ્યો કે–દેવી! રુદન કરો નહીં, હું તેને વિશેષ વૃઢ કરીશ.” પછી જિનદાસ ઉર્જયિની આવ્યો અને રાજાની પ્રેરણા છતાં વંકચૂલને તેણે રસ્તામાં મળેલ દેવીઓની વાર્તા જણાવતાં કહ્યું કે, “મૃત્યુ આવે તે સારું, દારિત્ર્યનો સંગમ થાય તે સારું, પણ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે સારું નહીં.” ઇત્યાદિ રીતે તેને ઘર્મમાં દ્રઢ કર્યો. છેવટે મૃત્યુ પામીને તે બારમા અશ્રુતકલ્પમાં દેવતા થયો. જ્યારે જિનદાસ ત્યાંથી પાછો વળ્યો ત્યારે પાછી પેલી બન્ને દેવીઓને માર્ગમાં રુદન કરતી તેણે દીઠી. રડવાનું કારણ પૂછતાં તેઓ બોલી કે, “ભદ્ર! તે નિયમની અઘિક આરાધના કરવાથી અશ્રુત દેવલોકમાં દેવતા થયો, એટલે અમે તો ભર્તાર વિનાની જ રહી. તે સાંભળી જિનદાસ પોતાને ઘરે ગયો. ત્યારથી આ ઢીંપુરી તીર્થને નિર્માણ કરનાર વંકચૂલ અધિક પ્રખ્યાત થયો. જેમ શ્રી વંકચૂલ ચોર હોવા છતાં અંગીકાર કરેલા નિયમોને દ્રઢપણે પાળવાથી અશ્રુતકલ્પને પામ્યો, તેમ અન્ય ભવ્ય પ્રાણીઓ પણ સર્વ અભક્ષ્યનો ત્યાગ કરવાથી અત્યંત સુખની પુષ્ટિને પામે છે.” | અષ્ટમ રજબ સમાપ્ત ! છ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ (રdભ ૯) વ્યાખ્યાન ૧૨૧ સાતમા વ્રતની અંતર્ગત અનંતકાયનું સ્વરૂપ प्रसिद्धा आर्यदेशेषु, कंदा अनंतकायिकाः । द्वात्रिंशत् संख्यया ज्ञेया, त्याज्यास्ते सप्तमे व्रते ॥१॥ ભાવાર્થ-“આ આર્યદેશમાં કંદ વગેરે બત્રીશ પ્રકારના અનંતકાય પ્રસિદ્ધ છે, તે સાતમા વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય છે.” કંદ વગેરે અનંતકાય બત્રીશ પ્રકારના છે, તે આ પ્રમાણે–૧ સૂરણ કંદ, ૨ વજકંદ, ૩ લીલી હળદર, ૪ લીલું આદુ, ૫ લીલો કચૂરો, ૬ શતાવરી, ૭ વિલાલી (વરિયાળી કંદ), ૮ કુંઆર, ૯ થોર, ૧૦ ગલો, ૧૧ લસણ, ૧૨ વંશકારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણીની ભાજી, ૧૫ લોઢીની ભાજી, ૧૬ ગિરિકર્ણિકા, ૧૭ પત્રના કુંપલીઆ, ૧૮ ખરસુઓ, ૧૯ થેગી, ૨૦ લીલી મોથ, ૨૧ લોણરૂખ વલ્લી, ૨૨ ખિલ્લહુડા, ૨૩ અમૃતવેલ, ૨૪ મૂળા (કાંદા), ૨૫ ભૂમિમાંથી નીકળતા બિલાડીના ટોપ, ૨૬ વિદળના અંકુરા, ૨૭ ઢક્ક વષ્ણુલો, ૨૮ સુઅરવલ્લ, ૨૯ પલંક, ૩૦ કોમળ (કાચી) આંબલી, ૩૧ આલુ કંદ, ૩૨ પિંડાલુ-આ બઘા નામે કરી અનંતકાયિક છે. હવે તેઓના ભેદ પ્રસિદ્ધ નામથી કહે છે. (૧) સૂરણ કંદ પ્રસિદ્ધ છે. (૨) વજકંદ પ્રસિદ્ધ છે. (૩) આર્ટ (લીલી) હળદર, (૪) આદ્રકંદ શુગર તે લોકમાં “આદુ’ એવા નામથી પ્રસિદ્ધ છે, આÁકચૂરક, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) વિલરિકા, એક જાતની પ્રસિદ્ધ વેલ છે, (૮) કુમારી એટલે કુવારપાઠો, (૯) થોર, (૧૦) ગડુચી એટલે ગળો, (૧૧) લશુન કે લસણ, (૧૨) વંશકારેલા, (૧૩) ગાજર, (૧૪) લવણ, એક જાતની વનસ્પતિ છે જેને બાળવાથી સકિા (સાજીખાર) ઉત્પન્ન થાય છે. (૧૫) લોઢક એટલે કમલિનીનો કંદ, (૧૬) ગિરિકર્ણિકા એક જાતની વેલ. (૧૭) કંપલીઆ-(કોમળ પાંદડાં)–તે પ્રૌઢ પત્ર થયા પહેલાં બીજ ઊગવાને સમયે જે અંકુરા થાય છે તે બધા લેવા. અહીં શિષ્ય શંકા કરે છે કે “શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વ કિસલય-કુંપલીઆ ઊગતી વખતે અનંતકાય છે.” તે વાક્ય તો તમે સત્ય કર્યું, પણ અન્યત્ર શાસ્ત્રમાં જ કહેવું છે કે, નવિય મૂકે નીવો, સોવિય પત્ત પઢમયા તિ” એટલે જે મૂળનો જીવ છે તે પણ પ્રથમ ઊગતાં પત્રમાં આવે છે. એ વાક્યનું સમાધાન શું? એક ઠેકાણે સાંઘો છો તો બીજે ઠેકાણે તૂટે છે.” ગુરુ કહે છે-“તેનો ઉત્તર સાંભળ, ઉતાવળો ન થા. જે બીજ છે તેનો જીવ વર્ષાકાળ તથા પૃથ્વી વગેરે સામગ્રી પામીને ઊગવાની અવસ્થામાં તેનો તે રહે છે અથવા બીજો પણ હોય છે. બીજ, મૂળ ને પ્રથમ પત્રમાં એકજીવપણું કહેલું છે, તે અમે પણ જાણીએ છીએ. પણ કહ્યું છે કે, “બીજમાં મૂળપણે થઈને તે બીજનો જીવ અથવા બીજો જીવ તે પછી થનારી ઊગવાની અવસ્થાને ઉત્પન્ન કરે છે.” ઉભવ વખતે કિસલય–કંપલીઆની અવસ્થામાં જરૂર અનંતા જીવો ઉત્પન્ન થાય છે, તેથી તે મૂળનો જીવ પોતાની સ્થિતિના ક્ષયથી વિનાશ પામી તે જ જીવ અનંતકાયપણાને પ્રાપ્ત કરી જ્યાં સુધી પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વધે છે એટલે તેમાં વિરોઘ આવતો નથી; કેમકે ભાગ ૨-૧૨) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ કિસલયમાં અનંતકાયપણું અને એકકર્તાપણું બન્ને હોય છે. કેટલાક આચાર્યો પ્રથમ પત્ર એ શબ્દથી બીજની પહેલી ઊગવાની જ અવસ્થા કહે છે. પછી તે પ્રત્યેક હો કે સાધારણ હો. સાર એ છે કે સર્વ પ્રકારના કિસલય અનંતકાયિક છે. (૧૮) ખરસુઓ. (૧૯) થેગ તે ગોપીકંદ. (૨૦) લીલી મોથ. (૨૧) લવણનો બીજો પર્યાય ભ્રમર નામના વૃક્ષની ત્વચા (છાલ). તે ત્વચા સિવાય તેના બીજા અવયવ લેવા નહીં. (૨૨) ખિલોડા તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવલ્લી. (૨૪) ચોવીશમો ભેદ મૂળા છે. વૈષ્ણવો પણ કંદ (કાંદા) અને લસણ જેવું કદી જ ખાતા નથી, તેને સદંતર ત્યાજ્ય ગણવામાં આવેલ છે. તે વિષે મહાભારતમાં પણ લખે છે કે पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणं । भक्षणान्नरकं गच्छेद् वर्जनात् स्वर्गमाप्नुयात् ॥१॥ ભાવાર્થ-“પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ કરવું સારું નહીં. જો મૂળા ખાય તો નરકે જાય છે અને તેને વર્જવાથી સ્વર્ગે જવાય છે.” रक्तमूलकमित्याहु-स्तुल्यं गोमांसभक्षणं । श्वेतं तद् विद्धि कौंतेय ! मूलकं मदिरोपमम् ॥१॥ ભાવાર્થ-“હે કુંતીપુત્ર (અર્જુન)! રાતા મૂળાનું ભક્ષણ એ ગાયના માંસભક્ષણ બરાબર કહ્યું છે અને શ્વેત મૂળાનું ભક્ષણ એ મદિરાપાન જેવું કહ્યું છે.” વળી કહ્યું છે કે यस्मिन् गृहे सदानार्थं, कंदमूलानि पच्यते । स्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितं ॥१॥ ભાવાર્થ-જેના ઘરમાં હંમેશાં ખાવાને માટે કંદમૂળ રંઘાય છે, તેનું ગૃહ સ્મશાન જેવું છે અને પિતૃઓ તેને ત્યજી દે છે.” (૨૫) પચીશમો ભેદ ભૂમિરૂહ એટલે છત્રકનો છે. તે વર્ષાકાળમાં પૃથ્વીને ફાડીને ઊગી નીકળે છે, તેને બિલાડીના ટોપ કહે છે. (૨૬) છવીસમો ભેદ વિરૂઢ એટલે અંકુરિત થયેલા દ્વિદલ ઘાન્યનો છે. (૨૭) સત્તાવીસમો ભેદ ઢંકવર્ચ્યુલાનો છે, તે એક જાતનું શાક છે. (૨૮) અઠ્ઠાવીસમો ભેદ શુકર નામે વાલનો છે, તેમાં ઘા વાલ લેવા નહીં. (૨૯) ઓગણત્રીસમો ભેદ પત્યેક જાતના શાકનો છે. (૩૦) ત્રીસમો ભેદ કોમળ આંબલીનો છે. (૩૧) એકત્રીશમો ભેદ આલુકંદનો છે. (૩૨) બત્રીસમો ભેદ પિંડાલ નામે કંદજાતિનો છે. આ પ્રમાણે બત્રીશ પ્રકારના જ અનંતકાય જાણવા નહીં, પણ સિદ્ધાંત યુક્તિથી તે સિવાય બીજા પણ જાણી લેવા. કહ્યું છે કે, “જેની નસો, સંધિઓ અને ગાંઠ ગુણ હોય, જેના ભાંગતા સરખા કકડા થાય અને જે છેદ્યા થકાં પણ પાછાં ઊગે તે સાઘારણ શરીર કહેવાય; અને તેથી વિપરીત તે પ્રત્યેક શરીર કહેવાય.” તે એક શરીરમાં રહેલ અનંત જીવોને શ્વાસોશ્વાસ તથા આહાર વગેરે સર્વ એક સાથે જ હોય છે, તેને દુઃખ અનંતું છે. તે સાધારણ વનસ્પતિ કહેવાય છે, તેના સોયના અગ્ર જેટલા ભાગમાં પણ અનંત જીવો કહેલા છે; તેથી વિપરીત લક્ષણ જેનામાં હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. આ વિષે ઘણું કહેવાનું છે, પણ તે લોકપ્રકાશ ગ્રંથથી તથા વનસ્પતિસહતિકા ગ્રંથથી જાણી લેવું. Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૧] સાતમા વ્રતની અંતર્ગત અનંતકાયનું સ્વરૂપ ૧૭૯ લૌકિક શાસ્ત્રમાં (૩૮૧૧૭૨૯૭૦) આટલી સંખ્યાનો એક ભાર કહેલો છે. બીજે ઠેકાણે ત્રણ ક્રોડ એકાશી લાખ બાર હજાર એકસોને સિત્તેર (૩૮૧૧૨૧૭૦) આટલી સંખ્યાનો એક ભાર કહેલો છે. એક એક જાતિના એક એક પત્રાદિકની જુદી જુદી ગણતરી કરતાં અઢાર ભાર વનસ્પતિ થાય છે એમ કહેલું છે. તે આ પ્રમાણે— ચાર ભાર પુષ્પ, આઠ ભાર ફળ ને છ ભાર વેલો—એમ ત્રણે મળીને અઢાર ભાર વનસ્પતિ થાય છે, એમ શેષનાગે કહેલું છે; અથવા પક્ષાંતરે એમ પણ કહ્યું છે કે—ચાર ભાર કટુ, બે ભાર તિક્ત, ત્રણ ભાર મિષ્ટ, ત્રણ ભાર મધુર, એક ભાર ક્ષાર, બે ભાર કષાય, એક ભાર વિષસહિત, બે ભાર વિષરહિત–એમ અઢાર ભાર છે; અથવા છ ભાર કંટક, છ ભાર સુગંધી અને છ ભાર ગંધરહિત—એમ પણ અઢાર ભાર કહેલા છે. વળી એમ પણ કહ્યું છે કે, ચાર ભાર પુષ્પ વગરની વનસ્પતિ, આઠ ભાર ફળ વગરની વનસ્પતિ અને છ ભાર ફળ અને ફૂલવાળી વનસ્પતિ—એમ અઢાર ભાર વનસ્પતિ છે. જે અનંતકાય છે તે અભક્ષ્ય છે. કદી તે અચિત્ત થયેલ હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય નથી. તેમાં જે સૂંઠ વગેરે છે તે ગ્રાહ્ય છે. આ પ્રમાણે અનંતકાયનું સ્વરૂપ જાણીને તે સાતમા વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય છે. માટે તે અનંતકાય વસ્તુનું ભક્ષણ કરવું નહીં. એ વિષે ધર્મરુચિની કથા છે, તે આ પ્રમાણે— ધર્મરુચિની કથા વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેમને ધર્મરુચિ નામે એક પુત્ર થયો હતો. એક વખતે કોઈ તાપસ પાસે દીક્ષા લેવાની ઇચ્છાથી રાજા પુત્રને રાજ્ય ઉપર બેસાડવાને ઉદ્યુક્ત થયો. તે ખબર સાંભળી ધર્મરુચિએ પોતાની માતાને પૂછ્યું કે, ‘માતા! મારા પિતાજી શા માટે રાજ્યનો ત્યાગ કરે છે?” માતાએ કહ્યું, ‘“પુત્ર! આ રાજ્યલક્ષ્મી શા કામની છે? આ રાજ્યલક્ષ્મી ચપળ, નરકાદિ સર્વ દુઃખના હેતુરૂપ, સ્વર્ગ તથા મોક્ષના માર્ગમાં ભોગલરૂપ, પરમાર્થે પાપરૂપ અને આ લોકમાં માત્ર અભિમાન કરાવનારી છે; એથી તારા સુજ્ઞ પિતા તેનો ત્યાગ કરી સર્વ સુખનો સાધક ઘર્મ કરવાને ઉદ્યુક્ત થયા છે.” તે સાંભળી ધર્મરુચિએ કહ્યું કે, ‘હે જનની! જ્યારે એવી રાજ્યલક્ષ્મી છે ત્યારે શું હું મારા પિતાને એવો અનિષ્ટ છું કે તે સર્વ દોષની ભૂમિરૂપ રાજ્યલક્ષ્મી મને વળગાડે છે?’ આ પ્રમાણે કહી તેણે પણ પિતાની સાથે દીક્ષા લીઘી અને સઘળી તાપસક્રિયા તે યથાર્થપણે પાળવા લાગ્યો. એક વખતે અમાવાસ્યાને આગલે દિવસે (ચૌદશે) એક તાપસે ઊંચે સ્વરે આઘોષણા કરી કે, ‘હે તાપસો! આવતી કાલે અમાવાસ્યા હોવાથી અનાકુટ્ટી છે. માટે આજે દર્ભ, પુષ્પ, સમિધ, કંદ, મૂળ તથા ફળ પ્રમુખ લાવી મૂકવા યોગ્ય છે.’ તે સાંભળી ધર્મરુચિએ ગુરુ થયેલા પિતાને પૂછ્યું, ‘પિતાજી! આ અનાકુટ્ટી એટલે શું?” તેમણે કહ્યું, ‘પુત્ર! લતા વગેરેને છેદવાં નહીં તે અનાકુટ્ટી કહેવાય છે. તે અમાવાસ્યાનો દિવસ કે જે પર્વ ગણાય છે તે દિવસે ન કરવું. કારણ કે છેદનાદિ ક્રિયા સાવદ્ય ગણાય છે.’ તે સાંભળી ધર્મરુચિ ચિંતવવા લાગ્યો કે, ‘મનુષ્યાદિકના શરીરની જેમ જન્માદિ ધર્મના યુક્તપણાને લીધે વનસ્પતિમાં પણ સજીવપણું સ્ફુટપણે પ્રતીત થાય છે. અમુક દિવસે અનાકુટ્ટી પાળવાથી એ દિવસે હિંસાથી બચાય છે પણ કાલ માટેની હિંસા આજે જ થઈ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ જાય છે. મહેલ મૂકીને વનમાં આવવાનું પ્રયોજન એ જ છે કે નિષ્પાપ જીવન જીવી શકાય. માટે જો સર્વદા અનાકુટ્ટી થાય તો વઘારે સારું.” આવું ચિંતવનારા ઘર્મરુચિને અમાવાસ્યાને દિવસે તપોવનની નજીકના માર્ગે ચાલ્યા જતા કેટલાક સાઘુઓ જોવામાં આવ્યા. તેણે સાધુઓને પૂછ્યું કે, “શું તમારે આજે અનાકુટ્ટી નથી, કે જેથી આ વનમાં પ્રયાણ કરો છો?” તેઓએ કહ્યું કે, “અમારે તો યાવજીવિત અનાકુટ્ટી છે.” એમ કહી સાધુઓ ચાલ્યા ગયા. તે સાંભળી ઉહાપોહ કરતાં ઘર્મરુચિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેને યાદ આવ્યું કે, “હું પૂર્વ ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામી, દેવલોકનું સુખ અનુભવીને અહીં આવ્યો છું. પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવને અભયદાન આપ્યું હતું, તો હવે આ ભવમાં પણ તેની હિંસા કરવી મને યોગ્ય નથી.” આવું વિચારી તે પ્રત્યેકબુદ્ધ થયો. પછી તેણે બીજા કંદાદિકનું ભક્ષણ કરનારા તાપસોને પણ પચખાણ કરાવ્યા. मेषोष्ट्रहस्त्यादिभवेषु भक्षणं, वल्ल्यादिकानां बहुधा विधायितम् । श्राद्धत्वप्राप्याथ विधेहि रक्षणं, तासां यथा धर्मरुचिमुनींद्रवत् ॥४॥ ભાવાર્થ-“બકરા, ઊંટ અને હાથી વગેરેના ભવમાં વલ્લી પ્રમુખનું બહુ પ્રકારે ભક્ષણ કરેલું છે, તો હવે શ્રાવકપણાને પ્રાપ્ત કરીને હે જીવ! તે વલ્લી વગેરેનું રક્ષણ કર, કે જેથી ઘર્મરુચિ મુનદ્રની જેમ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૧૨૨ ભોગના પાંચ અતિચાર ભોગપભોગ વ્રતના વીશ અતિચાર છે, તેમાં પ્રથમ ભોગ સંબંધી પાંચ અતિચાર કહે છે सचित्तस्तेन संबंधः, संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते, भोगोपभोगमानगाः॥१॥ ભાવાર્થ-“સચિત્ત, સચિત્તની સાથે સંબંઘવાળું, મિશ્ર, અપક્વ અને દુષ્પક્વ–આ પાંચ પ્રકારની વસ્તુઓનો ઉપભોગ કરવો તે ભોગપભોગ વ્રતના પાંચ અતિચાર છે.” (૧) સચિત્ત તે કંદ વગેરે જાણવા. તેનો નિયમ લેનાર કોઈ મનુષ્ય અનાભોગપણે તેનું ભક્ષણ કરે તે પહેલો સચિત્ત અતિચાર જાણવો. ઘાન્યનું સચિત્તપણું એટલા કાળ સુઘી છે કે જ્યાં સુધીમાં બીજ નિર્જીવ થઈ જાય કે જે વાવવાથી પુનઃ અંકુરિત ન થાય. તે વિષે કહ્યું છે કે, “જવ, ગોઘુમ અને શાલિ એ ત્રણ વર્ષ પછી નિર્જીવ થાય છે, તિલ અને દ્વિદલ–એ પાંચ વર્ષ પછી નિર્જીવ થાય છે, અલસી, કોસંબો, કોદરા વગેરે સાત વર્ષ પછી નિર્જીવ થાય છે, જઘન્યથી અંતર્મુહૂર્ત પછી યોનિ-બીજનો વિધ્વંસ થાય છે તથા સેટુક-કપાસ તે ત્રણ વર્ષ પછી નિર્જીવ થાય છે ઇત્યાદિ સચિત્તનો વિચાર સૂત્રથી જાણીને એના અતિચારનો ત્યાગ કરવો. (૨) સચિત્તની સાથે પ્રતિબદ્ધ વસ્તુ એટલે વૃક્ષાદિકની સાથે સંબંધવાળો તત્કાળ ગ્રહણ કરેલ ગુંદર વગેરે અથવા રાયણ, ખજૂર, કેરી અને ખારેક પ્રમુખ, તેમજ સચિત્ત બીજ જેની અંદર રહેલ છે એવું પાકેલું ફળ તે પક્વ છે, તેથી પ્રાસુક છે માટે હું તેને ભક્ષણ કરીશ અને તેમાં બીજ અપ્રાસુક છે તેથી તેનો ત્યાગ કરીશ. એવી બુદ્ધિથી આખું ફળ મુખમાં નાખે તે સચિત્તપ્રતિબદ્ધ આહારરૂપ બીજો અતિચાર છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૨] ભોગના પાંચ અતિચાર ૧૮૧ (૩) જે સચિત્તની સાથે મિશ્ર હોય તે મિશ્રાહાર કહેવાય; અથવા તિલમિશ્ર જવ ઘાન્ય વગેરે મિશ્રાહાર કહેવાય. અથવા સચિત્તના સંભવવાળા અપક્વ જવ, અગ્નિથી સંસ્કાર કર્યા વગરની કાચા પાણીથી બંધાયેલી કણિક વગેરે-તેને લોટ છે એમ જાણી અચિત્તબુદ્ધિથી આહાર કરે. પણ જે પિષ્ટ (લોટ) ચાળ્યો હોય તે અંતર્મુહૂર્ત પછી અચિત્ત છે અને ચાળ્યો ન હોય તે મિશ્ર છે કારણ કે નહીં ચાળવાથી તેમાં ધાન્યના નખિયા પ્રમુખ રહે છે, તેથી તેનું અપરિણતપણું સંભવે છે. મિશ્રકાળનું માન પૂર્વે કહેલું છે. તેના આહારથી અનાભોગાદિ વડે અતિચાર થાય તે ત્રીજો અતિચાર છે. (૪) અભિષવ એટલે અનેક વસ્તુઓના સંધાનથી ઉત્પન્ન થાય તે અથાણું, મદિરા, સરકો ઇત્યાદિ માંસનો પ્રકાર અથવા ખાંડ વગેરે, અથવા તો સુરા થઈ શકે એવા દ્રવ્યનો કે તેવા વૃક્ષને ઉપયોગ–આ પણ સાવદ્ય આહારને છોડનારાને અનાભોગ વડે આહારમાં આવવાથી જે અતિચાર થાય તે ચોથો અતિચાર છે. (૫) દુઃપક્વ એટલે મંદ પક્વ એવો આહાર, જેમ કે અર્થો સેકેલો સાથવો, ચણા, જવ, ગોધૂમ, જાડા માંડી અને તિંડુરા પ્રમુખ ફલાદિ, તેમાં દુઃપક્વપણાથી સચેતનપણાનો સંભવ છે, અને પક્વપણાથી અચેતન છે. તે છતાં દુઃપક્વને અચિત્ત ઘારી સચિત્તના ત્યાગીને આ ભક્ષણ કરવાથી જે અતિચાર લાગે તે પાંચમો અતિચાર છે. વળી તે વિષે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રમાં “પો કુપૂવિ તુચ્છોહિ” ઇત્યાદિ ગાથામાં કહેલ છે. તેમાં અપક્વ અને તુચ્છ ઔષધિનો આહાર તે સચિત્તની અંતર્ગત જાણવો–આ પાંચ અતિચાર ભોગપભોગપરિમાણ વ્રતની અંદર જાણી લેવા, અને તે ભોજનઆશ્રયી છોડી દેવા. આ વિષે ઘર્મરાજાનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે ધર્મરાજાની કથા કમલપુર નગરમાં કમલસેન નામે રાજા હતો. એક વખતે તેની પાસે કોઈ નિમિત્તિઓ આવ્યો. તેણે રાજાને કહ્યું કે, “બાર વર્ષનો દુકાળ પડશે.” તે સાંભળી રાજા અને લોકો નિત્ય ચિંતાતુર રહેવા લાગ્યા. તેવામાં અશાડો મેઘ અત્યંત વર્ષો; તેથી સર્વ અતિ હર્ષ પામ્યા. તે ઉપર એક કાવ્ય છે तावनीतिपरा धराधिपतयस्तावत्प्रजाः सुस्थिताः । तावन्मित्रकलत्रपुत्रपितरस्तावन्मुनीनां तपः॥ तावन्नीतिसुरीतिकीर्तिविमलास्तावच्च देवार्चनं । यावत्स प्रतिवत्सरं जलधरः क्षोणीतले वर्षति ॥१॥ ભાવાર્થ-“જ્યાં સુધી પ્રતિવર્ષ પૃથ્વી પર મેઘ વર્ષે ત્યાં સુધી રાજાઓ નીતિથી વર્તે છે, ત્યાં સુધી પ્રજા સ્વસ્થ રહે છે, ત્યાં સુધી મિત્ર, સ્ત્રી, પુત્ર અને પિતાનો સંબંઘ રહે છે, ત્યાં સુધી મુનિઓથી તપસ્યા થાય છે, ત્યાં સુધી નીતિ, રીતિ અને નિર્મળ કીર્તિ પ્રવર્તે છે અને ત્યાં સુધી જ દેવપૂજા પણ થાય છે.” પછી સર્વ લોકો પેલા નિમિત્તિયાનું ઉપહાસ્ય કરવા લાગ્યા. અન્યદા કોઈ ચતુર્કાની યુગઘર નામે મુનિ ત્યાં પધાર્યા. રાજાપ્રમુખે તેમની પાસે આવી વંદના કરીને પૂછ્યું કે, “હે ગુરુમહારાજ! આ નિમિત્તિયાનું કથન કેમ ખોટું પડ્યું?” ગુરુમહારાજ બોલ્યા–“રાજન્! પુરિમતાલ નગરમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ સ્તિંભ ૯ પ્રવરદેવ નામે કોઈ ગૃહસ્થ રહેતો હતો. તેનું કુળ છિન્નભિન્ન થઈ ગયું હતું અને તે નિરંતર અવિરતિપણે સર્વભક્ષી હતો. એકદા તેને અજીર્ણ થવાથી કુષ્ઠરોગ થયો. લોકોએ તેને ધિક્કારવા માંડ્યો. એક વખતે કોઈ મુનિને જોઈને તેણે પૂછ્યું, “મહારાજ! મને કુષ્ઠરોગ થવાનું શું કારણ છે? અને આ રોગ શી રીતે ઉપશમી જાય? તે કહો.” મુનિ બોલ્યા- ભદ્ર! તારો આત્મા અવિરત હોવાથી અસંતોષીપણાને લીધે તું જ્યાં જ્યાં જે તે વસ્તુ ખાતો હતો, તેથી પ્રબળ અજીર્ણ થવાને લીધે તને કુષ્ઠરોગ ઉત્પન્ન થયો છે. જો હવે વિરતિ થઈ ચતુર્વિઘ આહારનું પરિમિત ભોજન કરીશ તો તારા રોગનો ક્ષય થશે.” મુનિનાં વચનથી તેણે ત્યારથી એક અન્ન, એક વિગઈ, એક શાક અને પ્રાસુક જળ લેવાનો નિયમ કર્યો. એમ મિતભોજી થવાથી અનુક્રમે તે નીરોગી થઈ ગયો. પછી જેણે ઘર્મનું માહાસ્ય જાણ્યું છે એવો તે નિષ્પા૫ વૃત્તિથી વ્યાપાર કરતાં અનુક્રમે કોટિ પરિમિત ઘનવાળો થયો; પરંતુ પોતે ભોગપભોગથી પરામુખ થઈ નિયમિત આહારનું જ ભોજન કરનાર અને સુપાત્રને દાન આપનાર થયો. એક વખતે દુકાળના સમયમાં તે પ્રવરદેવે લાખો મહર્ષિઓને પ્રાસુક વૃતાદિકનું દાન દીધું અને લાખો સાથર્મીઓનો પ્રચ્છન્ન દાન આપીને ઉદ્ધાર કર્યો. એવી રીતે યાવજીવિત અખંડિતપણે વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે સૌઘર્મ દેવલોકમાં શકેંદ્રનો સામાનિક દેવતા થયો. એક વખતે તે દેવ સ્વર્ગના ચૈત્યોને નમસ્કાર કરતાં પોતાના મૃત્યુને નજીક જાણીને આ પ્રમાણે વિચારવા લાગ્યો કે, “જ્ઞાન દર્શનથી શુદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું તે ઉત્તમ છે પણ મિથ્યાત્વથી મોહિત બુદ્ધિવાળા ચક્રવર્તી થવું તે ઉત્તમ નથી.” આવી ભાવના ભાવતાં ત્યાંથી ચ્યવીને આ નગરમાં શુદ્ધબોઘ નામના શ્રાવકને ઘેર વિમલા નામની પત્નીના ઉદરમાં તે ઉત્પન્ન થયો. તેના જન્મથી અને શુભ ગ્રહચાર વગેરેના યોગથી જે દુષ્કાળ પડવાનો હતો તે નષ્ટ થયેલ છે.” આવું ગુરુનું વચન સાંભળી રાજા વિસ્મય પામ્યો અને રાણી વગેરે પરિવાર સહિત તે શુદ્ધબોઘ શ્રાવકને ઘેર ગયો. ત્યાં સર્વ લક્ષણસંપન્ન પુત્રને જોઈ રાજા બહુ ખુશી થયો. પછી તેને પોતાના ખોળામાં બેસાડી રાજાએ આ પ્રમાણે એક શ્લોક કહ્યો मूर्त्तिमानिव धर्मस्त्व-मित्थं दुर्भिक्षभंगकृत् । इति तस्याभिधा धर्म, इति धात्रीभृता कृता ॥१॥ ભાવાર્થ-“હે વત્સ! તું જાણે મૂર્તિમાન ઘર્મ હોય તેવો છે અને દુકાળનો ભંગ કરનાર છે, તેથી હું રાજા તારું નામ “ઘર્મ” એવું પાડું છું. - હવેથી હું તારો કોટવાળ છું અને તું ઘર્મરાજા છે.” આ પ્રમાણે કહી રાજા ઘેર ગયો. પછી તે ઘર્મકુમાર યૌવનવયમાં ઘણી રાજકન્યાઓ પરણ્યો. તે રાજાના પુણ્યથી નિરંતર સુભિક્ષ વગેરે થયા અને સર્વત્ર અદ્વૈતપણે હર્ષ પ્રવર્યો. સમતિ મૂળ બાર વ્રતનો આરાઘક તે ઘર્મરાજા અનેક ભોગ ભોગવી અનુક્રમે દીક્ષા લઈ તે જ ભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિને પ્રાપ્ત થયો. આ પ્રમાણે તે ઘર્મરાજાના બે ભવનું વૃત્તાંત સાંભળીને જૈનધર્મમાં તત્પર એવા શ્રાવકોએ સાતમું વ્રત અંગીકાર કરવું.” Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૩] કર્માદાનના પંદર અતિયાર વ્યાખ્યાન ૧૨૩ કર્માદાનના પંદર અતિચાર अंगारवनशकट भाटकस्फोटजीविका । दंतलाक्षारसकेश - विषवाणिज्यकानि નાશા - यंत्रपीडानिलांछन- मसतीपोषणं તથા 1 વવવાનું સર:શોષ, કૃતિ પંચશ ત્યનેત્ ॥૨॥ ભાવાર્થ—“અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ અને સ્ફોટકકર્મ એ પાંચ પ્રકારના કર્મ વડે આજીવિકા કરવી; દાંત, લાખ, રસ, કેશ અને વિષનો વ્યાપાર કરવો; યંત્રપીડા એટલે ઘાણી વગેરે યંત્રો ચલાવવા; નિર્વાંછન કર્મ કરવું; કુલટા સ્ત્રી વગેરેનું પોષણ કરવું; દાવાનળ મૂકવો અને સરોવરને શોષવું—એ પંદર કર્માદાનનો ત્યાગ કરવો.’ ૧૮૩ હવે પંદ૨ કર્માદાનનું વિવેચન કરે છે—ઉપરના શ્લોકમાં જે નીવિજ્રા (આજીવિકા) શબ્દ છે તે પ્રત્યેક કર્માદાનની સાથે જોડવો. ૧ અંગારકર્મ–એટલે કાષ્ઠ દહન કરીને નવા અંગારા પાડવા—ચૂનો તથા ઈંટની ભઠ્ઠી કરનારા તેમજ કુંભાર, લુહાર, કલાલ, સોની અને ભાડભુંજા વગેરેનું કર્મ તે અંગારકર્મ કહેવાય છે. તેનાથી જે જીવિકા કરવી તે અંગાર જીવિકા કહેવાય છે. એ આજીવિકા મુખ્યત્વે અગ્નિથી ચાલે છે. અગ્નિ દશ તરફ ઘારવાળું (દશધારું) ખડ્ગ છે. કારણ કે તેમાં સર્વ જગતને દહન કરવાની શક્તિ છે, તેવી આજીવિકામાં છજીવનિકાયનો સ્પષ્ટ વધે થાય છે; તેથી એ વ્યાપાર ગૃહસ્થને ત્યાગ કરવા યોગ્ય છે. એ પહેલો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૨ વનકર્મ-વનસ્પતિ સંબંધી છેઠેલાં અને વગર છેઠેલાં પત્ર, પુષ્પ, ફળ, કંદ, મૂળ, તૃણ, કાષ્ઠ અને વાંસ વગેરે લાવીને વેચવા; તેમજ બાગ તથા વનકટી વગેરે કરવાં તે ‘વનકર્મ' કહેવાય છે. તેનાથી જીવિકા કરવી તે ‘વનકર્મ જીવિકા' કહેવાય છે. એ આજીવિકા વૃક્ષને આશ્રયીને હોવાથી તેમાં વૃક્ષાદિકના આશ્રિત એવા ત્રસ પ્રમુખ જીવોનો વધ થાય છે. એ બીજો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૩ સાડીકર્મ–ગાડાં અને ગાડાંનાં અવયવો—પૈડાં વગેરે કરવાં, ગાડાં ખેડવાં અથવા તે વેચવા, તે ‘શકટકર્મ જીવિકા' કહેવાય છે. ગાડાં ચલાવવા વડે આજીવિકા કરવાથી માર્ગમાં રહેલા ષટ્જવનિકાયનો વધ થાય છે. એ ત્રીજો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૪ ભાડીકર્મ–ઊંટ, બળદ, પાડા, ખચ્ચર અને ઘોડા વગેરેના ભાડાં કરવાં એટલે ભાડે આપી ભાર વહન કરાવવું તે ‘ભાટકકર્મ જીવિકા’ કહેવાય છે; તેથી ભારવાહક પ્રાણીઓને બહુ દુઃખ થાય છે. એ ચોથો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૫ ફોડીકર્મ–જવ, ગોઘુમ, મગ, અડદ અને ચણા વગેરે ઘાન્યની કરડ કરાવવી, એટલે ઘાન્ય છૂટું પાડવું, સાથવો કરવો, દાળ કરાવવી, શાલિને ખંડાવી ચોખા કરવા, તળાવ વાપી અને કૂવાને માટે પૃથ્વી ખોદાવવી, હળ ખેડવું ખને ખાણમાંથી પાણા કઢાવી ઘડાવવા—એ ‘સ્ફોટકકર્મ’ કહેવાય છે. તેનાથી જીવિકા કરવી તે ‘સ્ફોટક જીવિકા’ છે. તેમાં કણના દલનથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વનસ્પતિકાય જીવોનો, ભૂમિ ખોદવાથી પૃથ્વીકાયનો અને તેને આશ્રયીને રહેલા ત્રસાદિ જંતુઓનો વઘ થાય છે. એ પાંચમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. હવે પાંચ વાણિજ્ય સંબંધી પાંચ અતિચાર કહે છે. ૧ પ્રથમ દંતવાણિજ્ય-એટલે હાથીના દાંત, હંસ વગેરે પક્ષીના રોમ, મૃગોના ચર્મ, ચમરીમૃગના પુચ્છ, સાબર વગેરેના શૃંગ તેમજ શંખ, છીપ, કોડી અને કસ્તૂરી વગેરેના ઉત્પત્તિસ્થાને જઈ તે તે પ્રકારના ત્રસકાય જીવોના અંગાદિ ગ્રહણ કરવા અને તેનો વ્યાપાર કરવોએ “દંતવાણિજ્ય” કહેવાય છે. કદી પોતે તે જીવોની હિંસા ન કરે પણ તેના ઉત્પત્તિસ્થાને વ્યાપારીને આવેલા જોઈ ભીલ વગેરે નીચ લોકો લોભથી તત્કાળ હસ્તી વગેરે જીવોનો વઘ કરે છે અને તેના વ્યાપારીઓને જોઈતી ચીજો લાવી દે છે. તેથી તે ત્યાજ્ય છે. એ છઠ્ઠો કર્માદાન સંબંધી અતિચાર છે. ૨ બીજું લાક્ષાવાણિજ્ય-એટલે લાખ વગેરે હિંસક વસ્તુઓનો વ્યાપાર. લાખમાં ત્રસ જીવો ઘણા હોય છે. વળી તેના રસમાં રુધિરનો ભ્રમ થાય છે. વાવડીની ત્વચા અને પુષ્પ મદિરાનું અંગ છે અને તેનો કલ્ક (કણિયા) ઘણા જીવોની ઉત્પત્તિના હેતુરૂપ છે. ગળી ઘણા જીવોના ઘાતથી થાય છે. મનશિલ અને હડતાલમાં ઘણા માખી વગેરે જીવોની હિંસા થાય છે. પડવાસ ત્રસ જીવોથી વ્યાસ હોય છે. ટંકણખાર, સાબુ અને ક્ષારાદિકમાં પ્રત્યક્ષ મહાદોષ જોવામાં આવે છે. લાખ વગેરેના દોષયુક્તપણા વિષે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે-“લાખ, ગળી, તિલ, ક્ષાર, કસુંબો, દૂઘ, ઘી, દહીં અને છાશને વેચનારો બ્રાહ્મણ શુદ્ર કહેવાય છે.” આ સાતમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૩ ત્રીજું રસવાણિજ્ય-એટલે મઘ, મદિરા, માંસ, માખણ, દૂધ, દહીં, ઘી અને તેલ વગેરે રસ પદાર્થોનો વ્યાપાર કરવો તે. તેમાં પણ પ્રથમ પહેલી યુક્તિથી દોષો જાણી લેવા. દૂઘ વગેરેમાં સંપાતિમ જીવોનો પણ વધે થાય છે. બે દિવસ ગયા પછી દહીં અને છાશમાં મહાન દોષ ઉદ્ભવે છે. તેમાં પણ છાશ તો સોળ પહોરની અંદર પણ ગળીને પીવા યોગ્ય છે. તે વિષે કહ્યું છે કે, “જો છાશ ગળ્યા વગરની ગ્રહણ કરે તો ઘણા દોષ ઉત્પન્ન થાય છે. કારણ કે તેમાં માખણનો યોગ હોય તો તત્કાળ જીવોની ઉત્પત્તિ થઈ આવે છે.” ઘી અને તેલના વ્યાપારમાં પણ ઘણા દોષો છે, તેમાં પણ ત્રસાદિ જીવો અવલિત થતા તરત નાશ પામે છે. ઘીમાં છાશ આદિનો અંશ રહી જતાં તેમાં અગણિત ઇયળો ઊપજે છે. વળી, ઘી અને તેલના વ્યાપારમાં દુર્ગાનથી પણ મહા પાપ લાગે છે. કદી બીજી રીતે આજીવિકા ચાલે તેમ ન હોય તેથી ઘી, તેલ વેચવા વડે આજીવિકા કરવી પડે તો તેમાં અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “અભિપ્રાયના વશથી પાપધ્યાન (દુર્ગાન) થાય છે, કાંઈ વસ્તુના દર્શનથી થતું નથી.” આ વિષય ઉપર વિદ્વાનોએ વૃત તથા ચર્મના વ્યાપારીની કથા જાણી લેવી. તે કથા આ પ્રમાણે છે વૃત તથા ચર્મના વ્યાપારીની કથા એક જ નગરના રહેવાસી કોઈ બે વણિક આષાઢ માસમાં પોતપોતાના વ્યાપારને અર્થે દેશાંતર જતાં માર્ગમાં કોઈ ગ્રામે કોઈ શ્રાવિકાને ઘેર જમવા ગયા. શ્રાવિકાએ તેઓને પૂછ્યું કે, ૧. ઉપરથી પડે તે. Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૩] કર્માદાનના પંદર અતિચાર ૧૮૫ તમે કઈ કઈ વસ્તુનો વ્યાપાર કરો છો?' તેઓએ કહ્યું કે, “માતા! અમારામાં એક ઘીનો વ્યાપારી છે અને બીજો ચામડાનો વ્યાપારી છે. તેની ખરીદી કરવા જઈએ છીએ.” તે સાંભળી શ્રાવિકાએ વિચાર્યું કે, “જે ઘીનો વ્યાપારી છે તેના પરિણામ અત્યારે સારા વર્તતા હશે. જેમ કે, “જો મેઘ સારા વરસે તો ગાયો અને ભેંસો દૂઘ ઘણું આપે, એટલે ઘી સોંઘું થાય.” આવા શુભ પરિણામનું ચિંતવન તેને થયા કરે; અને જે ચર્મનો વ્યાપારી છે તેના મનમાં અત્યારે પાપી વિચાર વર્તતા હશે. જેમકે “જો મેઘ સારા વરસે નહીં તો પશુઓ ઘણા મરી જાય એટલે ચામડાં સોંઘાં થાય.” આવા પરિણામ સારા નથી.” આવું વિચારી તે શ્રાવિકાએ ઘીના વ્યાપારીને ઘરમાં જ્યાં ચંદરવો બાંધ્યો હતો, તેની નીચે બેસાડી જમાડ્યો અને ચર્મના વ્યાપારીને ઘરની બહાર ઉઘાડા ભાગમાં બેસાડીને જમાડ્યો. તેઓ જમી રહ્યા પછી પોતપોતાના કામમાં પ્રવર્યા. તેઓ પોતપોતાનું કાર્ય કરીને પાછા ફરતાં ફરીથી તે જ શ્રાવિકાને ઘેર જમવા આવ્યા; જમવાને અવસરે શ્રાવિકાએ તેમને પ્રથમ કરતાં ઊલટી રીતે બેસાડ્યા. એટલે ઘીના વ્યાપારીને બહાર અને ચર્મના વ્યાપારીને ઘરની અંદર બેસાડ્યો. ઘીના વ્યાપારીથી આ સહન ન થયું. તેણે તરત પૂછ્યું કે, “હે માતા! પ્રથમ તમે જે અમારી બેઠક કરી હતી તે યોગ્ય હતી, કારણ કે મને ઘીના વ્યાપારીને ઘરમાં બેસાડ્યો હતો તે ઉત્તમ વ્યાપારને લીઘે યોગ્ય હતું. તો આ વખતે આમ ઊલટાપણું કેમ કર્યું?” ચામડાના વ્યાપારીએ પણ કહ્યું કે, “માતા! હું ચામડાંનો અઘમ વ્યાપારી છતાં આ વખતે મને ઘરમાં બેસાડ્યો અને ઘીના ઉત્તમ વ્યાપારીને બહાર બેસાડ્યો–એમ વિપરીતપણું કરવાનો શો હેતુ છે?” શ્રાવિકા બોલી-“હે પુત્રો! સાંભળો. જે ઘીનો વ્યાપારી છે તેની મનોવૃત્તિ હમણાં અશુભ થઈ છે, તે ઘી મોંઘું થાય એમ ઇચ્છે છે. ઘીનું મોંઘાપણું પશુઓને ઉપદ્રવ થવાથી જ થાય છે; અને તે ઉપદ્રવ મેધ અને ઘાસ પ્રમુખના અભાવે થાય છે. અને ચર્મના વ્યાપારીની મનોવૃત્તિ હાલ સારી છે. તે હાલ ચર્મને મોંઘા થવાને ઇચ્છે છે; અને ચર્મનું મોંઘાપણું પશુઓના આરોગ્યથી થાય છે. હે ભદ્ર! આવો વિચાર કરીને મેં તમારા બન્નેના આસનનું વિપરીતપણું કરેલું છે; કારણ કે હું શ્રાવિકા છું. ગુણી વિના બીજાને માન આપતી નથી. એથી જ મેં એ પ્રમાણે કર્યું છે.” આ વૃત્તાંત સાંભળી તેઓ પ્રતિબોઘ પામ્યા અને પાપવ્યાપાર છોડીને શુભ વ્યાપારમાં પ્રવર્યા. આ કથા સાંભળી ગૃહસ્થોએ રસવાણિજ્યનો ત્યાગ કરવો. આ આઠમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૪ ચોથું કેશવાણિજ્ય-પશુ-પક્ષીના રોમ, પીંછા, વાળ, ઊન અને ઉપલક્ષણથી દાસી દાસ વગેરે “માણસોનો, અને ગાય પ્રમુખ પશુઓ તથા પક્ષીઓનો વિક્રય કરવો તે. આ નવમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૫ પાંચમું વિષવાણિજ્ય-એટલે કોશ, કોદાળી અને લોઢાના હળ વગેરેનો તથા અનેક પ્રકારના શસ્ત્રોનો વ્યાપાર. આદિશબ્દથી વચ્છનાગ, અફીણ તથા સોમલ વગેરે વિષોનું પણ ગ્રહણ કરવું. શસ્ત્ર અને વિષ પ્રત્યક્ષપણે જીવિતને હણનારા જોવામાં આવે છે, તેથી તેનો વ્યાપાર પાપરૂપ છે. અન્યમતિ પણ વિષાદિ વાણિજ્યનો નિષેઘ કરે છે– x ગુલામોનો ઘંઘો. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ कन्याविक्रयिणश्च, रसविक्रयिणस्तथा । विषविक्रयिणश्चैव, नरा नरकगामिनः || १॥ [સ્તંભ ૯ ભાવાર્થ-કન્યાનો વિક્રય કરનાર, રસ પદાર્થનો વિક્રય કરનાર અને વિષનો વિક્રય કરનાર પુરુષો નરકે જાય છે.’’ આ દશમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. अंगारकर्मप्रमुखानि पंच, कर्माणि दंतादिकविक्रयाणि । विहाय शुद्धव्यवसायकश्च, गृही प्रशस्यो जिनशासनेऽस्मिन् ॥१॥ ભાવાર્થ-અંગારકર્મ વગેરે પાંચ કર્મ અને દંતવાણિજ્ય વગેરે પાંચ વાણિજ્યને છોડી શુદ્ધ વ્યવસાય (વ્યાપાર) કરનાર ગૃહસ્થ (શ્રાવક) જિનશાસનમાં પ્રશંસા કરવા યોગ્ય છે.’’ વ્યાખ્યાન ૧૨૪ કર્માદાનના છેલ્લા પાંચ અતિચાર (૧૧) અગિયારમું યંત્રપીલણકર્મ-યંત્રપીડા એટલે શિલા (છીપર), ખારણીઓ, મુશલ (સાંબેલું), ઘંટી, રેંટીઓ, નિસાતરો અને કંકપત્ર (કાંકશી) વગેરેનો વિક્રય કરવો અથવા તેલની ઘાણી ચલાવવી, શેલડીના વાઢ કરવા, ગોળ જમાવવો, સરસવ, અળસી, ડોલ, એરંડી વગેરેને પીલવા વડે તેલ કાઢવું, જળયંત્ર (પાણી કાઢવાના રેંટ) ચલાવવા—એ યંત્રપીડા સંબંઘી કર્મમાં અનેક ત્રસ જીવોનો પણ વધ થાય છે. તે જ કારણથી કહ્યું છે કે, ‘ખાંડણી, પેષણી, ઘંટી, ચૂલો, જળકુંભી (પાણીઆરું) અને માર્જની (સાવરણી) એ ગૃહસ્થને હિંસાનાં સ્થાન છે.’’ વળી તેલની ઘાણી વગેરે મહાપાપના હેતુ છે. તે વિષે શિવપુરાણમાં પણ કહ્યું છે કે, ‘હે રાજ! જે તેલની ઘાણી ચલાવે છે તેને તેમાં જેટલા તલની સંખ્યા પિલાય છે તેટલા હજાર વર્ષ સુધી રૌ૨વ નર્કમાં રંધાવું પડે છે.’ તેમજ ‘જે તલનો વ્યાપાર કરે છે તે તલના જેવા હલકા થાય છે, તલના જેવા શુદ્ર થાય છે અને તલની જેમ પિલાય છે.' તેમાં પણ ફાલ્ગુનમાસ પછી તલ પિલાવવા, તલ ખાવા કે તલનો વ્યાપાર કરવો તેમાં મોટો દોષ લાગે છે. કારણ કે તે સમયે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિનો સંભવ છે. તે વિષે કહ્યું છે કે, ‘ફાલ્ગુન માસ પછી તલ કે અળસી રાખવા નહીં, તેમજ ગોળ તથા ટોપરાં વગેરે પણ રાખવાં નહીં; કારણ કે વર્ષાકાળમાં તેમાં જીવોત્પત્તિ થવાથી ઘણા જીવોની હિંસા થાય છે.’ તેથી તે સમય ઉપરાંત તલ રાખવા નહીં. તલનો વ્યાપાર દુઃખદાયક છે એમ જણાવવા માટે તલના વ્યાપારી તિલભટ્ટની કથા કહે છે– તિલભટ્ટની કથા પૃથ્વીપુર નામના નગરમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં તલનો વ્યાપાર કરતો હતો; તેથી તેનું તિલભટ્ટ એવું નામ પ્રસિદ્ધ થયું હતું. તેને એક સ્વેચ્છાચારી સ્ત્રી હતી. તેણે તલની વખારમાંથી છાની રીતે પાંચ મુડા (માવિશેષ) તલ વેચી તેના પૈસામાંથી પોતાને મનગમતા ભોજન, વસ્ત્ર અને આભૂષણ મેળવ્યાં અને દુર્વ્યસન સેવવા લાગી. Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૪] કર્માદાનના છેલ્લા પાંચ અતિચાર ૧૮૭ એક વખતે તે સ્ત્રી વિચારવા લાગી કે, ‘જો મારો પતિ આ તલ વેચવાની વાત જાણશે તો મને હેરાન કરશે; માટે પ્રથમથી જ તેનો કાંઈક ઉપાય કરી રાખું.' આ પ્રમાણે વિચારીને એક વખતે તે તિલભટ્ટ રાત્રે પોતાના શાલિના ક્ષેત્રની રક્ષા કરવા ખેતરમાં ગયો હતો, તે અવસરે તે સ્ત્રીએ નગરની બહાર જઈ પિશાચણીનું રૂપ કર્યું. તે દિવસે મુનિપતિ નામે રાજર્ષિ મુનિની બારમી પ્રતિમા ધારણ કરી હેમંતઋતુમાં તે જ વનને વિષે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. સંઘ્યાકાળે ગાયો ચારીને નગરમાં આવતા ગોવાળો તે મુનિને જોઈ તેમને શીત ન લાગે તેવા ઇરાદાથી પોતાના વસ્ત્ર તે મુનિને ઓઢાડી પોતપોતાને ઘેર ગયા હતા. પેલી સ્ત્રી તે મુનિની આગળ આવી, મુખ ઉપર કાજળ લગાડી, કાળા વસ્ત્રો પહેરી, હાથમાં ઉઘાડું ખગ લઈ અને માથે બળતી સઘડી લઈ ભયંકર શબ્દ કરતી શાલિના ક્ષેત્રમાં રહેલા પોતાના પતિ તિલભટ્ટ પાસે ગઈ અને બોલી કે, અરે તિલભટ્ટ! હું ભૂખી છું માટે તારું ભક્ષણ કરીશ. જો તારે જીવવાની ઇચ્છા હોય તો તારી તલની વખારો મને અર્પણ કર.’ તિલભટ્ટ ભયથી વિહ્વળ થઈ તેના પગમાં પડીને બોલ્યો કે, ‘હે માતા! જાઓ, મારી વખારના બધા તલનું ભક્ષણ કરો.' આવું ચરિત્ર કરીને તે સ્ત્રી પાછી જ્યાં મુનિપતિ મુનિ કાઉસગ્ગ ઘ્યાને રહેલા હતા ત્યાં આવી. તેણે વિચાર્યું કે, ‘મારું આ ચરિત્ર આ મુનિએ જોયું છે, તેથી તે સવારે લોકોની આગળ કહી દેશે, માટે જ્વળતા અગ્નિથી તેને બાળી નાખું.' આવું ચિંતવી મુનિના શરીર ઉપર રહેલા વસ્ત્રો સળગાવીને તે પોતાને ઘેર ગઈ, અને અસલ વેષ ધારણ કર્યો. મુનિપતિ મુનિ તો પ્રબલ આયુષ્યને લીધે જીવતા રહ્યા. તેમણે અગ્નિના પ્રબળ ઉપદ્રવમાં પણ શુભ ધ્યાન છોડ્યું નહીં. તે વખતે તેમણે ચિંતવ્યું કે, ‘અહો! આ અગ્નિ તો જડ એવા શરીરના પુદ્ગલોને બાળે છે. પોતાનું ઘર દૂર છતાં બીજાનું ઘર બળતું જોઈને તો મૂઢ પુરુષ જ શોક ઘરે છે, હે ચેતન! તારું ઘર તો જ્ઞાનાદિ ગુણરૂપ છે, તેનું યત્નથી સમતારૂપ જળ વડે સિંચન કર, કે જેથી તેને ક્રોધરૂપ અગ્નિની જ્વાળા લાગે નહીં.’ આવા શુભ ધ્યાનમાં તત્પર એવા તે મુનિના મુખનું અવલોકન કરવા સૂર્યનો ઉદય થયો. સર્વત્ર પ્રાતઃકાળ થયો એટલે પેલા ગોવાળીઆઓ ત્યાં આવ્યા. તેમણે મુનિની આવી સ્થિતિ જોઈને તે નગરના કુંચિક નામના શ્રેષ્ઠીને તે વાત જણાવી. કુંચિક શેઠે અચંકારી શ્રાવિકાને ઘેરથી લક્ષપાક તેલ લાવીને તે વડે મુનિના દેહને નીરોગી કર્યું. પેલો તિલભટ્ટ રાત્રે ઘેર આવી સૂઈ ગયો. પણ તેને ભયથી જ્વર આવ્યો અને વિચારમાં પડ્યો કે, ‘અરેરે! મારી બઘી તલની વખારો ગઈ, હવે હું શું કરીશ?’ આમ વિચારતાં તેનું હૃદય ફાટી જવાથી તે મૃત્યુ પામ્યો. પછી ઘણા ભવ સુધી તે તલમાં જ ઉત્પન્ન થયો. પ્રાયે કરીને એમ જાણવું કે, ‘જે આ ભવમાં ઘાંચી થઈને તલ પીલવાનું કામ કરે છે તે મરીને તલમાં ઉત્પન્ન થાય છે અને તેણે તલપણે પીલેલા જીવો તેને તિલયંત્રમાં પીલે છે.' આમ વિચારી શ્રાવકોએ તલ પીલવાનો વ્યાપાર છોડી દેવો ઇત્યાદિ. આ યંત્રપીલણ કર્મ તે અગિયારમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૨) બારમું નિર્ધાંછન કર્મ–ગાય વગેરેના કાન, કાંબલ, શીંગડા અને પુચ્છ છેદવા, તેને નાથવા, આંકવા, નપુંસક કરવા (ખસી કરવા), બાળવા તેમજ ઊંટ પ્રમુખની પીઠ ગાળવી—એ નિર્ણાંછન કર્મ કહેવાય છે. તે પ્રમાણે કરવાથી ગાય, બળદ, અશ્વ અને ઊંટ વગેરેને ઘણી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ કદર્થના થાય છે, તેથી તેનો ત્યાગ કરવો. એ બારમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૩) તેરમું દવદાન કર્મ–અરણ્યમાં એક ભાગનો દાહ કરવાથી વનચર પ્રાણીઓ સુખે ચરે અને જૂનું ઘાસ બાળવાથી નવા અંકુરાની પેદાશ વધે એટલે ગાય પ્રમુખને ઘણો ચારો થાય અથવા વૃષ્ટિ પહેલાં જ ક્ષેત્રમાં દવ મૂક્યો હોય તો પછી તેમાં ઘણા ઘાન્યની નિષ્પત્તિ થાય. એવી ઇચ્છાથી લોભબુદ્ધિ વડે તે પ્રમાણે કરે. વળી ભીલ વગેરે પુણ્યબુદ્ધિથી કહે છે કે, “અમારા શ્રેયને અર્થે ઘર્મદીપોત્સવી કરવી, એટલે ડુંગર ઉપર દવ સળગાવવો.” વળી કોઈ કૌતુકથી પણ દવ સળગાવે છે; તથા કેટલાક હતાશનીમાં (હોળીમાં) મોટો અગ્નિ સળગાવવાથી ઘણું પુણ્ય માને છે. પરંતુ આવા દવ લગાડવાથી કોટીગમે જીવોનો વઘ થાય છે. પાંચમા અંગ શ્રી ભગવતીજીમાં ગણઘર મહારાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! જે માણસ અગ્નિને વઘારે સળગાવે તેને વઘારે પાપ કે જે જળ કે ધૂળ વડે અગ્નિને બુઝાવે તેને વઘારે પા૫?” પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! જે અગ્નિને વઘારે તે ક્લિષ્ટ કર્મ બાંધે અને જે બુઝાવે તે અક્લિષ્ટતર (ઘણાં હળવાં) કર્મ બાંધે.” તેથી શ્રાવકે દવ મૂકવા સંબંધી કર્મ કરવું નહીં. આ તેરમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૪) ચૌદમું સરશોષણ કર્મ-સરોવર વગેરેને શોષવામાં જળચર પ્રાણી મત્સ્ય વગેરેનો તેમજ છજીવનિકાયનો વઘ થાય છે, માટે તે કર્મ પણ ત્યજી દેવું. એ ચૌદમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૫) પંદરમું અસતીપોષણ કર્મ–પૈસા કમાવા માટે દુઃશીલ દાસીઓ રાખવી તેમજ શુક, સારિકા, મોર, માર્જર, કૂકડા, માંકડા, થાન અને ડુક્કર વગેરેનું પોષણ કરવું એ અસતીપોષણ કહેવાય છે. કારણ કે એવા જીવો જો કે અશુભ અન્નપાન, એંઠવાડ વગેરેથી પોષણ પામવા વડે પુષ્ટ થાય છે અને ઉંદર, ઇયળ, સસલા વગેરે જીવોને ખાઈ જાય છે. તેથી આપણને ઉંદર આદિનો ઉપદ્રવ થતો નથી, એમ વિચારી તેમનું પોષણ કરવું નહીં. તેમનું પોષણ કરવાથી પાપની જ વૃદ્ધિ થાય છે; તો પણ તેઓને અભયદાન તો આપવું. એ પંદરમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. આ પ્રમાણે પંદર કર્માદાનનો ત્યાગ કરવો. શ્રી ભગવતીજી અંગમાં શ્રાવકને માટે પંદર કર્માદાનનો સર્વથા નિષેઘ કહેલો છે તે ઉત્સર્ગિક જાણવો. કહ્યું છે કે, “જે પુણ્ય ઘર્મને બાઘા કરનારું હોય અને યશ આપે તેવું ન હોય, તે પુણ્ય ઘણા લાભવાળું હોય તો પણ પુણ્યાર્થી પુરુષોએ ગ્રહણ કરવું નહીં. પરંતુ કદી બીજો ધંધો થઈ શકે તેમ ન હોય, અથવા દુષ્કાળ પડેલો હોય અથવા રાજાની આજ્ઞા થઈ હોય-ઇત્યાદિ કારણોથી જો તે નિંદિત વ્યાપારોને સર્વથા ત્યાગ થઈ શકે નહીં અને તેમાંથી કોઈ કાર્ય કરવું પડે તો શ્રાવક અપવાદરૂપે કરે; પણ પોતાના આત્માની નિંદા કરતો સતો સશુગપણે કરે. મહારાજા સિદ્ધરાજે કરેલા સોરઠદેશના સ્વામી સન દંડનાયકે જેમ તે દેશની પેદાશનું સર્વ દ્રવ્ય રેવતાચલના જીર્ણોદ્ધારમાં પુણ્યરૂપે વાપર્યું હતું તેમ. આ પ્રમાણે પ્રથમ કહેલા ભોગોપભોગ સંબંઘી પાંચ અતિચાર અને કર્માદાન સંબંધી પંદર અતિચાર એમ કુલ વીશ અતિચાર થાય છે. તેનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણી સુજ્ઞ પુરુષોએ તેના ત્યાગપૂર્વક આ સાતમું વ્રત આચરવું.” Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૫] ન્યાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન ૧૮૯ વ્યાખ્યાન ૧૫ ન્યાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન પૂર્વે પાપવ્યાપારનો નિષેઘ કહ્યો ત્યારે કયા પ્રકારે દ્રવ્યવૃદ્ધિ કરવી તે કહે છે जहित्वा खरकर्माणि, न्यायवृत्तिममुंचकः । शुद्धेन व्यवसायेन, द्रव्यवृद्धिस॒जेत् गृही ॥१॥ અર્થ-ખરકર્મો તજીને, ન્યાયવૃત્તિ મૂક્યા સિવાય, શુદ્ધ વ્યવસાય વડે ગૃહસ્થ દ્રવ્યવૃદ્ધિ કરે.” ખરકર્મ એટલે નિર્દય જનોને ઉચિત એવા કોટ્ટવાળ, ગુકિપાળ (કલર) અને સીમપાળ વગેરેની નોકરી કે જે અત્યંત પાપવ્યાપારવાળી છે તે શ્રાવકે ન કરવી; અને સર્જનોને સ્તુતિ કરવા યોગ્ય એવી વાયવૃત્તિ રાખવી–શુદ્ધ નિષ્ઠા રાખવી. કારણ કે પરમાર્થ તો દ્રવ્ય ઉપાર્જનનો હેતુ ન્યાયવૃત્તિ જ છે. કહ્યું છે કે सुधीरर्थार्जने यत्नं, कुर्यान्यायपरायणः । न्याय एवानपायोऽय-मुपायं संपदां यतः॥१॥ ભાવાર્થ-“ડાહ્યા મનુષ્યો ન્યાયપરાયણપણે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનો યત્ન કરે છે, કારણ કે સંપદા મેળવવાનો અપાય એટલે કષ્ટ વિનાનો ઉપાય ન્યાય જ છે.” ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાંખડી અને પાસસ્થાના ઘન વડે, તેમજ દેશ, કાળ અને જાતિ વગેરેને અનુચિત એવા વ્યાપાર કરવા વડે જે દ્રવ્ય મેળવવું તે પણ અન્યાયવૃત્તિ છે. દેવદ્રવ્ય તો વ્યાજે લેવું તે પણ મહાન દોષોને આપનારું છે. તે વિષે લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येन यद्धनं ।। तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥ ભાવાર્થ-“દેવદ્રવ્યથી જે દ્રવ્યવૃદ્ધિ કરવી અને ગુરુદ્રવ્યથી જે ઘન મેળવવું, તે ઘન કુળના નાશને અર્થે થાય છે, અને તે દ્રવ્યનો મેળવનાર મૃત્યુ પામીને પણ નરકે જાય છે.” આ વિષે એક મહાભારતમાં દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે–પૂર્વે શ્રી રામચંદ્રજીના રાજ્યમાં એક વખતે કોઈ સ્થાન રાજમાર્ગમાં બેઠો હતો. તેને કોઈ બ્રાહ્મણે કાંકરાવડે માર્યો; એટલે તે શ્વાન રોષ કરી પોતાને નિરપરાધે મારનાર બ્રાહ્મણના વસ્ત્રનો છેડો મજબૂત પકડીને બોલ્યો કે–“અરે વિખ!તે મને નિરપરાધીને કેમ માર્યો?” તે સમયે એ કૌતુક જોવાને માટે ઘણા લોકો એકત્ર મળ્યા; અને તેમને ન્યાયસભામાં લઈ ગયા. રાજા રામચંદ્ર શ્વાનના મુખથી બધી હકીકત સાંભળી પેલા બ્રાહ્મણને દંડ કરવા યોગ્ય ગણી શ્વાનને પૂછ્યું કે, “આ તને મારનાર બ્રાહ્મણને શો દંડ કરું? શ્વાન બોલ્યો કે– તે દુષ્ટને કોઈ મહાદેવનો પૂજારી કરો.” રાજાએ પૂછ્યું કે, “એવો દંડ આપવાનું શું કારણ?” શ્વાન બોલ્યો-“મહારાજ! આજથી સાતમે ભવે હું કોઈ મહાદેવનો પૂજારી હતો. હંમેશા મહાદેવની પૂજા કરી રખે દેવદ્રવ્ય ખાવામાં આવે એવા ભયથી હું હાથ ઘોઈને ભોજન કરતો હતો. એક વખતે એવું બન્યું કે, કોઈ પર્વનો દિવસ આવ્યો એટલે મહાદેવનું લિંગ દૂઘ, દહીં અને ધૃત વડે પૂરવામાં આવ્યું. પછી મહાદેવનો પખાલ કરતી વખતે જામી ગયેલું ઘી મારા નખમાં ભરાઈ રહ્યું. ભોજન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ કરતી વખતે ઉષ્ણતાને લીધે તે ઘી ઓગળી ગયું, તે અજાણપણે મારા ખાવામાં આવી ગયું. તે દેવદ્રવ્ય ભક્ષણના દુષ્કૃત્યથી હું સાત ભવથી શ્વાનનો અવતાર પામ્યા કરું છું. આ ભવે તમારા પ્રભાવથી જાતિસ્મરણ થતાં મને માનુષીવાણી પ્રાપ્ત થઈ છે.” આ વાત સાંભળી તે બ્રાહ્મણે શ્વાનને પ્રસન્ન કરી તે સિવાય કોઈ બીજો દંડ કરાવવા પ્રાર્થના કરી. આવી રીતે અજાણપણે પણ જો દેવદ્રવ્ય ખાવામાં આવે તો દુઃખનું કારણ થાય છે. તેથી વિવેકી પુરુષોએ પોતાની શક્તિ પ્રમાણે દેવદ્રવ્યનું રક્ષણ કરવું. આ વૃત્તાંત સાંભળી અનેક રીતે અન્યાયવૃત્તિ છોડી દેવી, યશોવર્મા રાજાની જેમ ક્યારેય પણ નીતિ છોડવી નહીં. યશોવર્મા રાજાની કથા કલ્યાણકટક નામે નગરમાં યશોવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાય આપવામાં સદા તત્પર રહેતો. લોકોને ન્યાય આપવાને માટે તેણે પોતાના ગૃહના દ્વાર ઉપર એક ન્યાયઘંટા બાંધી હતી. એક વખતે તેના રાજ્યની અધિષ્ઠાત્રી દેવી રાજા યશોવર્માની ન્યાયવૃત્તિની પરીક્ષા કરવા એક ગાયનું રૂપ અને તેની સાથે એક તત્કાલ જન્મેલા વાછડાનું રૂપ કરીને રાજમાર્ગમાં બેઠી. તે વખતે યશોવર્મા રાજાનો પુત્ર પોતાના વાહનને વેગથી દોડાવતો ત્યાં આવ્યો. વેગને લીધે તેની ગાડી વાછડાની ઉપર થઈને પસાર થઈ ગઈ, તેથી તે વત્સ મૃત્યુ પામ્યો. તે જોઈ ગાય મોટે સ્વરે રુદન કરવા લાગી અને અશ્રુઘારા છોડવા લાગી. કોઈએ ગાયને સૂચના કરી કે, રાજદ્વારે જઈ ફરિયાદ કરીને ન્યાય મેળવ; એટલે ગાય ત્યાં ગઈ અને તેણે શીંગડાના અગ્રભાગ વડે પેલી ન્યાયઘંટા વગાડી. રાજા યશોવર્મા તે વખતે ભોજન કરવા બેઠો હતો. તેણે ઘંટાનો શબ્દ સાંભળી સેવકોને કહ્યું કે, “કોણ ઘંટા વગાડે છે? તપાસ કરો.” સેવકોએ જોઈને કહ્યું કે, “મહારાજ! કોઈ નથી, આપ ભોજન કરી લો.” રાજા બોલ્યો-“નિર્ણય કર્યા સિવાય કેમ ભોજન થાય?” એમ કહી ભોજનનો થાળ છોડી રાજદ્વારની દોઢીએ આવીને જોયું તો ત્યાં બીજું કોઈ જોવામાં આવ્યું નહીં, પણ પેલી ગાયને દીઠી. એટલે રાજાએ તેને કહ્યું કે, “હે ઘેનો! શું તારો કોઈએ પરાભવ કર્યો છે? કર્યો હોય તો તે મને બતાવ.” તે સાંભળી ગાય આગળ ચાલી એટલે પછવાડે રાજા ચાલ્યો. ગાયે પેલો મૃત્યુ પામેલો પોતાનો વાછડો જ્યાં પડ્યો હતો ત્યાં લઈ જઈ તે બતાવ્યો. તે જોઈ રાજાએ સર્વની વચ્ચે કહ્યું કે, “જેણે આ વત્સ ઉપર ગાડી હાંકી હોય, તે મારી આગળ હાજર થઈ જાઓ.” બધા તે વાક્ય સાંભળી રહ્યા, પણ કોઈ પ્રગટ થયું નહીં; એટલે રાજાએ પ્રતિજ્ઞા કરી કે, “જ્યારે આ વાર્તા સ્કુટ થશે, અર્થાત્ આનો ગુનેગાર મળશે ત્યારે હું ભોજન કરીશ.” રાજાને એક લાંઘણ થઈ એટલે બીજે દિવસે પ્રાતઃકાળે રાજકુમારે આવીને જણાવ્યું કે, “હે દેવ! તેમાં હું અપરાથી છું, તેથી જે યોગ્ય લાગે તે દંડ કરો.” પછી રાજાએ નીતિશાસ્ત્રને જાણનારા વિદ્વાનોને એકઠા કરીને પૂછ્યું કે, “આ રાજકુમારને શો દંડ આપવો જોઈએ?” નીતિવેત્તાઓએ કહ્યું-“મહારાજ! રાજ્યને યોગ્ય આ એક જ પુત્ર છે, તેને શો દંડ હોય?” રાજા બોલ્યો-“રાજ્ય કોનું? અને પુત્ર કોનો? મારા માટે તો નીતિ જ મોટી છે. સોમનીતિમાં કહ્યું છે કે, પોતાનો પુત્ર હોય તો પણ તેને અપરાઘ પ્રમાણે દંડ આપવો જોઈએ; તેથી જ તેને યોગ્ય દંડ હોય તે કહો.” આવા રાજાનાં વચનો સાંભળી તે વિદ્વાનોમાંથી એક બોલ્યો કે–“નીતિમાં એમ કહ્યું છે કે, જે બીજાને જેવી વ્યથા કરે તેવી વ્યથા Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૫] ચાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન ૧૯૧ તેને કરવી; કારણ કે જે જેવું કરે તેને તેવું કરવું જોઈએ.” તે સાંભળી રાજાએ પોતાની ગાડી મંગાવી અને પુત્રને બોલાવી કહ્યું કે, “હે પુત્ર! તું અહીં સૂઈ જા.તે વિનીત પુત્ર તત્કાળ સૂઈ ગયો. રાજાએ સેવકોને કહ્યું કે, “આ કુમારની ઉપરથી ગાડી વેગ વડે પસાર કરો.” કોઈ તેમ કરી શક્યું નહીં. ઊલટા સર્વ રાજાને વારવા લાગ્યા. તે છતાં રાજા તેમનું નહીં માનીને પોતે ગાડી ઉપર બેસી પુત્રના ચરણ ઉપરથી લેવામાં ગાડીને પસાર કરવા જતા હતા, તેવામાં દેવીએ પ્રગટ થઈ રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ગાય કે વત્સ કાંઈ જોવામાં આવ્યું નહીં. દેવી બોલી–હે રાજન! મેં તારી પરીક્ષા કરવા માટે આ બધી રચના કરી હતી. પ્રાણપ્રિય એવા એકના એક પુત્રથી પણ તને ન્યાય વહાલો છે એમ સિદ્ધ થયું છે, માટે ઘન્ય છે તને, તું નિર્વિને રાજ્ય કર.” આ પ્રમાણે ન્યાય સંબંધી દૃષ્ટાંત મનમાં ઘારણ કરીને ગૃહસ્થ એટલે શ્રાવકે ન્યાયવૃત્તિ છોડવી નહીં. શુદ્ધ વ્યાપાર વડે દ્રવ્યની વૃદ્ધિ કરવી. તે શુદ્ધ વ્યાપારમાં આ ચાર નિયમ પાળવા ૧ યથાર્થ બોલવું. ૨ વંચના (ઠગવા) વગરની ક્રિયા કરવી. ૩ અપાયનું પ્રકાશ ન કરવું (ચાડી ન ખાવી). ૪ સદ્ભાવ (મૈત્રીભાવ) રાખવો. તેમાં જે પ્રથમ “યથાર્થ બોલવું” તે આ પ્રમાણે–“ઘર્મ તથા અધર્મને જાણનારા ભાવશ્રેષ્ઠ પુરુષો બીજા ઠગાય તેવું ન બોલે; હમેશાં સત્ય અને મઘુર વચન જ બોલે. તેમાં પણ ઘર્મને પીડા કરે તેવું તો કદી પણ બોલે જ નહીં.” કમળશ્રેષ્ઠી વગેરેની જેમ. બીજો પ્રકાર ‘અવંચિકા ક્રિયા એટલે જેથી બીજાને વ્યસન-દુઃખ થાય તેવા હેતુવાળી મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ચેષ્ટા ન કરવી. જેમ કે, “જે શુદ્ધ ઘર્મનો અર્થી હોય તે પ્રતિરૂપ વિધિવડે તેમજ ખોટાં ત્રાજવાં, કાટલાં વગેરેથી ઓછું વધતું દેવા લેવા વડે બીજાને છેતરે નહીં.” ત્રીજો પ્રકાર “અપાય પ્રકાશ કરવો નહીંએટલે જે અશુદ્ધ વ્યાપાર કરવાથી ભાવી અનર્થ થાય; જેવા કે, રાજદંડ થાય અને નરકમાં પડવું પડે વગેરે. તેવા અશુદ્ધ વ્યાપારનો પ્રકાશ કરવો નહીં, અર્થાત્ તેવી કોઈની ચાડી ખાઈને પોતાના ઘનને વઘારવું નહીં. ચોથો પ્રકાર “મૈત્રીપણાનો ભાવ રાખવો” એટલે સારા મિત્રની જેમ નિષ્કપટપણે વર્તવું. દંભથી કોઈને છેતરવા નહીં. એવી રીતે ન વર્તતાં જે પ્રાણી ગાયના જેવા મુખવાળી અને વાઘના જેવા આચરણવાળી વૃત્તિથી વ્યવહાર કરે છે તે કોઈનો વિશ્વાસપાત્ર થતો નથી અને પાપનું ભાજન થાય છે. આ પ્રમાણે જાણીને શુદ્ધવૃત્તિથી દ્રવ્યની વૃદ્ધિ કરવી. ગૃહસ્થોને દરેક કાર્યની સિદ્ધિ દ્રવ્યથી થાય છે, પરંતુ ઘનવૃદ્ધિ માટે ઘર્મહાનિ થવી ન જોઈએ. માટે ઘર્મથી અવિરુદ્ધ વ્યાપાર વડે વૈભવની વૃદ્ધિ કરવી. એ સર્વનો ભાવાર્થ છે. “દેશ, જાતિ અને કુળના ઘર્મનો નાશ કરનાર કુબુદ્ધિને છોડી દેવાથી જ નીતિમાં તત્પર થવાય છે અને તેવા નીતિવાનપણાથી જ ઉત્તમ ઉપાસક (શ્રાવક) શુભ સંપત્તિને અને વ્યાપારની શુદ્ધિને પ્રાપ્ત કરે છે.” + વેચવાની વસ્તુમાં ભળી શકે તેવી ઓછી કિંમતની વસ્તુ ભેળવવી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ વ્યાખ્યાન ૧૨૬ શુદ્ધ વ્યાપાર શુદ્ધ વ્યાપાર કેવી રીતે થાય? તે કહે છે निंदायोग्यजनैः सार्धं कुर्यान्न क्रयविक्रयौ । द्रव्यं कस्यापि नो देयं, साक्षिणं भूषणं विना ॥१॥ ભાવાર્થ-“નિંદા કરવા યોગ્ય લોકોની સાથે ખરીદી કે વેચાણનું કામ કરવું નહીં અને સાક્ષી રાખ્યા વિના કે ઘરેણા વિના કોઈને દ્રવ્ય આપવું નહીં.” વિશેષાર્થ-નિંદા કરવા યોગ્ય લોકો જેવા કે નટ, ધૂતારા, વેશ્યા, કલાલ, કસાઈ, માછી, વાગરિક (વાઘરી), રાજદ્રોહી અને પૂજારા વગેરે, તેમની સાથે ગૃહસ્થ ક્રયવિક્રય (ખરીદી કે વેચાણ) ન કરવા. તેમજ શસ્ત્રધારી પુરુષોની તથા રાજા વગેરેની સાથે અલ્પ પણ વ્યવહાર કરવાથી પ્રાય કાંઈ પણ ગુણ થતો નથી; કેમકે જેને પોતાના હાથે દ્રવ્ય આપીને પાછું માગતાં ભય ઉત્પન્ન થાય તેની સાથે વ્યવહાર કરવાથી શું શુભ ફળ થાય? કહ્યું છે કે, “બ્રાહ્મણ સાથે અને શસ્ત્રથારીની સાથે શ્રેય ઇચ્છનાર વણિકે કદી પણ વ્યવહાર કરવો નહીં.” વળી જે જુગાર અને સુવર્ણસિદ્ધિ ઘાતુર્વાદ વગેરેથી દ્રવ્યની ઇચ્છા કરે છે, તેઓ મેશના કૂચડાથી પોતાનું ઘર ઘોળું કરવાને ઇચ્છે છે. કદી તેવા પ્રકારથી કે અશુદ્ધ વ્યવહાર કરવાથી લાભ પ્રાપ્ત થાય તો તે લાભ લાંબો કાળ રહેતો નથી અને માણસને લાલચુ, પરવશ અને પાંગળો બનાવી મૂકે છે. કહ્યું છે કે, “ખોટા માપ અને ખોટા તોલથી જે કાંઈ દ્રવ્ય ઉપાર્જન થાય છે તે તપેલા પાત્ર ઉપર મૂકેલાં જળના બિંદુની જેમ નાશ પામતું જોવામાં પણ આવતું નથી.” અર્થાત્ અતિ ત્વરાથી નાશ પામે છે. વળી ઘણા લોકોની સાક્ષી વગર કોઈને દ્રવ્ય આપવું નહીં, તેમજ ન દીઠેલું અને પરીક્ષા કર્યા વગરનું કરિયાણું લેવું નહીં; અને લેવું ત્યારે પણ ઘણા લોકોના સમુદાય સમક્ષ લેવું કે જેથી કદી વાંઘો પડે તો તે જોનારા સાક્ષીઓ સહાય આપે. સાક્ષી રાખીને આપેલું દ્રવ્ય વા કોઈ વસ્તુ પુનઃ કાળાંતરે પણ પ્રાપ્ત થાય છે. તે ઉપર એક વણિકનું દ્રષ્ટાંત કહેવાય છે તે આ પ્રમાણે ધૂર્ત વણિકનું દ્રષ્ટાંત કોઈ ઘનાઢ્ય ઘૂર્ત વણિક વિદેશ જતો હતો. માર્ગે ચાલતાં એક અરણ્ય આવ્યું. તેમાં ચોર લોકોની ઘાડ મળી. તેણે વણિકને જુહાર કરી તેની પાસેથી દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું, “કોઈ સાક્ષી રાખીને બધું દ્રવ્ય ખુશીથી લો, કોઈ અવસરે મને પાછું આપજો અને મને મારશો નહીં.” ચોરોએ વિચાર્યું કે, “આ વણિક મુગ્ધ (ભોળો) જણાય છે. પછી તેમણે કોઈ બિલાડાને સાક્ષી રાખી તેનું સર્વ દ્રવ્ય લઈને તેને છોડી મૂક્યો. તે વણિક અનુક્રમે તે ચોર લોકોના ગામઠામ વગેરે જાણી લઈને પોતાને ગામે ગયો. કેટલેક કાળે તે ચોર લોકો ઘણી વસ્તુઓ લઈને વેચવા માટે તેના ગામમાં આવ્યા. વણિકે તેમને ઓળખીને પોતે આપેલું દ્રવ્ય માગ્યું. ચોરોએ આનાકાની કરવા માંડી એટલે પરસ્પર કલહ થઈ પડ્યો. ન્યાયાધીશ આગળ તેઓ ગયા. ન્યાયાધીશે પૂછ્યું કે, “આ વાતમાં કોઈ સાક્ષી છે?” એટલે પેલો વણિક કોઈ કાળા બિલાડાને લઈ આવી પોતાની કાખમાં રાખીને બોલ્યો Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૬] શુદ્ધ વ્યાપાર ૧૯૩ કે, “આ બિલાડો સાક્ષી છે.” ચોર લોકોએ કહ્યું કે, “અમારે તે સાક્ષી જોવો છે, કે તે કેવો સાક્ષી છે?” વણિકે ચોરોને તે બતાવ્યો, એટલે ચોર લોકો બોલી ઊઠ્યા કે નહીં, આ તો કાળો છે અને તે તો કાબરો હતો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી તેમના મુખની જ કબૂલાત જાણી ન્યાયાધીશે તેમની પાસેથી બળાત્કારે સર્વ દ્રવ્ય પેલા વણિકને અપાવ્યું. આ દ્રષ્ટાંત ઉપરથી સાક્ષી રાખવાનું ફળ જાણી કોઈને સાક્ષી વિના ગુપ્ત રીતે કાંઈ પણ દ્રવ્ય આપવું નહીં કે મૂકવું નહીં. તેમજ કોઈને અલંકાર (ઘરાણું) લીઘા વિના અંગઉઘારે દ્રવ્ય આપવું નહીં. કારણ કે તેમ કરવાથી કદી પણ મૂળ ઘનનો નાશ થતો નથી. કહ્યું છે કે, “ઘનની રક્ષા કરવામાં પરાયણ એવા પુરુષે નટને, વેશ્યાને, જુગારીને અને જારપુરુષને ઉધારે દ્રવ્ય આપવું નહીં.” તેમાં પણ મુખ્ય રીતે ગૃહસ્થોએ વઘારે કિંમતનું ઘરાણું રાખીને દ્રવ્ય આપવું યોગ્ય છે. નહીં તો માગતી વખતે ક્લેશ, વિરોઘ, ઘર્મની હાનિ, લાંઘણ, ઘરણું ઘાલીને બેસવું અને સોગન ખાવા વગેરે અનેક અનર્થ કરવા પડે છે. તેમાં કદી સોગન ખાવાનો વખત આવે તો પણ જેમતેમ સોગન ખાવા નહીં. તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન, ઘર્મ અને તીર્થયાત્રા વગેરેના સોગન ખાવા નહીં. તે વિષે પૂર્વવિદ્વાનો કહે છે-“જે મૂઢ પુરુષો ખોટા કે સાચા ચૈત્યના સોગન લે છે, તે બોધિબીજનું વમન કરે છે અને અનંત સંસારી થાય છે.” વળી જો કદી લાંઘણ કરવાથી કાર્યસિદ્ધિ થાય તેમ લાગે તો પોતે જાતે લાંઘણ કરવી, પણ બીજા બાળ વૃદ્ધ પ્રમુખને લાંઘણ કરાવવી નહીં. કારણ કે ઢઢણઋષિએ એક ક્ષણમાત્ર પંદરસો જીવોને લાંઘણ કરાવી હતી, તેથી તેમને છ માસ સુધી આહાર મળ્યો ન હતો. ઇત્યાદિ અનેક દોષોની ઉત્પત્તિ પોતાની બુદ્ધિથી વિચારીને વઘારે કિંમતનું ઘરાણું રાખીને દ્રવ્ય આપવું. આ વિષયની હિતશિક્ષા માટે પૂર્વમુનિઓએ એક દ્રશંત કહેલું છે, તે આ પ્રમાણે– ભોળા વણિકપત્રનું દ્રષ્ટાંત જિનદત્ત નામના કોઈ શ્રેષ્ઠીને મુગ્ધ (ભોળો) એવા નામે પુત્ર હતો. સ્વભાવે પણ તે મુગ્ધ હતો. પિતાની પાસે પુષ્કળ દ્રવ્ય હોવાથી તે નિશ્ચિત રહેતો હતો. એક વખતે જિનદત્તનો અંતકાળ આવ્યો, એટલે તેણે પોતાના પુત્રમાં ભોળાપણાનો ગુણ જોઈ ગૂઢાર્થ વાક્યોથી આ પ્રમાણે શિક્ષા આપી–“હે વત્સ! ૧ ઘરની આસપાસ દાંતની વાડ કરવી. ૨ બીજાને ઘન આપ્યા પછી માગવું નહીં. ૩ માથે જરા પણ બોજો ઉપાડવો નહીં. ૪ હમેશાં દિવસને સફળ કરવો. ૫ સ્ત્રીને સ્તંભ સાથે બાંધીને મારવી. ૬ મિષ્ટાન્ન ભોજન કરવું. ૭ સુખે શયન કરવું. ૮ પ્રત્યેક ગામે ઘર કરવું. ૯ દુરવસ્થા આવે ત્યારે ગંગા અને યમુનાની વચ્ચે ખોદવું, અને ૧૦ પ્રત્યેક ક્ષેત્રે ઘન વાવવું. જો એ બાબતમાં કાંઈ શંકા પડે તો મારા મિત્ર સોમદત્તને પૂછવું.” આ પ્રમાણે કહી શ્રેષ્ઠી જિનદત્ત મૃત્યુ પામ્યા. ત્યાર પછી પિતાની શિક્ષાના ગૂઢ અર્થથી અજાણ એવો તેનો પુત્ર તે પ્રમાણે કરવાથી થોડા જ સમયમાં નિર્ધન થઈ ગયો, એટલે મૂંઝાઈને પાટલિપુત્ર નગરમાં પિતાના મિત્ર સોમદત્ત શ્રેષ્ઠીને ઘેર ગયો અને શેઠ પાસે જઈને બધી વાત કરી. શ્રેષ્ઠીએ તેને મુગ્ધ જાણી ઘણી વાર ખોટી કરીને પછી ચોળા પ્રમુખનું ભોજન પીરસ્યું. તે સુઘાપીડિત હોવાથી સુખડીની જેમ ખાઈ ગયો. પછી નામું માંડવા વગેરેમાં ઘણી રાત્રિ નિર્ગમન ભાગ ૨-૧૩) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ કરાવી એટલે તે મુગ્ધ બગાસાં ખાવા લાગ્યો અને અંગ મરડવા લાગ્યો, એટલે તેને માંકણવાળો માંચો સૂવા આપ્યો, જેમાં તે તત્કાળ નિદ્રાવશ થઈ ગયો. શ્રેષ્ઠીએ બ્રહ્મમુહર્ત (ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે, તેને જગાડ્યો. મુગ્ધ પ્રાતઃકાળે ઊઠીને પિતાએ કહેલી શિક્ષાનો ભાવાર્થ પૂછો, એટલે શ્રેષ્ઠીએ કહ્યું – સાંભળ, (૧) “ઘરની આસપાસ દાંતની વાડ કરવી,એટલે સર્વની આગળ હિતકારી અને પ્રિય વચન બોલવું, કે જેથી પોતાના મુખમાં રહેલા દાંતની જ પોતાની ફરતી વાડ થાય છે. કહ્યું કે, जिह्वामें अमृत वसे, विष भी उनके पास । एके बोल्ये कोडी गुण, एके कोडी विनाश ॥१॥ જિલ્લામાં અમૃત અને વિષ બન્ને વસે છે. એક વચને ક્રોડોગમે ગુણ થાય છે, અને એક વચને કોટીગમે વિનાશ થાય છે. આ પ્રમાણે પહેલી શિક્ષાનો ભાવાર્થ સમજવો. (૨) “બીજાને ઘન આપ્યા પછી માગવું નહીં એટલે સવાયું કે દોટું ઘરેણું રાખીને જ દ્રવ્ય આપવું કે જેથી તેની પાસે માગવા જવું પડે નહીં. તે પોતાની મેળે જ દેવા આવે. આ પ્રમાણે દ્રવ્ય આપ્યા પછી માગવું નહીં એવી બીજી શિક્ષાનો ભાવાર્થ છે. (૩) “માથે જરા પણ બોજો ઉપાડવો નહીં” એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, માથા પર કરજ સંબંધી ભાર રાખવો નહીં. તે વિષે શ્રી જિનાગમમાં કહ્યું છે કે જે પ્રમાણે નિર્વાહ થઈ શકે તે પ્રમાણે જ વચન બોલવું અને અર્થે માર્ગે છાંડવો પડે નહીં તેટલો જ ભાર ઉપાડવો.” વળી કરજ કાપવામાં પણ વિલંબ કરવો નહીં. કયો મૂઢ પુરુષ આ લોક અને પરલોકના બોજારૂપ ઋણને ક્ષણમાત્ર પણ ઘારણ કરે? કહ્યું છે કે “ઘર્મના આરંભમાં, કરજ ફિટાડવામાં, કન્યાદાનમાં, દ્રવ્યની પ્રાપ્તિમાં, શત્રુનો ઘાત કરવામાં, અગ્નિને બુઝાવવામાં અને રોગને શમાવવામાં કાળક્ષેપ કરવો નહીં.” તેલનું મર્દન, કરજનું ફિટાડવું અને કન્યાનું મૃત્યુ-એ તત્કાળ તો દુઃખરૂપ લાગે છે પણ પરિણામે સુખરૂપ છે. આ ભવમાં જો કરજ આપે નહીં તો ભવાંતરમાં તેનો સેવક અથવા પાડો થઈને અવતરવું પડે છે. વળી કરજ રાખવાથી બન્નેને પરસ્પર ભવાંતરે વૈરવૃદ્ધિ વગેરે પણ થયા કરે છે. એવી એક કથા છે કે ભાવડ શ્રેષ્ઠીને પૂર્વના ઋણ સંબંઘે એક પુત્ર થયો હતો. તે નઠારા સ્વપ્નથી સૂચવેલો અને મૃત્યુયોગમાં ઉત્પન્ન થયો હતો તેથી શ્રેષ્ઠીએ તેને નદીના તીર ઉપર રહેલા કોઈ વૃક્ષ નીચે છોડી દીધો. તે વખતે તે બાળક પ્રથમ રુદન કરી પછી હસતો હસતો બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! હું તમારી પાસે લાખ સોનૈયા માગું છું, તે આપો, નહીં તો તમને અનર્થ પ્રાપ્ત થશે.' એટલે શ્રેષ્ઠીએ તેને પાછો ઘરે લઈ જઈને તેના જન્મોત્સવ વગેરેમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચ્યુ. ષષ્ઠીને દિવસે લક્ષ સોનૈયા પૂરા ખર્ચાઈ ગયા, એટલે તે મૃત્યુ પામ્યો. એવી રીતે બીજો પુત્ર ત્રણ લાખ પૂરા ખર્ચ કરાવી મૃત્યુ પામ્યો. ત્રીજો પુત્ર સારા સ્વપ્નાથી સૂચિત આવ્યો. તેણે કહ્યું કે, “મારે તમારા ઓગણીશ લાખ સોનૈયા દેવા છે.” તે પુત્રનું નામ જાવડ પાડ્યું. તેણે માતાપિતાને નિમિત્તે ઘર્મકાર્યમાં તેટલું દ્રવ્ય ખર્ચવાનો નિર્ણય કર્યો. પછી કાશમીર દેશમાંથી નવ લાખ સોનૈયા ખર્ચી શ્રી 28ષભદેવ, પુંડરિકસ્વામી અને ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ લઈ આવ્યો અને એક લાખ સોનૈયા ખર્ચી તેની પ્રતિષ્ઠા (અંજનશલાકા) કરાવી. તે પછી અઢાર વહાણ વડે વ્યાપાર કરી અસંખ્ય દ્રવ્ય Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૬]. શુદ્ધ વ્યાપાર ૧૯૫ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય વડે શત્રુંજય ઉપર લેપ્યમય બિંબ હતા તે ઉત્થાપી તેને સ્થાને મણિમય બિંબની પ્રતિષ્ઠા કરી. આ કથા સાંભળીને ઘર્માર્થી પુરુષે તે ભવમાં જ ઋણનો સંબંઘ મુક્ત કરવો. પોતાનો દેવાદાર માણસ જો કરજ આપવાને અસમર્થ હોય તો “જો શક્તિ થાય તો આપજે, નહીં તો મારે ઘર્મસ્થાને હજો.” એમ તેની આગળ કહી દેવું, પણ ઋણનો સંબંઘ ચિરકાળ રાખવો નહીં. આ પ્રમાણે બન્ને જણે પરસ્પર વિવેક કરવો. આ પ્રમાણે પ્રસંગોપાત્ત કહેલી વાર્તાથી જાણવું કે, ત્રણનો ભાર માથા પર રાખવો નહીં. (૪) દિવસને સફળ કરવો' એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, ગૃહસ્થ દરરોજ કાંઈ પણ દ્રવ્ય પેદા કરવું; કેમકે ગૃહસ્થનો દિવસ તેથી સફળ થાય છે. કહ્યું છે કે, “વણિક, વેશ્યા, કવિ, ભાટ, ચોર, જુગારી અને બ્રાહ્મણ જે દિવસે નવા દ્રવ્યનો લાભ થાય નહીં, તે દિવસને નિષ્ફળ માને છે.” ગીત, નૃત્ય, નિંદા અને વિકથા વગેરે કરવા વડે દિવસ ગાળવાથી દિવસ સફળ થતો નથી. (૫) “સ્ત્રીને સ્તંભ સાથે બાંધીને મારવી” એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, સ્ત્રીને છોકરાંવાળી થયા પછી જ શિક્ષા કરવી ઘટે તો કરવી કે જેથી તે પુત્રાદિકના સ્નેહરૂપ સ્તંભ સાથે બંઘાયેલી હોવાથી તાડન કરવાથી પણ કાંઈ વિપરીત કરી શકતી નથી. (૬) “મિષ્ટાન્ન ભોજન કરવું એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, જ્યારે સારી પેઠે મુઘા લાગે ત્યારે ખાવું. તે વખતે જે કાંઈ ભોજન કરીએ તે સર્વ મિષ્ટ લાગે છે, કાંઈ પવાન્ન જ મિષ્ટ કહેવાતા નથી. ગઈ કાલે તે જે ભોજન કર્યું તે હલકું ભોજન હતું, તોપણ તને કેવું મિષ્ટ લાગ્યું હતું? તેમ હમેશાં જ્યારે મુઘા લાગે ત્યારે જ ભોજન લેવું. શ્રાવકના પાંત્રીશ ગુણોના વિવરણમાં કહ્યું છે– अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः। ભાવાર્થ-“અજીર્ણ હોય–પાચન ન થયું હોય ત્યાં સુધી ભોજનનો ત્યાગ કરવો અને વખતસર પોતાના શરીરને અનુકૂળ ભોજન કરવું.' પૂર્વે કરેલું ભોજન અપક્વ છતાં નવું ભોજન કરવાથી ઘણા રોગ થાય છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે, “મળમાં અને (અપાન) વાયુમાં દુર્ગઘ છૂટે, વિષ્ટા અપચ્યા જેવી આવે (એટલે મળ કાચો આવે), શરીર ભારે લાગે, અન્ન ઉપર અરુચિ થાય અને અશુદ્ધ ઓડકાર આવે–એ છ અજીર્ણનાં સ્પષ્ટ ચિહ્નો છે. તેથી અજીર્ણ હોય ત્યાં સુધી ભોજન છોડી દેવું અને ભૂખ લાગે ત્યારે વખતસર ખાવાની લોલુપતા છોડીને ભોજન કરવું. કહ્યું છે કે, વોઇનામિતિoid, સર્વ તકશન સમું | क्षणमात्रसुखस्यार्थे, लौल्यं कुर्वीत नो बुधाः॥४॥ ભાવાર્થ-“ગળાથી નીચે ઊતર્યા પછી બધું ભોજન સરખું છે, માટે માત્ર ક્ષણિક સુખને માટે પ્રાજ્ઞપુરુષોએ લોલુપતા કરવી નહીં.” जिह्वे ! प्रमाणं जानिही, भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं, प्राणिनां मरणप्रदं ॥१॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ—‘હે જિલ્લા! તું ભોજન અને વચનમાં પ્રમાણ રાખજે. કારણ કે, અતિ કરેલું ભોજન અને અતિ બોલેલું વચન પ્રાણીઓને મૃત્યુદાયક થઈ પડે છે.’ ક્ષુધા લાગી હોય તે વખતે ખાધેલું વિષ પણ અમૃત જેવું થાય છે. એવી એક વાર્તા છે કે, કોઈ રાજા વખતસર ભોજન કરતો હતો. તેથી માંદો પડતો નહીં. રાજવૈદ્યને મનમાં થયા કરે કે રાજા માંદો પડે તો મારી અદ્ભુત વિદ્યા બતાવું. એટલે તેને રોગી કરવા માટે વૈદ્યે રસોઈઆને શીખવ્યું કે, ‘તારે કાંઈ મિષ કરીને રસોઈ કરવાના વખતમાં વિલંબ કરી રાજાનો ભોજન વખત ઉલ્લંઘન કરાવવો.' રસોઈઆએ તેમ કર્યું. રાજાએ રસોઈમાં વિલંબ થશે એમ જાણી ભીની કણિકમાં ઘી, ગોળ મિશ્ર કરી ખાઈ લીધું અને આ રીતે ભોજનનો વખત સાચવી લીધો; તેથી તે કાચું ખાધેલું પણ રાજાને પચી ગયું, અજીર્ણ ન થયું, તેથી પેલો વૈદ્ય વિલખો થયો. આ પ્રમાણે પ્રસંગોપાત્ત જણાવેલી હકીકતથી જાણવું કે જ્યારે ક્ષુધા લાગે છે ત્યારે ગમે તેવું ભોજન પણ મિષ્ટ લાગે છે. ૧૯૬ (૭) ‘સુખે શયન કરવું’ એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, જ્યારે બરાબર નિદ્રા આવવા લાગે ત્યારે જ સૂવું; અન્યથા સૂવું નહીં. કાલે મેં જે માંકણવાળો માંચો આપ્યો હતો તેમાં તને કેવી સુખે નિદ્રા આવી હતી? તેવી રીતે મહેનત કરીને જ્યારે નિદ્રા આવે ત્યારે સૂવાની ટેવ પાડવી. (૮) ‘ગામેગામ ઘર કરવું' એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, પ્રત્યેક ગ્રામે મૈત્રી કરવી કે જેથી જ્યાં જઈએ ત્યાં પોતાના ઘરની જેમ સર્વ ભોજનાદિ સાધ્ય થાય. (૯) ‘દુ૨વસ્થા આવે ત્યારે ગંગા અને યમુનાની વચ્ચે ખોદવું' તે શિક્ષાનો ભાવાર્થ એવો છે કે ગંગા અને યમુના નદી નહીં પણ તારે ઘેર ગંગા અને યમુના નામની બે ગાયોની કોંઢ છે, તેની વચ્ચે ખોદવું. ત્યાં તારા પિતાએ દ્રવ્ય દાટેલું છે. (૧૦) ‘પ્રત્યેક ક્ષેત્રે ઘન વાવવું' તેનો અર્થ એવો છે કે ક્ષેત્ર એટલે ધર્મસ્થાન, તેમાં ધન વાવવું કે જેથી મહત્ફળ પ્રાપ્ત થાય. લોકમાં પણ ‘એકગણું દાન અને સહસ્રગણું પુણ્ય’ એવી કહેવત છે. ખાતરના ઢગલાવાળા ક્ષેત્રમાં ધન નાખવું, એમ એનો અર્થ ન સમજવો. વળી સાધર્મારૂપ ક્ષેત્રમાં ઘન વાવવું, એટલે તેમની સાથે વ્યવહાર કરવો એ યોગ્ય છે. કારણ કે કદી તેની પાસે દ્રવ્ય રહી જાય તોપણ તેનો ઉપયોગ ધર્મકાર્યમાં જ થાય; પણ નીચ માણસરૂપ ક્ષેત્રમાં ધન નાખી દેવું નહીં. તું તો વાડ કરવા હાથીદાંત લઈ આવ્યો તે લોકો લઈ ગયા. લોકોને ઉછીનું આપી લેવા ન ગયો અને તેઓ આપવા ન આવ્યા. માથે બોજો ન ઉપાડ્યો એટલે મોં માગ્યા દામ મજૂરોને આપ્યા. પત્નીને બાંધી મારી તેથી તે પિયર જતી રહી. ગળ્યું ખાઈને પાચનતંત્ર બગાડ્યું. એશઆરામથી સૂઈ રહ્યો તેથી કામ રખડ્યું. દરેક ગામડાંમા ઘર બાંધવા રહ્યો ને બધા ઘર અધૂરા રહ્યાં. ગંગા-જમુનાની વચ્ચે જમીન ખોદી ને ખોટો ખર્ચ થયો. ખેતરોમાં જઈ રૂપિયા વાવી આવ્યો તે વ્યર્થ ગયા. તારા પિતાએ આપેલી શિખામણનો મર્મ મેં તને સમજાવ્યો છે. તે પ્રમાણે કરજે તો સુખી થઈશ.’’ એવી રીતે મુગ્ધ પુત્ર પિતાએ આપેલો શિક્ષાનો ગૂઢાર્થ જાણ્યા વગર દુઃખી થયો અને પાછળથી તેનો ભાવાર્થ સમજી શુદ્ધ વ્યવહાર કરવાથી સુખી થયો, તેમ બીજાઓએ પણ તે દૃષ્ટાંતનો સાર સમજી શુદ્ધ વ્યવહાર કરવો.’’ Page #206 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ વ્યવહાર 5ળ ટેવ વ્યાખ્યાન ૧૨૭]. ૧૭ વ્યાખ્યાન ૧૨૭ શુદ્ધ વ્યવહાર શુદ્ધ વ્યવહાર વિષે બીજી વિશેષ હિતશિક્ષા કહે છે– कार्पण्याच्चातिराटित्वं, न 'कुर्यादर्थमर्जकः । मायाबुद्धिं च सर्वत्र, संत्यजेद् व्यवसायवान् ॥४॥ ભાવાર્થ-“દ્રવ્યની વૃદ્ધિ કરવા ઇચ્છનારા વ્યાપારીએ કૃપણપણાને લઈને અતિ રાડિયાપણું કરવું નહીં અને સર્વ ઠેકાણે કપટબુદ્ધિનો ત્યાગ કરવો.” વિશેષાર્થ-દ્રવ્ય ઉપાર્જન કરવા ઇચ્છનારા પુરુષે કૃપણતા કરવી નહીં. કૃપણતા કરવાથી ભુવનભાનુ કેવલીના જીવે સોમદત્તના ભાવમાં પોતાના મામાના પુત્રની પાસે પોતે ઘરેલું દ્રવ્ય માગવા જતાં લાંઘણ કરીને કોટી રત્ન પાછા લીધાં હતાં. પછી શેષ રહેલાં પાંચ રત્નને માટે પોતે લાંઘણ કરી, પણ સામે તેના મામાનો પુત્ર પણ સાત દિવસ સુધી ભૂખ્યો રહ્યો, તેમાં તેના મામાનો પુત્ર મૃત્યુ પામી ગયો. આ વાર્તા લોકમાં પ્રસરી તેથી કોઈ તેની સાથે વ્યવહાર કરતું નહીં. લોકોએ તેનો બહિષ્કાર કર્યો. એક વખતે તે પાંચસો ગાડાં લઈને વનમાં કાષ્ઠ લેવા ગયો. ત્યાં એકાકી વૃક્ષ છેદતાં કોઈ ગુફામાંથી વાઘ નીકળ્યો અને તેનું ભક્ષણ કરી ગયો. ત્યાં મરણ પામીને તે એકેંદ્રિયપણાને પ્રાપ્ત થયો. એવી રીતે કૃપણપણાથી તે સર્વ દિશાઓમાં ઘણું ભમ્યો; પણ પુણ્યથી અથિક દ્રવ્ય તેને પ્રાપ્ત થયું નહીં, માટે ગૃહસ્થ કૃપણપણું છોડી દેવું. અહીં કોઈ શંકા કરે કે, ‘દ્રવ્યને જ્યાં ત્યાં વેરી નાખવાથી તેની સ્થિરતા શી રીતે થાય?” તેના ઉત્તરમાં કહેવાનું કે, “ગૃહસ્થ અચિંત્ય સ્થળમાં તેને રાખવું, પણ અવસરે પણપણું કરવું નહીં.” ઉડાઉપણું અને ઉદારતામાં ફરક છે તેમ કંજૂસાઈ અને કરકસરમાં ફરક છે. ઉદારતા ઇષ્ટ છે પણ ઉડાઉપણું યોગ્ય નથી. તેમ કરકસર કરવી જોઈએ પણ કંજૂસાઈ કર્તવ્ય નથી. કરકસર ગુણ છે અને કૃપણતા દોષ છે. તે વિષે એક વાર્તા કહેવાય છે કે, “કોઈ શ્રેષ્ઠીને ઘેર નવી પુત્રવધૂ આવી. એક વખતે પોતાના સસરાને દીવા ઉપરથી પડેલો તેલનો છાંટો ઉપાનહ ઉપર ચોપડતાં દેખી તે વિસ્મય પામી અને વિચારમાં પડી કે આ તે મારા સસરાનું કાણપણું હશે કે કાંઈ બીજો હેતુ હશે? આવો સંદેહ પડવાથી તેની પરીક્ષા કરવા માટે તેણે ખોટો મિષ કરીને કહ્યું કે, મારું માથું દુખે છે.” પછી સૂઈ જઈને ઘણો પોકાર કરવા લાગી. સસરાએ તેને માટે ઘણા ઉપાય કરવા માંડ્યા પણ મચ્યું નહીં; પછી શેઠે પૂછ્યું કે, “પહેલા તમને આવો દુઃખાવો થતો ત્યારે શો ઉપચાર કરતા હતા?” એટલે તેણે કહ્યું કે, “મને પહેલાં આ પ્રમાણે થતું ત્યારે સાચા મોતીનું ચૂર્ણ કરી તેનો માથે લેપ કરવાથી મારી પીડા શમી જતી.” તે સાંભળી સસરો ખુશી થયો અને તત્કાળ મોતી મંગાવીને વટાવવા માંડ્યા. તે જોઈ પુત્રવધૂ હર્ષ પામી બેઠી થઈ ગઈ અને પોતાને થયેલા સંદેહની વાત કહી બતાવી. તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે, “જે કુમાર્ગે પડેલી એક કોડીને પણ એક હજાર સોનામહોર જેવી ગણી શોધે છે અને અવસરે કોટી દ્રવ્ય વાપરવામાં પણ છૂટો હાથ મૂકે છે, તેનો સંબંધ લક્ષ્મી કદી પણ છોડતી નથી.” આ વાત સાંભળી પુત્રવધૂ નિઃશંક થઈ.” ૧. પાઠાંતર-કર્થચાર્ગવ: ૨.રાડિયાપણું બૂમાબૂમ, રાડારાડી કરવી તે (સંસ્કૃત સાદિકરાડ) Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વળી દ્રવ્યના અર્થીએ અતિ ક્લેશ કે ક્રોધ કરવો નહીં. કારણ કે ક્ષમાગુણ લક્ષ્મીની વૃદ્ધિ કરનારો છે. કહ્યું છે કે, ૧૯૮ होममंत्रबलं विप्रे, नीतिशास्त्रबलं नृपे । राजाबलमनाथानां वणिग्पुत्रे क्षमाबलं ॥ १ ॥ ભાવાર્થ-‘બ્રાહ્મણોને હોમ ને મંત્રનું બળ હોય છે, રાજાને નીતિશાસ્ત્રનું બળ હોય છે, અનાથજનોને રાજાનું બળ હોય છે અને વણિકને ક્ષમાનું બળ હોય છે.’’ વળી કહ્યું છે કે ‘અર્થ(ઘન)નું મૂળ પ્રિય વચન અને ક્ષમા છે; કામનું મૂળ વિત્ત, શરીર અને વય છે. ધર્મનું મૂળ દાન, દયા અને દમ (ઇંદ્રિયદમન) છે; અને મોક્ષનું મૂળ સર્વ અર્થની નિવૃત્તિ છે.’ એવી વાર્તા છે કે એક વખતે લક્ષ્મી અને દારિત્ર્યને પરસ્પર પોતાને રહેવાની જગ્યા વિષે વિવાદ થયો. તેઓ બન્ને ઇન્દ્રની પાસે ગયા. પ્રથમ દારિદ્રયે ઇન્દ્રને કહ્યું કે, ‘આ લક્ષ્મી મારાથી બીએ છે, તેથી તે સર્વ ઠામે ભમ્યા કરે છે; અને હું નિર્ભય છું, તેથી જ્યાં જઉં છું ત્યાં સ્થિર થઈને રહું છું.’ ઇન્દ્રે લક્ષ્મીને પૂછ્યું કે, ‘તું ક્યાં રહે છે?’ લક્ષ્મી બોલી— गुरवो यत्र पूज्यंते, वित्तं यत्र नयार्जितं । અવંતીનહો યંત્ર, તંત્ર શ! વસામ્યહં શી ભાવાર્થ-‘જ્યાં ગુરુ—વડીલની પૂજા થાય છે, જ્યાં ન્યાયથી દ્રવ્ય મેળવાય છે અને જ્યાં પરસ્પર કલહ થતો નથી, ત્યાં હે શક્ર! હું વસું છું.’ પછી ઇન્દ્રે દારિદ્રચને પૂછ્યું, ‘તું ક્યાં રહે છે?’ એટલે તે બોલ્યું– द्युतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । ગાયવ્યયમનાતોષી, તંત્ર તિામ્યહ હરે! ॥શા ભાવાર્થ-‘જ્યાં જુગારનું પોષણ થાય, જ્યાં સ્વજનનો દ્વેષ થાય, (પરસ્પર એકબીજાનું અપમાન કરતા હોય), જ્યાં ધાતુવાદ (સુવર્ણસિદ્ધિ આદિ) થતો હોય, જ્યાં સદા આળસ રહેલું હોય અને જ્યાં આવક અને ખર્ચની તપાસ થતી ન હોય ત્યાં હે હરિ! હું વસું છું.’” પછી ઇન્દ્રે કહ્યું કે—‘જ્યાં ક્લેશ કંકાસ ન હોય ત્યાં લક્ષ્મીએ રહેવું અને તે સિવાય બીજે સ્થળે દારિદ્રયે રહેવું.’ આ પ્રમાણે ઠરાવ કરી આપીને તેમનો વિવાદ ભાંગી નાખ્યો. આ વાર્તા સાંભળીને તેમાંથી એટલો સાર લેવો કે ‘ઉત્તમ શ્રાવકે શાંતિથી જ કાર્ય સાધવું, ક્લેશથી નહીં.' કહ્યું છે કે, જેઓ ઘણા તીક્ષ્ણ અને ઘણાં નિષ્ઠુર હોય છે તેઓ પણ મૃદુતા રાખવાથી વશ થાય છે. જુઓ! કઠોર એવા દાંત દાસની જેમ મૃદુતાવાળી જિલ્લાની ઉપાસના કરે છે.” કોઈની પાસે લેણું માગવું હોય તો તે પણ કોમળ અને ઘીરા વચનથી માગવું, કઠોર વચન વડે માગવાથી ધર્મ અને યશની હાનિ થાય છે. કદી જો કોઈ મોટા માણસ સાથે દ્રવ્યની લેવડદેવડ થઈ ગઈ હોય તો તેની સાથે નરમાશ વડે જ કાર્ય સિદ્ધ કરવું, કલહ વગેરે કરવા નહીં. કહ્યું છે કે, “ઉત્તમ માણસ સાથે પ્રણિપાતથી (નમસ્કારથી) કામ લેવું અને સરખાની સાથે પરાક્રમથી કામ લેવું.’’ વળી વ્યાપારીએ સર્વત્ર ક્રયવિક્રય નિમિત્તે પારકા ગ્રાહક વાળવામાં, નામામાં વિપરીત Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૭] શુદ્ધ વ્યવહાર ૧૯૯ લખવામાં કે લાંચ લેવાદેવા વગેરેમાં માયા-કપટ અને પરવંચના કરવી નહીં. કહ્યું છે કે, “જે પ્રાણી વિવિધ ઉપાય વડે માયા રચી બીજાને છેતરે છે તે મહામોહનો મિત્ર, સ્વર્ગ તથા મોક્ષના સુખથી પોતાના આત્માને જ છેતરે છે.’' પ્રાયે કરીને માયા-કપટરહિતપણે કાપડ, સૂતર અને સોના રૂપા વગેરેનો વ્યાપાર કરવો; અર્થાત્ જેમ બને તેમ જેમાં અલ્પ પાપ થાય તે વ્યાપાર કરવો. અહીં કોઈ શંકા કરે કે, ‘સાધારણ સ્થિતિવાળા વ્યાપારીને માયા-કપટ કર્યા વિના કેવળ શુદ્ધ વ્યાપારથી નિર્વાહ શી રીતે થાય?” ઉત્તરમાં કહેવાનું કે ‘ઘણાં ફૂડકપટથી જે દ્રવ્ય ઉપાર્જન કર્યું હોય તે વર્ષ પછી અંતે રાજા, ચોર, અગ્નિ, જળ કે રાજદંડ વગેરેથી હરાઈ જાય છે, ચિરકાળ સ્થાયી રહેતું નથી. અને થોડો કાળ રહે તો પણ દેહના ઉપભોગમાં કે ધર્મકાર્યમાં વા૫૨વામાં પણ ઉપયોગી થતું નથી.’ કહ્યું છે કે, अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ ભાવાર્થ-અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ સુધી રહે છે, જ્યારે અગિયારમું વર્ષ પ્રાપ્ત થાય છે ત્યારે તે સમૂળગું નાશ પામે છે.’’ તે પ્રમાણે સાગરશ્રેષ્ઠી, પાપબુદ્ધિ અને ટંકશ્રેષ્ઠી વગેરેને બન્યું હતું; તેથી જે માયાકપટ રહિતપણે વર્તવું તે આ લોકમાં પણ પ્રતિષ્ઠાના હેતુભૂત થાય છે. વિહાર, આહાર અને વ્યવહાર એ ત્રણે તપસ્વીઓના જોવાય છે અને ગૃહસ્થનો તો શુદ્ધ વ્યવહાર જ જોવાય છે. વૃદ્ધો પાસેથી એવી પણ એક વાર્તા સાંભળી છે કે, ‘પુણિક નામે શ્રેષ્ઠી માત્ર પચીશ દોકડાનો સ્વામી હતો, અને તે હમેશાં સાડાબાર દોકડા પેદા કરી શુદ્ધવૃત્તિથી ગૃહભાર નિર્વાહ કરતો હતો.’ અહીં કોઈ શંકા કરે કે, ‘કેટલાક ન્યાયધર્મથી ચાલનારા દારિદ્રય વગેરેના દુ:ખથી પીડાતા જોવામાં આવે છે, અને કેટલાક અધર્મથી વ્યાપાર કરનારા ઐશ્વર્ય અને સમૃદ્ધિ વગેરેથી સુખી દેખાય છે. તો પછી શુદ્ધ વ્યવહારની પ્રધાનતા ક્યાં રહી?” તેના ઉત્તરમાં કહેવાનું કે, ‘તેમાં પૂર્વ કર્મના વિપાકની મુખ્યતા છે, આ ભવના કર્મની મુખ્યતા નથી.’ કર્મ ચાર પ્રકારના છે. તે વિષે શ્રી ધર્મઘોષસૂરિ કહે છે કે, “પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંઘી પાપ–એમ શુભાશુભ કર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની સમ્યક્ પ્રકારે આરાધના કરનાર ભરતચક્રી જેવાઓને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય સમજવો, કે જે પુણ્ય ભોગવતાં પુણ્ય જ બંધાવે. અજ્ઞાનકષ્ટ વડે કોણિકની જેમ સમૃદ્ધિ પામવી તે પાપાનુબંઘી પુણ્ય સમજવું કે જે પુણ્ય ભોગવે પણ નવું પાપ જ બાંધે. તે ભવમાં પાપના ઉદયથી દરિદ્રી થયેલ એવા દ્રમકને મુનિ થવાના ભાવ થયા અને મુનિ થયા તે પુણ્યાનુબંઘી પાપ સમજવું કે જે પાપનો ઉદય નવીન પુણ્યબંધનું કારણ થાય. અને કાળસૌકરિક કસાઈ આદિની જેમ થાય તે પાપાનુબંધી પાપ સમજવું કે જે પાપ ઉદયમાં આવી નવું પાપ જ બંધાવે. આ પ્રમાણે સિદ્ધાંતમાં પુણ્યપાપની ચૌભંગી કહેલી છે.’' કોઈ માણસને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ ભવમાં વિપત્તિ જોવામાં આવતી નથી; તથાપિ પરિણામે આગામી ભવમાં તેને અવશ્ય વિપત્તિ પ્રાપ્ત થવાની છે એમ સમજવું. તે વિષે એક Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ એવી વાર્તા છે કે, ‘‘કોઈ શ્રાવક અને ચોર બન્ને પોતપોતાના ઘરેથી સાથે નીકળ્યા. શ્રાવક ચોરની આગળ આગળ પ્રભુના દર્શન કરવા જતો હતો, ત્યાં માર્ગે તેના પગમાં કાંટો વાગ્યો. અને પેલા ચોરને આગળ જતા રસ્તામાં એક રૂપિયો જડ્યો તેથી તે હર્ષ પામ્યો. આથી શ્રાવક વિચારમાં પડ્યો, કે, ‘અહો! અધર્મીને સારું ફળ અને ધર્મીને દુઃખ—આ કેવી વાત?” આ સંદેહ તેણે ગુરુ પાસે જઈને પૂછ્યો એટલે ગુરુ બોલ્યા કે, ‘હે શ્રાવક! તારું પાપ પગમાં કાંટો વાગવાથી નાશ પામ્યું અને તે ચોરને આગળ જતાં રાજાના સુભટો પકડીને શૂળીએ ચડાવશે.’ ક્ષણવારમાં તેમજ બન્યું અને તે પેલા શ્રાવકના સાંભળવામાં આવ્યું. ત્યારથી તે શ્રાવક નિરંતર શુદ્ધ વ્યાપારમાં તત્પર થયો.’’ “આ પ્રબંધને હૃદયમાં ઉતારી દ્રવ્યની હાનિના હેતુરૂપ કૃપણતા વગેરે દોષોને તજી દઈ હમેશાં શુદ્ધ વ્યવહાર રાખવો કે જેથી દ્રવ્યની વૃદ્ધિ થાય.’ 19 વ્યાખ્યાન ૧૨૦ માયા-કપટનું ફળ હવે માયા-કપટ કરવાનું ફળ કહે છે— कूटस्य जल्पनं मोच्यं, राज्ञां पुरो विशेषतः । दंभात्कीर्तिश्रियोर्हानिः तस्मात् श्राद्धः परित्यजेत् ॥ १॥ ભાવાર્થ—“ફૂડ-કપટથી બોલવું નહીં, તેમાં પણ વિશેષે કરીને રાજાની આગળ તો બોલવું જ નહીં. દંભ કરવાથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે, તેથી ગૃહસ્થે (શ્રાવકે) તેનો ત્યાગ કરવો.’’ વિશેષાર્થ-લેવડ-દેવડ વગેરેમાં કપટથી બોલવું નહીં; તેમજ કોઈનું ગુહ્ય બીજાની આગળ પ્રકાશિત કરવું નહીં. કહ્યું છે કે, “પોતાના અને પોતાની સ્ત્રીના આહાર, સુકૃત, દ્રવ્ય, ગુણ, દુષ્કર્મ, મર્મ અને મંત્ર (ગુપ્ત કાર્ય) એટલાં કોઈની આગળ પ્રકાશ કરવા નહીં.’’ અહીં કોઈ શંકા કરે કે, “આ શ્લોકમાં તો સત્ય ભાષણ કરવાનો નિષેધ કર્યો; કારણ કે ઉપરની બાબતોમાં કોઈ પૂછે તો તેની આગળ પ્રકાશ ન કરવાથી અસત્ય જ બોલવું પડે, તેથી તમે કૂટ-ભાષણ કરવાનો નિષેધ કેમ કરો છો?’’ તેના ઉત્તરમાં કહેવાનું કે, ‘‘કોઈ આયુષ્ય, દ્રવ્ય અને ઘરનું છિદ્ર વગેરે પૂછે તો તેના ઉત્તરમાં જૂઠું બોલવું નહીં, પણ તેને ‘આવા પ્રશ્નથી શું?’ એમ કહી ભાષાસમિતિ (બોલવાની યુક્તિ) વડે પ્રત્યુત્તર આપવો.’’ તેમાં વળી રાજાની આગળ તો ફૂટવચનનો વિશેષપણે ત્યાગ કરવો. ઉપલક્ષણથી ગુરુરૂવડીલ પ્રમુખની આગળ પણ જે યથાર્થ હોય તે જ કહેવું. કહ્યું છે કે, “મિત્રની આગળ સત્ય કહેવું, સ્ત્રીની પાસે પ્રિય કહેવું, શત્રુની આગળ મધુર અને ખોટું કહેવું અને સ્વામી આગળ અનુકૂળ તથા સત્ય હોય તે કહેવું.’’ તે ઉપર એક વાર્તા કહેવાય છે તે આ પ્રમાણે ‘દિલ્લી શહેરમાં મહણસિંહ નામે એક શાહુકાર હતો. તે સત્યવાદી અને શુદ્ધ વ્યવહારવાળો છે એવી તેની પ્રશંસા સાંભળી બાદશાહે તેને બોલાવીને પૂછ્યું કે, તારી પાસે કેટલું ઘન છે? મહણસિંહે જવાબ આપ્યો કે, ‘હું ચોપડા જોઈ લેખું કરીને આપને કહીશ.' એમ કહી ઘેર આવી Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૮] માયા-કપટનું ફળ ૨૦૧ સારી રીતે લેખું કરી બાદશાહ પાસે આવીને કહ્યું કે “સાહેબ! મારી પાસે ચોરાસી હજાર દ્રવ્ય છે.” બાદશાહે વિચાર્યું કે, “મેં તેની પાસે થોડું દ્રવ્ય છે એમ સાંભળ્યું હતું અને આ શાહુકારે તો વઘારે કહ્યું, માટે તે બરાબર સત્ય કહે છે. આથી ખુશ થઈ રાજાએ મહણસિંહને પોતાનો કોશાધ્યક્ષ બનાવ્યો; તેથી જે સત્ય હોય તે જ કહેવું.” અસત્ય કહેવાથી દંભ કર્યો કહેવાય છે, અને તેથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે, માટે શ્રાવકે દંભ છોડી દેવો. આ પ્રસંગ ઉપર ઘર્મબુદ્ધિની કથા છે તે આ પ્રમાણે– ધર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિની કથા ભીમપુર નામના નગરથી પાપબુદ્ધિ અને ઘર્મબુદ્ધિ નામે બે મિત્ર દ્રવ્ય કમાવાને માટે દેશાંતર ગયા હતા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી પાછા પોતાને ઘેર ત્વરાથી આવતા હતા. કહ્યું છે કે, “વિદ્યા પ્રાપ્ત કરીને ઘેર આવનારા શિષ્યોને અને દેશાંતરથી દ્રવ્ય પેદા કરીને ઘરે આવનારા વ્યવહારીઓને એક કોશ પણ સો યોજન જેટલું લાગે છે.” આ પ્રમાણે ઉતાવળે ચાલતાં તેઓ પોતાના ગામ પાસે આવ્યા એટલે બોજો વઘારે હોવાથી તેઓ કેટલુંક દ્રવ્ય ગામની બહાર દાટીને ઘેર આવ્યા. કહ્યું છે કે, “પ્રાજ્ઞ પુરુષે કોઈને અલ્પ દ્રવ્ય પણ બતાવવું નહીં, કારણ કે દ્રવ્ય જોવાથી મોટા મુનિનું મન પણ ચબિત થાય છે.” વળી કહ્યું છે કે, “જેમ જળમાં માંસ પડે તો મત્સ્ય ખાઈ જાય છે, પૃથ્વી પર હોય તો હિંસક પ્રાણી ખાઈ જાય છે અને આકાશમાં હોય તો ગીઘ વગેરે ખાઈ જાય છે, તેમ દ્રવ્યવાનના દ્રવ્ય વિષે પણ જાણી લેવું.” એક વખતે પેલા બે મિત્રમાંથી પાપબુદ્ધિ રાત્રે જઈને દાટેલું દ્રવ્ય કાઢી લઈ તે ખાડો કાંકરાથી પૂરી ઘેર આવ્યો. અન્યદા ઘર્મબુદ્ધિએ પાપબુદ્ધિ પાસે આવીને કહ્યું કે, “હું દ્રવ્ય વિના દુઃખી થાઉં છું, માટે ચાલો, પેલું દ્રવ્ય કાઢી લાવીએ.' પાપબુદ્ધિ બોલ્યો-“ચાલો જઈએ.” પછી બન્ને દ્રવ્ય લેવા ગયા. ત્યાં ખાડો ખોદીને જોતાં દ્રવ્ય રહિત જોઈ પેલો દાંભિક પાપબુદ્ધિ કપટથી માથું કૂટવા લાગ્યો અને બોલ્યો-“અરે! ઘર્મબુદ્ધિ! આમાંથી તું જ ઘન કાઢી ગયો છે.” ઘર્મબુદ્ધિએ કહ્યું કે, “મેં લીધું નથી પણ તેં લીધું છે, અને આ ખોટી માયા કરે છે; મેં તો દંભવૃત્તિ કરવાના પચખાણ લીધા છે.” આ પ્રમાણે વાદ-વિવાદ કરતાં બન્ને રાજદ્વારમાં ફરિયાદે ગયા. બન્ને પરસ્પર એકબીજાના દૂષણ કહેવા લાગ્યા. તે સાંભળી ન્યાયાધિકારીઓએ કહ્યું કે, “તમે બન્ને દિવ્ય કરી બતાવો.” એટલે પાપબુદ્ધિ બોલ્યો કે-“તમે અમારો ન્યાય બરાબર કર્યો નહીં. કેમકે ન્યાયમાં પ્રથમ દિવ્ય હોય જ નહીં. કહ્યું છે કે પ્રથમ તો વાદ-વિવાદ સાંભળીને ન્યાય આપવો, અને જો તે બરાબર ન જણાય તો પછી સાક્ષીઓ લઈને ન્યાય આપવો, અને જો સાક્ષીનો અભાવ હોય તો પછી છેવટે દિવ્ય કરાવવું–એમ વિદ્વાનો કહે છે. આ વાતમાં તો અમારે જ્યાં દ્રવ્ય હતું, તે વનની દેવી સાક્ષી છે, તે જે ચોર હશે તેનું નામ આપશે.” અધિકારીઓએ કહ્યું, “તે વાત સત્ય છે. કહ્યું છે કે, જો વાદવિવાદમાં એક ચંડાળ પણ સાક્ષી મળે તો ત્યાં દિવ્ય કરાવવું નહીં; તો જ્યાં દેવતા સાક્ષી હોય ત્યાં તો વાત જ શી કરવી?” આ પ્રમાણે ન્યાયાધિકારીઓએ માન્ય કરીને ઠરાવ્યું કે, કાલે સવારે ત્યાં જઈ વનદેવતાને પૂછવું.' પાપબુદ્ધિ ઘેર આવ્યો અને રાત્રે પોતાના પિતાને કોઈ ખીજડાના વૃક્ષના કોટરમાં ગોપવ્યા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ પછી તે વૃક્ષની આસપાસ સિંદૂર અને તેલ લગાવ્યું. તેણે પોતાના પિતાને શીખવાડ્યું કે, “અહીં જ્યારે વનદેવીને પૂછવામાં આવે ત્યારે તમારે સ્વર બદલાવીને કહેવું કે, “ઘર્મબુદ્ધિ ગોમુખી વાઘ છે, તેણે આવીને ઘન કાઢી લીધું છે.” આમ શીખવીને તે ચાલ્યો ગયો. બીજે દિવસે ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજા અને અધિકારી વગેરે લોકો વનમાં ગયા. પછી વનદેવીની પૂજા કરીને પૂછ્યું કે, “હે વનદેવતા! આ દ્રવ્ય કોણે લીધું છે તે કહો.” એટલે ખીજડીના કોટરમાંથી એવો શબ્દ નીકળ્યો કે “ગોમુખો વાઘ ઘર્મબુદ્ધિ દ્રવ્ય લઈ ગયો છે.” પછી અધિકારીઓ ઘર્મબુદ્ધિને કહેવા તત્પર થયા કે, “આ દ્રવ્ય તેં લીધું છે.” તેવામાં ઘર્મબુદ્ધિએ સર્વની સમક્ષ તે ખીજડાના વૃક્ષને અગ્નિ લગાડ્યો, જેથી તે વૃક્ષ બળવા માંડ્યું, એટલે જેનું અઈ અંગ દગ્ધ થયેલું છે અને જેની આંખો ફૂટી ગઈ છે તેવો પાપબુદ્ધિનો પિતા તેના કોટરમાંથી નીકળ્યો. તે જોઈ અધિકારીઓ આશ્ચર્ય પામીને બોલ્યા કે “અરે શ્રેષ્ઠી! આ શું? તે વૃદ્ધાવસ્થામાં આવું પાપ કેમ કર્યું?” શ્રેષ્ઠી બોલ્યો કે-“આ પાપ અને પુત્ર કરાવ્યું.” ત્યારથી તે બન્ને લોકમાં ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ થયા. રાજાએ દાંભિક પાપબુદ્ધિનું સર્વસ્વ લૂંટી લઈને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. કહ્યું છે કે मायामविश्वासविलासमंदिरं, दुराशयो यो कुरुते धनाशया । सोऽनर्थसार्थं न पतंतमिक्ष्यते, यथा बिडालो लकुटं पयः पिबन्॥१॥ ભાવાર્થ-“જે દુષ્ટ હૃદયવાળો મનુષ્ય ઘનની આશાથી અવિશ્વાસના વિલાસમંદિરરૂપ માયા આચરે છે, તે દૂઘનું પાન કરવા ઇચ્છતો માર્જર (બિલાડો) જેમ પોતાની ઉપર પડતી લાકડીને જોતો નથી તેમ પોતાની ઉપર આવી પડનારા અનર્થના સમૂહને જોતો નથી.” રાજાએ શુદ્ધઘર્મી ઘર્મબુદ્ધિનાં ઘણાં વખાણ કર્યા અને તે સુખી થયો. “આ બન્ને મિત્ર(ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ)ની વાર્તા સાંભળીને ગૃહસ્થ વ્રતઘારીઓએ દંભ છોડીને વ્યવહાર કરવો, જેથી સૌભાગ્ય અને લક્ષ્મી પ્રાપ્ત થાય.” - ~ વ્યાખ્યાન ૧૨૯ ધર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંધ શુદ્ધ વ્યાપાર વિષે વિશેષ હિતશિક્ષા કહે છે– बाधां मिथस्त्रिवर्गस्य, न कार्या ह्यास्तिकैनरैः । विश्वस्तघातकार्य च, सुवृत्त्या दूषणं मतम् ॥१॥ ભાવાર્થ-“આસ્તિક પુરુષોએ ઘર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગને પરસ્પર બાઘા થાય તેમ ન કરવું, અને વિશ્વાસઘાતનું કામ પણ ન કરવું; કેમકે તે સવૃત્તિનું દૂષણ છે.” વિશેષાર્થ-ત્રિવર્ગ એટલે ઘર્મ, અર્થ અને કામ–તેને પરસ્પર બાઘા થાય તેમ આસ્તિક પુરુષોએ કરવું નહીં. તે ત્રણમાં નિઃશ્રેયસ (કલ્યાણ) સુખને સાઘનાર તે ઘર્મ કહેવાય છે. સર્વ અર્થ (પ્રયોજન)ની સિદ્ધિ કરે તે અર્થ કહેવાય છે; અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોને પ્રીતિ ઉપજાવે તે કામ 1 . ૧. ગોમુખી વાઘ=ઉપરથી ગાય જેવો અને અંદરથી વાઘ જેવો Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૯] ઘર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંઘ ૨૦૩ કહેવાય છે. એ ત્રણમાંથી કોઈ પણ એકને આસક્તિ વડે સેવવાથી બીજાઓને બાઘા થાય છે. અતિમુક્તકુમાર તથા જંબુસ્વામીની જેમ કોઈ એકલા ઘર્મને જ સેવે છે. તે વિષે એક કથા છે. અહમદ બાદશાહની કથા પ્લેચ્છ કુળમાં પણ કેટલાક લઘુકર્મી થાય છે. તે વિષે એક એવી કથા છે કે, અહમદ બાદશાહ દરરોજ સવામણ પુષ્યની શયામાં સૂતો હતો. એક વખતે કોઈ દાસી કૌતુકથી તે શય્યામાં સૂઈ ગઈ. તત્કાળ તે નિદ્રાવશ થઈ ગઈ. તેવામાં બાદશાહ અકસ્માતું રાજસભામાંથી ત્યાં આવી ચડ્યો, અને દાસીને સૂતેલી જોઈ એક ચાબુક મારી. દાસી હસતી હસતી બેઠી થઈ અને પૃથ્વી ઉપર ઊભી રહી. બાદશાહે આગ્રહથી તેને હાસ્ય કરવાનું કારણ પૂછ્યું. એટલે દાસી બોલી–“સાહેબ! આપે મને એક પ્રહાર કર્યો તેથી ફૂલની શય્યામાં થોડી વાર સૂવાનું મારું પાપ તો નષ્ટ થઈ ગયું. પણ આપ હમેશાં અનેક વૃક્ષોના ફુલો મંગાવી તેની શય્યા કરાવીને તે પર નિદ્રા કરો છો, તે પાપનો દંડ કેટલો થશે? તે વિચારતાં મને હાસ્ય આવે છે.” દાસીનાં આવાં વચનો સાંભળીને બાદશાહે તે દિવસથી પુષ્પશધ્યામાં સૂવાનું છોડી દીધું. એક વખતે તે જ બાદશાહ ચતુરંગ સેના લઈ ઉપવનમાં જતો હતો. માર્ગમાં કોઈ ઊંટ મૃત્યુ પામ્યું, તેથી સર્વ સૈન્ય ઊભું રહી ગયું. તે જોઈ બાદશાહે પૂછ્યું કે-“સૈન્ય આગળ કેમ ચાલતું નથી?” અમાત્યે આવીને ઊંટના મૃત્યુની વાત કહી. બાદશાહ મૃત્યુના તત્ત્વ વિષે કાંઈ પણ જાણતો ન હતો; તેથી પૂછ્યું કે, “મૃત્યુ એટલે શું?” અમાત્યોએ કહ્યું, “સ્વામી! જે કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં અને ખાય પીએ નહીં તેનું મૃત્યુ થયું કહેવાય.” રાજા તે સાંભળી વિસ્મય પામ્યો; અને મૃત્યુ પામેલા ઊંટ પાસે જઈને કહ્યું કે-“અરે પશુ! ઊઠ, ખાન પાન કર. ક્રોધથી આવી નિદ્રા ન કરીએ.” ત્યારે બીજાઓએ કહ્યું કે–“સાહેબ! આ તો નિર્જીવ થયું છે.” એમ કહી ઘણી યુક્તિઓથી મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું, તે ઉપરથી બાદશાહ પોતે વિચાર કરવા લાગ્યો કે–“અહો! આવું મૃત્યુ અણચિંતવ્યું આવશે ત્યારે આપણી કોણ રક્ષા કરશે?” એમ વિચારી તત્કાળ સર્વનો ત્યાગ કરી પોતાની જાતિના શ્રેષ્ઠ ઘર્મ (ફકીરી)નો સ્વીકાર કર્યો. તે ઉપરથી લોકોમાં પણ આ પ્રમાણે કહેવાય છે सोल सहस्स साहेलियां, तुरी अढारह लख । साहेब! तेरे कारणे, छोड्यां सहेर मुलख ॥१॥ અર્થ-ડે સાહેબ, તારા કારણે બાદશાહે સોળ હજાર બેગમો, અઢાર લાખ ઘોડા આદિ વિપુલ સમૃદ્ધિ તો છોડી, પણ શહેર અને મુલક પણ છોડીને ચાલ્યા ગયા. અન્ય શાસ્ત્રોક્ત આ સંબંઘ ઉપયોગી જાણીને અહીં કહ્યો છે. જેમ તે બાદશાહે અર્થ અને કામનો ત્યાગ કરી અહિંસા, સત્ય વગેરે ઘર્મ સ્વીકાર્યો, તેવી રીતે બીજાઓએ પણ યથાયોગ્ય પ્રવર્તન કરવું. કોઈ મમ્મણશ્રેષ્ઠીની પેઠે એકલા અર્થને જ સાધે છે, પણ તે અયોગ્ય છે. કારણ કે ઘર્મ અને કામને ઉલ્લંઘન કરીને ઉપાર્જન કરેલા ઘનનો ઉપભોગ બીજાઓ કરે છે અને પાપનું ભાજન પોતે થાય છે, જેમ સિંહ હાથીનો વઘ કરનાર પોતે થાય છે પણ તેના મૌક્તિક અને દાંત વગેરેનો સ્વામી બીજો થાય છે તેમ કહ્યું છે કે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ किटिकासंचितं धान्यं, मक्षिकासंचितं मधुः । कृपणोपार्जिता लक्ष्मीः , परैरेवोपभुज्यते ॥४॥ ભાવાર્થ-“કીડીઓનું સંચય કરેલું ઘાન્ય, માખીઓનું સંચેલું મઘ અને કપણે ઉપાર્જન કરેલી લક્ષ્મી–તેનો ઉપભોગ બીજા જ કરે છે.” વળી કોઈક એકલા કામને જ સેવે છે, અર્થ અને ઘર્મને સેવતા નથી. વિષયસુખમાં લુબ્ધ એવા બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ. તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ એક વાર્તા છે કે, સવાલાખ ગામનો અઘિપતિ અને દિલ્હીનો સ્વામી પૃથ્વીરાજ ચૌહાણ કામાસક્ત થવાથી રાજ્યભ્રષ્ટ થયો હતો. તેની હકીકત એવી છે કે, એક વખતે પૃથ્વીરાજ પંગુરાજાના અંતઃપુરમાંથી તેની પુત્રી સંયોગિતાને છળથી હરી ગયો અને પોતાના નગરમાં આવ્યો. પછી અત્યંત કામાસક્ત અને રાજ્યચિંતાથી રહિત એવા તે રાજાની વાત કોઈ મ્લેચ્છ બાદશાહના જાણવામાં આવી. તેથી તત્કાળ તે બાદશાહે તેના પર ચડાઈ કરીને સુખે સુખે તેનું રાજ્ય લઈ લીધું અને તેની બન્ને આંખોના પોપચાં સોયદોરાથી સીવી લઈ લોઢાના પાંજરામાં પૂર્યો. ત્યાં તે મહા દુઃખ પામ્યો. શ્રી જૈન આગમમાં પણ એકલા કામસેવન ઉપર અનંગસેન સોનીનો સંબંઘ છે. શીલોપદેશમાળાની વૃત્તિમાં તેને સ્ત્રીનું દાસત્વ કરનારો વર્ણવ્યો છે. તે સિવાય રિપુમર્દન વગેરેના પ્રબંઘ પણ કામાસક્તિ ઉપર કહેલા છે. આ પ્રમાણે ઘર્મ, અર્થ અને કામ સંબંધી એકસંયોગી ત્રણ ભાંગા થાય છે. હવે ક્રિકસંયોગી ભાંગા બતાવે છે. એટલે એમાં આસક્તિ અને એકમાં નહીં, એવી રીતે પણ ત્રણ ભાંગા થાય છે તે આ પ્રમાણે-કોઈ ઘર્મ અને અર્થમાં આસક્ત હોય છે, પણ કામમાં આસક્ત હોતા નથી કુમારપાળ રાજાની જેમ. કુમારપાળ ઘર્મ પ્રાપ્ત થયા પહેલાં ઘણી રાજકન્યાઓ પરણ્યા હતા. પણ વ્રત લેવા વખતે અલ્પ આયુષ્યને યોગે બીજી રાણીઓ મરણ પામી હતી અને એક ભૂયેલ્લદેવી જ જીવતી હતી. વ્રત લીઘા પછી તે પણ કેટલેક કાળે મૃત્યુ પામી. પછી તેમના બોંતેર સામંતાદિક વર્ગે ઘણી વિનંતી કરી કે, “હે પ્રજાપાળ મહારાજ! પુનઃ પાણિગ્રહણ કરો.” ત્યારે કુમારપાળે કહ્યું કે, “હવે સંસાર વધારવાના ઉપાયભૂત પાણિગ્રહણના આગ્રહથી સર્યું. મારે આજથી યાવજીવિત શીલવ્રત હો, કે જેથી બધી ક્રિયાઓ સફળ થાય.” સિદ્ધાંતમાં કહ્યું છે કે, “શીલથી વ્રત, દાન, તપ અને નિયમ વગેરે ભલે પ્રકારે આચરેલા થાય છે.” સામંતોએ કહ્યું, “રાજ! પટરાણી વિના માંગલિક ઉપચારો શી રીતે થાય? બીજા લોકોની જેમ રાજાઓ રાણી વગરના ક્યાંય સાંભળ્યા નથી, તેમ જોયા પણ નથી.” રાજાએ કહ્યું, “અરે! શ્રી ગાંગેય (ભીષ્મ પિતામહ)ને કેમ ભૂલી જાઓ છો કે જેમણે જન્મથી જ પાણિગ્રહણ કર્યું નહોતું?” પછી સામેતાદિકથી પરિવરેલા કુમારપાળે ગુરુ પાસે જઈને તેમને મુખે બ્રહ્મવ્રત અંગીકાર કર્યું. ત્યારથી મંત્રીઓ રાજઘર્મ સંબંઘી માંગળિક ઉપચારો-આરત્યાદિક અને મંગળપ્રદીપ કરવાનો અવસરે રાણી ભૂલ્લદેવીની સુવર્ણની મૂર્તિ કરાવીને રાજાની પડખે મૂકતા હતા. બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું તે વખતે ગુરુએ કુમારપાળને રાજર્ષિનું બિરુદ આપ્યું હતું. Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨૯]. ઘર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંઘ ૨૦૫ આ પ્રમાણે તે મહાપુરુષને યુક્ત છે; પણ વ્યવહારમાં રહેલા ગૃહસ્થને કેટલીક વખત કામપીડા વડે પરસ્ત્રી વગેરેનો ઉપદ્રવ થાય છે. કોઈ ઘર્મ અને કામને જ સેવે છે, અર્થને સેવતા નથી. અર્થાત્ દ્રવ્યોપાર્જન કરવાની ચિંતા કરતા નથી; પણ એવી રીતે ઘર્મ અને કામને સેવનારને કરજ વધે છે અને માનની હાનિ થાય છે. તેથી ગૃહસ્થ પ્રયત્નથી ઘન ઉપાર્જન કરવું. કહ્યું છે કે-“એવું કોઈ પણ કાર્ય નથી કે જે અર્થ વિના સિદ્ધ થાય, તેથી મતિમાન પુરુષે યત્નથી અર્થને સાધવો.” આ સંબંધમાં એક વાર્તા છે કે ધનદ શેઠની કથા-“એક ઘનદત્ત નામે મિથ્યાત્વી શ્રેષ્ઠી હતો. તે ઘર્મબુદ્ધિથી બ્રાહ્મણોને દાન આપતો અને વારંવાર જ્ઞાતિનું પોષણ કરતો. વળી કન્યાદાન, ગોદાન, ઇત્યાદિ દાન આપતો. તેમાં તેણે એક લાખ દ્રવ્ય ખર્ચી નાખ્યું અને નવું ઘન ઉપામ્યું નહીં. વળી કામની લોલુપતામાં પણ તેનું ઘણું ઘન ગયું. તેથી તે નિર્ધન થઈ ગયો અને અપમાનને પ્રાપ્ત થયો. પછી તે પોતાનો ઘર્મ વેચવાને માટે સાથવાનું ભાતું લઈને દેશાંતરે ચાલ્યો. માર્ગે કોઈ વનમાં ભોજન કરવા બેઠો. તેવામાં કોઈ માસક્ષમણી મુનિ ત્યાં પધાર્યા. ઘનદત્તે તેને દાન આપ્યું. પછી તેણે પોતાના ઘારેલા કોઈ ગૃહસ્થને ઘેર જઈ પૂર્વકૃત દાનપુણ્ય ઘર્મને વેચવાની વાત સમજાવી અને રસ્તામાં મળેલા મુનિના દર્શનની તથા મુનિને ભિક્ષા આપ્યાની વાત પણ કરી. તે ગૃહસ્થ ઘનદત્તને કહ્યું કે, “ભાઈ તે આજે જે મુનિને દાન આપ્યું છે તે જ સાચું દાન તમારાથી થયું છે. એમ હું મારા પૂર્વજોના બોઘથી જાણી શકું છું માટે જો પેલા મુનિદર્શનનું ફળ તું મને આપે તો હું તને મુખે માગ્યું દ્રવ્ય આપું.” તે વાત ઘનદત્તને જરાય ન ગમી એટલે તેનો જવાબ પણ ન આપતાં તત્કાળ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં અરણ્યની અંદર ઉંબરાના ફળ પડ્યા હતા, તે પોટકીમાં બાંધીને ઘેર આવ્યો. મુનિદાનના પુણ્યથી મુનિની ભક્તિ કરનાર વનદેવતાના પ્રસાદ વડે તે સર્વ સ્વર્ણમયી થઈ ગયા. પછી તે આવક પ્રમાણે ખર્ચ કરવા લાગ્યો અને ઉત્તમ શ્રાવક થયો.” આ વાર્તા સાંભળીને ગૃહસ્થ યથાયોગ્ય આચરણ સ્વીકારવું. કોઈ અર્થ અને કામની જ સેવા કરે છે, ઘર્મને સેવતા નથી, સાગરશ્રેષ્ઠી અને ઘવળશ્રેષ્ઠીની જેમ; પરંતુ એવા અઘર્મીનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. કોઈ ઘર્મ, અર્થ અને કામ-એ ત્રણેને સેવતા નથી. પણ તેઓ એ ત્રણથી અતીત એવા ચોથા વર્ગ (મોક્ષ)ના આરાધક હોય છે. તેથી તેવા મુનિમહારાજોને એ ભાંગાના સ્વામી પોતાની મેળે જાણી લેવા. કોઈ ઘર્મ, અર્થ અને કામ-એ ત્રણેને સેવે છે. એ ભાંગાના સ્વામી અભયકુમાર અને સુલતા સતી વગેરેને જાણી લેવા. આ પ્રમાણે સાંભળીને ત્રણ વર્ગમાંથી કોઈને પણ બાઘા કરવી તે ગૃહસ્થને યોગ્ય નથી. કહ્યું છે કે, “જે ગૃહસ્થના ઘર્મ, અર્થ અને કામની સેવા વગર શૂન્ય દિવસો જાય છે તે લુહારની ઘમણની જેમ શ્વાસ લે છે છતાં જીવંત નથી એમ સમજવું.” જો દૈવયોગે ત્રણ વર્ગમાં પરસ્પર પ્રતિબંઘ થવાનો સંભવ લાગે તો ઉત્તર ઉત્તરને પીડા થતાં પૂર્વ પૂર્વની બાઘાનો ત્યાગ કરવો. જેમકે, કામને બાઘા થતી હોય તો ઘર્મ અને અર્થને બાઘા ન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ થાય તેમ કરવું. કારણ કે જો ધર્મ અને અર્થ હોય તો કામ પ્રાપ્ત થવો સહેલો છે. અને કામ તથા અર્થને બાધા થતી હોય તો થવા દઈને પણ ધર્મને ઘારણ કરવો. કહ્યું છે કે, ‘‘આવકમાંથી એક ભાગ ભંડારમાં રાખવો, એક ભાગ વેપારમાં રોકવો, એક ભાગ ધર્મમાં અને પોતાના ઉપભોગમાં વાપરવો અને એક ભાગ વડે સર્વનું ભરણ-પોષણ કરવું.'' વળી સિંદૂરપ્રકરણમાં પણ કહ્યું છે કે, पशोरिवायुर्विफलं त्रिवर्गसंसाधनमंतरेण, નરમ્ય | तत्रापि धर्मं प्रवरं वदंति, न तं विना यद् भवतोऽर्थकामौ ॥ १ ॥ ભાવાર્થ—“ધર્મ, અર્થ અને કામનું સાધન કર્યા વગર પશુની જેમ મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ છે, તેમાં પણ ધર્મને સર્વથી શ્રેષ્ઠ કહેલો છે; કારણકે ધર્મ વિના અર્થ તથા કામ સિદ્ધ થતાં નથી.’’ “આ પ્રમાણે ધર્મ, અર્થ અને કામની પરસ્પર અબાધાથી શુદ્ધપણે આરાધના કરનાર સુબુદ્ધિપુરુષ અનુક્રમે સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરે છે.’’ --- વ્યાખ્યાન ૧૩૦ વિશ્વાસઘાત ઉપરના વ્યાખ્યાનમાં કહેલા શ્લોકના પાછલા બે પદની વિશેષ વ્યાખ્યા કરે છે. “विश्वस्तघातकार्यं च, सुवृत्त्या दूषणं मतं " ભાવાર્થ—કોઈનો વિશ્વાસઘાત કરવો તે શુદ્ધવ્યવહારના દૂષણરૂપ જાણવું.’’ વિશ્વાસીને છેતરવામાં મહા પાપ છે. તે પાપ બે પ્રકારનું છે—ગુપ્ત અને પ્રગટ. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે—અલ્પ અને મહત્. ખોટા માન-માપા વગેરેનું માપ તે અલ્પ અને વિશ્વાસનો જ ઘાત કરવો એટલે વિશ્વાસે મૂકેલી થાપણ ઓળવી જવી તે મહત્ પાપ છે. પ્રકટ પાપ બે પ્રકારનું છે—કુળાચારથી ચાલ્યું આવતું અને નિર્લજ્જપણા વગેરેથી કરાતું. કુળાચાર વડે ગૃહસ્થોને આરંભ વગેરેમાં પાપ થાય છે અને મ્લેચ્છાદિકને હિંસા આદિમાં પાપ થાય છે, અને નિર્લજ્જપણા વગેરેથી યતિવેશમાં હિંસાદિ પાપ પ્રગટપણે થાય છે તેમ કરવાથી અનંતસંસારીપણું થાય છે; કારણ કે તે પ્રવચનની ઉડ્ડાહ (નિંદા)નું કારણભૂત છે. કુળાચારથી પ્રકટ પાપ કરવામાં થોડો કર્મબંધ છે અને ગુપ્તમાં અતિ તીવ્ર કર્મબંધ છે. કારણ કે તે અસત્યમય હોવાથી તેવી રીતે બીજાને છેતરવામાં મોટું પાપ લાગે છે. તે વિષે વિસેમિરાની કથા છે, તે આ પ્રમાણે– વિસેમિરાની કથા વિશાળાનગરીમાં નંદ નામે રાજા હતો. તેને વિજયપાળ નામે પુત્ર, બહુશ્રુત નામે અમાત્ય અને ભાનુમતી નામે રાણી હતી. રાજા રાણી ઉપર એવો આસક્ત હતો કે તેને સભામાં પણ પાસે બેસાડતો. એક વખતે મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે, ‘“હે દેવ! સભામાં રાણીને પાસે રાખીને બેસવું તે અનુચિત છે. કહ્યું છે કે, ‘રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી જો અતિ પાસે રહ્યા હોય તો વિનાશ *કરે છે અને અતિ દૂર રહ્યા હોય તો ફળ આપતા નથી, તેથી તેમને મઘ્યમ ભાવથી સેવવા.' છતાં જો * ગુરુમાં વિનાશ એટલે તેમનો અવિનય, અનાદર થઈ જાય તે સમજવો. તેથી આત્માને નુકસાન થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૦] વિશ્વાસઘાત ૨૦૭ આપની પાસે રાખવાની ઇચ્છા જ હોય તો રાણીનું રૂપ ચીતરાવીને તે ચિત્ર પાસે રાખો.” રાજાએ મંત્રીનાં વચનથી તેમ કર્યું. તે વિષે કિરાતાર્જુનીય કાવ્યમાં કહ્યું છે કે, “જે પોતાના સ્વામીને સારી રીતે સાચી શિખામણ આપે નહીં, તે મિત્ર કે મંત્રી શેનો? અને જે પોતાને અણગમતું સાંભળે પણ નહીં, તે સ્વામી પણ શેનો? તેથી જે રાજા અને મંત્રી સદા પરસ્પર અનુકૂળ હોય, તેમની સાથે જ સર્વ સંપત્તિઓ પ્રીતિ કરે છે.” એકદા રાજાએ તે ચિત્ર પોતાના શારદાનંદન નામના ગુરુને બતાવ્યું. ગુરુએ પોતાનું પાંડિત્ય દર્શાવવા કહ્યું કે, “રાણીને ડાબા સાથળમાં તિલ છે, તે આ ચિત્રમાં કર્યો નથી.” તે સાંભળી નિંદરાજાને શંકા થઈ કે, “આ મારી રાણીનો જાર હશે.” તે ઉપરથી તેણે મંત્રીને આજ્ઞા કરી કે, આ ગુરુને મારી નાખો.” પ્રઘાન વિચારીને કામ કરે તેવો હતો, તેથી તેણે શારદાનંદનને પોતાને ઘેર ગુસપણે ભોંયરામાં રાખ્યો. એક વખત રાજકુમાર શિકાર કરવાને માટે વનમાં જતાં કોઈ ડુક્કરની પછવાડે દોડ્યો. તે ઘણે દૂર ચાલ્યો ગયો અને સાથી પાછળ રહી ગયા. સાયંકાળ થઈ જવાથી રાજકુમાર સરોવરમાંથી જળપાન કરીને વ્યાધ્રાદિકના ભયથી કોઈ વૃક્ષ ઉપર ચડી ગયો. તે વૃક્ષ ઉપર એક વાનર રહેતો હતો, તેના શરીરમાં તે વૃક્ષનો નિવાસી કોઈ વ્યંતર પેઠો. તેથી તે વાનર મનુષ્યવાણીથી બોલ્યો કે, “હે કુમાર! નીચે વ્યાધ્ર આવેલો છે, પણ તું મારા ઉલ્લંગમાં (ખોળામાં) સુખે સૂઈ જા.” કુમાર વિશ્વાસ રાખીને સૂતો. નીચે રહેલા વ્યાઘે તેની ઘણી યાચના કરી તો પણ વાનરે તેને આપ્યો નહીં. થોડી વાર પછી કુમાર જાગ્યો, એટલે વાનર તે કુમારના ઉસંગમાં સૂઈ ગયો. પેલા વાઘે કુમારને કહ્યું કે, “અરે કુમાર! એ વાનરનો વિશ્વાસ શું રાખે છે? કહ્યું છે કે, નદી, નખવાળાં પ્રાણી ઇત્યાદિનો વિશ્વાસ કરવો નહીં.” વળી એમ પણ કહેવાય છે કે, “ક્ષણમાં રુષ્ટ અને ક્ષણમાં તુષ્ટ એમ ક્ષણે ક્ષણે રુ તુષ્ટ થનારા અને જેમનું ચિત્ત સ્થિર નથી તેવાઓનો પ્રસાદ પણ ભયંકર છે.” માટે તું એને મૂકી દે.” સુઘાતુર વાઘનાં આવાં વચનથી રાજકુમારે તે કપિને પડતો મૂક્યો. વાનર પડતો પડતો અંતરાળ ભાગે બીજી શાખા સાથે વળગી પડીને બોલ્યો કે-“અરે કુમાર! તું તારા કરેલા વિશ્વાસઘાતરૂપ કર્મને જાણે છે? તને ખબર છે કે વિશ્વાસઘાત એ મોટું પાપ છે? તને આ અપરાઘની શિક્ષા હમણાં જ થવી જોઈએ.” આમ કહીને તે વાનરના શરીરમાં રહેલા વ્યંતરે પ્રાતઃકાળે તેને ગાંડો કરી દીઘો; એટલે તે “વિસેમિરા, વિસેમિરા' એમ બોલતો વનમાં ચોતરફ ભમવા લાગ્યો. તેનો ઘોડો ભયથી ત્રાસ પામી પોતાની મેળે શહેરમાં રાજાની આગળ ગયો. ઘોડાને એકલો આવેલો જોઈ રાજાએ કુમારની શોઘ કરાવી અને તેને વનમાંથી શોધીને ઘરે લાવ્યા. પછી તેનું ઘેલાપણું મટાડવા રાજાએ ઘણા ઉપાય કર્યા પણ તેને કાંઈ ગુણ થયો નહીં. એટલે રાજા પોતાના ગુરુ શારદાનંદનના ગુણ સંભારી તેને મરાવી નાખવા માટે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. પછી રાજાએ કુમારને સાજો કરનારને અર્થે રાજ્ય આપવાનો પડહ વગડાવ્યો. ત્યારે મંત્રીએ કહ્યું કે, “મારી પુત્રી આ વિષે કાંઈક જાણે છે.” રાજા પુત્રને લઈ તત્કાળ મંત્રીને ઘેર ગયો. ત્યાં પડદાની અંદર રહી શારદાનંદન ગુરુ આ પ્રમાણે શ્લોક બોલ્યા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ विश्वासप्रतिपन्नानां, वंचने का विदग्धता । अंकमारुह्य सुप्तानां, हंतुं किं नाम पौरुषम् ॥१॥ ભાવાર્થ-“વિશ્વાસ પામેલાને છેતરવામાં ચતુરાઈ શાની? અને ખોળામાં સૂતેલાને મારવામાં પરાક્રમ શાનું?” એ શ્લોક સાંભળી કુમારે પહેલો “વિ' અક્ષર મૂકી સેમિરા, સેમિરા,” એમ બોલવા માંડ્યું. ગુરુએ પછી પડદામાંથી બીજો શ્લોક કહ્યો सेतुं गत्वा समुद्रस्य, गंगासागरसंगमे । બ્રાહ્નો મુખ્યત્વે પાપ-ર્મિત્રદ્રોહી ન મુવ્યો રા. ભાવાર્થ-“સમુદ્રના સેતુ (સેતુબંઘ રામેશ્વર) ઉપર અને ગંગાસાગરના સંગમ તીર્થ ઉપર જવાથી બ્રહ્મહત્યા કરનાર પાપમુક્ત થાય, પણ મિત્રદ્રોહી ક્યાંય પાપમુક્ત ન થાય.” આ શ્લોક સાંભળી કુમારે બીજો અક્ષર “સે મૂકી “મિરા, મિરા' એટલું બોલવા માંડ્યું. પછી પડદામાંથી પાછો નીચેનો શ્લોક કહેવામાં આવ્યો मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः । चत्वारो नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥३॥ ભાવાર્થ-“મિત્રદ્રોહી, કૃતઘી, ચોરી કરનાર અને વિશ્વાસઘાતી એ ચાર જણ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નરકમાં રહે છે.” આ શ્લોક સાંભળી કુમાર ત્રીજો અક્ષર “મિ મૂકી માત્ર “રા, રા' એટલું કહેવા લાગ્યો. પછી પડદામાંથી પાછો એક શ્લોક કહેવામાં આવ્યો राजन् ! त्वं राजपुत्रस्य, यदि कल्याणमिच्छसि । देहि दानं सुपात्रेषु, गृही दानेन शुद्ध्यति ॥४॥ ભાવાર્થ-“હે રાજ! જો તું તારા પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રમાં દાન આપ; કારણ કે ગૃહસ્થ દાન આપ્યાથી શુદ્ધ થાય છે.” આ શ્લોક સાંભળી રાજકુમાર તદ્દન સ્વસ્થ થઈ ગયો; અને વનમાં બનેલો સર્વ વૃત્તાંત તેણે કહી બતાવ્યો. તે સાંભળી પડદા તરફ જોઈને રાજા બોલ્યો કે, “હે પુત્રી! તું ગામમાં રહે છે છતાં આ વાનર, વાઘ અને મનુષ્યનું વન સંબંઘી વૃત્તાંત તે કેવી રીતે જાણ્યું?” તે સાંભળી પડદામાં ગુપ્ત રહેલા શારદાનંદને નીચેનો શ્લોક કહ્યો દેવગુરુકસાન, નિહારે સરસ્વતી ! तेनाहं नृप ! जानामि, भानुमत्यास्तिलं यथा ॥१॥ ભાવાર્થ-“દેવગુરુના પ્રસાદથી મારી જિલ્લાના અગ્ર ભાગ ઉપર સરસ્વતી વસે છે; તેથી હે રાજ! ભાનુમતી રાણીના તિલની જેમ હું બધું જાણી શકું છું.” આ શ્લોકથી રાજાનો પૂર્વ સંદેહ દૂર થયો, એટલે રાજા અને ગુરુ પરસ્પર હર્ષથી મળ્યા. આ વૃત્તાંત સાંભળીને શ્રાવકોએ સ્વામી, વિશ્વાસી, દેવ, ગુરુ, મિત્ર, વૃદ્ધ અને બાળકને દ્રોહ તથા થાપણ ઓળવવી ઇત્યાદિ મહાપાપ સર્વથા વિશેષપણે વર્જવા. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૧] ત્રીજું ગુણવ્રત-અનર્થદંડ પરિહાર ૨૦૯ “એવી રીતે શ્રાવકે શુદ્ધવ્યવહારમાં લાગતા સર્વ દૂષણો તજી દેવા કે જેથી આ લોક અને પરલોકમાં નિરંતર યશસ્વીપણું પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૧૩૧ ત્રીજું ગુણવ્રત-અનર્થદંડ પરિહાર ઉપરના પ્રબંધોમાં અતિચારો સહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે અનર્થદંડપરિહાર નામે ત્રીજું ગુણવ્રત કહે છે शरीराद्यर्थदंडस्य, प्रतिपक्षतया स्थितः । __योऽनर्थदंडस्तत्त्यागः, तृतीयं तु गुणवतम् ॥१॥ ભાવાર્થ-“શરીર આદિને માટે થતું પાપ તે “અર્થદંડ, તેના પ્રતિપક્ષી એટલે વિરોઘી એવા અનર્થદંડનો ત્યાગ કરવો તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે.” વિસ્તૃતાર્થ-જેનાથી પ્રાણી અનર્થ એટલે પ્રયોજન વિના પુણ્યરૂપ ઘનના અપહાર વડે દંડાય અને પાપકર્મથી લેપાય તે અનર્થદંડ કહેવાય છે. તેના મુખ્ય ચાર પ્રકાર છે તે આ પ્રમાણે– (૧) આર્તરૌદ્રરૂપ અપધ્યાન, (૨) પાપકર્મનો ઉપદેશ, (૩) હિંસામાં ઉપકારી થાય તેવી વસ્તુનું દાન અને (૪) પ્રમાદનું આચરણ. તેમાં જે અપકૃષ્ટ કહેતાં નઠારું ધ્યાન તે અપધ્યાન કહેવાય છે. ધ્યાન એટલે અંતર્મુહૂર્ત સુધી મનની સ્થિરતા અથવા એકાગ્રતા. શ્રી ઠાણાંગસૂત્રમાં કહેલું છે કે, “અંતર્મુહર્ત પર્યત ચિત્તની એકાગ્રતા તે છઘનું ધ્યાન અને યોગનિરોધ તે કેવળીનું ધ્યાન.” તે અપધ્યાન આર્ત અને રૌદ્ર એવા બે ભેદવાળું છે. તેમાં પણ આર્તધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે-(૧) અનિષ્ટસંયોગજ-અનિષ્ટ એવા શબ્દ, રૂપ, રસ અને ગંદાદિ પ્રાપ્ત થવાથી ત્રણ કાળમાં પણ તેવાં ન મળે તો ઠીક એવી તેના વિયોગની ચિંતા કરવી તે આર્તધ્યાનનો પહેલો ભેદ. (૨) ઇષ્ટવિયોગજઇચ્છિત શબ્દાદિક મેળવીને ત્રણે કાળ પણ તેનો વિચ્છેદ-વિયોગ ન થાય એવું ચિંતવન તે આર્તધ્યાનનો બીજો ભેદ. (૩) પીડાજનિત-રોગાદિકની વેદના પ્રાપ્ત થયે તે ક્યારે જશે એવી તેના વિયોગની ચિંતા તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ અને (૪) પૂર્વસ્મરણ અથવા નિદાન–ભોગવેલા કામભોગનું સ્મરણ કરવું તે આર્તધ્યાનનો ચોથો ભેદ; અથવા આવશ્યક નિર્યુક્તિમાં આવેલા ધ્યાનશતકની વૃત્તિમાં તો કહ્યું છે કે-ઇંદ્ર તથા ચક્રવર્તી વગેરેના રૂપાદિક અને સમૃદ્ધિ સાંભળીને અથવા જોઈને તેની પ્રાર્થના કરનારું અઘમ નિદાન કે નિયાણું કરવું કે, આ તપના અથવા દાન વગેરેના પ્રભાવથી હું દેવેંદ્રાદિ થાઉં” તે આર્તધ્યાનનો ચોથો ભેદ જાણવો. અહીં કોઈ શંકા કરે કે-“એ ધ્યાન અધમ કેમ કહેવાય?” તેના ઉત્તરમાં કહેવાનું કે, “તે ધ્યાન અત્યંત અજ્ઞાનમગ્રપણાથી થાય છે તેથી તે અઘમ ધ્યાન કહેવાય છે. કેમકે જ્ઞાની સિવાય બીજાઓને જ સાંસારિક વૈભવમાં અભિલાષા થાય છે.” ધ્યાન આત્મવૃત્તિવાળું હોવાથી અલક્ષ્ય છે, પણ તે લક્ષણોથી જણાય છે. આર્તધ્યાનના આ પ્રમાણે ચાર લિંગ કે ચિહ્ન છે. (૧) આક્રંદન એટલે મોટા શબ્દથી રુદન કરવું, (૨) શોચન એટલે | ભાગ ૨-૧૪) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ નેત્રમાંથી આંસુ પાડવા, (૩) પરિદેવન એટલે દીનતા કરી નિસાસા નાખતા વારંવાર ક્લિષ્ટ ભાષણ કરવું અને (૪) તાડન એટલે છાતી કૂટવી—આ ચાર લિંગ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગથી થતી વેદના વડે ઉત્પન્ન થાય છે. આ ઘ્યાનથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે, ‘‘આર્ત્તઘ્યાનથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે, રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે, ધર્મઘ્યાનથી દેવગતિ પ્રાપ્ત થાય છે અને શુક્લધ્યાનથી મોક્ષગતિ પ્રાપ્ત થાય છે.’’ આર્ત્તધ્યાનથી સંયતિ નામે સાધ્વી ગૃહગોઘા (ઘરોળી) થઈ હતી. એ ધ્યાન દેશવિરતિ નામે પાંચમા ગુણઠાણા સુધી હોય છે. એ ધ્યાનથી નંદમણિકાર શ્રેષ્ઠી મંડુક એટલે દેડકાપણું પામ્યો હતો અને સુંદર શ્રેષ્ઠી ચંદનઘો થયો હતો. એવી રીતે આર્ત્તધ્યાનનું ફળ જાણવું. બીજું રૌદ્ર નામનું અપથ્યાન આર્ત્તધ્યાનથી વિશેષ ક્રૂર અધ્યવસાયવાળું છે. તે પણ ચાર પ્રકારનું છે. (૧) હિંસાનુબંધી–એકેંદ્રિયાદિ પ્રાણીઓને તાડન કરવું, વીંધવું, બંઘન કરવું, આંકવું અને તેમના પ્રાણનો વિયોગ કરાવવો. વળી ખડ્ગ, શક્તિ, ભાલા વગેરેથી તેમજ વીર, ભૂત, પિશાચ કે મૂઠ વગેરેના પ્રયોગથી અને વિષપ્રયોગથી અથવા મંત્ર, તંત્ર કે યંત્રાદિકથી મનુષ્યાદિકને મારી નાખવાનું ક્રોધથી ચિંતવન કરવું તે હિંસાનુબંધી નામે રૌદ્રધ્યાનનો પ્રથમ ભેદ છે. (૨) મૃષાનુબંધી—ચાડી કરવી, અઘટતું વચન—ચકાર મકરાદિ બોલવું, પોતાના ગુણની અધિકતા કરી બીજાના દોષ પ્રગટ કરવા, તેમજ પોતાને ઇચ્છિત એવા રાજાનો જય સાંભળી બીજા રાજાને માટે રૌદ્રબુદ્ધિથી કહેવું કે, “ઠીક થયું, આપણા રાજાના ખડ્ગમાં જ જય છે, કે જેના એક પ્રહાર વડે આટલાને મારી નાખ્યા.' ઇત્યાદિ વારંવાર બોલવું અથવા તેવું ચિંતવન કરવું તે મૃષાનુબંધી નામે રૌદ્રધ્યાનનો બીજો ભેદ છે. (૩) સ્તેયાનુબંધી તીવ્ર રોષથી દ્રવ્યના સ્વામીઓના મરણાદિ વડે પદ્રવ્યહરણ કરવાની સગવડતા થવા વગેરેનું ચિંતવન કરવું તે સ્તેયાનુબંધી નામે રૌદ્રધ્યાનનો ત્રીજો ભેદ છે. (૪) સંરક્ષણાનુબંધી—પોતાના દ્રવ્યની રક્ષા માટે સર્વત્ર શંકા પામી શત્રુ વગેરેને હણવા વગેરેના અધ્યવસાય કરવા તે સંરક્ષણાનુબંધી નામે રૌદ્રધ્યાનનો ચોથો ભેદ છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે–કરવું, કરાવવું, અનુમોદવું અને તત્સંબંધી વારંવાર ચિંતવન કર્યા કરવું–એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકોએ સેવેલું– ચિંતવન કરેલું એવું તે દુર્ધ્યાન અશ્રેયકારી, પાપરૂપ અને નિંદવા યોગ્ય છે. એના ચાર લિંગ (ચિહ્ન) છે, તે આ પ્રમાણે પૂર્વે બતાવેલ હિંસા આદિ ચારેને વિષે જે એક વાર આદર કરવો તે પ્રથમ લિંગ. એ ચારેમાં વારંવાર પ્રવૃત્તિ કરવી તે બીજું લિંગ. કુશાસ્ત્ર સાંભળીને અથવા અજ્ઞાનથી હિંસાત્મક યજ્ઞ વગેરેમાં ધર્મબુદ્ધિથી પ્રવર્ત્તવું તે ત્રીજું લિંગ. મરણાંત સુધી કાળસૌકરિક કસાઈની જેમ હિંસાદિક થકી નિવૃત્ત ન થવું તે ચોથું લિંગ. અથવા વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં કહ્યું છે કે, ‘‘રૌદ્રધ્યાનથી મૃત્યુ પામેલો તંદુલ જાતિનો મત્સ્ય, હિંસાદિ દુષ્કર્મ કર્યા વિના પણ અસંખ્ય દુષ્કર્મ વડે પરાભવ કરનારા એવા દુરંત *નરકમાં જાય છે.’' રૌદ્રધ્યાન ઉપર કુરુડ અને ઉકુરુડ નામના બે મહાશયની કથા છે તે આ પ્રમાણે— * તંદુલમત્સ્ય સાતમી નરકે જાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ વ્યાખ્યાન ૧૩૨] અનર્થદંડના બીજા ભેદો કુરુષ અને ઉકુડ મુનિની કથા કુણાલાનગરીના દરવાજાની પાળ પાસે કુરુડ અને ઉકુરુડ નામના બે મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. તેમના પ્રભાવથી “તેઓને જળનો ઉપસર્ગ ન થાય' તેમ ઘારી મેઘ નગરની બહાર વરસતો હતો. તે હકીક્ત જાણીને લોકોએ એકઠા થઈ તેમને ઉપદ્રવ કરવા માંડ્યો અને કહેવા લાગ્યા કે, “તમારા બન્નેના મહિમાથી નગરમાં વરસાદ થતો નથી, તેથી અમને ઘણો પરિતાપ રહે છે, અને એ અમારે મોટા અરિષ્ટ–વિઘ્નરૂપ છે. માટે તમે અહીંથી નીકળો.” આ પ્રમાણે વારંવાર કહેવાથી તે બન્નેના ધ્યાનમાં ભંગ થયો અને તેમને તે લોકોની ઉપર રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તેથી તે બન્ને આ પ્રમાણેનો શ્લોક બોલ્યા वर्ष मेघ! कुणालायां, दिनानि दश पंच च । नित्यं मुसलधाराभिर्व्यथा रात्रौ तथा दिने ॥१॥ • ભાવાર્થ-“હે મેઘ! કુણાલાનગરીમાં મુશળઘારાએ જેવો રાત્રીએ તેવો જ દિવસે એમ પંદર દિવસ સુધી રોજ વરસ” આટલું કહેતા જ મેઘ વરસવા લાગ્યો. તે એટલો વરસ્યો કે તેના જળપ્રવાહમાં આખું નગર તણાઈને સમુદ્રમાં ચાલ્યું ગયું. તેમાં તે બન્ને મુનિ પણ અશુભ ધ્યાનમાં વર્તતા સતા તણાઈ ગયા. એ પ્રમાણે તે બન્ને મુનિ દ્રવ્યથી અને ભાવથી ડૂબીને નરકે ગયા. “આર્નાદિ અપધ્યાનથી મેઘની વૃષ્ટિ કરાવીને ક્ષમારહિતપણે આખા નગરને તણાવી તે બન્ને મુનિ અનર્થદંડ વડે નરકગતિને પ્રાપ્ત થયા.” વ્યાખ્યાન ૧૩૦ અનર્થદંડના બીજા ભેદો (૨) અનર્થદંડનો બીજો ભેદ પાપકર્મનો ઉપદેશ કરવો તે છે, જેમ કે, “ક્ષેત્રમાં ખોદો, હળ વગેરે તૈયાર કરો, બળદને પલોટો (દમ), શત્રુઓને મારો, કન્યાનો વિવાહ કરો.' ઇત્યાદિ બીજાને ઉપદેશ દેવો તે પાપોપદેશ છે. આગમમાં સાંભળ્યું છે કે, “કૃષ્ણ વાસુદેવ અને ચેડા મહારાજાને પોતાના બાળકોનો પણ વિવાહ ન કરવાનો નિયમ હતો.” (૩) અનર્થદંડનો ત્રીજો ભેદ હિંસામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ આપવી તે છે. હિંસામાં ઉપયોગી ઉપકરણો જેવાં કે ગાડું, શસ્ત્ર, ઘંટી, સાંબેલું, ખારણીઓ, દાતરડું, કરવત, છરી, કાંકરી, કોદાળી, રેચક ઔષધ, વ્રણના કૃમિ અને ગર્ભનો નાશ કરે તેવાં મૂળિયાં તથા ક્ષાર વગેરે કોઈને આપવા તે મહા પાપબંઘના હેતુ છે. તે વિષે એક વાર્તા છે કે, દ્વારિકાનગરીમાં ઘવંતરી અને વૈતરણી નામે બે વૈદ્ય હતા. તેમાં ઘવંતરી ઘણા સાવદ્ય કર્મ કરતો અને વૈતરણી પણ ઔષઘાદિમાં ઘણી જીવહિંસા કરતો, તથાપિ તે કોઈ પણ યોગી મુનિને નિર્દોષ ઔષઘ આપતો. એક વખતે કૃષ્ણ વાસુદેવે નેમિનાથ પ્રભુને પૂછ્યું “હે સ્વામી! વૈદ્યોની શી ગતિ થાય? લોકમાં કહેવત છે કે – कवि चितारो पारधी, वळी विशेषे भट्ट । गांधी नरक सधावीआ, वैद्य देखाडे वट्ट ॥१॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-કવિ, ચિત્રકાર, શિકારી, ભટ્ટ અને ગાંઘી–એ નરકે જાય છે અને તેમને વૈદ્ય માર્ગ બતાવે છે. આ નગરીમાં ઘવંતરી અને વૈતરણી નામે બે વૈદ્ય રહે છે, તેમની શી ગતિ થશે?” પ્રભુ બોલ્યા–“રાજનું! પહેલો સાતમી નર્કના અપ્રતિષ્ઠાન પાથડે ઉત્પન્ન થશે અને બીજો આરંભ કરે છે પણ તે કરતાં મનમાં કાંઈક બીએ છે, તેથી મરણ પામીને વનમાં વાનર થશે. ત્યાં કોઈ મુનિને પગે કાંટો વાગેલો જોઈ, જાતિસ્મરણ ઉત્પન્ન થતાં શલ્યોદ્ધારિણી ઔષધિ વડે તેમને સાજા કરશે. પછી મુનિ તેને ઘમપદેશ આપશે. તે સાંભળી પૂર્વના પાપકૃત્યને આલોઈ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થશે. પેલો ઘવંતરી વૈદ્ય ષકાય જીવની હિંસાથી વારંવાર અપ્રતિષ્ઠાન પાથડે ઉત્પન્ન થશે; અને વનસ્પત્યાદિકમાં એક કોડીને અનંતમે ભાગે વેચાશે. આ પ્રમાણે અનર્થદંડનો ત્રીજો ભેદ જાણવો.” (૪) પ્રમાદનું આચરણ તે અનર્થદંડનો ચોથો ભેદ છે. પ્રમાદ–મદ્યાદિ પાંચ પ્રકારના છે, તેને અંગીકાર કરવા એ અનર્થદંડ છે. તે વિષે આગમમાં કહ્યું છે કે, मजं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया । एए पंच पमाया, जीवं पाडति संसारे ॥१॥ ભાવાર્થ–મ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં નાખે છે. મદ્ય એટલે મદિરા-ઉપલક્ષણથી આથો, માંસ, સરકો અને તાડી વગેરેનું ગ્રહણ કરવું. મદ્ય લૌકિક અને લોકોત્તર બન્નેમાં નિંદ્ય છે. કહ્યું છે કે, “મદ્યથી મોહિત થયેલ બુદ્ધિવાળો પુરુષ ગાય છે, ભમે છે, યદ્રાતધા બોલે છે, રુએ છે, દોડે છે, જેને તેને પકડે છે, ક્લેશ કરે છે, મારે છે, હસે છે, ખેદ પામે છે અને પોતાનું હિત સમજતો નથી.” વળી “સંબોઘસિત્તરી”ની વૃત્તિમાં કહ્યું છે કે, “મદ્યથી મદોન્મત્ત થયેલા કૃષ્ણના પુત્રોના દોષથી એકસો ને બત્રીશ કુળકોટી યાદવોનો દ્વારિકાનો દાહ થવા વડે ક્ષય થયો.” તેમાં છપ્પન કુળકોટી યાદવ નગરમાં રહેતા હતા અને છોંતેર કુળકોટી યાદવો નગરની બહાર રહેતા હતા. તેઓમાં જેમણે ચારિત્ર અંગીકાર કરવું કબૂલ કર્યું તેમને નેમિનાથ પ્રભુ પાસે મૂકીને બાકીનાઓમાં જેઓ દ્વારિકાથી દૂર ગયા હતા, તેમને પણ ખેંચી લાવીને અગ્નિમાં હોમી દીઘા હતા. કુળકોટીની સંખ્યા એવી રીતે છે કે કોઈ એક યાદવના ઘરમાંથી એકસો આઠ કુમાર નીકળે એવા કુળને એક કુળકોટી કહેવાય એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે. તત્ત્વ તો બહુશ્રુત જાણે. આ પ્રમાણે પહેલો મદ્ય નામે પ્રમાદ જાણવો. વિષય તે શબ્દાદિક પાંચ પ્રકારે છે. કહ્યું છે કે, “જેનું ચિત્ત વિષયથી વ્યાકુળ હોય છે તેવો પુરુષ, પોતાનું હિત કે અહિત જાણતો નથી, તેથી એ જીવ અનુચિત કર્મ કરીને આ દુઃખથી ભરેલા સંસારરૂપ અરણ્યમાં ચિરકાળ ભટકે છે.” આ બીજો વિષય નામે પ્રમાદ જાણવો. કષ એટલે સંસાર તેનો આય એટલે લાભ જેનાથી થાય તે કષાય કહેવાય. તેના ચાર પ્રકાર છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. આ કષાય નામે પ્રમાદનો ત્રીજો ભેદ જાણવો. નિદ્રા એટલે ઊંઘ, તે પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી સુખ જગાય તે નિદ્રા, જેમાંથી દુઃખે જગાય તે નિદ્રાનિદ્રા, ઊભા ઊભા ઊંઘ આવે તે પ્રચલા, ચાલતા ચાલતા ઊંઘ આવે તે Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૨] અનર્થદંડના બીજા ભેદો ૨૧૩ પ્રચલાપ્રચલા અને વાસુદેવથી અર્ધ બળ ઊંઘનારમાં આવે અને દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં ઊઠીને કરે તે સ્થાનદ્ધિ. એ પ્રમાણે નિદ્રાના પાંચ ભેદ છે. સ્યાનદ્ધિ નિદ્રાની પૂર્વ કથિત વ્યાખ્યા કર્મગ્રંથની ચૂર્ણમાં કહેલી છે. પણ તેટલું બળ વજ>ઋષભનારાચ સંઘયણની અપેક્ષાએ સમજવું. તે સિવાય તો વર્તમાનકાળના યુવાનોથી આઠગણું બળ હોય એવો કર્મગ્રંથની વૃત્તિનો અભિપ્રાય છે. જીતકલ્પની વૃત્તિમાં એમ લખે છે કે, “સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય ત્યારે અતિ સંક્લિષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઊઠીને સાધે છે; અને તે વખતે તેનામાં વાસુદેવથી અડધું બળ હોય છે. તે નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણગણું કે ચોગણું બળ હોય છે. આ નિદ્રા નરકગામી જીવોને જ હોય છે.” આ નિદ્રા વિષે મહાભાષ્યની ૨૩૪ મી ગાથામાં ઘણાં દ્રષ્ટાંતો કહેલા છે. તે ગાથામાં કહ્યું છે કે–“થિણદ્ધિ નિદ્રા ઉપર માંસ, મોદક, હાથીદાંત, કુંભાર અને વડવૃક્ષ–એમ પાંચ ઉદાહરણો જાણવા. તે ઉદાહરણો આ પ્રમાણે કોઈ કણબી માંસભક્ષી હતો. તેને કોઈ સ્થવિર સાઘુએ પ્રતિબોઘ પમાડી દીક્ષા આપી. અન્યદા કોઈ ઠેકાણે પાડાનો વઘ થતો તેના જોવામાં આવ્યો. તેથી તેનો અભિલાષ કરતો તે સૂઈ ગયો. રાત્રે તેને સ્થાનદ્ધિ નિદ્રાનો ઉદય થઈ આવ્યો, તેથી તેણે ઊભા થઈ કોઈ ઠેકાણે જઈ બીજા પાડાને મારી તેનું માંસ ભક્ષણ કર્યું અને બાકીનું જે વધ્યું તે સાથે લાવી ઉપાશ્રયમાં પોતાના સંથારા પાસે મૂકીને સૂઈ ગયો. પ્રાતઃકાળે તેણે ગુરુને કહ્યું કે, “મેં આવું સ્વપ્ન જોયું છે. ત્યાં તો પેલું માંસ બીજા સાધુઓના જોવામાં આવ્યું. તેથી તેમણે જાણ્યું કે, “આ સાધુને રાત્રીએ મ્યાનદ્ધિ, નિદ્રાનો ઉદય થયેલો જણાય છે' પછી સંઘે મળી તેની પાસેથી ઓઘો મુહપત્તી વગેરે મુનિલિંગ લઈ લીધું અને તેને વિસર્જન કરી દીઘો. કારણ કે આ નિદ્રાવાળા જીવો દીક્ષાને યોગ્ય હોતા નથી. કોઈ એક સાથે શ્રાવકને ઘેર મોદક જોઈ તેની અભિલાષા કરતો સૂઈ ગયો. રાત્રે તેને સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થયો, એટલે ઊઠીને તે શ્રાવકને ઘેર ગયો, અને તેના કમાડ ભાંગી તે મોદક ખાઈ બાકીના ઉપાશ્રયે લાવી પાત્રામાં નાખીને સૂઈ ગયો. સવારે ઊઠીને તેણે પણ સ્વપ્ન આવ્યાનું જ ગુરુને કહ્યું, પણ પાત્રાં પડિલેહતાં તેમાં મોદક દીઠા. એટલે ગુરુએ તેને સ્થાનદ્ધિ નિદ્રા આવેલી જાણી વિસર્જન કરી દીધો. કોઈ એક સાધુને હાથીએ બહુ ખેદ પમાડ્યો. ત્યાંથી કોઈ પ્રકારે નાસીને તે ઉપાશ્રયમાં આવ્યો, અને તે હાથી ઉપર મનમાં કોપ કરતો સૂઈ ગયો. રાત્રે તેને સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં તે મુનિ નગરના કમાડ ભાંગી, તે હાથીને મારી, તેના દાંત ખેંચી કાઢી પોતાના સ્થાનમાં લાવીને સૂઈ ગયો. પ્રભાતે તે હકીકત જાણવામાં આવતાં તેને સંયમને અયોગ્ય જાણી ગુરુએ કાઢી મૂક્યો. કોઈ કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. એક વખત સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં પૂર્વે જેમ માટીના પિંડ તોડતો હતો તેમ તેણે સાઘુઓના શિર તોડીને કબંઘ (ઘડ)ની સાથે એકાંતમાં મૂકી દીઘા. બીજા કેટલાક મુનિઓ ત્યાંથી ખસી ગયા તે બચ્યા. પ્રાતઃકાળે એ દેખાવ જોઈ સંઘે તે સાઘુને ગચ્છથી દૂર કર્યો. કોઈ સાધુને જવા આવવાના માર્ગમાં એક વડનું વૃક્ષ દુઃખદાયક લાગતું હતું. એકદા રાત્રે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ સ્યાનદ્ધિ નિદ્રા આવતાં તે વડને ઉખેડી પોતાના ઉપાશ્રય પાસે નાખીને તે સૂઈ ગયો. સવારે એવું સ્વપ્ન દીઠાનું આલોચતાં બીજા મુનિના જાણવામાં તે વૃત્તાંત આવ્યું, એટલે તેના સાઘુચિહ્નો છીનવી લઈને સંઘે તેને ગણની બહાર કર્યો. આ સિવાય બીજા દ્રષ્ટાંતો પણ નિશીથસૂત્રમાંથી જાણી લેવા. નિદ્રામાં ઘણા દોષો છે. નિદ્રા સર્વ ગુણનો ઘાત કરનારી, સંસારને વધારનારી અને પ્રમાદ ઉત્પન્ન કરનારી છે. મુનિ અને ઘર્મિષ્ઠ માણસને તો નિદ્રારહિતપણું જ શ્રેષ્ઠ છે. શ્રી ભગવતીસૂત્રમાં વીરપ્રભુની શય્યાતરી મૃગાવતી શ્રાવિકાની નણંદ જયંતિ શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન ર્યો છે કે, “હે ભગવંત! સૂવું સારું કે જાગવું સારું?” પ્રભુએ કહ્યું કે, “કેટલાકને સૂવું સારું છે અને કેટલાકને જાગવું સારું છે. જે અઘર્મી અને અઘમ મનુષ્યો અઘર્મ વડે જ આજીવિકા કરતા સતા વિચરે છે, તેવા જીવ સૂતા સારા છે, કેમકે એવા જીવ સૂતા સતા ઘણા પ્રાણીઓને, ભૂતોને, સત્વોને દુઃખ દેનારા થઈ શકતા નથી. વળી એવા જીવો સૂતા સૂતા પોતાને, પરને અને બન્નેને અથર્મમાં–હિંસાદિ કાર્યમાં પ્રવર્તાવી શકતા નથી, તેથી તેઓ સૂતા સારા છે. અને હે જયંતિ! જે જીવો ઘર્મી છે અને ઘાર્મિક પ્રવૃત્તિના જ કરનારા છે, એવા જીવો જાગતા સારા છે.” ઇત્યાદિ જાણી લેવું. (એવી રીતે બળવાનપણું, દુર્બળપણું અને ચતુરપણું અને આળસુપણું ઇત્યાદિ વિષે પણ જાણી લેવું.) આ પ્રમાણે નિદ્રા નામે પ્રમાદનો ચોથો ભેદ જાણવો. “ચૌદ પૂર્વઘર મુનિ પણ નિદ્રારૂપ પ્રમાદના યોગથી પૂર્વોનું વિસ્મરણ પામી જઈને ઘણા કાળ સુઘી નિગોદમાં જઈને વસે છે, તેથી નિદ્રારૂપ પ્રમાદને અવશ્ય ત્યાગ કરવો.” - હર વ્યાખ્યાન ૧૩૩ પ્રમાદનો પાંચમો ભેદ-વિકથા राज्ञां स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः । संग्रामरूपसद्वस्तु-स्वादाद्या विकथाः स्मृताः॥१॥ ભાવાર્થ-“રાજાઓના યુદ્ધાદિની અને વૈભવ-વિલાસની કથા તે રાજકથા, સ્ત્રીઓના રૂપાદિકની કથા તે સ્ત્રીકથા, દેશની ઉત્તમ વસ્તુઓની કથા તે દેશકથા અને ભોજનનો સ્વાદ વગેરેની કથા તે ભક્તકથા–એ પ્રમાણેની વિવિઘ કથાઓ તે વિકથા કહેવાય છે. વિશેષાર્થ-(૧) રાજાઓના યુદ્ધ વગેરેનું વર્ણન તે રાજકથા. જેમકે, “આ રાજા ભીમની જેમ યુદ્ધ કરનારો છે તે ચિરકાળ સુધી રાજ્ય કરો.” અથવા “આ રાજા દુષ્ટ છે તે મૃત્યુ પામો.' ઇત્યાદિ. (૨) સ્ત્રીની કથા એટલે તેના રૂપની નિંદા અથવા પ્રશંસા કરવી છે. જેમ કે, द्विजराजमुखी गजराजगति-स्तरुराजविराजितजंघतटी । यदि सादयिता हृदये वसति, क्वजपः क्व तपः क्व समाधिरिति॥१॥ અર્થ-“આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે, તેની ચાલ ગજેંદ્રના જેવી છે અને તેની જંઘા કદળીના સ્તંભ જેવી છે; એવી સ્ત્રી જો હૃદયમાં વસે તો પછી જપ, તપ અને સમાધિ શા કામની છે?” તેની નિંદા આ પ્રમાણે–“આ સ્ત્રીની ગતિ ઊંટ જેવી છે, સ્વર કાગડા જેવો છે, પેટ લાંબું છે, નેત્ર પીળા છે, માઠા શાળવાળી છે અને કટુ ભાષણ કરનારી છે તથા અભાગિણી છે. તેવી Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૩]. પ્રમાદનો પાંચમો ભેદ-વિકથા ૨૧૫ સ્ત્રીથી શું સુખ મળે?” વળી સ્ત્રી સંબંધી દેશ, જાતિ, કુળ, રૂપ, નામ, પહેરવેશ અને પરિજનની કથા કરવી તે પણ સ્ત્રીકથા. તેમાં દેશ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“લાટદેશની સ્ત્રીઓ મથુરભાષી અને રતિક્રિયામાં નિપુણ હોય છે ઇત્યાદિ.” જાતિ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“વિઘવા થયેલી બ્રાહ્મણની સ્ત્રીઓને ધિક્કાર છે, કે જેઓ જીવતી મર્યા જેવી છે, અને કેટલીક બીજી જાતિની સ્ત્રીઓને ઘન્ય છે કે જે સદા અનિંદિત રહે છે ઇત્યાદિ.” કુળ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“અહો! સોલંકી રાજ્યવંશની પુત્રીઓનું સાહસ જગતમાં સર્વથી અધિક છે. તેઓ પતિની અણમાનતી હોય તો પણ પતિ મૃત્યુ પામે તેની પાછળ અગ્રિમાં પ્રવેશ કરે છે ઇત્યાદિ.” રૂપ સંબંધી સ્ત્રીકથા કે જેમાં સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે. નામ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“જેવું સ્ત્રીનું નામ તેવું પરિણામ” એમ કહે. નેપથ્ય (વેશ) સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“તે સ્ત્રીના રૂપ, યૌવન અને પહેરવેશને ધિક્કાર છે કે જે યુવાન પુરુષોના નેત્રને આનંદદાયક થતાં નથી.” પરિજન સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“આ સ્ત્રીનો દાસ દાસીનો પરિવાર ડાહ્યો અને વિનીત છે' ઇત્યાદિ સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૩) દેશકથા આ પ્રમાણે–જેમકે “માળવદેશ રમણીય છે કે જેમાં સારાં ઘાન્ય અને સુવર્ણ થાય છે; અને જ્યાં કટિમેખલા પણ સોનાની પહેરાય છે. ગુર્જરભૂમિ દુર્ગમ અને ઉગ્ર સુભટવાળી છે. લાટદેશ તો ભીલલોકોથી ભરપૂર છે. કાશ્મીરમાં મૂર્ખતા બહુ છે; અને કુંતલદેશ સુખમાં સ્વર્ગ જેવો છે.” આ પ્રમાણે દેશકથા સબુદ્ધિવાળા પુરુષોએ દુર્જનના સંગની જેમ છોડી દેવી. (૪) ભક્તકથા–એટલે ભોજનનો સ્વાદ વગેરેની કથા. તે આ પ્રમાણે–જેમકે “આ પુરુષે વિવાહાદિ કાર્યમાં ઘણી ઉત્તમ રસોઈ કરી હતી. તેમાં જે શાકભાજી બનાવ્યા હતા તેનો સ્વાદ હજુ દાઢમાં જ છે” અથવા “આણે કરેલા પક્વાન્ન વગેરે તો બાળી દેવા જેવા જ હતા. એક પાપડ વિના બીજું બધું ખરાબ કર્યું હતું.' ઇત્યાદિ. આ પ્રમાણે ભક્તકથાનો ત્યાગ કરવો. આ પ્રમાણે ચાર પ્રકારની વિકથા જાણવી. સંબોઘસિત્તરી નામના પ્રકરણની વૃત્તિમાં સાત પ્રકારની વિકથા કહેલી છે–તેમાં ઉપર કહેલી ચાર અને બીજી ત્રણ પ્રકારની વિકથા આ પ્રમાણે (૧) શ્રોતાના હૃદયને મૃદુ બનાવી દે તે પહેલી વૃદ્ધીકથા કે જેમાં પુત્ર-પુત્રી આદિની કથાનું પ્રદાનપણું હોવાથી તે કરુણા ઉત્પન્ન કરે તેવી હોય છે જેમકે, “હા પુત્ર! હા વત્સ! અમને મૂકીને તું પ્રજ્વલિત અગ્નિમાં ક્યાં પડ્યો?’ ઇત્યાદિ. (૨) બીજી દર્શનભેદિની કથા–જેમાં કુતીર્થીઓના જ્ઞાનાદિકના અતિશયપણાની પ્રશંસા કરવામાં આવે છે. જેમકે, “બુદ્ધનું શાસન સૂક્ષ્મ અર્થને જણાવનારું હોવાથી શ્રવણ કરવા યોગ્ય છે.” ઇત્યાદિ. (૩) ત્રીજી ચારિત્રભેદિની કથા–જેમાં વ્રત ગ્રહણ કરેલા અથવા વ્રત લેવાને તત્પર થયેલા પુરુષના ચારિત્ર સંબંધી વિચારનો ભેદ (ભંગ) કરવામાં આવે છે. જેમકે “કેવલી વિનાના આ કાળમાં ચારિત્રનો શુદ્ધ કે અશુદ્ધ ભાવ કોણ જાણે છે? માટે ચારિત્ર લેવું નકામું છે.” વળી “આ કાળમાં તો ચારિત્ર લઈને માત્ર દેહને પીડા કરવાની છે; કારણકે ગિરિના શિખર ઉપરથી પડવું સહેલું છે પણ ચારિત્ર પાળવું સહેલું નથી.” વળી એમ કહે કે काले पमायबहुले, दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं चारित्तं, तो गिहिधम्मो वरं काऊ॥१॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-બહુ પ્રમાદવાળા આ કાળમાં દર્શન અને જ્ઞાન વડે જ શાસન પ્રવર્તે છે, ચારિત્ર તો વિચ્છેદ પામ્યું છે, તેથી હાલ તો ગૃહસ્થનો ઘર્મ અંગીકાર કરવો તે જ શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે પૂર્વોક્ત ચારમાં બીજી ત્રણ વિકથા મેળવવાથી સાત પ્રકારની વિકથા થાય છે; પણ અહીં મથાળાના શ્લોકમાં તો આવશ્યકાદિ સૂત્રમાં પ્રસિદ્ધ ચાર વિકથા હોવાથી ચાર પ્રકારની જ કહેલી છે. વિકથા ઉપર એક રોહિણી નામની સ્ત્રીની કથા છે તે આ પ્રમાણે– વિકથા ઉપર રોહિણીની કથા કુંડનપુરી નામની નગરીમાં સુભદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે એક બાળવિધવા પુત્રી હતી. તેણે ગુરુ પાસે અધ્યયન કરીને કમ્મપડિ વગેરે ગ્રંથો પોતાના નામની જેવા કંઠે કર્યા હતા. તે હમેશાં ત્રિકાળ જિનપૂજા અને બે કાળ આવશ્યક કરતી હતી અને નિત્ય ભણવાથી તે એક લાખ કરતાં વિશેષ સ્વાધ્યાયનો પાઠ કરનારી થઈ હતી. અહીં અંતરંગ એવું બન્યું કે, ચિત્તરૂપ નગરમાં રહેનારા મોહરાજાને તેના કુબોઘ નામના દૂતે જણાવ્યું કે, “મહારાજ! એક રોહિણી નામે સ્ત્રી તમારા વારંવાર અવગુણ ગાય છે અને તમારા પુત્ર રાગ અને દ્વેષની, તમારા મિથ્યાત્વ નામના મંત્રીની અને અઢાર પાપસ્થાનકરૂપ સભાસદોની ઘણી નિંદા કરે છે. તે સાંભળી મોહરાજા પોતાની સભા સમક્ષ રુદન કરતો ગદ્ગદ્ વાણીએ બોલ્યો કે, “અરે! મારી સભામાં, મારા પરિવારમાં કોઈ એવો નથી કે જે મારી આજ્ઞાને ખંડન કરનારી રોહિણી કે જે મારા વૈરી ચારિત્રઘર્મને મળવાને ઉત્સુક છે તેને વશ કરીને મને સોંપી દે?” આ પ્રમાણેનાં મોહરાજાનાં વચનો સાંભળીને એક ખૂણે બેઠેલી મોહરાજાની સ્ત્રી કુદ્રષ્ટિની સખી વિકથા નામે યોગિની બોલી-“હે સ્વામી! આવા સ્વલ્પ કામમાં આપને ખેદ કરવો યોગ્ય નથી; કેમકે તમારા એકે એક સેવકે સમ્યકત્વ, વ્રત અને શ્રતથી પૂર્ણ થયેલા એવા જીવોને પણ પોતાના ગુણોથી પાડી દીધા છે, તેઓ અદ્યાપિ આપના ચરણની પાસે રજની જેમ રઝળે છે. તેમની સંખ્યા પણ કોઈ જાણતું નથી. તે વિષે જવાનુશાસનની વૃત્તિમાં કહેલું છે કે, “મોહના પ્રભાવથી અનંતા શ્રુતકેવળીઓ પણ પૂર્વગત મૃતને ભૂલી જઈ મૃત્યુ પામીને અનંતકાયમાં ગયેલા ને રહેલા છે.” માટે હે રાજા! આ બિચારી રોહિણી તે કોણમાત્ર છે?” આ પ્રમાણે કહી મોહરાજાએ આપેલી આશિષ ગ્રહણ કરીને વિકથાએ રોહિણીના મુખમાં અને ચિત્તમાં પ્રવેશ કર્યો. તે વખતથી રોહિણી તત્કાળ ઘર્મનાં સર્વકાર્યમાં વિકથા કરવા લાગી અને બીજાની પાસે કરાવવા લાગી. એક વખતે સાઘુઓએ અને સાધ્વીઓએ તેને શિક્ષા આપી કે, “હે શ્રાવિકે! તને સુજ્ઞાતને પરનિંદા ને વિકથા કરવી યોગ્ય નથી. કહ્યું છે કે, यदीच्छसि वशीकर्तुं, जगदेकेन कर्मणा । परापवादशस्येभ्य-श्चरंतीं गां निवारय ॥१॥ " ભાવાર્થ-જો એક જ કર્મથી આ જગતને વશ કરવાને તું ઇચ્છતા હો તો પરનિંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર.” તે સાંભળી રોહિણીને ક્રોઘ ચડ્યો, એટલે હળવે હળવે મોહરાજાનું સર્વ સૈન્ય તેની પાસે Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૪] પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન ૨૧૭ આવ્યું અને વિકથાની પ્રશંસા કરવા લાગ્યું. પછી તો રોહિણી વિકથા કરવામાં એટલી બધી મશગૂલ થઈ ગઈ કે તેણે સર્વ પઠન પાઠનાદિ પણ છોડી દીધું. એક વખત રાજમાર્ગે જતાં રોહિણી રાજાની રાણીના દોષ કહેતી હતી. તે રાણીની દાસીએ સાંભળ્યા, એટલે તેણે રાજાને તે વાત કહી. રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું કે, “હે શ્રેષ્ઠી! તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને શી રીતે જાણ્યું?” શ્રેષ્ઠી બોલ્યો- હે સ્વામિ! એ પુત્રીનો સ્વભાવ દુર છે.” પછી કોપ પામેલા રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. અરણ્યમાં દુઃખનો અનુભવ કરીને તે મૃત્યુ પામી અને અપરિગ્રહિતા (ઘણી વિનાની) વ્યંતરદેવી થઈ. ત્યાં બીજા દેવતાઓએ આપેલું દુઃખ અનુભવી ત્યાંથી એવીને એકેંદ્રિયાદિકમાં અનંતકાળ ભમી. છેવટે તેનો જીવ ભુવનભાનુ કેવળી થઈ મુક્તિને પ્રાપ્ત થયો. આ પ્રમાણે વિકથા કરનારા પ્રાણીઓને ઘણું દુસ્તર દુઃખ થાય છે, તેને જાણીને ભવ્યપ્રાણીઓએ વૈરાગ્યાદિ વડે બંઘમુક્ત કરનારી સત્કથા હંમેશા કરવી, અને વિકથાને છોડી દેવી.” વ્યાખ્યાન ૧૩૪ પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન વળી સામાન્યથી અનર્થદંડનો પ્રમાદાચરણ નામનો ચોથો ભેદ વિશેષે કહે છે जीवाकुलेषु स्थानेषु, मजनादि विधापनम् । रसदीपादिपात्राणि, आलस्यात् स्थग्यते न हि ॥१॥ उल्लोचं नैव बध्नाति, स्थाने महानसादिके । सर्वमेतत् प्रमादस्या-चरणमभिधीयते ॥२॥ ભાવાર્થ-“જીવથી ભરપૂર એવા સ્થાનમાં સ્નાન વગેરે કરે, રસ (પ્રવાહી) પદાર્થોના તથા દીપક વગેરેના પાત્રોને આળસથી ઢાંકે નહીં, અને રસોડા વગેરે સ્થાનોમાં ચંદરવા બાંઘે નહીં—એ સર્વ પ્રમાદનાં આચરણ કહેવાય છે.” વિશેષાર્થ-જીવથી ભરપૂર એવા સ્થાન એટલે જેમાં લીલ, ફગ, કીડીઓ, મંકોડા તથા કુંથવા આદિ છકાય જીવોની હિંસા થાય તેમ હોય તેવી ભૂમિ વગેરેમાં સ્નાન કરવું યોગ્ય નથી. એકાદશી પુરાણમાં કહ્યું છે કે, गृहे चैवोत्तमं स्नानं, जलं चैव सुशोधनात् । ततो त्वं पांडवश्रेष्ठ! गृहे स्नानं समाचरेत् ॥४॥ कूपे हृदेऽधमं स्नानं, नद्यामेव च मध्यमं । વાવ્યાં ૨ વર્નસ્નાન, તદા નૈવ વાર ારા पीड्यंते जंतवो यत्र, जलमध्ये व्यवस्थिताः । स्नाने कृते ततः पार्थ! पुण्यं पापं समं भवेत् ॥३॥ ભાવાર્થ-“જળ ગાળીને ઘરે સ્નાન કરવું તે ઉત્તમ સ્નાન છે; તેથી હે પાંડવશ્રેષ્ઠ! તમારે ઘરે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ સ્નાન કરવું. કૂવા અને ઘરામાં સ્નાન કરવું તે અથમ સ્નાન છે; નદીમાં સ્નાન કરવું તે મધ્યમ સ્નાન છે, અને વાપી તથા તળાવમાં સ્નાન કરવું તે તો તદ્દન યોગ્ય નથી. જ્યાં સ્નાન કરવાથી જળમાં રહેલા જંતુઓ પીડા પામે, ત્યાં સ્નાન કરવાથી હે પાર્થ! પુણ્ય અને પાપ સરખું થાય છે. વળી બ્રહ્માંડપુરાણમાં પણ કહ્યું છે કે– ज्ञानं तीर्थं धृतिस्तीर्थं दानं तीर्थमुदाहृतं । तीर्थाणामपि यत्तीर्थं विशुद्धिर्मनसः परा ॥ १ ॥ ભાવાર્થ—“જ્ઞાન તીર્થ છે, ધૈર્ય તીર્થ છે અને દાન પણ તીર્થ છે; પરંતુ તે બધા તીર્થોનું પણ તીર્થ મનની ઉત્કૃષ્ટ શુદ્ધિ છે.’’ વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે, ‘‘જળ સ્વભાવથી પવિત્ર છે. તેને પણ જો અગ્નિ વડે ઉષ્ણ કર્યું હોય તો તેની પવિત્રતાની વાત જ શી કરવી? તેથી પંડિતજનો ઉષ્ણ જળ વડે શુદ્ધિ કરવી તેને વખાણે છે.’' મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થસ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. તે તો સેંકડો વાર જળથી ધોયેલા મદિરાના પાત્રની જેમ અપવિત્ર જ રહે છે. પ્રથમ શૌચ સત્ય, બીજું શૌચ તપ, ત્રીજું શૌચ ઇંદ્રિયોનો નિગ્રહ અને ચોથું શૌચ સર્વ પ્રાણી ઉપર દયા કરવી તે છે. ત્યાર પછી પાંચમું જળશૌચ છે.’’ વળી નાગરખંડમાં પણ કહ્યું છે કે, “દૃષ્ટિથી પવિત્ર (જોયેલા) સ્થાને પગ મૂકવો, વસ્ત્રથી પવિત્ર (ગળેલું) જળ પીવું, સત્યથી પવિત્ર (સાચું) વચન બોલવું અને મનથી પવિત્ર આચરણ કરવું.” હવે ગૃહસ્થે જો સ્નાન કરવું હોય તો દિવસે યતનાપૂર્વક કરવું; રાત્રે કરવું નહીં. મૂળ શ્લોકમાં ‘આદિ’ શબ્દ છે, તેથી પિશાબ અને દસ્ત પણ નિર્જીવ ભૂમિકાએ જ કરવું. ઇત્યાદિ પોતાની બુદ્ધિથી સમજી લેવું. વળી રસપદાર્થ એટલે ઘી, તેલ, દૂધ, દહીં, છાશ અને જળ વગેરેનાં પાત્રો તેમજ દીવો અને ‘આદિ’ શબ્દથી ભોજન વગેરેનાં પાત્રો આળસથી ઢાંકે નહીં; ઢાંકવા વડે જીવરક્ષા કરે નહીં તે પણ પ્રમાદાચરણ જાણવું. વળી મહાનસ એટલે રસોડા વગેરે સ્થાન ઉપર ઉલ્લેચ એટલે ચંદરવો બાંધે નહીં એ પણ પ્રમાદાચરણ કહેવાય છે; કારણ કે ગૃહસ્થે શયન, ભોજન અને પાક કરવાના સ્થાન ઉપર તેમ જ જલના તથા દેવ, ગુરુ અને ધર્મના સ્થાન ઉપર અવશ્ય ઉલ્લેચ બાંધવો જોઈએ. કારણ કે રસોડા વગેરે સ્થળે ચંદરવો બાંધેલ ન હોવાથી જીવવધ સંબંધી બહુ દોષનો સંભવ છે. તે ઉપર એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– ઉલ્લેચ બાંધવા ઉપર મૃગસુંદરીની કથા શ્રીપુર નામના નગરમાં શ્રીષેણ નામે રાજા હતો. તેને જાણે બીજો દેવરાજ (ઇંદ્ર) હોય તેવો દેવરાજ નામે એક પુત્ર થયો હતો. તે કુમાર દૈવયોગે યૌવન વયમાં કુષ્ઠી થયો. સાત વર્ષ સુધી ઘણા ઉપાયો કર્યા પણ તે રોગ મટ્યો નહીં. છેવટે વૈદ્યોએ તેને તજી દીઘો. પછી રાજાએ ગામમાં એવો પડહ વગડાવ્યો કે, ‘જે આ કુમારને નીરોગી કરશે તેને હું મારું અર્ધું રાજ્ય આપીશ.” તે શહેરમાં યશોદત્ત નામના એક શ્રેષ્ઠીને શીલાદિ વ્રતમાં આસક્ત એક પુત્રી હતી, તેણે પડહને Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૪] પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન ૨૧૯ નિવારી પોતાના હાથના સ્પર્શમાત્રથી રાજકુંવરનો કોઢ મટાડ્યો. રાજાએ તે બન્નેનું પાણિગ્રહણ કરાવ્યું, અને વિવાહ ઉત્સવ કરી પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. એકદા તે નગરમાં પોટિલાચાર્ય પધાર્યા. તેમને વંદના કરવા માટે રાજા અને રાણી ગયા. દેશના સાંભળીને તેમણે પોતાનો પૂર્વભવ પૂછ્યું. ગુરુ બોલ્યા–“વસંતપુર નગરમાં દેવદત્ત નામે એક વ્યાપારી હતો. તેને ઘનેશ્વર વગેરે ચાર પુત્રો મિથ્યાત્વી હતા. તે અરસામાં મૃગપુર નામના નગરમાં જિનદત્ત નામે શ્રેષ્ઠીને મૃગસુંદરી નામે એક પુત્રી હતી. તેણે ત્રણ અભિગ્રહ લીઘા હતા કે, જિનેશ્વરની પૂજા કરીને અને મુનિને દાન આપીને જમવું અને રાત્રે જમવું નહીં. એક વખતે વ્યાપાર કરવાને માટે પેલો ઘનેશ્વર શ્રેષ્ઠીપુત્ર મૃગપુરે આવ્યો. તેણે જિનદત્ત શ્રાવકની પુત્રી મૃગસુંદરીને દીઠી, તેથી તે તેની ઉપર રાગવાળો થયો. પણ “હું મિથ્યાત્વી છું, તેથી આ કન્યાનો પિતા શ્રાવક મને તે કન્યા આપશે નહીં” એવું વિચારીને તે કપટી શ્રાવક થયો; અને કોઈ રીતે તેના પિતાને સમજાવી તે કન્યાને પરણીને પોતાને ઘેર લાવ્યો. ત્યાં ઘર્મની ઈર્ષ્યાથી તેણે મૃગસુંદરીને જિનપૂજા કરવાનો નિષેઘ કર્યો. તેને જિનપૂજા કર્યા સિવાય જમવાનો ત્યાગ હોવાથી ત્રણ ઉપવાસ થયા. તેણે કોઈ મુનિમહારાજને તે વિષે પૂછ્યું, એટલે ગુરુએ લાભાલાભ વિચારીને કહ્યું કે, “તું ચૂલા ઉપર ચંદરવો બાંઘ અને ભાવથી પંચતીર્થની સ્તુતિ કરી, પાંચ સાધુને નિત્ય દાન દે, તેથી તને તારા અભિગ્રહ પ્રમાણે ફળ થશે.” તેણે તે પ્રમાણે કર્યું. પરંતુ તેના સસરા વગેરેએ ચૂલા ઉપર ચંદરવો દેખીને ઘનેશ્વરને કહ્યું કે, “આ તારી સ્ત્રીએ કાંઈક કામણ કરેલું છે. તે સાંભળી ઘનેશ્વરે તેણે બાંધેલા ઉલ્લેચને બાળી નાખ્યો. મૃગસુંદરીએ પુનઃ બીજો ઉલ્લેચ બાંધ્યો. તે પણ ઘનેશ્વરે બાળી નાખ્યો. એવી રીતે સાત ઉલ્લેચ બાળી નાખ્યા. પછી મૃગસુંદરીને તેના સસરાએ કહ્યું કે, “હે ભદ્ર! શા માટે ઉલ્લેચ બાંઘવાનો પ્રયાસ કરે છે? મૃગસુંદરીએ કહ્યું કે, “જીવદયા માટે.” ત્યારે તેના સસરાએ ક્રોધથી કહ્યું કે, “ચંદરવા બાંઘવા હોય તો તારા બાપને ઘેર જા.” તે બોલી કે–“તમે બધું કુટુંબ સાથે આવીને મને મારે પિયર મૂકી જાઓ.” પછી સર્વે તેને મૂકવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું. ત્યાં સસરાના પક્ષના કોઈ સગાએ સર્વની મહેમાનગતિ કરવા માટે તેમને જમાડવાને રાત્રે રસોઈ કરી. જમવાને અવસરે મૃગસુંદરીને ઘણું કહ્યું, તોપણ તે જમવા ઊઠી નહીં, એટલે બીજા પણ જમ્યા નહીં, તેથી જેને ઘેર રાંધ્યું હતું તેના ઘરના બઘા જમ્યા. તેઓ સર્વે રાત્રિમાં મૃત્યુ પામી ગયા. પ્રાતઃકાળે મૃત્યુનું કારણ તપાસતાં રાંધવાના પાત્રમાં સર્પ જોવામાં આવ્યો. સર્વેએ વિચાર્યું કે, “રાત્રે રાંઘવા માટે થયેલા ઘુમાડાથી આકુળવ્યાકુળ થયેલો સર્પ અન્નના પાત્રમાં પડ્યો હશે.” પછી સર્વેએ મૃગસુંદરીની ક્ષમા માંગી. મૃગસુંદરી બોલી કે, “આ કારણ માટે જ મેં ચૂલા ઉપર ચંદરવો બાંધ્યો હતો, અને રાત્રે હું ભોજન કરતી નથી, તેનું કારણ પણ અહીં પ્રત્યક્ષ તમે જોયું છે. તે સાંભળી સર્વને પ્રતિબોઘ થયો. પછી તેણે સર્વને જીવિતદાન આપ્યું છે એમ માનીને સર્વે તેને કુળદેવીની જેમ માનવા લાગ્યા; અને તે ગામથી સર્વે પાછા પોતાને ઘેર આવ્યા. અનુક્રમે મૃગસુંદરી અને ઘનેશ્વર ઘર્મની આરાઘના કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને તમે રાજા અને રાણી થયા છો. હે રાજા! તેં પૂર્વભવે સાત Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ ચંદરવા બાળી નાખ્યા હતા તેથી આ ભવમાં સાત વર્ષ સુધી તને કોઢનો વ્યાધિ રહ્યો હતો.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી પુત્રને રાજ્ય સોંપી પોટિલાચાર્ય પાસે દીક્ષા લઈને તે બન્ને સ્વર્ગે ગયા. ‘ઉપરની કથા સાંભળીને જે ઘાર્મિક શ્રાવક શયનસ્થાને, પાણિયારામાં અને રસોડા વગેરેમાં ભાવથી ચંદરવા બાંધે તે ઉત્તમ દેવલોકને પામે છે.’’ વ્યાખ્યાન ૧૩૫ પ્રમાદાચરણના બીજા ભેદ વળી બીજાં પ્રમાદાચરણ દર્શાવે છે— अव्रतप्रत्ययी बंधं, प्रत्याख्यानेन वारयेत् । सर्वं प्रयत्नतः कार्यं, तथा द्युतादिसेवनम् ॥ १ ॥ कुतूहलान्नृत्यप्रेक्षां, कामग्रंथस्य शिक्षणम् । સુધી: પ્રમાવાષરળ, વાવ પરિત્વનેત્ રા ભાવાર્થ-‘વ્રત લીધા વિના અવિરતિપણાથી જે કર્મનો બંધ પડે છે તેને પચખાણ લેવા વડે નિવારવો, સર્વ કાર્ય યતનાથી કરવું; અને જુગટા વગેરેનું રમવું, કુતૂહલથી નૃત્ય જોવું, અને કામગ્રંથનું શીખવું ઇત્યાદિ પ્રમાદાચરણ સબુદ્ધિવાળા મનુષ્યોએ છોડી દેવાં.’ વિશેષાર્થ-અવિરતિ વડે થતો કર્મનો બંઘ પચખાણ કરીને નિવારવો. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી—–એ ચાર ગતિરૂપ આ અપાર સંસારને વિષે ભ્રમણ કરતા પ્રાણીઓએ જે જે દેહ, આયુષ્ય ભોગવીને અસ્થિ, લોહ અથવા કાષ્ઠરૂપ પૂર્વે છોડ્યા છે, તે શરીર વડે જ્યારે જ્યારે બીજા જીવોના વધરૂપ અનર્થ થાય, ત્યારે ત્યારે પ્રથમ મૂકેલા દેહનો સ્વામી જે જીવ તેણે અન્ય ભવને પ્રાપ્ત કર્યા છતાં પણ તેની સત્તાનો ત્યાગ કર્યો નથી એટલે તે દેહને વોસરાવ્યા નથી તેથી ત્યાં સુધી તેના વડે થતા પાપથી લિપ્ત થાય છે; એટલે જ્યાં તે ગયો હોય ત્યાં તે પાપ અવિરતિ વડે આવે છે. એ તત્ત્વાર્થ છે. તે વિષે ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે, “હે ભગવંત! કોઈ મનુષ્ય ધનુષ્યમાંથી બાણ છોડે અને તેના વડે જીવ હણાય તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે?’’ ભગવંત ઉત્તર આપે છે કે—‘હે ગૌતમ! જે પુરુષ ઘનુષ્યવડે બાણ છોડે છે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. કાયિકી, અધિકરણિકી, પ્રહેષિકી, પરિતાપિકી અને પ્રાણાતિપાતિકી; અને જે જીવના દેહથી તે ઘનુષ્ય વગેરે નીપજ્યા હોય છે તે જીવને પણ તે પાંચ ક્રિયાથી સ્પર્શ થયેલો કહેવાય છે.’’ અહીં કોઈ શંકા કરે કે, “જેણે બાણ મૂક્યું, તેને તો તે ક્રિયાઓ લાગુ પડે પણ બીજા જીવોને શી રીતે લાગુ પડે? કેમકે તે તો માત્ર કાયરૂપ છે, અને તેનું અચેતનપણું છે. વળી જો એમ કહેશો કે માત્ર શરીરથી પણ ક્રિયા લાગે તો સિદ્ધ થયેલા જીવોને પણ પ્રથમ મૂકેલા દેહને લીઘે બળાત્કારે બંધ થવો જોઈએ. કારણ કે સિદ્ધ થયેલા જીવનો દેહ પણ કોઈ ઠેકાણે જીવધાતનો Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૫] પ્રમાદાચરણના બીજા ભેદ ૨૨૧ હેતુ હોય. વળી જેમ ધનુષ્ય વગેરે પાપનાં કારણો છે તેમ તે જીવના દેહથી થયેલા પાત્ર, દંડ વગેરે જીવરક્ષાના પણ હેતુ છે, તો તે પુણ્યના કારણ હોવાથી તેનું પુણ્ય પણ તે જીવને લાગવું જોઈએ. એવી રીતે બરોબર ન્યાય થવો જોઈએ.” તેના ઉત્તરમાં કહે છે કે, અહીં તો અવિરતિપણાના ભાવથી બંધ થાય છે અને સિદ્ધ થયેલા જીવોને તો સર્વસંવર હોવાથી વિરતિ છે તેથી તેમને બંધ થવાનો સંભવ જ નથી. તથા પાત્રાદિ જેના દેહથી થયેલા છે તે જીવોને તે સંબંધી વિવેકાદિકનો અભાવ છે માટે તેને પુણ્યનો બંધ થતો નથી. અથવા શ્રી ભગવંતના વચન હોવાથી સર્વ સત્ય છે એમ જાણવું.' તેથી અન્ય ભવાંતરે શસ્ત્રાદિરૂપ થયેલા દેહનું પણ અધિકરણપણું છે એમ જાણીને અવશ્ય જેનો જેનો ત્યાગ થઈ શકે તેમ હોય તેના તેના પ્રત્યાખ્યાન કરવા એ ભાવાર્થ છે. વળી યત્નથી સર્વ ક્રિયાને છોડી દેવી; એટલે કે પોતાના કાર્યને માટે કરેલું હોય પણ કાર્ય સમાસ થયે બળતું ઈઘણું પછી બુઝાવી નાખવું. અહીં કોઈ શંકા કરે કે, ‘અગ્નિને બુઝાવવામાં પણ દોષ છે તેથી કેમ બુઝાવાય?’ તેનો જવાબ આપે છે કે ‘એ વાત ખરી છે પણ અગ્નિ દશ મોઢાવાળું શસ્ત્ર હોવાથી તેના વડે બીજા ત્રસાદિ જીવોનો વધ થાય છે તે ન થવા માટે તેને બુઝાવવું જોઈએ.’ વળી શોધ્યા વગરના ઘણા, છાણા, ઘાન્ય અને પાણીનું વાપરવું, માર્ગમાં હરિતકાય એટલે લીલાં ઘાસ વગેરે ઉપર ચાલવું, નકામા પુષ્પ અને પત્તાં વગેરે તોડવાં, ભીંતમાંહેથી ખેંચવાની ભૂગળ કરવી, યતના વગર કમાડે અર્ગલા આપવી, અપ્રાસુક લવણ એટલે કાચું મીઠું વાપરવું, વૃક્ષની શાખા તથા મૃત્તિકા કારણ વિના ચોળવી, વસ્ત્રમાં રહેલા જૂ વગેરે જીવોને જોયા વગર કપડાં ઘોબીને આપવા અને શ્લેષ્મ-ગલફા થૂંક વગેરે નાખ્યા પછી ધૂલિ કે રાખથી ન ઢાંકવા ઇત્યાદિ સર્વ ક્રિયા પ્રમાદાચરણ છે, તેથી તે સઘળી ક્રિયા યતના વગર કરવી નહીં. ગલફા વગેરેમાં એક મુહૂર્ત પછી ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે. શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે : पुरिषे च प्रस्रवणे, श्लेष्मसिंघाणयोरपि । वान्ते च शोणिते पित्ते शुक्रे मृतकलेवरे ॥ १ ॥ पूये स्त्रीपुंससंयोगे, शुक्रपुद्गलविच्युतौ । पुरनिर्द्धमने सर्वे - ष्वपवित्रस्थलेषु 11211 ભાવાર્થ-૧ વિષ્ટામાં, ૨ પેશાબમાં, ૩ શ્લેષ્મ-ગલફામાં, ૪ લીંટમાં, ૫ વમનમાં, ૬ પિત્તમાં, ૭ રુધિરમાં, ૮ વીર્યમાં, ૯ મડદામાં, ૧૦ પરુમાં, ૧૧ સ્ત્રીપુરુષના સંયોગમાં, ૧૨ સ્ખલિત થયેલા વીર્યમાં, ૧૩ નગરની ખાળમાં અને ૧૪ બીજા સર્વ અપવિત્ર સ્થળોમાં—ગર્ભજ મનુષ્ય સંબંધી એ વસ્તુઓને વિષે એટલે પૂર્વોક્ત ૧૪ સ્થાનકમાં અંતર્મુહૂર્તના આયુષ્યવાળા, એક અંગુળના અસંખ્યેય ભાગ જેવડા દેહવાળા અને સાત કે આઠ પ્રાણને ધારણ કરનારા અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે.’’ શ્રી સંગ્રહણીની ટીકામાં ‘નવ પ્રાણવાળા જીવ ઉત્પન્ન થાય છે,' એમ કહેલું છે. તથા શ્રી પન્નવણાસૂત્રની ટીકામાં શ્રી શ્યામાચાર્યે પણ તે જ પ્રમાણે કહ્યું છે. તેથી શ્લેષ્મ ગલફા વગેરેને યતના પૂર્વક રાખ આદિથી ઢાંકવા. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વળી જુગાર વગેરેનું રમવું–‘આદિ’ શબ્દથી સોગઠાબાજી, ગંજીફા, શતરંજ વગેરેનું રમવું. અથવા ‘આદિ’ શબ્દથી સાત દુર્વ્યસન સેવવા તે પ્રમાદાચરણ છે, તેથી તેને તજી દેવાં. કહ્યું છે કે—જુગાર, માંસભક્ષણ, સુરાપાન, વેશ્યાસંગ, શિકાર, ચોરી અને પરસ્ત્રીસેવન આ સાત દુર્વ્યસન કહેવાય છે. તે પ્રાણીને ઘોરાતિઘોર નરકમાં લઈ જાય છે.” જુગાર વગેરેના વ્યસનથી પ્રાણીને પગલે પગલે વિપત્તિ પ્રાપ્ત થાય છે. જુગાર વિષે એક કથા છે તે આ પ્રમાણે— ૨૨૨ જુગાર વિષે પુરંદરરાજાની કથા સિદ્ધપુર નામના નગરમાં પુરંદર નામે રાજા હતો. તે સુંદર નામના કોઈ જુગારી મિત્ર સાથે જુગાર રમવા લાગ્યો. તે જોઈ એક વખતે તેની રાણીએ અમૃતસમાન વાણીથી રાજાને કહ્યું કે, ‘‘હે સ્વામી! જુગા૨થી નળરાજા અને પાંડવો પગલે પગલે નિંદાને પ્રાપ્ત થઈ દુઃખી થયા છે, તેથી સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ તમે જુગારને છોડી દો.’’ ઇત્યાદિ વચનો વડે બહુ નિવાર્યો, તો પણ રાજાએ જુગાર છોડ્યો નહીં. એક વખતે રાજા તેના નાના ભાઈ સાથે જુગાર રમતાં રાજ્ય હાર્યો. રાજ્યપાટ હારવાથી અનુજ બંધુએ તેને નગરની બહાર કાઢી મૂક્યો. રાજા રાણી અને એક કુમારને લઈને અરણ્યમાં ચાલી નીકળ્યો. માર્ગે જતાં કોઈ ભીલની સાથે એવી શરત કરી કે, જો હું જીતું તો તારી સ્ત્રી લઉં અને હારું તો માથું આપું.’ આવી શરત કરી જુગા૨ ૨મ્યો, તેમાં રાજા જીત્યો. એટલે જાણે કાજળથી બનાવી હોય તેવી કાળી અને દુર્ભાગ્યથી નિર્માણ કરેલી હોય તેવી કુરૂપા ભીલડીને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં નીચ ભીલડીને વિચાર થયો કે, ‘આ રાણી મારી સપત્ની (શોક્ય) હોવાથી મારી વૈરિણી છે માટે તેને મારી નાખું તો સુખ થાય.' એવો વિચાર કરી જળ ભરવાનું મિષ કરી રાણીને કૂવા પાસે લઈ જઈ કૂવામાં નાખી દીધી અને પુરંદરરાજા પાસે આવીને કહ્યું કે, ‘તમારી રાણી તો કોઈ બીજા પુરુષને લઈને ચાલી ગઈ.' રાજા તેના વિયોગથી ઘણો ખેદ પામ્યો. પછી ભીલડી અને કુમારને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. ભીલડી અને કુમા૨ બન્નેને એક સાથે નદી ઉતારવાને અસમર્થ હોવાથી પ્રથમ ભીલડીને લઈને રાજા નદીમાં પેઠો. ત્યાં કોઈ મગર રાજાને ગળી ગયો, અને ભીલડી નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી ગઈ. રાજાના ભારથી મગર વધારે ચાલી શક્યો નહીં. એટલે કાંઠા ઉપર આવીને પડ્યો. ઢીમર લોકોએ તેને પકડીને ચીર્યો, એટલે તેના ઉદરમાંથી રાજા નીકળ્યો. તેને શીતળ પવનથી સંજ્ઞા આવી. એટલે ઢીમર લોકોએ તેને પોતાને ઘેર દાસ કરીને રાખ્યો. એક વખતે રાજા મત્સ્ય લેવાને નદીમાં પેઠો, ત્યાં નદીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો. અહીં રાણી કૂવામાં પડી હતી તેને કોઈ મુસાફરોએ કૂવામાંથી કાઢી. તે મુસાફરોના સાર્થપતિએ તેને ‘તું કોણ છે?” એમ પૂછ્યું; એટલે તેણીએ પોતાનું વૃત્તાંત જે યથાર્થ હતું તે કહી બતાવ્યું. તેથી તેણે પોતાની પાસે તેને બહેન કરીને રાખી. નદીને કાંઠે જે રાજકુમાર રહ્યો હતો તેને કોઈ વિદ્યાધરી વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ; અને તેને ઘણી વિદ્યાઓ શીખવીને અનુક્રમે તેના પિતાના રાજ્ય ઉપર બેસાડ્યો. Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૫]. પ્રમાદાચરણના બીજા ભેદ ૨૨૩ એક વખતે પેલો સાર્થવાહ સિદ્ધપુર નગરમાં આવ્યો. રાણી પોતાનું નગર જાણી પુરુષનો વેષ પહેરી સાર્થપતિની સાથે સભામાં ગઈ. ત્યાં પોતાના પુત્રને જોઈને રાણી હર્ષ પામી. રાજાએ તે પુરુષવેષી સ્ત્રીને જોઈને સાર્થપતિને “તે કોણ છે?” એમ પૂછ્યું. એટલે સાર્થવાહે તેનું બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. કુમારે હર્ષ સાથે પોતાના સમાજનોની સમક્ષ તેના ચરણમાં પ્રણામ કર્યા અને પોતાની માતાને સુખવિલાસમય કરી દીધી. પછી રાજાએ નગરમાં જુગાર વગેરે દુર્વ્યસન બંધ કરવાનો પડહ વગડાવ્યો, અને પોતે પણ અનર્થદંડથી વિરામ પામી સ્વર્ગે ગયો. “સર્પક્રીડા જેવી ઘુતક્રીડાને કયો પુરુષ કરે છે, જેને લીધે પુરંદરરાજા પગલે પગલે વિપત્તિને પામ્યો હતો!” જુગાર રમવાથી હાસ્ય, વાચાળતા (વાચાળપણું) અને કઠોર ભાષણ વગેરે દુર્ગુણો અવશ્ય પ્રાપ્ત થાય છે, અને તેથી વૈરની વૃદ્ધિ પણ થાય છે. પૂર્વે કુમારપાળના પ્રસંગમાં ઘુતક્રીડા કરતાં તેનો બનેવી “માર મુંડાને” એમ હાસ્યમાં બોલવાથી મોટા અનર્થને પામ્યાનું વર્ણન આ ગ્રંથમાં જ કરેલું છે. તેથી જુગાર વગેરે વ્યસનો ઘણા દુઃખને આપનારા છે અને પ્રમાદાચરણ છે, એમ જાણી તેને ત્યજી દેવા. વળી કૌતુકથી નૃત્ય જોવું નહીં. ઉપલક્ષણથી ગીત, વેશ્યા વગેરેનો નાચ, ભાંડભવાઈ અને ઇંદ્રજાળ વગેરે પણ જોવા નહીં, કેમકે તે પાપને ઉત્પન્ન કરનારા છે તેમ જ કામગ્રંથ જે કોકશાસ્ત્ર વગેરે તેની અંદર કહેલા આસન, મંત્ર, ઔષઘ અને કામોદ્દીપન પ્રયોગ તે શીખવા નહીં. ઇત્યાદિ પ્રમાદાચરણને ઘર્મજ્ઞ પુરુષે છોડી દેવા. એ બીજા શ્લોકનો અર્થ પૂર્ણ થયો. अनर्थदंडोऽपविचिंतनादिक-श्चतुर्विधोऽत्र ग्रथितः सदागमे । ततः प्रमादो गुणहानिहेतुको, विशेषमुच्यश्चरमे गुणव्रते ॥१॥ ભાવાર્થ-“ઉત્તમ એવા જિનાગમમાં અપધ્યાન વગેરે ચાર પ્રકારનો અનર્થદંડ કહેલો છે, તેમાં પ્રમાદ ગુણની હાનિ કરવામાં હેતુરૂપ છે તેથી છેલ્લા ગુણવ્રતને વિષે તેનો વિશેષે ત્યાગ કરવો.” | નવમ જાંબ સમાપ્ત || Sઇતિ દ્વિતીય ખંડ: Page #233 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૫૩ ૮૯ ૧૯૩ ૧૧૦ ૧૦૬ ૧૧૯ ૧૪૨ ૪૨ ૧૫૨ ૨00 ૩૪ ૧૩૩ ૨૧૮ ૨૫ ૭૮ ૩૧ ૨૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ (પરિશિષ્ટ) કથા તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા કથાનું નામ પૃષ્ઠ | કથાનું નામ અઢાર નાતરાનો પ્રબંઘ ૧૦૩ | બ્રાહ્મણીની કથા (નિંદા) અનુમોદન (છ પુત્રોની કથા) | ભર્તુહરિ રાજાની કથા અનંગસેન સોનીની કથા ભોળા વણિકપુત્રનું દ્રષ્ટાંત અંજના સતીની કથા મધુબિંદુનું દ્રષ્ટાંત આર્દ્રકુમારની કથા ૩૮ મલ્લિનાથની કથા અહમદ બાદશાહની કથા ૨૦૩ મમ્મણ શેઠનો પ્રબંધ ઇલાયચીકુમારની કથા ૧૧૬ | મચ્છીમાર ચોરની કથા કલાવતીની કથા મહાનંદકુમારની કથા કુમારપાળ પ્રબંધ (પ્રથમ અણુવ્રત) ૧,૮ મહણસિંહનો પ્રબંધ કુમારપાળની કથા (કુલક્રાગત હિંસા) મુનિસુવ્રત પ્રભુની કથા કુમારપાળની કથા (અદત્તાદાન) ૬૩ મુંજરાજાની સંક્ષેપ કથા કુમારપાળ રાજાનો પ્રબંધ (દિગ્વિતિ) ૧૪૯ મૃગસુંદરીની કથા કુમારચંદ્ર અને દેવચંદ્રની કથા કુડ અને ઉકુરુડ મુનિની કથા મૃગાપુત્રની કથા ૨૧૧ યશોવર્મા રાજાની કથા કૃપણતા ઉપર દ્રષ્ટાંત ૧૯૭ કૌશિક તાપસની કથા રોહિણેય ચોરની કથા પર રોહિણીની કથા ગુણસુંદરની કથા ૧૭૧ વૃત તથા ચર્મના વ્યાપારીની કથા રોહિણીની કથા (વિકથા) ૧૮૪ ચંદ્રા અને સર્ગની કથા લોહખુર ચોરનું દ્રશ્ચંત ચંદન મલયાગિરિની કથા ૧૧૪ લક્ષ્મીપુંજની કથા ચારુદત્તની કથા ૧૫૦ વસુરાજાની કથા જિનદાસ શ્રાવકની કથા વલ્કલચરી મુનિનો પ્રબંધ જિનપાળની કથા વંચક શ્રેષ્ઠીની કથા તિલભટ્ટની કથા ૧૮૬ વિંકચૂલની કથા ત્રણ મિત્રોની કથા ૧૬૭ વેગવતીની કથા દાસીપુત્રની કથા વિજયશેઠ અને વિજયાશેઠાણીની કથા દ્રૌપદીને સત્યનું દ્રષ્ટાંત ૫૦ વિજયશ્રીકુમારની કથા ઘનદત્ત શેઠની કથા ૨૦૫ વિદ્યાપતિની કથા ઘર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિની કથા વિસેમિરાની કથા ઘર્મરુચિની કથા ૧૭૯ શાંતિનાથજીના પૂર્વભવની કથા ઘર્મરાજાની કથા ૧૮૧ શીલવતીની કથા ધૂર્તવણિકનું દ્રષ્ટાંત ૧૯૨ શ્રીકાંત શ્રેષ્ઠીની કથા નાગિલની કથા ૭૬ | સિંહ શ્રેષ્ઠીની કથા નુપૂરપંડિતાની કથા ૧૨૪] સુકુમાલિકાની કથા પુણ્યસારની કથા ૫૫ | સૂર અને ચંદ્રકુમારની કથા પેથડ શ્રાવકની કથા ૧૪૦ | સોમ અને શિવદત્તનો પ્રબંધ પુરંદર રાજાની કથા (જુગાર) ૨૨૨ સ્યાનદ્ધિ નિદ્રા ઉપર દ્રષ્ટાંતો બે સર્પની કથા ૫૫ | હંસરાજાની કથા બ્રહ્મદત્ત ચક્રીની કથા ૩૬ ] હરિબલ માછીની કથા ૧૯૦ ૬૧ ૮૧ ૨૧૬ ૭૦ ૩૧ ૭૩ ૪૭ ૧૦૦ ૧૪ ६८ ૧૭૪ ૫૪ ૨૩ ૮૬ ૧૨૯ ૨૦૧ ૧૩૭ ૨૦૬ ૩૩ ૧૦૮ ૪૯ ૧૪૬ ૯૮ ૪૩ ૧૪૪ ૨૧૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ જિન વચનામૃતની પરબા જિનેશ્વર ભગવંતની વાણીનું અમૃત સંસારના ઝેરને ઉતારનારું છે આ ગ્રંથમાં 360 દિવસ પાન કરી શકાય તેવું અમૃત ભર્યું છે આ પરબ છે જિનવચનામૃતની ' દરરોજ એક પ્રવચન શાંતચિત્તે વિચાર પૂર્વક વાંચવામાં આવે તો આત્મા સમ્યકની નજીક પહોંચી જાય તો મોક્ષ પણ નજીક આવે તેથી પ્રત્યેક મુમુક્ષે આ વાણીનું નિત્યપાન કરવું જોઈએ मंसेविदिखामति सनिमंसेरिदिवामरिनारमगााममियार्णवानिमायागादियामामढीमया तिवारमयानगपगिदिन्यमय-समग्रम रागिदिन्यमहाकुम्मन वाश्मयागरगएवं याऽचाश्मयागर्णपवावदियारोवारमानिश्यिाणबारमारवादियानमलियविदियायांचारमाममिविश्यमा રજરિ નવકા . मन्दाजमामयाडागकनागरकदिवामणेतरिमितिारामावतमामयंगदिचमेरिमिद्यनियिमय मिया सानिमाविममियम करारमामयनिमि दिपकरायामिन्यनिमिया दियादवा मनपादनामदादविक्दियामंमियाणिचा सुयादवयागणामामात यादवयाएवाभिमानी परममिरकणार पमागणमिकियेणाणीपवंयवादविमतिकरितंगाममामिाजवाद्यन्नवासियतयावर्षकार्तिकवाद / तिरथदरवर्णकानिकथा પશ્ચિમમામ બ્રિાઝિપ્રિનાનિંઢાાિ ત્રીઃl | JI ( W) ( f : a છે. જૈન પ્રકાશન મંદિર છે. અમદાવાદ-૧. Jain Education Inter