SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૮] પરિગ્રહના દોષ ૧૪૩ (૨) અચલપુરમાં તિલક નામે એક શ્રેષ્ઠી હતો. તેણે એક સમયે દુકાળ પડવાથી પૂર્વે સંગ્રહ કરેલા ધાન્યમાં મોટો લાભ ઉપાર્જન કર્યો. ત્યાર પછી ફરીને વળી કોઈ નિમિત્તિકના વચનથી અગાઉથી દુકાળ પડવાનો જાણી તેણે ગામોગામ ઘાન્યના મોટા કોઠાર ભરાવ્યા અને ઘણા ઘા નો સંગ્રહ કર્યો. તેમાં અનેક ક્રોડોગમે જીવોની હિંસા થતી તેને પણ તેણે ગણી નહીં. દૈવયોગે તે વર્ષે પાછળથી વરસાદ પડ્યો જેથી દુકાળ પડ્યો નહીં; અને તેના કોઠારમાં પાણી પેસી જવાથી ઘાન્ય ફૂલીને સડવા લાગ્યું, આમ તેના સર્વ કોઠારો ફૂલી ગયા. ઘાન્ય બધું તણાવા લાગ્યું. તે દેખી તેનું હૃદય ફાટી ગયું અને મૃત્યુ પામી તે નરકે ગયો. (૩) પાટલીપુર નગરમાં ઉદાયી રાજા રાજ્ય કરતો હતો. તેના કોઈ શત્રુએ સાધુને વેષે આવી તેને મારી નાખ્યો. તેને કાંઈ સંતાન નહોતું. તેથી તેનું રાજ્ય શૂન્ય થઈ ગયું. આ અવસરમાં તે નગરને વિષે એક નાપિત અને વેશ્યા થકી ઉત્પન્ન થયેલો નંદ નામે છોકરો હતો. તેને એવું સ્વપ્ન આવ્યું કે, “તેણે પોતાના આંતરડાથી પાટલીપુરને વીંટી લીધું.” પ્રાતઃકાળે તેણે પોતાના ઉપાધ્યાયને એ સ્વપ્નનું ફળ પૂછયું. ઉપાધ્યાયે કહ્યું કે, “આ સ્વપ્નથી તને આ નગરનું રાજ્ય મળશે.” પછી તરત જ ઉપાધ્યાયે પોતાની પુત્રી તેને પરણાવી. નંદ કન્યાનું પાણિગ્રહણ કરી મોટા મહોત્સવથી પોતાને ઘેર જતાં રાજમાર્ગે આવ્યો. તેવામાં રાજ્યના મંત્રીઓએ મંત્ર વડે અધિવાસિત કરેલા હાથીએ આવીને નંદની ઉપર કળશ ઢોળ્યો; એટલે તત્કાળ તેને રાજ્ય ઉપર બેસાડવામાં આવ્યો. કેટલાક સામંતો નંદની આજ્ઞાને માનતા નહોતા, એટલે નંદ મહેલની ભીંત ઉપર રહેલા સુભટોની સામું જોયું; તેથી તત્કાળ તેઓએ ભીંતથી ભૂમિ પર ઊતરીને તેમાંથી કેટલાકને મારી નાખ્યા. આવો ચમત્કાર જોઈ સર્વ સામંતો તેની આજ્ઞા માનવા લાગ્યા. નંદે ઘણા આકરા ને અઘટતા કર લઈ ઘણું દ્રવ્ય એકઠું કર્યું અને સમુદ્રને કાંઠે તેણે તે દ્રવ્ય વડે સોનાની નવ ડુંગરીઓ કરાવી. ત્યારથી તેનું નવનંદ એવું નામ પૃથ્વીમાં પ્રખ્યાત થયું. પ્રજા ઉપર ઘણો જુલમ કરવાથી તે અપકીર્તિનું અને પાપનું ભાજન થઈને નરકે ગયો. “દ્રવ્ય અલ્પ હોય પણ જો તે વિશ્વોપકારી થાય તો તે પ્રશંસા કરવા યોગ્ય છે, પણ નિંદરાજાની જેમ ઉપકાર વગરનું અપરિમિત દ્રવ્ય પણ શા કામનું? જુઓ! જગતમાં જેવો હિમરુચિ (ચંદ્ર) પ્રીતિકારક છે તેવો હિમસમૂહ (બરફ) પ્રીતિપાત્ર નથી અને જેવો અલ્પ જળ આપનાર પણ મેઘ પ્રિય છે તેવો ઘણા જળવાળો સમુદ્ર પ્રિય નથી.” વ્યાખ્યાન ૧૦૯ પરિગ્રહ એ પાપનું મૂળ છે પરિગ્રહમાં આસક્ત એવો પુરુષ અનેક પ્રકારના પાપો કરે છે તે વિષે કહે છે– परिग्रहार्थमारंभ - मसंतोषाद्वितन्वते । संसारवृद्धिस्तेनैव, गृह्णीयात् तदिदं व्रतम् ॥१॥ ભાવાર્થ-“પરિગ્રહને અર્થે અસંતોષ હોવાને લીધે આરંભ વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે, માટે આ પરિગ્રહપરિમાણ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy