SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ વ્યાખ્યાન ૧૦૮ પરિગ્રહના દોષ હવે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ ન કરવાથી શું દોષ થાય તે કહે છે– श्रुत्वा परिग्रहक्लेशं, मम्मणस्य गतिं तथा । धर्मान्वेषी सुखार्थी वा, कुर्यान्न च परिग्रहम् ॥४॥ ભાવાર્થ-“પરિગ્રહથી થતો ક્લેશ અને તેથી થયેલી મમ્મણ નામના શેઠની ગતિ સાંભળીને ઘર્મને શોઘનારા અથવા સુખાર્થી પુરુષે (ઘણો) પરિગ્રહ રાખવો નહીં.” મમ્મણ શેઠનો પ્રબંધ રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો, તેને ચેલણા નામે પત્ની હતી. એક વખતે અર્થ રાત્રે ચલણા ગોખમાં બેઠી હતી. અષાઢની મેઘલી રાત હતી. ઝરમર વરસાદ વરસતો હતો અને વીજળી ચમકતી હતી. તેવામાં નદીના પૂરમાં તણાઈ આવતા કાષ્ઠને બહાર ખેંચી કાઢતો એક પુરુષ વીજળીના પ્રકાશથી તેના જોવામાં આવ્યો. તે જોઈ તેણે શ્રેણિક રાજાને કહ્યું કે, “હે સ્વામી! તમે પણ મેઘની જેમ ભરેલાને જ ભરો છો, તમારા નગરમાં આવો ગરીબ સ્થિતિનો માણસ છે તેની તો તમે ચિંતા પણ નથી કરતા. આ તો તમારી મોટી ચતુરાઈ છે!” આવાં પ્રિયાનાં વચન સાંભળી શ્રેણિકે માણસ મોકલી તે ગરીબ માણસને બોલાવીને પૂછ્યું કે, “અરે! તું કોણ છે અને શા માટે અત્યારે નદીમાંથી કાષ્ઠ ખેંચે છે?” તે બોલ્યો કે, “હું મમ્મણ નામે વણિક છું, મારે ઘેર બે બળદ છે, તેમાં બીજા બળદનું એક શીંગડું ઓછું છે, તે પૂરું કરવા માટે જ આ પ્રયાસ છે.” આ પ્રમાણે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો અને કૌતુકથી રાણી સાથે તે વણિકને ઘેર ગયો. ઘરને ત્રીજે માળે સુવર્ણના બે મોટા વૃષભ તેણે રાજાને બતાવ્યા. તેના શીંગડા રત્નજડિત હતા. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ દેવીને કહ્યું, “પ્રિયા! આપણે ઘેર આવું એક પણ રત્ન નથી, તો આને શું આપવું?” મમ્મણ બોલ્યો, “સ્વામી! આ શીંગડાને માટે મારા પુત્રો વહાણવટાનો વ્યાપાર કરે છે. મારે ઘેર કોઈ ચોળા અને તેલ વિના કાંઈ ખાતું નથી. જો હું બીજો વ્યાપાર કરું તો મારે દુકાન વગેરે લેવી પડે અને તેમાં ખર્ચ થઈ જાય; તેથી આ વર્ષા સમયમાં રાત્રે નદીમાંથી કાષ્ઠ કાઢી, તેને વેચી દ્રવ્ય ઉપાર્જન કરું છું.” આ પ્રમાણે તેની બેહદ કૃપણતા જોઈ રાજા મસ્તક ઘણાવતો પોતાને ઘેર ગયો અને મમ્મણ શેઠ છેવટ સુધી અપૂર્ણ મનોરથવાળો રહી મૃત્યુ પામીને નરકે ગયો. આ પ્રમાણે કેટલાક મહાપાપી અપરિમિત પરિગ્રહની ઇચ્છા વડે નરકે જાય છે; તેથી પરિગ્રહનું પરિમાણ કરવું તે ઉત્તમ છે.” તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે, “સગર રાજા પુત્રોથી તૃપ્ત થયો નહીં, કુચિકર્ણ ગાયોના ઘણથી સંતોષ પામ્યો નહીં, તિલક શ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત થયો નહીં અને નંદરાજા સોનાના ઢગલાઓથી પણ તૃપ્ત થયો નહીં.” સગરરાજાનો પ્રબંઘ આગળ કહેવામાં આવશે. બાકીના ત્રણ પ્રબંઘ ટૂંકામાં આ પ્રમાણે- (૧) મગઘ દેશમાં કુચિકર્ણ નામે એક શ્રેષ્ઠી હતો. તેને લાખો ગાયો હતી. અનેક ગોવાળો દિવસે દિવસે તેને ઉછેરતા હતા. તે હંમેશા નવનવી ગાયોના દૂઘ દહીં ખાતો હતો. એક વખતે દૂઘ વગેરે અતિશય ખાવાથી આકુળવ્યાકુળ થઈ ગાયોના જ ધ્યાનથી મૃત્યુ પામીને તે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy