SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૧] અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન ૬૫ છે, તે પાછો ક્યારે આવી ઉત્તર આપીશ? તું આવીને તો જો, તારા વગર આ બઘી લક્ષ્મી રાજ્યદરબારે જાય છે.” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ઉત્તમ પુરુષો કહે છે કે, રાજ્યને અંતે નરક છે તે સત્ય છે; અને તે આવી રુદન કરતી સ્ત્રીઓના દ્રવ્ય લેવાના પાપથી જ છે.” પછી રાજાએ કુબેરદત્ત શેઠની માતા અને સ્ત્રી વગેરેના આક્રંદ સાંભળી તેમને કહ્યું કે, “હે માતા!તમે શા માટે શોક કરો છો? ઇંદ્રથી માંડીને કીડી સુધીના પ્રાણીઓનું મરણ તો અવશ્ય થવાનું છે. સંબંઘીઓનો સંબંઘ એક વૃક્ષ ઉપર રહેતા પક્ષીઓના સંગમ જેવો છે અને મૃત્યુ પામેલાનું પાછું આવવું તે પાષાણ ઉપર વાવેલા બીજને અંકુરા થવાની ઇચ્છા કરવા જેવું છે. તેથી જે શોકથી આત્માને વૃથા ક્લેશ કરાવે છે તે અજ્ઞાની છે.” આવો ઉપદેશ આપી રાજાએ કહ્યું કે, “હે માતા! આ તમારા પુત્રના મૃત્યુની ખબર કોણ લાવ્યું?” ગુણશ્રી બોલી–“વામદેવ નામે એક તેના મિત્રે આ ખબર આપ્યા.” રાજાએ તેને બોલાવીને પૂછ્યું, એટલે તે બોલ્યો, “રાજેન્દ્ર! અહીંથી કુબેરદત્ત ભૃગુપુર (ભરુચ) ગયા. ત્યાંથી પાંચસો પાંચસો પુરુષોથી ભરપૂર એવા પાંચસો વહાણ લઈ દૂરના બંદરોએ વ્યાપાર કરવા ગયા. ત્યાં વ્યાપાર કરતાં ચૌદ કોટી સુવર્ણ દ્રવ્યનો તેને લાભ થયો. ત્યાંથી પાછા ફરતાં પ્રતિકૂળ પવનને લીધે તે પાંચસે વહાણો વિષમ ગિરિના વમળમાં આવી પડ્યા. ત્યાં પૂર્વે કોઈ બીજાના પણ ૫૦૦ વહાણો ફસી રહેલા હતા તે પણ ત્યાંથી નીકળી શકતા ન હતા, ત્યાં આ વહાણો પણ આવી ભરાયા, તેથી શેઠ ઘણો ખેદ પામ્યા. તેવામાં કોઈ વહાણ ઉપર બેસીને એક ખલાસી આવ્યો. તેણે કહ્યું કે–“અરે મુસાફરો! તમારે નીકળવાનો એક ઉપાય હું કહું તે સાંભળો. અહીંથી પંચશૃંગ નામે એક દ્વીપ છે. ત્યાં સત્યસાગર નામે રાજા છે. તે એક વખતે મૃગયા રમવા ગયો હતો. તેમાં તેણે એક સગર્ભા મૃગલીને મારી. તેને મરતી જોઈ તેના દુઃખથી તેનો પતિ મૃગ પણ મરણ પામ્યો. તે જોઈને સત્યસાગર રાજાને ઘણી દયા ઊપજી, તેથી તેણે સર્વત્ર અમારી ઘોષણા કરાવી છે. આજે પ્રથમ તેમણે મોકલેલા એક શુકપક્ષીના મુખથી તમારી ઉપર પડેલી આપત્તિ જાણીને તેમણે મને અહીં મોકલ્યો છે. આ પર્વતની કઢણમાં એક દ્વાર છે, તેમાં પેસીને ગિરિની પેલી પાર જવાય છે, ત્યાં એક ઉડ નગર છે, તેમાં એક જિનચૈત્ય છે, ત્યાં જઈને તે ચૈત્યની અંદર રહેલો પડહ વગાડવો, તેના નાદથી ત્રાસ પામીને ત્યાં રહેલા ભારંડ પક્ષીઓ ઊડશે, એટલે તેઓની પાંખના પ્રચંડ વાયુથી પ્રેરાયેલા આ વહાણો માર્ગે ચડી જશે. તમારે બચવાનો માત્ર આ એક જ માર્ગ છે, તેથી ત્યાં એક જ માણસને મોકલો. પણ તે માણસ પાછો આવી શકશે નહીં.” તેણે આ પ્રમાણે કહ્યું, પણ ત્યાં જવાને કોઈની હામ ચાલી નહીં; તેથી દયાળુ એવા કુબેરદત્ત શ્રેષ્ઠી પોતે જ એકલા ત્યાં ગયા અને પેલા ખલાસીના કહેવા પ્રમાણે કર્યું, જેથી તેના ને આગળના સર્વે વહાણો વમળમાંથી નીકળી ગયા અને ભૃગુપુર ક્ષેમકુશળતાથી આવી પહોંચ્યા; પરંતુ પછવાડે તે પર્વત પર રહેલા કુબેરદત્તનું શું થયું તે હું જાણતો નથી. તેથી હે રાજેન્દ્ર! તેનું વીશ કોટી સુવર્ણ, આઠ કોટી રીપ્ય દ્રવ્ય અને હજાર તુલા પ્રમાણ રત્નો તમે ગ્રહણ કરો.” ગુર્જરપતિ તે દ્રવ્યને તૃણવત્ ગણી, નહીં ગ્રહણ કરતો સતો બોલ્યો કે, “હે માતા! તમારો પુત્ર થોડા કાળમાં આવશે. માટે જે આ દ્રવ્ય છે, તે ઘર્મમાં કે તમારી ઈચ્છા આવે તેમાં વાપરો.” આ પ્રમાણે આશ્વાસન આપી રાજા સ્વસ્થાનકે જતા હતા, તેવામાં તો કુબેરદત્ત એક સ્ત્રી સાથે વિમાનમાં બેસી આકાશમાર્ગે ત્યાં ઊતર્યો. તે જોઈ માતાને અત્યંત હર્ષ સાથે આશ્ચર્ય ઉત્પન્ન થયું. - Jain Educભાગ ૨-પો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy